Vyast raho, mast raho books and stories free download online pdf in Gujarati

વ્યસ્ત રહો, મસ્ત રહો

વ્યસ્ત રહો, મસ્ત રહો

ખરેખર કોઈ એ આમ જોઈએ તો સાચું જ કહ્યું છે કે.... ઇસ દુનિયા મેં જીના હો તો સુન્લો મેરી બાત ગમ છોડ કે મનાઓ રંગરેલી....

આમ જોઈએ તો આજે આપણે વાત વાત માં કહેતા હોઈ એ છીએ કે બહુ વ્યસ્ત છીએ જરા પણ ટાઈમ નથી. ફુરસદ નથી. પણ સાચો આનંદ એમાં જ છે કે જ્યારે આપણે આપણા આખા દિવસ ના કામ સવાર થી સાંજ સુધી નું જે આપણું શેડ્યુલ છે. તેમાં પૂરું કરીએ ત્યારે રાત્રે એક અનેરો આનંદ આવે ને મન માં જે લાગણી ઉત્પન થાય ત્યારે ખરેખર આનંદ થાય કે વ્યસ્ત રહેવા માં કેટલી મજા છે.

વળી પાછા વ્યસ્ત અને મસ્ત. કારણકે આળસુ નો કોઈ મીત્ર હોતો નથી તે વાત ખરેખર સાચી જ છે.ઘણી બૂક માં આપણે વાચતા હોઈ એ છીએ કે આળસ એ જીવતા માણસ ની કબર છે. આપણે જોઈ એ આગળ ના માણસો કેવા વ્યસ્ત રહેતા.. ગાતા.. મુસ્કુરાતા.. કામ કરતાં હતા અને અત્યારે નજીવી બાબતો નો મન માં ભાર રાખી આપણે આપણા દોષો બીજા પર નાખતા હોઈ એ છીએ. અને બીજા ની ટીકા ટિપ્પણ કરવા માં એટલા મશગુલ હોઈ એ છીએ કે ખોટો સમય કેટલો ખરાબ થય ગયો એની પણ ખબર પણ નથી મળતી..

સદીઓં પહેલા પણ ઋષિમુની ઓં આપણ ને શીખવતા ગયા છે કે દરેક કામ ને બોજ ગણ્યા વગર કરશો તો તમે પ્રસ્સન રહેશો જ.. સવાર માં ઉઠતા ની સાથે જ પંખી ઓં મીઠા કલરવ કરતાં મધુર ગીતો ગાતા આપણ ને કહેતા જાય છે..

“ઉઠ જાગ મુસાફિર ભોર ભયી.. જો સોવત હે વો ખોવત હૈ.”

આજના યંત્ર યુગ માં માણસ વિચારશીલ તો બન્યો પણ મંદગતિ બની ગયો. પોતાનું કામ પણ કરી શકતો નથી મોટા નગરો અને શહેરો માં જુજ માણસો ની વચ્ચે તમને સવારે વોકીંગ અને જોગિંગ કરતાં માણસો બહુ જ ઓછા જોવા મળશે. આ પેટ્રોલ યુગ માં લોકો પગ ને પંગુ બનાવી દઈ ગાડી માં ફરતા હોઈ છે.ત્યારે આપણા વડીલો કહેતા હોઈ છે. અમારા જમાના માં તો માઈલો સુધી અમે ચાલી ને જતા. વળી ઘરમાં પણ તમે જુઓં સુવિધા ની વચ્ચે માણસ જીવતા જીવતા વિચારો થી પાંગળો બની ગયો છે. કહેવત છે કે...

“એશ મેશ ને ટેશ

બની ગયા ભાઈ લેશ”

વિચારો શરીર ને આપણે જકડી રાખ્યું છે. ક્યાં સુધી તમે આ શરીર ની દયા ખાસો અંત તો ફરી પાછું આપણે જ કરવું પડશે.

કોઈક દિવસ અશક્ત માણસ ને તમે પૂછજો તો ખર કે લાંબા દિવસો ને કેવા વૈશાખ મહિના ના આકરાં તડકા સમા લાગે છે. ઘણું કરી જવાની હમ તેને હજુ હોઈ છે. તો આપણે આ યુવાની માં કાઈ સમાજ ને ઉપયોગી બનીએ. વ્યસ્ત રહીએ અને વળી પાછા મસ્ત રહીએ. નકામી વાતું આળસી વાતું ભૂલી આ દુનિયા માં પ્રસ્સન બની કામ કરતાં જઈએ. ભગવાન ગીતા જી માં કહે છે “કર્મ કરતો જો હાંક મારતો જા”

સુતેલા ને જગાડો અને જાગેલા ને દોડાવો અને રડેલા ને હસાવો અને પછી જુવો મંઝીલ તમારી પાસે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ઉઠ ઉભો થા અને બધી જ જવાબદારી તારે માથે ઓઢી લે..

નકામી વાતો અને વીતી ગયેલી વાતો ભુતકાળ ને ભૂલી ને એ યુવાન આ સુનહરી સવાર તેને આવાજ કરે છે. પ્રકૃતિ તેને પામવા મથી રહી છે. ઓ તો ખરા ઉચા ડુંગરો એ કદી કહ્યું છે કે અમે હવે થાકી ગયા છીએ ભાર ઉનાળે આંબો કેરી થી લથપથ થઇ જાય છે ને વળી અમૃત રસ વરસાવી દે છે. તારા માં પડેલી તેજસ્વીતા ને બહાર કાઢ. તારી કાયરતા ને ખંખેરી નાખ વેરઝેર શમાવી નાખ ઉલ્લાસ ઉમંગ થી ભરી દે તારી દુનિયા. ઉદાહરણ રૂપ બની જા.

કરી લે કામ ની વાતો

મુકી દે ફિઝુલ વાતો.

વ્યસ્ત બની જા, મસ્ત બની જા.

પેલી કાગળા ની ને કાબર ની વાત જેવું કહીએ તો કાબર કેટલી મહેનતુ ને કાગળો કેટલું આળસુ ભાગમાં ખેતર રાખી ને કાગળો મહેનત ના અભાવે ક્યારેક ખેતરે કામ કરવા જતો નહિ રોજ કાબર ને કહેતો જાવ કબર બેન કાલ વહેલો આવીશ ને કાબર મહેનતુ એકલી જઈને કામ કર્યે રાખી અંતે કાગળા કાબર ની મહેનત માં કાબર ખેતર નો પાક જીતી જાય છે ત્યારે આવી બાળ વાર્તા માંથી પણ આપણ ને બોધ મળે છે કે કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ જ નથી તનતોડ મહેનત કરનારા નો તો જોતો નથી હમણાં માર્ચ મહિનામાં ડર વરસ ની જેમ બોર્ડ ની પરીક્ષા આવશે તેમાં હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પણ બાજી તો કોક જ મારી જશે એ આજુ બાજુ આડું અવળું જોયા વગર કઠોર પરિશ્રમ ને પણ હળવું બનાવી એવા વ્યસ્ત બની ગયા હશે કે જાણે હરોળ માં કોઈને જીતવા જ નહિ દે..

કાઈક નું કાઈક કરી જવાની તેની હામ અદભુત હોય છે. મહેનતુ માણસ ને આળસ સ્પર્શી શક્તિ પણ નથી પોતાની શક્તિ ને નીચોવી ને બસ કામ કર્યે જ જાય છે. આંબો રોપનાર ને ક્યાં ખબર હોય છે કે આ આંબા ની કેરી તે ખાશે કે કેમ છતાય મહેનત થી તે સરસ મજાની મીઠાશ બીજાને આપતો જાય છે.

આ ધરતી પર કામ ને જ સર્વશ્રેષ્ઠ યોગ પણ માનવામાં આવે છે આ એ છે જેનાથી માણસ ને સંતોષ થાય છે. અને સંતોષ થી રાત્રે ઊંઘ પણ સારી આવે છે. બાકી... તમે અકર્મણ્ય ( જે દિવસ ની ચોવીસ કલાક માં કોઈ પ્રોડક્ટિવ કામ કરતો ન હોય તેવો માણસ) ને જો જો તેનું જ્ઞાન દિવસે દિવસે ઓછું થતું જણાશે... તેની બુદ્ધિ ને કર્મયોગી માણસ મૂર્ખ સાબિત કરશે.... તેની ઉમર વધારે ન હોવા છતાં.. વધારે દેખાશે. એટલે... મગજ ની ધાર ન કાઢીએ તો આવું થાય છે.

એટલે, પોતાની જાત ને પંપાળવા કરતા તેને સેફ્ટી ઝોન માંથી બહાર કાઢી દુનિયા ની સામે મૂકીએ એટલે તરત જ દુનિયા તેને રેટિંગ આપી આપી ને સુધારી દેશે. આ દુનિયા માં કટાઈ જાવ એ પહેલા આ શરીર માં રહેલી યુવાની ને સારી રીતે ચેનેલાઇઝ કરી ઘસાવા માટે તૈયાર થઇ જાવ. વ્યસ્ત રહેતા માણસ નું મન અને મગજ પણ સ્વસ્થ હોય છે.

સ્ટીવ જોબ્સ અને બિલ ગેટ્સ એ જ્યારે કોલેજ ના ફર્સ્ટ યર માં પહોચી ને ભણવાનું છોડી દીધું હતું. આવું જ્યારે કોઈને કહીએ ત્યારે ઘણા લોકો એવી વાત કહે કે હાં તેને આમ કર્યુ તેને કોલેજ છોડી તો કેટલું નામ છે. પણ તેવું નથી તે લોકો એ કોલેજ છોડી એ પહેલા પણ તેના મગજ માં શું કરવું તેનું ફૂલ પ્રૂફ પ્લાનીંગ હતું. તેમણે તે તરફ પ્રયાસ ચાલુ કરી દીધા હતા. તમને ખબર છે સુપ્રસિદ્ધ એપલ કંપની ની સ્થાપના ક્યાં સ્થળે થઇ હતી? તેની સ્થાપના સ્ટીવ જોબ્સ એ મકાન ના નકામાં પડેલા ગેરેજ માં કરી હતી. તે ત્યાં દિવસ રાત મહેનત કરતાં અને ત્યાર પછી જ્યારે તેની મહેનત નું ફળ i Pad મળ્યું ત્યારે માણસો વોકમેન ને ભંગાર માં આપવા માંડ્યા હતા. આ છે વ્યસ્તતા ની સિદ્ધિ..

  • રીંકલ રાજા