Youvanano ubharo books and stories free download online pdf in Gujarati

યૌવનનો ઉભરો

યૌવનનો ઉભરો

- હરેશ ભટ્ટ


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


યૌવનનો ઉભરો

ઈશ્વર, માનવને જીવનના દરિયામાં તરતા મૂકી દે છે, ક્યાંક હળવા સુખનાહલ્લેસા લેતા જીવન સાગર પાર કરાવી દે છે તો ક્યાંક ફંગોળાતા, તણાતા કે વમળમાંઅટવાતા મૂકી દે છે, આપી દે ક્યાંક તરણું, વૃક્ષની ડાળી જેવો છેતરામણો સહારો, પછીમોટું હલેસું આવતા, આંસુઓ સાથે દુઃખોનો દરિયો છલકાવી એમાં ડૂબાડી દે છે અનેઘટના પણ કેવી બને...? ઝંઝાવાતો સામે લડવાની તો તાકાત આવી ગઈ હોય પણહૃદય જ એવું છે ભલે ગમે તેટલું કઠણ હોય પણ એકલતા મારી નાંખે, કોઈ પ્રેમ, હૂંફ,સાંત્ત્વના આપવા જેવો સહારો જ ન હોય છતાં, પોતે જેનો સહારો છે એના માટે મજબૂતબની રહેવું પડે.

આ એક સત્ય ઘટના પર આધારિત વાત છે. જે વ્યક્તિ આમ જોવા જાઈએ તોઆપણા નગરની જ છે પણ ઘણા વખતથી નગરમાં નથી કોઈ બીજા શહેરમાં છે જેનીજીંદગીમાં મધદરિયે જ મોટો પ્રશ્નાર્થ આવી ઉભો છે. આપણે જેને પ્રારબ્ધ કહીયે તો એકહો, પણ થોડી ભૂલ પોતાની થોડા સંજોગો અને પછી તો દરેક વાતને મળે મોકો. આને તમે શું કહો...?

વાત શીખાની છે, સુંદર મજાની, વાચાળ શીખા, કોઈને પણ જોતા જ ગમીજાય મારકણી આંખો, એ એક શબ્દ ન બોલે તોય એની આંખો બોલતી હોય એ બોલે એપહેલા એની આંખો જ બોલે. જો કે આવા લોકો જુઠ્ઠું ન બોલી શકે એમની આંખો જ સાચુંબોલતી હોય. એટલે એમને બોલવાની જરૂર જ ન પડે. એ જો પ્રેમ અભિવ્યક્ત કરે તોતમે એની પ્રેમાળ આંખોના ઉંડા દરિયામાં ડૂબી જાઓ. એટલો પ્રેમએમની આંખોમાંથીનીતરતો હોય, જો કે ગમો, અણગમો, નફરત, ગુસ્સો અવગણના આ બધું માત્ર આંખોથીજ વ્યક્ત થાય. એવા લોકો હોય છે અને એવી આંખોવાળાના નામ પણ એમના વડીલોએવું જ રાખતા હોય છે. એમાંની આ એક શીખા ભલે એનું નામ આંખો સાથે નથી પણએની આંખો એવી જ, સમકક્ષ બાંધો, લાંબા વાળ, વાન ગોરો નહીં પણ આકર્ષક અને સંપૂર્ણ પણે પરોપકારી એ જ્યાં રહેતી ત્યાં આસપાસમાં કોઈ વડીલ કંઈ કામ સોંપે તોદોડીને કરે, ક્યારેય ના ન પાડે. એટલે બધાની વ્હાલી. પણ એના જીવનમાં નિર્માણથયેલું હતું કે, આ વ્હાલ, પ્રેમ, આવકાર, માત્ર યૌવનના ઉંબરે પગ મૂકે ત્યાં સુધી જ છે.

પછી ઝંઝાવાતો વમળો જ છે. આપણને ખબર નથી પણ લોકો કહેતા હોય છે કે,લોકોના ગ્રહો, સંજોગો, નસીબ કે કુંડળીમાં જ એવું હોય છે કે એ જ બધું ઉંધુ પાડે.

શીખાની સુંદરતા સોળે કળાએ સોળમા વર્ષે ખીલી ગઈ. વધારે મોહક લાગવામાંડી. પરિવારને ચિંતા થવા માંડી કે હવે, કંઈક વિચારવું પડશે, પણ આ તો એવી ઉંમરજાણે લોહચુંબક, ગમે ત્યાં એ આકર્ષાઈ જાય કાં તો કોઈપણ એ તરફ આકર્ષાઈને વળગીજાય. એવું જ થયું. એક સુંદર ફૂટડો જુવાન શીખાને ગમી ગયો અને એ જુવાનને શીખાગમી ગઈ. પહેલા તો આંખોથી આંખો મળી, પછી દિલ મળી ગયા, પછી પોતે મળવામાંડ્યા. શીખાને આ સમય એવો હતો કે એને એમથાય કે આ યુવાન એને સ્પર્શે, આલિંગન આપે, પણ પેલો યુવાન કશું જ ન કરે, શીખા પોતાની સહેલીઓને કહે કે આઅંકુશ તો કેવો છે, હું આટલી નજીક જાઉં છું તો ય, હં, જવાદે ને, મારેય મારી જાત પરઅંકુશ રાખવો પડે છે અને એ તો અંકુશ રાખીને જ બેસે છે. તો સહેલીઓ કહેતી, એસંસ્કારી ઘરનો છોકરો હશે. એટલે લગ્ન પહેલાં કંઈ જ ન કરે, તું તો નસીબદાર છે, નહીંતો બીજા છોકરાઓ તારા જેવી ઉત્સાહી છોકરીનો લાભ લઈ લે, મોજ મજા કરી લે અનેપછી સંબંધ તોડી જતો રહે તો શું કરે...? એટલે જે છે એ બરાબર છે. ઉતાવળી ના થા.

લગ્ન પ્રસંગ બહું જ સરસ રીતે ઉજવાયો અને શીખા-અંકુશના લગ્ન લેવાયા.બધા જ કહેતા કે કેવું સરસ યુગલ છે. જો કે પારખું નજરવાળા તો ટોણો મારતા કે એ હસે છે સાવ છોકરી જેવું. આંખોના ઈશારા પણ એવા કરે છે. પણ એવું કોઈ કહે નહીંને...? કારણ કે ઘણાના હાવભાવ સ્ત્રૈણ હોય જ છે. એના હાથ-પગની હીલચાલ, હા કે ના કહેવાની રીત, પણ તોય એ તો નો હોય.

શીખા પરણીને સાસરે આવી, કેટલા અરમાનો લઈને, રંગીન સપના સાથેજીવન સજાવવાની આકાંક્ષા લઈને આવી અને પ્રથમ રાત્રિએ જ આભ ફાટ્યું, તનમનમાં પૂર્ણ આવેગ સાથે મધુરજની માણવાના અભરખાને આગ લાગી ગઈ, શીખાનાએક ઈશારે કે સ્પર્શે માણસને ઝણઝણાટી થઈ જાય, અંગઅંગમાં રોમાંચ આવી જાયઅને..., પણ અહીં તો અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા અને વહેલી પરોઢે સિધ્ધ થઈ ગયું કે, અંકુશ પોતાની લાગણીઓ પર સંસ્કારને કારણે અંકુશ નહોતો રાખતો પણ એ નપુંસકજ હતો. શીખાને તો અસહ્ય આઘાત લાગ્યો... ભલે અંકુશ સમજાવે વહેલી પરોઢે કે હુંતને પ્રેમથી રાખીશ. તને જોઈએ તે આપીશ, તને સુખમાં જ રાખીશ, મારો ઈલાજકરાવીશ... આ જ સર્વસ્વ નથી... જીંદગીમાં ઘણા સુખ છે, પણ શીખાની વાત સાચીજે એણે કહી કે આ જ પહેલું સુખ છે. નહીં તો લગ્નજીવનનો અર્થ શું...? આ જીવનનીએક જરૂરિયાત છે. સંબંધોમાં તણાવ આને કારણે જ થાય, આ બાબતમાં ઉપેક્ષા,અવગણના કે નિર્બળતા લગ્નજીવનમાં ભંગાણ લાવે છે. પછી ભલે સામે અનેક સુખ હોય.

દિવસો પસાર થવા માંડ્યા, અંકુશના માં-બાપને પણ થયું કે, આ બાબતનુંદુઃખ હતું એમનેય થતું હતું કે, આ અન્યાય છે, છતાં શીખાને સમજાવતા કે આપણેસંતાન દત્તક લઈ આવશું. ઘણા આ કરતા હોય છે, પણ શીખાનો વસવસો સાવ જુદો જહતો, આ પરિસ્થિતિનો લાભ એક યુવાનને મળી ગયો જે આમ અંકુશનો મિત્ર હતોપણ ક્યારેક આ ગામમાં આવતો પણ રહેતો બીજે. એ જ આવ્યો એણે પરિસ્થિતિ જાણી એ શીખા તરફ ખેંચાયો અને શીખાને ખેંચી. શીખાની સંપૂર્ણ ભૂખ ભાંગી તૃપ્ત કરીદીધી. શીખા એ નવા યુવાન, જીવનને વારંવાર સર્વસ્વ સોંપી દીધું અને જીવને પણ...મોહજાળમાં ફસાવી લીધી, એણે બહું જ અગત્યનો ભાગ ભજવી શીખા-અંકુશનાછૂટાછેડા કરાવ્યા અને શીખાને સમજાવી પોતાના શહેર લઈ ગયો, ત્યાં એણે શીખાસાથે લગ્ન કરી લીધા, શીખા તો સુખના સમુદ્રમાં હલ્લેસા મારવા લાગી, જેની તરસભૂખ ભડકે બળતી હતી. એમાં એ અદ્‌ભુત તૃપ્ત હતી. પણ એને એ ખબર નથી કે આજેપૂનમનો ચાંદ સોળે કળાએ સુખનો ઉજાસ પાથરતો ખીલ્યો છે, પણ કાલે દુઃખના અંધકારસાથે અમાસ આવી શકે છે.

આપણે કહીયે છીએ ને કે માણસોને નિર્માણ થયેલું હોય છે કે જાણતા-અજાણતાકુદરતી રીતે આવેલા કે સ્વયમ્‌ આદરેલા સંજોગોને કારણે દુઃખી થવું પડે છે. એ સમયશીખા માટે દૂર નહોતો, જીવનનો ભરપૂર આનંદ માણતા શીખાને સારા દિવસો આવ્યા,શીખા માં બનવાની હતી, એને અદ્‌ભુત આનંદ હતો, પણ જીવનને આનંદ નહોતોકારણ કે એ સમય દરમ્યાન, જીવન બીજી છોકરીની જાળમાં ફસાયો હતો અને મનથી શીખાને છૂટાછેડા આપવાની ભાંજગડ કરતો હતો ત્યાં જ જીવનને તો આભ ફાટે એવાસમાચાર માથે પડ્યા. જીવનને તો શું કરવું એ ખબર ન પડે સાંજે ઘેર જાય અને શીખાનીખુશી જોઈ ફરી જાય, હવે એ શીખાથી પૂર્ણ રીતે ધરાઈ ગયો હતો અને સપના પાછળપાગલ હતો અને સપના પણ ત્રણને છોડીને આવી હતી અને આ ચોથાને વળગી હતી,જીવને બહું જ પ્રયત્ન કર્યા શીખાને સમજાવવાના કે આપણે હમણા બાળક નથી જોતું,થોડા વખત પછી બાળકનું આયોજન કરશું પણ શીખા તો એકની બે ન થઈ, એણે કહ્યુંકે, હું આ બાળકને જન્મ આપીશ જ, જે થવું હોય તે થઈ જાય, ઘર ખર્ચમાં તકલીફ પડશે તો પછી હું નોકરી કરીશ.

એક દિવસ સવારે જીવન ઘરમાંથી ગયો તે પાછો જ ન આવ્યો. એ દિવસે રાત્રેશીખા મોડે સુધી રાહ જોતી બેસી રહી. એમ વિચાર્યું કે, આજે બહું કામ હશે એટલે વારલાગી હશે, પણ સવાર સુધી ન આવ્યો, બીજા દિવસે ન આવ્યો, એટલે ત્રીજા દિવસેએણે તપાસ કરી કારણ હવે બાળકના જન્મવાનો સમય આવી ગયો હતો અને એ જવખતે જીવન ગાયબ...?

બે દિવસની તપાસને અંતે ખબર પડી કે જીવન તો પરદેશ જતો રહ્યો છે. જીવનના મિત્રએ કહ્યું પણ ખરૂં કે પાસપોર્ટ, વીઝાના કાગળ બધી ટપાલો તો ઘેર જઆવતી હતી અને એ જ ઘેર સહી કરવા આવતો હતો. તમને ખબર નથી...? તો શીખાકહે, મને શું ખબર કે ઈ બધા એના કાગળ હશે...? એમણે તો આ મકાન પણ મારાનામે કરાવી નાંખ્યું છે. અમે બે વાર કોર્ટમાં પણ કાગળિયા સહી કરવા ગયેલા, એટલે પેલા મિત્ર કહે તમે કોર્ટમાં કાગળ કર્યા એ છૂટાછેડાના, તમને ક્યાંય વકીલ કે જજ સામેઆવ્યા...? ના, એણે બહું જ ખૂબીથી તમને છૂટા કર્યા, આ મકાન તમને આપી દીધુંએટલે કોઈ લાંછન ન રહે, એણે બેંક બેલેન્સ પણ રાખ્યું છે. તમે બેંકમાં પણ સહી કરવાગયેલા ને...? તો શીખા કહે હા, બસ એટલે બેંકમાં હવે તમારી સહી ચાલશે, અરેભાભી તમે સાવ ભોળા છો, અરે હું તો અક્કલ વગરના કહું, કારણ એટલી ખબર નપડે...? કે તમારી સાથે શું બની રહ્યું છે...? દેખીતો પ્રેમ કરે અને કાગળ પર રમત રમે,તમારા જેવી સ્ત્રીઓ આમ જ દુઃખી થાય છે હાથે કરીને, હવે બાળકને જન્મ આપજોઅને દુઃખી થાજો.

શીખા તો ભાંગી પડી અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા માંડી, બધું લૂંટાઈ ગયું...?અને જીવન એવી સરસ રમત રમ્યો કે ક્યાંય કાયદામાં ફસાય નહીં, પણ શીખા તો દુઃખીથઈ જ ને...?

હજી તો શીખાને છેલ્લી લપડાક પડવાની બાકી હતી, બાળક જન્મ્યું પણ પછીખબર પડી કે એ મંદબુધ્ધિ અને અપંગ છે, શીખાને તો ધરતી જગ્યા આપે તો સમાયજવા જેવી ઈચ્છા થઈ અને એનામાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું. પુરુષ જાત પ્રત્યેનફરત થઈ ગઈ, કોઈ પુરુષ મદદનું કહે તો છંછેડાઈ જાય અને કહી દે કે હું સક્ષમ છું,મને કોઈની જરૂર નથી, કોઈ તો કહે પણ ખરૂં કે, આ બધું જ્ઞાન યૌવનના ઉંમરે ઉછાળા લેતા હતા ત્યારે આપવું જોઈતું. હતું, પણ સમય સંજોગોને કોણ ટાળી શકે...?

આજે એ બાળક અઢાર વર્ષનું છે પણ માનસિક ઉંમર પાંચ વર્ષ, શીખાને તોએ જ એક જવાબદારી, એ બાળક જીવે ત્યાં સુધી. કારણ ગમે ત્યારે વાઈ આવે, ગમેત્યાં પડી જાય, ખેંચાવા માંડે, નિયમિત દવા આપવાની, શીખા ઘેર બેસી કામ કરે અનેપૈસા રળે, જીવન ચાલે, ચહેરાનું નૂર જતું રહ્યું, જાણે એક ફૂલ કરમાઈ ગયું.દરેક યૌવનાએ યૌવનના ઉંબરે પગ મૂકતા બધું જ વિચારવું જોઈએ, માત્ર, લાગણીનાઆવેશ જ નહીં, મગજથી પણ કામ લેવું જોઈએ. માત્ર હૃદયથી નહીં. માણસને પરખતાઆવડવું જોઈએ. દૂધને ઉભરો આવે ત્યારે માત્ર એક ટીપું પાણી નાંખો ઉભરો બેસીજશે, દૂધ બગડશે નહીં. એમજ શરીરમાં યૌવનનો ઉભરો આવે એને છલકાવા નદો સંયમના બે ટીપાં નાંખો ઉભરો સમી જશે. જીવન જીવવાનું ગમી જશે.