Prem Kahani books and stories free download online pdf in Gujarati

પ્રેમ કહાની

ઇશ્વા અને ખંજન ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમા ગળાડુબ હતા. આખી કૉલેજ એ પ્રમીપંખીડાને હાથમા હાથ પરોવી મહાલતા જોવે. એમ કહીએ કે આખી કૉલેજ તેના પ્રેમની મુક સાક્ષી હતી. બન્ને કૉમર્સમા હતા અને પ્રેમમા જેટલા મગ્ન હતા તેટલા જ પોતાની કરિઅર માટે સભાન પણ હતા. આ કૉલેજનુ છેલ્લુ વર્ષ હતુ અને બન્નને એ ફયુચર વિશે નક્કી પણ કરી લીધુ હતુ. ખંજન પોતાના પપ્પાના બિઝનેસમા જોડાવાનો હતો અને ઇશ્વા સેકંડ યરથી પાર્ટ ટાઈમ જૉબ પણ કરતી હતી. બસ આ છેલ્લા વર્ષની એક્ઝામ પતે એટલે ઇશ્વાએ ફુલ ટાઇમ જૉબ કરવાનુ નકકી કરી લીધુ હતુ. બન્નેના ઘરની આર્થિક પરિસ્થિતી સરખી હતી. બન્ને પરિવારની રહેણી કરણી પણ એકંદરે બરાબર જ હતી એટલે બન્નેને લગ્ન કરવામા કઇ જ મુશ્કેલી આવે એવુ હતુ જ નહી, માટે જ તો ચિંતા વગર મોજથી પ્રેમી પંખીડા જયારે સમય મળે ફરવા ચાલ્યા જતા. કયારેક મુવી, તો પછી કયારેક દરિયા કીનારે, તો કયારેક બગીચામા, તો કયારેક લોંગ ડ્રાઇવ પર બસ એકબીજામા જ ખોવાઇ જતા................. આ દુન્યવી દુનિયા ભુલીને!!!!!!!! એક મહિના પછી ફાઇનલ એકઝામ હતી એટલે બન્ને એ મળવાનુ નકકી કર્યુ. ખંજન કૉલેજના ગૅટ પર બાઇક પર બેસી વેઇટ કરતો હતો. અડધો કલાક પછી ઇશ્વા આવી. રાહ જોઇ જોઇને અકળાયેલો ખંજન તેને જોઇને ભડકી ગયો, “ ઇશુ આ શુ!!! મે તને કેટલી વાર ના પાડી છે આવા સ્કિન ટાઇટ જીન્સ ના પહેર.......... “ચીલ ખંજન ચીલ” કહેતા ઇશ્વા ખંજનને ચીપકીને બેસી ગઇ... હુંફાળા આલિંગનથી પુરુષસહજ વૢતિને કારણે ખંજન થોડો નરમ પડયો પણ કહી દિધુ, “આજ પછી થી હુ આ બિલકુલ નહી ચલાવુ ઓકે ?” જવાબમા ઇશ્વાએ ગાલ પર હળવી કિસ કરી અને પછી ખંજને બાઇક મારી મુકી.

બગીચા પાસે બાઇક ઉભી રહી અને ખંજને ઇશ્વાને ઢંઢોળીને ઉઠાડી અને તે માંડ અળગી થઇને નીચે ઉતરી. બગીચામા એકાંતનો ખુણો શોધીને ખંજન ઇશ્વાના ખોળામા સુતો . “જો તે આજે પંજાબી ડ્રસ પહેર્યો હોત તો કેવુ સારુ થાત હુ તારા દુપટ્ટામા છુપાઇ જાત..... અને ગરમીમા તુ એ દુપટ્ટાથી મારો પસીનો લુછત અને તેનાથી હવા પણ મારત ઇશુ તુ ચુપ કેમ છે કેમ કઇ બોલતી નથી” ઇશ્વા બોલી, “હુ બોલુ તે તુ સાંભળીશ, માનીશ? ખંજને કંટાળા સાથે હા કહયુ. “બાઇક ધીમેથી ચલાવીશ ? ઠીક છે તુ બાઇક ધીમી નહી ચલાવે તો હુ આમ જ ટાઇટ જીન્સ પહેરીશ...... “ઓહો મારી બાઈક ચલાવાની અદાથી તો તુ મારા તરફ આકર્ષાય હતી યાદ છે ને” ખંજને જવાબ આપ્યો ઇશ્વા પણ કઇ સાંભળી લે તેવી નહોતી . “અચ્છા તો મારા ફિગર પર તો તુ લટ્ટુ થઇ ગયો હતો એ પણ તને યાદ હશે જ” ખંજને નિસાસો નાખ્યો, “હા અને બીજો કોઇ તારી પર લટ્ટુ ના થાય માટે જ ના પાડુ છુ”. ઇશ્વાએ વળતી દલીલ કરી. “તો હુ પણ સારા માટે જ ધીમી બાઇક ચલાવવા કહુ છુ અને તુ.....” .ત્યા જ ઇશ્વાનો સેલફોન રણકી ઉઠયોઃ “હાઇ સુનિલ, અચ્છા કોટેશન મળી ગયુ ઓકે પણ આનાથી વધારે રેટ ઓછો નહી થાય હા હા અમારી કંપની પણ કલાઈંટ્સ છોડવા નથી માંગતી...... ઓકે આપણે એક મિટીંગ કરી લઇએ ઑબેરૉય હોટેલમા કાલે ચાર વાગે ડન? ઓકેઝ બાય...... “ જેવો ફોન બંધ થયો કે તરત ખંજને પુછયુ, “કસ્ટમર્સ સાથે પ્રાઇવેટ મિટીંગ લાગે છે નહી ?” ઇશ્વા રીતસરનો બળાપો કાઢવા માંડી, “અરે માર્ચ મહીનો આ સામે આવીને ઉભો રહયો અને અમારી કંપનીનુ સેલ બહુ જ ઓછુ થયુ છે મારુ ટાર્ગેટ પુરુ નથી થયુ આ અમારો જુનો કલાઇંટ છે અને વધારે પડતુ ડીસ્કાઉંટ માંગે છે મારે આ ઓર્ડર કેમે કરીને છોડવો નથી બસ મિટીંગમા હુ એને માર્કેટ કંડિશન્સ સમજાવી શકુ તો કોટેશન પાસ થયુ સમજો.” ખંજન મો ફુલાવીને બેસી રહયો તેને જરાયે પસંદ ન પડયુ આમ ઇશ્વા હોટેલમા મળવા જાય, પણ ઇશ્વા માટે આ જરુરી હતુ જેમા દેખીતી રીતે કઈ જ ખરાબી નહોતી નાસ્તો પાણી કરીને બન્ને જણાએ ડીપ કીસની આપ લે કરી એકઝામ માટે વિશ કયુ અને છુટા પડયા.

ઇશ્વા અને ખંજન એક મહીનો ચેટ અને કોલ્સથી જ કોંટેક્ટમા રહયા અને એક્ઝામની તૈયારીમા ગળાડુબ રહયા. પેપર્સ પણ સારા ગયા અને હવેથી ઇશ્વાએ ફુલ ટાઇમ જોબ કરવાનુ નક્કી કર્યુ હતુ. આજે પહેલો દિવસ હતો આજે તો ખંજનને મળવાનુ પણ હતુ. ઝટઝટ ઇશ્વા તૈયાર થઇ ખંજનને પસંદ હતો એવો પંજાબી ડ્રેસ પહેર્યો જતા જતા કાચમા એકવાર વધુ જાતને નિહાળી અને ચંપલ પહેરી ઉંબરો ઓળંગવા પગ ઉપાડયો ત્યાજ તેના પપ્પાએ તેને રોકી, “ બેટા મારે તારી સાથે ચર્ચા કરવી છે”. ઇશ્વાને મોડુ થઇ રહયુ હતુ આજે ખંજનને મળવાનુ પણ હતુ અને ઓફિસનો પહેલો દિવસ હતો એટલે કહયુ સાંજે મળીયે પણ પપ્પાની સખ્તાઇ જોઇને તેણે નમતુ જોખવુ પડયુ અને ખંજનને મૅસેજ કરી દિધો કે આજને બદલે કાલે મળીશુ. ઇશ્વા અને પપ્પા હૉલમા બેસ્યા અને વાતની શરુઆત થઇ. “કેવા ગયા પેપર્સ અને હવે ફયુચર માટે શુ પ્લાનિંગ છે ?” ઇશ્વાએ શાંત અને નિખાલસપણે કહયુ પા પેપર્સ બહુ જ સારા ગયા છે અને હવે જૉબ, ફુલ ટાઇમ જૉબ અને મારે ઓછામા ઓછુ બે વર્ષ તો કઇ જ કરવાનો વિચાર નથી પપ્પાએ શબ્દોથી ચાબુક મારી, “એ કોણ હતુ જેને મહિના પહેલા રસ્તા વચ્ચે બેશરમીપણે વળગીને બાઇક પર ફરવા ગઇ હતી?” ઇશ્વાનો ચહેરો પડી ગયો કઇ ઉતર ન જડયો પણ પોતાના પ્રેમની આવી બેઇજજ્તી ના સહી શકી મક્કમ પણ નમ્રપણે બોલી, “પા હુ એને બહુ ચાહુ છુ તે બહુ સારો છોકરો છે ઇવન ફેમિલી બૅકગ્રાઉંડ પણ સારુ છે હુ તમને તેના વિશે બતાવાની જ હતી પણ....” “બસ મને એની કુંડળીમા કોઇ જ રસ નથી રસ્તા વચ્ચે એને વળગી પડી જરાય આપણા ઘરનો આપણી પ્રતિષ્ઠાનો વિચાર ન કર્યો ?” ઇશ્વા ચુપચાપ સાંભળી રહી “આવા ધંધા માટે તુ કોલેજ જાય છે હુ બતાવુ એમાથી પસંદ કરીને પરણી જાજે “. ઇશ્વા અકળાઇ ઉઠી, “ ના પા તેમ નહી બને હુ તેને ચાહુ છુ...........” પપ્પા બરાડયા, “ નહી બને એટલે કેમ નહી બને તમારા સંબંધ કેટલા વધી ગયા છે કે નહી બને એમ કહે છે ?”” ઇશ્વા ફાટી આંખે તેના પપ્પાને જોતી રહી તેની મમ્મી પણ બધુ સાંભળી રહી હતી હવે પપ્પાએ હુકમ છોડ્યો, “બસ બહુ થયુ હવે જૉબ નથી કરવી બેસી રહે ઘરમા” અને પપ્પા ચાલ્યા ગયા. ઇશ્વા થરથર કાંપવા માંડી અને મમ્મીના ખભા પર માથુ નાખી રોવા માંડી. મમ્મીએ થોડી વાર રોવા દિધી, ઇશ્વા શાંત થઇ પછી તેની મમ્મીએ સમજાવાનુ ચાલુ કર્યુ, “તુ જાણે છે ને તારા પાનો સ્વભાવ એ કયારેય નહિ માને હજી મોડુ નથી થયુ મન વાળી લે”. ઇશ્વા ચિત્કારી ઉઠી, “ના મા હુ ખંજન સિવાય કોઇને પણ અપનાવી નહી શકુ એ મારો શ્વાસ છે તેને મે ભગવાન માનીને પુજ્યો છે તેના માટે વડસાવિત્રના દિવસે તેની આવરદા માટે ઉપવાસ કયા છે પપ્પાએ લીધેલા મંગલસુત્રની મે ચોરીછુપી પુજા કરી છે મા તેનામા મારુ વિશ્વ છે બોલ હુ મારુ મન કેમ વાળુ ????? “” કહેતા ઇશ્વા રોઇ પડી તેની મમ્મી પ્રેમની ગહેરાઇ સમજી તો ગઇ પણ દિલાસા સિવાય કઇ જ ન આપી શકી. ઇશ્વાએ કૉલ કરીને ખંજનને બધુ જ જણાવી દિધુ. તે પણ ટેંશનમા આવી ગયો પણ ઇશ્વાને આશ્વાસન આપી બોલ્યો કે કોઇપણ બાપ દિકરીને આમ કરતા જુએ ત્યારે આવુ રિએકશન કરે એ સાહજીક છે. તુ આમ ઘાંઘી ના થા આપણા પ્રેમને સમજવા માટે તારા પપ્પાને થોડો સમય થશે. ઇશ્વાને વાત ગળે ઉતરી અને ફોન મુકયો પણ ખંજનને મૅસેજથી સતત ટચમા રહેવા ખાસ જણાવી દિધુ.

પંદર દિવસ સુધી ઈશ્વા ઘરમાં પડી રહી. ના ખાવાના ઠેકાણા રહ્યા કે ના પહેરવા ઓઢવાના. નાની નાની વાતમાં રોઈ પડતી. પણ ખંજનના ટચમાં હતી એટલે શાંતિ હતી. મમ્મી પપ્પાને સમજવા પ્રયત્ન કરતી કે આ શું માંડ્યું છે અશિક્ષિત પરિવારથી નથી કે છોકરીને ઘરમાં બેસાડી દીધી છે, પણ પરિસ્થિતિમાં કઈ ફર્ક ના પડ્યો એક દિવસ પપ્પાએ કહી દીધું કે તૈયાર થઇ જા છોકરો જોવા આવાનો છે જો એ તને પસંદ કરે તો ખબરદાર તે લગ્નની ના પાડી છે. ઈશ્વા એ તુરંત જ ખંજનને કોલ કર્યો અને હકીકત જણાવી. ખંજનને પણ કઈ જ સમજાતું નહોતું તેની નાની બહેનના લગ્ન બાકી હતા તેથી તે પોતે લગ્નની વાત ઘરમાં કહી શકે એમ નહતો અહી છોકરાએ ઈશ્વાને પસંદ કરી લીધી અને સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ એટલે ના છુટકે ખંજને ઘરમાં પોતાના લગ્ન માટે વાત કરવી જ પડી અને એના ઘરમાં પણ હાહાકાર મચી ગયો. નાની બેન હજી ઘરમાં છે ને તારે પરણવું છે અને એવી કોલેજની કોઈ પણ છોકરીને પસંદ કરી લે તો કઈ આ ઘરની વહુના બનાવી લેવાય સમજ્યો . ખંજન સામે કોઈ દલીલ કરે એવો અવકાશ જ રહ્યો વળી તેના પપ્પાએ તો કહી પણ દીધું કે જો એ છોકરી સાથે પરણ્યો તો આ ઘરમાંથી બીસનેસમાંથી કાઢી નાખવામાં આવશે. આખરે એક જ રસ્તો હતો જે દરેક પ્રેમી અપનાવતા હોય છે બંને ઘરમાંથી ભાગી ગયા ..........................

ઈશ્વા બપોરે તેની મમ્મી સુતી હતી ત્યારે થેલો ભરી હમેશની માટે ઘર છોડીને નીકળી પડી નક્કી કરેલી જગા પર ખંજન બાઈક લઈને ઉભો જ હતો અને બાઈક મારી મૂકી ક્યાં જવું ક્યાં રોકાવું કઇ જ નક્કી કર્યું નહી બસ એકમેકનો સાથ હતો પછી શી ફિકર?!!! બન્ને ટેન્શન ફ્રી હતા જાણે હમેશની જેમ આજે પણ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હોય!!!! ઈશ્વા વળગીને બેસી હતી અને ખંજન સુમસાન હાઈવે પર ભરબપોરે ફૂલસ્પીડમાં બાઈક ચલાવીને એન્જોય કરતો હતો છેક સાંજે એક હોટેલ પર રોકાયા જમીને રૂમ પર આવ્યા અને બન્ને વચ્ચે સન્નાટો છવાઈ ગયો આમ રૂમમાં એકલા પહેલી વાર મળ્યા હતા. એકમેકને નીરખી રહ્યા. બગીચામાં એક ઝટકામાં કિસ કરતી ઈશ્વા અત્યારે સહમી ગઈ. તેનો શ્વાસ જાણે થીજી ગયો. ઈશ્વા અને ખંજન ખુબ જ ઉદાસ હતા. પોતાના ભવિષ્ય માટે કેટલા ઉજળા સપના જોયા હતા. રંગેચંગે લગ્ન કરવા હતા, અને માટે તો બને જણા પ્રેમની સાથે પોતાના ભણતરને પણ પ્રાધાન્ય આપતા હતા. પ્રેમમા દગાખોરી કે ટાઇમપાસ જેવો વિચાર પણ કયારેય ના આવ્યો હતો. બનેને ખાતરી હતી કે પોતે પસંદ કરેલા પાત્ર માટે મજુરી મળી જ જશે, પણ ખોટા સમયે ઈશ્વાના પપ્પાને જાણ થઇ એ પણ ચોરી છુપી મળતા જોઇ ગયા એમા કાચુ કપાઇ ગયુ અને પ્રેમને નાદાની સમજી લીધી. તે ખંજન સાથે ભાગી તો ગઇ પણ મન તો મમ્મી પપ્પા પાસે જ હતુ. મનમા કયાય એમ હતુ કે ના લગ્ન તો તેમના આશિર્વાદ સાથે જ કરવા છે. અને એવા વિચારથી ઈશ્વા રોઇ પડી. ખંજન તેની મન સ્થિતિ જાણતો હતો અને માટે જ ખોટા દિલાસા દેવા કરતા વાસ્તવિકતા સમજાવવાની કોશિશ કરતો હતો. બનેએ ઘર તો છોડી દિઘુ હતુ, પણ કયા જવુ એ વિચાર્યુ નહોતુ બસ એકબીજાનો સંગાથ હતો એ જ એમને મન મોટી વાત હતી. ઈશ્વા લગ્ન અને મમ્મી પપ્પા ને લઇને દુખી હતી જયારે ખંજન હવે કયા જવુ કેમ રહેવુ એ વિચારોમા ઘેરાયેલો હતો તે ઈશ્વાને બેપનાહ પ્રેમ કરતો હતો જયારે તેનો કોલ
આવ્યો ત્યારે પોતાથી થાય તે બધુ કરવા તૈયાર થઇ ગયો. પોતાના માબાપને સમજાવ્યા આખરે પોતાના પ્રેમને માટે પહેરેલે કપડે ઘર છોડી દિધુ. એ સાથે જ તેની કરિઅર પર પણ પ્રશ્નાર્થ ચિન્હ મુકાઇ ગયુ પપ્પાનો બિઝનેસ હોશે હોશે આગળ વધારવાના સપના પળભરમા અભરાઇ પર મુકી દિધા અને સૌથી વધારે દુખ એ હતુ કે તેની વહાલસોયી લાડકી નાની બહેનના પહેલા જ પોતે પરણી જઇ રહયો હતો પોતાના પ્રેમ માટે તેણે બધુ જ છોડી દિધુ હતુ.

ખંજન ઈશ્વાની નજીક ગયો “ના ખંજન” કહેતા તે ઉભી થઇ ગઈ સવારે જયારે વેઈટેરે ચા માટે ડોરબેલ વગાડ્યો ત્યારે જ ઊંઘ ઉડી. બપોર સુધી ઈશ્વા ચુપ અને ઉદાસ જ રહી. તેથી ખંજન અકળાઈ ઉઠ્યો, “ઈશ્વા આમ ચુપ રહેવાથી ઉદાસ રહેવાથી કંડીશન ચેન્જ થશે?”” ઈશ્વા રડમસ અવાજે બોલી, “ મમ્મીની યાદ આવે છે પપ્પા કેટલા દુખી થયા હશે અને હું અહી આમ...... ખંજન મને થોડો સમય આપ ...” “ઈશુ હું પણ મારા માબાપને છોડી આવ્યો છુ અરે મારી લાડકી નાની બહેનના લગ્ન પણ બાકી છે અને જો હું શું કરી બેઠો ઈશુ આ દુનિયામાં સોથી મહત્વનો સંબંધ એટલે પ્રેમી અને પ્રેમિકાનો બસ એનાથી આગળ કઈ જ હોતું નથી ચલ આપને લગ્ન કરી લઈએ આપને હવે અજાણ્યા શહેરમાં જવાનું છે લગ્ન વગર સાથે રહેવામાં ઘણા પ્રોબ્લેમ્સ આવશે વળી ભાડાના ઘરમાં રહેવા માટે પણ પરણ્યાનુ પૢફ દેવું પડશે......!!! ના મમ્મી પપ્પા વગર કેમ પરણાય ?” ઈશ્વાએ વિરોધ કર્યો ખંજન ખિજાયો, “ તું શું સમજે છે તારા પપ્પા તને પરણાવશે મારી સાથે એક રાત સાથે ગાળી ચુકી છે આપણે ઘરેથી ભાગીને આવ્યા છીએ તારા પપ્પા તારી સામે જોશે પણ નહિ સમજી??” ખંજન સમજાવી સમજાવીને થાક્યો અને ઓરડાની બહાર ચાલ્યો ગયો ઈશ્વા ભાંગી પડી.

ઈશ્વા અને ખંજન બીજા શહેરમાં જવા નીકળ્યા હોટેલનો ઓરડો ખાલી કર્યો સિમ કાર્ડ પણ ક્યારનું બદલી નાખ્યું હતું આખરી વખત આ શહેર જોઈ લીધું અને હંમેશની જેમ ખંજને બાઈક ભગાડી મૂકી. અને થોડીક વારમાં એક ગગનભેદી ચીસ નીકળી .........!!!!!! હાઈવે પર ખંજનની બાઈક સ્લીપ થઈ અને ઈશ્વા બરાડી ઉઠી બન્ને ગંભીર રીતે ઘવાયા હતા લોહી લુહાણ અવસ્થામાં મહામહેનતે ઈશ્વા ઉઠી આજુબાજુ લોકોની મેદની જામી ગઈ હતી. ઈશ્વાની આંખે અંધારા આવતા હતા ઉભા રહેવું લગભગ અશક્ય લાગતું હતું પણ તેની નજરો ખંજનને શોધતી હતી કેમ એ દેખાતો નથી ? કેમ એનો અવાજ આવતો નથી ? અને એ રસ્તા પર પટકાઈ કાને આછું આછું સંભળાતું હતું કઈ પણ સમજાતું નહોતું...... ઈશ્વા
તરત જ પોતાની જાતને સંભાળતા આમ તેમ જોવા લાગી મો પર એક જ સવાલ હતો મારો ખંજન ક્યાં છે?