Saraswati Chandra - 1 Chapter - 13 books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - 1 - પ્રકરણ - 13

સરસ્વતીચંદ્ર

ભાગ : ૧ : બુદ્ધિધનનો કારભાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૩

રસ્તામાં

પ્રત્યક્ષ ઇન્દ્રજાળ પરોક્ષ થયું. પણ તેણે રચેલા સંસ્કાર રહ્યા.

દરબારમાંથી અમાત્યને ઘેર જવાનું. મંદવાડના સમયમાં પણ કંઇ કંઇ અનુભવ થયા હતા. એ ઘરમાં જવાવું તેથી તેના પણ વિચાર થવા માંડ્યા.

‘અનુભવાર્થી’ને અભ્યાસની સગવડ ખરેખરી થઇ ગઇ હતી. એટલે અભ્યાસ ઝડપબંધ વધતો હતો. અમાત્યના ઘરમાં થતાં શાંત સ્વપ્નને દરબારના ઉગ્ર સ્વપ્ને દાબી નાંખ્યું હતું. સૌથી પાછળ નીકળેલા - એકાંત પડેલા રસ્તા ઉપર અકે સિપાઇને પાછળ રાખી ચાલતા- નવીનચંદ્રને ચૈત્ર મધ્યાલ્નના

પ્રચંડ સૂર્યનાં તેજ નીચે તપતા સળગતા બળતા વિશાળ અને શૂન્ય મેદાન વચ્ચેના લાંબા રસ્તાાનો દેખાવ ઓથારની પેઠે ચાંપવા લાગ્યો અને દરબારમાં દબાઇ ગયેલી થાકી ગયેલી કલ્પના શિથિલ પડી જઇ એ ઓથારના હઠસંભોગને જાતે જ અનુકૂળતા કરી આપવા લાગી. મનની સાથે શરીર પણ થાક્યું હતું. બાર વાગવાથી ભૂખ પણ કકડીને લાગી હતી. સૂર્ય તનમનને કલાંત કરવામાં નિરંકુશ વર્તતો હતો. અને અગ્નિના પુલ જેવો રસ્તો પાણી પાણી થઇ જતું હતું. અંદરથી અને બહારની અવસ્થાઓએ આમ એકસંપ કર્યો હોવાથી સુકુમાર નવીનચંદ્ર હારી ગયેલા જેવો દેખાવા લાગ્યો. તેના કપાળ

પર પરસેવાનાં જાળ બાઝ્‌યાં અને પાઘડીમાંથી ટપકતા વરસાદે તેમાં ઉમેરો કર્યો. તેની આંખો રાતી રાતી થઇ ગઇ અને કુમળા ગાલે પણ એ જ રંગ પકડ્યો. નવીનચંદ્ર, તું આવી દશા શા દુઃખે ભોગવે છે ? અમાત્યનું દુઃખ

સફળ થવા વખત આવ્યો હતો. પણ તેમાં કાંઇ એનો સ્વાર્થ ન હતો. એવું છતાં અમાત્ય કુટુંબના ઉત્સાહનો પટ એને પણ લાગ્યો. અમાત્યને ઘેર અને દરબારમાં ઘણુંક નવું જોયું, નવું શિખાયું. હા, એ બધું ખરું. પણ હાલતો થાકેલા મન આગળથી એ ઉત્સાહ - એ જોયાશીખ્યાનો સંતોષ - સર્વ પરોક્ષ થયું. સેંકડો ગાઉ ઉપરનું ઘર - તેમાં અત્યારે શું શું થતું હશે તેના વિચાર - માતાપિતા મિત્રમંડળ અને એવા એવા સંસ્કારો મનમાં સ્ફુરવા

લાગ્યા અને સુવર્ણપુરના ઊંચા રસ્તા ઉપરથી ભદ્રા અને સમુદ્રના સંગમનું સ્થાન દેખાતું હતું ત્યાં દૃષ્ટિ પડતાં ઘડીક નાવમાં બેસી ઘેર જવાની વૃત્તિ થઇ - ઘડીક ઘરમાં જ ઊભો હોય તેમ અનુભવવા માંડ્યું. રસ્તા ઉપર બીજું કોઇ આવે છે કે નહીં, કેણી પાસ જવાનું છે, એવું એવું એ કાંંઇ

જોતો ન હતો. ‘એની આંખ એના હ્ય્દયમાં હતી - અને એ હ્ય્દય ઘણે ઘણે છેટે હતું.’૧ તે એના ઘરમાં હતું. સુવર્ણપુરનું કોઇ પણ પ્રાણી - કંઇ પદાર્થ તેના મનમાં વસતો ન હતો. ઘરમાં હ્ય્દયમાં ઘર એમ હતું. એમ છતાં સુવર્ણપુરના એક જણને તેમાં અવકાશ મળ્યો. પોતાના ઘરની સર્વ સૃષ્ટિ વચ્ચોવચ અમાત્યના ઘરની - ને સગી - ન... એવી કુમુદસુંદરી ઊભી.

કુમુદસુંદરી ! તું અહીંયાં ક્યાંથી ? નવીનચંદ્ર ! આજ તને શું થયું ?

રાજઉદ્યાનમાં પેઠો ત્યારે ઘર સંભાર્યું અને અહુણાંયે સાંભર્યું. એ શાથી ?

ઘરની સાથે કુમુદસુંદરીને સંભારવાનું કારણ શું ? આ સર્વ પ્રશ્ન પણ નવીનચંદ્રના જ હ્ય્દયમાં સમુદ્રના તરંગ પેઠે ઊઠતા હતા અને આકાશ સુધી ઉચાળા મારતા હતા. વચ્ચે અમાત્યના ઘરમાં બનેલા કેટલાક બનાવો સાંભરતા હતા. નવીનચંદ્રના મનની સ્થિતિનું કારણ એ બનાવો તો નહીં હોય ?

વાંચનાર, એ બનાવો સાંભળ.

નવીનચંદ્ર અલકકિશોરીના પતિવ્રતાપણાનું રક્ષણ કરતાં ઘવાયો એટલે ઉપકારની મારી એ કિશોરી સ્વાભાવિક રીતે એની પથારી આગળ બેસી રહેતી અને એનો ઘા રુઝાવાની એ વાટ જોતી. એ બાળાને પતિ વાસ્તે

મનમાં રજ પણ માન ન હતું, અને આખા ગતને તૃણવત્‌ ગણતી તેમ એને પણ ગણતી. માતાપિતા સિવાય બીજા કોઇને એ માન આપતી ન હતી અને મામાં પણ અક્કલ ઝાઝી છે એવું માનતી ન હતી. સહિયરો ઉપર અમલ ચલાવતી હતી, પણ પતિ અથવા બિજું કોઇ મારું સમોવડિયું છે એવું ધારતી ન હતી અને તેથી કોઇના ઉપર સમાનભાવનો સ્નેહ રાખવો તે શું એ સમજતી ન હતી. હા, મમતાળું હતી, પોતાનું કહ્યું તેને પોતાનું ગણતી અને દયાળુ હતી. પણ આ માણસ બાંધછોડ કરવા લાયક છે, આની આગળ એકલા દ્રવ્યનું જ નહીં પણ આ માણસ બાંધછોડ કરવા

લાયક છે, આની આગળ એકલા દ્રવ્યનું જ નહીં પણ રૂપનું, ગણનું, ડહાપણનું, બુદ્ધિનું, પદવીનું, કુલીનતાનું અને એવું સર્વ ગુમાન છોડી દઇ નરમ થવું ઘટે છે - સ્નેહ - મિત્રતા રાખવી ઘટે એમ મનમાં જરી પણ ન હતું. આ ગુણ એના બાપનામાં બીજે રૂપે હતો અને તે પુત્રને ઠકાણે પુત્રીમાં ઊતર્યો હતો. એનામાં જે કાંઇ તોછડાઇ હતી તે આ જ ગુણનો લીધે હતી, અને એ પતિવ્રતાપણું જાળવી શકતી અને તેમ કરતાં ડગતી નહીં તેનું કારણ પણ આ જ ગુણ હતો - કારણ કોઇ પણ પુરુષના સામું જોતાં ‘અંહ, એ કોણ - શા લેખામાં છે ? - હું કોણ ? શું હું કોઇને નમ્યું આપું ? શું કોઇ

મારું સમોવડિયું થવા યોગ્ય છે ?’ આ વિચારો જ તેના મગજમાં તરી આવતા. આજ સુધી તેનું ગુમાન ઊતર્યા વિના રહ્યું હતું, તે બે જણાંએ ઉતાર્યું. એનો અણઢોળાયો સ્નેહ ભાભી ઉપર ઢોળાયો. કુમુદસુંદરીને જોઇ

એને કાંઇક ઉમળકો જ આવતો - કાંઇક ઊર્મિ જ ઊઠી આવતી. એનું એક કારણ એ મુગ્ધાનું સ્હોજીલાપણું હતું અને બીજું કારણ એ હતું કે એને કિશોરીએ પોતે ઘરમાં આણી હતી. બસ, ભાભી દીઠી એટલે નણંદ ઘેલી ઘેલી થઇ જતી અને ઘેલા કાઢતી. સૌ આ જોઇ હસતાં અને એની મા પણ હસતી. તે એ જાણતી અને દેખતી પણ ગાંઠે નહીં. કોઇ વખત તો માને પણ ધમકાવે કે ‘બસ, અમારાં ભાભીને અમે ગમે તે કરીશું તેમાં તારું શું ગયું ? તું તારું કામ કર. કુમુદસુંદરીના રૂપ આગળ પોતાનું રૂપ ભૂલી જતી અને એ ચોપડીમાંથી વાતો વાંચે અને સમજાવે ત્યારે ગરીબ ગાય થઇ

જતી. વળી આટલું ભધું ગુમાન ઊતરેલું પણ તેની પોતાનેય ખબર ન હતી. કારણ ઘરમાં ભાભી નણંદનું જ ચાલવા દેતી; લોકમાં એને જ મોટે પાટલે બેસાડતી અને એનું જ કહ્યું કરતી; એટલે નણંદનું અભિમાન સંતોષ પામતું અને ભાભી વહાલી જ રહેતી. પણ કોઇ ઝીણી નજરે જુએ તો થતું એ કે ભાભી નણંદના ઉપર રાજ્ય ચલાવતી અને નણંદ ભાભીના જ કહ્યામાં રહેતી. એમા કામગીરી ભાભીની હતી કારણ ભાભીનું ચાલે છે એવું એ નણંદને સમજવા જ ન દેતી. એક ગુમાન ભાભી આગળ ઊતર્યું.

તેના ઉપકારથી તે અત્યંત વશ થઇ. તેના ખાટલા આગળ જ બેસી રહેવું અને ઓસડવેસડની - ખાવાની - કરીની - સૌની ચિંતા પોતે જ રાખવી.

કોઇ આવ્યું હોય તોયે એ ત્યાંની ત્યાં, એની સહિયરો - અને કોઇ કોઇ

વખતે તોમા પણ - શિખામણ આપે કે બહેન, ગમે’ એટલું પણ એ પરપુરુષ; હા, એની ચાકરી કરવી, એની આસનાવાસના કરવી એ સૌ ઠીક છે, પણ આમ આખો દિવસ એકાંતમાં અને લોકના દેખતાં એની પાસે ખાટલાસરસા બેસી રહેવું એ સારું નહીં. લોકમાં વાત થાય. ગમે તો એ ચાકરને બેસાડી

મૂક ને તું જતી આવતી દેખરેખ રાખ. આના ઉત્તરમાં એ કિશોરી શિખામણ આપનારને ખાવા ધાતી અને ભમર ચડાવી હોઠ વડે પુકાર કરી - મોં મરડી કહેતી કે ‘વારુ વારુ, જોયા એ લોક, લોકને તે કોણ ગણે ? હસો જેને હસવું હોય તે.’ ‘વારુ, બહેન, મરજી પડે તે કરો.’ એમ કહી કહેનાર ચૂપ થતું અને હોય ને ! જાણે કે તમે જ ડાહ્યા અને તમે જ સારા હશો !’ એમ

કહી ચાલી જતી અને નવીનચંદ્રની પાસે આવી બેસી બાંધે ભારે લોકના ડહાપણ ડાહ્યલાવેડાની મશ્કરીઓ કરતી. પોતાને કોઇ મળવા આવે તો તેને નવીનચંદ્રવાળી મેડીમાં બોલાવે અને બેસાડો. કુમુદસુંદરી ત્યાં આવતાં શરમાતી ત્યારે જોડે એની મેડી હતી તેમાં જઇ બાથમાં લઇ એને ઘસડી આણતી અને સાથે બેસાડી કહેતી : ‘ભાભી, ઘરના માણસ જેવું જે માણસ થયું તેની પાસે આવતાં શરમ શી ? જુઓ, એ ભણેલા છે અને તમે ભણેલાં છો.

તો બેસો અને કાંઇક સારું સારું વાંચો. હું સાંભળીશ. એયે સાંભળશે.

તમનેયે કાંઇ બધે ઠેકાણે સમજણ નહીં પડતી હોય તે એ સમજાશે. હું બેઠી છું એટલે તમારે અહીં ગુપ્ત વિકાર અનુભવતી બેસતી, બળાત્કારે કોઇક દિવસ કાંઇ વાંચતી અને સાંભળતી, પણ એક્કે દિવસ એવું ન થવા દીધું કે નવીનચંદ્રની સાથે પોતે જરીકે બોલી છે, હસી છે, કે એક પણ પ્રશ્નોત્તર થયો છે. નવીનચંદ્રના સામી એટલા દિવસોમાં એક વખત પણ - એક પળ

પણ - નજરસરખી ન કરી. નવીનચંદ્ર અને કુમુદસુંદરી - બેમાંથી કોઇને કંઇ પણ બોલવું હોય, પૂછવું હોય, કે માગવું હોય તો તે અલકકિશોરીની જ પાસે.’

નવીનચંદ્ર સૂતો સૂતો સર્વ સમજતો. અલકકિશોરીના ઉપકારના નિર્દોષ ઊભરા લોકાચાર વિરુદ્ધ હતા તે એ જાણતો; અણસમજી ખેંચતાણ કરી બેસાડી નણંદ ભાભીના મનમાં સ્વાભાવિક ગૂંચવાડો ઉત્પન્ન કરતી તે એ કળી જતો; પરંતુ જાતે માંદો હોવાથી અને અલકકિશોરીના તુંદા સ્વભાવ આગળ કાંઇ વળશે નહીં એવું ભાન હોવાથી તે નિરુપાય હતો.

હળવે હળવે સ્ત્રીવર્ગમાં અલકકિશોરીની વાતો ચાલવા માંડી અને અમાત્યની ચડતી ખમી ન શકનાર વર્ગ પ્રમાણમાં ઝાઝો હોવાથી એ વાત અતિશયોક્તિ થઇ અને મોટા ઘરની નિન્દામાં સર્વને રસ પડવા માંડ્યો.

વનલીલાને મોઢેથી એ વાત કુમુદસુંદરીને પણ કાને આવી, પણ એણે તે ધિક્કારી કાઢી. વિદુરપ્રસાદે પણ એ વાત સાંભળી અને ઘડીક માની અને અલકકિશોરીને ઠપકો દેવાની બીતે હિંમત ધરી. અલકકિશોરીએ એને એવો તો ધમકાવ્યો કે એ દબાઇ ગયો. પણ દબાઇ ગયાથી મનની ખાતરી ન થઇ. આખરે એક દિવસ ગરબડદાસ એને ઘેર જમવા આવ્યો હતો અને નવણના ચોકામાં અંધારાનો લાભ લઇ રાંધવાનાહેલી કિશોરીની કાંઇ મશ્કરી કરી કે ઉત્તરમાં એ ઉન્મત્તાએ એના મોં ઉપર ઉકળતી દાળભરી કડછી ઝાપટી અને ઘરમાંથી એ લુચ્ચાનો પગ ટળાવ્યો. આ દિવસથી એ નીચું પુરુષ પરસ્ત્રીની મશ્કરી કરવી ભૂલી ગયો, અને વિદુરપ્રસાદના મનમાં અલકકિશોરીની શુદ્ધતાની ખાતરી થઇ.

કિશોરીની સ્વતંત્રતા આમ સર્વ સ્થળે અપ્રતિહત અને જસવંત નીવડી. આ શુદ્ધતા અને સ્વતંત્રતાનું અભિમાન એને એટલું બધું હતું કે શિથિલ વર્તણૂકવાળાંની સોબત કરવાથી તે ડરતી નહીં, અને એમ જ ગણતી કે ‘અંહ, ભેંશના શીંગડા ભેંશને ભારે છે - પારકું માણસ નઠઝારું તેમાં આપણને શું થનાર છે ?’ આથી તેની સહિયરોમાં કેટલીક અશુદ્ધ

સ્ત્રીઓ પણ હતી અને તેવી સ્ત્રીઓ વિશેષ વિલાસશીલ અને ઉઘાડી રસિકતાવાળી હોવાથી કિશોરીની વિશેષ પ્રીતિનું પાત્ર થઇ હતી; કારણ કે શુદ્ધ લાગતા પતિ આગળ નિરુત્સાહી અને ઢંકાઇ રહેતી વિલાસવૃત્તિને શુદ્ધ

અબળા, પોતાની ઇચ્છાને શરણ રહેતી આવી સહિયરો આગળ, ધમકભરી સાકાર કરતી, અને તે રીતિનો યોગ્ય અનુકંપ એવી સહિયરો જ કરી શકતી, કૃષ્ણકલિકા ઉપર અમાત્ય પુત્રીના ચારે હાથ હતા અને તેનું કારણ આ જ હતું. આવી પ્રિય સહિયરોને છોડ એવું એને કહેવા કોઇની તાકાત ન હતી.

અધમ સંગતિ વંધ્યા ન રહી. અલકકિશોરી પાસે આવતી જતી કૃષ્ણકલિકાને નવીનચંદ્ર ગમી ગયો અને અર્થ સારવા એકલીની તાકાત ન હોવાથી અમાત્યપુત્રીને પોતાની સાધનભૂત જોડિયણ કરવા ધાર્યું. કુલીન કિશોરી પોતાની પાસે અપવિત્ર વાતો થવા ન દેતી અને કોઇ પુરુષનાં તો શું પણ સ્ત્રીનાંયે વખાણ થવા ન દેતી. નવીનચંદ્રની એના મન ઉપર થયેલી નિર્દોષ અને પવિત્ર અસર કૃષ્ણકલિકાએ જોઇ અને તેનો ઉપયોગ કર્યો.

નવીનચંદ્ર સ્વભાવનાં, સુશીલતાનાં, સદ્‌ગુણનાં અને અંતે સ્વરૂપનાં વખાણ એણે ક્રમે ક્રમે કરવા માંડ્યાં, અને ઉપકારની અમીથી ભરેલી દૃષ્ટિને જોનારી કુલીન માનિની આ સર્વ વખાણ આનંદથી સાંભળતી. આ પવિત્ર આનંદચંદ્રમાં કૃષ્ણકલિકાએ હળવેહળવે કલંક ઉત્પન્ન કર્યું. એક દિવસ નવીનચંદ્રની સુંદરતાની વાત કાઢી, કજોડાંની વાત કાઢી, હિંમત આણી કૃષ્ણકલિકા ઓચિંતી બોલી ઊઠી : ‘બહેન, ખરું પૂચો તો તમારે તો નવીનચંદ્ર જેવો વર જોઇએ - હા, વિદુરપ્રસાદ ઠીક છે પણ તે ઠીક જ. કાગડો દહીંથરું લઇ ગયો છે.’

અલકકિશોરીએ એને ધમકાવી આ વાત બંધ પાડી અને તરત તો પોતે પણ ભૂલી ગઇ.

કલાક બે કલાક વીત્યા પછી તે નવીનચંદ્રની મેડીમાં આવી. તે ખાટલામાં ઊંઘી ગયો હબતો. એને ઔષધ પાવાનો વખત વીતી ગયો હતો તેથી જગાડવો કે ન જગાડવો એ વિચારમાં ઘડીવાર ઊભી અને સૂતેલા નવીનચંદ્રના મુખ ઉપર દૃષ્ટિ પડી - દૃષ્ટિ પડી જ. એનો ઘા રુઝાવા માંડ્યો હતો પણ ધારે તો શ્રમ લેવા જેટલી શક્તિ આવી હતી અને મોં પર તેજી

પણ આવી હતી. સૂતેલાના વિશાળ કપાળ પર પરસેવો વળ્યો હતો. અને પુરુષત્વભરી કાળી ભમ્મરો અને પાંપણો વચ્ચે મીંચાયેલાં ગોરાં પોપચાંની ગાદી ઉપર અંગવિનાનો - અદૃશ્ય - મન્મથ આવી બેઠો. તેના બાણનો અશ્રાવ્ય નિર્ઘોષ પાસે ઊભેલી અબળાના અંતઃકરણમાં અચિંત્યો કોણ જાણે ક્યાં થઇને પેઠો અને તેને ધ્રુજાવવા લાગ્યો. પરદેશીના ગાલની રતાશ

ચળાકાટ મારતી જણાઇ અને તેના તેજથી સર્વની આંખને ઝાંઝવા વાળનારીની આંખ આજ અંજાઇ ગઇ. મૂછનો દોરો જ ફૂટેલો હતો તેનાથી બાંધી દીધેલા ઓઠસંપુટને જોઇ - તેમાં કાંઇ અમૃત ભર્યું હોય તેમ - આત્મસંતુષ્ટાના ઓઠ કઇક પહોળા થયા. આ સર્વ શું થાય છે ? એ વાત અલકકિશોરી સમજી નહીં. એણે આવી સ્થિતિ કદી અનુભવી ન હતી - સાંભળી પણ ન હતી. પૂછવું પણ કોને ? તે નિઃશ્વસ્ત અને દીન બની નવીનચંદ્રના

માથા આગળ - ખાટલા પાસે - નીચે બેઠી અને એના સામું જોવા લાગી.

આજ આ પુરુષને જોઇ આ બધું શું થાય છે ? નવીનચંદ્ર તે આજ કાંઇક બદલાઇ જ ગયેલો લાગ્યો. એને જોઇને જ અબળાના અંગમાં કાંઇક ઝેર વ્યાપી ગયું - વિષથી વિષ ઊતર્યું - એ ઝેરથી પતિવ્રતાપણાને સાચવનારું બળવાન ગુમાન પળવારમાં ઊતરી ગયું. મહાપ્રતાપવાળી - છાકવાઓળી હતી તે રાંમક જેવી થઇ ગઇ. એક લાંબો નિઃશ્વાસ મૂકી તેણે સામી ભીંત ઉપર નજર ફેરવી. ત્યાં એક આરસો આડો ટાંગ્યો હતો, તેમાં સૂતેલા નવીનચંદ્રનું અને બેઠેલી અલકકિશોરીનું એમ બેનાં મોં જોડાજોડ દેખાયાં તે એ જોઇ રહી. તે જોઇ નવીનચંદ્રના સામું પાછું જોવા લાગી. કૃષ્ણકલિકાના શબ્દ યાદ આવ્યા - આરસા ઉપરથી એ શબ્દ ખરા લાગવા માંડ્યા. જમાલને પકડ્યો તે દિવસ થયેલો સ્પર્શ સ્મરણમાં આવતાં. કલ્પનાને ગલીપચી કરવા

લાગ્યો અને વદારે પ્રિય લાગવા માંડ્યો. જમાલ - દૈત્યની સાથે સફળ યુદ્ધ

કરનારી ચંડિકા અને દુષ્ટ ગરબડની મદમર્દની ઉન્મત્ત કિશોરીના પતિવ્રતનું ઇન્દ્રાસન સૂતેલા નવીનચંદ્રની સુંદરતાના પ્રતાપ આગળ ડગમગવા લાગ્યું અને અબળા તે અબળા બની. કાંઇ પણ વિચાર કરવાની શક્તિ હોલાઇ

ગઇ. વિકારપવનના ઝપાટાથી બુદ્ધિદીપ હોલાયો. મદનાસ્ત્ર આગળ

અભિમાનાસ્ત્ર ચૂરા થયું. પુરુષની છબી સ્ત્રીની કીકીમાં પ્રતિબિમ્બાકારે વસવા

લાગી - હ્ય્દયતરંગમાં નૌકા પઠે હિંડોળા ખાવા લાગી - હ્ય્દયમહાસાગરને ખેંચી કાઢવા લાગી - હ્ય્દયમહાસાગરના અંત્યભાગે ક્ષિતિજ રેખામાં ઊગતા સકળચંદ્ર પેઠે ઊગી અને તેના મર્મભાગને ખેંચી કાઢવા લાગી - તેમાં ઊથલપાથલ કરવા લાગી. પરંતુ આ સર્વ તોફાન કોઇ જુએ એમ ન હતું.

તેનો આવિર્ભાવ શરીર પર રજ પણ ન થયો. માત્ર નવીનચંદ્ર અને આરસા વચ્ચે હેરાફેરા કરતી આંખમાં ઝળઝળિયાં આવ્યાં અને આશ્ચર્યમાં પડતી -

આ શું થાય છે તે ન સમજતી - બાળકી ખાટલા પાસે બેઠી હતી તેમની તેમ બેસી રહી. કલ્પનામાં વાનરનો ગુણ છે. કૃષ્ણકલિકાએ અલકકિશોરી જેવીની કલ્પાને સળી કરી એટલામાં તો મગજમાંથી હ્ય્દયમાંથી મગજમાં

ચડઊતર કરતી કલ્પનાએ અમાત્ય પુત્રીને ગભરાવી દીધી અને તે અમસ્તી એકલી સ્તબ્ધ બેસી રહી હતી તે છતાં કલ્પનાએ અંતરમર્મમાં ભરેલા ઉઝરડાઓએ મદનબાણના પાડેલા ઘાની વેદનાને અસહ્ય કરી મૂકી અને તે ન ખમાતાં અંતઃકરણમાં દરેક નવો ચરેડો પડતાં આંખો ચડાવી દેવા લાગી અને ‘હર, હર, હર’, ‘શિવ, શિવ, શિવ’, કરી ઊંડો નિઃશ્વાસ નાંખી છાતી પર છેડા વડે પારકા થયેલા પોતાના હ્ય્દયને શાંત કરવા પવન નાંખવા

લાગી. એ પવનથી શાંત થવાને બદલે મદનજ્વાળા વધારે વધારે સળગી.

ભયંકર દશા ! તને શોધનારા - તેની આંખમાંથી આંસુનાં ટીપાં ગરગર ટપકવા લાગ્યાં. એટલામાં નવીનચંદ્રે પાસું બદલ્યું. તે ખરેખર ઊંઘતો જ હતો. પાસું ફરતાં તેની હાથ પાસે બેઠેેલીના ખભા ઉપર ઊંઘમાં અચિંત્યો પડ્યો. તૃપ્તિનો સમય અચિંત્યો પાસે આવતો હોય - મદનવેદનામાંથી અચિંતી છૂટવાની આશા સફળથવા નિર્મિત થઇ દેખાતી હોય - તેમ અલકકિશોરી

ચમકી - એ ચમક આનંદમય લાગી.

તૃપ્તિનો ભોગ અનુભવાતો હોય તેમ થરથરતા ઓઠ ઉપર સ્મિત આવી બેઠું. આ હાથને આમ પળવાર પણ ટકવા દીધો - તેને ખસેડી ન નાખ્યો - આ દશામાં આનંદ મનાયો - તે ન ખમાતું હોય તેમ આજ સુધી રહેલા પતિવ્રતને ઓછું આવ્યું - ઘણા દિવસનું પવિત્ર ઘર છોડતાં તે ઘરમાંથી કાઢી મૂકનાર સાથે પળવાર લડવા લાગ્યું. જાણે હિતૈષી પતિવ્રતની જ શિખામણથી મદનાવસ્થાનું ખરું દુષ્ટ સ્વરૂપ પ્રકાશિત થતું હોય તેમ

આટલા ભોગથી અલકકિશોરી તૃપ્ત ન થઇ. તૃપ્તિને વેશે અતૃષ્ટિ જ આવી હોય - તૃપ્તિ વધારવાને બહાને અતૃપ્તિ પગલે પગલે વધારે ક્રૂર બની બની બળ અજમાવતી હોય - તેમ થયું. છુટકારાને બદલે બંધન વધારે સખત થવા લાગ્યાં. અને તે બંધનથી તનમન સખત ચુસાવા માંડ્યાં. મૃતને બદલે આખા શરીરમાં ઝેર વ્યાપું આ સર્વ તીવ્ર વેદના સૂચવતી આંખમાંથી આંસુની ધારા વધારે વધારે છૂટવા લાગી અને ખાળી ખળી નહીં. એટલામાં નવીનચંદ્રનો હાથ હાલ્યો. તેને છૂટો થવા દેવા ખુશી ન હોવાથી તેને પકડી રાખવા કિશોરીનો હાથ ઊપડ્યો - પણ હિંમત હારી પાછો પડ્યો. આથી નવીનચંદ્રનો હાથ સ્થાનભ્રષ્ટ થયો, ખભા ઉપર રજ નીચે સર્યો અને ઝીલી લીધો હોય

- પડતાં પડતાં ખૂંટી પર ભરાઇ રહ્યો હોય - તેમ રસરહસ્ય જાળવનાર અસ્પર્શ શરીરને આધારે થંભ્યો. તેના ઉપર કિશોરીનાં ઉષ્ણ આંસુ પડવા

લાગ્યાં - નિંદ્રામાં ને નિદ્રામાં આંસુના સ્પર્શથી એકલો જાગેલો હાથ ઊંચો થયો. મર્યાદાની મર્યાદા તોડવા આતુર હાથ તે હાથે અનિચ્છાથી પકડી

લીધો. હાથ પર બળ આવતાં ઊંઘેલો નવીનચંદ્ર જાગી ઊઠ્યો. જાગ્યો તે છતાં તેની આંખ ઘેરાયેલી જ રહી. તેમાં આંખ આગળ આ ન મનાય એવો સ્વપ્ન જેવો દેખાય જોવા લાગ્યો. આ શું ? નવીનચંદ્ર પણ પોતાનો હાથ ખેંચી લેતો નથી ! શું એના મનમાં પણ અલકકિશોરીની પતિત વૃત્તિનો

પ્રતિધ્વનિ થયો ? અથવા શું આ એને ખરેખર સ્વપ્ન જ ભાસ્યું ? અથવા શું સ્વપ્ન જ હતું ? આ શો સન્નિપાત ! અધમ સંગતિ થવા દીધી તો અધમ કલ્પના થવા વખત આવ્યો ! કલ્પનામાંથી અધમ મનોવિકાર થયો.

મનમાં જ વિકારમાંથી શરીરને વિકાર થયો. એટલેથી જ અંત ન આવ્યો.

વિકારવશ શરીરે અગ્રાહ્ય પરપુરુષસ્પર્શ થવા દીધો - સ્વીકાર્યો - અભિનંદ્યો

! એ સ્પર્શને ટકવા પણ દીધો ! વધવા પણ દીધો ! અસ્પર્શ સ્થાન પર સરવા પણ દીધો ! અરેરે ! શો સન્નીપાત ! જાતે - ઇશ્વર ઇચ્છાથી બંધ

થતાં સ્પર્શને બંધ થતો અટકાવ્યો - પકડી રાખ્યો ! પતિવ્રતા - હવે તું પતિવ્રતા મટી ગઇ ! આટલાથી જ ! ઘણી વખત ઔષધ પાતાં નવીનચંદ્રનો સ્પર્શ અનુભવતી - બેદરકારપણાને લીધે - અત્યંત મમતાને લીધે સૂતેલાને ઓઢાડતાં, પાણી પાતાં, તેના શરીર પર વળતાં - અજાણ્યે પવિત્ર અંગનો સ્પર્શ થતો - તે છતાં તું પતિવ્રતા જ હતી. આજ એ જ સ્પર્શથી તું પતિતા થઇ ! ભ્રષ્ટ થઇ ! એક સંગતિ - એક કલ્પના ! શી તમારી ફળ

પરંપરા ! શું નવીનચંદ્ર પણ ભ્રષ્ટ થયો ! શું ઇશ્વરની આ દેખાવ પર નજર હતી ? શું બેમાંથી એકના પણ ધારવામાં હતું કે આ દેખાવ કોઇ પણ

માનવી જુએ છે ? શું કોઇ પણ માનવીની આંખ પર આ બનાવનું પ્રતિબિમ્બ પડતું હતું અને આ બે જણ અંધ જ બની ગયાં હતાં ? ઇશ્વરની ગતિ અકળ છે !

અલકકિશોરી નવીનચંદ્ર પાસે રોજ પવિત્ર વૃત્તિથી બેસતી હતી એટલે બારણાં ઉઘાડાં અથવા અધઉઘાડાં રહેતાં તેની હરકત ન હતી.

રોજની પેઠે આજ પણ અધઉઘાડા હતાં અને તેના અપવિત્ર વિચારનો જન્મ

મેડીમાં આવ્યા પછી થવાને લીધે આ વાત પર તેનું લક્ષ જ ન હતું.

બારણાભણી તેની પૂંઠ હતી. પણ એ બારણાના મિજાગરા આગળ જગા રહેતી તેમાં એક નવું મિજાગરું હોય એમ એક કાળી કીકી દેખાતી હતી.

તે કોની હતી ?

સ્ત્રીવર્ગમાં, તેમાં વિશેષ કરીને તરુણીવર્ગમાં, રસસમાનતા પ્રમાણે અને વયસમાનતા પ્રમાણે સહીપણાં થઇ જતાં વાર લાગતી નથી અને તેથી તરત પક્ષ બંધાઇ જાય છે. કૃષ્ણકલિકાને અલકકિશોરી સાથે ફાવી ગયું હતું તેમ વનલીલાને કુમુદસુંદરી સાથે ફાવી ગયું હતું. તે રમતિયાળ પણ ડાહીલી હતી, રસીલી પણ સદ્‌ગુણી હતી, વાંચવા ગાવાની શોખીન હતી, નિંદા કરવાની બહુ ટેવ ન હતી તોપણ પરચેષ્ટા જોવાની રસિયણ હતી, સૌભાગ્યદેવી પાસે ગીત શીખવા આવતી, કંઠ તીણો હતો અને તેથી વધારે તીણો કરવા

મથતી, અલકકિશોરીની કચેરીમાં ચર્ચા ચલાવનારીઓમાં એક એ હતી, કુમુદસુંદરી પાસે નિત્ય આવતી, તેની જોડે આંખો દિવસ છાનીમાની કોણ જાણે શીયે વાતો કર્યા કરતી, તેની જોડે શેતરંજ રમતી, કુમુદસુંદરી ગાતી તેમાં પોતાને તો સમજણ નહોતી પડતી પણ પોતે ગાઇ બતાવતી, અને એની પાસે પુસ્તકોમાંથી રસીલી વાતો વંચાવી સાંભળતી. રીતે પ્રમાણે આજ પણ વનલીલા જમી પરવારી આવી અને આવતાં આવતાં ડોકિયું કર્યું

તો અલકકિશોરીને ખભે નવીનચંદ્રનો હાથ જોઇ ચમકી, ખમચી, વિસ્મય

પામી, ઓઠે આંગળી મૂકી વિચાર કર્યો, અને લોકવાયકા ન માનનારી કુમુદસુંદરીને ખબર કરવા દોડી. તેની સાથે છાનીમાની વાત કરવા મંડી ગઇ.

‘ભાભીસાહેબ ! નહોતાં માનતાં તે આજ ચાલો. આંખે ખરું કરો.’

‘વનલીલા, તું હજી એવી ને એવી રહી, ભોગ એ બેના. આપણે તે પારકી ચેષ્ટા જોવાનું શું કારણ ? આપણે આપણું કામ નથી ?’

‘વાર, તમે તે આવાં ક્યાંથી ? એવું એવું જોઇએયે નહીં ? ચાલો,

ચાલો, જુઓ તો ખરાં. એ તો એવાં લટ્ટું બન્યાં છે કે આપણે અર્ધો કલાક જોઇશું તોયે નહીં દેખે. ચાલો.’ કહી વનલીલા કુમુદસુંદરીનો સુંદર હાથ બારણા ભણી ખેંચવા લાગી.

તેને બિચારીને ખબર ન હતી કે આ સમચારથી કુમુદસુંદરીના અંતઃકરણમાંમ કેવી તીવ્ર વેદના થવા લાગી હતી અને તેણે મનમાં કેટલું

મૂંઝાવા માંડ્યું હતું.

‘શું આ ખરું કહે છે ? વિદ્ધાન સરસ્વતીચંદ્ર ! આ શું ? આ શું કહે છે ? શું મારો ત્યાગ કર્યો તે આ અર્થે ? અથવા નવીનચંદ્ર ! શું તું સરસ્વતીચંદ્ર ન હોય ? તું નહીં જ હોય. મારો - અરેરે - વેળા જે મારો હતો તે શુદ્ધ સરસ્વતીચંદ્ર આવો ને હોય !’ આંખો પર હાથ ફેરવતી કુમુદસુંદરીએ વનલીલાનો હાથ વછોડ્યો.

‘વનલીલા, જા તું તારે જોવું હોય તો. હું તો નહીં આવું.’

‘ત્યારે તેમ અહીંયાં બેઠાં બેઠાં શું કરશો ?’

‘હુંં બેસીશ મારી મેળે - ગાઇશ - જરા સારંગી લઇને.’

‘તે તમને આ જોવાનું મૂકી ગાવું કેમ ગમશે ? તમારા જેવું તો કોઇ દીઠું નહીં.’

‘વારુ બહેન, વારું, તું જા - જો તારી મળે.

વનલીલા આ ઉદાસીન અને નિષ્કુતૂહન દેખાતી વૃત્તિ જોઇ વિસ્મય

પામતી એકલી ચાલી, નવીનચંદ્રની મેડીના બારણા આગળ વાંકી વળી ઊભી, અને મિજાગરા આગળથી રસભરી છાનીમાની જોવા લાગી.

વનલીલાને કાઢી કુમુદસુંદરી પાછી ફરી. આંખમાં આંસુ તો માય

નહીં એમ ભરાઇ આવ્યાં - જાણે કે પોતાના જ પતિને પરકીયા સાથે દીઠો હોય - જાણે કે પોતે જ ખંડિત થઇ હોય ! પલંગ પર પડતું મૂક્યું અને ઊંઘે માથે રહી છાનુંમાનું પુષ્કળ રોઇ, કંઇક નવો વિચાર ઊઠતાં અચિંતી સફાળી ઊઠી અને આંસુ લોહી નાંખી મેડી વચ્ચે ઊભી.

‘અરે, પણ આ શું ? એની ફજેતી હું થવા દઉં ? સરસ્વતીચંગદ્ર, તને આ રસ્તે નહીં ચડવા દઉં. હશે, ભૂલ થઇ હશે - પણ તાારા પવિત્ર સંસ્કારને જગાડું એટલે તું જાગવાનો જ. આ કુમાર્ગે તું ચડ્યોતો બાપડા જગતની શી વલે થવાની ? બીજા લોકોને તો કાંઇ કહેવાશે જ નહિ. તને આ રસ્તે જોતાં મારું કાળજું કહ્યું કેમ કરે - મારું કાળજું કેમ રહેશે ?

મચ્છેન્દ્રનાથ, તને સ્ત્રિયારાજ્યમાં લપટાઇ દીન થયેલો જોઇ ગોરખ શું બેસી રહેશે ? ગોરખનાથ મને સહાયતા કરો. મારામાં તમારી શક્તિનો કાંઇક અંશ મૂકો. સંસ્કારી સરસ્વતિચંદ્ર, આ શું ?’

‘ત્વં ચેન્નીચપથેન ગચ્છીસ પયઃ કસ્ત્વાં નિરોદ્ધું ક્ષમઃ હે ઇશ્વર !’-

વળી આંખમાં આંસુ ભરાઇ આવ્યાં. લોહતી લોહતી સારંગી લઇ

નવીનચંદ્રવાળી મેડીની પાસે ખુરશી માંડી બેઠી અને એ મેડીમાં સંભળાય

એમ સાંરગી સાથે ઝીણે કંઠે ગાવા લાગી :

‘શુભ્ર સ્વર્ગમાં વસનારી તે ચળી પડી હરશિરે,

પડવા માંડેલી પડી પાછી ! ટકી ન, હર ! હરશિરે-શુંભ્ર૦

પડી ! ગિરિ પર; ઉચ્ચ ગિરિવર મૂકી પડી એ પાછી -

અવનિ પર આળોટતી ચાલી ધૂળવાળી ઘણી થાતી-શુભ્ર૦

મલિન ગંગા ! ક્ષાર સમુદ્રે પેઠી અંતે એ તો !

ભ્રષ્ટ થયું જરી તેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !૧

ભ્રષ્ટ થઇ મતિ તેેનો શતમુખ વિનિપાત જ નિર્મેલો !’

પોતાની મેડી બહાર સંભળાય એમ કુમુદસુંદરી કદી પણ ગાતી ન હતી. હ્ય્દયના સંબંધે એની મર્યાદા આજ છોડાવી અને ગાતાં ગાતાં તે ખરેખરી ખીલી. જેમ જેમ ગાયન અગાડી ચાલ્યું તેમ તેમ તેની આંખમાંથી ધાર વધી, સાંરગીને પલાળી નાંખી, અને છેલ્લું પદ ગાતાં ગાતાં ‘આથી વધારે મારું બળ નથી’ એમ શબ્દ વિના કહેતા કહેતા કંપતા મૂર્છા પામતા હ્ય્દય પરથી સાંરગી જમીન પર સરી પડી, ડોક ઢીલી થઇ ગઇ, માથું ખુરશીની પીઠ પર ભાંગી ગયું હોય એમ ઢળી ગઇ, કમળની પાંખડીઓ જેવી લલિત આંખો અંધારું પડ્યું હોય એમ મીંચાઇ ગઇ, નિઃશ્વાસને જવાઆવવાનો રસ્તો રાખવા પહોળું થઇ ગયા અને ખુરશીની જેવા દાંતના કિરણ હવામાં ચળકવા લાગ્યાં, હાથ પહોળા થઇ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા, અને પગ પણ ખુરશી આગળ લંબાઇ ટકી રહ્યા. આ શબ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષઃસ્થળ ધડકતું હતું. લજ્જાળું મુગ્ધાનાં વસ્ત્રની કરચલીઓમાં ઢંકાઇ રહી જીવતા જગતની દૃષ્ટિને નિત્ય નિષ્ફળ કરતુંહ તું તે કોમળ વક્ષઃસ્થળ આજ પ્રમાદધનના રંગભવનની જષ્ટદૃષ્ટિ આગળ બાળ ગજના કુંભસ્થળ જેવું - બિડાયલા શતપત્ર કમળની કળીઓની સુંદર જોડ એવું ઊપસી આવ્યું, તરી આવ્યું, અને અંતઃકરણના ઊછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી ઉત્કંપ અનુભવવા

લાગ્યું. હ્ય્દય ચીરી નાંખે એવી આ અવસ્થા જોનાર - સમજનાર આ પ્રસંગે

- કુમુદસુંદરી !- તારી પાસે કોઇ ન હતું. ભરવસ્તીવાળા સસરાના ઘરમાં તું એકલી જ હતી. મૂર્છા પામેલા ઊજળા ગાલ ઉપર નિર્જીવ થયેલાં આંસુ સુકાઇ ગયાં અને માત્ર તેના ચળકતા સૂકા શેરડા રહ્યા. એના આસનાવાસના કરનાર કોઇ ન હતું.

આણીપાસ નવીનચંદ્ર જાગી ઊઠ્યો હતો. પણ તે ન જાગ્યા જેવો જ હતો. તેની ઊંઘ ઊડી ગઇ ન હતી. જાગું છું કે ઊંઘું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતાં પહેલાં કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વપ્નમાં પડ્યો હતો. એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો અને તે સ્પર્શ ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કાંઇ ઊઘડી તોપણ એક સ્વપ્ન અનુભવતો હોય એમ જ એને લાગ્યું. અર્ધું મીંચેલું અને અર્ધું ઉઘાડું એવાં પોપચાં આગળથી અલકકિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકારભરી રમમાણ આંખે તેને જોઇ રહ્યો અને દૂષિત હાથ ખેંચી ન લેતાં નિમિષમાત્ર આનંદસમાધિમાં પડ્યો. એટલામાં સાંરગીના રણકા સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ - મધુર - ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કર્ણેન્દ્રિય

આનંદવ્યાપારમાં લીન થતાં સ્પર્શન્દ્રિય બહેર મારી ગઇ, અને ઉઘાડી આંખ

વગર મીંચાયે મીંચાઇ. કુમુદસુંદરીના ગાયન સાથે ઊંડાં ડૂસકાં વચ્ચે વચ્ચે ભળતાં હતાં અને સૂતેલાની નિદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતાં હતાં - તેનાથી સ્પષ્ટ સમજાતાં હતાંં - તેના હ્ય્દયના હ્ય્દયમાં પેસતાં હતાં.

કુમુદસુંદરીનું - દિવ્ય અપ્સરાના જેવું - ગાન પણ આજ. તેણે પહેલવહેલું સાંભળ્યું અને તેથી તેની આનંદનિદ્રા મધુરમધુર થતી વધી. બહારથી જોનારને

મન અલકકિશોરી અને નવીનચંદ્ર આમ એમનાં એમ ચિત્રવત્‌ સ્તબ્ધ રહી એક બીજાના સામું જોઇ રહેતાં લાગ્યાં અને ઉભય મદનાવસ્થા છે એવું

મનમાં આણતાં વનલીલાને કાંઇ પણ શંકાસ્થાન ન રહ્યું.

આખરે કુમુદસુંદરીના ગાનનું છેલ્લું પદ આવ્યું - તેનો અર્થ સ્પષ્ટ હતો - તે પદ એક વાર ગવાયું - જરીક ફેર સાથે બીજી વાર ગવાયું -

તેની સાથે સાંરગીનું ગાન અચિંત્યું ક્રમવિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો. હાથમાંથી છૂટતાં - પડતાં - તાર ત્રુટતો હોય એમ અસંવાદી કઠોર રણકારો લંબાયો, તે રણકારમાં અચિંત્યા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો પ્લુતોચ્ચાર ભળ્યો, અને તે સર્વમાં ત્રુટતા મર્મસ્થાનથી તણાયેલું ડૂસકું સંભળાયું, અને એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડ્યાં. તેની જ સાથે સ્વપ્નાવસ્થ્‌

નવીનચંદ્રનું હ્ય્દય ચિરાયું, તે ખરેખરો જાગ્યો, જાગતાં જ કિશોરી સામું જોઇ રહ્યો, જોતામાં જ ધીમા બળથી હાથ ખેંચી લીધો અને એકદમ પણ ધીમે રહીને - દીન વદનથી પણ ઠપકાભરી આંખ કરી - લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઇચ્છતો હોય તેવો, મધુર નરમ વચન બોલ્યો

‘અલકબેન, હું તો તમારો ભાઇ થાઉ, હોં !’ એમ બોલી પવિત્ર દૃષ્ટિથી તેના ભણી જોઇ રહ્યો.

અલકકિશોરી શરમાઇ જ ગઇ, નીચું જોયું, અને મનમાંથી ધરતી

માતા પાસે માગ માગ્યો, તેને ભાન આવ્યું. તપેલા વાસણ પરથી પાણીનો છાંટો ઊડી જાય તેમ તેનો અપવિત્ર વિકાર એકદમ જતો રહ્યો. પણ શું કરવું તે તેને સૂઝ્‌યું નહીં - મૂંઝાઇ - ગૂંચવાઇ. બેઠેલી રહી જમીન પર જોઇ રહી - આંખો મીંચ્યા જેવી કરી - જીભ કરડવા મંડી. ‘અરરર ! આ શું થયું ?’ એ વિચાર તેના આખા મગજમાં નિષ્કંટક એકલો રાજ્ય કરવા

લાગ્યો. સાપે કરડી હોય એમ તેના મગજમાં ઝાટકા નંખાવા લાગ્યા. વગર ઊંચું જોયે - અહીંય ને અહીંયાં આપઘાત કરું - એ વિચાર તેના મનમાં અંતે તરી આવ્યો અને તે વિચાર પ્રમાણે વર્તવા તૈયાર થઇ. મનમાં બોલી

- ‘હવે તો જીભ કરડીને મરું - કે શ્વાસ રૂંધીને મરું - પણ આમ જ.’ એ વિચાર પ્રબળ થતાં જ તેના મનનો ગૂંચવાડો મટ્યો - છૂટકારો પાસે આવ્યો હોય તેમ તેને લાગ્યું.

નવીનચંદ્ર તેની અમૂંઝણ સમજ્યો અને દિલાસો આપી બોલ્યો :

‘બહેન ! અમૂંઝાશો નહીં. એક ભૂલ તો બ્રહ્માએયે કરી છે. ફરી ભૂલ ન કરશો. તમારું અંતઃકરણ પવિત્ર છે તે હું જાણું છું. હું નાદાન નથી. થયું તે ન થયું થનાર નથી. ગઇ ગુજરી વિસારી દો. તમારો ધર્મ અંતે સચવાયો તે ઇશ્વરનો ઉપકાર માનો.’

અલકકિશોરીએ ઉત્તર ન વાળ્યો - ઊંચું પણ ન જોયું. બનેલ બનાવથી એનું અંતઃકરણ ભરાઇ આવ્યું.

‘ઊઠો, બહેન ઊઠો. મને ઔષધ આપો.’

હજી કિશોરી ઊઠો. મને ઔષધ આપો.

‘બહેન-’

‘બાઇ, તમે ખરેખર મારા ભાઇ જ છો.’ - આખરે હિંમત આવી

- ‘ભાઇ, જમાલ પાસેથી મને છોડાવી તેના કરતાં આજ મારા ઉપર વધારે ઉપકાર કર્યો. અરેરે ! ઊજળે લૂગડે ડાઘ બેઠો. હૈં ! આ શું થઇ ગયું ?

ભાઇ, મારા ભાઇ, હવે મારે જીવવું નકામું છે - અરેરે !’ - રોતી રોતી આંસુભરી આંખે ઊંચું જોયું - ‘હાય, હાય.’

‘બહેન, ધીરાં થાઓ.’

‘ભાઇ સોનાન થાળીમાં લોઢાની મેખ ન ખમાય. મારા જેવીને આટલું થયું તે ન વેઠાય. હું હવે કોઇનેે મોં શું બતાવીશ ?’

‘લોક શું જાણનાર છે ? - ઇશ્વર જાણે છે તે દયાળું છે.’

‘એ બધું ખરું પણ મારાથી જ આ સહેવાતું નથી - આ આવી હું તેને આજ આમ -’

‘બહેન-’

‘હું જીવનાર નથી -’ છલકાતી આંખે અબલા ઊઠી બારણા ભણી

ચાલી. વનલીલા ત્યાં ન હતી. સૌભાગ્યદેવી બારણાના ઉમર આગળ અંદર આવતી સામી મળી.’

હાથ ખેંચી લીધો તે જોઇ, અને પોતાની પવિત્રતાની ખાતરી કરી આપનાર શબ્દો નવીનચંદ્ર બોલ્યો તે સાંભળી વનલીલા સંતોષ પામી.

તોપણ કિશોરી શો ઉત્તર દે છે તે જાણાવાનું બાકી હતું, પરંતુ એટલામાં કુમુદસુંદરી ગાતી હતી તે અચિંતી બંદ પડી અને સારંગી પડી ગઇ તે ઉપર ધ્યાન જતાં વનલીલા એણીપાસ દોડી અને ખુરશી પર મૂર્છા પામેલી કુમુદસુંદરી પાસે ‘શું છે, ભાભી શું છે ?’ કરી આસનાવાસના કરવા લાગી. મિજાગરમાંથી એ જોતી હતી તે સૌભાગ્યદેવીએ પોતાની મેડીમાંથી જોયું; અને કોઇને ન ગાંઠનારી ઉન્મત્ત પુત્રીને ઠપકો આપવા, લોકવાયકા રખેને સાચી તો નહીં

હોય તે જાણવા, વનલીલા પાસે ચોકસી કરવા, અને એવા હજારો હેતુથી, પુત્રી પર ચિડાતી દુઃખી થતી, કુટુંબ કલંકિત થયાનો ભય રાખતી, સૌભાગ્યદેવી નવીનચંદ્રવાળી મેડી આગળ દુઃખ અને રોષ ભરી આવી; પણ વનલીલાને ગયેલી જોઇ અને કિશોરી જ આંસુ વર્ષાવતી સામી મળી તેથી પોતાનો તર્ક ખોટો હશે એમ ધારતી, પણ આ શું હશે એનો વિચાર કરતી દેવી પુત્રી સામું પળવાર ધારીને જોઇ રહી અને મારી વાત ઉઘાડી જ પડી એવું ધારતી કિશોરી તેનું પવિત્ર પ્રતાપી મુખ જોઇ ફીકી પડી અને વીલી -

છાશબાકળી - દેખાઇ. સૌભાગ્યદેવી કાંઇક પૂછવાનું કરતી હતી એટલામાં વનલીલા ગભરાયેલી - દેખાઇ. સૌભાગ્યદેવી કાંઇક પૂછવાનું કરતી હતી એટલામાં વનલીલા ગભરાયેલી ગભરાયેલી કુમુદસુંદરીની મેડીના બારણા આગળ ‘કોઇ આવો રે - કોઇ આવો રે’ એમ બૂમ પાડતી આવી.

‘ઓ દેવી - ઓ દેવી - ઓ અલકબહેન - કોઇ આવો - આ જુઓ - આ જુઓ - ભાભી શીંગડું થઇ ગયાં છે - તે કોઇ જુઓ.’

‘હેં !’ કરી સૌથી આગળ સૌભાગ્યદેવી દોડી - દોડતાં દોડતાં એક વાર પડી - તે ન ગણતાં કોઇ ઝીલે તે પહેલાં પાછી ઊઠી અને દોડી. ભૂત બનાવ ભૂલી જઇ - બરવાનો વિચાર પડતો મૂકી - અલકકિશોરી પણ પાછલ ઉતાવળી ચાલી, પણ તેના મંદ મગજની અસર પગ પર હતી.

માંદો માંદો નવીનચંદ્ર પણ મંદવાડ ન ગણી ખાટલામાંથી કૂદકો મારી ઊઠ્યો અને ફલંગો ભરતો બાવરા જેવો કુમુદસુંદરીની મેડીમાં સૌની પાછળ આવી ઊભો. એ મેડીમાં એ પ્રથમ જ આવ્યો.

કુમુદસુંદરી હજી એ ખુરશી પર એની એ અવસ્થામાં હતી. ખુરશીની આસપાસ સૌ વીંટાઇ વળ્યાં. સૌનાં કાળજાં ધડકવા લાગ્યાં. સૌને શ્વાસ ભરાયો. આંખમાં આંસુ આણી દેવી બોલ્યાં : ‘વનલીલા ! આ શું ?’

વનલીલા ગભરાઇ. તે મેડી બહાર નીકળી એટલામાં આ થયું હતું. મેડી બહાર નીકળી શું કર્યું તે પૂછે તો શું કહેવું ? તોપણ જવાબ દીધો : ‘કોણ જાણે, સારંગીલઇ ગાતાં હતાં અને ગાતાં કાંઇક આમ થઇ

ગયું અને માથું નાંખી દીધું.’

નવીનચંદ્ર આગળ આવ્યો. સ્ત્રીઓને ધીરજ આપવી - ઉપાય બતાવવો

- એ પુરુષને માથે પડતું. કુમુદસુંદરીના મોં સામું જોઇ, ધડકતી છાતી સામું જોઇ, ગાયન સંભારી, સર્વનું કારણ કલ્પી, હ્ય્દયમાં પડેલો ચીરો ઢાંકી.

રાખી બોલ્યો : ‘દેવી, ચિંતા કરશો નહીં. એમને ઊંચકી પલંગ પર સુવાડો.

અહુણાં સજ્જ થશે. અલકબહેન, જરા ગુલાબજળ મંગાવો.’

અલકકિશોરી જાતે જ લેવા ગઇ. જતાં જતાં દાદરે ડોકિયું કરી સમરસેનને કહ્યું કે, ‘એક જણને પિતાને તેડવા મોકલો અને એક જણ વૈદને તેડવા જાઓ.’ વનલીલા પાછળ આવી અને કહે કે ‘એમને વાઇ જેવું છે. મારે ઘેર મુંબઇથી સૂંઘાડવાની શીશી આણી છે તે મંગાવો.’ એક જણને તે સારુ પણ મોકલ્યો. ઘરમાં એકલો સમરસેન રહ્યો તે બારણું સાચવવા રહ્યો અને કાન તથા મને મેડી પર રાખ્યાં.

સૌભાગ્યદેવી ખુરશીની એક પાસ ઊભી રહી કુમુદસુંદરીનું ગળું એક હાથે ઊંચું કરી બીજે હાથે એની હડપચી ઝાલી એના સામું જોતી રોતી પૂછવા લાગી અને પૂછતાં પૂછતાં મોં લેવાઇ જતું હતું.

‘કુમુદસુંદરી - કુમુદસુંદરી - વહુ - બેટા - બાપુ - બોલોને !

આમ શું કરો છો ? કુમુદસુંદરી ?’

આડું જોઇ આંખ પર પહોંચો ફેરવતો નવીનચંદ્ર બોલ્યો : ‘દેવી !

ચાલો, એમને પલંગ પર સુવાડીએ; અહુણાં એ નહીં બોલે.’

‘શું નહીં બોલે ? શું કુમુદ નહીં બોલે ? નવીનચંદ્ર ! એ શું બોલો છો ? એ તો મારા ઘરનો દીવો - હોં !’ ઘેલી બનતી સૌભાગ્યદેવી લવી.

ઉતાવળી ઉતાવળી અલક આવી અને પાછળ વનલીલા આવી.

નવીનચંદ્રે ગુલાબજળની શીશી લઇ ખોબે ખોબે કુમુદસુંદરીના મોં પર જોરથી છાંટવા માંડ્યું. સૌ સ્તબ્ધ થઇ જોઇ રહ્યાં. સાતઆઠ ખોબા છંટાયા ત્યારે

પ્રાતઃકાળ પહેલાં કમળની વિકસનાર પાંખડીઓ હાલવા માંડે તેમ એ કાંઇક હાલી.

‘દેવી, જો, ભાભી હાલ્યાં હો !’ મલકાઇ અલકકિશોરી બોલી.

પણ તે વ્યર્થ. અર્ધી શીશી છંટાઇ પણ કુમુદસુંદરી જાગી નહીં. નવીનચંદ્ર

હાર્યો : ‘દેવી ! એમને પલંગ પર લો વૈદને આવવા દો.’

અલકકિશોરી અને વનલીલાએ પગ અને કેડ આગળથી ઊંચકી.

નવીનભાઇ માથા નીચે અને વાંસા નીચે હાથ રાખ્યા. સૌભાગ્યદેવી વચ્ચેથી ઊંચકવા ગઇ, પણ મડદું ઊંચકવા જેવો દેખાવ જોઇ છળી હોય તેમ-

કુમુદસુંદરી મરી જ ગઇ હોય એવું કલ્પી - પાછી પડી : ‘હાય હાય રે !

ઓ મારી કુમુદ - આ શું ?’ દેવી પડતી પડતી પાછલી ભીંતને આધારે ટકી.

માથાભણી નીચા નમેલા નવીનચંદ્રની આંખ કુમુદસુંદરીના મોં પર આવી. તેની આંખમાંથી આંસુ પડ્યાં તે કુમુદસુંદરીની આંખ ઉપર - ગાલ

ઉપર - પડ્યાં. હાથ રોકાયેલો હોવાથી આંસુ લોવાય એમ ન હતું.

હળવે રહીને, આંચ ન આવે એમ, મૂર્છા પામેલીને પલંગ ઠીક કરી તે પર સુવાડી સૌ આસપાસ વૈદની વાટ જોતાં જ બેઠાં. દેવી માથા આગળ આવી - રોઇ પડી. કોઇ કોઇને દિલાસો આપે એમ ન હતું.

નવીનચંદ્ર ખોટી કઠીનતા બતાવી સૌને ધીરજ આપવા લાગ્યો. એટલામાં દેવના શ્વાસથી કુમુદસુંદરીમાં નવો શ્વાસ આવ્યો હોય તેમ તેનું મોં ઊઘડ્યું

- આંખ ઊઘડી પણ ફાટેલી રહી - અને સૌને કાંઇક જીવમાં જીવ આવ્યો.

પણ તે વ્યર્થ જ હતો. તેની મૂર્છા વળી ન હતી, પણ મૂર્છમાંથી ફાટી આંખ

કરી લલવા માંડ્યું :

‘તું ખુજ જીવિત, તું મુજ હ્ય્દય જ, તું કૌમુદી મુજ નેત્રતણી, તુ મુજ પીયુષ, તું મુજ વહાલી, એમ જ પ્રિયશત કંઇ કંઇ -’

એમ જ જૂઠાં જૂઠાં પ્રિયશત કંઇ કંઇ કહી કહી,

ભોળી મુગ્ધાને ભરમાવી - વહાલ વહાઇ ઘણી ઘણી -

આખર કીધું શું - આ અર્થે૧- એ એ -’

અંત્ય એકરાને લંબાવતી પાછી આંખ મીંચી દઇ બંધ પડી. કોઇ

સમજ્યાં નહીં. સૌને ધ્રાસકો પડ્યો - સૌના જીવ ફટકી ગયા. ધીરજ આપવી છોડી દઇ નવીનચંદ્ર એકદમ ઊઠી ગયો અને એક ટેબલ પર ચિતરામણ પડ્યાં હતાં તેના ભણી નજર કરતો અફરાટો થઇ ઊભો રહ્યો, આંસુ કાળી રાખવા મહાપ્રયાસ કરવા લાગ્યો એ કોઇ સાંભળે નહીં એમ ગણગણવા

લાગ્યો :

‘હરિ હરિ હતાદરતયા સા ગતા કુપિતેવ ।

કિ કરિયષ્યતિ કિ વદિષ્યતિ સા ચિરં વિરહેણ ।। કિ જનેન ધનેન કિં મમ જીવિતેન ગૃહેણ ।। હરિ ।।૧।। ચિન્તયામિ તદાનનં કુટિલભૂ રોષભરેણ ।

શોણપદ્મમિવોપરિ ભ્રમતાકુલં ભ્રમતાકુલં ભ્રમરેણ ।। હરિ ।।૨।।-૨

‘ગતા - ગતા - ગઇ ગઇ -’ એમ મનમાં બકતો બકતો ટેબલ પર નીચું જોઇ રહ્યો અને સ્ત્રીની પેઠે પારકા ઘરમાં ગુપ્ત રીતે અશ્રુપાત કરવા

લાગ્યો.

એટલામાં ટેબલ પર નજર પડતાં કેટલાંક ચિત્રો જોવામાં આવ્યાં તે કુમુદસુંદરીનાં કાઢેલા હતાં. એક કાગળ ઉપર ઉત્તરરામચરિતમાંના ત્રીજા અંકનો દેખાવ હતો અને અદૃશ્ય સીતા દશ્ય રામને સ્નિગ્ધ રોષભરી ત્રાંસી નજરે જુએ છે તે આલેખ હતો બીજા કાગળ પર દુષ્યંતે કશ્યપમુનિના આશ્રમ આગળ એકવેણીધર શકુંતલાને એન્ડ્‌સ વેલ’ અને ‘વિન્ટર્‌સ ટેલ’ની વચ્ચેવચ કાગળના કટકા મૂકી નિશાનીઓ રાખી હતી. દાઢીએ હાથ રાખી નવીનચંદ્ર સૌને જોઇ રહ્યો અને વિચારમાં ગરક થયો. એટલમાં પલંગમાં

મૂર્છા પામેલીના મુખમાંથી ત્રુટક ગાન પાછું નીકળવા માંડ્યું.

‘ઓરે... વિદ્યા... ઓરે.... વિદ્યા... સરસ્વતી.... સરી ગઇ

રે’ પળવાર બંધ પડી પાછું ગાન આરંભાયું :

‘ઓરે.... ભ્રમરા... ઓરે ભ્રમરા... શાથી ઊડી ગયો રે ?’

વળી બંધ પડ્યું અને પ્રથમ ગાયેલાના અનુસંધાન જેવું સંભળાયું - આ...

‘સરી ગઇ નામથી... સરી... મુજબ હાથથી...

ઉરથી સરી નહીં રે... ઉરથી સરી નહીં રે....

ભ્રમર તને શાથી ગમ્યું - છેક આવું ?’

નવીનચંદ્ર પાછો ફર્યો, પલંગ પાસે આવ્યો અને એના મૂર્છિત મુક સામું જોઇ રહ્યો. તે કલાંઠીભેર સૂતેલી પડી હતી. તેના કાળા ભ્રમર જેવા વાળ મોરના કલાપ પેઠે ચાર પાસ પથરાઇ વેરાયેલા હતા અને તેમાં ગૂંથેલાં ભાતભાતનાં સુશોભિત ફૂલ છિન્નભિન્ન થયાં હતાં. સર્વ, છાનું ધીમું રોતાં રોતાં આંખો લોહ લોહ કરતાં, આસપાસ ચિત્ર પેઠે બેસી રહ્યાં હતાં અને આનું પરિણામ શું થાય છે તે દુઃખભર્યા વિમાસતાં હતાં, એટલામાં વૈદ્ય આવ્યો. આવવા માંડ્યા ત્યારે સર્વ આવ્યા. બુદ્ધિધન અને પ્રમાદધન પણ આવ્યા. તેમને સૌ સમાચાર અલકે કહ્યા. વૈદ્ય ઉપચાર કરવામાં રોકાયો વાઇનું દરદ ઠરાવવામાં આવ્યું. આખરે મૂર્છા વળી અને સર્વનો શ્રમ સફળ

થયો. બુદ્ધિધને અલકકિશોરીનું પૂછ્યું : ‘તું એમને અહુણાં ફરવા લઇ જતી ન હતી ?’

‘ના, અહુણાંનું નથી જવાતું.’

‘હાં, એ જ કારણ. લઇ જજે હવે, આજે જાઓને ગાડી જોડાવી.

કાંઇ હરકત છે ?’

‘ના, કંઇ હરકત નથી.’

વડીલની આજ્ઞા સૌૈએ માન્ય રાખી. શ્રમથી ઊઠતી કુમુદસુંદરીએ

પ્રથમ જ પોતાની નિયમ તોડ્યો. શ્વશુરગૃહમાં નવીનચંદ્ર આવ્યો ત્યાર પછી તેના સામી નજર નાંખતી ન હતી. તેણે ગાડીમાં બેસવા ઘરના દ્ધારમાંથી નીકળતાં નીકળતાં હોઇ ન દેખે એમ ક્રોધ, દયા અને દીનતા ત્રણે વાનાંથી ભરેલી દૃષ્ટિ ભમરકમાન ચડાવી નવીનચંદ્ર ઉપર નાંખી.

આ બનાવ બન્યા પછી જ્યારે જ્યારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાંખતી જણાતી.

આ થાય પછીથી ઇશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઇ હતી, ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઇ કંઇ પ્રદેશમાં જવાની ઇચ્છા થતી હતી, અને બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છોડવું એ તેના

મનમાં નક્કી થયું હતું. આ ઇચ્છાનું પ્રબળ માત્રે ચૈત્રી પડવો જોવાના કુતૂહલથી દબાઇ રહ્યું હતું. એટલામાં તે જ દિવસને પ્રાતઃકાળે બુદ્ધિધને ગુરુકાર્ય સોંપ્યું એટલે ઇચ્છા સફળ થવામાં વિઘ્ન આવ્યું દેખાયું. દરબારમાંથી નીકળ્યો તે સમયે જ એ વિઘ્ન પાછું દૂર ગયું તેનો વિચાર થયો, અને

મનસ્વીની સ્વછંદવૃત્તિએ પાછો તનમનાટ મચાવી મૂક્યો. દરબારમાં મચેલું ભવ્ય અને મનભર સ્વપ્ન આ તનમનાટને બળે ઝપટાઇ ગયું. રસ્તા પર પડતો ઉગ્ર તાપ મગજને ઉકાળતો હતો તેથી સ્વચ્છંદી હ્ય્દયને માત્ર રંગ ચ્યો અને તે ખીલ્યું. દૂર સમુદ્રમાં દેખાતાં વહાણો નજરે પડવાથી નશો કરેલા જેવાને દીપદર્શન જેવું થયું અને રસ્તામાં ચાલતાંં ચાલતાં તેના મગજમાં અનેક વિચારની લહેરો આવવા માંડી.

‘સરસ્વતીચંદ્ર ! તને કાંઇ ખભર છે કે કુમુદસુંદરી શું બકે છે ?

તારી સરસ્વતી.’

‘સરી ગઇ નામથી - સરી’ કુમુદસુંદરીના... ‘હાથથી.’ ‘સરી’

એના... ‘ઉરથી નહીં રે’

‘અરરર ! નિર્દયતા અને મૂર્ખતાની હદ વળી ગઇ !

થયો દારુણ મનમાન્યો, વિકૂલ થઇ સ્નેહની સાનો !

હવે સુકુમાર ઉર ફાટી જશે, એ મૂર્ખ હતભાગી !’

‘હે ઇશ્વર, એ પાપ કોને ? સરસ્વતીચંદ્ર, સરસ્વતીચંદ્ર, કાંઇ સૂઝે છે ? આ શું કર્યું ? મહાપતિવ્રતા - પતિની સ્વચ્છન્દ મૂર્ખતાની વેદી પર હોમાયેલી પતિવ્રતા ! નવા અવતારમાં પાછલો અવતાર ન ભૂલનારી પતિવ્રતા

! મનને વરેલો પતિ મનથી છૂટો નથી પડતો - વરેલા પતિને છોડી મન વ્યભિચારી નથી થતું - શરીરે વરેલા પતિને છોડી શરીર અન્યત્ર નથી રમતું ! આહ ! બળવાન બાળકી ! મનના પતિ પર આટલો આવેસ છતાં તેણા ભણી પાંપણનો પલકારો પણ નહીં ! કેવા બળવાળી ? પુરુષને -

પળવાર અસંવાદી થયેલા મનને સંવાદી કરી નાંખનાર સારંગી ! શું તારું બળ ! સાંરગી ! કુદુસુંદરી - કુમુદસારંગી ! અરેરે ! હું ભ્રષ્ટ થાત જ -

માણસને ખબર હોય છે કે તેના મન પર શી શી આપત્તિ આવવાની છે

?! પતિત જીવ ! જો તું પતિત ને નિર્બળ હતો તો - ને છોડી ને ! ગરીબ બિચારી અલકકિશોરી, તને શો ઠપકો દઉં ? - ઠપકો દેનારનું જ ક્યાં ઠેકાણું હતું ? - કુમુદસુંદરી - કેવા રોષવાળી આંખ !

‘ભેદાદ્‌ ભ્રુવોઃ કુટિલયોરતિલોહિતાક્ષ્યા

ભગ્નં શરાકસનમિવાતિરુષા સ્મરસ્ય ।।’૧

‘નક્કી, તારું હ્ય્દય અંદરથી ચિરાય છે - તારું ગાયન, તારાં ચિત્ર, તારે વાંચવાના વિષય, તારી વાતો - સર્વે એક સરખાં જ ! આહા, કોમળ

સારંગી ! તારા સર્વ તારા સદૈવ એક જ ગાયન કરી રહે છે ! પણ ઇશ્વરની ગતિ અકળ છે - એ શું થઇ ગયું ? એક પળવાર મતિ શી ભ્રષ્ટ થઇ ? તેં તે શાથી જાણ્યું ? તારે તે વિનિપાત પામતાને તારવા આવી હ્ય્દય વીંધનારી યુક્તિ કરવી શાથી પડી ? અરેરે દુષ્ટ પાતકી ચિત્ત ! પ્રસંગે તેં તારી દુષ્ટતા પ્રકાશી. શું ચિત્તને ઉદ્ધારવા - વિદ્યા બસ નથી ? શું કુમુદની કોમળ સૂચના ન થઇ હોત તો તેના સંસ્કાર નપુંસક જ રહેત ?

શું અભણ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ પુરુષનું અને ભણેલાનું ચિત્ત સરખું જ ? હા, હા, હા ! અભણ કિશોરી ! તું અભણ પણ મને શીખવે છે - સોનાની થાળીમાં લોઢાની મેખ ન જોઇએ ! જો તારે ન જોઇએ તો મારે પણ ન જોઇએ.

‘પણ માણસનું મન વિષયને શરણ શાથી થતું હશે ? ખાવાનું જોઇ કેટલો જિલ્વાલૌલ્યવાળાં માણસોનાં મુખ દ્રવે છે, પાસે દ્રવ્ય હોવા છતાં કેટલાંક માણસોથી દ્રવ્ય જોઇ ઢાંકી કે ઉઘાડી ચોરી કર્યા વિના રહેવાતું નથી, તેમ જ વિષયનો વિષય જોઇ શું આ થયું હશે ? શું વિષયમાં એવી વશીકાર શક્તિ છે કે જેથી વિદ્યા દબાઇ જાય અને અને મનુષ્ય પશું બને

? જો એમ હોય તો માણસને માથે જુમ્મો શી બાબત રહે ? આ કાર્યનું પરિણામ મરણ છે એવું સંપૂર્ણ ભાન છતાં પાંડુરાજા વિષય મોહિત શાથી થયો ? સ્વકીયા કે પછી પરકીયા - બેમાંથી એક પણ શી બાબત જોઇએ

? પાંડુરાજાની વાતમાં શો મર્મ તે અલકકિશોરી, તારા પ્રસંગે મને સીખવ્યું.

દીવાસળીમાં જેમ અગ્નિ રહે છે તેમ જ માણસમાં વિષયવાસના સદૈવ વસતી હોય જોઇએ અને વિષયવષયીનો પ્રસંદ પડતાં તે વાસના જાગ્રત થતી હશે. સર્વ માણસમાં એમ જ હોવું જોઇએ. આવી અલકકિશોરી તેને આમ થયું. આવા ડાહ્યાડમરા, ગંભીર દેખાતા, આવા મોટા રાજપ્રપંચના ધીટ સૂત્રધાર બુદ્ધિધનને જોઇ કોઇને એવો વિચાર થાય કે એને ગળે એક અબળાનો હાથ પડતાં તેનું ચિત્ત શરણ થાય છે - અને તેમ છતાં સૌભાગ્યદેવી

! તારી સાક્ષી મારો કાન પૂરે એમ છે. પવિત્ર પતિવ્રતા - સૌભાગ્યદેવી

- તારાં સુલક્ષણ જોઇ શૈધ્યા સાંભરી આવે છે.

‘શીર પર સાડી ઓઢી પૂરી, મેળે ચડી મુખ લાજ,

બોલે થોડું, મન્દ મન્દ ને મધુર જ અક્ષરસાજ,

ધીમે ધીમી ચાલે, જો ! જો ! પદનખ ઉપર જ આંખ !

દેવી ! દેવી ! પવિત્ર ઊંચું કુળ તે આનું જ નામ.’૧

‘કુલીનતાની મૂર્તિ પવિત્ર સૌભાગ્યદેવી ! આહા ! શુદ્ધ આર્યા -

આર્યલોકનાં જ અંતઃકરણોમાં વસેલી આર્યા ! જૂનાં વર્ણનો જ વાંચ્યાથી તારો પવિત્ર મોહક પ્રતાપ હું કદી પણ સમજ્યાં ન હતો. વિલાયતમાં જાઓ, કે અમેરિકામાં ભમો, કે ઇરાનનના દ્રાક્ષના વેલાોની વાડીમાં જઇને ઊભા રહો, આર્મીનિયામાં આથડો - પણ કોઇ ઠેકાણે, આર્યદેશની આર્યા, તુંં જડવાની નથી. આર્યદેશમાં પણ તું હવે કલ્પિત થથી જાય છે અને અંગ્રેજી વિદ્યાની ઉદ્ધતતા તારો નાશ પણ કરે ! પણ - સૌભાગ્યદેવી -

મૂર્તિમતી આર્યા - જેવી આ આપણા દેશની ભૂમિ પૂજનીય અને પ્રિયદર્શન છે તેવી જ તું પણ છે. આહા, જેવા રત્નનો ધણી બુદ્ધિધન કેવો ભાગ્યશાળી

! બુદ્ધિધન, સારા કારભાર કરતાં આ આર્યાનેે હ્ય્દયમાં વધારે રાખજે.

‘આ તો એક વિચારમાંથી બીજે વિચારે ચડ્યો. મારા મનનો પ્રશ્ન

એ છે કે - આવી સૌભાગ્યદેવી તે પણ બુદ્ધિધનના સ્પર્શને અભિનન્દે છે

! એ શું ?’

ગંભીર વિચાર અટ્ટહાસ્યે૧ અચિંત્યું ડોકિયું કાડ્યું. ‘મારા બાપ રે !

આ શું બધું ! આ શો શરીરનો મહિમા ! આ માણસ દેખાય છે આવો માટે આવો તો ન જ હોય તેમાં પણ ધારવું ખોટું છે. કલ્પનાશક્તિ બહુ ઠગારી છે - એ વધારે વેગવાળી હોય તેમાં પણ લાભ નથી. આ એમ.એ. પૂરી થઇ, ઊંચામાં ઊંચી ‘ફિલસૂફી’ મગજમાં ભરાઇ ગઇ અને તેને અંતે - તે જ માણસનો હાથ એક અબળાની છાતી પર પળવાર ટકે - અને એ

માણસને મગજ તો જાણે છે જ નહીં એવો બની જાય - એ શું અતકાર્ય નથી ? એવી છબી કાઢી કોઇએ મારી પાસે મૂકી હોય તો હું નક્કી કહું છું કે હું એને અસંભવિત માનું અને હસી કાઢું. અરે એ તો એક વાર તે થયું - પણ બીજી વાર એવું થાય તે તો મનાય જ નહીં. આ વનલીલા આઘે ઊભી હતી. - એને તો ખબરે નહીં હોય - અને એના સામી મારી દૃષ્ટિ પળવાર આકર્ષાઇ - તરત મેં પાછી ખેંચી એ વાત ખરી - પણ ખરી

- પણ પળવાર આકર્ષાઇ - એને જોવાનું મને મન થયું, મારી દૃષ્ટિ ઠરી એ, અનુભવ ન થયો હોત તો, હું કેમ માનત ? પણ ન માનત તેનું કારણ શું ? કારણ ? કારણ એ જ કે આકાશના ગ્રહોમાં ચિત્ત લગાડી ઊંચું જોઇ

ચાલનાર નીચેનો ખાડો ન જોતાં તેમાં પડે તે ઊંચી જતી કલ્પના નીચુંં જોતી નથી - સમુદ્ર ઓળંગનારની દૃષ્ટિ ફલંગ વચ્ચે આવી જતાં દરેક મોજાને જોતી નથી - દેશના, વિશ્વના અને વિશ્વકર્તાના વિચાર કરનાર ક્ષુધા અને

મદનની હયાતી ભૂલી જાય છે ! પણ ક્ષુધાઅને મદન કાન પકડીને તેને ઠેકાણે આણે છે. પુસ્તક છોડી ખાવા ઊઠવું પડે છે. જ્હૉન મિલ વર્ડ્‌ઝર્થે જેવાને પણ પરણવું પડ્યું હતું. તે પરણ્યા હતા તે શું મનની મિત્રતા સારું

? બહારથી તે લોકો એના ઉત્તરમાં હા કહે છે - પણ એ ઠગાઇ છે - એ બાબતનું ભાન મને આજ થયું. મનની મિત્રતા બસા હોય તો તે શોધનારા પરણે છે શું કરવા - વાતચીતના સંબંધથી સંતોષ કેમ નથી પામતા ?

પુરુષને પુરુષ મૂકી સ્ત્રીની મિત્રતા શું કરવા કરવી પડે ! પ્રીતિ એટલે

મનની મિત્રતા - લગ્ન એટલે માનસિક જીવનનો સંયોગ : એ વ્યાખ્યા અધૂરી છે. અરેરે, આ જ્ઞાન મને આજ મળ્યું ! અલકકિશોરી, તું મારી ગુરુ થઇ - ચાર માસ પહેલાં એટલી ખબર હોત તો - કુમુદસુંદરી - હું તારી આ દશા ન થવા દેત. પણ થયું તે થયું. હવે જે થાય છે તેનો કાંઇ ઉપાય

? મારે પરણવું એ તો નહીં જ બને - પણ આવી ભૂલ ન થાય - આવી પરાધીનતા ફરી ન થાય એનો કાંઇ ઉપાય ? ઉપાય એ જ કે વિષયવિષયીનો

પ્રસંગ જ ન થવા દેવો. સ્ત્રીને સાત ગાઉથી નમસ્કાર કરવા. બુદ્ધિધનનું ઘર છોડ્યું - છોડા એ જ સિદ્ધ. એથી કુમુદસુંદરી પણ સુખી થશે. મને નહીં દેખે એટલે મને વિસરી જવાં પણ મારે અહીંથી ક્યાં જવું ?

અરેરે ! શું આપણી ઇચ્છા પ્રમાણે ઇન્દ્રિયો ન ચાલે ?

‘આહા ! ક્રૂર કવિ ! શું તારા વચનમાં જેટલી ક્રૂરતા છે તેટલું જ સત્ય છે ? શું શક્તિ કરતાં વૃત્તિ વધારે બળવાન છે એ ક્રૂર વચન ખરું પણ છે ? શું આ કવિની પેઠે ઇંદ્રિયો પણ પુરુષની પુરુષતા પર - માનવીની છાતી પર - માનવીના મસ્તક પર - પગ મૂકી લાતોનો પ્રહર કરી મૂકે છે

? શું જ્ઞાન કરતાં મોહ બળવાન છે ? શું શરીર પર પણ બુદ્ધિનું ન ચાલ

? અરેરે !’ ચાલતાં ચાલતાં નવીનચંદ્રે ઊંડો નિઃશ્વાસ મૂક્યો. તેની આંખમાંથી આંસુની ધારા ચાલી રહી અને સૂર્યના તાપથી તે સુકાઇ જતાં માત્ર તેના ડાઘ રહ્યા.

વિચારમાં ને વિચારમાં જુગ વીતી ગયો લાગવા છતાં અર્ધો રસ્તો પણ કપાયો ન હતો. એવામાં રસ્તાના બે ફાંટા આવ્યા. જેણી પાસથી પોતે આવ્યો હતો તે રહ્યો ચાલવા માંડ્યું. પાછળ ચાલનાર રામસેનેે તેને અટકાવ્યો.

‘ભાઇ, આ બીજે રસ્તે ચાલો - આ ગલીમાં થઇને.’

વિચાર માળાનો મણકો પડી ગયો અને નવીનચંદ્રે પૂછ્યું : ‘કમ, રામસેન, આપણે આવ્યા હતા તો આ રસ્તે ?’

‘ભાઇ, તોપણ આ રસ્તો ટૂંકો છે.’

‘એમ, ચાલો ત્યારે -’

વિચારમાળા પાછી હાથમાં લીધી.

‘લગ્નનો સંબંધ શરીર વાસ્તે જ હોય ત્યારે તો પ્રમાદધનથી કુમુદસુંદરી સંપૂર્ણ સંતોષ મળવો જોઇએ, સરસ્વતીચંદ્રનું ભૂત એના મગજમાં ન હોવું જોઇએ. લગ્ન અને શરીરસંબંધ એક હોય તો જ્યાં સુધી કુમુદસુંદરીના

મગજમાંથી આ ભૂત ખસ્યું નથી ત્યાં સુધી એના પ્રતિવ્રતમાં ખામી છે -’

વિચાર આટલે સુધી જ આવ્યો એટલામાં અટક્યો - ગલીમાં પેસતાં જ એક નાનું પણ સુંદર ઘર આવ્યું. તેની મેડીની બારીઓ ઉઘાડી હતી તેમાંથી હાંડીતકતા દેખાતાં હતાં. નીચે ઓટલા ઉપર ફૂલ તથા રોપાનાં કૂંડાં મૂક્યાં હતાં. બારણં ઉઘાડું હતું અને તેની જાળી વાસેલી હતી. તે જાણી ઉપર નાજુક હાથ મૂકી પંદરસોળ વર્ષની રંગે ગોરી અને રૂપે દેખાવડી ગણિકા પદ્મા ઊભી હતી. નવીનચંદ્રને જોઇ તેણે જાળી પણ ઉઘાડી, પણ વિચારની ધૂનમાં ચાલતા નવીનચંદ્રે તેના ભણી નજર ન કરી, અને એ પણ એને જોઇ ખશિયાણી પડી ગઇ અને પાછી અટકાવી.

‘ભાઇ, જરા ઊભા રહો કે ચાલતા થાઓ, હું આવું છું.’ કહી રામસેન પદ્માના મનમાં કંઇક વાત કરી આવ્યો અને નવીનચંદ્ર સાથે ચાલવા

લાગ્યો.

‘ભાઇ, આને જોઇ ?’

અચિંત્યો પાછો ફરી નવીનચંદ્ર બોલ્યો : ‘શું ?’

‘કાંઇ નહીં, આ તો પદ્મા અહીંયાં રહે છે.’

‘પદ્મા કોણ છે ?’

‘આપ નથી ઓળકતા ? પ્રમાદભાઇ સાથે આપ બેસો છો એટલે

મારા મનમાં આપ એને ઓળખતા હશો એમ હતું.’

‘એ છે કોણ ?’

‘એ પદ્મા નામની ગણિકા છે. તમે જોઇ કની ? કેવી રૂપાળી છે

? ચાલો જોવી હોય તો, પાનસોપારી ખાઇ ઊઠજો.’

આશ્ચર્યમાં ડૂબી વિચારમાં લીન થઇ નવીનચંદ્ર બોલ્યો : ‘ના, બાપુ, આપણે ત્યાં શું કામ છે ? મને લાગે છે કે આ રસ્તે એટલા સારુ આવ્યા હશો.’

‘હા, એમ જ. મારે એને કાંઇ કહેવું હતું.’

‘તમારે એને શું કહેવાનું હોય ?’

‘કાંઇક સહેજ હતું.’

‘ના, ના, તોયે શું ? કહો તો ખરા.’

‘કોઇને કહો નહીં તો કહું. વાત ઉઘાડી પડે તો મારો રોટલો જાય.’

‘રોટલો નહીં જાય; મારે કોઇને શું કરવા કહેવું પડે ? બોલો.’

‘પ્રમાદભાઇ કોઇ કોઇ વખત દોસ્તારો સાથે આ ઠેકાણે આવે છે.’

‘પ્રમાદભાઇ ! શું એ અહીંયા આવે છે !’

‘હા, ભાઇસાહેબ, જોજો કોઇને કહેશો નહીં હોં ! બપોરે જતા આવતા પણ આંટો મારે. ભલા, ઘડીક ગમત છે.’

‘શું એમને કુમુદસુંદરી પર ભાવ નહીં ?’

‘ના જી, ભાવ તો પુષ્કળ છે. એમનું નામ દેતાં એ ગાંડા ગાંડા થઇ જાય છે. પણ આ તો ભલા, ઘર તો રોજ હોય છે. રોજ ને રોજ ્‌એક

ચીજ દેખે તો શ્રીમંતાઇ શા કામની ?’

‘ત્યારે આ સિવાય બીજાં ઠેકાણાં છે કે ?’

‘ના જી. ચાલોને આપ. એમની દોસ્તી છે એટલે પાનસોપારી ખાઇશું.’

‘બુદ્ધિધનભાઇ આ વાત જાણતા હશે ?’

‘ના જી. એ જાણે તો તો પ્રમાદભાઇને અને અમારે મોત જ આવે તો બુદ્ધિધનભાઇને કોઇ સ્ત્રી ઉપર આડી નજર જ ન મળે.’

‘ખાતરીથી કહો છો ?’

‘હા જી. એમાં તો વાંધો નહીં ને. ભાઇસાહેબ અને બાઇસાહેબ તો અવતાર લઇએ એવાં છે.?’

‘ત્યારે પ્રમાદભાઇને આ રસ્તો ક્યાંથી સૂજ્યો ?’

‘એ તો, ભાઇ, નાનપણમાંથી અમારા જ ઉછેરેલા કની ? એટલી અમે ચાકરી કરી, અને એ ઘડી અહીંયાં વિસામો લે છે તો અમારા ઉપર આજ ચારે હાથ રાખે છે. એમના ભાઇબંધો પણ એ બહાને ચમન કરે છે અને અમારે બે પૈસાની પ્રાપ્તિ થાય છે.’

‘કુમુદસુંદરીને આની ખબર ખરી ?’

‘ભાઇસાહેબ, પહેલાં તો નહોતી. પણ બેચાર દિવસ ઉપર ભાભીસાહેબ રાજેશ્વરમાં ગયાં હતાં ત્યારે પેલો બેવકૂફ મૂર્ખદત્ત કાંઇક લવી ગયો.’

‘મૂર્ખદત્તને શાથી ખબર ?’

‘પદ્માને લઇ કોઇ વખત રાત્રે રાજેશ્વરમા સહેલ કરવા જાય એટલે

મૂર્ખદત્ત જાણે. ચારેક દિવસ પર ત્યાં ભાભીસાહેબ ગયાં હશે ત્યારે વાડામાં પદ્માનો કમખો પડેલો હાથ લાગતાં મૂર્ખદત્તને એમણે પૂછ્યું ને ગભરામણેએ બકી ગયો કે ભાઇ કાલે આવ્યા તે પેલીનો રહી ગયો હશે.’

‘પછી એમણે કંકાસ ન કર્યો ?’

‘એ જ જાણવા જેવું છે તો. બીજી ગાયડી હોય તો માલમ પડે.

ભાભીસાહેબ કમખો ઘેર લઇ ગયાં અને બોલ્યાચાલ્યા વિના પ્રમાદભાઇના હાથમાં મૂક્યો અને કહ્યું કે આ કમખો કોઇનો આપણા મહાદેવમાં પડ્યો હતો તે જેનો હોય તેને આપજો. પ્રમાદભાઇ ગભરાયા અને બોલ્યા કે કોનો છે તે મને ખબર નથી. ભાભીસાહેબ કહે - આપ કારભારી છો - કોનો છે તે તપાસ કરજો - નીકર આપ એ કમખાના મુખત્યાર છો.’

‘પછી ?’

‘પછી તો રાજખટપટને લીધે ભાઇનાથી અહીં અવાયું નથી.’

‘ઠીક’ - કહી નવીનંદ્રે નિઃશ્વાસ મૂક્યો અને ગલી વટાવી સરિયામ

રસ્તા પર આવ્યા.

‘ભાઇ, આ વાત કોઇને કહેશો નહીં, હોં.’ પસ્તાતો રામસેન બોલ્યો.

‘ત્યારે મને કહી શું કરા અને આ ગલીમાં આવ્યું શુંં કરવા ?’

‘ગલીમાં આવ્યા તે તો વધામણી ખાવાને કે હવે પદ્માભાઇનો દરબારમાં પગ થશે, અને આપને કહ્યું તે તો આપ જાણતા જ હશો જાણી ભૂલ ખાધી.’

‘તમે ભૂલ કરી તેમાં મારે શું ?’

‘ભાઇ - આપ દાના માણસો છો - કાંઇ નાદાન છો ? મારા જેવા ગરીબ પર દયા રાખવી જોઇએ. બીજું શું ?’

‘બહુ સારું. ફિકર ન રાખશો. તમારી વાત ઉઘાડી નહીં પડે.

તમારું નામ તો નહીં જ આવે.’

વાતચીત બંધ પડી. વિચારમાળા ફરી આરંભાઇ.

‘અહંહંહં - કુમુદસુંદરી - વિશુદ્ધ પવિત્ર કુમુદસુંદરી - હવે તો જુલમની હદ વળી. સરસ્વતીચંદ્ર ! આ સૌ પાપ તારે માથે. અવિચારી સાહસિક ! જુલમ કર્યો છે.’

‘મોટાનાં સંતાન કેવાં ભાગ્યહીન ! આવો શુદ્ધ બુદ્ધિધન - આવી પવિત્ર સૌભાગ્યદેવી ! તમારી મોટાઇનું પ્રથમ ફળ એ કે ચાકરોને હાથે તમારા પ્રિય પુત્રને કેળવણી મળી. ચાકરને હાથે ઊછરેલું બાળક આમ

બગડે. શેઠ તે કેટલું લક્ષમાં રાખે ? પ્રમાદધન સ્વાભાવિક રીતે દુષ્ટ નથી પણ - આ ચાકરોએ - દોસ્તોએ બગાડ્યો છે. મોટાંનો ઘરસંસાર અસ્વાભાવિક જ હોય છે. મોટાં માણસ ઘરની સંભાળ રાખી શકતાં નથી. રાજ્યતંત્ર

ચલાવનારનું ઘરતંત્ર અંધારે ચાલે છે !

‘પતિવ્રતાનો પ્રતાપ જોયો ? આવો ભ્રષ્ટ ચાકર, તે પણ એ અમાત્યદંપતીને પેટે અવતાર લેવામાં ભાગ્ય માને છે !’

‘પણ મારામાં અને પ્રમાદધનમાં શો ફેર ? વિદ્યા અને અવિદ્યામાં શો ફેર ? એ આચારમાં દૂષિત થયો છે - તું વિચારમાં દૂષિત થયો. પણ

મારો દોષ જન્મતાં મૂઓ - એના દોષનો પ્રવાહ હજી અવિચ્છિન્ન છે અને કદાચિત્‌ વધશે - વિદ્યા અને અવિદ્યામાં એક ફેર નહીં ?’

‘પણ મારામાં દોષ આવ્યો શાથી ? આવા સ્થાનમમાં આવ્યાથી.

સંગતિ સરખાંની - અને બને તો ઊંચાની જોઇએ. ઉચ્ચ સંગતિથી નીચને

લાભ છે તેમ નીચ સંગતિથી ઉચ્ચને હાનિ છે. અલકકિશોરીની સંગતિનું ફળ અનુભવ્યું. આ ચાકર એક રસ્તામાં સાથે રહ્યો તો ગણિકાના ઘર આગળ આવ્યો. કુમુદસુંદરીનો એક ભૂત સંબંધ - તેણે સાંરગી દ્ધાર મને ઘોર પાતકમાંથી - દુષ્ટ પરિણામમાંથી ઉગાર્યો.’

‘ત્યારે હવે બુદ્ધિધનનું ઘર છોડવું, પણ -’ બુદ્ધિધનનું ઘર આવ્યું; ટપાલનો સિપાઇએ એક કાગળ આપ્યો, તે ફોડતો ફોડતો નવીનચંદ્ર

અમાત્યગૃહના બારણામાં પેઠો.