Megh ni vato books and stories free download online pdf in Gujarati

મેઘ ની વાતો

તૃટી

એક નાની એવી ઘટના કોઈ માણસ નુ જીવન સંપુર્ણપણે બદલી શકે ? કોઈ નાની સરખી ઝંખના , કોઈ પ્રશ્ન નો ઉત્તર મેળવવાની અભીલાશા જીવન ને તબદીલ કરી શકે ? કોઈ પ્રસંગ જીવન ને અદ્ભુત રીતે વાળે છે ત્યારે માનવ ને કલ્પના પણ નથી હોતી કે તે કઈ દીશા મા આગળ વધી રહ્યો છે ? આવુ જ કઇંક એક સામાન્ય ચોર ના જીવન મા બની રહ્યુ હતુ . તેના જીવન થી તે ખુબ જ નારાજ હતો . તે તેની જાત ને ઘૃણા કરતો હતો , કારણ કે ઇશ્વરે તેને એક ખોટ સાથે જીવન અર્પ્યુ હતુ . એક આનુવંશિક ખામી ના કારણે તે ન પુરૂષ બન્યો ન સ્ત્રી . અને આ ખામી માટે તે ઇશ્વર ને જવાબદાર ગણતો હતો . તેના ક્રોધ નુ મુળ તેની ખામી હતી તે તેને દેખાતુ હતુ પરંતુ એ ખામી ને દુર કરવા ઇશ્વરે તેને કુશાગ્ર બુદ્ધી રૂપી ભેંટ અર્પણ કરી હતી તે ક્યારેય તેણે નીહાળ્યુ ન હતુ . તેની ઇચ્છાશક્તિ પણ ખુબ જ તીવ્ર હતી . તેની બુદ્ધિ અને ઇચ્છાશક્તી ની મદદ થી તે કોઈ પણ કાર્ય ખુબ જ સરળતા થી પુર્ણ કરતો .

તેણે કરેલ સર્વ કાર્યો અચરજ થી ભરપુર હતા . જ્યા સામાન્ય માનવી નુ મસ્તક તેનો સાથ ત્યાગે ત્યારથી જ તેની બુદ્ધિ તેને આગળ દોરી જતી , પરંતુ આ સર્વ તેની નજર મા ના આવ્યુ . તેને તો માત્ર તેની ખામી જ ખુંચતી રહી . તે એ અસહ્ય વેદના ને દુર કરવા માગતો હતો , અને આ વેદના ને દુર કરવા નો એકમાત્ર રસ્તો તેને સંપતી લાગી . તેને લાગ્યુ કે અઢળક સંપતી ની ઓથે કઇ પણ દબાઈ જશે . પરંતુ સંપતી મેળવવા માટે નો લાંબો રસ્તો તેને માન્ય ન હતો . તેણે વિકલ્પ શોધ્યો , અને ચોરી કરવાનુ શરુ કર્યુ . શરુઆત મા તેણે નાની ચોરીઓ કરી પરંતુ સંતુષ્ટી મેળવી શક્યો નહી . તેને સંતોષ પ્રાપ્ત થઈ શકે તેમ ન હતો , તે પોતાની જાત થી જ ઘૃણીત હતો . એ ઘૃણા જ્યા સુધી દુર ના થાય ત્યા સુધી બહાર ના કોઈ પણ આનંદ થી તે સંતોષ મેળવી શકે તેમ ન હતો . તે વધુ ને વધુ લાલચુ બન્યો .

એક દીવસ તેને થયુ કે હવે તેના જીવન મા તેણે જે સ્વપ્નો નિહાળ્યા છે તે સીદ્ધ થશે . તેણે જીવન મા સાંભળેલ દરેક મહેણા હવે તેને સાંભળવા પડશે નહી . તેણે હવે નાની ચોરીઓ કરવાને બદલે એક જ વાર મા ખુબ જ મોટી ચોરી કરવાનુ નક્કી કર્યુ . એક ચોરી કરીને તે પુર્ણ જીવન આનંદ થી વ્યતીત કરવા માંગતો હતો . તેના બાજુ ના શહેર મા મ્યુજીયમ મા રહેલ અણમોલ હીરા નુ નેકલેસ ચોરવાનુ હતુ . લોકોનુ કહેવાનુ હતુ કે માનવ દ્વારા કરવામા આવેલ શ્રેષ્ઠ કારીગરી નુ તે ઉત્તમ ઉદાહરણ હતુ . મ્યુજીયમ મા હીરા ના નેકલેસ ખુબ જ સાવચેતી થી સંરક્ષીત રાખવામા આવ્યુ હતુ . તેને તે મ્યુઝિયમ માંથી બહાર લાવવુ અશક્ય હતુ પણ તેણે એ કાર્ય ખુબ જ સરળતાથી પાર પાડ્યુ . મ્યુઝિયમ ના દરેક પ્રકાર ના સુરક્ષા યંત્રો તથા પહેરેદારો ને ગંધ પણ ન આવી . તે મ્યુઝિયમ ની બહાર આવ્યો ત્યા સુધી કોઈ પ્રકાર ની સમસ્યા સર્જાઈ નહી . તે માનવ અને યંત્ર ને કોઈ રીતે મુર્ખ બનાવી શક્યો પરંતુ બહાર એક કુતરા ના કારણે તે ફસાયો . કુતરા ના ભસવા ના અવાજે બધાનુ ધ્યાન તે તરફ ખેંચ્યુ . ત્યા સુધી મા તો ચોર ત્યાંથી થોડો દુર નીકળી ચુક્યો હતો , પરંતુ પાછળ થી આવતા અવાજો થી દુર જવા માટે કઈંક વીચારવુ આવશ્યક હતુ . તેણે થોડો વીચાર કરીને બાજુ ના અંધારીયા ગૃહ ની બહાર ની દીવાલ પરથી છલાંગ લગાવી અંદર પ્રવેશ કર્યો .

દીવાલ લાંઘ્યા પછી તેણે ચોતરફ નીરીક્ષણ કર્યુ ફળીયુ માણસો વીહોણુ લાગ્યુ . ગૃહ નો દરવાજો અંદર થી બંધ હતો . તે બારી માંથી અંદર ઘુસ્યો . ઘર મા પણ બહાર ની જેમ જ કોઈ દેખાયુ નહી . છતા તે પુર્ણ ખાતરી કરવા માંગતો હતો . તે ધીરે ધીરે ઘર ના પ્રત્યેક કક્ષો ના દરવાજા ખોલી ને તપાસ આદરી . મકાન ખુબ જ આલીશાન હતુ પર્ંતુ તેમા રહેનાર કોઈ ન હતુ . ફરી તે ઇશ્વર પર ક્રોધીત થયો , આવા મકાનો નિર્જન પડ્યા છે અને ગરીબ માણસ નાના એવા ઓરડા મા દસ બાર ની સંખ્યા મા રહે છે . ઉપર ના માળે એક ઓરડો ખોલતા તે ચમક્યો .

તેની સામે સૌંદર્ય ના પ્રતીક સમી નારી ગહન નીન્દ્રા મા સુતી હતી . તેણે વિચાર્યુ ન હતુ કે આટલા વીશાળ મકાન ની અંદર એક સ્ત્રી ગાઢ નિન્દ્રા મા કઈ રીતે ઉંઘી શકે . અને તે પણ દરવાજો ખુલ્લો રાખીને . શરુઆત મા તેને સુંદરતા આકર્ષક લાગી પરંતુ જ્યારે તેણે નિરીક્ષણ કર્યુ ત્યારે સમજાયુ કે તેની સામે સુઈ રહેલી સ્ત્રી નુ સૌંદર્ય માત્ર આકર્ષણ નુ કારક નહી પરંતુ સર્વોત્કૃષ્ઠતા નુ પરીમાણ હતી . કદાચ ઇશ્વર દ્વારા સર્જીત પુર્ણ સુંદરતા જ તેની સામે હતી . તેના પ્રત્યેક અંગ માત્ર નીહાળવાના કામે લાગી ગયા . એ દૈદીપ્યમાન દેહલાલીત્ય એ તેને અવાચક બનાવ્યો , થોડી ક્ષણો માટે તે ભાન ભુલ્યો હતો . આજ સુધી ક્યારેય તે કોઈ પણ સ્ત્રી પ્રત્યે આકર્ષિત થયો ન હતો . પરંતુ આજે તેને આકર્ષિત થવા આડે કોઈ પણ આવી શકે તેમ ન હતુ . જાણે તેની સામે સ્વર્ગ ની અપ્સરા ઉભી હતી , તેનુ પ્રત્યેક અંગ સ્વયં કામદેવે તેમના સ્વહસ્તે આકાર્યુ હશે . કામદેવે સર્વોતમ કારીગરી વાપરી ને તેને કંડારી હશે પરંતુ રખે ને રતી ને ઇર્ષ્યા આવે , માટે પૃથ્વી પર મોકલી હશે .

તેનુ પ્રત્યેક અંગ પુર્ણતા ની પરીસીમા સમાન હતુ . તેનો ચહેરો આરસપહાણ મા કોતરેલ સુંદર કાવ્ય સમાન હતો . તેમા ન કોઈ દેખાવ હતો ન કોઈ અશુદ્ધતા , સાદગીપુર્ણ રૂપ ની અધિષ્ઠાત્રી હોવા છતા અભીમાન ની સહેજ પણ રેખા એ ચહેરા પર ન હતી . જાણે અર્જુન ને ખેંચેલ ધનુષ ની કમાન સમાન અધરો કોઈ ભ્રમર ને ફુલ માની ને એનો રસ ચુમતો કરવા જ બન્યા હશે . અચાનક તેને એ સુંદર હીરાનુ નેકલેસ યાદ આવ્યુ , હાલ કદાચ તેની સામે કુદરત દ્વારા સર્જીત સર્વશ્રેષ્ઠ સૌંદર્ય ઉપસ્થીત હતુ અને તેના હાથમા માનવ દ્વારા કંડારાયેલ શ્રેષ્ઠ આભુષણ તેના હાથમા હતુ . બન્ને કારીગરો એ તેમનુ સર્વસ્વ ઢોળીને તેમની અમુલ્ય રચના બનાવી હશે . એક ના કમાનાકાર કમાનો અને બીજા ના તીક્ષ્ણ કોણો આરોપવા તેમણે અથાક પરીશ્રમ કર્યો હશે . તેણે વીચાર્યુ ચાલ ને જોઈ જ લઉ કે માનવ ની કળા શ્રેષ્ઠ છે કે ઇશ્વર ની . તેણે નેકલેસ બહાર કાઢ્યુ અને પેલી સ્ત્રી ની ડોક મા આરોપ્યુ .

અદ્ભુત કૃતી તૈયાર થઈ હતી . બે સર્વોતમ નિર્માણો જે પોતાની જાતે જ પરીપુર્ણ હતા , તે એકબીજા ની સાથે આવતા જ એકબીજા ના પુરક બની ગયા . હવે તેમનુ એકબીજા થી કોઈ અલગ અસ્તીત્વ જ ન રહ્યુ . બન્ને એકબીજા મા ભળી ને એકબીજા ની સુંદરતા મા અભીવૃદ્ધિ કરી રહ્યા હતા . હવે તેઓનુ અલગ હોવાનુ કલ્પવુ જ અઘરૂ બન્યુ હતુ . એ ચોર ની આંખો એ અપ્રતીમ દૃષ્ય નીહાળવામા વ્યસ્ત હતી . ત્યા અચાનક જ તેણે એ નેકલેસ એ સુંદરી ના ગળા માથી ખેંચી લીધુ .

તે આનંદ માણી રહ્યો હતો તેવા મા તેનુ ધ્યાન એ સ્ત્રી ના ઓષ્ઠ ઉપર રહેલા તલ પર પડ્યુ . દુગ્ધ સમાન એ ચહેરા પર કાળી ટીલી સમાન એ તલે ચોર ની ઇશ્વર પ્રત્યે ની ઘૃણા મા અભીવૃદ્ધિ કરી . ઇશ્વરે સ્ત્રી ને સંપુર્ણતા અર્પી હતી અને આ તલ આપી ને તેમા પણ ખોડ રાખી . શુ ઇશ્વરે તૃટી વિનાનુ સર્જન બનાવ્યુ જ નહી હોય . શા માટે તે માનવો ની ભાવના સાથે આવી રમત રમતો હશે ? આ વિચારો તેના મન મા ગુંગળાઈ રહ્યા હતા . શુ ઇશ્વરે તૃટી વિના કોઈ સર્જન કર્યુ હશે ? એ પ્રશ્ન સતત તેના કર્ણો માં ગુંજી રહ્યો હતો . તેણે નિર્ધાર કર્યો કે તે એવુ સર્જન શોધી ને જ રહેશે . અને ઇશ્વર સામે એ પ્રશ્ન રજુ કરશે કે શા માટે તે બધાને અપુર્ણ રાખે છે ? અને શા માટે તેણે એવી વીસંગતતા સર્જી કે કોઈ પુર્ણ અને કોઈ અપુર્ણ રહે .

રાત્રી ના અંધકાર માં તે પ્રશ્નો ની શોધ કરવા નિકળ્યો . બહાર આવતા જ તેની નજર સોળે કળાએ ખીલેલા ચન્દ્ર પર પડી અને તેની શીતળતા એ તેની આંખો ને શાંતી અર્પી . તેની આંખો એ ચન્દ્ર ની સામે જોયુ અને તેની આંખો મા અટ્ટહાસ્ય આવ્યુ . ઇશ્વરે ચન્દ્ર ને શીતળતા અર્પીને તેની સુંદરતા છીનવી લીધી એ તે સ્પષ્ટ જોઈ શક્યો .

સવાર મા સુર્ય નુ પ્રથમ કીરણ તેની સાથે અથડાયુ અને સુર્ય ની સમર્થતા એ તેને સુર્ય ને સર્વોપરી માનવા પ્રેર્યો , પરંતુ થોડી ક્ષણો સુર્ય સામે આંખો રાખતા તેને સુર્ય ના તેજ પાછળ સુર્ય ની લાચારી દેખાઇ . સુર્ય ને આ તેજ પ્રાપ્ત કરવા માટે સ્વયં સળગવુ પડે છે . અને તેણે સુર્ય ને પણ તૃટીયુક્ત સમજી લીધો . તે સર્વત્ર તેની આંખો ઠેરવી રહ્યો હતો . અને તેનુ ધ્યાન વૃક્ષ પર ઠર્યુ , ફળ , પુષ્પ અને છાયા અર્પતુ વૃક્ષ ખુબ સુંદર ભાસ્યુ . તેને થોડી શાંતિ થઈ કે ઇશ્વરે કઇંક તો એવુ સર્જ્યુ છે કે જે તૃટીરહીત છે , પરંતુ તેણે વૃક્ષ ને પણ તૃટીપુર્ણ ગણ્યુ , કારણ કે તેણે વૃક્ષ ને તેના સ્થાને થી ચલીત થતુ ન જોયુ . વૃક્ષ ની અવીચળતા ને તેણે કુદરત ની કૃર મશ્કરી ઠેરવી .

તેણે કુદરતે સર્જેલ દરેક વસ્તુ , સ્થળ , પ્રાણી , પક્ષી , જીવ , જંતુ અને પદાર્થ નુ નીરીક્ષણ કર્યુ અને દરેક મા તેણે કોઈ ને કોઈ તૃટી શોધી કાઢી . કોઈ નો આકાર તો કોઈ નો પ્રકાર , કોઈ નો દેખાવ તો કોઈ નો સ્વભાવ , કોઈ નો રંગ તો કોઈ નો ભાવ તેને વિરોધાભાસી જણાતો . દરેક જગ્યા એ તે ભમ્યો , તેણે સઘળુ નીહાળ્યુ , તેણે સાગર ની વિશાળતા જોઈ પણ તેનુ જળ તેને ખારુ લાગ્યુ . આકાશ ની અનંતતા ને બદલે તેને અન્ધકાર દેખાયો .

આ લાંબા ગાળા ના ભ્રમણમાં તેણે આંઠ વર્ષ વિતાવ્યા . આ આઠ વર્ષ ની અવીરત યાત્રા એ તેને શારીરીક રીતે ઘણો થકવ્યો હતો . પરંતુ એ પ્રશ્ન એ તેના મગજ ને ક્યારેય થકવ્યો ન હતો . અવીરત ભ્રમણા ના કારણે તેના વાળ અને દાઢી વધી ગયેલ , ખાવાનુ માંગી માંગી ને ખાવાથી તેનુ શરીર પણ ખવાઇ ગયુ હતુ . હવે તે પાગલ જેવો ભાસી રહ્યો હતો . હવે તે તેની શોધ થી થાક્યો હતો , તે તેની જાત ને જવાબ ની નજીક સમજી રહ્યો હતો . તેના મગજ ની ઇચ્છાશક્તિ તેને તેનુ કાર્ય પુર્ણ કરવા દોરી રહી હતી ત્યા સુધી તેને થાક લાગ્યો ન હતો . પરંતુ હવે તેને થાક લાગ્યો હતો તેણે બધુ તપાસ્યુ હતુ . ઉતર તેની સામે જ હતો . માટે હવે ઉતર શોધવાની કોઈ જરુરીયાત ન હતી . તેના હૃદય મા શાંતિ હતી કે ઇશ્વરે માત્ર તેની સાથે અન્યાય કર્યો ન હતો . પરંતુ એક ગ્લાની હતી કે ઇશ્વરે આવુ તૃટીયુક્ત વિશ્વ શા માટે બનાવ્યુ હશે ?

હજુ તેની પાસે એ અમુલ્ય ઘરેણુ હતુ . તેણે એ આભુષણ ત્યાંજ છોડવા નુ નક્કી કર્યુ કે જ્યાંથી તેને જીવન ની નવી દીશા મળી હતી . ત્યા એ છોડી ને શાંતિ થી જીવન વીતાવવા માંગતો હતો . તે ફરીવાર એજ વાતાવરણ મા પ્રવેશ્યો જ્યાથી તેણે એક નવી આશા મેળવી હતી . તે પુરા શહેર મા ઘુમ્યો અને સંધ્યા સમયે તે એ ગૃહ તરફ જવા ફર્યો .

થોડુ જ ચાલ્યા બાદ તેને ફરી એજ સ્ત્રી ના દર્શન થયા કે જેણે તેને આ અદ્ભુત સમસ્યા ભેંટ આપી હતી . આટલા વર્ષો વીત્યા છતા હજુ તેને એજ સૌંદર્ય દેખાયુ જે તેણે પહેલી વાર જોયુ હતુ . એજ અદ્ભુત સૌંદર્ય અને એજ કાળી ટીલી સમાન તલ . પરંતુ આજે તેને એજ તલ મા તૃટી જણાઈ નહી . આજે એ જ તલ જેણે તેને પ્રશ્નો આપ્યા હતા તેજ આજે ઉતર આપી રહ્યુ હતુ . એ ચોર જાણે તલ નો અવાજ સાંભળી રહ્યો હતો . જાણે તે પોકારી રહ્યુ હતુ કે હુ તેની સુંદરતા મા અવરોધ નહી પરંતુ હુ તો તેની સુંદરતા મા અભીવૃદ્ધિ કરુ છુ . ચોર વીચારી રહ્યો કે કુદરત પણ કમાલ કરે છે , આજે એવુ લાગે છે કે જાણે તે કહેવા માંગે છે કે રખે ને મારા સર્જન પર કોઈ ની નજર લાગે માટે હુ જ આ તલ બન્યો છુ .

ચોર ને જ્યાંથી પ્રશ્ન મળ્યો ત્યાંથી જ ઉતર મળ્યો , તે આગળ વધ્યો તે સ્ત્રી તરફ અને તેનો હાથ પકડીને મહામહેનતે સંભાળી રાખેલ એ નેકલેસ તેને આપ્યુ . તે સ્ત્રી આ બીહામણા માણસ ને જોઈ ને ડરી ગઈ હતી . તેનુ ધ્યાન ઘણા સમય બાદ એ ભેંટ પર પડ્યુ . તે ખુશ થઈ . હવે તેને એ પરવાહ ન હતી કે એ ગાંડો માણસ કોણ છે અને શા માટે તેને આવી કિમતી વસ્તુ આપે છે . તે ત્યાંથી ફરી અને ત્યાંથી નીકળી તેણે પાછુ ફરી ને તે ચોર સામી નજર પણ ન નાંખી . કદાચ તેને ડર લાગ્યો હશે કે એ માણસ આભુષણ પરત લઈ લે .

પરંતુ તેણે પાછળ જોયુ હોત તો ખ્યાલ આવે કે ચોર માંડ પાંચ ડગલા ભરી શક્યો હતો . તે ત્યાંજ મરણ ને શરણ થયો હતો . ઘણા લોકો ભેગા થયા , દરેક નુ મંતવ્ય એવુ હતુ કે એ ભીખારી ભુખ ના કારણે મરણ પામ્યો હશે . પરંતુ કોઈ નુ ધ્યાન તેના ચહેરા પર ની શાંતિ પર પડ્યુ હશે નહી . અન્યથા તેમને ખ્યાલ આવત કે આ મૃત્યુ ભુખ ને લીધે નહી પરંતુ તૃપ્તી ના લીધે થયુ છે . તેણે આજીવન શોધેલ ઉતર મળવ્યો હતો . તેના ચહેરા પર પથરાયેલી શાતા સ્પષ્ટ કહી રહી હતી કે , “ કુદરતે સર્જેલ સર્જન માંની તૃટિ નહી પરંતુ એ તૃટિ પાછળ સંતાયેલી ઉત્કૃષ્ઠતા નિહાળો .