Vansaladi dot com - 3 books and stories free download online pdf in Gujarati

વાંસલડી ડોટ કોમ - 3

આગળ ના પ્રકરણ માં આપને જોયું કે મિત અને વેણુ સોસાયટી માંથી પીકનીક માં જાય છે. ત્યાં વેણુ ટેકરી પર ફસાઈ જાય છે. પછી મિત ની મદદ થી તે કાંટા માંથી બહાર નીકળી શકી. પીકનીક માંથી પાછા તો ફર્યા પણ મિત અને વેણુ હજી તે યાદો માંથી બહાર નીકળી સકતા નથી અને બંને એક અલગ જ અહેસાસ ની દુનિયા માં પહોચી ગયા હતા. સ્કુલ માંથી નાટ્યસ્પર્ધા નું ઓડીશાન હતું તેમાં મિત અને વેણુ બંને સિલેક્ટ થયા .... હવે આગળ

પ્રકરણ-3

હોસ્પિટલ માં નર્સ ના અવાજ થી મિત ની તંદ્રા તૂટી. નર્સ વેણુ ના રૂમ માંથી નીકળી ડોક્ટર ને તાત્કાલિક બોલાવે છે. એટલે મિત ને તરત ફાળ પડી અને દોડતો તે વેણુ પાસે પહોચ્યો. તેનું ધ્યાન તરત ઈસીજી તરફ ગયું જેનો ગ્રાફ એબનોર્મલ થઇ ગયો હતો. ત્યાતો ડોક્ટર પણ પહોચી ગયા અને ફટાફટ ટ્રીટમેન્ટ શરુ કરી દીધી. મિત થોડી વાર સ્તબ્ધ થઇ જડવત ઉભો રહી ગયો.પણ ડોક્ટર તેમજ નર્સ ની મહેનત થી અડધી કલાકે ઈસીજી નોર્મલ થયો અને મિત નો શ્વાસ નીચે બેઠો. ડોક્ટર નો આભાર માની વિચાર્યું કે હવે તો વેણુ ની સામેજ રહેવું છે, સહેજ પણ દુર થઈશ તો તે મને દગો આપી જતી રહેશે એવા વિચારો થી તે વેણુ ની સામે ખુરશી લઇ બેસી ગયો. હવે તો તેની આંખ માં ઊંઘ તો ક્યાંથી હોય, વેણુ ને ગુમાવી દેવાનો ડર પેસી ગયો હતો તેને. અપલક વેણુ સામે જોતા જોતા તે પાછો અતીત ની એ સુંદર યાદો માં પહોચી ગયો...

વેણુ. ”મિત ચલ જલ્દી નાસ્તો કરી લે આપણે નાટક માટે હોલ માં જવાનું છે.” વેણુ તને તો બહુ ઉતાવળ છે નાટક કરવાની ? કહી ખડખડાટ હસવા લાગ્યો, તે વેણુ ને ચીડવવાની એક પણ તક છોડતો નહિ. વેણુ ગુસ્સે થતી થતી હોલ માં જતી રહી. બધા વિદ્યાર્થી આવી ગયા પછી વિદ્યાર્થીઓ ના સૌથી માનીતા એવા મેહુલસર આવ્યા. માનીતા તો હોય જ ને. હતા તો પીટી ટીચર પણ સ્કુલ ની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો તેઓ ઉત્સાહભેર વિદ્યાર્થીઓ ને મદદ કરતા. વળી ક્યારેય કોઈ ને ખીજાયા હોય તેવું કોઈ ને યાદ ન હતું. હમેશા વિદ્યાર્થીઓ ને પ્રેમ થી સમજાવતા અને તેમને ઉત્સાહિત કરતા. તેઓ નાટક અંગે સમજાવવા લાગ્યા. “આ જીલ્લા લેવલ ની નાટ્યસ્પર્ધા છે. નાટક તો ઘણા કર્યા આપણી સ્કુલે પણ આ વખતે સામાજિક ઉત્થાન માટે નું નાટક કરવું છે. આપણો દેશ સાક્ષરતા ની દ્રષ્ટીએ વિશ્વ માં ખુબ પાછળ છે. એટલે આપને તેની જાગૃતિ માટે નાટક દ્વારા અભિયાન ચલાવીશું.” વિદ્યાર્થીઓ ને સર ની વાત માં બહુ સમજ ન પડી પણ એટલું તો સમજાયું કે નાટક નો વિષય કૈક સારો હશે એટલે બધા વિદ્યાર્થીઓએ તેમની વાત તાળીઓ થી વધાવી.

પહેલા તો સરે બધા ને નાટક સમજાવ્યું. એક સ્કુલ ના વિદ્યાર્થીઓ ને નજીક ની ઝુપડપટ્ટી અને તેમની સમસ્યાઓ બતાવવા લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમણે જોયું કે બાળકો ને ભણવું તો હતું પણ તેટલા પૈસા ન હતા અથવા તેના ઘર માં એટલી ગરીબી હતી કે તેણે કમાવા જવુજ પડે તેમ હતું. તેમની પરિસ્થિતિ જોઈ બાળકો ને ખુબ દુઃખ થયું. વિધાર્થીઓએ ભેગા થઇ નક્કી કર્યું કે આપણે તે બાળકો ને ભણાવીશું અથવા થઇ શકે તેટલી મદદ તો જરૂર કરીશું.. પછી આખું વિદ્યાર્થીઓ નું ગ્રુપ સાંજે મોડેથી ભણાવવા જવા લાગ્યા. તેમને ભણાવવા ભણાવતા ધીમે ધીમે તેમને ઝુપડપટ્ટીવાસીઓ ની અઢળક સમસ્યાઓ જોવા મળી. ખરેખર તેમની ઝીંદગી ખુબ અઘરી અને પારાવાર યાતનાઓ વાળી હતી. વિધાર્થીઓએ તો આવું કઈ પહેલીવાર જોયું હતું, એટલે તેઓ ખુબ ઉદાસ થઇ ગયા. પછી વધારે અને વધારે તેમની સમસ્યાઓ અને યાતનાઓ ના નિરાકરણ માટે પ્રયત્નો કરવા લાગ્યા.... બસ આજ છે આપણું નાટક.

નાટક ની પ્રેક્ટીસ શરુ થઇ, વિદ્યાર્થી ની ઉમર મુજબ ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા. ગ્રુપ મુજબ ઝુપડપટ્ટી માં વહેચાઈ જઈ ભણાવવાનું હતું. મિત અને વેણુ એકજ ગ્રુપ માં હતા, એટલે મિત ખુશ હતો. નાટક ની પ્રેક્ટીસ ના સમય ના લીધે તેને વેણુ સાથે વધારે સમય રહેવા મળતું. મિત વેણુ સાથે મજાક તો તરત કરી લેતો. પણ પહેલાની જેમ તેની સાથે વાતો તે કરી શકતો નહિ.મન માં ને મન માં વિચારતો પણ ખરો.…

જોને મારી નજર ને આ કેવી ફરિયાદ છે,

જોવડાવે છે રાહ તું મને, કે તું ય જુવે છે ?

બેચેન હું છું તો તુય ક્યાં શાંત છે ?

સામે વેણુ ની પણ એજ હાલત હતી. તે પણ નાટક માં રહી ખુશ હતી. એ બહાને મિત સાથે રહેવા મળશે. વળી તેને સંગીત તેમજ નાટક જેવા કળા ના વિષયો વધારે પસંદ હતા. પ્રેક્ટીસ શરુ થતા વિદ્યાથીઓ જેમ તેમાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમને મજા આવવા લાગી અને એ વિષે વધુ ને વધુ વિચારતા થયા. ભગવાને પોતાને આટલી સુંદર ઝીંદગી આપી તેનો આભાર માન્યો બધાએ.

એકવાર પ્રેક્ટીસ માં ભેગા થઇ બધા સર ની રાહ જોતા હતા... મીતે કહ્યું વેણુ મને એક વિચાર આવે છે. વેણુ,” તને વિચાર બહુ આવે છે મિત. બોલ શું વિચાર આવે છે ?” . શું આપને પણ આ વિદ્યાર્થીઓ ની જેમ બાળકો ને ભણાવવા નું કે સેવા ના કામ ન કરી શકીએ ? વિચાર તો સારો છે મિત આપણે સર ને વાત કરીશું”..વેણુ. ત્યાં સર આવ્યા એટલે મીતે કહ્યું સર, શું આપણે ખરેખર આ સ્કુલના વિધાર્થીઓ ની જેમ સામાજિક સેવા ન કરી શકીએ ? એટલે મેહુલસરે તરત કહ્યું કેમ નહિ ? ખુબ સારો વિચાર છે, શાબાસ મિત ! તેની શરૂઆત તું તારા ઘર ની આસપાસ થીજ કરી શકીશ. આસપાસ ના વિસ્તાર માં રહેતા ગરીબ લોકો જે ભણવા જઈ શકતા નથી તેને તેમની અને તારી અનુકુળતા ના સમયે તું ભણાવી શકે છે. ફક્ત બાળકો જ નહિ મોટાઓ ને પણ ભણાવી શકાય. તારે ખરેખર સેવા કરવીજ હોય તો હું પણ તને મદદ કરીશ અને આ વિદ્યાર્થીઓ માંથી પણ જેમને ઈચ્છા હશે તે જોડાઈ શકે છે. વારાફરતી લગભગ બધા એ આ કાર્ય માં સાથ દેવાની તૈયારી બતાવી. મેહુલસર, “શાબાશ તમે દરેક ખુબ ઉમદા વિચારો વાળા યુવાનો છો, તમે બધા તો તૈયાર છો જ પણ દરેક પોતપોતાના ઘરે થી આ બાબત ની મંજુરી લઇ લેજો. ઘરે ખાસ એ કહેજો કે તમારા ભણવાના કે પરિવાર ના સમય માં કોઈ ખલેલ પાડવાની નથી. જેમના માતા પિતા આ કાર્ય માટે મંજુરી આપે તેમણે જ આમાં જોડાવાનું છે. કોઈ એ ઘરે એ માટે ઝગડા નથી કરવાના.” સાંજે ઘરે જઈ વેણુ અને મીતે આ અંગે વાત કરી. મિત ને તો તરત મંજુરી મળી ગઈ પણ વેણુ ને મંજુરી ન મળી. લગભગ બધા વિદ્યાર્થીઓ ને સેવાનું કામ કરતા હોવાથી માતાપિતાએ વિરોધ તો ન કર્યો, પણ સાથે સાથે તે જગ્યાએ જવાના ભયસ્થાનો સમજાવ્યા તેમજ સાવચેતી રાખવાની સુચના આપી. બધાએ તે અંગે મેહુલસર ને જાણ કરી એટલે એમને કહ્યું તમારો યુવાનો નો જુસ્સો જોઈ ખરેખર મને પણ તમારો સાથ દેવાની ઈચ્છા છે. આપણે બધા સાથે મળીને નાટ્યસ્પર્ધા પૂરી થાય પછી આ કામ શરુ કરીશું.

બધાની આતુરતા બાદ શહેર લેવલે તેમના નાટક નો પ્રથમ નંબર આવ્યો. ત્યારબાદ જીલ્લા લેવલ ની નાટ્યસ્પર્ધા માટે પાંચ નાટક વચ્ચે છેલ્લી સ્પર્ધા હતી અને તેમાં વાલીઓ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વાલીઓ ની હાજરી ને કારણે મિત નું ગ્રુપ ખુબ ઉત્સાહિત હતું અને વળી જે કામ કરવાનો તેમને થનગનાટ હતો તેજ તેમણે નાટક માં ભજવવાનું હતું એટલે બધા નું પરફોર્મન્સ એકદમ નેચરલ હતું. તેમણે જોરદાર પરફોર્મન્સ આપતા જીલ્લા લેવલે પણ તેમની સ્કુલ નો પ્રથમ નંબર આવ્યો. બધા વિધાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ થઇ ગયા. ટ્રોફી લેવા મેહુલસર જ સ્ટેજ પર ગયા. તેમણે સ્ટેજ પર જ આ વિદ્યાર્થીઓ ની સામાજિક સેવા કરવા ની ઈચ્છા વિષે પણ જણાવ્યું. એટલે તેમના આખા ગ્રુપ ને સ્ટેજ પર બોલાવી તાળીઓના ગડગડાટ થી વધાવવા માં આવ્યા. આટલું સન્માન જોઈ વાલીઓ ને જે મન માં થોડી આ કાર્ય માટે દ્વિધા હતી તે પણ જતી રહી તેમજ વિદ્યાર્થીઓને આ કાર્ય કરવાની ઈચ્છા પ્રબળ બની. બીજે દિવસે સ્કુલ માં પણ સભામાં મેહુલસરે નાટક માં મળેલ પ્રથમ નંબર વિષે તથા તેઓ દ્વારા શરુ થનાર કામ અંગે જાહેરાત કરી. તેમની સ્કુલ માં પણ તેમને તાળીઓ ના ગડગડાટ થી વધાવવા માં આવ્યા.

પછી શરુ થયું નાટક દ્વારા રોપયલા એક સારા કાર્યરુપી બીજ નું વૃક્ષ થવા તરફ પ્રયાણ. મેહુલસરે આ અંગે વાત કરવા બધા વિધાર્થીઓ ને રીસેશ માં હોલ માં બોલાવ્યા. વેણુ ને તો કાર્ય માટે મંજુરી નહોતી મળી એટલે તે નહોતી આવતી એટલે મીતે કહ્યું, “તું નહી આવે તો મારે મજાક કોની કરવી ? તારી વગર કોણ મારા પર ગુસ્સો કરશે ? કહી ખડખડાટ હસી પડ્યો. વેણુ ગુસ્સે થતા, “એક તો મારે એ કાર્ય કરવાનું નથી અને તારી મજાક સહન કરવા માટે મારે નથી આવવું, મિત,ચાલ તો ખરા, કદાચ અમારા કાર્ય માટે અમને કૈક મદદ કરી શકે. “સારું આવું છું પણ મજાક કરતો નહિ એવો ખોટો ખોટો ગુસ્સો કરતા વેણુ પણ સાથે આવી. મેહુલસર, “ચાલો હવે બોલો તમારે કઈ રીતે એ કાર્ય કરવું છે ? એટલે મિતએ કહ્યું સર તમે અમને એ અંગે માર્ગદર્શન આપો. શું કાર્ય કરવું જોઈએ, ક્યાંથી શરૂઆત કરવી જોઈએ ? મેહુલસર,’ ખરેખર તો આપણે સાક્ષરતા અભિયાન કરવાનું છે પણ મારું માનવું છે કે આપણે તે લોકો ને સાથે સાથે ચોક્ખાઈ વિષે પણ સમજાવવું પડશે. કારણ કે સાક્ષરતા ની સાથે તંદુરસ્તી પણ એટલીજ જરૂરી છે. પણ કઈ રીતે તે હવે આપણે વિચારવાનું છે.

આપણે એ લોકો ની વચ્ચે જઈ તેમને સાક્ષરતા માટે શિક્ષણ આપવું પડશે. સાથે સાથે સાથે સ્વચ્છતાના ના પાઠ પણ ભણાવવા પડશે. તેના માટે તમારા પોતાના ભણવાના કે પરિવાર ના સમય માં કોઈ ખલેલ ન પડવી જોઈએ. એટેલ કે તમારે સમયસર ભણવાનું પણ છે એટલે આપણે અઠવાડિયા માં એક વાર કે બે વાર આ કાર્ય માટે સમય ફાળવી શકીએ. આ અંગે તમારે કોઈ ને કઈ મંતવ્ય આપવું હોય તો આપી શકો છો.

સર હું કઈ કહી શકું?..મિત. “હા મિત ચોક્કસ કહે”, મેહુલસર. સર તમે જયારે અમને પ્રથમવાર નાટક અંગે સમજાવ્યું ત્યારે અમને એ બહુ સમજાયું નહોતું કે રસ પણ પડ્યો ન હતો. પણ જેમ જેમ નાટક ની પ્રેક્ટીસ કરતા ગયા તેમ તેમ સમજાતું ગયું અને પછી ખરેખર તે ભજવવાની મજા આવી. એટલે કે કોઈ વસ્તુ સમજાવવા કરતા પ્રેક્ટીકલી જોઈએ તો તેની અસર વધારે પડે. તો આપણે પણ આપણો એ સંદેશ નાટક દ્વારા આપીએ તો ? મિત ની વાત સાંભળી સર એકદમ ખુશ થઇ ગયા. વાહ મિત વાહ તું ખરેખર ખુબ વિચારશીલ યુવાન છે. તારા વિચારો ખુબ સારા અને ક્રાંતિકારી હોય છે, તું ખરેખર ખુબ આગળ વધીશ. તો હવે નક્કી થઇ ગયું આપણો સંદેશો આપને નાટક દ્વારા લોકો સુધી પહોચાડશું અને આમ પણ આપની ટીમ પણ નાટક ની ટીમ જ છે એટલે બધા કલાકારો જ છે એટલે એ પણ વાંધો નહિ આવે... હવે કેવું નાટક ભજવવું એ અંગે કાલે સૌ વિચારી ને આવજો. પછી આગળ શું કરવું એ નક્કી કરીશું...

સ્કુલમાં ભણતા એ યુવાનો સામાજિક સેવા માટે કેવા નાટક પસંદ કરે છે વાંચતા રહો ભાગ-૩.....

(ક્રમશઃ)