Dhruval Zindagi ek safar - 12 books and stories free download online pdf in Gujarati

ધૃવલ જિંદગી એક સફર-12

ધૃવલ:જિંદગી એક સફર-12

 

જમનાબા એ નિશાંતને એક લાફો માર્યોને ઘર આખુય જોતુ રહી ગયુ.આજે ઘરમાં જે કશુ બની રહ્યુ તેનુ એક માત્ર કારણ તુ છે નિશાંત તુ.

 

તારા બાપુજી પણ કેહતા હશે સ્વર્ગમાં મારા પેટે ભગવાને આવો નાલાયક કેમ પાડ્યો.?

 

ચાંદની આ બધું સાંભળી મો પર હાથ મૂકી જતી રહી કોઇને ખબર ન પડી.

 

વાતાવરણમાં શાંતિ છવાય ગઈ. કોઈ કશું જ ન બોલ્યું....થોડીવાર.

 

 

 

દિપ્તિ આજુબાજુ જોઈ બોલી ભાભી ક્યા?

 

 

 

બધા શોધી રહ્યાને કશુક કરી ન બેસે ચાંદની એમ,!!બધાને મોટી ફાળ પડીને શોધવા લાગ્યા. બૂમાબુમ કરવા લાગ્યા.

 

 

 

 

ચાંદની રડતા-રડતા કહે ધૃવલની તસ્વીર સામે જોઇ બેટા, તારા પાપા એ હરાવી દીધો તારોને મારો પ્રેમ.એક ઝાટકામાં બંનેના પ્રેમને વેર-વિખેર કરી નાખ્યો,  ચાંદની પડી ગઇ .

 

 

 

 

નિશાંત તેને ઉભી કરવા જાય છે તો તેને ટચ કરવાની સાફ સાફ ના પાડી દે છે.ત્યા જ ઘરના સભ્ય આવી જાય છે.બધા તેને શાંત કરવા પ્રયત્ન કરી રહ્યા પણ કોઇનાથી શાંત ન તી થતી.

 

 

 

 

નિશાંત,દિશાંત,અક્ષય,બા,કાકા,દીપ્તિ, અંજલિ.બધા જ.મનાવી રહ્યા...

 

 

એક અવાજ આવ્યો....પાછળથી...

 

 

‘’માસી,હુ તમારી સાથે જ છુ.આપણા ધૃવલને કશુ જ નહી થાય’’

 

 

 

બધા પાછળ ફરીને જુએ તો એ ચેહરો જે ધૃવલને ચાહે છે અને તેના અંતિમ શ્વાસ સુધી તેની રાહ જોવા માંગે છે એ.....

 

 

 

ચાંદની બોલી હા બેટા. પારકા લોકોની તાકાત નથી કે ધૃવલને આપણી પાસેથી છીનવીને પોતાની જિદ્દ ચલાવી શકે. એ મારોને તારો માત્ર ને માત્ર ધૃવલ જ હોઇ શકે.

 

 

કાવ્યા,કાવ્યાને જકડી લીધી તેની બાહોમાને રડવા લાગી.

 

 

 

ચાંદની બોલી,જ્યા સુધી મારોને કાવ્યાનો ધૃવલ ઘેર નહી આવે ત્યા સુધી હુ નિશાંતને મારી તમામ જવાબદારીને સંબંધમાંથી મુક્તિ આપુ છુ,મારી સાથે બોલવાની પણ છુટ નથી તને.

 

 

 

 

આ સાંભળી બધા સુમસામ થઇ ગયા.નિશાંત મનાવવા લાગ્યો-વિનવવા લાગ્યો પણ ચાંદની શીતળ ન થઇ તે ન થઇ.

 

 

 

બીજુ નિશાંત હુ તારી સાથે એક રૂમમાં કેમ રહુ? બોલ!! હુ મારા ધૃવલના રૂમમાં રહીશ પણ તારી સાથે હરગીઝ નહી.

 

 

 

હવે,કાવ્યા તેના પાપા તરફવળી...

 

 

પાપા,આપ મને રજા આપો તો હુ માસીનો સહારો બનવા માંગુ છુ, તેનો આધાર બનાવા માંગુ છુ પણ પાપા આપની ઇચ્છા વગર બધુ નકામુ છે.એ રડી રહી...

 

 

 

અજય કહે બેટા,આ ઘરમાં ધૃવલની યાદ તને સતાવશે રડાવશે.એ રડી પડ્યા....

 

 

 

મિતાલી કહે રડતા રડતા હા,બેટા....

 

 

 

કાવ્યા કહે અને હુ આપણા ઘેર હેરાન નહી થાવ એમ પાપા...?

 

 

 

અજય નિરાશ થઈ ગયો ભલે,હવે એમ પણ અંધારુ થઇ જ ગયુ છે મારી જિંદગીમાં તો...તું રહે..અહીં...

 

 

 

મિતાલી કહે અજય,બસ...એમ કેમ થાય મારી કાવ્યાની જિંદગીમા અંધારુ? તુ વિચાર ધૃવલ અને કાવ્યાના માટે દુઆ કરવાવાળાની કમી છે શુ?ધ્યાન રાખવાવાળાની કમી છે શુ?

 

 

 

 

ચાંદની કહે હા....સાચી વાત મિતાલી...

 

 

 

અજય અને મિતાલી પોતાની દિકરીને ચાંદની પાસે છોડતા કહે ચાંદની..તું...કા...વ્યા...

 

 

 

 

ચાંદની કહે મારા દીકરા વગર કાવ્યા જ મારા દીકરાની ખોટ પુરશે.હું સંપૂર્ણ ધ્યાન રાખીશ....

 

 

 

કવ્યા ના મમ્મી-પપ્પા જતા રહે છે.

 

 

 

 

પછી ગંગાબા બધાને પોતપોતાના રુમમાં જવા કહે છે ને બધાને આરામ કરવા કહે છે....પણ કોઈ કેમ જાય?

 

 

ધ્રુવલ સેફ જગ્યાએ ગયો એટલે થોડી ચિંતા ઓછી થઇ છે.

 

 

 

કાવ્યા કહે માસી ધૃવલને કશુ નહી થાય. એ સેફ જગ્યા એ જ ગયો છે. ચિંતા કરવાની જરૂર નથી બસ રાહ જોવી પડશે.

એ પણ જિદ્દી છે...

 

 

 

ચાંદની કહે કાવ્યા તુ મને હિંમત આપે છે બેટા કે તને?

 

 

 

 

કાવ્યા કહે આપણને બંન્નેને!!!સમય ખુશીનો હોય તોય જતો રહે છે અને દુ;ખનો હોય તોય જતો રહે છે.જરૂર માત્ર સયંમ અને ધીરજની છે.

 

 

 

 

★★★

 

 

 

ધરમકાકા પોલિસને જાણ કરે છે અને પોલિસ શોધખોળ શરુ કરે છે 2-3 દિવસ થઇ ગયા તેમ છતા ધૃવલનો કોઇ પતો નહતો અને પોલિસ એક દિવસ ઘેર આવી.

 

 

 

 

નીરવ પોલીસ કોન્સ્ટેબલ નિશાંત ધૃવલની કોઇ જાણ મળી નથી અને અમે પુરી કોશિશ કરીએ છીએ. બસ તુ હિંમત રાખ.

 

 

 

નિશાંત કહે હવે હિંમત રાખ્યા વગર બીજું થાય એમ પણ શુ છે?

 

 

 

ચાંદની કહે નીરવ શુ થયુ?[બધા આવી જાય છે]

 

 

 

ધરમકાકા કહે નીરવ,બેટા [નિરવ....કાકા પાસે જઇને]

 

 

નિરવ કહે કાકા, તમે આ ધરની હિંમત છો. મે આજુબાજુમાં બધે પોલિસ-સ્ટેશન વાત કરી છે,જેવી વાત થશે હુ તમને જણાવીશ.

 

 

 

ગંગાબા કહે હમમમ,બેટા બસ તુ જ અમારી હિંમત છે.

 

 

 

નિરવ કહે નિકિ,ખરી નીકળી. આખરે તેણે તેનો રંગ બદલ્યો ખરો.

 

 

 

 

ચાંદની કહે પણ પોતાના દગો કરે પછી તો ક્યા કેહવાનુ જ રહ્યુ?ચાંદની નિશાંતને સંભળાવી રહી...

 

 

 

નિરવ કહે ભાભી,તમે ધીરજ રાખો plz,,,

 

 

 

ચાંદની કહે એ જ કામ શરુ છે, બીજું શું થાય એમ છે.

 

 

[નીરવ તે જતો રહે છે]

 

 

 

મીરાંના લગ્ન ભવ્ય સાથે થયા,

નિધિના નિતિન સાથે અને

સંજનાના જયરાજ સાથે.

 

 

નિશાંત માટે ફઇ પણ ચિંતિત છે.તે કોલ કરીને સાસરેથી વારંવાર ધૃવલના સમાચાર પુછે છે.

 

 

 

 

નિકિ હજુ પણ નિશાંતને હેરાન કરે છે.નિશાંતની ઓફિસમાં આવે છે.નિકીને કશી જ ખબર નથી.ધ્રુવલ વિશે...

 

 

 

નિકિ.કહે હુ તારાને મારા સંબંધ પર પુર્ણવિરામ પહેલા તારા પર પુર્ણવિરામ મૂકીશ નિશાંત.

 

 

 

(નિશાંત હવે ધમકીથી થાકી ગયો.તેણે ગુસ્સામાં નિકિને એક થપાટ મારી દીધી.)

 

 

 

નિશાંત કહે તુ મારા કે મારી family ની વચ્ચે આવી તો મારા જેટલો ખરાબ કોઇ નથી.બીજુ હવે તુ મને ધમકીથી ડરાવી નહી શકે નિકિ. મે ઘરમાં બધી જ વાત કરી દીધી છે.હવે તારા નાટકનો અંત જ જોઇલે.

 

 

 

નિકિ માત્ર એટલુ જ બોલી ,,,,,મારી સાથેની તારી આ જીતને મારી આ હાર તને ભારે પડશે નિશાંત ભારે પડશે.

 

 

 

[તે નિશાંતની ઓફિસમાંથી જતી રહે છે.]

 

 

 

ધ્રુવલની શોધખોળ ચાલે છે.પણ ધ્રુવલ પહોંચી ગયો કોલેજના જીગરીના ઘેર.શામપુર....

 

 

 

રળિયામણુ એ ગામને એક મોટી હવેલી.અંદરની શોભા જોય દિલ ખુશ થઇ જાય.જાત-જાતના ફૂલ છોડ, બગીચો, વૃક્ષો, હરિયાળી,મસ્ત કોતરણીવાળી એ હવેલી.આ બધુ જોતા-જોતા આવતા ધૃવલને એક માણસે અટકાવ્યો....

 

 

 

‘’એ ભાઇ હું ટોઇલેટ શુ ગયો આપ તો છેક ઘુસી ગયા.

 

 

કોનુ કામ છે?

 

 

કિશનનો દિસ્ત છુ, તેનુ જ કામ છે.ધૃવલ

 

 

 

ધૃવલ...ધૃવલ હા...હા...કિશનભાઇ ઘણીવાર ધૃવલ ધૃવલ કરતા હોય છે એ જ કે?

 

 

ધૃવલ કહે હા.....

 

 

ઓકે જાવ...

 

 

તે મેઇન ડોર સુધી પહોચી જાય છે.ડોરની વિશાળતા જોઇ લાગે કે રાજાશાહી તો અહી જ ચાલે છે.

 

 

 

હોલમાં  એક 18 વર્ષની છોકરી નાચતી-નાચતી ગાઇ રહી છે,બે બાજુ બે બહેનો બેસીને તેના સુર સાથે સુર મેળવતી હોય છે,તેને ધીમેથી નાચવાનુ અને ગાવાનુ કેહતી હોય છે, પણ એ છોકરી ખુશ થઇ જ્તા ઝડપથી નાચવા લાગે છે.

 

 

 

આ સમયે ધૃવલ વચ્ચે આવી જતા, ના...આમ તો એ ધૃવલની વચ્ચે આવી જતા પડવાની હોય કે ધૃવલ પોતાનો હાથ લાંબો કરી એ છોકરી ને બચાવે છે.બન્ને એકબીજા સામે જોઈ રહે છે.

 

 

 

છોકરીનું રોમરોમ રોમાંચિત થયું ગયું.ધ્રુવલના સ્પર્શે તેને થોડી ઘાયલ કરી દીધી.તેનો કોમળ સ્પર્શ તેના શરીરમાં ખુશીની લહેર દોડાવી દીધી.

 

 

 

બે બહેનોમાંથી એક કહે છે કે બેન તમે ઠીક તો છો?

 

 

 

એ છોકરી ધ્રુવલના આડા કરેલા હાથના ટેકેથી સીધી થઈ જાય છે ને ગડબડીમાં હા..હા કહે છે.

 

 

 

પૂનમ એ છોકરીનું નામ.

 

 

 

બોલી ખબર નઇ પડતી કે નઇ પડતી કે આમ વચ્ચે ના અવાઇ ના અવાઇ.

 

 

 

ધૃવલ કહે સોરી....એ..

 

 

પૂનમ કહે આમ,પૂછ્યા વગર ઘરના દરવાજા સુધી કેમ પહોચી ગયા?

 

 

 

ધૃવલ કહે સોરી...બટ આ ઘર નહી હવેલી છે.

 

 

પૂનમ કહે તે મને ખબર જ છે અમારી છે.

 

 

ધૃવલ કહે આ કિશનનું ઘર છે?

 

 

પૂનમ કહે ના......આ હવેલી છે.!!!

 

 

ધૃવલ કહે આ કિશનની હવેલી છે?

 

 

પૂનમ કહે ના....તેના બાપની, એટલી તેવડ કિશનની!!!

 

 

ધૃવલ કહે ઓહોહો...કિશનના બાપની હવેલીમાં કિશન છે?

 

 

પૂનમ કહે હુ આ ઘરની નોકર નથી.

 

 

ધૃવલ કહે હા..એ વાત સાચી તમે નોકર જેવા નથી લાગતા.બિલકુલ નહી...

 

 

પૂનમ કહે what ?ગુસ્સામાં.. ત્યાં જ કિશન આવી જાય છે.

 

 

કિશન કહે અરે તુ?આવ આવ..એ તુ શુ હેરાન કરે છે ધૃવલને?પૂનમને ટપલી મારી કિશન જતો રહે છે.પૂનમ ધ્રુવલ સામે જ તાકી રહી...

 

 

[ધૃવલને લઇ જાય છે કિશન.સીડીના પગથિયા ચડતા-ચડ્તા,એ મારી નાની બહેન છે,મજાકી છે. જોકે તે અજાણ્યાની મજાક ન કરે પણ તેના રૂમની સફાઇ ચાલે છે તે પ્રેક્ટીસ કરતી હતી.ગાવાનો જબરો શોખ છે ને એ ગાઇ એટલે આપણને સાંભળ્યા જ કરવાનુ મન થાય.તુ તેની પ્રેક્ટીસની વચ્ચે આવ્યો એટલે એ ગુસ્સે થઇ ગઇ.]

 

 

 

ધૃવલ કહે ઓહ....કાવ્યાના સુરીલા સ્વર યાદ આવી જાય છે.

 

 

 

[બંને રૂમમાં બેસે છે પૂનમ પાણી લઇને આવે છે]

 

 

કિશન કહે પૂનમ આ મારો દોસ્ત. હુ વાત કરતો હતો એ ધૃવલ.

 

 

પૂનમ કહે ઓહ ગીતનગર?

 

 

ધૃવલ કહે હા...

 

 

પૂનમ કહે તમે આ વખતે ભાઈને એવી ટેબલેટ આપજો કે ભાઈને તમારો વિરહ ન સતાવે.તમારી યાદ ન આવે ને તમારા નામથી અમારા આખા ઘર જોડે લોહી ઉકળાના કરે.

 

 

 

ધ્રુવલ કહે what?

 

 

 

[તે હસ્તી હસ્તી જતી રહે છે]

 

 

કિશન કહે અરે!! હમણાં હમણાં હું તને રોજ યાદ કરું એટલે એ ગુસ્સે થાય છે...બીજું હવે તારે મારા ઘેર 15 દિવસ રોકાવાનુ છે.ઓકે?

 

 

 

ધૃવલ કહે હુ અહીં રેહવા જ આવ્યો છુ!!

 

 

 

કિશન કહે મજાક ન કર. હવે હુ 15 દિવસનુ કહુ પણ તુ પેલી કાવ્યા કોલ કરશે એટલે જતો રહીશ 8 દિવસમાં.

 

 

 

 

ધૃવલ કહે ના નહી જવ.

 

 

 

[ઘરમાં બનેલી બધી વાત એ કિશનને કહે છે]

 

 

 

કિશન કહે ઓહ એટલે પાગલ પ્રેમી ભાગીને આવ્યા છે.?પણ તારા મમ્મી-પાપા ચિંતા કરશે.

 

 

ધૃવલ કહે મે ચિઠ્ઠીમા લખ્યુ હુ સેફ જગ્યા એ જ રહીશ.આપ ચિંતા ન કરશો.

 

 

કિશન કહે એમ થોડુ હોય તોય કેહવુ તો પડે ને?હુ જણાવી દઇશ ઓકે,તુ ચિંતા ન કર.

 

 

 

ધૃવલ કહે તો ખબર પડી જશે હુ ક્યા છુ?

 

 

કિશન કહે તારો દોસ્ત પાગલ નથી ઓકે,?બધુ થઇ જશે ચિંતા ન કર.

 

 

ધૃવલ કહે ઓકે

 

 

ઘરની કઠણાઇ ઓછી હતી કે એક વધારામાં આવી.જયરાજ ખરાબ સંગે ચડી ગયો,દારૂ,જુગાર અને ખરાબ કામ કરવા લાગ્યો.વેશ્યાવાડામાં પણ જવા લાગ્યો.

 

 

 

 

સંજના, તેના ઘરનાને કોઇને કશુ જ કેહતી ન હતી.હવે ધૃવલ પણ ન હતો,એટલે હવે વ્યથા કેહવી પણ કોને?જ્યા ખુદ પરિવાર દુ:ખી છે ત્યા પિયરમાં વ્યથા કેહવાનો કોઇ અર્થ નથી.

 

 

 

 

સંજનાને એક દિકરો અને વહુ પણ ઘેર છે.એકવાર જયરાજ દારૂ પીને આવ્યો કેહવા લાગ્યો જા,તારા પિયર જતી રહે. તારા ભાઇનો વારસદાર તો ઘર છોડીને જતો રહ્યો છે. તુ જા તો તને થોડી જમીન અને પૈસા આપશે. તારો ભાઇ જા .વહુ અને દિકરાને લઇને જતી રહે પિયર.

 

 

 

સંજના ગુસ્સામાં કહે તારી બેન આવશે તો તુ પણ આપીશને?આમ, બોલતા જયરાજે સંજનાને ઢોર માર માર્યો.

 

 

 

સંજનાની વહુ સારા અને સંસ્કારી પરિવારની એટલે એક્વાર જગડામા જયરાજે તેની વહુને મારેલી તો પણ તેના મમ્મી-પાપા આવ્યા ત્યારે બહાનુ આપ્યુ કે તેનાથી પડાઇ ગયુ.

 

 

 

આજે તો જયરાજે હદ કરી.સંજનાને મારી અને બધાને બહાર કાઢી મુક્યા.તેનો દિકરો વૈભવ,વહુ સોનાલી અને સંજના બહાર છે.કર્મમાં લખ્યુ કથીર સુવર્ણ ક્યાથી થાય?

 

 

 

જમનાબા દિકરીને મળવા આવ્યાને બધા જ બહાર છે ને સંજના ધુળ અને લોહી-લુહાણ છે.

 

 

 

જમનાબા જયરાજને ખીજાય છે ને ત્રણેય ને ઘેર લઇ જવાની વાત કરે છે.

 

 

 

સંજના કહે; ના, બા એક તો ધૃવલ અને ઉપરથી અમે બધા,તમે જાવ બા અમે કંઇક કરીશુ.

 

 

 

સોનાલી કહે હા, બા એક તો ભાઇ નથી અને અમે આમ કેમ?

 

 

 

જમનાબા કહે બસ,હવે એક શબ્દ નહી. અમને તમે કાંઇ ભારે નહી પડો,મારા સમ છે.ચલો ઘેર મારી સાથે.

 

 

 

જમનાબા લઇને આવે તો ગંગાબા સંજનાની હાલત જોઇ ગભરાઇને પૂછવા લાગે છે તો

 

 

 

જમનાબા તેને શાંત પાડતા કહે છે,દુ:ખ કોને કેહવાઇ ગંગા?

’’ચારે બાજુથી કોઇનો આધાર ન હોય તે,શાંત થઇ જાને દિકરીને પણ શાંત થવા દે’’

 

 

સંજના ગંગાબાની દીકરી છે...

 

જમનાબાને તો એક જ દીકરી નિધિ....

 

 

 

 

 

 

ગીતનગરમાં ધરમકાકાને મોટો બંગલો,જેમા એક મંદિર ત્યા રાધા ક્રિશ્ના અને શિવલિંગ.ધરમકાકાના પરિવારનો એક નિયમ રોજ સવારમાં આરતી કરવાની અને પછી જ નાસ્તો કરવા બેસવાનુ.

 

ધરમકાકાને ધૃવલ અને સંજનાએ હચમચાવી નાખ્યા.એ ભગવાન સામે જોઇ રહ્યા,ત્યા જ કાવ્યા આવીને બોલવા લાગી; મંદિરના પગથિયાં ચડતા ચડતા....

 

 

 

કાકા આ દુ:ખ નથી પણ સુખ પહેલાનુ એ વાવાઝોડુ છે કે સુખમાં છકી ન જવુને બીજાને મદદ કરવી એમ સમજાવે છે.ભગવાન પરીક્ષા લે ત્યારે ધીરજ રાખવી એમ આપણને કહે છે.

 

 

 

ધરમ કાકા એ કાવ્યાના માથા હાથ મૂકી કહ્યું તારી વાત સાચી છે દીકરી.

 

 

 

મંદિરની બહાર બન્ને બેઠા છે.વાતો કરે કાવ્યાને

ધરમદાદા કહે હા,દિકરી.આ બધુ મારે તને સમજાવવાનુ હોય પણ?

 

 

 

 

કાવ્યા ભારે હૈયે બોલી રહી. પોતે બધાને સાંત્વના આપવા જ રહી છે તો એ પોતાનું કામ કરી રહી છે.સીટીમાં મોટી થયેલી કાવ્યમાં ગજબના સંસ્કારનું સિંચન છે. ના એ છકી ગયેલી ના એ અભિમાની કે ઘમંડી.

 

 

 

કાવ્યા કહે એવુ નહીં દાદા,આપણે એકબીજાના દુ:ખના સાથી બનવાનુ હોય.એક દિવસ સુખ જરૂર આવશે દાદા

 

 

 

 

 

દાદા કહે બેટા,સુખ આવે કે ન આવે પણ નિકિ અને અપેક્ષા જરૂર આવે છે...

 

 

 

[બંને પહોચે છે નિકિ પ્રણામ કરે છે અને અપેક્ષા દાદાના ચરણ સ્પર્શ કરે છે]

 

 

અપેક્ષાને જોતા દાદા કહે મારી દીકરીઓ કેમ ન આવી?

 

 

અપેક્ષા કહે દાદા એ બીજી ફ્લાઈટમાં છે.

 

 

 

અપેક્ષા કહે દાદા,ધૃવલ ક્યા છે? મારે મારા દોસ્તને મળવુ છે. તેને 5વર્ષની વાતો કરવી છે,હુ તેની તસ્વીર જોઇ-જોઇને થાકી ગય છુ. હવે મારે મારા ધૃવલને મારા દિલ સાથે લગાવવો છે.

 

 

 

5વર્ષ બહાર રહી કે અપેક્ષામા વિદેશના સંસ્કાર આવી ગયા એક વડીલ સામે એ આવુ બોલવા લાગી.

 

 

 

[મમ્મી કેહતી હતી ધૃવલ મને ખૂબ જ પ્રેમ કરે છે. આ સમયે કાવ્યા નર્વસ ઉભી છે,મમ્મી કે ધૃવલ એક વર્ષથી તો મને મળવાની ખુબ જિદ કરે છે પણ મારે લાસ્ટ યર હતુ એટલે મમ્મા એ માંડ-માંડ સાચવ્યો.

 

 

 

હુ ધૃવલને મારા બચપણના રૂમમ લઇ જવા માંગુ છુ,મારા ઘેર લઇ જવા ઇચ્છુ છુ,હુ મારા હાથથી જમડવા ઇચ્છુ છુ.એ ક્યા છે ?કાવ્યા ધૃવલ ક્યા છે? તુ તો બોલને.એ તને મારા કરતા બેસ્ટ મિત્ર સમજતો.]

 

 

 

ત્યાં જ સંજના આવી સંજના કહે નિકિ, તે તો તારી દિકરીને પણ ન છોડી? કેવા ચક્રવ્યુહમ ફસાવી છે.તારી દિકરીની હાલત તો જો?કોઇ આવુ પ્રેમ વિશે ખોટુ બોલતુ હશે?તારી દિકરી પર પણ સાયકોલોજી અને ફિલોસોફી વાપરી.તુ કોલેજમાં આ વિષયમાં માસ્ટર હતીને હાલ પણ.વાહ નિકિ વાહ..તાળી વગાડી બોલી.

 

 

 

નિકિ કહે હુ નાલાયક નથી સંજના,હુ મારા પતિ સાથે છુ અને તુ તારા પતિને છોડીને આવી છે..સંજનાના દિલને હચમચાવી દીધું નિકી એ.

 

 

[સંજના કંઇ બોલે કે કાવ્યા એ રોકી]

 

 

નિકિ કહે બેટા,ધૃવલ ઘેર નથી ચલ જતા રહીએ.

 

 

અપેક્ષા કહે ના મમ્મા આજે તો ધૃવલને મળ્યા વગર કેમ જવ?

 

 

[અપેક્ષા બોલતી રહીને નિકિ ગાડીમાં બેસાડીને જતી રહી,સંજના રડવા લાગી.]

 

 

કાવ્યા કહે બસ....એમા શુ? આવુ તો ઘણુય સાંભળવુ પડશે થયુ જ એવુ કે ભોગવ્યા વગર છુટકો નથી.

 

 

 

દાદા કહે હા, બેટા, શાંત થઇ જા.

 

 

સંજના કહે બાપુજી, જો નિકિ અપેક્ષાને આવાને આવા ડોઝ આપતી રહી તો આ છોકરી પાગલ થઇ જશે.

 

 

 

ધરમ બાપુજી હા,પણ શુ થાય?

 

 

ચાંદની કહે જે થવાનુ છે તે થવાનુ જ છે.

 

 

કાકા કહે હા...ચાંદની....બસ આજ વિચાર બેસ્ટ છે બેટા.

 

 

[જયરાજ દારૂ પીને આવે છે ને બંગલાની બહાર રાડો નાખવા લાગે છે]

 

 

ત્યાં જ એશા,નવ્યા,દિશા,દિવ્યા બધાને લઈને દિશાન્ત આવે છે.બધા જ પેલા મંદિરમાં આવે છે.

 

 

 

ત્યાં ધરમદાદાને જોઈ ખુશ થઈ જાય છે.તેના ચરણસ્પર્શ કરે છે.દર્શન કરી બધા અંદર જાય છે.

 

 

પોતપોતાની મમ્મીને મળે છે .એકબીજાની મમ્મીને મળે છે.

 

 

ત્યાં જ દિશા બોલી ચાંદની આંટી ભૈયો ક્યાં?

 

 

એશા કાવ્યા પાછળથી કાવ્યાના ગળામાં હાથ પરોવી બોલી પાગલની એંગેજ પણ નકકી થઈ ગઈ હશે નહીં?

 

 

નવ્યા હા વીડિયો કોલ કરેલો જો ને તેણે....?

 

 

દિવ્યા જો ને કાવ્યા તો અહીં જ આંટા મારે નકકી કશુંક એના માટે જ લેવા ગયો હશે....?

 

 

ચાંદની બોલી રાઈટ...ચલો તો નાસ્તો કરેલો.

 

 

ના,ભૈયો આવે ત્યારે.દિશા બોલી...

 

 

નિશાંત તેને મેં મારી ઓફિસના કામે મોકલ્યો છે.એને લેટ થશે તો તમે બધા ફ્રેશ થઈ નાસ્તો કરીલો...

 

 

નવ્યા ના ના અમે તેની રાહ જોઈશું ચલો ફ્રેશ થઈ જાઈએ..

 

  • ●●

 

ચાંદની તેને લેટ થશે ચલો નાસ્તો....

 

 

ઓહો શું આંટી તમે રાહ જોઈશું અમારા ભઈલાની દિશા બોલી...

 

 

એશા જી આંટી...

 

 

ધરમદાદા કહે મારો હુકમ છે બધા નાસ્તો કરીલો...મને ભૂખ લાગી છે...

 

 

બધા નાસ્તો કરે છે.....

 

 

 

વાર લાગી ધ્રુવલ ન આવ્યો. બધી જ બહેનો ધ્રુવલ ધ્રુવલ કરવા લાગ્યા પછી બધા એ ભેગા મળી બધી જ વાત કરી...

 

 

ફરી એકવાર દુઃખનું મોજું ફરી વળ્યું...

 

 

 

એશા,નવ્યા,દિશા,દિવ્યા રડવા લાગ્યાને નિશાંત અંકલને કશું જ ન કહ્યું પણ એટલું જ કહ્યું તમારે એવું નહોતું કરવું...

 

 

★★★

 

 

ગુજરાતી પરિવાર મંદિરમાં આરતી કરી પોતપોતાના કામે લાગી જાય છે.....

 

 

[બે ત્રણ દિવસ થઇ ગયા.હવે ધૃવલ ઘરમાં જાણીતો થઇ ગયો.કિશનના મમ્મી-પાપા,પૂનમ,નોકર ચાકર બધાનો.કિશનના પાપાને 100વીધા જમીન અને સાથે ગાયો અને ભેંસો.આ બધુ ગામના લોકો કરે અને કિશનના પાપા ગામના લોકોને રોજી આપે,બંનેનુ કામ થાય.ગોપાલભાઈ થોડા દાદાગીરી વાળા પણ]

 

 

 

કિશન કહે ધૃવલ, તુ કઇ રીતે આવ્યો એવુ ના કહીશ ઓકે,પાપા ખીજાશે?

 

 

ધૃવલ કહે એવું કેહવાતુ હોઇ પાગલ?

 

 

 

પૂનમ આવી જાય છે ને કહે છે શું વાત છે કે પાપા ખીજાશે ભાઇ?

 

 

 

કિશન કહે એ જ કે હમણા મારા કામ સમયસર થતા નથી તો પાપા બોલશે કે?

 

 

 

પૂનમ કહે નખરાથી રે’વા દે?વાયડો થા મા!! ધૃવલ આ જુઠ બોલે છે.એવું કશું પાપા ના બોલે,ભાઇ રખડતો હોઇ તો જ બોલે.

 

 

ધૃવલ કહે મને પણ લાગ્યુ કે ભાઇ મને ઉલ્લુ બનાવે છે.

 

 

 

કિશન કહે શું પૂનમ તુ પણ?

 

 

પૂનમ કહે હા,ભાઇ,કંઈક પેલી ને મળવા..

 

કિશન એય ચૂપ...પૂનમના મો ને દબાવ્યું કિશને...

 

ધ્રુવલ કહે કિશન પેલી...

 

પૂનમ બોલી તને પાપા બોલાવે છે.

 

 

[કિશન જતો રહે છે.]

 

 

 

પૂનમ કહે તમારા ઘરમાં બીજુ કોણ-કોણ છે?

 

 

ધૃવલ કહે પૂનમ,અમારો પરિવાર તો મોટો છે. તમારી જેમ 4 જ નથી.અંકલ-આંટી,મારા બે બા,દાદા,મમ્મી-પાપા.બીજા મારા કઝિન વિદેશ સ્ટડી કરે છે.હવે તે આવવાના પણ છે...આવી ગયા હશે.

 

 

 

પૂનમ કહે તો તો તહેવારમાં ખૂબ મજા પડતી હોઇ નહી?હરખથી બોલી.

 

 

 

ધૃવલ કહે હા...

 

 

પૂનમ કહે તને શું ભાવે છે?

 

 

ધૃવલ;[મમ્મીની યાદ આવી જાય છે ધૃવલ તારા માટે સુકીભાજી,થેપલા અને ચા બનાવ્યા છે નાસ્તામાં અવીજા તો બેટા]

 

 

પૂનમ કહે શુ થયુ?

 

 

ધૃવલ આંખોમાં જળજળીયા સાથે થેપલા,બટેકાની સુકીભાજીને ચા.મારો ફેવરીટ નાસ્તો છે.પણ તુ કેમ પૂછે છે મને આ બધુ.?ઘેરા અવાજમાં બોલ્યો...

 

 

 

પૂનમ કહે મને બનાવવાની ખબર પડે એટલે.

 

 

[મારી આંખોમાંથી દિલ સુધી તુ એક જ પહોચ્યો છે ધૃવલ,બાકી મારા હાથની રસોઇ જમવા તો તરસી જવુ પડે તો જ મળે.પૂનમ મનમાં વિચારી રહી.બાકી પૂનમ એટલી રસોઈમાં હોશિયાર નથી...પણ ધ્રુવલ માટે....]

 

 

ધૃવલ કહે ઓકે

 

 

પૂનમ કહે તારી કેટલી ફ્રેંડ છે?

 

 

ધૃવલ કહે હે

 

 

પૂનમ કહે અરે દોસ્ત!!!!

 

 

ધૃવલ કહે મારે દોસ્ત તો ઘણાય છે પણ છોકરી કોઇ દોસ્ત નથી.

 

 

 

[હસીને ધૃવલ જતો રહ્યોને કોઇ છોકરી દોસ્ત નથી. એ જાણીને પૂનમ એટલી ખુશ થઇ કે વાત ન પૂછો,જાણે એવુ લાગ્યુ કે હવે,ધૃવલને મેળવવો કોઇ મુશ્કેલ વાત નથી.]

 

 

જયરાજ કહે નરાધમ, બાપનો બંગલો જોઇ પતિને છોડી ગઇ,તારા જેવી નાલાયક સ્ત્રી કરી પણ શુ શકે?લથડિયા ખાતો બોલે છે.

 

 

 

[એટલી વારમાં તો માણસો જમા થઇ ગયુને જયરાજની ગાળો સાંભળવા લાગ્યુ,જયરાજ મન ફાવે તેમ બોલતો રહ્યોને બેહોશ થઇ પડ્યો એટલે ઘરમાં કામ કરતા લોકો જયરાજને અંદર લઇ આવ્યા.જયરાજને લીંબુ પાણી પાયુ કે ઉભો થયો કોઇ કશુ બોલે એ પહેલા લથડિયા મારતો ઉભો થઇ બોલ્યો...]

 

 

 

 

જયરાજ કહે હુ તને જોઇ લઇશ,તુ એક્વાર ઘેર તો આવ મહારાની ઘેર તો આવ.....[જતો રહ્યો]

 

 

 

નશાની હાલતમાં..

 

 

★★★

 

 

 

[કિશનના પાપા ગોપાલભાઇને મમ્મી સુધાબેન નાની બેન પૂનમ]

 

 

 

ગોપાલભાઇ કહે ધૃવલ, હમણા તુ રોકાવાનો કે બેટા? કિશન તારા વખાણ કરતો કે અમે છેલ્લે-છેલ્લે મળ્યા ધૃવલ ખૂબ જ સારો છે.

 

 

 

ધૃવલ કહે કાકા,એ તો એ સારો છે ને!!! એટલે...હા રોકાવાનો છુ.

 

 

 

પૂનમ કહે પાપા, ભાઇ કેહતો હતો એ સાચી જ વાત છે.

 

 

 

ગોપાલભાઇ કહે જોયુ ને મારી દિકરી ક્યારેય ખોટુ ન બોલે. મારે કામ છે જવુ પડશે.પૂનમ તુ બેસ ત્યા ભાઇ આવે.

 

 

 

ધૃવલ કહે તુ શું કરે છે?

 

 

 

પૂનમ કહે કશુ નહી...હવે કોઇને જોવાનુ...

 

 

 

ધૃવલ કહે શુ?

 

 

 

પૂનમ કહે કોલેજ ના લાસ્ટ યરમાં છુ,હમણા રજા પર આવેલી છુ,પ્રોજેક્ટ વર્ક માટે,તુ મને હેલ્પ કરીશ?સહજતાથી પૂછી લીધું.

 

 

 

ધૃવલ કહે હા,કેમ નહી? મજા આવશે...

 

 

 

[પૂનમ તેનો પ્રોજેક્ટ લઇ આવે છે.બતાવે છે,ધૃવલને સમય પાસ કરવાનો સારો સમય મળી ગયો.]

 

 

 

 

【ધૃવલ પ્રોજેક્ટના મુદ્દા રીડ કરવા લાગ્યો અને પૂનમને પૂછવા લાગ્યો પ્રોજેકટ વિશે માહિતી એકત્ર કરવા પ્રયાસ કરવા લાગ્યો.તે ગૂગલ પર પણ સર્ચ કરવા લાગ્યો.પૂનમ ધૃવલને તાકીને જોઇ રહી વિચારી રહી,તારી સાથે રેહવાનુ બહાનુ મળી જ ગયુ ધૃવલ.માહિતી બતાવતા-બતાવતા તો ધૃવલને ધીમો સ્પર્શ પણ કરી લીધો બે-ત્રણ વાર.】

 

 

 

 

ધૃવલ કહે હુ ગૂગલ,પર સર્ચ કરુ છુ.જેટલી ઇંફરમેશન મળે એટલી મેળવુ છુ.

 

 

 

પૂનમ કહે હુ ચા લઇ આવુ છુ.

 

 

 

[ચા બનાવતા ધૃવલના વિચારોમાં ખોવાયેલી ત્યા જ કિશન આવે છે]

 

 

 

કિશન કહે તુ...તુ... ચા બનાવે છે?

 

 

 

[પૂનમ ડરી ગઇ]

 

 

 

પૂનમ કહે ભાઇ...ધૃવલ માટે..

 

 

 

કિશન કહે ઓહ...પણ કેમ?

 

 

 

પૂનમ કહે [નજીક આવવાનો ઇશારો કરીને...કાનમા..એ મને પ્રોજેકટમા હેલ્પ કરે છે એટલે

 

 

 

કિશન કહે ઓહ..[બંને ધૃવલ પાસે જાય છે]

 

 

 

કિશન કહે જો જે હો આ બિલાડી લોભ વગર કોઇનુ કામ કરતી નથી ધૃવલ ધ્યાન રાખજે...!!

 

 

 

પૂનમ કહે [મનમાં..ભાઇ મારુ ચાલે તો જિંદગીભર પીવડાવુ...]

 

 

 

[બધા હસી પડ્યા પૂનમને બિલાડી કહી એટલે]

 

 

★★★

 

 

 

કાવ્યા સંજનાફઇને સમજાવવા લાગે છે.ફઇ તમારે તો આ ઉંમરે આવુ થયુ. પણ મારો શો દોષ હતો કે મારી લાઇફ શરુ થતા પહેલા જ ફિનિશ થઇ ગઇ.?

 

 

 

આમ, કહી કાવ્યા ફઇનુ મન હળવુ કરવા માટે રસોડામાં કામે લગાવી દે છે. એ પાછી આવતી હોય છે ત્યારે સોનાલી બે હાથ જોડી કાવ્યાનો આભાર માને છે.સોનાલી વૈભવની પત્ની ને સંજના ફઈના છોકરાની વહુ.ત્યારે કાવ્યા આભારને તેની ફરજ સમજે છે.કાવ્યા બગીચામાં જતી રહે છે.

 

 

 

ત્યાં અપેક્ષા પણ આવે છે...

 

 

 

અપેક્ષા કહે hi

 

 

કાવ્યા કહે hallo

 

 

અપેક્ષા કહે ધૃવલ આવ્યો?

 

 

કાવ્યા કહે નહી

 

 

અપેક્ષા કહે ક્યારે આવશે?

 

 

કાવ્યા કહે ખબર નથી

 

 

અપેક્ષા કહે તુ મારુ એક કામ કરીશ?

 

 

કાવ્યા કહે બોલો

 

 

અપેક્ષા કહે જ્યારે તે આવે ત્યારે મને કોલ કરી દે જે!!

 

 

કાવ્યાને લાગ્યુ જાણે કોઇ તેના ધૃવલને તેની પાસેથી છીનવીને લઇ જઇ રહ્યુ છે.કાવ્યા બોલી હમમ

 

 

 

મીરાં અને નિધિ પણ ગીતનગર આવે છે.સંજના માટે ત્રણેય બહેનો રડે છે.એકબીજાને પકડી પકડીને...

 

 

 

મીરાં કહે ભગવાન પરીક્ષા લે છે ને ત્યારે એ બધી જ બાજુથી લોક કરી દે છે.અને પાસવર્ડ પણ અઘરા સેટ કરી દે છે.જ્યારે સુખ હોઇને ત્યારે પાસવર્ડ ગમે તે નાખો લોક ખુલી જ જાય છે.દુ:ખને ફોરવર્ડ કરી શકાતુ નથી માત્ર તેને આઉટ બોક્સ મા રાખી કવરેજ આવે પછી સેન્ડ થાય ત્યા સુધી રાહ જોવાની.

 

 

 

સંજના અને નિધિ હસી પડે છે

 

 

સંજના કહે હવે તુ ડાહી..ડાહી વાતો કરે છે, મમ્મી બની ગઇ એટલે?

 

 

મીરાં કહે દીદી કોઇ એ અંગ્રેજીમાં સાચુ જ કહ્યુ છે...

 

 

 

Past is waste paper, present is the newspaper, future is the question paper so read & answer carefully otherwise life will be like tissue paper.

 

 

 

નિધિ કહે મારા જ્ઞાનના ભંડાર ચલ મસ્ત ચા બનાવીને પીવડાવ તો...!નિધિ સાસરે જઇ ઘણી જ શાંત ને પ્રેમાળ બની ગઈ...મમ્મી બન્યા પછી વધારે...

 

 

મીરાં કહે ઓકે દીદી..જો હુકમ મેરે આકા...

 

 

★★★

 

 

નિકિ કહે જો બેટા, તારા દરેક બ’ડે માટે ની ધૃવલની ગિફ્ટ.તને એ અનહદ પ્રેમકરે છે. બસ હવે તમારા મિલનથી મમ્મી ખુશ થઇ જાશે બેટા.તુ ધૃવલને પ્રેમ આપવામા પીછે હટ ન કરતી બેટા..

 

 

 

અપેક્ષા કહે મમ્મી,હુ તારી દિકરી છુ અને હુ 15 વર્ષ ધૃવલ સાથે રહી છુ, માત્ર 5 વર્ષ અલગ થઇ ત્યા તેને મારી યાદ આવી ગઇને મમ્મી કોઇ એ સાચુ જ કહ્યુ છે કે દૂર જવાથી દુલાર વધે છે.

 

 

અપેક્ષાના પાપા આવે છે.

 

 

કેતન કહે અપેક્ષા મારે મમ્મી સાથે જરૂરી વાત કરવી છે તુ રૂમમા જા બેટા.

 

 

તે જતી રહેછે.

 

 

નિકિ તે તારી ફિલોસોફી દિકરી પર ઉપયોગ કરી? શા માટે તેને આવા જુઠા સપના દેખાડે છે? મને પણ ખબર છે અપેક્ષાની ચાહત હંમેશા ધૃવલ જ રહ્યો છે પણ, ધૃવલની ચાહત હંમેશા કાવ્યા રહી છે.

 

 

Share

NEW REALESED