Dhruval Jindagi ek safar - 3 books and stories free download online pdf in Gujarati

ધૃવલ જિંદગી એક સફર-3

ધૃવલ:જિંદગી એક સફર-3

 

ધરમદાદા બોલે અજય ....અજય...દોડવા લાગે છે અજયકાકા.

 

 

આવુ તો એ દિવસ ચડે ને કેટલુય કરે અને આખા ઘરને પજવે.પરંતુ ભગવાનને આ સુખ મંજુર ન હ્તુ.અજયકાકાને પોતાની પાસે બોલાવી લીધા.અજયકાકાના મરણની તમામ વિધિ પતાવી અમારો પરિવાર અજયકાકા વગર જીવવા પ્રયત્ન કરે છે.

 

 

 

આ વાત પૂરી થતાં જ ધૃવલની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી ફરીવાર...

 

 

કાવ્યા બોલી સુખને દુઃખ વગર જિંદગી કેમ જીવાય ધૃવલ?બોલ?

 

 

 

પછી ધૃવલનાં આંસુ લૂછયા.

 

 

 

બધા મિત્રોની આંખો પણ ભીની થઇ ગઇ.દુઃખની વાતો સાંભળવી સહેલી છે.પણ દુઃખ સેહવું એટલું જ મુશ્કેલ..

 

 

 

ધૃવલ પોતાની આંખો લૂછી આગળ બોલ્યો બધા બાળકો અભ્યાસ કરે છે.પોત પોતાના કામમાં પરોવાય ગયા. ધીરે ધીરે વર્ષ પુરુ થવા આવ્યુને પરીક્ષા આવી.બધા બાળકો અભ્યાસમા પરોવાય ગયા અને ધરમદાદા – વિશાલદાદા બધા પોતાના કામમા લાગી ગયા.

 

 

 

તે બન્ને ઘરના સભ્યોને દિલાસો આપતા અને સમજાવતા.આપણે દુ:ખી થઇએ તો મરણ પામનારનો આત્મા દુ:ખી થાય છે.

 

 

 

ક્રિષ્નાફઇ એટલે મજબૂત હિમાલય જેવા. શરીરથી પણ અને મનથી-દીલથી પણ.તેના બા-બાપૂજી ન હતા એટલે પોતાના બન્ને ભાઇને સાંત્વન આપવાનુ કાર્ય ક્રિષ્નાફઈ એ જ કર્યુ.હાલ એમની બંને ભાભીઓને પણ દિલાસો આપે છે.

 

 

 

 

સમય જતા શું વાર લાગે છે?હાથમાંથી સમય પસાર થઇ રહ્યો  અને બધા એ અજયકાકા વગર જીવવાનુ શીખી લીધુ. થોડો સમય જતો રહ્યો.બધા પોત પોતાના કામ ધન્ધે લાગી ગયા.ક્રિષ્નાફઇ પણ જતા રહ્યા હતા.અને ઘર વ્યવસ્થિત ચાલવા લાગ્યુ.ઘરમાં બધા ખૂશ છે.મજક મસ્તી પણ કરતા થઈ ગયા.સમય દવા બની ગયો. સહારો પણ.કામ વધે તેમ જૂનું દર્દ ઓછું અવશ્ય થાય છે....

 

 

 

 

વિશાલદાદા એ મનોમન વિચાર્યું;જિન્દગી એ ખૂશ થવાનો મોકો આપ્યો છે.જિન્દગી સાથે કેટલો સંઘર્ષ કર્યો ત્યારે હવે ઘરના સભ્યો ખૂશ છે.

 

 

 

હે ઇશ્વર !!!!!

 

 

 

મારા સુખને બરકરાર રાખજે.

 

ઇશ્વરનો આભાર માનતા વિશાલદાદા સુઇ ગયા.

 

★★★

 

 

 

 

 

થોડા સમય બાદ વિશાલદાદા બિમાર થયા. શરદી-ઉધરસ-તાવ. ગામમાં જ ડૉકટરની દવા લેતા.બે મહિના થઇ ગયા. સારુ ન થયુ.શહેરમાં હરિપુર લઇ જવામાં આવ્યા.દિશાંતકાકા અને વિશાલદાદા ગયા.

 

 

 

રિપોર્ટ કરાવવા માટે ડૉકટરે કહ્યુ.લેબોરેટરી ગયા.અને રિપોર્ટ કરાવ્યા.ડૉકટર પાસે ગયા. નિદાન આવ્યુ અણધાર્યુ......

 

 

 

 

બન્ને બાપ-દિકરો ઘેર પહોચ્યા.બધા પોતાના કામમાં મશગૂલ છે..સામાન્ય વાત છે.વિશાલદાદાને ઉધરસ શરદીને તાવ.બસ , આ બિમારી. તેમા શુ ચિંતા હોય?.આવુ બિમાર તો થઇ જવાય.

 

 

 

ગંગાબા વાસણ માંજતા બોલ્યા.ગંગાબાના જેઠ છે છતાંય મોટાભાઇ હોય તેમ જ વર્તન કરે ગંગાબા..બોલ્યા

 

 

 

મોટાભાઇ હવે થોડા દિવસ ખાવા-પીવાનું અને દવાનુ ધ્યાન રાખજો. એટલે જલ્દી સાજા થઇ જવાય.તમારી બેદરકારીએ તમને શહેરમાં ધક્કો ખવડાવ્યો.તમે કોઇનુ માનતા જ નથી.આખરે મોટાને એટલે.

 

 

 

ધરમદાદા ખાટલાની પાંગથ ખેંચતા બોલ્યા સાચી વાત છે ગંગાની.તમે મોટાભાઇ છો એટલે કોઇનું નથી માનતા.કામ તો જિંદગીભર રહેવાનુ. સાજા થઇ જાવ પછી કામ કરજો.ત્યા સુધી ઘેર જ રહોને?છોકરા સાથે સમય વિતાવો,એ પણ કેટલો સમય? ભણવા માટે એ પણ જતા રહે અને છે...ક સાંજે ઘેર પાછા આવે.એ સહજતાથી બોલતા.

 

 

 

 

જમનાબા સંજવારી કાઢતા બોલ્યા "તમે કંઇ બોલો, આમ બાપ-દિકરો ઝાડવાની જેમ કેમ ઉભા છો?" સહેજ મોટા અવાજે બોલ્યા.

 

 

 

 

દિશાંતકાકાથી ન રહેવાયુ એ ચોધાર આંસુ એ રડી પડ્યા. બધાના દિલમાં  ઉંડી ફાળ પડી.નકકી કશુંક ન થવાનું જ થયું છે.

 

 

 

જમનાબા સાવરણી ત્યાં જ ફેંકી દોડ્યાને નજીક આવી પુછ્યુ "શું થયુ?"

 

 

 

 

દિશાન્ત કાકા કશુ ન બોલ્યા.

 

 

 

જમનબા એ  વિશાલદાદાને  પુછ્યુ એ પણ ચુપચાપ રહ્યા.

 

 

 

ધરમદાદા બોલ્યા મોટાભાઇ શું થયુ? આ મજાક કરવાનો કોઇ સમય નથી.

 

 

 

વિશાલદાદા બોલ્યા ડૉકટરે એટલુ જ કહ્યુ કે ’’બ્લડ કેન્સર છે’’;તો ગીતનગર  જ સારવાર થશે.

 

 

 

 

બધા સ્તબ્ધ રહી ગયા.અચાનક કામ કરતા લોકો અટકી ગયા.આ બધુને આટલું બધું તો વિચાર્યુ પણ ન્હોતું.

 

 

 

જમનાબા બોલી ઉઠ્યા ‘’ભગવાનને મારુ આ સુખ પણ ન જોવાયુ’’? તે તમને આવો રોગ થયો.? તે ઉંચા અવાજે રડતા,પોક મુકતા પછડાતા બોલ્યા.

 

 

 

ધરમદાદા હિંમત ભેર બોલ્યા; ભાભી, હાલ એવો કોઇ રોગ નથી જેનો ઇલાજ ના હોય. તેવુ નથી.બધુ જ શક્ય છે.હુ મારા ભાઇને લઇને કાલે જ જાવ છુ.

 

 

 

ગંગાબા હડબડાહટમાં જમનાબા ને ઉભા કરતા બોલ્યા ‘’હા’’ તમે ચિંતા ના કરો.કશું નહી થાય, છોકરાઓ જાવ તમે વાંચવા માંડો. જ્યારે હોય ત્યારે મોટાની જ વાતો સાંભળ્યા કરો. જાવ-ઉપડો.બધાને કાઢી મૂક્યા.

 

 

 

બન્ને ભાઇ ખાટલા પર્‍ બેઠા અને ધરમદાદા અને ગંગાબા સાંત્વન આપવા લાગ્યા.વિશાલદાદાને જરા પણ ડર ન હતો.જમનાબાને સૌ હૈયા ધારણ આપતા રહ્યા. બીજા દિવસે બંને ભાઇ ગીતનગર જવા નીકળ્યા જીદ કરી જમનાબા પણ ગયા.

 

 

 

ડૉકટરે રોપોર્ટ જોયા અને ફરીવાર પણ કરાવ્યા.નિદાન એક જ આવ્યુ ‘’બ્લડ કેન્સર’’.છેલ્લા સ્ટેજ પર છે. કોઇ ઇલાજ નથી. માત્ર દવા-દુઆ-સેવા. શ્વાસ ચાલે છે ત્યા સુધી.

 

 

 

 

વિશાલદાદાને ધીમેધીમે ઉધરસ વધી.કફ પણ નીકળવા લાગ્યો.ઉધરસ ખાય તો શ્વાસ પણ પાછો વળે નહીં. જમનાબા પાણી આપે ધરમકાકા પીઠ પર હાથ ફેરવે.જમાડે,ટોઈલેટમાં લઇ જાય દિયર-ભોજાઈ. કપડાં બદલાવી આપે.સેવાચકરીમાં કોઈ કસર નહીં.

 

 

આમને આમ એક મહિનો દિવસ ગીતનગરમાં થઈ ગયો.

 

 

 

અંતે એક દિવસ શ્વાસ ચડ્યોને પાછો ન વળ્યો વિશાલદાદા એ તેના પ્રાણ ત્યાગ કર્યા અને દિયર-ભોજાયે સમાજના એક રિવાજ મુજબ ‘’સાકરનુ પાણી પાયુ’’.હૈયાફાટ રુદન કરતા એ જમનાબાને ભારે હૈયે હૈયાધારણ આપતા દાદા.ઘેર પહોચાડયા.ધરામદાદા એ.

 

 

 

આવા સમાચાર અચાનક આવતા બધા ડઘાઇ ગયા.જિંદગી એ એક નવી પરીક્ષા અમારા પરિવારની લીધી. બધા સગા-વ્હાલા ભેગા થયા અને વિશાલદાદાની અંતિમ ક્રિયા પતાવી. ધીમે ધીમે બારમું પણ જતુ રહ્યુ. અને પાંચમ પણ.સૌ જમનબાને મારા પરિવારને સાંત્વન આપતા રહ્યા અને સમય પસાર કરાવતા રહ્યા.

 

 

 

ધરમદાદા ઘરનો કારભાર સંભાળવા લાગ્યા.બધા છોકરાઓ પણ ધીમે-ધીમે ભણવા લાગ્યા અને ભણતર માટે આગળ શહેરમાં ગયા અને અમૂકનુ ભણતર પૂરુ પણ થવા આવ્યુ સમયને જતા વાર શી લાગે?

 

 

 

 

દરેક દર્દની દવા તો સમય જ છે ને!!!સમય બધા દર્દનું મલમ બનતો ગયો અને સૌ પોતાની જિંદગી આગળ જીવતું ગયુ. ‘’દુ;ખ આવતા વાર લાગતી નથી પણ જતા ખૂબ જ વાર લાગે છે’’ સૌ છોકરા પણ જમનાબાને પ્રેમ આપવાનો પ્રયત્ન કરે અને ખુશ રાખવાનો.

 

 

ધોધમાર વરસાદ વરસી ગયો અને જતો પણ રહ્યો’’ ચાલો હજુ તો 1000 પગથિયા થયા મંઝીલ દૂર છે.આગળ જતા બીજી વાતો કરજે.કાવ્યા બોલી.અટપટી બોવ જ કાવ્યા.ધ્રુવલે આછું સ્મિત આપ્યું.બધા ઉભા થયા...

 

 

 

 

મિલન ..હા...ચાલો ચાલો..આગળ ચાલતા રહો.બધા ચાલવા લાગ્યા,પગથિયા ચડવા લાગ્યા.ધૃવલ તો હજુય થોડા દુ:ખમાં છે.

 

 

 

ચારેબાજુ વરસાદી માહોલ છવાય ગયો છે અને આહલાદક વાતાવરણથી ચારેબાજુ ઠંડક પ્રસરી ગઇ છે.આ છ દોસ્તો પ્રકૃતિની મોજ મસ્તીની વાતો કરતા-કરતા આગળ વધે છે.

 

 

 

જિંદગીને જીવવાનો પ્રયત્ન કરીએ તો દૂર જતી જાય છે. દુ:ખી રહીએ તો આપણા પર હાવી થઇ જાય છે.

 

 

આ છ દોસ્ત કોલેજીયન છે.

 

 

 

ધૃવલે ઘેર ફોન કર્યો. મમ્મી કેમ છે?

 

 

 

મમ્મી બોલ્યા સારુ બેટા,તમે બધા કેમ છો? ને કાવ્યા કેમ છે?

 

 

 

 

ધૃવલ બોલ્યો મજામા. પપ્પાને બીજા બધા શું કરે છે?

 

 

મમ્મી બોલ્યા બધા મજામાં છે હો!!

 

 

બધા દોસ્તો એ ઘેર ફોન કરી વાત કરી.

 

 

પાછા ડુંગર ચડવા લાગ્યા.ગિરનાર પર વરસાદ પ્રિય લોકોની અવર – જવર છે.જેઓ વરસાદથી ડરતા હતા તેઓ એ ડુંગર પર ચડવાનુ માંડી વાળ્યુ છે.

 

 

 

 

  • ●●

 

 

 

કાવ્યા ધ્રુવલનો હાથ પકડી ડુંગર ચડી રહી છે એ ધ્રુવલને ક્યારેક વાતો કરે તો ક્યારેક દૂર દૂર દેખાતું પ્રકૃતિનું સૌંદર્ય દેખાડે તો ક્યારેક બીજાનું ધ્યાન ચૂકવી કિસ કરીલે ધ્રુવલના હાથ પર.ધીમેથી,વ્હાલ કરતી બોલે આઈ લવ યુ...ધ્રુવલ પણ કાવ્યા કરે એમ જ કરે.

 

 

 

આઈ લવ યુ કાવ્યા..ધ્રુવલ બોલ્યો...

 

 

(મિલન વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રેકમાં છે)

 

 

મિલન કહે માલતી આપણું શુ થશે?

 

 

(માલતી સાદા કોટન પર્પલ ડ્રેસમાં છે)

 

 

માલતી બોલી જે થશે સારું જ થશે.મિલન હાલ આ ગરવા ગિરનારની ગોદમાં તેના સૌંદર્યને મહેસુસ કર...તેને માણવાનો પૂરો પ્રયત્ન કર.એ આપણી પર દયા અવશ્ય કરશે...

 

 

 

 

મિલન હમમ

 

 

 

 

સીમરન બોલી સાગર પેલા તો બધા પાછળ છે

 

 

બેસ...હાશ....હે ગિરનાર....

 

 

  • ●●

 

 

દોસ્તોની ટોળકી 4000 પગથિયા સર કરી ચુકી છે.ત્યા વરસાદ ઝરમર – ઝરમર શરુ થઇ ગયો.વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો આવ્યોને આકાશ કાળા વાદળોથી છવાય ગયુ.જાણે તેણે ગિરનારને પાણી-પાણી કરવાનુ નક્કી કર્યુ હોય તેમ.

 

 

 

 

 

વિજળીના કડાકા-ભડાકા ગાજ-વીજ સાથે ફરી ધોધમાર વરસાદ આવવા લાગ્યો.ફરીવાર દોસ્તો સારી જગ્યા શોધી રોકાઇ ગયા.તેઓ જે જગ્યાએ છે ત્યા બીજા લોકો પણ છે. એટલે ઘરની વાતો થાય તેમ નથી.

 

 

 

બધા ગિરનારની સુંદરતા નિહાળવા લાગ્યા.હવે વાતાવરણની ઠંડકે ઠંડીનુ સ્વરુપ ધારણ કરી લીધુ છે.પવનના સુસવાટા આવવા લાગ્યા છે. અને ત્યા ઉભેલા બધા થરથર ધ્રુજવા લાગ્યા છે..અમૂક તો ડરવા લાગ્યા.તો કોઇ એ હિંમત આપી ગિરનાર કંઇ જ નહી થવાદે. ચિંતા ન કરો.

 

 

 

એ આપણા સૌનુ રક્ષણ કરશે.તેવા દિલાસા આપે છે.વરસાદ તો ક્યારેક ઝરમર ઝરમર તો ક્યારેક ધોધમાર આવે છે..પૂરી એક કલાક વરસાદ પણ મસ્તી કરી થાકી ગયો હોય તેમ બંધ થઇ ગયો.ને તડકો નીકળ્યોને મેઘ-ઘનુષ્યના સાત રંગ આકાશમાં દેખાયા.બધા ખુશ-ખુશાલ થઇ ડુંગર ચડવા લાગ્યા.

પાછા 500 આજુબાજુ પગથિયાં ચડ્યા હશે ત્યાં જ....

 

 

 

માલતી બોલી થાકી જવાય છે હો?હવે આગળ નથી જવુ.

 

 

સાગર બોલ્યો એમ કાંઇ હોય, બોવ જ પાવર હતોને?

 

 

 

સિમરન હા...શ કરતા બોલી નીકળી ગ..યો......હો...!!! હુ પણ થાકી ગઇ.હજુ તો ક્યારે આવશે?

 

 

 

કાવ્યા પણ થાકી બોલી ભગવાન પણ ધરતી પર જગ્યા ઓછી હતી કે ડુંગર પર ચડી ગયા? હાશ!!!!!!!થાકી ગયા.4500 પગથિયા, હજુ 500 પછી અંબાજી માતાજીનુ મંદિર આવશે.

 

 

 

 

મિલન બોલ્યો થોડીવાર બેસીએ ,વાતો કરીએ. ચા-પાણી ‘પી’ આગળ જઇએ.

 

 

 

માલતી બોલી હા...હા... એમ જ તે.વાત ને વધારે ભાર આપ્યો..

 

 

‘’ચા’’ની કેંનટીનથી થોડે દૂર બેઠા અને ચા અને પાણી લાવવા ઓર્ડેર આપ્યો. ત્યા સુધી બધા ફ્રેશ થઇ ગયા. ચા-પાણી પીતા-પીતા ધૃવલે ફરી એક્વાર તેની જિંદગીની ડાયરી ખોલી.......

 

 

 

વિશાલદાદાના સંતાનો

નિશાંત -દિશાંત -નિધિ

 

 

ધરમદાદાના સંતાનો

અક્ષય-સંજના-મીરાં

 

 

હવે બધા મોટા થઇ ગયા છે.

 

 

હવે,તે કોલેજમાં પ્રવેશ કરી ચુક્યા છે.. કળીઓ હવે ફૂલ બની મહેકવા લાગી છે..તો પુત્રો સુર્યામૂખી બની ગયા છે.કોલેજ લાઇફ બિન્દાસ બોલ. ન કોઇની બીક, ન કોઇનો માર અને ન કોઇની ચિંતા. કોલેજનો સમય એટલે golden life.

 

 

 

 

 

જ્યા છોકરાઓ પોતાને બિન્દાસ સમજે છે અને ન કરવાની બધી જ ભૂલો કરી બેસે છે અને જિંદગીભર તેના માટે પછતાય છે. ઘણાય પ્રેમી-પંખીડાઓ બને છે અને લગ્ન કરી લે છે. તો વળી કોઇ life time રાહ જોવાના વચનથી બંધાય છે.

 

 

 

 

આવા સમયે ભૂલ થાય એ ભૂલ જ્યારે જિંદગી વેર-વિખેર કરી નાખે ત્યારે પછતાવા સિવાય વધીને, આંસૂ સિવાય કશુ હાથમા અવતુ નથી. અહી એવા પણ કોલેજીયન હોય છે જે પોતાની જિંદગી બનાવી. કારકિર્દી બનાવી. જિંદગીભર મોજ કરે છે.સારી પોસ્ટ પર જોબ મેળવીને!!!

 

★★★

 

 

નિશાંત...

 

 

શાંત સ્વભાવનો, દેખાવે ગોરો, નમણો, કાળા ભમ્મર વાળ વાળો, નિલમ આંખોવાળૉ અને માતાનો લાડકો દિકરો. તેના પિતા ન હતા. આથી તે સમય મળે એટલે માતાને ફોન કરી લેતો.શરમાળ પણ ખરો.

 

 

 

તે એક દિવસ જમનાબા ને ફોન કરે છે તો જમનાબા તેના બા બધા ભાઇ બેનના સમાચાર પૂછે છે.અને તેના કાકા ધરમભાઇ તેની સાથે વાત કરે છે કે આપણું ગામમા ખેતર છે ત્યા પ્લોટ બને તેમ છે,ત્યા આપણે મકાન બનાવીએ. આપણી પાસે પ્લોટ ખરીદી, મકાન બનાવાય તેટલા પૈસા તો નથી એટલે આ માર્ગ અપનાવવો જોઇએ.

 

 

 

 

 

નિશાંત હા પાડે છે.નિશાંત આગળ કહે છે વેકેશનમાં બધા ઘેર આવીએ ત્યારે પ્લાન બનાવી મકાન બનાવવા કહે છે.

 

 

 

 

ધરમભાઇ હા પાડે છે.પછી નિશાંત આ વાત તેના બધા ભાઇ-બેન કોલેજમાં  ભેગા થાય ત્યારે કરે છે.બધા ખુશ ખુશાલ થય જાય છે.

 

 

 

પરંતુ નિશાંતને ઉંડી ચિંતા છે.આટલા પૈસા આવશે ક્યાથી?

શું થશે? વ્યાજને તો ઘોડા પણ ન આંબે.ખબર નહીં હવે પછી...

 

 

 

ત્યા નિધી બોલી તેમા મારો personal room હશે.

 

 

 

સંજના બોલી મારો પણ અને મીરાં બોલી મારો પણ હો..

 

 

 

ત્યા દિશાંત બોલ્યો હા...હા.. પણ હજુ ઘેર તો જઇએ. પછી ખબર પડે.

 

 

 

 

અક્ષય; બોલ્યો હમ્મ્મ્મ્મ સાચી વાત.અક્ષય આગળ બોલ્યો ભાગ્યશાળીને જ આવા ભાઇ-બેન મળે એ પણ એક જ કોલેજમા અને માતા-પિતા ભગવાન જેવા.

 

 

 

નિશાંત વચ્ચે જ બોલ્યો એ વાત સાચી. હવે, બધા લેક્ચરમાં જાવ બધા છુટા પડે છે.નિશાંત જાણે ચિંતામાં હોય એમ બોલે છે.

 

 

 

 

દિશાંત સ્વભાવે એમ તો શાંત, ગોરો અને ભણવામા પણ મિડિયમ હોશિયાર. તેને કોઇ વાત ઘરમા પૂછવામાં ન આવે કે બતાવવામા ન આવે તો પણ કહે હવે તો ખબર પડી એ જ સારી વાત નહીતર ખબર જ ન પડી હોત તો?

 

 

 

 

એ જ્યારે આવુ બોલે ત્યારે સૌ હસી પડતા.

 

 

 

મીરાં કહેતી દિશાંતભાઇ ઘરમાં હોય એટલે ખબર તો પડે જ ને શુ તમેય તે!!!.તમારો તો સ્વભાવ જ શાંત છે માટે જ આવુ બોલી શકો છો.

 

 

 

નિધી એટલે ગુસ્સો જ ગુસ્સો.તેનુ નામ ન લેવાય. તેના બાપૂજીના ગયા પછી એટલા લાડકોડમાં ઉછરેલી કે મનસ્વી થય ગયેલી.પરંતુ ઘરના બધા સહન કરી લે.કેમ કે પિતા વગરની દિકરીના દિલને કોઇ ઠેસ પહોચાડતા ન હતા.

 

 

 

 

તેનો મનસ્વી સ્વભાવ તો આડૉશ-પાડોશમાં પણ પ્રખ્યાત થઇ ગયો .તે પણ કશુ ન બોલતા. તેનુ એક માત્ર કારણ વિશાલદાદાની ગેરહાજરી જ.તેનાથી વિશેષ કશુ જ નહી.નિધિનુ ચાલતુ હતુ અરે દોડતુ હતુ એમ કેહવામા no problem.

 

 

 

 

અક્ષય નામની જેમ જ અક્ષયપાત્ર છે..અખૂટ સ્નેહનો ભંડાર અને નિશાંતનો પ્રેમી.નિશાંતભાઇ વગર તો ડગલુ પણ ન ભરે. જો કે દિશાંત પણ પ્રેમાળ છે.પરંતુ મન મોજીલો હરખશોક ન કરનાર.

 

 

 

 

અક્ષય નિશાંતને પૂછ્યા વગર પાણી પણ ન પીતો. છાપ પડી ગયેલી રામ-લક્ષ્મણ ..જ્યારે ઘરમા કોઈ બંનેને રામ-લક્ષમણ કહે ત્યારે જમનાબા-ગંગાબા ગર્વ અનુભવે.ખુશી થાય બંન્ને..

 

 

 

 

 

સંજના એટલે દેખાદેખીનુ બોક્સ. બીજાને જે વસ્તુ હોઇએ તેને પણ જોઇએ જ. ક્યારેક તેની friend મસ્તી પણ કરતી, તને કોઇનો husband ગમી જશે તો? બધી હસી પડતી.

 

 

 

સંજના ત્યારે ગર્વ થી કેહતી ‘’હુ કોઇનો ઉતરેલો માલ લેતી નથી’’.હુ એવુ નહી થવા દઉં.

 

 

બધા હસી પડે.

 

 

મીરાં ફેશનેબલ અને સંગીત પ્રિય.તેને અલગ – અલગ music listen કરવા ખૂબ જ ગમેં.તેનો પોતાનો અવાજ પણ સરસ.Group મા તેનુ પોતાનુ અલગ અસ્તિત્વ છે.મીરાં પોતાના પૂરતી જ ડાહી છે..બીજાનુ આયોજન તે ન કરતી, કોઇનામા પણ દખલ ન કરતી.No interfear. મીરાં તેના બા ની લાડકી....