Dhruval Jindagi ek safar - 6 books and stories free download online pdf in Gujarati

ધૃવલ જિંદગી એક સફર-6

ઘૃવલ:જિંદગી એક સફર-6

 

દિશાંત...દિશાંત:વિપુલ જલ્દી જલ્દી  બોલ્યો...

 

 

 

બોલ વિપુલ શું છે ભાઇ? કેમ ચાલે છે? કેવી તૈયારી છે સબમિશનની? દિશાન્ત સહજ ભાવે બોલ્યો.

 

 

 

બસ શાંતિ હો, તૈયારી પણ ઠીક ચાલે છે ભૂરા...વિપુલ શાંતિથી બોલ્યો.

 

 

 

વિપુલ બોલ્યો અયાન ક્યા છે?

વિપુલે ખરાય કરાવતો હોય પોતાની એમ બીજો સવાલ કર્યો.

 

 

 

દિશાંત કહે ખબર નહી હો, આજે નથી આવ્યો.આ તો ભાઇ ઘેર રે'વાવાળા કેવાય. ગમે ત્યારે કોઇ પણ પ્રસંગમાં જતા રહે હો..દિશાન્ત અટકળ લગાવી રહ્યો.

 

 

 

 

વિપુલ કહે no no કોઇ પ્રસંગ-બ્રસંગ કશું નથી હો ભાઇ અને હેતલ ક્યા છે?વિપુલે ફરીવાર પોતાને પ્રુફ કરવા માટે બીજો સવાલ કર્યો.

 

 

 

 

દિશાંત કહે નથી આવી.એ પણ ઘરથી જ કોલેજ આવે છે ને?

કોઈ કામ આવ્યું હશે યા એમ જ લેટ થઈ ગયું હશે.પણ તું કેમ એક જ ધારા આમ સવાલ કરે છે?

 

 

કેમ ? કશું થયું? દિશાન્ત હવે થોડો ચિંતિત બની પૂછી રહ્યો.

 

 

 

 

વિપુલ કહે ઓઓઓ... ન....થી આ....વી એ પણ....

 

 

 

વિપુલ કહે તો તુ વિચાર દિશાંત, અયાન નથી, હેતલ નથી. બંનેને શુ કામ આવ્યુ ખબર નથી. આનો અર્થ શુ?દિશાન્તને વિચારવા વિપુલે કહ્યું.

 

 

 

દિશાંત કહે what? My god…. તુ કહેવા શુ માંગે છે?દિશાન્તની ચિંતા ગાયબ થઈને વિપુલની આવી પ્રશ્નોતરીથી એ બધું જ સમજી ગયો.

 

 

 

વિપુલ કહે એ જ જે લોકો સ્વિકારતા નથી પણ love તો કરે જ છે.બંને ગણપતિના મંદિરે છે with college bag.

 

 

દિશાંત કહે what?

 

 

વિપુલ કહે yes,

 

 

દિશાંત કહે તો તો એ બે ની વાટ લાગી ગઇ આજે સમજ.

(વિપુલ દિશાન્તને તાળી દઈ જતો રહે છે.)

 

 

 

રિસેસ પહેલા પહેલા હેતલની entry થાય છે. બધા પૂછે છે કેમ late થયુ? તો જવાબમાં  એક જ વાક્ય ઘરેથી late થઇ ગયુ.કામ હતુ એટલે.

 

 

 

 

કોલેજની સામે happy parlar છે. ત્યા બધા રિસેસમાં પહોચ્યા.બધા હેતલને પરેશાન જ કરતા હતા.તેના મો માથી સત્ય બોલાવવા માટે. પણ ભાઇ!!! આ તો અયાનની હેતલ ન બોલી તે ન જ બોલી.રિસેસ પૂરી થવામાં થોડો ટાઇમ હતો ભાઇ અયાનની new dress કપડા માં entry થાય છે.

 

 

 

 

બધા એ અયાનને hug આપ્યુને, આશિર્વાદ આપવા લાગ્યા.અયાન અને હેતલ ને આ બધુ સમજાતુ ન હતુ.છેલ્લે

 

 

 

નિકિ બોલી... ‘’બધાઇ હો આપ દોનો કો ગણપતિ મંદિર ઓર આપકે પ્રેમ કી...’’

 

 

 

હેતલ કહે what?

 

 

 

નિકિ કહે હેતલ જે લોકો સત્ય છુપાવવાની કોશિશ કરે છે ત્યારે સ્પ્રિંગ બમણી ઉછળે છે.એ જ ભૂલ તમે બે એ કરી.મળવાની!!! ગણપતિ મંદિરે મળવા ગયાતા. શુ વાતો કરી હેતલ?નિકિ બોલે છે.

 

 

 

જો મને love થયો નથી પણ થાય ત્યારે શું થાય?કેમ વાતો કરાય?મળવાનો plan કેમ બનાવાય? મને શિખવતો.ખાસ તો ચોરીચુપીથી. બધા અયાનને ઉચકી લે છે, સાથે બધા પોલ ખોલે છે.આથી હવે સ્વીકારવા સિવાય છુટકો ન હતો.

 

 

 

નિકિને તેનુ અને નિશાંતનુ કામ કરવાનુ છે.કોલેજમાં કાલથી મિટ્ટમ છે.તેણે પૂર્વ તૈયારી કરી રાખી છે.બીજી બાજુ નિશાંત શક્તિપૂર જાય છે. અને કાકાના ખબર પૂછે છે.દવાનુ પૂછે છે. અને બા તેમજ કાકી ને મળે છે.

 

 

 

 

 

ઘરનું કામ શરૂ છે.ઘરનું કામ નિશાંતે મજૂર લાવી બમણી ઝડપથી કરાવડાવ્યું..નિશાંતને અહીં ઘણુ કામ રહે.એક બાજુ કાકા બિમાર અને મહત્વનું કામ હવે જ શરુ થતુ છે,નિશાંતે બધાના રૂમમાં બધાની વસ્તુનુંધ્યાન રાખી રૂમમાં ફર્નિચેર કરાવ્યુ અને ડેકોરેશન પણ એ રીતે કરાવ્યુ.

 

 

 

નિશાંતનુ સુંદર ઘર બનવાનુ સ્વપ્ન બસ પૂરૂ જ થવાની તૈયારીમાં છે. નિશાંતને વિચાર આવ્યો તેના બાપૂજી એ તેની life મા કંઇ પણ સારુ જોયા વગર જ જતા રહ્યા. Struggle જ કરી છે,.તેમણે.

 

 

 

 

અજય પણ અમને વચ્ચે જ છોડીને જતો રહ્યો.જે સુખના અધિકારી હતા એ જ અમને વચ્ચે જ છોડીને જતા રહ્યા.

 

 

 

આમ નિશાંતને જોય જમનાબા બોલ્યા શુ વિચારે છે બેટા?માથા પર હાથ ફેરવ્યો...

 

 

 

નિશાંત  રડવા લાગે છે અને તેને ભેટી પડે છે.

નિશાંત કહે છે બા કાકાને આટલા બધા માણસો લાવી કામ કરી બીમાર થવાની શી જરૂર હતી?

 

 

આટલા બધાને મોઢે તો રે'વું ને?

 

 

4 મહિનામાં આટલું બધું કામ?

 

 

એ પણ ઘરનું?

 

 

વિચારો બા કાકા એ કેટલું કામ કર્યું હશે?

 

 

 

પછી જમનાબા કહે પણ ભાઈ સમજતા જ નથી. બીજુ

 

શું થયુ તને નિશાંત? અચાનક રડવા લાગ્યો બેટા?જમનાબા બોલ્યા.

 

 

નિશાંત કહે બા આજે આપણી પાસે સુખ છે તો જે આપણા છે એ જ આપણી પાસે નથી.અજય અને બાપૂજી. બાપૂજીને તો સંતાન પણ હતા બા, પણ અજય? અજય તો અમને છેતરી ગયો બા, અમને છોડી, રડાવીને બા.એ દુઃખી થઈ ગયો પાછો રડવા લાગ્યો.પોતાની આંખો લૂછતો જઈને બોલતો ગયો.

 

 

 

જમનાબા પણ રડમસ થઈ ગયા કહે હા બેટા, અજય તો અજય હતો, બેટા ધરતીના રંગમંચ પર બધાને નાટક કરવા પડે છે.જે નાટક નથી કરી શકતા તે હારી જાય છે અને જે હારી જાય છે તે આત્મહત્યા કરવા પ્રેરાય છે.જ્યારે આપણો અજય તો જીતીને ગયો છે હારીને નહીં.

 

 

 

 

ગંગાબેન આ બધુ સાંભળતા હોય છે.એ પોતાની બન્ને આંખો લૂંછી, આવે છે અને નિશાંતને દિલાસો આપતા કહે છે બેટા, આપણે દુ;ખી થઇને મરનારને પણ આપણે દુ;ખ પહોચાડીયે છીએ.બસ, હવે કશું કામ નથી. ચલો ઘેર જતા રહીએ. હવે ફર્નિચેરવાળા કામ કર્યા કરશે.ત્રણેય ઘેર આવે છે.નિશાંત બન્ને જોડે વાતો કરતો કરતો ચાલતા આવે છે.

 

 

 

એક બાજુ મીરાં હતાશ અને નિરાશ છે.તે પોતાને એકલી મેહસૂસ કરે છે.નિધિ અને સંજનાને એ વાત કરી શક્તિ ન હતી.શું કેહવુ?શું કરવુ?કશુંસમજાતુ ન હતુ. તેને કઇ ચિંતા હતી એજ કોઇને ખબર ન હતી? તે એકલી એકલી જ બસ મથતી હતી.

 

 

 

 

બીજી બાજુ નિકિ તેનુ અને નિશાંતનુ writing કરતી હતી.રાત દિવસ એક કરીને.5 દિવસ થી સતત અને સઘન રીતે કામ શરુ છે.બધા જ friends કામમાં પડી ગયા છે.કોઇ પાસે સમય જ ન હતો.લખવાની મોસમ આવી છે.બસ હવે બે-ત્રણ દિવસમાં જ એ કોલેજ પાછો આવવાનો છે.

 

 

 

★★★

 

 

આજે કોલેજમાં સબમિશન છે.નિકિ માંડ માંડ પૂરૂ કરીને લાવી છે. આજે કોલેજમાં માહોલ અલગ છે.બધા પાસે પોતાનુ કંઇને કંઇ અલગ સબમિશન છે.બધા મિત્રો ભેગા થયા. એકબીજાને પૂછ્યુ થયુ ગયુ.

 

 

 

 

 

ખાસ બધા એ નિકિને પૂછ્યુ, નિકિ એ ખુશીથી બધાને હા પાડી.બધા પોતપોતાના class માં ગયા.રૂમમાં પણ બધા વાતો કરવા લાગ્યા.profacer જેમ જેમ વારો આવતો ગયો તેમ બધાનુ submit કરતા ગયા.બધાનુ માંડ માંડ submit થયુ. રજા પણ પડી ગઇ. કોઇ પોતાની હોસ્ટેલ તો કોઇ ઘરે જઇને fresh થય.જમી શાંતિથી સૂઇ ગયા.

 

 

 

સબમિશન

 

થાકી ગયા શરીરે

 

રામાઆરામ

 

 

 

કેવીપરીક્ષા!!!

 

કેવુ છે ભણતર?

 

કેવી જિંદગી!!!

 

 

આજે સવારમ નિશાંત આવતો હતો એટલે બધા તેની રાહ જોઇ રહ્યા. એક week થી નિશાંત ન હતો.બધા ભાઇ-બહેન ઘર વિશે પૂછવા માટે આતુર છે.એકબાજુ મીરાંને ચેન પડતુ ન હતુ.આથી તે આમ થી તેમ આટા મારતી હતી.તેના ચહેરા પર tention સ્પષ્ટ દેખાતુ હતુ.

 

 

 

 

નિશાંત કોલેજ પહોચી ગયો.મીરાં આટા મારે છે.તે નિશાંતને જોઇને કશુ ન બોલી અરે! તેને ખબર જ ન હતી કે નિશાંત આવ્યો,નિશાંતને થયુ આ કેમ કશુ ન બોલી?પોતે ઘેર જઇને આવ્યો તો પણ?તેનુ ધ્યાન જ ન હતુ.નિશાંતે ચપટી વગાડી,મીરાંને બોલાવી. મીરાં ઓ મીરાં.

 

 

 

હમ્મ્મ્મ્મ ભાઇ તુ ક્યારે આવ્યો?મીરા બોલી.

 

 

 

નિશાંત કહે જ્યારે તે મને જોયો.પણ તને શે'નો રઘવા છે?આમ શું ઘેટા-બકરાની જેમ આંટા મારે છે?તને બધા જુએ છે.કોઇ તો હસે પણ છે.એકવાર ઉંચુ તો જો.

 

 

 

મીરાં કહે હડબડાતી ભ...લે...ને. મારે શું..કશુ નહી તુ બોલ ઘરમાં બધા કેમ છે? મારો રૂમ કેમ બન્યો? જક્કાસને!!! ભાઇજાન.?

 

 

 

એટલામાં જ દોડતો દોડતો અયાન આવ્યો. નિશાંત..... નિશાંત....

 

 

 

આપણી કોલેજની એક છોકરી એ હોસ્ટેલમાં દવા પી લીધી તે serious પણ છે. Hospital માં છે.

 

 

નિશાંત કહે what?

 

 

મીરાં કહે કા..ય..રા!!! કાયરા છે ને કાયરા.....?

 

 

 

હા, પણ તને કેમ ખબર;અયાન જલ્દીથી બોલ્યો.

 

 

 

મીરા કહે તે મને થોડા દિવસ પહેલા કોલેજના gate આગળ મળેલી તે પડી ગયેલી મે ઉભી કરેલી.આપણી કોલેજના કોઇ છોકરાને પ્રેમ કરે છે.તેનાથી તે pregnant છે અને હાર્દિક લગ્ન કરવાની ના કહે છે.એ એકદમ ઝડપથી કશું જ વિચાર્યા વગર બોલી ગઈ.

 

 

 

નિશાંત કહે oh my god મીરાં...!!! જે થયુ એ ખરેખર ખરાબ જ થયુ, પણ please હવે, તુ કોઇને કશુંજ ના કેહતી.નિશાંતે ડરીને મીરાંને સમજાવ્યું.

 

 

 

અયાન કહે હા, આ વાત આપણી વચ્ચે જ રેહવી જોઇએ.લેવા-દેવા વગરના કેસમા ફસાય જાશુ,અયાને સત્ય રજૂ કર્યું.

 

 

 

મીરા કહે હા ભાઇ, મને એટલે જ તું ગયો ત્યારથી ડર લાગે છે.કાયરા એ મને આ વાત કરી એ હાર્દિકને ખબર છે એટલે જ ડર લાગતો હતો મને...

 

 

નિશાંત કે કશું નહીં થાય જાણે તું આ વાત જાણતી જ નથી એમ જ રહે...

 

 

મીરા જતી રહે છે.

 

 

 

બસ આજ વાતથી મીરા ડરતી હતી કે કાયરાની પ્રેગ્નન્સી વિશે મીરાંને ખબર પડી તો ક્યાંક હાર્દિક તેને (મીરાંને")નુકસાન ન પહોંચાડે કેમ કે હાર્દિક કોલેજમાં ગુંડા ગીરીને દાદાગીરી જ કરતો.એવા ડફોળના પ્રેમમાં કાયરા પડીને હાર્દિકે......

 

 

 

નિશાંત કહે take care મીરાં.

 

 

 

અયાન કહે કોણ છે આ કાયરા ને હાર્દિક?

 

 

 

 

નિશાંત કહે કેટલા students and કેટલી ફેકલ્ટી છે આપણી કોલેજમાં. આપણે બધાને face to face કેમ ઓળખીએ બોલ? ચલ group મા જઇએ.

 

 

 

બધા કાયરાની જ વાતો કરતા હતા.તેના નામની જ ચર્ચા ચાલતી હતી. ટોળે ટોળા વાતો કરતા હતા.જે થવાનુ હતુ એ થય ગયુ હતુ.,કાયરાના માતા-પિતા તેને ઘેર લઇ ગયા.