Black Tiger Of India books and stories free download online pdf in Gujarati

બ્લેક ટાઈગર ઓફ ઈન્ડિયા

Black Tiger Of India

"OO7" આ કૉડ થી આપણે ઘણા વાકેફ છીએ."જેમ્સ બોન્ડ" એટલે કે સિક્યુરિટી એજન્ટ.

આજ થી ઘણા વર્ષો ની આ પ્રણાલી ની આજે આધુનિક વ્યવહાર અને સુરક્ષા ની ખાતર જરૂરિયાતો વધતી જાય છે.ચંદ્રગુપ્ત મોર્ય ના આચાર્ય શ્રી ચાણક્યે પોતાની બુક અર્થશાસ્ત્ર માં ગુપ્તચરો નો વિશેષ ઉલ્લેખ કરેલો છે.કોઈ પણ સમ્રાટ ને પોતાનું શાસન ચલાવવા માટે સામ્રાજ્ય માં ચાલતી નાના માં નાની હલચલ ની પણ જાણ હોવી જરૂરી છે.આ માહિતી ગુપ્તચરો જાસૂસી કરી મેળવતા.

આજ ના આધુનિક સમય માં સુરક્ષા ની આવશ્યકતા ખૂબ જ વધી ગઈ છે.એટલે જ તો બધા સેક્ટર માં નાની મોટી જાસૂસી ની જરૂરિયાત પણ વધતી જાય છે.મોટી કંપનીઓ,પોલિટિકલ પાર્ટીઓ,ધાર્મિક સંગઠનો,વૈશ્વિક વ્યવહારો માં મોટા પાયે જાસૂસી થતી હોય છે.જાસૂસી કરાવી બધાને છે પણ કોઈ સ્વીકારતું નથી.આવીજ એક જાસૂસી ની આપણે વાત કરવાના છીએ.

સિક્યુરિટી એજન્ટ દેશ ના ગુપ્ત દેશભક્ત છે.આપણે આવા દેશ ભક્ત ને જાણતા હોતા નથી પણ તેઓનું યોગદાન દેશ ની સુરક્ષા અને વિકાસ માં અનેક ગણો રહેલો હોય છે.આવા જ એક અન્ડર કવર એજન્ટ અને ભારત ના "બ્લેક ટાઇગર" ની કહાની છે.

આઝાદી નો અડધો દાયકો પણ નથી થયો ત્યારે દેશ ની સામે સામાજિક,આર્થિક,રાજકીય એવા અનેક પ્રશ્નો ચાલી રહા હતા.એક બાજુ રાજ્યસભા ની પ્રથમ બેઠક નું આયોજન થઇ રહ્યું હતું.તો દેશ માં કોઈ ખૂણા માં ભાષાકીય રાજયો ની સ્થાપના માટે ઝુંબેશ ચાલી રહી હતી.એવા માં રાજસ્થાન અને પંજાબ ની બોર્ડર ની નજીક રાજસ્થાન માં આવેલું એક નાનકડા કસબા શ્રીગંગાનાગર માં પંજાબી કુટુંબમાં એક બાળક નો જન્મ થાય છે.

નાનપણથી જ ચંચળ અને ચાલાક આ બાળક કે એક્ટિંગ માં વિશેષ રસ હતો.તેને બધા વિનોદ ખન્ના એવા હુલામણા નામ થી બોલાવતા.કારણકે તેનો ચેહરો વિનોદ ખન્ના ને મળતો હતો.બાળપણ થી જ નાટક માં ઘણા પાત્રો ભજવેલા .એમાંય દેશભક્ત નું કોઈ પાત્ર હોય એટલે તો એમાં જાન રેડી દે.બાળપણ માં જ એના માં દેશભક્તિ ના બીજ રોપાય ગયા હતા.તે વીસ વર્ષ ની ઉંમર માં જ એને થિયેટર એક્ટર તરીકે કામ કરવાનું ચાલુ કરી દિધું હતું.

એક તરફ RAW(Research and analysis wing) એજન્ટ ની શોધ માં હતી.એવાંમાં એક રો ઓફિસર ને આ છોકરા તરફ ધ્યાન ગયું.એટલે આ છોકરાની નિગરાણી રાખવાનું ચાલુ કર્યું.એનો સ્વભાવ કેવો છે,દેશ પ્રત્યે લાગણી કેવી છે,ચાલાક કેવો છે,હિંમતવાન છે કે નહિ,વગેરે વગેરે બાબતો ની છુપી રીતે ઓબ્જર્વેશન થયું.અંતે આ છોકરા સાથે મીટિંગ રો ના હેડક્વાર્ટર દિલ્હી ખાતે ગોઠવવામાં આવી.

રો ઓફિસર- તને રો એજન્ટ તરીકે કામ કરવાની તક આપવામાં આવે છે.

છોકરો-રો એજન્ટ એટલે?

ઓફિસર-રો એક ભારત ની ગુપ્તચર એજન્સી છે.જે ભારત ની સુરક્ષા માટે વિશેષ કામ કરે છે.

છોકરો-વિચારીને કહ્યું હું તૈયાર છું.

ઓફિસર-રો ની સિસ્ટમ પ્રમાણે મારા અને તારા સિવાય કોઈને પણ ખબર ના પડે કે તું રો એજન્ટ છે.પરિવાર ને પણ નહિ.

છોકરા ને નાનપણ થી જ દેશ પ્રત્યે વિશેષ લગાવ હતો.એટલે તેને આ કામ કરવામાં સમય લીધો નહિ.રો એજન્ટ ની ટ્રેનિંગ માટે તેને અમૃતસર સ્થિત રો ટ્રેનિંગ સેન્ટર માં મોકલવામાં આવ્યો.તેને પાકિસ્તાન માં રહી વિશેષ કામ કરવાનું હોવાથી ઉર્દુ ભાષા,મુસ્લિમ ધર્મ ની રીત-રસમ,નમાજ પઢવાનું વગેરે શીખવવામાં આવ્યું.

ટ્રેનિંગ પૂરી કરી શરૂઆત માં એક વર્ષ માં અલગ અલગ સાત-આઠ દેશ માં મોકલવામાં આવ્યો અને જે રો ને જોઈતી માહિતી નું કામ શોપવામાં આવ્યું.આ એક વર્ષ માં ત્રણ-ચાર વખત પાકિસ્તાન માં પણ મોકલવામાં આવ્યો. પાકિસ્તાન માં તેનું કામ એજન્ટો નું નેટવર્ક ઉભું કરવાનું હતું.એટલે આ એક વર્ષ તેનું ટ્રાયલ બેઝ પર પૂરું થયું.રો પણ તેનું કામ થી પ્રભાવિત થયું.એટલે રો એ એક મહત્વ નું કામ તેને સોંપ્યું.તેમાં તેને પરમેનેન્ટ પાકિસ્તાન માં એજન્ટ બની ને રહેવાનું હતું.આ બધું ઘરે ખબર ના પડે એટલે ઘરે પણ એ હંમેશા એવું વાતાવરણ રાખતો.

અંતે એ દિવસ આવી ગયો,રો તરફ થી આપેલું મુસ્લિમ નામ અને અમુક ડોક્યુમેન્ટ લઇ પરિવાર ને દુબઈ જાય છે એવું કહી પાકિસ્તાન જવા નીકળી ગયો,પાકિસ્તાન માં જઈ એણે એક લો કોલેજ માં એડમિશન લીધું અને પાકિસ્તાન ના એક સીટી માં મુસ્લિમ વસ્તી માં રહેવાનું ચાલુ કર્યું.કોઈ ને ક્યાં ખબર હતી કે એક મુસ્લિમ ટોપી વાળા ચેહરા ની નીચે પંજાબી ચેહરો છુપાયેલો છે.આ દરમિયાન તેની જ ગલી માં રેહતી એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી લીધા.એક સવારે તેને ન્યુજપેપર માં પાકિસ્તાન આર્મી માં ભરતી ની એક જાહેરાત વાંચી.પાકિસ્તાન આર્મી માં જોડાવા માટે તેને અરજી કરી.તેની લો ના સ્નાતક પર પસંદગી થઇ ગયી.તેને પાકિસ્તાન આર્મી માં મિલેટરી એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ માં ક્લાર્ક નું પદ મળ્યું.એક પણ વખત એહસાસ નાં થયો કે હું પાકિસ્તાન આર્મી માટે કામ કરું છું.ગુપ્ત રીતે આર્મી ની બધી જ માહિતી રો ને મોકલતા.ઘણી એવી માહીતી હતી કે જે ભારત ને બહુ કામ લાગી, જેમકે પાકિસ્તાન ન્યુક્લિયર પ્લાન્ટ ના પ્લાન અને જરૂરી ડોક્યુમેંટ્સ નો સમાવેશ થાય છે. આ માહિતી થી ખૂસ થઈ ભારતના તત્કાલીન વડાપ્રધાને “ બ્લેક ટાઈગર “ નો ખિતાબ આપ્યો.આવી જ રીતે તેની એજન્ટ લાઈફ ચાલતી રહી.

એક દિવસ રૉ તરફ થી કામ કરતાં પાકિસ્તાની એજન્ટ ની સાથે માહિતી ની આપલે કરવાની હતી એટ્લે તેને ગુપ્ત જ્ગ્યા પસંદ કરી.આ જગ્યાં કરાચી માં આવેલો જીન્હા ગાર્ડન હતો.તેમાં સવાર માં લોકો ની અવર જવર બહુ ઓછી રહેતી અને તે દિવસે ભારત-પાકિસ્તાન ની ક્રિકેટ મેચ પણ હતી એટ્લે ગાર્ડન માં મળવાનું નકકી કર્યું.તેની જાણ કોઈ રીતે પાકિસ્તાન ઇટેલીજન્સ એજન્સી ની થઈ.એણે તાત્કાલીક ફોર્સ મોકલી,ધરપકડ કરવામાં આવી.

આ કોઈ નહીં પણ જાબાજ, સાહસી,ચતુર ,હોશીયાર ભારત નો વીર “ રવીન્દ્ર કૌશિક “ ની વાત હતી.

તમને ખબર હશે કે રૉ એજન્ટ લાઈફ માં એક એક ક્ષણ ખતરા થી ભરેલી હોય છે. એવા માં રવિન્દ્ર કૌશિક જેવા વીર ભારત ના કટ્ટર દુશ્મન દેશ માં નીડર જાસૂસી કરી એ નાની સુની વાત નથી.આપણે શાંતી થી રહી શકીએ એ માટે પડદા પાછળ ભારત ના ઘણા આવા જાબાજો ના અમૂલ્ય ફાળો હોય છે.

આવા ભારત ના વીર/વીરાંગનાઑ ની વાત કરીએ તો જીવસિંહ , બહીરજી નાઇક, પૂર ઇનાયત ખાન , કાચા,અજીજ-ઉન નિસા, સરસ્વતી રાજમણી , દુર્ગાભાભી,ચંદા બરદાઇ,સરન કૌર, અમર ભૂષણ નો ભારત ની સુરક્ષા માં અમૂલ્ય ફાળો છે.

ભારત ના હાલના જેમ્સ બોન્ડ કે જે અનેક ઓપરેશન અને સર્જીકલ સ્ટ્રાઈક પાર પાડનાર વર્તમાન ભારત ના સુરક્ષા સલાહકાર “ અજીત ડોવાલ “ સાહેબ ને કેમ ભૂલાય.

આવા વીર જાબાજ ની બલિદાન રૂપે છેલ્લી પંક્તિ

“ ગર્વ છે ભારત ને એવા વીર સપૂતો પર

કે જેમણે રેડયા પ્રાણ ભારત ભોમ માટે “

આ સ્ટોરી લેખ માં મારી વૃતિ કોઈપણ દેશ,જાતિ ,જ્ઞાતિ, કે સુરક્ષા એજન્સી ની ગરિમા ને ઠેસ પહોચાડવાની નથી, માફ કરશો...

જય હિંદ, જય ભારત

Rohit Marvaniya