Videshma Malelu Desi Dil Part-4 books and stories free download online pdf in Gujarati

વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ-૪

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશના બા તેને વિદેશ ભણવા જવાની મંજુરી આપે છે. અને પ્રિયાંશી અને મેહુલભાઇ વચ્ચે પિતા-દિકરી વચ્ચેનો પ્રેમ અને એકબીજા માટે લેટર લખે છે. હવે આગળ વાંચો.


-------------------------------------------------------------------------------


પ્રિયાંશને અમેરીકાની યુનિવર્સીટી ઓફ શિકાગો, શિકાગોમાં એડમીશન મળી જાય છે. વિઝા અને એડમીશનની પ્રોસેસ પુરી કરવામાંજ ૩ મહિના જેટલો ટાઇમ નિકળી જાય છે.


રાતનો સમય હોય છે. ભાવનાબેન, ભગવાનભાઇ અને પ્રિયાંશ માટે જમવાનુ બનાવતા હોઇ છે.


ભગવાનભાઇ અને પ્રિયાંશ બન્ને હિચકા પર બેઠા બેઠા વાતો કરતા હોય છે.


ભગવાનભાઇ:- દિકા ટીકીટનુ શુ થયુ?


પ્રિયાંશ:- બાપુજી જમીને ટીકીટ જ બુક કરવાની છે.


ભગવાનભાઇ:- તારી કોલેજ ક્યારે ચાલુ થાય છે.?


પ્રિયાંશ:- ૧૧ ઓક્ટોમ્બરથી..


ભગવાનભાઇ:- સારૂ. તારે ત્યા કેટલા રૂપિયાની જરૂર પડશે?


પ્રિયાંશ:- તે તો ખબર નઇ પણ બાપુજી હુ ત્યા જઇને નોકરી કરવાનો છુ..


આ સાંભળીને ભાવનાબેન રસોડામાંથી બહાર આવે છે.


ભાવનાબેન:- તને ત્યા ભણવા મોકલવી કે નોકરી કરવા. ગામમા લોકોને ખબર પડશે તો બધા આપણી વાતુ કરશે.


પ્રિયાંશ:- બા હુ ત્યા ભણવા માટે જ જાવ છુ પણ સાથે સાથે ત્યા રહેવા, ખાવાનો ખર્ચ કાઢવા માટે તો નોકરી કરવી પડશે ને.


ભાવનાબેન:- તો અમે તને અહિયાથી પૈસા મોકલવાના જ છીએ ને, કેટલા જોશે દર મહિને ?


પ્રિયાંશ:- ૪૦૦૦૦ જેટલા.


ભાવનાબેન:- હે.... આટલા બધા?


પ્રિયાંશ:- હા બા. વિદેશમા ૧ મહિનાનો ખર્ચો આટલોતો થવાનો જ ને.


ભગવાનભાઇ:- સાંભળ આપણો દિકરો ત્યા ભણવા માટે જાઇ છે. અને ત્યા રહીને નોકરી કરે એમા ખોટુ હુ છે. આ બધાના દિકરા દિકરીઓ જે પણ વિદેશ જાય છે તે બધા આવી રીતે જ રહે છે. ત્યા નોકરી કરે અને ભણવાનુ પણ કરે અને ત્યા જઇને નોકરી કરશે તો ઘણુ શિખવા મળશે અને જેટલુ ભણતર જ્ઞાન નથી આપતુ એટલુ એટલુ જ્ઞાન તમને શિખવામાંથી મળે છે. પેલુ કહે છે ને ભણેલુ ભુલાઇ જાઇ પણ શિખેલુ ક્યારેય ના ભુલાઇ. તો ભલેને કરે નોકરી ત્યા..


ભાવનાબેન:- પણ તને ત્યા નોકરી કોણ દેશે?


પ્રિયાંશ:- ઇ તો હુ જાતે જ ગોતી લઇશ..


ભાવનાબેન:- પણ નોકરીના લીધે તારુ ભણવાનુ ના બગડવુ જોઇએ.


પ્રિયાંશ:- હા બા નહી બગડે.


ભગવાનભાઇ:- દિકા તારે ત્યા જે જે વસ્તુની જરૂર પડશે તે કાલે ભાવનગર જઇ ને લઇ આવજે..


પ્રિયાંશ:- હા બાપુજી...


ભગવાનભાઇ:- કેટલા રૂપિયા જોઇશે?


પ્રિયાંશ વિચાર કરવા લાગે છે કે લેપટોપ તો જોઇશેજ થોડા કપડા પણ, ૨ બેગ પણ લેવાની છે અને એક સારો ફોન પણ લેવો છે. જેથી આ ફોન બાપુજીને આપી શકાય જેથી હુ તેમને વિડીયો કોલ કરી ને જોઇ પણ શકુ અને બા-બાપુજી મને જોઇ શકે અને તેમને અમેરીકા પણ બતાવી શકુ પણ આટલા બધા પૈસા બાપુજી પાસે કેવી રીતે માંગુ?


ભગવાનભાઇ સમજી જાય છે કે પ્રિયાંશ ક્યા ખોવાઇ ગયો.


ભગવાનભાઇ:- કાલે મારે પણ થોડુ કામ છે ભાવનગર તો આપણે બન્ને ગાડી લઇને જ જશુ..


પ્રિયાંશ:- જેમ તમે કહો એમ બાપુજી..


ત્યાજ ભાવનાબેન બન્નેને જમવા માટે બોલાવે છે. જમીને ભગવાનભાઇ વાડીએ ચાલ્યા જાય છે, અને પ્રિયાંશ ટીકીટ બુક કરાવી લેય છે.


બીજા દિવસે સવારે બન્ને ભાવનગર જતા હોઇ છે.


ભગવાનભાઇ:- ટીકીટ થઇ ગઇ?


પ્રિયાંશ:- હા બાપુજી..


ભગવાનભાઇ:- ક્યારની કરી?


પ્રિયાંશ:- ૩ તારીખની, અમદાવાદથી.


ભગવાનભાઇ:- સારૂ અને ત્યા રહેવાનો છે ક્યા?


પ્રિયાંશ:- કરણના કોઇ સિનિયર ત્યા રહે છે. તો જ્યા સુધી હોસ્ટેલમા એડમીશન ના મળે ત્યા સુધી તેમની સાથેજ રહીશ.


ભગવાનભાઇ:- સારૂ.


ભગવાનભાઇ પ્રિયાંશને વાઘાવાડી પરના રેમન્ડના શોરૂમ પર લઇ જાય છે. અને ત્યાથી ૪ જોડી કપડાનુ કાપડ અપાવે છે. ત્યારબાદ બન્ને બાપ-દિકરો ભાવનગરમાં ફેમસ એવા ઇડલી-સંભાર ખાવા ઘરશાળા સ્કુલની બાજુમા જાય છે. (બન્ને બાપ-દિકરો જ્યારે પણ ભાવનગર સાથે આવે એટલે તે બન્ને અહિયા આવીને મેદુંવડા ખાઇ જ.) ત્યારબાદ ભગવાનભાઇ હિમાલયા મોલમાં પ્રિયાંશને લઇ જાય છે. ત્યા વેસ્ટસાઇડમાંથી પ્રિયાંશ ૬ શર્ટ, ૪ ટી-શર્ટ, ૬ જીંસ, અને ૨ લેધર જેકેટ લેય છે.


ત્યાથી બન્ને ઇલેક્ટીક્સ વસ્તુઓ તરફ જાય છે. ત્યા ભગવાનભાઇ પ્રિયાંશને એપલનો નવો આઇફોન અપાવે છે. તથા એપલનુ મેકબુક અપાવે છે. ત્યારબાદ શુઝ, ૨ બેગ સામાન મુકવા, કોલેજ બેગ તથા બીજી ગ્રોસરીસની વસ્તુઓ લેય ત્યા સુધીમા સાંજ થઇ જાય છે. બન્નેને ભુખ પણ લાગી હોય છે. તો બન્ને હવે સરદાનગરના પ્રખ્યાત પાઉં-પકોડા ખાય છે અને ગામડે જવા નિકળી પડે છે.


આજે પ્રિયાંશ ખુબજ ખુશ હોઇ છે કેમ કે તેને જે પણ લેવુ હતુ તે બધુ જ ભગાવનભાઇએ અપાવ્યુ હોઇ છે.

૧ ઓક્ટોમ્બરે પ્રિંયાશને ત્યા પુજા રાખી હોય છે. અને બીજા દિવસે બપોરે તે અમદાવાદ જવા માટે નિકળે છે. કેમ કે ૩ તારીખે સવારે ૩ વાગ્યા ની ફ્લાઇટ હોય છે.


-------------------------------------------------------------

પ્રિયાંશીને પણ શિકાગો યુનિવર્સીટીમા એડ્મીશન મળી જાય છે, અને તેને બધીજ તૈયારી કરી લીધી હોય છે. મેહુલભાઇનુ, માયાબેન અને દેવાંશી પણ શિકાગો જવાના હતા પ્રિયાંશીને મુક્વા માટે અને હોલીડે માટે. ૧૧ તારીખથી પ્રિયાંશીની કોલેજ ચાલુ થવાની હતી તો ત્યા જઇને ૫ દિવસ બધા ફરીને પ્રિયાંશીને મુકીને આવી જશે એવુ પ્લાનિંગ થયુ હતુ. પ્રિયાંશીએ શિકાગો જતા પહેલા અમદાવાદ જઇને બોવ બધી શોપિંગ કરી હતી. અને જે બાકી હતુ તે બધુ તે શિકાગોથી લેવાની હતી.


૧ ઓક્ટોમ્બરે આખા ભાવનગરમાં એક જ વાતની ચર્ચા હતી મેહુલભાઇની પાર્ટી વિશે. મેહુલભાઇએ ઇસ્કોન ક્લબ ખાતે આલીશાન પાર્ટીનુ આયોજ્ન કર્યુ હતુ અને બધાજ મોટા મોટા વેપારીઓ તથા ફેમીલી મેમ્બર્સ તથા સગા-સંબધીઓને આવેલા હતા. અને આ પાર્ટી પ્રિયાંશી અમેરીકા જઇ રહી હતી તેના માટે આપવામા આવી હતી. પ્રિયાંશી આજે એક પરી જેવી લાગતી હતી તેણે આજે બ્લેક કલરનો સ્લીવલેસ ડ્રેસ, બ્લેક કોર્ક હાઇ હિલ્સ, બ્લેક અને ગોલ્ડ કલર વાળુ ક્લચ બેગ, બ્લેક નેઇલ પોલીસ, બ્લેક મેટલ લીપસ્ટીક, ગળામા ગોલ્ડનો હાર તેમા બ્લેક કલરના ડાયમંડ, ખુલ્લા વાળ અને સ્માઇલ કરતા ગાલમા પડતુ ડીમ્પલ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા હતા..


પ્રિયાંશી તેના ફ્રેન્ડ સાથે પાર્ટીને માણી રહી હતી અને થોડી દુખી પણ હતી કેમ કે તે હવે તેના ફ્રેન્ડસ, ફેમીલી આ બધાને છોડીને નવાજ શહેર, નવાજ દેશ અને નવાજ લોકો વચ્ચે જવાની હતી. બીજા દિવસે બપોરે બધાજ લોકો અમદાવાદ જવા માટે નિકળી જાય છે.

-----------------------------------------------------------------------------


સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ. રાતના ૧૧ વાગ્યાનો ટાઇમ હતો. પ્રિયાંશ, ભગવાનભાઇ અને ભાવનાબેન એરપોર્ટ પર પહોચ્યા. પ્રિયાંશએ આજે સ્કાય બ્લુ જીંસ, સફેદ ટી-શિર્ટ ઉપર બ્રાઉન લેધર જેકેટ, ટાઇટનની ઘડીયાળ અને બ્લેક નાઇકીના શુઝ પેર્યા હતા. તે ગાડીમાંથી સામાન ઉતારવામાં ભગવાનભાઇની મદદ કરતો હતો ત્યાજ બાજુમા બ્લેક કલરની પોર્સ કાર આવીને ઉભી રહી અને તેમાંથી મેહુલભાઇ, માયાબેન, પ્રિયાંશી અને દેવાંશી નીચે ઉતર્યા. પ્રિયાંશની નજર પ્રિયાંશી ઉપર પડતાજ તે પુતળુ બની ગયો. પ્રિયાંશી બ્લેક જીંસ, બદામી કલરનુ ફુલ સ્લીવ વાળુ ટી-શિર્ટ, લાઇટ બ્રાઉન કલરનુ સ્લીંગ બેગ, બ્લેક ઘડીયાળ, બદામી કલરના લોફર, ગુલાબી લીપસ્ટીક અને ખુલ્લા વાળમા જાણે સ્વર્ગની કોઇ અપ્સરા પૃથ્વી પર ભુલી પડીને આવી ગઇ હોય એવુ લાગતુ હતુ. આ બાજુ પ્રિયાંશ તો પ્રિયાંશીને જોઇને જ ખોવાઇ ગયો હતો અને ભગવાનભાઇએ બે-એ વાર બોલાવવા છતા પણ તેનુ ધ્યાનના રહ્યુ અને એક બેગ પ્રિયાંશના પગ પર પડી અને તેને રાડ પાડી, આ જોઇ પ્રિયાંશી અને દેવાંશી બન્ને હસવા લાગ્યા અને પ્રિયાંશ શરમાઇને બેગ લઇને ત્યાથી ચાલવા લાગ્યો.


પ્રિયાંશ મનમાં વિચારી રહ્યો હતો કે આ છોકરીને પેલા જોઇ છે પણ યાદ નહોતુ આવતુ. વિચારોમાં ખોવાયેલા પ્રિયાંશને જોઇને ભાવનાબેન બોલી ઉઠ્યા


ભાવનાબેન:- ક્યા ખોવાઇ ગયો? શેના વિચારો આવે છે?


પ્રિયાંશ:- તમારી થવાવાળી વઊંના….


ભાવનાબેન:- હે...... શુ બોલ્યો ફરીથી બોલતો...


ભાવનાબેન બુમ પાડીને બોલ્યા ત્યારે પ્રિયાંશને ભાન થયુ કે તે શુ બોલ્યો.


પ્રિયાંશ:- કઇ નહી બા. બસ તમારી અને બાપુજીની યાદ આવશે..


ભાવનાબેન:- જો ત્યા જઇને કોઇ ભુરી હારયે કોઇ ચક્કર ચલાવતો નઇ. મારે એવી કોઇ ભુરી ઘરમાં નથી લાવવાની

પ્રિયાંશ:- બા મને પણ ક્યા ભુરી ગમે છે. (મનેતો બસ આપણી સામે જે ઉભી છે ઇ જ છોકરી ગમે છે. મારુ મનતો તેને જ તમારી વઊં બનાવવોનો છે.)


ભાવનાબેન:- તો ઠીક...


પ્રિયાંશ મનોમન વિચારી રહ્યો હતો કે આ છોકરીને ક્યાંક તો જોઇ છે પણ ક્યા? અને હવે ક્યારેય આ છોકરી જોવા મળશે ક નહી. અને જો જોવા નહી મળે તો? બસા આજ વિચાર કરતા કરતા ભાવનાબેન અને ભગવાનભાઇને પગે લાગીને બાય-બાય કરતો કરતો એરપોર્ટની અંદર જાય છે.

-----------------------------------------------------------------

પ્રિયાંશની કતાર એરલાઇન્સની ફ્લાઇટ હતી. એરપોર્ટમાં ચેક ઇન કર્યા પછી બોર્ડીંગ એનાઉન્સમેન્ટ થાય ત્યા સુધી તેને વેઇટીંગ રૂમમાં બેસવાનુ વિચાર્યુ. પ્રિયાંશ ત્યા જઇ ને બેઠો અને સામે નજર કરતા જ તેને તેના સપનાની પરી દેખાઇ.


સામેની બાજુ મેહુલભાઇ અને તેમનુ ફેમિલી બેઠા હતા. પ્રિયાંશી ઇયરફોન લગાવીને ગીતો સાભળી રહી હતી તેના વાળમાંની એક લટ તેના ગાલ પર આવીને તેના ગાલને ચુમી રહી હતી અને પ્રિયાંશી તેની લટ સાથે આગંળીઓ દ્રારા રમી રહી હતી. પ્રિયાંશ બસ બદામી કલરના ટી-શર્ટ અને બ્લેક જીંસમાં બેઠેલી પરીને જ જોઇ રહ્યો હતો. અને આ બાજુ પ્રિયાંશી પણ ગીતો સાંભળતા સાંભળતા પ્રિયાંશને જોઇ રહી હતી અને વિચારી રહી હતી. ક્યારનો આ છોકરો મારી સામે આવી રીતે કેમ જુવે છે. આને ક્યાંક તો જોયો છે પણ ક્યા? પછી તેણે યાદ આવે છે કે આ છોકરાનો ફોટો તેને ન્યુઝ પેપરમાં જોયો છે. ભાવનગર જીલ્લામાં ધો. ૧૨ મા પ્રથમ નંબરે આવેલો મારી બાજુમાંજ ફોટો આવેલો. પણ ફોટામાંતો સાવ કેવો લાગતો હતો અને અહિયા તો સાવ અલગ જ લાગે છે. બોડી કેટલુ ફીટ છે અને તેની આંખોમાં પણ અજીબ ચમક લાગે છે. જે મે બીજા છોકરામાં ક્યારે પણ નથી જોઇ.


દેવાંશી તેના આઇપેડમા મુવિ જોઇ રહી હતી ને માયાબેન અને મેહુલભાઇ વાતો કરી રહ્યા હતા.


૨:૧૫ એ ફ્લાઇટના બોર્ડીંગ માટે એનાઉન્સમેન્ટ થયુ મેહુલભાઇ અને તેમનુ ફેમીલિ ફ્લાઇટ તરફ ચાલવા લાગ્યુ અને આ બાજુ હજી પ્રિયાંશ સપનામાંજ ખોવાયેલો હતો તેને ભાન પણ નહોતુ કે તેની ફ્લાઇટનુ અનાઉન્સમેન્ટ થઇ ગયુ છે.


૨:૪૫ થયા હતા અને પ્રિયાંશ હજી સપનામાં જ હતો ત્યાજ તેના નામનુ અનાઉન્સમેન્ટ થયુ અને તેને ભાન આવ્યુ અને તે ભાગતો ભાગતો તેની ફ્લાઇટમાં ગયો અને વિચારોમા ખોવાયેલો હતો કે હવે પછી ક્યારેય તે છોકરી જોવા મળશે કે નહી? અને જો જોવા ના મળી તો મારો પહેલો પ્રેમ બસ અહીયા અને સાવ આવી રીતે પુરો થઇ જશે. આ વાતથી તે દુખી પણ હતો..


૨:૫૦ એ ફ્લાઇટ પર પહોચ્યો ત્યાજ ફ્લાઇટની એક સુંદર કેબિન ક્રુ ફ્લાઇટના ગેટ પાસે જ ઉભી હતી તેને સ્માઇલ સાથે પ્રિયાંશને વેલકમ કહ્યુ. પ્રિયાંશ એક ફેક સ્માઇલ આપીને ફ્લાઈટની અંદર દાખલા થયો અને પેલી કેબિન ક્રુ એ પ્રિયાંશને તેની સીટ સુધી ગાઈડ કર્યો.


સીટ પર જતા જતા તેની નજર એક સીટ પર સ્થિર થઇ ગઇ અને તે સીટ પર પ્રિયાંશી બેઠી હતી બરાબર તેની પાછળની સીટ પ્રિયાંશની હતી.

પ્રિયાંશ પોતાની સીટ પર બેસીને મનોમન ભગવાનનો આભાર માન્યો અને તેના મનમા બસ ઓમ શાંતિ ઓમ મુવીનો ડાયલોગ યાદ આવી ગયો


अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है।


થોડીજ વારમાં ફ્લાઈટ રન વે ઉપર હતી અને પછી ઉચ્ચે આકાશમાં જઇ ને વાદળો સાથે ઉડવા લાગી. અમદાવાદ ધીરે ધીરે વાદળો વચ્ચેથી અદ્રશ્ય થવા લાગ્યુ અને થોડીજ મીનીટોમા ફ્લાઈટ વાદળો કરતા પણ ઉપર ઉડી રહી હતી અને સાથે સાથે પ્રિયાંશનુ દિલ પણ પ્રિયાંશીને જોઇ ને વાદળોની વચ્ચે ખોવાઇ ગયુ હતુ..


૩ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હતો અને ત્યાંજ એનાઉન્સમેન્ટ થયુ દુબઇ એરપોર્ટ પર ફ્લાઇટ થોડી જ ક્ષણોમાં લેન્ડ કરવાની હતી. પ્રિયાંશ બારીની બહાર જોઇ રહ્યો હતો ત્યાજ તેની નજર નીચે પથરાયેલા દુબઇ શહેર તરફ પડી. આકાશને ચુમતી ઇમારતો દેખાઇ રહી હતી, એક સુકા વેરાણ રણ પ્રદેશમા પથરાયેલુ દુબઇ શહેર, વિશ્નના ધન કુબેરોનુ પસંદીદા શહેર બની ગયુ હતુ. છેલ્લા ૩ દાયકામાં દુબઇનો વિકાસ અવિશ્વનિય રહ્યો છે. આકાશને ચુમતી ઇમારતો, સ્વચ્છ અને પહોળા રસ્તાઓ, દરિયામાં ઉભુ કરાયેલુ કુત્રિમ શહેર, બાજુમાંજ પથરાયેલુ અફાટ રણનુ સોંદર્ય. આ બધુ આકાશમાંથી જોઇ પ્રિયાંશની આંખો પહોળી થઇ ગઇ હતી. થોડી વાર માટે તે પ્રિયાંશીને પણ ભુલી ગયો હતો અને દુબઇનુ સૌદર્ય જોવામાં ખોવાઇ ગયો હતો. દુબઇ એરપોર્ટ પર ૪ કલાકનુ સ્ટોપ હતુ. તો બધા મુસાફરોએ એરપોર્ટ પર ટહેલવાનુ વિચાર્યુ.


પ્રિયાંશ દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટને જોઇને એકદમ સ્તબ્ધ થઇ ગયો હતો. દર મિનિટે ફ્લાઇટ લેન્ડ થતી હતી કે પછી ફ્લાઇટ ટેક ઓફ થતી હતી. વર્ષ દરમિયાન ૮ કરોડ પેસેન્જર દુબઇ એરપોર્ટ પરથી આવન-જાવન કરતા હોવા છતા પણ તેની ખુબસુરતી, સિક્યુરીટી, સ્વચ્છતાએ પ્રિયાંશનુ મન મોહી લીધુ હતુ.


પ્રિયાંશીને કોફી પીવી હતી એટલે તે કોફી શોપમાં ગઇ જ્યારે દેવાંશી અને માયાબેન શોપીંગ કરી રહ્યા હતા અને મેહુલભાઇ કોલ પર કોઇ સાથે વાત કરી રહ્યા હતા. પ્રિયાંશ કોફી સોપમાં જઇને કોફી પી રહ્યો હતો પ્રિયાંશીએ તેને જોયો અને વાત કરવા વિચાર્યુ. પ્રિયાંશ કોફિ પીતા પીતા મોબાઇલમાં સોશિયલ સાઇટની અપડેટ ચેક કરી રહ્યો હતો ત્યાજ પાછળથી એક સુદર અવાજ આવ્યો


“ફોટોમાં જેવા દેખાતા હતા તેના કરતા રિયલમા સારા દેખાવ છો.”


પ્રિયાંશે પાછળ વળીને જોયુ તો એકદમ સ્તબ્ધ થઇ ગયો. તે ક્યારનો જે છોકરીને જોઇ રહ્યો હતો જેના વિચારમાં ખોવાયેલો હતો તે જ છોકરી તેની સામે આવીને ઉભી હતી. પ્રિયાંશ હજી કન્ફ્યુઝ હતો કે શુ જવાબ આપવો..


પ્રિયાંશ:- સોરી મને કઇ સમજણ ના પડી.


પ્રિયાંશી:- હાય માય નેમ ઇઝ પ્રિયાંશી..


પ્રિયાંશ:- હેલો. પ્રિયાંશ હીયર..


પ્રિયાંશી:- ફ્લટ કરવાની સારી રીત છે.


પ્રિયાંશ:- મતલબ...


પ્રિયાંશી:- મારૂ નામ સાંભળીને તમે પણ તમારૂ નામ ચેંજ કરીને પ્રિયાંશ કરી નાખ્યુ...


પ્રિયાંશ:- ના....... મારૂ નામ સાચેજ પ્રિયાંશ છે. આ રહ્યો મારો પાસપોટ ચેક કરી લ્યો..


પ્રિયાંશી:- હસી ને... હુ માજાક કરી રહી છુ. મને ખબર છે તમારુ નામ પ્રિયાંશ છે. પ્રિયાંશ દિહોરા રાઇટ..


પ્રિયાંશને હજી કઇ સમજાતુ જ નહોતુ કે આ શુ થઇ રહ્યુ છે મારા સાથે. હુ જે છોકરીને મનોમન પ્રેમ કરવા લાગ્યો છુ, મારો પહેલી નજરનો પ્રેમ છે પણ હુ તેના વિશે કઇ જાણતો નથી અને આ છોકરીને મારા નામની પણ ખબર છે. પ્રિયાંશ વિચારોમાં ખોવાયેલો હતો.


પ્રિયાંશી:- ઓ રેન્કર સ્ટુડન્ટ...... ક્યા ખોવાઇ ગયા.?


પ્રિયાંશ:- હમ... કઇ નહી બસ એ જ વિચારતો હતો કે તમને મારૂ નામ કેવી રીતે ખબર..


પ્રિયાંશી:- હસી પડી.. મને એકનેજ નહી આખા ભાવનગરને તમારૂ નામ ખબર હશે...


પ્રિયાંશ:- કઇ રીતે, હુ કઇ મોટો માણસ નથી કે આખા ભાવનગરને મારૂ નામ ખબર હોય...


પ્રિયાંશી:- મોટા માણસા તો નથી પણ રેન્કર સ્ટુડન્ટતો છો. આખા ભાવનગરમા પ્રથમ નંબર આવેલો અને ન્યુઝ પેપરમાં ફોટો આવેલો તો પછી આખુ ભાવનગર ઓળખેજ ને..


પ્રિયાંશ:- ઓ...... એવુ.... મને નોતી ખબર. પણ તમને મારૂ નામ અને ચેહરો હજી સુધી યાદ છે. ૩ મહિના પહેલાની વાત છે એ તો..


પ્રિયાંશી:- મારા ફોટોની બાજુમાંજ તમારો ફોટો હતો એટલે યાદ છે.


પ્રિયાંશ:- તમારા ફોટાની બાજુમા??


પ્રિયાંશી:- કેટલો એટીટ્યુડ છે જોવો તો. તમારો પ્રથમ નંબર આવેલો સાથે બીજા લોકોના નંબર પણ આવેલા અને તેમના ફોટો પણ આવેલા..


પ્રિયાંશ:- તમારો બીજો નંબર આવેલો?


પ્રિયાશી:- હાસ્તો.....


પ્રિયાંશ:- પ્રિયાંશી શુકલા?


પ્રિયાંશી:- ઓહ...... તમે પણ સ્માટ છો એમને...


પ્રિયાંશ:- હુ કઇ સમજ્યો નહી...


પ્રિયાંશી:- જ્યારે સમજાઇ ત્યારે કે જો


પ્રિયાંશ:- પણ........


પ્રિયાંશી:- ક્યા જાવ છો તમે?


પ્રિયાંશ:- શિકાગો જાવ છુ. આગળના અભ્યાસ માટે.


પ્રિયાંશી:- હુ પણ....


પ્રિયાંશ:- વાહ.......


પ્રિયાંશી:- સારૂ ચાલો તો બાય.....


પ્રિયાંશની ઇચ્છાતો હતી પ્રિયાંશીને રોકવાની તેની સાથે વાત કરવાની અને વધુ તેના વિશે જાણવાની પણ ત્યા સુધીમા પ્રિયાંશી જતી રહી હતી.


પ્રિયાંશ મનોમન વિચારી રહ્યો હતો કે તે સાવ ગાંડો છે. પ્રિયાંશી પણ શિકાગો જ જાય છે તો તેને પુછી લેવાઇ ને કે તેને કઇ કોલેજમાં એડમીશન લીધુ છે. અને પછી વિચારવાનુ છોડી દિધુ અને નક્કિ કરયુ કે ભગવાન સાથે જ છે ને નહીતો આવી પરી જેવી છોકરી જે ને મે ૩ મહિના પહેલા પેપરમાં જોઇ હતી અને પ્રેમ થઇ ગયો હતો તે મને અહિ અજાણ્યા દેશમાં મળી અને મારી સાથે વાત પણ કરી. ભગવાને અહિયા સુધી સાથ આપ્યો છે તો આગળ પણ આપશે જ...


થોડીજ વારમા ફ્લાઈટનુ એનાઉન્સમેન્ટ થયુ પ્રિયાંશ જઇને તેની સીટ પર બેસી ગયો થોડી જ વારમાં મેહુલભાઇનુ ફેમિલી પણ આવીને સીટ પર ગોઠવાયુ. સીટ પર બેસતા બેસતા પ્રિયાંશીએ પ્રિયાંશ તરફ સ્માઇલ કર્યુ અને પ્રિયાંશે પણ સ્માઇલ આપી


ફ્લાઇટ ટેક ઓફ થયુ અને વળી પાછુ વાદળોની વચ્ચે પહોચી ચુક્યુ હતુ. પ્રિયાંશ બારીની બહાર જોતા જોતા જ સપનામાં ખોવાઇ ગયો હતો. પ્રિયાંશી પણ સુઇ ગઇ હતી.

---------------------------------------------------------------------

નવો દેશ, નવા લોકો, નવી સંસ્કુતિ. પ્રિયાંશ અને પ્રિયાંશીની લાઇફમાં આગળ શુ થાય છે તે હવે આગળના ભાગમાં.

----------------------------------------------------------------------