Thakavat books and stories free download online pdf in Gujarati

થકાવટ


રાજકોટ માં મધ્યમ કક્ષાનું કારખાનું ધરાવતા અને ખાધે પીધે સુખી એવા 40 વર્ષીય દિપક ભાઈ રોજની જેમ આજે પણ સવારે 9 વાગ્યે કારખાને જવા નીકળે છે. પણ કોઈ દિવસ પોતાની કાઈ પણ વસ્તુ ભૂલ્યા વગર લેતા પણ આજે પોતાના બન્ને મોબાઈલ ભૂલી જાય છે. અને રોજ હોન્ડા સીટી માં જતા દીપકભાઈ આજે એક્ટિવા લઈને જાય છે.
થોડીવાર માં સામેના મકાન માં જ રહેતો કિંજલ, દીપકભાઈની પત્ની સીમાબેનને એક્ટિવા આપી જાય છે. અને કહે છે કે દીપકભાઈ મને રસ્તા માં મળ્યા હતા ને આ એક્ટિવા તમને આપવા કહ્યું છે. સીમાબેનને થોડુંક અજીબ લાગે છે, પણ સવારના કામ માં બહુ બીઝી રહેતા સીમા બેન જાજુ વિચાર્યા વગર, ચાવી લઈ લે છે. ને ઘર ના કામ વળગી જાય છે.
બપોરના સાડા અગિયાર જેવું થતા, એના કારખાનાનો મેનેજર અને દીપકભાઈનો મિત્ર મહેશ સીમાબેનને કોલ કરીને પૂછે છે કે ભાભી દિપકભાઈ આજે કારખાને નથી આવા ના ?? બેય ફોન પણ બન્ધ આવે છે. એટલે થયું કે ભાભીને જ પૂછી જોવ !! સીમા બેન કહે છે, મહેશભાઈ એ તો રોજ મુજબ જ કારખાને જવા નીકળી ગયા છે, પણ મોબાઈલ અહીંયા જ ભૂલી ગયા છે. ને હા આજે એક્ટિવા લઈ ને નીકળ્યા હતા પણ અમારા પડોસ માં રહેતા કિંજલને એને એક્ટિવા આપી દીધી,ખબર નહિ કેમ !! આ વાત સાંભળીને સીમાબેન અને મહેશ બન્નેને ચિંતા થવા લાગી!! મહેશ કહ્યું કાઈ વાંધો નહિ ભાભી તમે ટેનસન ના લ્યો, હું હમણા લાગતા વળગતાને ફોન કરું છું. અને તપાસ કરું છું કે દીપકભાઈ ક્યાં ગપ્પા મારવા બેસી ગયા!! ફોન કટ થાય છે.
મહેશ કારખાના સાથે વયહવાર ધરાવતા નાના થી મોટા દરેક વેપારીને કોલ કરીને, દીપકભાઈ વિસે પૂછપરછ કરે છે. પણ ક્યાંય પતો લાગતો નથી!! અને આમ બાજુ સીમાબેન પણ પોતાના પતિની તપાસ કરવા માટે દરેક સગા વહાલા સાથે વાત કરે છે, પણ ક્યાંય એમનો પતો લાગતો નથી!!
મહેશભાઈ બધા કામ પડતા મૂકીને દીપકભાઈની ઘરે જાય છે. ને સીમાબેનને દિલાસો આપે છે. દીપકભાઈનો નાનો ભાઈ સમીર અને ગામડે થી એમના માતા પિતા પણ આવી જાય છે.બધા ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં માં દીપકભાઈની ગુમ થયાની ફરિયાદ લખાવવા માંગે છે. પણ રુલ મુજબ 24 કલાક પહેલાં ફરિયાદ લખી નથી શકાતી એટલે ઇન્ચાર્જ PSI રાજભા પણ મજબુર હોય છે. એ સીમાબેનને કહે છે. બેન તમે જરા પણ ચિંતા ના કરો, પોલીસ તમારી સાથે છે, ભલે રુલ મુજબ ફરિયાદ ના લઈ શકાય પણ હું અન ઓફિસયલી તો તમારી મદદ કરીશ જ!! સીમાબેન એને સવાર થી બનેલો આખો ઘટનાક્રમ જણાવે છે.
રાજભા બધા ના પર્સનલ ઇન્ટરવ્યૂ લ્યે છે. અને એ તારણ પર આવે છે કે, દિપકભાઈનું અપહરણ તો કોઈના જ કરે,કારણ કે એ કઈ એવડા મોટા કારખાનેદાર નથી, ને ખડણી વસુલ કરવી હોય તો એ સીમાબેન અથવા એના નાના બાળકો નું અપહરણ કરે.
બીજે દિવસે વિધિવત ફરિયાદ દાખલ થાય છે રાજભા, ઘર ને કારખાનાની તપાસ કરે છે, જે માં દીપકભાઈની અંગત ઓફીસનો દરવાજો સહેજ ધક્કો મારતા ખુલી જાય છે. મહેશને એ થોડું અજીબ લાગે છે, કારણ કે દીપકભાઈ હમેશા પોતાની અંગત ઓફીસ લોક રાખતા!! રાજભાને એ વાત મહેશ જણાવે છે. આખી ઓફીસની તલાશી લેવા માં આવે છે,એક ડ્રોઅર માં માં થી ચેક બુક નીકળે છે. પણ આખી ચેક બુક સહી કરેલી હોઈ છે. માત્ર પાર્ટી નું નામ અને અમાઉન્ટ જ નાખવાનું બાકી હોઈ છે. આ જોઈને રાજભા મલકાય છે.
રાજભા પોતાના ખબરીનું નેટવર્ક એકટિવ કરે છે,પણ બધાનો એક જ સુર છે કે, દીપકભાઈનું અપહરણ કોઈના કરે કારણ કે અમે બધા હિસ્ટ્રીસીટર તપસ્યા,પણ ના તો એના નામની સોપારી નીકળી છે,કે ના તો એનું કોઈએ અપહરણ કર્યું છે. ફેમેલીનો ઇતિહાસ પણ તપાસ્યો, પણ બધા મેમ્બર એમાં પણ પાસ થઈ ગયા, રહી વાત ધન્ધાની તો એક સરળ વેપારી છે, કોઈ સાથે માર્કેટ માં એવી દુશ્મનની પણ નથી. કે કોઈ એનું જરા પણ ખરાબ વિચારે.
આમને આમ 15 દિવસ નીકળી જાય છે, તપાસ આગળ વધતી નથી,કારણ કે કોઈ ખડણી માટે નો કોલ નથી આવતો. એક દિવસ રાજભા બધાને દીપકભાઈના ઘરે બોલાવે છે. ને શાંત ચિત્તે બધાને કહે છે કે, દીપકભાઈ પોતાની મરજી થી જ ગાયબ થયા છે, એટલે જ એ મળતા નથી, તમે થોડા દિવસ વાટ જોવો એ જરૂર પાછા આવી જશે. એ વાત સાંભળીને સીમાબેન ઉકળી ઉઠે છે. રાજભા એને શાંત પાડે છે ને કહે છે, બેન તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું, પણ તમે જ વિચારો કોઈદિવસ કાઈ ના ભૂલ તો માણસ,કેમ મોબાઈલ ભૂલી ગયો?? એ પણ બન્ને મોબાઈલ, કેમ એક્ટિવા પાછી મોકલાવી?? કેમ આખી ચેકબુક માં સાઈન કરી નાખી?? કારણ કે, મહેશભાઈ એ દિવસો દરમિયાન આરામ થી કારખાનું ચલાવી શકે!! ને જોવો આ વીડિયો કલીપ આ રાજકોટ જંકશન ની છે, જેમાં દીપકભાઈ કોઈ પણ વ્યક્તિ વગર એકલા જ દિલ્હી જતી ટ્રેન માં ચડી ગયા છે.
આખી વાત બધાના મગજ માં ઊતરી જાય છે. સીમાબેન આંતરીક રીતે બહુ દુઃખી થઈ જાય છે. મહેશભાઈ ધન્ધાની આખી જવાબદારી લઈ લે છે. ને ધન્ધા માં વ્યહવાર માં પારદર્શકતા રહે એટલે એ સીમાબેનને કારખાને આવવા કહે છે.ભણેલા સીમાબેન પણ પોતાનું દુઃખ હળવું કરવા દીપકભાઈની જગ્યા એ કારખાને રોજ જવા લાગે છે. ઘરની જવાબદારી સીમાબેનના સાસુ રમીલા બહેન સહર્ષ સ્વીકારી લે છે.
ધીમે ધીમે બધું ઠરીઠામ થાય છે. ત્યાં અચાનક એક દિવસ રાતના આઠ વાગ્યે દીપકભાઈ ઘરે આવી જાય છે. હાથ માં એક નાની એવી બેગ હોઈ છે, એને જોતા જ સીમાબેનને હરખ ના આશુ આવી જાય છે. પણ આજે તો એને સબક શીખવાડવો જ છે. પીછી જ ઘરમાં આવા દેવા છે. એ ધકકો મારીને દીપકભાઈને ઘરની બહાર કાઢી મૂકે છે. ને દરવાજો અંદરથી બંધ કરી દે છે!! સીમાબેન મહેશભાઈને કોલ કરીને બોલાવે છે. કે તમારા ભાઈ આવી ગયા!! પણ મેં એને કાઢી મુક્યાં છે. એ મહેશભાઈને કહે છે સાંભળો તમારે આ નાટક માં મારો સાથ દેવાનો છે, તમારે એમને કેહવાનું કે એમના ગયા પછી હું બેહોશ થઈ ગઈને હોશ માં આવ્યા બાદ ગાંડી થઈ ગઈ છું. મહેશભાઈ પણ એને સાથ આપે છે. થોડી વાર માં મહેશભાઈ આવી ને દીપકભાઈને મળે છે, ને આડી અવળી વાતો કરીને એના મગજ માં એ વાત ઠસાવી દે છે કે, સીમાબેન ગાંડા થઈ ગયા છે. મહેશભાઈના કેહવા થી સીમાબેન દરવાજો ખોલે છે. ઘરમાં ઘૂસતા વેંત બધાની નજર સામે જ એ એની પ્યારી પત્નિને બાહુપાશ માં જકડી લે છે!! ને કહે છે હવે તમે બેય દિયર ભાભી ગાંડા થવાનું નાટક બન્ધ કરો!! નહિ તો હું તને આલીગન માં થી છોડીશ નહિ,સીમાબેન આંખથી હા પાડતા દીપકભાઈ એને મૂકે છે. એ બધાની માફી માંગે છે, ને કહે છે PSI રાજભાને પણ બોલાવો મારે એની પણ માફી માગવી છે. મહેશભાઈ રાજભાને કોલ કરે છે, ને ઘરે બોલાવે છે,
બધા હાજર થઈ જતા દીપકભાઈ વાત ચાલુ કરે છે, સૌ પ્રથમ તો હું તમારા બધાની દિલ થી માફી માંગુ છું. મારે એક વેકેશનની ખૂબ જરૂર હતી, તમે બધા જાણો જ છો કે આવતા મહિને મને 40 વર્ષે પૂર્ણ થશે, હું 20 વરસનો હતો ત્યારથી હું કામ માં જોતરાઇ ગયો છું!! બહુ મેહનત થી ગામ માં નામ ને દામ બન્ને કમાયો છું. મેં કામ કરવા માં રાતદિવસ કે કોઇપણ વાર તહેવાર સુધ્ધા નથી જોયા, ને આ સફળતા પાછળ મારી પત્ની સીમા ના સહકાર થી જ આ શક્ય બન્યું !! પણ છેલ્લા 6 મહિના માં તો હું રીતસર કંટાળી ગયો તો!! મને મારો ધન્ધો ને પરિવાર ધીમે ધીમે બોજ લાગવા લાગ્યો હતો (આ પરિસ્થિતિ ને અંગ્રેજી માં મિડલ એજ કરાઇસીસ કહે છે,35 થી 50 ની ઉંમર માં દરેક સ્ત્રી પુરુષ માં જોવા મળે જ છે.જેમાં એ પોતાની રૂટિન લાઇફ થી થાકી ગયા હોઈ છે)મારે માનસીક ને આધ્યાત્મિક શાંતિની જરૂર હતી એટલે હું કોઈ પણને કહ્યા વગર હરિદ્વાર જતો રહ્યો!! એ દરમિયાન યોગ અને અલગ અલગ સેવા કાર્યો કરીને, મને જોતું હતું એ મળી ગયું!! આ દરમિયાન થેયેલી તમામ તકલીફ માટે હું તમારા બધાનો ગુનેગાર છું શક્ય હોય તો માફ કરી દેજો!! રાજભા દીપકભાઈને મીઠો ઠપકો આપ્યો કે મહેરબાની કરીને બીજી વખત વેકેશનમાં જાવ ત્યારે,કા તો ઘરે જણાવીને જાજો અથવા તો મોબાઈલ ભેગો રાખજો અમે તમને ગોતી તો શકીએ!! દીપકભાઈ કહે છે રાજભા આ મોબાઈલને લીધે તો માથાકૂટ ઉભી થઇ તી!! રાતના 10-11 વાગ્યા સુધી વેપારી ના કોલ આવે!! ભેગો ધન્ધો હોઈ એટલે ઉપડ્યા સિવાય છૂટકો પણ નહીં!! હું છેલ્લા અઠવાડિયામાં તો સાવ કંટાળી ગયો તો એટલે જ મોબાઈલ લીધા વિનાનો ઘરે નીકળી ગયો તો!! પણ સીમાબેન રોઈ રોઈ ને અડધા થઈ ગયા તા એનું શું?? રાજભા એ એક ધારદાર સવાલ પૂછ્યો!!
સૌથી મોટો ગુનેગાર તો હું એનો છું રાજભા, એની માફીરૂપે હું આવતા મહિને એને દુબઈ ટ્રીપ પર લઈ જવા નો છું. એ સાંભળીને સીમાબેન મલકાય છે. સાચું કહું તો આ એની એક પરીક્ષા પણ હતી!! કદાચ કાલ સવારે હું ના રહું તો એનું કોણ ?? એ માટે થઈ ને મેં એને હજાર વખત ટોકી છે કે,તું પણ ધન્ધા માં ઇનવોલમેન્ટ લે, પણ એ માની જ નહીં!! એટલે ફાયનલી મારે આ રીતે એને ઈનવોલ કરવી પડી!! ને એ પાસ પણ થઈ ગઈ!! આમ પણ સીમા ખૂબ ભણેલી છે. કૈંક તો એનો આ સુંદર સ્વભાવ પણ મારા ગાયબ થવા પાછળ જવાબદાર હતો. એ હદ થી વધારે મારી સાર સંભાળ રાખે છે. સહેજ શરદી જેવું હોય તો પણ એ આખી આખી રાત જાગતી હોય મારી પાછળ !! આ હદ બાર ની સાર સંભાળ થી પણ હું કંટાળી ગયો તો, એને ને મને બન્નેને વેકેશન મળે એટલે જ મેં આ પગલું ભર્યું આ સાંભળીને સીમાબેન શરમાઈ જાય છે.
રાજભા કહે છે,પણ આ મહેશભાઈનું શુ ?? કારણ વગર એ બીચાળા પર બધી જવાબદારી આવી ગઈ!! દીપકભાઈ કહે છે, રાજભા મહેશ મારા નાના ભાઈ જેવો છે, આમ પણ હું હોવ કે ના હોવ આખું કારખાનું એજ ચલાવે છે !! મને તો ખાલી ચેકમાં સહી કરવા જ બેસાડ્યો છે એને!! મને મહેશની ઈમાનદારી પર પૂરો ભરોસો છે એટલે જ આખી ચેક બુક સહી કરેલી રાખી ગયો તો કે હું ના હોવ ત્યારે નાણાંકીય અગવડ ના પડે એને!! એને પણ બહુ સહન કર્યું છે. એની માફી રૂપે,એ પણ આવતી વર્ષગાંઠ એ દુબઈ ઉજવશે એની ફેમેલી સાથે!!
રાજભા ફરી એક ઠપકો આપીને નીકળી જાય છે!! જતા જતા કહે છે. દીપકભાઈ ચેકબુક જોઈને જ હું સમજી ગયો હતો કે આ ભાઈ પોતાની મરજી થી જ ગાયબ થયા છે, એટલે હું પણ નિશ્ચિંત હતો!! બાકી સીમાબેનની તકેદારી હું રોજ સાંજે ફોન કરીને અચૂક લેતો. મહેશભાઈ પણ રજા લે છે. સીમાબેન ને દીપકભાઈ બન્ને બેડરૂમ માં ભરાય જાય છે!! આજે એ બીજી વાર સુહાગરાત ઉજવવાના મૂડ માં હોય છે.
બીજે દિવસે રાબેતા ક્રમ મુજબ દીપકભાઈ ઓફીસ જવા નીકળે છે, ફરક એટલો જ છે કે બાજુની સીટ માં એની પ્યારી પત્ની સીમા બેઠી હોય છે!!