Budhvarni Bapore - 13 books and stories free download online pdf in Gujarati

બુધવારની બપોરે - 13

બુધવારની બપોરે

(13)

જાદુ શીખવું બહુ સહેલું છે.....

નાનપણથી મને જાદુગર બનવાના બહુ ચહડકા હતા. સર્કસથી પણ હું એટલો જ અંજાયેલો, પણ સર્કસ અને જાદુ વચ્ચે ફર્ક એટલો કે સર્કસમાં જે કાંઇ બને છે તે સત્ય હોય છે. એક ભૂલ અને સિંહના જડબામાં તમારૂં મોંઢું. એક ભૂલ અને મોતના ગોળામાં મોટર-સાયકલ હાથમાંથી છટકી એટલે મરો તો ખરા.....અથવા મરવાના વાંકે જીવો એટલા હાડકાં ભાંગે. ઘેર હિંચકેથી પડી જવાની ય મને બીક લાગે ત્યાં હવામાં અધ્ધર મૌતના ઝૂલા તો જોવાનું ય આપણું કામ નહિ.

પણ કરનારાઓ માટે જાદુ સાવ સલામત. જાદુ અને સર્કસ વચ્ચે આટલો ફેર. જાદુમાં કાં તો હાથચાલાકી હોય ને કાં નજરનો ભ્રમ. જોનારા ઈમ્પ્રેસ પણ ખૂબ થાય. મને યાદ છે નાનપણમાં મારા ઘરની બાજુમાં એક દરજી રહેતો હતો. બાળકોમાં એ એટલા માટે બહુ વહાલો કે, ‘દેખો બચ્ચે લોગ....’ એમ કહીને કાચની બે લખોટીઓ મુઠ્‌ઠીમાં બતાવીને પૂછે, ‘હવે આને ગૂમ કરી દઉં?’ છોકરાઓ તાળીઓ પાડીને મોટેથી સામુહિક હા પાડે, એટલે એ બન્ને લખોટીઓ પોતાના મોંઢામાં નાંખી દે, ગાલમાં સંતાડી દે અને જીભ બહાર કાઢીને ઈશારાથી પૂછે, ‘જોઇ ક્યાં ગઇ લખોટીઓ?’ એ બન્ને હથેળીઓ બાળકોને બતાવીને અપેક્ષિત તાળીઓના ભાવથી અમને ચોંકાવે કે, ‘જોયું? લખોટીઓ ગૂમ...!’

હું એ દરજીથી બહુ ખુશ થતો અને ઇર્ષા કરતો કે, આવું જાદુ હું ક્યારે કરી શકીશ? એ મને લેંઘા-સદરા સિવાડાવતા ભલે ન શીખવાડે, બસ જાદુ શીખવાની મને પિન ચોંટીં ગઇ હતી.

બીજે દિવસે મેં ય પોળના છોકરાઓને ભેગા કર્યા ને ઑફર મૂકી, ‘જાદુ જોવું છે?’ મને દરજીની જડબા-ચાલાકી (આમાં હાથ-ચાલાકી ન આવે!) પસંદ પડી ગઇ હતી, જેણે મને એક કૉન્ફિડૅન્સ આપ્યો હતો કે, આવી લખોટીઓ તો હું ય ગૂમ કરી શકું. ‘હાઉપ...’ કરીને બન્ને લખોટીઓ મ્હોંમાં નાંખીને બન્ને હાથ છોકરાઓને બતાવતા હું એને જોઇ ગયો હતો. થપ્પો....થપ્પો....થપ્પો.... ! એણે જાદુજીવનની પહેલી શીખ આપી, ‘આપણું જાદુ કોઇને બતાવાય નહિ!’

મને બે વાતની ખબર નહિ કે, એક તો પેલી લખોટીઓ સાવ નાની હોય, પથ્થરના લખોટા નહિ. મ્હોંમાં મ્હાંય નહિ એટલા મોટા લખોટા આમાં લેવાના ન હોય અને બીજું, લખોટીઓ મ્હોંમાં નાંખ્યા પછી જાદુગરે કાંઇ બોલવાનું ન હોય. હું પથ્થરના બે ડેબાં લઇ આવ્યો અને છોકરાઓને ભેગા કરીને ‘જાદુગર અશોકના હેરતભર્યા પ્રયોગો’ નામનું કોલસાથી લખેલું બૉર્ડ બનાવી દીધું. મારી પાસે જાદુગરનો કાળો ટોપો તો ક્યાંથી હોય, પણ ફાધરે એમના એક નાટકમાં વાપરેલી ગાંધી-ટોપી પહેરીને શો શરૂ કર્યો. કહેવાની જરૂર નથી, જાદુગરની લાકડી એમ કાંઇ ન મળે. કિચનમાંથી મમ્મીનું વેલણ લઇ આવી એની ઉપર ડામર ચોપડી દીધિ. કાળો કોટ પપ્પાનો જમીન સુધી ઘસડાતો હતો. જાદુગરોએ આંખો મોટી અને મેશ આંજેલી બતાવવાની હોય છે, એટલે હું લેવાદેવા વિનાની આંખો ફાટેલી રાખતો હતો. હું પોતે જ બચ્ચો હતો, પણ જાદુના પ્રયોગોમાં કહેવું પડે એટલે મેં ય મોટા અવાજે કીધું, ‘બચ્ચે લોગ, તાલીયાં બજાઓ...’ બોલવાનું હોય છે, એ હું બોલ્યો. એ વાત જુદી છે કે, છોકરાઓએ કઇ કમાણી ઉપર તાળીઓ પાડવાની છે, એ ન સમજવાથી કોઇએ તાળી ન પાડી. ઑડિયન્સ કોઇ ષણમુખાનંદમાં સમાય એટલું તો ન હોય ને? મને તો આઠેક મળ્યા હતા, એમાંના ચાર તો સ્કૂલમાં ક્યું લૅસન આજે આપ્યું હતું, તે ખબર કાઢવા આવાયા હતા. આપણે તો જ્ર મળ્યું એનાથી સંતોષ માનવાનો હતો. માન્યો. બધું મળીને આઠેક છોકરાઓ મારો ખેલ જોવા આવ્યા હતા. બધાને મફત પ્રવેશ હતો. બન્ને હથેળીઓમાં વારાફરતી ફૂંકો મારીને મેં ખેલ શરૂ કર્યો. ખેલ શું, મારે તો એક જ આઈટમ બતાવવાની હતી. કોઇ જોઇ ન જાય, એમ ખિસ્સામાં પથ્થરના બે લખોટાઓ મૂકી રાખ્યા હતા. ઉપસ્થિત સન્માન્નીય પ્રેક્ષકગણને પૂછ્‌યું, ‘...તો ખેલ શુરૂ કરેં...?’

હિંદી એટલું જ બોલતા આવડે, એટલે મૂળ મુદ્દા ઉપર આવી એમને બન્ને લખોટાઓ બતાવતા મેં કહ્યું, ‘જુઓ બચ્ચે લોગ....આ બન્ને લખોટાઓ ગૂમ કરી દઉં?’ કેમ જાણે છોકરાઓ ના પાડવાના હોય. મેં ‘આમછુમતામછુમ...’ બોલીને બન્ને હાથમાં લખોટા બતાવીને પૂછ્‌યું, ‘બોલો....હવે ઇસ કો ગૂમ કર દૂં?’ એટલી ઝડપે બોલી ગયા પછી એક બાહોશ જાદુગરની સ્પીડથી લખોટા મ્હોંમા નાંખી દીધા અને દર્શકોને સંભળાય એટલું મોટેથી બોલ્યો, ‘‘ગુમ..... લખોટા તો ગૂમ થઇ ગયા, છોકરાઓએ કલાના જાણકારો જૅબી તાળી વગાડી.....પણ હું ગળેથી કમરેથી પેટેથી આને પગેથી પહેલા ઊચો, પછી વાંકો અને છેલ્લે નીચો વળીને તરફડતો સુઇ જવા માડ્યો.

દર્શકો હજી સંતુષ્ઠ નહોતા થયા. તેઓ બખૂબી જાણતા હતા કે, જાદુગર હવે એ જ લખોટા હથેળીઓમાંથી કાઢી બતાવશે. હું પૂરા શરીરથી ખેંચાઇ એટલો જતો હતો કે હવેના લખોટા શરીરના એકે ય ઊપલા અંગમાંથી તો જાણે નહિ નીકળે, એ તો નીચે પહોંચી ગયા હતા. મટકીમાં આડેધડ અથડાયે જતા હતા. આમ ફરૂં તો ‘ગડ્‌ગડ્‌ગગડ’ કરતા જમણા પેટમાં આવી જાય ને ખટખટખટ અવાજ કરે. ઘેર કોઇને બતાવ્યૂ તો નહિ પણ રાત્રે પથારીમાં મારી બાજુ પપ્પા સુએ છે (એ તો ૬-૭ વર્ષ પહેલા મારી પથારીમાં આવી ગયા હતા.......) માળો ગમે તેટલા ઊચા ઝાડ ઉપર મૂક્યો હોય, દુરંદેશી કાગડા પોતાનૂં મૂળ સ્થાન શોધી જ લે છે.

બીજો પ્રયોગનો થયો જ નહિ. બાળ જાદુગરને ડૉ,રમણલાલને ત્યાં લઇ જવા પડ્યા ને ભારતના નહિ તો ખાડીયાની એક યુવાપ્રતિભા હળગી એવી જ હોલવાઇ ગઇ.

અલબત્ત, મોટા થયા પછી ય જાદુંનું મારૂં વળગણ ઓછું ન થયું. એશિયાના મહાન જાદ્‌ગર આદરણીય કે.લાલ અને તેમના પુત્ર હસુભાઇ સાથે ઘરવટૉ હતો. અવરજવર હતી એટલે લાલચ પણ હતી કે, ‘યાર....એકાદ-બે ટ્રિક્સ શીખવાડી દે તો અમારો ધંધો તો શરૂ થાય. આ તો વિદ્યા કહેવાય એટલે જાદુગરો પોતાના ભાઇ-દીકરાઓને ન શીખવાડે,

...અને, ‘બડે બેઆબરૂ હોકર તેરે જાદુ સે હમ નીકલે...’

સિક્સર

ગાવસકરો, અમિતાભ બચ્ચનો અને સચિન તેન્ડુલકરો જેવા દેશને અસરકારક સંદેશ આપી શકે, એને બદલે પૈસા કમાવવાની લ્હ્યાયમાં એ લોકો ય રાહુલ-મોદી જેવું રમે છે.

બર્બાદ ગુલસિતા કરને કો બદ એક હી ઊલ્લુ કાફી હૈ,

હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ, અંજામે ગુલિસ્તા ક્યા હોગા...

--------