KING - POWER OF EMPIRE - 5 (S-2) books and stories free download online pdf in Gujarati

KING - POWER OF EMPIRE - 5 (S-2)

(આગળના ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ બે વર્ષ માટે નોકરી છોડી દે છે અને ડેવિલ આઈ વિશે મા માહિતી મેળવે છે, હવે તે ડેવિલ આઈ ના રહસ્યો જાણી ને તેની પાછળ જે પણ હોય તેને ખતમ કરવા માંગે છે, આ તરફ S.P. તો ઈન્ડિયા આવી જાય છે પણ શૌર્ય તેની સાથે દેખાતો નથી, અર્જુન ને આ વાત ખટકતી લાગે છે, બીજી તરફ નાયક અલી ઈન્ડિયા આવી નીકળી ગયો હોય છે અને હવે તેનું સ્વપ્ન મુંબઈ પહોંચી ને બાદશાહ અને સુલતાન ને ખતમ કરવાનું હોય છે)

કમિશ્નર અને દિગ્વિજય સિંહ પાટીલ ની સાથે કંટ્રોલ રૂમ માં પહોંચે છે, એક મોટા રૂમમાં લાઈનમાં ટેબલ ગોઠવેલા હતા, તેનાં પર કોમ્પ્યુટર પડયાં હતાં અને સામે દિવાલ પર એક વિશાળ સ્ક્રીન હતી, અહીં થી શહેર માં લાગેલા કેમેરા દ્વારા બધી ગતિવિધિ પર નજર રાખવામાં આવતી હતી. પણ આજે બધા કમ્પ્યુટર અને સામે રહેલી વિશાળ સ્ક્રીન પર એક જ વસ્તુ દેખાતી હતી અને તે હતી, “ ડેવિલ આઈ ”.

“આ શું છે ? આ ડેવિલ આઈ સ્ક્રીન પર કંઈ રીતે? ” દિગ્વિજય સિંહ બરાડયો.

“આપણી સિસ્ટમ ને કોઈ હેક કરી ચૂકયું છે ” સાયબર ક્રાઇમ ના ઓફિસર પાઠક એ કહ્યું

“તો એ આપણી કોઈ માહિતી કે ડેટા ને તો....? ” કમિશ્રરે કહ્યું

“ના સર, એ શું કરવા માગે છે એજ ખબર નથી પડતી ” પાઠક એ કહ્યું

અચાનક બધી સ્ક્રીન પર થી ડેવિલ આઈ નું નિશા જતું રહ્યું, એક માનવ આકૃતિ બધી સ્ક્રીન માં દેખાવા લાગી, એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ ન હતો બસ અંધારામાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો હતો.

“નમસ્કાર, કમિશ્રર પુરોહિત ” એ વ્યક્તિ એ કહ્યું

“કોણ છે તું? ” કમિશ્રરે કહ્યું

“જેને જોવા તમે તડપી રહ્યાં છો, ડેવિલ..... કમિશ્રર હું તો તને અકલમંદ સમજતો હતો પણ તું તો બેવકૂફ નીકળ્યો ” ડેવિલ એ કહ્યું

“એકવાર તું સામે આવે હું તને.... ” દિગ્વિજય સિંહે કહ્યું

“અરેરેરે, દિગ્વિજય ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તું બે વર્ષ માફિયા સાથે રહ્યો પણ અફસોસ મારા વિશે જાણી ન શકયો, તને શું લાગયું હું ગલી નો કોઈ લુખ્ખો ગુંડો છું જે તારા આ નાના એવા જાળ માં ફસાઈ જશે, અફસોસ કે તે તારા બે વર્ષ બગાડયા ” ડેવિલ એ કહ્યું

“ડેવિલ આ દુનિયામાં તારા જેવા બહુ લોકો છે જે પોતાને મહાન સમજે છે પણ જયારે તે અમારા સંકજા માં આવે છે ત્યારે એની હાલત ધોબી ના કૂતરા જેવી થઈ જાય છે ” દિગ્વિજય સિંહે કહ્યું

“અરે બેવકૂફ મેં કહ્યું અને તમે માની લીધું કે હું ડેવિલ છું, ડેવિલ પાસે આટલો ફાલતુ નો ટાઈમ નથી કે તમારા જેવા લોકો સાથે વાત કરે ” એ વ્યક્તિ એ કહ્યું

“તો કોણ છે તું?? ” દિગ્વિજય સિંહે કહ્યું

“હું બાદશાહ પણ હોઈ શકું, સુલતાન પણ હોઈ શકું અથવા એ વ્યક્તિ જેને હજી તમે ઓળખતાં જ નથી ” એ વ્યક્તિ એ કહ્યું

“આખરે તે સિસ્ટમ હેક શા માટે કરી? ” કમિશ્રરે કહ્યું

“અરે હા મુદ્દા ની વાત તો ભુલાઈ જ ગઈ, ડેવિલ નો તમારા માટે એક મેસેજ છે, તમે જે પેલી ગીધડો ની ફોઝ તૈયાર કરી છે ને ડેવિલ નો શિકાર કરવા એ ફોઝ ને તારે પ્રોટેક્શન આપવું જોઈએ કમિશ્રર ” એ વ્યક્તિ એ કહ્યું

“મતલબ??? ” કમિશ્રરે કહ્યું

“હું બોલું એના કરતાં તું જ જોઈ લે ” આટલું કહીને ને કેમેરો રોટેટ થયો અને ત્યાં લાઈનમાં સ્પેશિયલ ટીમમાં જે પણ ઓફિસર સિલેકટ કરવામાં આવ્યા હતા એ બધાની લાશો લટકતી હતી, એમનાં શરીર જોઈ ને લાગતું હતું કે એમને કેટલાં તડપાવયા હશે

“આ હતો ડેવિલ નો મેસેજ, તો હવે આગળ થી આવી ભૂલ ન કરતાં કારણ કે તારા આવાં પ્યાદાં ડેવિલ નું કંઈ નહીં કરી શકે, તો આજ ના સમાચાર અહીં જ સમાપ્ત થાય છે ” એ વ્યક્તિ એ નખરાં કરતાં કરતાં કહ્યું અને અચાનક બધી સ્ક્રીન બંધ થઈ ગઈ અને સિસ્ટમ પાછી ચાલુ થઈ ગઈ.

આ તરફ S.P. અને અર્જુન કાનજીભાઈ ના ઘરે પહોંચ્યા, બધા રાહ જોઈ ને જ બેઠા હતાં, તે બંને અંદર પ્રવેશ્યા તરત જ બધા ઉભા થઈ ગયા, S.P. આગળ ગયો અને કાનજીભાઈ ને પગે લાગ્યો, ત્યારબાદ મોહન ભાઈ ને મળ્યો, વારાફરતી તે મિસ્ટર બક્ષી, જયદેવ પવાર અને નાયક ભાઈ ને મળ્યો. સુમિત્રાજી મીઠાઈ લઈ ને ઉભા હતા તેમણે
S.P. ને મીઠાઈ આપી.

“S.P. શૌર્ય કયાં છે??? " કાનજીભાઈ એ આતુરતા થી કહ્યું

“હું કયાર નો ભાઈ ને પૂછું છું કે સર કયાં છે એ બતાવી જ નથી રહ્યાં ” અર્જુન એ આખરે કંટાળતાં કહ્યું

“હું અહીં છું ” અચાનક પાછળ થી અવાજ આવ્યો.

બધા એ પાછળ ની તરફ જોયું, બ્લુ જીન્સ, તેનાં પર એકદમ વ્હાઈટ કલરનું શોર્ટ સ્લીવ વાળું ટી શર્ટ અને તેનાં પર બ્લુ કલરનું શર્ગ પહેરેલું હતું, ચહેરા માં તો કોઈ ફેરફાર ન હતો પણ જે આંખો માં હમેંશા રહસ્યો અને ગુસ્સો રહેતો હતો આજે પહેલી વાર એ આંખો માં માસુમીયત હતી. થોડી દાઢી પણ વધી ગઈ હતી પણ એને શેપ અપાવીને શૌર્ય એ ચહેરા ને વધારે આકર્ષીત બનાવી દીધો હતો.

“શૌર્ય.... ” કાનજીભાઈ એ કહ્યું, તેમની આંખું થોડી ભીની થઈ ગઈ હતી.

શૌર્ય અંદર આવ્યો અને કાનજીભાઈ ને પગે લાગ્યો, કાનજીભાઈ તેને ગળે લાગી ગયા. થોડીવાર તે બંને એકબીજા ને ગળે વળગી રહ્યાં. શૌર્ય ને તેનાં દાદાજી નો અહેસાસ થઈ રહ્યો હતો. તે ત્યારબાદ તરત જ મોહનભાઈ અને સુમિત્રાજી ને પગે લાગ્યો, ત્યાર બાદ તે વારાફરતી બધા ને મળ્યો અને તે બધા સોફા પર બેઠાં.

શૌર્ય ને કોઈક ના હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો અને તેની નજર ઉપર તરફ ગઈ ,પણ ત્યાં કોઈ દેખાયું નહીં પણ પીલર પાછળ એક વ્યક્તિ ઉભા હતી અને કહેવાની જરૂર નથી કે એ કોણ હતું.

કાનજીભાઈ શૌર્ય ને જોઈ ને ખૂબ ખુશ હતાં, કાનજીભાઈ જ શું બધા લોકો ખુશ હતા અને ખાસ એ માટે કે શૌર્ય ઘણો બદલાઈ ગયો હતો તેની વાત કરવાની રીત અને ઘણી બધી વસ્તુ, કાનજીભાઈ ને વર્ષો નો અનુભવ હતો અને તે આંખો જોઈ ને વ્યક્તિ ના હાવભાવ અને તેના વિશે જાણી લેતાં અને હવે શૌર્ય ની આંખોમાં ખાલી માસુમીયત અને નિર્દોષતા હતી, પહેલાં ની જેમ ચાલ ચલવાની ચાલાકી પણ ન હતી અને બધા આ વાત થી ખુશ હતાં.

બે માળની વિશાળ કાચની બિલ્ડીંગ હતી, જેના એક મોટા મીટીંગ રૂમમાં લાંબા લંબગોળ કાચના ટેબલ સુટ પહેરેલાં કેટલાંક લોકો બેઠા હતાં, સામે ટેબલ ની વચ્ચે એક મોટી ખુરશી હતી જે એક સિંહાસન માફક લાગી રહી હતી. દિવાલ પર મોટો સિંહ નો કાચ થી બનેલો ચહેરો હતો. અચાનક ત્યાં રહેલો કાચનો દરવાજો ખૂલ્યો, ત્યાં થી ડેવિલ અંદર આવ્યો, બ્લેક કલરનું થ્રી પીસ સુટ પહેરેંલું, ચહેરા પર થોડી સફેદ દાઢી અને માથામાં થોડા સફેદ વાળ, ચહેરો એકદમ શાંત, બંને હાથ પાછળ અને આરામ થી તે આગળ વધી રહ્યો હતો, તેની પાછળ ભૈરવ આવી રહ્યો હતો. ડેવિલ ના આવતાં જ બધા લોકો ઉભા થઈ ગયા.

ડેવિલ વચ્ચે રહેલી ખુરશી પર જઈને બેઠો, ભૈરવ તેની પાછળ ઉભો રહ્યો, ડેવિલ એ હાથ નો ઈશારો કરી ને બધા ને બેસવા કહ્યું. અહીં ઉપસ્થિત બધા લોકો દુનિયા ના અલગ અલગ દેશોમાં ગેરકાનૂની કામ કરવાનાં બેતાજ બાદશાહ હતા અને આ બધા બલ્બ હતા જેને પાવર સપ્લાય ડેવિલ માંથી મળતી હતી.

“ડેવિલ હથિયારો ની જરૂર આવી પડી છે, છેલ્લા કેટલાક સમયથી સપ્લાય પૂરી નથી મળી રહી ” એક વ્યક્તિ એ કહ્યું

“હા મને પણ માલ સમયસર નથી મળી રહ્યો ” બીજા એક વ્યક્તિ એ કહ્યું

“ડેવિલ લાગે છે એમ્પાયર ના પાયા ખોખલા થઈ ગયા છે હવે આ ખુરશી છોડવાનો સમય આવી ગયો છે ” મલેશિયા ના ડોન એ કહ્યું

થોડીવાર એકદમ શાંતિ પ્રસરી ગઈ, “મેં આ એમ્પાયર ઈંટો થી નહીં લોકો ની લાશો થી બનાવ્યું છે મારા એમ્પાયર પર હુકમત કરવા મને મારવો જરૂરી છે અને મને મારવા..... ” આટલું કહીને ડેવિલ એ સીધી ગન કાઢીને મલેશિયા ના ડોન પર ફાયરિંગ કરી દીધું.

હકિકત મા એ વ્યક્તિ ટેબલ નીચે ગન લઈ ને બેઠો હતો અને ડેવિલ ને મારવા માંગતો હતો. અચાનક થયેલા ફાયરીંગ થી બધા ચોંકી ગયા.

“મારા એમ્પાયર માં રહીને મારી પીઠ પાછળ મને મારવાનું સ્વપ્ન જોવાની ભૂલ કયારેય કરતાં નહીં, તમારી આસપાસ જેટલા લોકો છે એ બધા તમારી તરફ છે એ સમજવાની ભૂલ કયારેય કરતાં નહીં ” ડેવિલ એ કહ્યું

ડેવિલ એ ગન ભૈરવ ને આપી અને કહ્યું, “તમને લોકો ને બહુ જલ્દી સપ્લાય રેગ્યુલર મળતી થઈ જશે ”

“ડેવિલ મે સાંભળ્યું છે કે નાયક અલી ઈન્ડિયા જઈ રહ્યો છે ” એક વ્યક્તિ એ કહ્યું

“નાયક અલી ઈન્ડિયા પહોંચી જશે તો પણ એ કંઈ પણ નહી કરી શકે , એની મોત તેને ઈન્ડિયા લઈ જઈ રહી છે ” ડેવિલ એ કહ્યું

આટલું કહીને ડેવિલ ઉભો થયો અને સાથે સાથે બધા લોકો પણ ઉભા થઈ ગયા, ડેવિલ ત્યાં થી બહાર નીકળ્યો અને ભૈરવ પણ પાછળ ત્યાં થી નીકળી ગયો. ઘણા લોકોની નજર ડેવિલ ની ખૂરશી પર હતી પણ એ વાત ને એ લોકો મનમાં જ દબાવી રાખતાં, કારણ કે તેની સાથે રહેનાર માં કોણ ડેવીલ નું છે એ કોઈ ને ખબર ન હતી.

નાયક અલી નું જહાજ મુંબઈ પોર્ટ પર પહોંચી ગયું હતું, પોર્ટ પર બસ મોટા મોટા કન્ટેનર પડયાં હતાં, જહાજ માંથી દસ લોકો નીચે ઉતર્યા, એ જેવા આગળ વધ્યા, અચાનક જ ચારે બાજુ છુપાયેલા લોકો બહાર આવ્યા અને પેલાં લોકો પર ફાયરિંગ કરી દીધું, એ દસ વ્યક્તિ ગન કાઢે એ પહેલાં જ તો એ બધા ગોળીઓ થી છલી થઈ ગયા હતાં.
સુલતાન પણ બહાર આવ્યો અને તેણે અમુક લોકો ને જહાજ માં જવા કહ્યું

થોડીવાર પછી એ લોકો બહાર આવ્યા અને કહ્યું, “બોસ અંદર તો કોઈ નથી ”

“શું???? સરખું જોયું કે.... ” સુલતાન બરાડયો

“હા બોસ આ દસ સિવાય કોઈ અંદર નથી ” એક વ્યક્તિ એ કહ્યું

“તો આ આપણ ને ભ્રમિત કરવાનો પ્લાન હતો, મતલબ એ મુંબઈ પોર્ટ પર થી નથી આવવાનો.... તો આખરે કયાં થી આવવાનો છે??..... નાયક અલી....... ” સુલતાન બંને હાથ ફેલાવીને ઉપર તરફ જોઈ ને બરાડયો.
ડેવિલ એ પોલીસ કન્ટ્રોલ રૂમ હેક કરીને બધા ને ધમકી આપી અને સ્પેશિયલ ટીમ ના ઓફિસર ને પણ ખતમ કરી નાખ્યા, એ ડેવિલ જ હતો કે બીજું કોઈ?, તમને લાગતું હશે કે કિંગ ની એન્ટ્રી આવી કેમ?? તો એ આગળ ખબર પડશે, હવે નાયક અલી ઈન્ડિયા તો આવી ગયો છે પણ કયાંથી આવ્યો એ કોઈ ને ખબર નથી તે બાદશાહ અને સુલતાન ને બેવકૂફ બનાવી ને કોઈક રીતે તો અંદર આવ્યો છે, પણ કંઈ રીતે એ તો આગળ ખબર પડશે. તો બસ જાણવા માટે વાંચતા રહ્યો, “ KING - POWER OF EMPIRE (S-2) ”