My friends - 2 books and stories free download online pdf in Gujarati

મારાં મિત્રો - 2

માત્ર ઍક જ પ્રશ્ન નો જવાબ શોધી કાઢવા માં આખી જિંદગી નીકળી જાય અથવા તો જીવન માં ખુબ જ મોટુ પરિવર્તન આવી જાય એવી ઘટના ક્યારેક માણસ ના જીવન માં બનતી હોય છે આવી જ ઍક સુખદ ઘટના મારા ઍક મિત્ર શ્રી રામભાઇ બારીયા ના જીવન માં બની હતી
તે બી. એડ. નો અભ્યાસ પૂર્ણ કરી ને ઍક ખાનગી શાળા માં વિજ્ઞાન શિક્ષક તરીકે નો ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો નાની પ્રાથમિક શાળા હતી રામ નો પણ પ્રથમ જ ઇન્ટરવ્યૂ હતો તેથી તેને મન માં ગભરાટ હતો શાળા ના પ્રિન્સિપાલ એ થોડા પ્રશ્ન પૂછી અને પછી રામ ને કહ્યું એમ કરો ધોરણ આઠ માં ઍક પિરિયડ લઇ લૉ પછી વિદ્યાર્થીઓ ને ફાવે તો જ અમે તમને નોકરી એ રાખીશુ માત્ર પાંત્રીસ જ મિનિટ નો પિરિયડ હતો પણ રામ માટે તો આ પ્રથમ અનુભવ હોવા થી મન માં ગભરાટ હતો આવી સ્થિતિ માં ઍક નાનકડી ગડબડ થઇ ગઈ ઍક વિદ્યાર્થી એ રામ ને પાણી નું અણુસૂત્ર પૂછ્યું રામ ને તે યાદ તો હતું જ પરંતુ ઉતાવળ અને ગભરાટ ને કારણે ઍક ગડબડ થઇ ગઈ તેણે પાણી ને બદલે વિદ્યાર્થી ને ઓક્સિજન નું અણુસૂત્ર ભૂલ થી જણાવી દીધું (ઓક્સિજન નું અણુસૂત્ર O2 અને પાણી નું અણુસૂત્ર H20 છે એ વાત તો તમારા માંથી મોટા ભાગ ના વાચકો ને જાણ હશે જ છતાં જણાવું છું
) હવે વાત એમ હતી કે તે વિદ્યાર્થી વર્ગ નો સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો તેને બધી માહિતી હતી જ પરંતુ તે તો નવા આવેલ વિજ્ઞાન શિક્ષક ની પરીક્ષા લેવા માંગતો હતો એમાં રામ ના જવાબ થી હોશિયાર વિદ્યાર્થીઓ દાંત કાઢી રામ ની મજાક ઉડાવવા લાગ્યા
શાળા ના પ્રિન્સિપાલ વર્ગ માં લાગેલ કેમેરા નું લાઈવ રેકોર્ડિંગ તેમની ઓફિસ માં જોતા હતા આવી પરિસ્થિતિ માં નોકરી તો ન જ મળે ને? પરંતુ આ ઘટના થી દુઃખી થયેલ રામે ખાનગી નોકરી માટે ના પ્રયાસ છોડી ને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ની તૈયારી શરુ કરી દીધી અને થોડા મહિના પછી ધોરણ છ થી આઠ માં સરકારી પ્રાથમિક શિક્ષક ની ભરતી પરીક્ષા ટેટ ટુ લેવાઈ જેમાં સારા માર્ક મેળવી ને અત્યારે છેલ્લા ત્રણ વર્ષ થી વઘુ સમય થી દાહોદ જિલ્લા ના ઍક ગામડા માં ગણિત અને વિજ્ઞાન ના શિક્ષક તરીકે સરકારી નોકરી કરે છૅ
માનવી ના વિકાસ માં તેના માતા પિતા શિક્ષકો અને મિત્રો નો મોટો ફાળો હોય છૅ અમુક શિક્ષક એવા પણ હોય છૅ જેને વિદ્યાર્થી આજીવન ભૂલતો નથી રેલવે સ્ટેશન બસ સ્ટેશન કે રોડ પર શિક્ષક મળી જાય તો પણ વિદ્યાર્થી તેને પગે લાગી ને આશીર્વાદ મેળવવા માં ધન્યતા કે ખુશી ની લાગણી અનુભવે છે
મારી શારીરિક અપંગતા ને કારણે જો મને શિક્ષક માતા પિતા અને મિત્રો નો સહકાર ના મળ્યો હોત તો હું ક્યારેય ભણી શક્યો જ ના હોત આ માટે તો હું આજીવન એમનો ઋણી રહીશ
એમાં પણ દસ માં ધોરણ વખતે માર્ચ 2010 માં મારા પગ ની સારવાર ચાલતી હોવા થી હું નિયમિત શાળા એ જઈ શક્યો નહિ માટે છ માસિક અને નવ માસિક પરીક્ષા માં હું ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષય માં નાપાસ થયેલો અંગ્રેજી માં પણ માંડ માંડ પાસ થયેલ પરીક્ષા માં હું નાપાસ જ થવા નો છું એમ શાળા ના આચાર્ય એ મારા વાલી ને બોલાવી ને જણાવી દીધેલું પણ પછી છેલ્લા ઍક મહિના માં સખત મહેનત કરી ને 60 ટકા મે મેળવ્યા આ બધું મારા મિત્રો અને શિક્ષક ના સાથ વિના અશક્ય જ હતું