Sambandho nu sogandhnamu - 2 books and stories free download online pdf in Gujarati

સંબંધો નુ સોગંદનામું - 2

સંબંધો નુ સોગંદનામું

સાક્ષી મીલનસાર સ્વભાવ ની હતી. ખુલ્લાં દિલથી બધા ને આવકારતી, ના પાડતા તો જાણે તેને આવડતું જ નહીં. આથી આ રીતે વિજય ના મૈત્રી પ્રસ્તાવ ને સાક્ષી ઠુકરાવી ના શકી. અને આ રીતે અચાનક મળેલા આ મુસાફરો ની જીંદગી માં એક વણાક આવ્યો.
સાક્ષી બોલી જો મિત્રતા કરે છે તો નિભાવવી પણ‌ પડશે, વચ્ચેથી છોડી ને નય જય શકે. મિત્રતા એટલે જીંદગીભર નો સાથ. બોલ મંજૂર છે??
વિજય ખુશ થઈ ગયો. અને બોલ્યો આ દોસ્તી માટે તો બધું જ મંજૂર છે...
આગળ કાંઈ પણ વધુ વાત થાય તે પહેલાં તો સાક્ષી ના ફોનની ઘંટી વાગી, અને સાક્ષી એ વાત કરી કહ્યું અત્યારે મારે જવું પડે તેમ‌ છે, પણ પીછો નહીં છોડુ, હજુ તો લાબો સાથ છે આપણો.
સાક્ષી નીકડી ગ‌ઈ, અને વિજય તેને જોતો રહ્યો. એવુ ના હતુ કે વિજય ને આવી કોઇ સુંદર સ્ત્રી મળી ના હતી, પરંતુ સાક્ષી તેને બધા થી અલગ લાગી, તે એને પોતાની પાસે રાખવા માંગતો હતો, તેને જાણવા માંગતો હતો.
સાક્ષી જલ્દી જલ્દી માં વિજય ને ફોન નંબર આપવાનું તો ભુલી જ ગય. વિજય પાસે સાક્ષી વિશે કોઈ માહિતી ના હતી કે તે સાક્ષી સુધી પહોંચી શકે. હવે વિજય કોઈ પણ રીતે બસ સાક્ષી સુધી પહોંચવા માંગતો હતો, પરંતુ કોઈ રસ્તો ના હતો. એફબી, ઇન્ટા, હાઇક.... બધે જ તેને સોધી પણ વિજય ને સાક્ષી મળી જ નહીં, વિજય રોજ તે મંદિરે જવા લાગ્યો જ્યાં સાક્ષી મળી હતી, પણ સાક્ષી ફરી મળી નહીં.
વિજય‌એ પોતાના મિત્ર સમીરને સાક્ષી વિશે વાત કરી. સમીર વિજય ના પિતા મુકેશ દેશાણી ના બિઝનેસ પાર્ટનર નો પુત્ર હતો. પરંતુ તેને અમિરિનુ જરા પણ અભિમાન ના હતુ, તે ગરીબ લોકો ની ખુબ મદદ કરતો, અને ઘણા એન.જી.યો. સાથે જોડાયેલો હતો. તે સ્વભાવે ખુબ જ સરસ હતો. પરંતુ તે દેખાવે થોડો કાળો હતો, પરંતુ તો પણ સોહામણો હતો. અને કહે છે ને કે કાળો તો કનૈયો પણ હતો પણ તોયે સોહામણો હતો, બસ સમીર પણ કાંઈક એવો જ હતો. આજ સુધી તેની જીંદગી માં તેના પૈસા અને સ્વભાવ જોઇ ઘણી છોકરીઓ આવી હતી પરંતુ સમીરને કોઈ ગમી ના હતી. વિજય અને સમીર એક બીજાના ખુબ સારા મિત્રો હતા. વિજય ને બધી મુશ્કેલીઓ માંથી સમીર જ બચાવતો, અને વિજય ના પિતા ને પણ વિજય ના બધા મિત્રો માંથી સમીર જ ગમતો.
જ્યારે વિજયે સાક્ષી ની વાત સમીરને કરી એટલે સમીર ને લાગ્યું કે વિજય તો છે જ એવો એનુ દિલ તો જોયેલી હર‌ બીજી છોકરી પર આવી જાય છે, તો સાક્ષી પણ‌ તેમાંની જ એક હશે. કાલ વિજય એને છોડી કોઈ બીજી પાછળ પાગલ હશે. આથી સમીરે વિજયની સાક્ષી ને હવામાં ઉડાવી દિધી.
સમીર બીજા દિવસે રસ્તા માં જતો હતો ને તેણે રોડ ઉપર એક્સીડન્ટથી ઘાયલ એક સ્ત્રી ને જોઈ, ચહેરો આખો લોહી-લુહાણ હતો, માંથા માં ખૂબ ઊંડો ઘા હતો, હાથ-પગ માં પણ લાગેલુ હતુ. સમીર આ જોઈ કાર રોકી અને છોકરી ને કાર માં સુવડાવી હોસ્પિટલ લય ગયો. અને સંજોગો તો જોવો સમીર સાક્ષીની હોસ્પિટલ જ પહોચીયો. સાક્ષી છોકરી ને ઓપરેશન થિયેટરમાં લઈ ગ‌ઈ‌.
‌સાક્ષીએ બહાર આવી સમીર ને જણાવ્યું કે હવે છોકરી ને કોઈ ખતરો નથી, પણ રીકવરીમા થોડો સમય લાગશે. તમે હમણાં તેને ઘરે નહી લ‌ઈ જય શકો. સમીર તેને જણાવ્યું કે તે એને ઓડખતો નથી.
આ સાંભળી સાક્ષી કાઈ બોલે તે પહેલાં જ વિજય ત્યાં પહોંચ્યો અને તેણે સાક્ષી ને જોઈ અને ખુશ થઈ ગયો, પણ ઘાયલ છોકરી ને સામે બેડ પર સુતી જોઈ , અને બોલ્યો નીયતી!!!!


...‌‌‌‌..................................‌.......................................
આગળ શું થયું નીયતી કોણ છે? વિજય તેને ક‌ઈ રીતે ઓળખે તે જાણવા વાચો,
સંબંધો નુ સોગંદનામું-૩ ..