Shaap - 6 books and stories free download online pdf in Gujarati

શાપ - 6

શાપ

ભાગ : 6

“ઓહ્હ, શીટ યાર.” દરવાજા પર તાળુ જોઇને જયેશને બહુ જ ગુસ્સો આવ્યો.

“લાગે છે તારા માતા પિતા કયાંક ગયા હશે.” “આપણે અહીં બોલાવીને અચાનક કયાં જતા રહ્યા. આપણો પીછો તો કરે છે તો તેને ખબર જ હતી કે આપણે આવીએ છીએ.” જયેશે ફ્રશટેશનમાં કહ્યુ. “જયેશ, થોડી વાર વેઇટ તો કરીએ. કદાચ કોઇ ઇમજન્સીવશ તેઓ કયાંક ગયા હોય.” રૂપલે કહ્યુ. “હા, દોસ્ત અત્યારે બીજો કોઇ રસ્તો પણ નથી.” રોનિતે પણ કહ્યુ. રુદ્ર તેના સ્વભાવવશ શાંત ઉભો બધાની ચર્ચા સાંભળી રહ્યો હતો. બિનજરૂરી વાત કરવાની તેને જરાય આદત ન હતી. “હા, થોડી વાર વેઇટ કરી જોઇએ. પછી ગાડી આવે એટલે નીકળી જઇએ.” જયેશે અકળામણમાં શાંતિ રાખીને કહ્યુ. બધા દરવાજા પાસે જ ઉભા રહ્યા. કોઇ કાંઇ બોલતુ ન હતુ. ધીરે ધીરે સુર્ય ઢળવા લાગ્યો અને અંધકાર તેનુ સામ્રાજય ફેલાવા લાગ્યુ. ચારે બાજુ નીરવતા વચ્ચે તમરાનો અવાજ આવવા લાગ્યો અને નાની નાની જીવાત ઉડી ઉડીને પજવી રહી હતી. હવેલીની હાલત એટલી બિસ્માર હતી કે અહીં કોઇ રહેતુ હશે તે માનવુ મુશ્કેલ હતુ. “ચાલો હવે ગાડી આવી ગઇ હશે. આપણે લોકો નીકળી જઇએ.” જયેશે કહ્યુ એટલે મોબાઇલ ઓફ્ફ કરીને ખુણામાં બેઠેલો રુદ્ર ઉભો થઇ ગયો. “જયેશ, થોડી વાર હજુ વેઇટ કરી લઇએ. કદાચ કોઇ આવી જાય તો. આટલે સુધી આવ્યા જ છીએ તો પછી કાલે નીકળીશુ.” “હા, યાર રૂપલની દીદીની વાત સાચી છે ગાડીવાળાને તો રુદ્ર ના પાડી દેશે.” રોનિતે કહ્યુ. “ના, હવે બસ માતા પિતાને મળવુ હશે તો હું ફરીથી આવીશ અને તેઓ મારો પીછો કરે જ છે તો મને જરુર કોન્ટેક કરશે. અત્યારે ચાલો અહીંથી.” “જયેશ..” રૂપલની વાત શરૂ જ ન કરવા દેતા જયેશે કહ્યુ. “બસ રૂપલ, મારા માતા પિતા, તારો પરિવાર તેમના પ્રત્યે તો આપણી કોઇ જવાબદારી છે કે નહિ. અત્યારે અહીંથી નીકળીએ ફરી કયારેક આવીશુ.” જયેશની જીદ સામે બધાએ ઝુકવુ પડ્યુ અને તેઓ ત્યાંથી નીકળી ગયા. ************* “મમ્મી, હું નહિ બચુ હવે. એ રાક્ષસ મને મારવા દોડી રહ્યો છે.” સંધ્યા આરતી કરતા દેવ્યાની બહેનને રક્ષા હાંફતી આવીને વળગી પડી. “કોણ રાક્ષસ? કયાં છે?” છેલ્લા બે દિવસથી સતત નાની નાની વાતમાં ડરતી અને ચિત્ર વિચિત્ર વર્તન કરતી રક્ષાને વળગીને વાંસા પર હાથ ફેરવીને પ્રેમથી દેવ્યાની બહેને પુછ્યુ. “પેલા રૂમમાં” સામેના રૂમ તરફ આંગળી ચીંધીને રક્ષા રડવા લાગી. દેવ્યાની બહેન સામેના ડ્રોઇગ રૂમ તરફ ગયા. ત્યાં રક્ષા થોડી વાર પહેલા ટી.વી. જોઇ રહી હતી. રૂમમાં જઇને જોયુ તો તેના દુરના જેઠ ભુપત ભાઇ હતા. “ભુપતભાઇ આવો આવો. કેમ છો?” દેવ્યાની બહેને વિવેક કરતા કહ્યુ. “હા, બેસી તો ગયો જ પરંતુ રક્ષાની તબિયત ખરાબ છે કે શું? મને દેખીને તે ચીસો પાડતા જતી રહી. બધુ બરાબર જ છે ને?” “હા, હા ભુપતભાઇ બધુ બરાબર જ છે. તેની તબિયત થોડી ખરાબ છે એટલે વોમિંટ માટે ભાગી નીકળી હતી.” વાત છુપાવતા દેવ્યાની બહેને કહ્યુ.

“હા, અચ્છા.” અંકિતાએ રક્ષાને અંદરના રૂમમાં સંભાળી અને દેવ્યાની બહેને ભુપતભાઇને ચા નાસતો કરાવ્યા. “સાંભળો છો.” રાત્રે દુકાનેથી મુકેશભાઇ આવ્યા એટલે દેવ્યાની બહેને કહ્યુ “હા, બોલ શુ કામ છે?” “રક્ષાની તબિયત બગડતી જ જાય છે. આજે ભુપતભાઇ આવ્યા હતા. તેની સામે તમાશો કર્યો હતો. તમે વિજયને બોલાવી લો અને બધી વાત કરો અને ડોકટરને બતાવી જોઇએ. નહિ તો આ ધીરે ધીરે ગામમાં ચર્ચા થવા લાગશે.” “હા, ભુપત આવ્યો હતો? અને તેની સામે?” “રક્ષા ચીસો પાડીને રાક્ષસ કરતી ભાગી ગઇ. આ તો મેં ભુપતભાઇને મે સમજાવી લીધા. પરંતુ વાત ફેલાતા વાર નહિ લાગે અને રક્ષાની તબિયત ખરાબ બનતી જાય છે. દવાની ખાસ જરૂર છે.” “હમણાં જ હુ વિજયકુમારને ફોન કરુ છુ.” મુકેશભાઇએ વિજયને ફોન કરીને બીજે દિવસે સવારે બોલાવી લીધો. *************** બધા હોટેલમાં પરત આવી ગયા અને પોતપોતાનો સામાન વ્યવસ્થિત કરવા લાગ્યા. રુદ્રએ જે ગાડી બોલાવી હતી તે આવી ગઇ હતી. રુદ્ર બધા જતા રહે પછી નીકળી જવાનો હતો. અહીં સુધીનો ધક્કો નિષ્ફળ ગયો હતો. રૂપલને ખુબ જ દુ:ખ થઇ રહ્યુ હતુ. તે હજુ વેઇટ કરીને જયેશના માતા પિતાને મળવા માંગતી હતી. પરંતુ જયેશ તેની વાત જરાય સમજવા તૈયાર ન હતો. આખા રસ્તે રૂપલે તેને સમજાવવા માટે ખુબ જ પ્રયત્નો કર્યા પરંતુ તે માન્યો જ નહિ. આખરે તે કમને સામાન ભરવા લાગી. રોનિત પણ જયેશની આ જીદ સમજી શકતો ન હતો. તેણે સમજાવવાની રીતે પ્રયાસ કરી લીધા. પરંતુ વધારે તો તે શુ કરી શકે? રુદ્ર પોતાના મોબાઇલમાં મગ્ન હતો. જયેશને પોતાની જાત પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. શા માટે તે આમ ચાલી નીકળ્યો? પડછાયા પાછળ દોડવાની ભુલ તેને લાગી રહી હતી. કોણ જાણે તેનુ મન બસ પરત જ જવા માંગતુ હતુ. હવે તે એક પળ પણ અહીં રોકાવા માંગતો ન હતો. અચાનક જ ડોરબેલ વાગી. રૂપલે દરવાજો ખોલ્યો એટલે વેઇટર એક ચિઠ્ઠી આપી ગયો. ત્યાં જયેશે પાછળથી આવીને પુછ્યુ, “કોણે આપી ચિઠ્ઠી?” “એક સાહેબ તમારા નામ પર આપી ગયા.” “કોણ છે એ? તે કયાં છે?” જયેશનો અંદાજો આવી ગયો કે તેનો પીછો કરનાર જ ચિઠ્ઠી આપી ગયો છે એટલે તેને વેઇટરને પુછ્યુ. “એ તો ચિઠ્ઠી આપીને જતા રહ્યા અને નામ કાંઇ કહ્યુ નથી.” “જયેશ, ચિઠ્ઠી ખોલીને વાંચી જોઇએ. કદાચ કાંઇક અંદાજો આવી જશે.” રોનિતે કહ્યુ. વેઇટર જતો રહ્યો અને દરવાજો બંધ કરીને રૂપલે જયેશને ચિઠ્ઠી આપી. “રૂપલ, તુ જ મોટેથી વાંચ એટલે બધાને ખબર પડે કે શુ મામલો છે.” રૂપલ ચિઠ્ઠી ખોલીને મોટેથી વાંચવા લાગી, દીકરા અમને માફ કરી દેજે. એક ખાસ કારણસર હવેલી પર અમે તમને ન મળી શક્યા. પરંતુ તારી અને અમારી જીંદગી પર ખતરો છે. કદાચ કાલે સવારે અમે ન બચી શકીએ તો એકવાર તને મળવા માંગીએ છીએ. કાલે સવારે સાત વાગ્યે નીચેના સરનામા પર અમે તારી રાહ જોતા હશે. મરતા પહેલા એક ખાસ રાઝ તને કહેવા માંગીએ છીએ. તુ જરૂર આવજે. તારા માતા પિતા.“દેવ્યાની કયારનો જયેશને ફોન લગાવુ છુ પણ લાગતો જ નથી? મુકેશભાઇએ મોબાઇલ હાથમાંથી નીચે મુકતા કહ્યુ. “તેના ઘરે કરી જુઓને અત્યારે રાત્રે તો તે ઘરે જ હશે.” “ઘરે પણ ટ્રાય કરી પણ તે લાગતો નથી. કાલે સવારે યાદ કરાવજે ફરીથી પ્રયાસ કરીશ.”

************

“રાઝ, ખતરો? જયેશ શું છે આ બધુ?” રૂપલે ચિઠ્ઠી વાંચી લીધી એટલે રોનિતે પુછ્યુ. “મને પણ કાંઇ ખબર નથી પડતી.” “જયેશ, હું કયારની કહુ છુ. એકવાર અહીં આવ્યા છે તો રોકાઇ જઇએ. કાલે સવારે તેઓને મળીને જ જઇશુ. બધી વાતની ચોખવટ થઇ જશે.” રૂપલે જયેશના ખંભા પર હાથ મુકીને કહ્યુ. “રુદ્ર, સોરી યાર ગાડી વાળાને ના પાડી દેજે. જે પૈસા થાય તે કહેજે હું આપી દઉ. આ તો બહુ કંફ્યુઝન થઇ ગયુ.” જયેશે રુદ્ર તરફ ફરીને કહ્યુ. “અરે એમાં પૈસા કે સોરી ન હોય. ગાડીવાળો મારો દોસ્ત જ છે હમણાં તેને ના પાડી દઉ. ફરીથી જયારે જવુ હોય ત્યારે કહેજે.” રુદ્રએ જયેશને કહીને ગાડીવાળાને ફોન કરી દીધો. “રુદ્ર, આ સરનામુ અમને સમજાવી દે પછી આપણે સાથે ડિનર લઇ લઇએ અને પછી તુ નીકળ. કાલે અમે મળી આવીએ પછી તને ફોન કરીશુ.” રોનિતે કહ્યુ. “તમે લોકો ડિનર લઇ લેજો. મારે ઘરે બની ગયુ હશે. સરનામુ બતાવ.” રુદ્રએ રોનિતને કહ્યુ એટલે રોનિતે તેને કાગળ આપ્યુ તેમાં સરનામુ જોઇને રુદ્રએ કહ્યુ. “અહીંથી નજીક જ છે. હોટેલ પરથી સીધા નીકળીને મેઇન રોડ આવે ત્યારે રાઇટ ટર્ન લેશો એટલે ચોક આવશે ત્યાં મોટુ પીપળાનુ ઝાડ છે તે ઝાડ પાસે તમારે ઉભવાનુ છે.” “ઓ.કે. થેન્ક્યુ દોસ્ત. ઘરે ફોન કરી દે યાર ચાલ સાથે ડિનર લઇએ.” જયેશે આગ્રહ કરતા કહ્યુ. “નો નો થેન્ક્યુ અત્યારે નહિ ચાલે ફરી કયારેક અને ગમે ત્યારે કામ હોય તો કોલ કરજો.” “શ્યોર” કહીને જયેશે સેક હેન્ડ કર્યુ. અને રુદ્ર જતો રહ્યો. ************ રાત આખી કોઇને ખાસ ઉંઘ આવી નહિ. રાઝ, ખતરો આ બે શબ્દો બધાના મનમાં પ્રશ્નાર્થ ઉભા કરી રહ્યા હતા. ઉચાટમાં સવાર પણ ખુબ મોડી ઉગે છે. એમ માંડ માંડ કરતા બધાની રાત પસાર થઇ. વહેલી સવારે બધા તૈયાર થઇ ગયા. સાત વાગ્યે જવાનુ હતુ અને હજુ છ જ વાગ્યા હતા છતાંય બધા નીકળી ગયા. રુદ્રએ બતાવેલ સરનામાં મુજબ તેઓ દસ મિનિટમાં જ પહોંચી ગયા. પીપળાના ઝાડને અઢેલીને રોનિત ઉભો રહી ગયો અને વહેલી સવારની ઠંડી ઠંડી લહેરખીઓ લેવા લાગ્યો. જયેશને નજર રસ્તા પર હતી. રૂપલ સુનમુન હતી. વહેલી સવારે હજુ અંધારુ હતુ અને ટ્રાફિક સાવ ઓછો હોય. દુર દુર કોઇ દેખાતુ ન હતુ. જયેશ ચારે બાજુ નજર ઘુમાવી જોઇ રહ્યો હતો. “જયેશ, તને શુ લાગે છે? સમયસર તારા માતા પિતા આવી જશે?” રોનિતે પુછ્યુ. “હોપ સો.” “શુ રાઝ હશે? એ વિચારે રાત્રે મને તો ઉંઘ જ ન આવી અને જીંદગી પર ખતરો છે તો દોસ્ત તારે થોડુ વધારે સાવચેત રહેવાની જરુર છે.” “હવે જે થાવુ હોય તે થાય અને કેવો કોનાથી ખતરો એ તો તે લોકો આવે પછી જ ખબર પડે અને બસ આટલો સમય છે ત્યારબાદ તો નીકળી જ જવુ છે. જે ખતરો હશે તે ત્યાં જઇને જોયુ જશે.” “તો પણ આપણે અહીં બિનસલામત ઉભા છીએ તો ભયજનક તો છે જ” “એમ કાંઇ નહિ થાય. થવાનુ હોત તો કયારનુ થઇ ગયુ હોત.” “હા, એ તો છે જ. પરંતુ સાવધાની સારી.” “સાવધાની માટે શુ કરીશુ? બોલ.” “હવે કાંઇ નહિ થઇ શકે.” “તો પછી શુ?” વાત કરતા સમય વહેવા લાગ્યો. છ ચાલીસ થઇ ધીરે ધીરે અંધારુ દુર થવા લાગ્યુ અને વાતાવરણ પ્રકાશિત બનવા લાગ્યુ. દુરથી કોઇ ચાલીને તેઓની તરફ આવતુ હોય તેમ લાગ્યુ બધાની નજર એકસાથે તેના પર પડી. માંડ માંડ ચાલી શકતા હતા અને હવા પણ ઉડી જાય તેવા એકવડિયા બાંધાના કોઇ વયોવુદ્ધ વ્યક્તિ તેની તરફ ધીરે ધીરે આવી રહ્યા હતા. તેના કપડાં પરના અસંખ્ય થીગડા અને તેની હાલત કારમી ગરીબાઇની ચાડી ખાઇ રહ્યા હતા. થોડી વારમાં તેઓ પીપળાના ઝાડ નજીક આવી ગયા. “જયેશ ને?” નજીક આવીને તેમને પુછ્યુ. “હા, તમે મારા પિતાજી? મમ્મી કયા છે?” જયેશે પુછી લીધુ. “ના, બેટા મને માફ કરજે હું તારો પિતા નથી. તારા પિતાજી અને માતાજીને વર્ષોથી બંદી બનાવીને લઇ અહીંથી લઇ જવામાં આવ્યા છે. તે કયાં છે તે કોઇને ખબર નથી.” “તો તમે કોણ છો? અને એ ચિઠ્ઠીઓ?” “હુ તારા પિતાજીનો ખાસ નોકર અભરુ છુ અને તે ચિઠ્ઠીઓ મે જ તને મોકલી હતી.” “પણ કેમ?” રૂપલ એકાએક બોલી ઉઠી. બધાને આશ્ચર્ય સમાતુ ન હતુ. “એ બધુ હું તમને સમજાવીશ. તમે લોકો મારા ઘરે ચાલો. આમ રસ્તા પર બધી વાતો કરવામાં ખતરો છે.” “ખતરો? શેનો ખતરો?” જયેશે આશ્ચર્યથી પુછ્યુ. “તમને પુરી વાતની જાણ થઇ જશે ત્યારે બધુ સમજી જશો. અત્યારે ચાલો અહીંથી.” આટલુ બોલીને તે આગળ ચાલવા લાગ્યો અને બધા ચુપચાપ તેની પાછળ ચાલવા લાગ્યા.

આ તો નવુ નીકળ્યુ? જયેશ તેના માતા પિતાને મળવા માટે આટલે સુધી આવ્યો હતો અને તેઓ તો બંદી છે? શુ છે આ બધુ? જાણવા માટે આગળનુ પ્રકરણ વાંચવુ જ રહ્યુ.