શાપ - Novels
by Bhavisha R. Gokani
in
Gujarati Thriller
“ચલ ને યાર.” વોટસ એપ પર ફરીથી જયેશનો મેસેજ ફલેશ થયો. “સ્ટોપ ઇટ” રૂપલે તેને ટાળતા કહ્યુ. “આવી એકસાઇટમેન્ટ ફરી નહિ મળે.” “કાલે આપણા લગ્ન છે અને તુ આવી વાતો કરે છે.” મેસેજ ટાઇપ કરતા રૂપલને એ.સી.માં પણ પરસેવા વળવા લાગ્યો.
આવતીકાલે તેના લગ્ન હતા અને તેનો બનનાર હસબંડ તેની સાથે આવી રીતે વાત કરી રહ્યો હતો. તેને રાત આખી ઉંઘ જ ન આવી. શુ કરવુ કાંઇ ખબર જ ન પડતી હતી? અચાનક જ તેની ચાદર કોઇએ ખેંચી. “એ ઉંઘણશી દાસ કાલે તારા લગ્ન છે અને તુ આમ સુતી છે, વેક અપ યાર.” નાની બહેન અંકિતાને જોઇ રૂપલ ફટાફટ ઉભી થઇ ગઇ. “સુહાના મોસમ લવિગ હસબન્ડ” મને તો તારા માટે એકસાઇટમેન્ટ થઇ રહી છે અને તુ તો આમ ઘોડા વેંચીને સુઇ રહી છે. સો બોરિગ બેબી.” “અંકિ, એને આરામ કરવા દે યાર. પછી તેને ઉંઘવા નહિ મળે” રક્ષાએ અંકિતાની માથે ટપલી મારીને હસતા હસતા કહ્યુ. “દીદી, શુ તમે યાર?” પથારીમાં ચાદર ખસેડીને ઉભા થતા રૂપલે કહ્યુ. તેનો મજાકનો જરાય મુડ ન હતો. તેને તો જલ્દી જયેશને મળવુ હતુ. કાલ રાત વાત હજી તેના મગજમાંથી જતી ન હતી. “બસ હવે આ નાટક છોડ અમને ખબર જ છે તારા મનમાં કેવા લાડુ ફુટી રહ્યા છે.” રક્ષાએ મજાક કરતા કહ્યુ. “રૂપલ બેટા.” દેવ્યાનીબહેનનો તીણો અવાજ સંભળાયો એટલે રૂપલે ફટાફટ બ્રશ ઘસવા માંડ્યુ અને રક્ષા પલંગની ચાદર સરખી કરવા લાગી. “રૂપલ બેટા, કયા છો?” દરવાજો ખોલીને અંદર આવતા દેવ્યાની બહેન બોલ્યા. “મમ્મી, અહી બાથરૂમમાં” મોંમાંથી પેસ્ટ થુકીને બાથરૂમના દરવાજા પાસે આવીને રૂપલે કહ્યુ.
શાપ પ્રકરણ : 1 “ચલ ને યાર.” વોટસ એપ પર ફરીથી જયેશનો મેસેજ ફલેશ થયો. “સ્ટોપ ઇટ” રૂપલે તેને ટાળતા કહ્યુ. “આવી એકસાઇટમેન્ટ ફરી નહિ મળે.” “કાલે આપણા લગ્ન છે અને તુ આવી વાતો કરે છે.” મેસેજ ટાઇપ કરતા ...Read Moreએ.સી.માં પણ પરસેવા વળવા લાગ્યો. આવતીકાલે તેના લગ્ન હતા અને તેનો બનનાર હસબંડ તેની સાથે આવી રીતે વાત કરી રહ્યો હતો. તેને રાત આખી ઉંઘ જ ન આવી. શુ કરવુ કાંઇ ખબર જ ન પડતી હતી? અચાનક જ તેની ચાદર કોઇએ ખેંચી. “એ ઉંઘણશી દાસ કાલે તારા લગ્ન છે અને તુ આમ સુતી છે, વેક અપ યાર.” નાની બહેન અંકિતાને
શાપ પ્રકરણ : 2 “રૂપલ, સત્ય બાબતે તો મને ખબર નથી પરંતુ કોલેજમાં મારી બાઇક પર આ કવર કોઇ ભરાવી ગયુ હતુ. તેમાં ચિઠ્ઠી સિવાય પણ મારો જ્ન્મ વખતનો એક ફોટો અને દહેરાદુનનુ એક એડ્રેસ છે.” “ખાલી આટલી વસ્તુમાં ...Read Moreઆવડુ મોટુ પગલુ ભરી લીધુ. બની શકે આ કોઇ મજાક પણ હોય.” “મને નથી લાગતુ કે કોઇ મજાક હોય મારુ દિલ વારંવાર સત્ય તપાસ માટે ખેંચાય છે. સોરી મે તને પહેલા કાંઇ કહ્યુ નહિ અને તને પણ મારી સાથે લીધી.” “ઇટ્સ ઓકે યાર પણ તે તારા માતા પિતા સાથે આ બાબતે વાત કરી?” “સીધી રીતે વાત કરવાની મારી હિમ્મત જ
શાપ પ્રકરણ-3 વિજય તો જતો રહ્યો પરંતુ મુકેશભાઇને ફરીથી વર્ષો જુનો સાદ સંભળાવા લાગ્યો. “પ્લીઝ છોડી દો ભાઇ પ્લીઝ” તેને પોતાના કાન બંધ કરી દીધા અને આંખો જોરથી ચીપી દીધી. આંખો બંધ કરવાથી સત્ય થોડુ બદલાઇ જાય છે. **************** ...Read Moreતુ રડે છે?” ટી.વી. જોતા જોતા અચાનક જયેશની નજર રૂપલ સામે પડતા તેણે કહ્યુ. “અરે ના એ તો બસ ખાલી એમ જ.” “એમ જ રૂપલ હવે આપણે બંન્ને એક જ છીએ તારે મારાથી કાંઇ છુપાવવાની જરૂર નથી. તુ મારા પર આટલો ભરોસો કરીને મારી સાથે ચાલી નીકળી અને હવે તુ તારા દિલની વાત મારી સાથે શેર નહિ કરે? બોલ રૂપલ
શાપ પ્રકરણ : 4 “દેવ્યાની મને ખુબ જ ડર લાગી રહ્યો છે. મારા ભુતકાળના છાંટા કયાક મારી દીકરીને ન ઉડે.” “આટલા વર્ષો બાદ તેઓને આ વાતનો ગુસ્સો ઓગળી ગયો હશે અને તેના પરિવારના બધા સભ્યો વિદેશ છે. હવે તે ...Read Moreપાસે એટલો ટાઇમ જ નહિ હોય કે આપણી સામે આવી રીતે કોઇ બદલો લે. જે થઇ ગયુ તે ભુલી જાઓ.” “તારી વાત તો સાવ સાચી છે પરંતુ મારુ દિલ માનતુ જ નથી.” “તે બાજુના વિચારો છોડી દો એટલે બધુ સારુ થઇ જશે. બદલો લેવો હોય તો આટલા વર્ષમા લઇ લીધો હોત. બદલો લેવા વાળા કાંઇ આટલા વર્ષો સુધી રાહ ન
શાપ પ્રકરણ : 5 “બેટા, તુ હવે તારા ઘરે જતી રહે. અહીંની ચિંતા ન કર. અમે બધા અહીં છીએ. તારી મદદની જરૂર હશે ત્યારે બોલાવી લઇશુ. વિજય અને તારા ઘરના બધા દુ:ખી થતા હશે.” રક્ષાને મોડે સુધી સુવા દઇને ...Read Moreઉઠી એટલે તેના મમ્મી દેવ્યાની બહેને કહ્યુ. “કેમ મમ્મી અચાનક આમ કહો છો?” દેવ્યાની બહેન મુઝંવણમાં મુકાઇ ગયા કે રક્ષા આમ કેમ બોલે છે? શું તેને રાતની કોઇ ઘટના યાદ નથી? “રૂપલ તો જતી રહી હવે તે કયારે પરત આવશે? તેની ખબર મળશે કે નહિ? હજુ કાંઇ ખબર નથી. હવે ઘણો સમય થઇ ગયો. તારુ ઘર પરિવાર સાચવવાની તો તારી
શાપ ભાગ : 6 “ઓહ્હ, શીટ યાર.” દરવાજા પર તાળુ જોઇને જયેશને બહુ જ ગુસ્સો આવ્યો. “લાગે છે તારા માતા પિતા કયાંક ગયા હશે.” “આપણે અહીં બોલાવીને અચાનક કયાં જતા રહ્યા. આપણો પીછો તો કરે છે તો તેને ખબર ...Read Moreહતી કે આપણે આવીએ છીએ.” જયેશે ફ્રશટેશનમાં કહ્યુ. “જયેશ, થોડી વાર વેઇટ તો કરીએ. કદાચ કોઇ ઇમજન્સીવશ તેઓ કયાંક ગયા હોય.” રૂપલે કહ્યુ. “હા, દોસ્ત અત્યારે બીજો કોઇ રસ્તો પણ નથી.” રોનિતે પણ કહ્યુ. રુદ્ર તેના સ્વભાવવશ શાંત ઉભો બધાની ચર્ચા સાંભળી રહ્યો હતો. બિનજરૂરી વાત કરવાની તેને જરાય આદત ન હતી. “હા, થોડી વાર વેઇટ કરી જોઇએ. પછી ગાડી
શાપ ભાગ: 7 બધા ધીરે ધીરે તે વુધ્ધ વ્યક્તિની પાછળ જવા લાગ્યા. થોડે દુર ચાલ્યા બાદ એક નાનકડી ચાલી આવી તેમાં એક ઝુંપડીની અંદર તે વ્યક્તિ ગયો બધા તેની પાછળ ગયા. વાંસની નાનકડી બનાવેલી ઝુંપડીમાં એક ખાટલો હતો અને ...Read Moreવાસણો અને પાણીનુ એક માટલુ હતુ અંદર આવ્યા એટલે તેણે ખાટલા પર ગોદડું પાથરીને કહ્યુ, “તમે બધા બેસો અહીં” કોઇ કાંઇ બોલ્યા વિના ખાટલા પર બેસી ગયા. “જયેશ બેટા પહેલા મને માફ કરજે મેં તને તારા માતા પિતા નામે ખોટી ચિઠ્ઠી મોકલી પરંતુ હું પણ શુ કરુ? કોઇ અજાણ્યો વ્યક્તિ તને બોલાવે તો તુ કદાચ ન આવે. તારા પિતાજીના ઋણ
શાપ ભાગ : 8 “અંકલ, મારા માતા પિતાની શોધ કરવા કયા જવાનુ છે? ખાલી અંધારામાં તીર કેમ મારવા?” જયેશે પુછ્યુ. “એ બધી મેં તપાસ કરી લીધી આટલા વર્ષોમાં મને એ જાણ તો થઇ ગઇ છે કે તારા માતા હજુ ...Read Moreછે અને તેમને હિમાલયની તળેટીમાં કેદ કરીને રાખવામાં આવેલ છે અને તે બધા ગુનેગારો પણ ત્યાં સાથે જ છે.” “અંકલ, જયેશ સોરી પણ મને એ વાત સમજ નથી આવતી કે સંપત્તિ લઇ લીધા બાદ જયેશના માતા પિતાને કેદમાં રાખવાનો શો ફાયદો? એ પણ આટલા વર્ષો સુધી?” “મને પણ થોડા સમય સુધી આશ્ચર્ય થયુ હતુ પણ હવે મને કડીઓ મળી રહી
શાપ પ્રકરણ : 9 એક પછી એક ઢળી પડ્યા કોઇને કાંઇ ખબર જ ન પડી. ન જાણે કેટલી વાર થઇ હતી તેઓ આમ ને આમ પડ્યા હશે. અચાનક જ જયેશની અચાનક ઉંઘ ઉડી. ખુબ જ અંધારુ હતુ માંડ માંડ ...Read Moreલેવાતા હતા. તે ભીંસ અનુભવી રહ્યો હતો. તેને પોતાના હાથ પગ હલાવવાની કોશિષ કરી પરંતુ હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા. તે ખુબ જ હલી રહ્યો હતો. બેલેંસ ગુમાવી રહ્યો હતો. તેને ધીરે ધીરે ખબર પડી કે તેને એક કોથળામાં હાથ પગ બાંધીને પુરવામાં આવ્યો હતો. તેને કોઇ ઉંચકીને લઇ જવામાં આવી રહ્યો હતો. તેનુ મોઢુ પણ બાંધી દેવામાં આવ્યુ