Navo avtaar books and stories free download online pdf in Gujarati

નવો અવતાર

કોને ખબર હતી કે જિંદગી જતા જતા એક નવોજ શ્વાસ દઈ જશે. આંખ બંધ થતા પેલા નવી ચમક જોઈ લેશે. અરમાનો ધ્વસ્ત થતાં -થતાં નવો વણાંક લઇ લેશે.


શિખા સજળ આંખે આઈ . સી . યુ . ના કાચ માંથી સુતેલા 'વિરેન્દ્ર'ને જોઈ રહી હતી. ઓક્સિજન માક્સમાં વીરેન્દ્ર શ્વાસ ચાલુ હતા . કાડીયોગ્રામ સત્તત હૃદયની હિલચાલ બતાવતું ઉંચી નીચી થતી રેખાઓ દોરતું હતું. બહાર બેઠેલા ઘરના સભ્યોમાં વીરેન્દ્રની માતા શિવાય બે ચાર મિત્રો, ને ''શિખા'' બસ. બધાના ચહેરા પર એક ભયજનક એંધાણ વાર્તાતુ હતું.

બહાર વરસાદ મુશળધાર વરસી રહ્યો હતો ને અંદર મન... , 'શિખા 'હોસ્પિટલની બારી પાસે આવીને ઉભી રહી એક ઊંડો શ્વાસ લઈ એને આંખ બંધ કરી, હજી ,થોડા મહિના પહેલાજતો એ વીરેન્દ્રને મળી હતી .કહેવાય છે ને કે કુદરત કોઈ બે ને મેળવવા માટે કાંઈક માધ્યમ ઉભું કરે . શેખરના દીકરાની બર્થ ડે પાર્ટીમાં શિખાને વીરેન્દ્રનું મળવાનું થયું .

વિરેન્દ્રની પહેલી મુલાકાતમાં જ શિખા જાણી ગઈ કે વિરેન્દ્રની બંને કિડની ફેઈલ છે . અઠવાડિયા માં બે વખત ડાયાલીસીસ કરવાનું હોય છે. આટલું જાણતાજ શિખાને વીરેન્દ્ર તરફ ખેંચાણ થવા લાગ્યું. એનો લેખક જીવ મનમાં કાંઈક સળવળાટ કરવા લાગ્યો. શરૂ શરૂ માં તો ખાસ કંઈજ વાત થઈ નહીં . પણ શિખા મન મક્કમ કરી ચુકી હતી કે વીરેન્દ્ર પર એક બુક તો લખશે જ. જેમાં વીરેન્દ્ર ની દરેક વાત હોય.
ધીમે ધીમે શેખર પાસે થી વીરેન્દ્ર વિષયક માહિતી શિખા ભેગી કરવા લાગી. ને કોઈ ને કોઈ બહાને શિખા શેખર ને કહી વીરેન્દ્ર ને મળવા લાગી હતી. જેમ જેમ નજીક આવતી ગઈ એને વીરેન્દ્રની અંદર રહેલો મક્કમ મનનો અડગ પુરુષ દેખાવા લાગ્યો.
વિરેન્દ્રસિંહ આર્મીમાં પોતાના મનબળે ,પોતાના પરિશ્રમેં ગલેયો માણસ. કસાયેલું શરીર, પહોળી છાતી, કિડની ફેઈલ હોવા છતાં શરીર અથાગ કરેલા શ્રમની ચાડી ખાતું હતું. તાવ દેવાઈ એવી મૂછો, ઘવવર્ણો વાન, ને કોઈ પણ ને જીતી શકે એવું સ્મિત. કિડની ફેલ ના રિપોર્ટ પછી વીરેન્દ્ર ક મને પણ ટેબલ વર્ક સ્વીકારી કામ કરવા લાગેલો.પોતાને કાયમ દેશ માટે જ સમર્પિત કરનારો એ ક્યારેય આવા કોઈ કાગળિયા ના કામો માટે હતો જ નહીં એના હાથ તો કાયમ ગન પકડવા માટેજ ટેવયેલા હતા. તો પણ એ પોતાની જાતને વ્યસ્ત રાખવા આ કામ કર્યા કરતો. શિખા આ બધું જાણી વીરેન્દ્ર ની અંદર રહેલા પુરુષ ને જાણવા ને પોતાના શબ્દ માં ઉતારવા આતુર થઈ ગઈ. અને અંતે માત્ર દસ પંદર દિવસ માંજ શિખા વીરેન્દ્રને પોતાની બુક માટે રાજી કરવામાં સફળ રહી હતી.

શબ્દો લખાતા રહ્યા અને વીરેન્દ્ર શબ્દ બની બુકમાં ઉતરતો ગયો. શિખા ખાસ્સો ટાઇમ વીરેન્દ્ર સાથે રહેતી. પોતાના એકના એક દીકરા ને ખુશ રેહતા જોઈ વીરેન્દ્રની બા પણ શિખાના ઘરે આવવાની રોજ રાહ જોતા. લગભગ બધું લખાઈ ગયા બાદ શિખા એક વરસાદી સાંજે વીરેન્દ્રને મળવા ગઈ હતી. અડધી ભીંજાયેલી અડધી કોરી . ખુલ્લા વાળ ને કાજલ ભરેલી આંખો. કપાળ માં કોરા કંકુ નો અડધો રેલાયેલો ચાંદલો. કોટન ની સાડીમાં શિખા એકદમ સોહામણી લાગતી હતી.

વીરેન્દ્ર શિખાને નખશિષ જોઈ રહ્યો. આજ કદાચ આટલા વરસાદમાં શિખા નહિ આવે એવું વીરેન્દ્ર ને લાગતું હતું. શિખા વીરેન્દ્ર સામું જોતા હસી ને બોલી 'શું? તને એમ હતું ને કે વરસાદ છે એટલે આજ હું નહીં આવું?? પણ હું તો તોય આવી લે.' કહી શિખા હસી અને વીરેન્દ્ર ને પણ હસવું આવી ગયું. ઘરમાં બાને ના જોતા શિખા એ પૂછયું 'અરે આટલા વરસાદમાં બા ક્યાં ગયા?' વીરેન્દ્રએ ટેવ મુજબ જ ટૂંકો જવાબ આપ્યો 'મંદિર'. વીરેન્દ્રની ઓછું બોલવાની ટેવ ને શિખા બરાબર જાણી ગઈ હતી. ઑકે... સમજી ગઈ કે ગઈ કે બા મંદિર ગયા છે ને વરસાદ માં હવે આવી નહીં શકતા હોય . વળતો જવાબ આપતા શિખા એ તરત બીજો સવાલ કર્યો 'હું લઇ આવું'? ટૂંકો જવાબ નાં-નાં એની સાથે તો બાજુ વાળા માસી છે. બંને સાથે આવતા રહેશે. ચિંતા ના કર. વીરેન્દ્ર બોલ્યો.
લગભગ બે એક મહિનાથી સાથે રહેવાથી શિખા વીરેન્દ્ર વિશે એના સ્વભાવથી પરિચિત થઈ ગઈ હતી.
શુ જોવે છે? કહી શિખા વીરેન્દ્ર પાસે આવી ને બેસી ગઈ. વીરેન્દ્ર પોતાના નાનપણનાં ફોટા જોતો હતો. શિખા પણ સાથે જોવા લાગી. એક પછી એક યાદોને વાતો નો ખજાનો ચાલ્યો. વીરેન્દ્ર આજ અલગ જ મૂડમાં હતો. શું? કામ ન હોય આખરે એય ભગવાન દ્વારા બનાવમાં આવેલું જ મોડેલ હતોને??. કુદરતનો સર્જનહાર આજ મન મૂકી ને વરસી રહ્યો હતો. ચારે બાજુ આહલાદકતા હતી. એક અજીબ રોમાંચ હતો. વીરેન્દ્ર શિખા ના અડધા ભીંજાયેલા વાળમાં થી આવતી મોગરા ના સિરમની માદક સુગંધ ને મહેસુસ કરી રહ્યો હતો. શિખા પણ આજ આ પુરુષની આંખો માં પોતાના માટે આવેલો દરરોજ કરતા જુદો ભાવ પામી શકી હતી.
શિખા વીરેન્દ્ર વિશે ઘણું જાણતી પણ પોતાના વિશે હજુ સુધી કાંઈ વાત કરતી ના હતી. અને વીરેન્દ્ર કોઈ દિવસ કાઈ પૂછતો પણ નહીં. આજ અચાનક જ એને શિખા ને પૂછી લીધું.
વીરેન્દ્ર :શિખા તું તારા જીવન વિશે કાંઈક તો કહે. શિખા હસતા બોલી અરે.. વાહહ શું? વાત છે? આજ તો તને મારા માં રસ પડયો ને કંઈ? બોલ? શું જાણવું છે તારે કહે? કહી શિખા પલાંઠી વાળતી ટટ્ટાર થતી બેસી ને એક ખોંખારો ખાતા બોલી બોલ? શું કહું કહે મારા વિશે? વીરેન્દ્ર શિખા સામું જોતા મુંછો માં હસતા બોલ્યો કાંઈ નહીં બસ તને શું ગમે?શું ન ગમે?કંઈક તો કહે?
શિખા સામું હસતા બોલી અચ્છા શું કરીશ જાણી ને?
વીરેન્દ્ર એક ઊંડો શ્વાસ લઈ હસતા બોલ્યો કાંઈ નહીં આતો ઉપર જઈશ તો ભગવાન ને કેવા માટે કંઈક તો જોશે ને?.... અને શિખા એ વીરેન્દ્ર ના હોઠ પર પોતાની કોમળ આંગળીઓ મૂકી દીધી હતી. એની આંખોમાં પાણી આવી ગયા હતા. બસ વીરેન્દ્ર આવી વાત ક્યારે ના કરીશ. કહેતા શિખા લગભગ રડવા જેવી થઈ ગઈ હતી. વીરેન્દ્ર તરતજ હસી ને કીધું 'લે તું આમ રડીશતો મને ભૂત થઈ ને પાછા આવવું પડશે હોં.. ને પછી શિખા ખૂબ હસી પડી હતી. પોતાના છુટ્ટાછેડા પછી ના બે વરસમાં કદાચ ક્યારેય ન હસી હોય એટલું એ સાંજે એ વીરેન્દ્ર સાથે હસી હતી.
એના ગાલ પર આવેલી લટને કાન પાછળ કરી હતી ત્યારે વીરેન્દ્રએ પછી એ લટ ને ચહેરા પર લાવી દીધી હતી 'તું ખુલ્લા વાળમાં બહુ સોહામણી લાગે છે શિખા. શિખા એ નજર ઉંચી કરી વીરેન્દ્ર સામું જોયું.બંને ની આંખો મળે છે.
અને ત્યાંજ....
ધડામ દઈ ને દવાજો ખુલ્લી ગયેલો. બા અવતાજ શિખા ઉભી થઇ ગઈ ને બા ને લેવા દરવાજે દોડી ગઈ.

''શિખા ને પેશન્ટ બોલાવે છે . '' વિચારોની તંદ્રા તૂટી શિખા સાડીનો છેડો સરખો કરતી સીધી આઈ . સી. યુ બાજુ દોડી ગઈ. વીરેન્દ્ર સાથે આંખ મળે છે. સજળ આંખો શબ્દો વગર પણ ઘણોબધો સંવાદ કરી રહી છે. ક્યાં ભવની ઓળખાણ હશે. પણ બધા આસપાસ હોવા છતાં વીરેન્દ્રની આંખો શિખા પર સ્થિર છે. એકદમ સ્થિર. છેલ્લા બે શબ્દ 'શિખા'....


'વીરેન્દ્ર' ના હસતા ફોટા સામે 'શિખા' આજ ઉભી છે.
રાઈટ સાત મહિના પછી આજ વીરેન્દ્ર ઉપર શિખાએ લખેલી બુકનું વિમોચન છે. એ પણ વીરેન્દ્ર ના 'બા 'ના હસ્તે જ. સાંજે શિખા પોતાની સાથે બા ને લઇને પહોંચે છે. મહેમાનોથી હોલ ખચોખચ ભરેલો છે. લાલ કાર્પેટ અને સુંવાળા મખમલ જેવા ઉંચા ઉંચા પરદા વચ્ચે સ્ટેજ પાછળ બેનર પર બુકમાં લાગેલો 'વીરેન્દ્ર'નો હસતા ચહેરા વાળો ફોટો છે.

તાળિયોના ગડગડાટ વચ્ચે બા ના હસ્તે પુસ્તક વિમોચન સંપન્ન થયું. બા શિખા પાસે આવીને એનો હાથ પકડી ગળગળા થઈ ગયા. શિખા સામું જોતા બા બોલ્યા.બેટા આજથી 38 વરસ આજના જ દિવસે મારા હાથમાં કુણુ ફૂલ સોંપી ડોકટરે કિધેલું કે દીકરાનો જન્મ થયો છે. આજ ફરી તે મારા વીરેન્દ્ર ને નવો અવતાર આપ્યો છે. કાળ મારા દિકરાના શરીર ને તો લઇ ગયો. પણ એના મન ને શબ્દ રૂપી વાચા આપી તે અને ફરી તારા શબ્દોમાં જીવતો કર્યો છે. એના આત્માને એ તારામાં મુકતો ગયો છે. આજ મારા વીરેન્દ્રનો ફરી જન્મ થયો બેટા. આટલું કહેતા બા ની આંખ માંથી ચોધાર આંસુ વહી ગયા. અને ફરી સજળ આંખ મળી. શિખા બા ને ભેટી પડીને ધુસ્કે ને ધુસ્કે રડી પડી. બંધ આખોમાંથી આંસુ આજ બા ના ખભા પર વરસી રહ્યાં હતાં. એજ જે એ ચોમાસી સાંજે વિરેન્દ્રના ખભે વરસેલા હતા. બા શિખાની પીઠ પસવારતા રહ્યા. બા ના હાથ હતા કે વીરેન્દ્રના?!... એજ હૂંફ એજ લાગણી એજ પ્રેમ. બંને એકબીજા ને ઘણીવાર સુધી વળગી રહ્યા. અને બન્ને ની વચ્ચે બંનેએ પોતાના એક - એક હાથથી પકડી રાખેલ બુક ,જેમાં ખીલ ખિલાટ હસતો ચહેરો છે . ''વીરેન્દ્ર''. વિરાજ પંડ્યા.