breakup - beginnig of self love - 13 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 13

બે દિવસ પછી વિજય અને મોન્ટુ અમદાવાદ લગ્નમાં હતા. વિજયનો વિચાર કાંકરિયા જવાનો હતો. તેણે મોન્ટુને કાંકરિયા લઈ જવા કહ્યું. કાંકરિયા જવા માટે મોન્ટુએ તેના અમદાવાદમાં રહેતા કાકાના છોકરાને કોલ કરી તેને પીકપ કરવા બોલાવ્યો. બંને ગીતા મંદિર રોડ પર મોન્ટુના કાકાના છોકરાની રાહ જોઈ રહ્યા હતા એવામાં વિજયના ફોનની રીંગ વાગી. વિજયે જોયું તો શ્રેયાનો કોલ હતો. વિજયે કોલ અટેન્ડ કરતા કહ્યું,

“હા સીસ બોલો.”

“તમારા માટે ગુડ ન્યૂઝ છે.”

“ગુડ ન્યૂઝ? એટલે...”

“હા. ફાઈનલી... તમે હવે સિંગલ નહી રહો.”

“રીયલી? સીસ તમે મજાક...”

“ના મારા ભાઈ. તમને લાગે છે આ બાબતમાં હું તમારી સાથે મજાક કરીશ?”

“તો કોણ છે એ વ્યક્તિ?”

“મારી એક ફ્રેન્ડ છે વાણી. મેં સવારે ફોટો મોકલ્યો હતો એ.”

“જામનગરની જ છે?”

“હા. એ થોડીવારમાં તમને કોલ કરશે. તમે વાત કરી લેજો.”

“નો સીસ. હું તેની સાથે વાત નહી કરી શકું. તમને તો ખબર જ છે કે હું કોઈ છોકરી સાથે વાત કરતી વખતે નર્વસ થઇ જાવ છું.”

“તમે ચિંતા ન કરો મેં તેની સાથે બધી જ વાત કરી લીધી છે. તમે નર્વસ થઇ જાવ છો એ પણ કીધું છે. હવે તો કોઈ પ્રોબ્લેમ નથી ને?”

“એક વાત પૂછું સીસ?”

“હા પૂછો.”

“વાણીને મારો પાસ્ટ ખબર છે? આઈમીન તેને ખબર છે કે હું શા માટે કોઈ સાથે રિલેશનશીપમાં આવવા માંગું છું? સીસ હું નથી ચાહતો કે પછી આગળ કોઈ પ્રોબ્લેમ થાય અને હું... તમે સમજો છો ને કે હું શું કહેવા માંગું છું? સીસ હું પહેલેથી જ કોઈ વ્યક્તિની યાદોમાં જીવી રહ્યો છું. નથી ચાહતો કે વધુ એક વ્યક્તિની યાદોમાં દુખી રહું.”

“તમે ચિંતા ન કરો. વાણીને તમારો પાસ્ટ ખબર છે પણ બધું જ ખબર નથી. આઈમીન તેને માત્ર એટલું જ ખબર છે કે તમારું બ્રેકઅપ થઇ ગયુ છે. તમારા માટે વાણી બરાબર છે. મને વિશ્વાસ છે કે એ તમને સમજી શકશે કારણ કે તેનું પણ બ્રેકઅપ થયેલું છે. તમારો અને વાણીનો પાસ્ટ સેમ જ છે. ભાઈ આજ હું ઘણી ખુશ છું કે હવેથી તમારી પાસે પણ કોઈક હશે જેને તમે તમારી ફીલિંગ્સ શેર કરી શકશો. હવે તમે મારો કોલ કટ કરો એટલે વાણી તમારી સાથે વાત કરી શકે. મને ક્યારની મેસેજ કરે છે કે વિજય સાથે વાત કરવી છે. બાય બ્રો અને હવે અમદાવાદને ટાટા કરી જલ્દી ઘરે આવી જાવ. તમારો ફ્રેન્ડ મકોડો તમારાથી રિસાયો છે.” શ્રેયા હસવા લાગી.

“હા સીસ મને ખબર છે કે એ રિસાયો છે. તેની જગ્યાએ હું હોત તો હું પણ એમ જ કરત. આ થોડા દિવસોથી મેં તેને ખૂબ હેરાન કર્યો છે. તેની સાથે ખરાબ વર્તન કર્યું છે. સીસ તમે તેને મારા તરફથી સોરી કહી દેજો. મારી ચિંતા ન કરતા હું બસ ત્રણ-ચાર દિવસમાં આવું છું. એન્ડ... મારા માટે આ બધું કરવા માટે થેંક્યું વેરી મચ. તમે જે મારા માટે કર્યું છે એ માટે થેંક્યું શબ્દ ખૂબ નાનો છે. ઠીક છે આપણે પછી મળીએ ત્યારે વાત કરીશુ. બાય એન્ડ ટેક કેર.”

“હા ચોક્કસ. બાય. ટેક કેર.”

શ્રેયા સાથે વાત પૂરી થઇ એટલે વિજય વાણીના કોલની રાહ જોવા લાગ્યો. તેના ચહેરા પર ફરી મુસ્કાન આવી ગઈ હતી. મોન્ટુ પણ તેને જોઈ ખુશ હતો. થોડીવાર પછી વિજયના ફોનની રીંગ વાગી. તેણે જોયું તો કોઈ અજાણ્યો નંબર હતો. તેણે કોલ અટેન્ડ કરતા કહ્યું,

“હેલ્લો. કોણ?”

“વિજય?”

“હા હું વિજય બોલું છું.”

“વિજય. હું વાણી બોલું છું. શ્રેયાની ફ્રેન્ડ.”

“વાણી” શબ્દ સાંભળતા જ વિજયના હ્રદયના ધબકારા એકાએક વધી ગયા. તેના શ્વાસ ધીમા પડી ગયા. તે એકદમ નર્વસ થઇ ગયો. વિજયનો અવાજ ન આવતા વાણી કહેવા લાગી,

“હેલ્લો... હેલ્લો... વિજય... મારો અવાજ આવે છે? વિજય મારો અવાજ આવે છે?”

“હા વાણી... હા વાણી બોલો. તમારો અવાજ એકદમ ક્લીયર આવે છે.”

“તુ અત્યારે ક્યાં છે?”

“હું અમદાવાદ છું.”

“ત્યાં શું કરે છે? તુ ઠીક તો છેને?”

“હું અહીં લગ્નમાં આવ્યો છું અને હું એકદમ ઠીક છું.”

“મને શ્રેયાએ કીધું કે તારું બ્રેકઅપ થયું ત્યારથી તુ ખૂબ નેગેટીવ વિચારે છે. એ પણ કીધું કે તુ વારંવાર આત્મહત્યા કરવાનું વિચારે છે.”

“ના એવુ કંઈ નથી. એ બસ...”

“હવે એ બધું વિચારવાનું છોડી દે અને પ્લીઝ ઘરે આવી જા.”

“સીસે તમને કીધું તો છે ને કે મારે તમારી પાસેથી કયા સંબંધની આશા છે? આઈમીન...”

“હા અમારી વચ્ચે બધી જ વાત થઇ ગઈ છે. હું નથી ચાહતી કે કોઈ આત્મહત્યા કરે કે પછી આત્મહત્યાનો વિચાર પણ કરે.”

“વાણી.”

“હા વિજય.”

“હું...”

“હમ્મ.”

“સીસે મારો ફોટો બતાવ્યો જ હશે. મેં પણ તમારો ફોટો જોયો છે. તો... હું તમને પસંદ તો છું ને?”

“સાચું કહું તો ના. સોરી.”

“ઓકે. એટલે ભવિષ્યમાં આપણી વચ્ચે એ પ્રકારનો સંબંધ કદી થશે જ નહી એમને?”

“ના મારા કહેવાનો અર્થ એ નથી. હું પહેલા તને રૂબરૂ મળું. તારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરું પછી જ કહી શકું કે તારી સાથે રિલેશનશીપમાં આવું કે નહિ?”

“હા એ બરાબર રહેશે. આપણે એકબીજાને પહેલા જાણીએ પછી જ આગળ વધીશું. એનીવે મને ગમ્યું.”

“શું ગમ્યું?”

“એ જ કે જે વાત તમારા દિલમાં છે એ જ તમારા હોઠો પર છે. ઘણા બસ મન રાખવા માટે આ પ્રશ્નનો જવાબ હા આપતા હોય છે પછી ભલે તેને આપણે જરા પણ ગમતા ન હોઈએ. તમે સાચું બોલ્યા એ મને ગમ્યું.”

“તુ શ્રેયાના ગામમાં રહે છે કે પછી જામનગરમાં?

“શ્રેયાની જ સોસાયટીમાં રહું છું.”

“હું તો જામનગરમાં જ રહું છું. તો આપણે ક્યારે મળીએ છીએ?”

“સાચું કહું તો મારી તમને મળવાની ખૂબ ઈચ્છા છે. તમે કહો ક્યારે મળવું છે? હું તો જ્યારે કહો ત્યારે મળવા તૈયાર છું. હાલ તો અમદાવાદ છું એટલે બે દિવસની અંદર પોસીબલ નથી.”

“ટાઈમનું તો મારે પણ નક્કી નથી. એક કામ કરીએ હું શ્રેયા સાથે વાત કરી લઈશ. એ કહે એ દિવસે મળીએ. ઓકે?”

“ઠીક છે તમે અને સીસ વાત કરી નક્કી કરી નાખો.”

“એક વાત પૂછું?”

“હા પૂછો?”

“તારી લાઈફમાં એવું શું થયું છે કે તુ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે?”

“સીસે તમને આ વિશે નથી કીધું?”

“કીધું છે બટ મારી ઈચ્છા છે કે હું એ બધુ તારી પાસેથી સાંભળું. તને પ્રોબ્લેમ નથી ને? સોરી હું થોડી વધારે પર્શનલમાં જઈ રહી છું.”

“ના ના ઇટ્સ ઓકે. નો પ્રોબ્લેમ. આમ પણ આપણી વચ્ચે બધું જ ક્લીયર હોય એ વધારે સારું. અત્યારે જ કહું કે આપણે મળીએ ત્યારે?”

“ના આપણે મળીએ ત્યારે જ કહેજે કેમ કે મારે પણ તને કંઇક કહેવું છે.”

“અત્યારે જ કહો. નહી કહો તો રાત્રે ઊંઘ નહિ આવે.” વિજય હસવા લાગ્યો.

“હા એ તો આમ પણ નહિ આવે. ખાસ વાત છે એટલે આપણે રૂબરૂ મળીએ ત્યારે જ કહીશ. ત્યાં સુધી વેઇટ કર. વેઇટ કરીશ ને?” વાણી પણ હસવા લાગી.

“હા કેમ નહી થાય? જરૂર કરીશ. વેઇટ કરવું એ એક જોરદાર ફીલિંગ છે. મેં તો ઘણી વખત ફિલ કરી છે.”

“ઠીક છે તો હજી એક વખત ફિલ કરી લે. ચિંતા ન કર આપણે જલ્દી મળીએ છીએ.”

“હા.”

“ઠીક છે તો આપણે પછી વાત કરીએ. બાય.”

“હા બાય ટેક કેર.”

વાણી સાથે વાત કરીને વિજય ખૂબ ખુશ હતો. છ મહિના પછી વિજયના ચહેરા પર સાચી ખુશી હતી. એ છ મહિનામાં વિજય પોતાની લાગણીઓ છુપાવતા શીખી ગયો હતો. તે મિત્રો વચ્ચે હંમેશાં ખુશ જ રહેતો. તેના મિત્રો એમ સમજતા કે વિજય નોર્મલ થઇ ગયો છે પણ માત્ર સંજય, નીક અને કલ્પેશ જ જાણતા હતા કે વિજય ખુશ નથી. તે ખુશ હોવાની એક્ટિંગ કરી રહ્યો છે. એક વાત હતી જે મોન્ટુ માટે ખાસ હતી. વિજય કદી મોન્ટુની સામે ખુશ હોવાની કે દુખી હોવાની એક્ટિંગ ન હતો કરતો. મોન્ટુ સામે તે એકદમ રીયલ રહેતો તેના ઘણા કારણો હતા. તેમાંથી એક કારણ એ પણ હતુ કે મોન્ટુ હંમેશાં વિજયને ખુશ રાખવા માટે પ્રયત્નો કરતો. ક્યારેક એવુ પણ બનતુ કે વિજય ખુશ રહે એ માટે મોન્ટુ પોતાની ખુશી પણ ભૂલી જતો. જ્યારે વિજય નિશાને યાદ કરી દુખી થતો ત્યારે મોન્ટુ તેને હંમેશાં એક જ વાત કહેતો, “તારે કોઈની યાદમાં દુખી રહેવાની જરૂર નથી. મારા ભાઈ તુ બસ એક વખત હા બોલ. તારા માટે હું મારી એક્સ જી.એફને મનાવી તારી સાથે સેટ કરી દઈશ. ભલે એ માટે મારે ગમે તે કરવું પડે અને જો કોઇપણ લોચો થાય તેની બધી જ જવાબદારી મારી. મારી એક્સ તને ઈમોશનલી તો સપોર્ટ કરશે જ પણ જો તારે ફિઝીકલી સપોર્ટ જોઈતો હોય તો એ પણ આપશે.” વિજયના મોં પર આ વાત માટે હંમેશાં “ના” જ રહેતી.

“જરા હમે તો બતાઓ ઇસ સુંદર મુસ્કાન કે પીછે કા રાઝ.” વિજયને ખુશ જોતા મોન્ટુએ હસતા પૂછ્યું.

“મારી ફ્રેન્ડ હતી. આઈમીન મારી સીસની ફ્રેન્ડ હતી વાણી.” વિજય હસવા લાગ્યો.

“પેલી ફોટાવાળી?”

“હા એ જ.”

“હમ્મ તો ભાઈ હવે પાછા જી.એફવાળા થઇ જવાના છે એમને?”

“હા કદાચ. ઉમીદ તો એ જ છે.”

“કદાચ એટલે?”

“એટલે એ પહેલા મને રૂબરૂ મળવા માંગે છે. એ પહેલા મને સારી રીતે જાણી લે પછી જ કંઇક વિચારશે.”

“ઓહ. ઓકે.”

“મોન્ટુ હવે મારે બે દિવસમાં જ ઘરે જવું પડશે.”

“કેમ? કોઈ છોકરી મળવા માંગે છે એટલે?”

“હા એ પણ એક રીઝન છે પણ એ જ એક રીઝન નથી. આજ સવારે અમારી કોલેજના વોટ્સેપ ગ્રુપમાં મેસેજ આવ્યો છે કે અસાઇનમેંટ સબમિટ કરવાની લાસ્ટ ડેટ આ શનિવારે જ છે. આજ બુધવાર તો થઇ ગયો.”

“કરી લીધીને મશ્કરી? હું ખુશ હતો કે હવે તારી સાથે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરી શકીશ.”

“સોરી બ્રો. જો કોઈ છોકરી ન પણ હોત તોપણ મારે જવું જ પડ્યું હોત. મારે પણ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે પણ મજબૂર છું. એમ ન સમજતો કે હું કોઈ છોકરી માટે બહાના બનાવી રહ્યો છું. એવું હોય તો મારું વોટ્સેપ ચેક કરી લે.”

“ના મને વિશ્વાસ છે તારા પર અને કોઈ છોકરી માટે જતો હોય તોપણ વાંધો નથી. હું તો બસ એટલું ચાહું છું કે તુ ખુશ રહે પણ તારે મારા બર્થડેમાં આ વખતે આવવાનું જ છે ઓકે? જો નહી આવ્યો તો હું કદી તારા ઘરે નહી આવું. એક વાત તો કહે આ ફોટાવાળી તારી સાથે વાત કરવા માટે માની કઈ રીતે?”

“મારી સીસે મારી ઈમોશનલ સ્ટોરી કીધી હશે. બે દિવસ પહેલા સંજયને મેં આત્મહત્યાની ધમકી આપી હતી એટલે સંજયે સીસને આત્મહત્યાની ધમકી વિશે કીધું હશે અને સીસે વાણીને કીધું હશે. ટૂંકમાં કહું તો વાણીને મારા પર દયા આવે છે. તે નથી ચાહતી કે હું આવી નાની એવી બાબત માટે મરી જાવ કે મરવાનું વિચારું. મારી જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તોપણ તેની સાથે વાણી વાત કરત અને સાચું કહું તો મને પ્રોબ્લેમ પણ નથી કે વાણી મારી લાઈફમાં દયા ખાતર આવશે. ગમે તે રીઝનથી આવે. એટલીસ્ટ હું સિંગલ તો નહિ રહું.”

વિજયની વાતોમાં મોન્ટુ વિજયની નિરાશાને સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. તેણે વિજયના ખભા પર હાથ મુક્યો અને કહ્યું,

“હા મારા ભાઈ. એટલીસ્ટ તુ એકલો તો નહી રહે.”

To be continued…..