CHARACTERLESS - 6 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 6

Characterless

ગતાંકથી ચાલુ......

પાંચમા ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં ઉદ્ભવેલા દરેક પ્રશ્નોના જવાબ આપણે સરલ દ્વારા મેળવ્યા હતા. વાત એમ હતી કે સમીક્ષાદીદી સરલના મોટા બેન છે. પછી તમે જોયું કે અમારી વાત ચાલતી હતી જ અને એવામાં જ એક વ્યક્તિ આવે છે......... અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નિખિલ હતો. હવે જોઈએ આગળ શુ થશે ?

તારો ફોન ક્યાં છે ? નિખિલે મને પ્રશ્ન કર્યો. આ રહ્યો મારી જોડે ! એમ કહીને મેં બેગ પર પડેલો ફોન હાથમાં લીધો અને કંઈ બોલવા જાઉં એની પહેલા નિખિલે કહ્યું, એકવાર મોબાઈલ ચેક કરજે. મેં મોબાઈલ જોયો તો એમાં ૯ મિસ્ડકોલ હતા. મારી તો આંખો પહોળી થઇ ગયેલી, સ્ક્રીનલોક ઓપન કર્યું અને જોયું ૫ મિસ્ડકોલ તો મમ્મીના જ હતા અને ૪ નિખિલના. મને કંઈ અજુગતું લાગ્યું, મેં નિખિલની સામે જોયું અને એ તરત જ બોલ્યો. તને બુદ્ધિ છે કે નહીં ? માસીની તબિયત બગડી હતી અને તું ફોન ઉપાડતો નહોતો એટલે એમણે મને ફોન કર્યો. પછી હું ડોક્ટરને તરત ઘરે લઇ ગયો હતો, માસીનું બી.પી વધી ગયું હતું પરંતુ હવે ચિંતાની વાત નથી એમને આરામ છે. હવે ફટાફટ તું ઘરે ચાલ અને સરલની સામે જોઈને મને નિખિલે કહ્યું, આ શુ કરે છે તારી સાથે ? મેં કહ્યું કંઈ નહીં ભાઈ એને થોડું કામ હતું. એ બધું જવા દે એમ કહીને એને હું ગળે મળ્યો અને કહ્યું થેન્ક યુ મારા ભાઈ, મોબાઈલ સાઇલેન્ટ હતો એટલે ધ્યાન જ ના રહ્યું. પછી મેં સરલને કહ્યું કે તું ઘરે જા કાલે મળીશું, હવે હું ઘરે જાઉં. તો સરલે કહ્યું કે હું આવું માસીને જોવા અર્થ કે ખબર પૂછતી જાઉં એમ. મેં કહ્યું આમ તો વાંધો નહીં પરંતુ હવે અંધારું થવા આવ્યું એટલે તું ઘરે જાય તો સારું. અને નિખિલ બોલ્યો જે પણ કરવાનું હોય એ ફટાફટ કરો હવે મોડું થાય છે. હું નિખિલની સામે જોવા લાગ્યો અને એવામાં જ સરલે કહ્યું કે તો આકાશ હું ઘરે જાઉં ત્યારે, તારી મમ્મીની તબિયત સાચવજે. મેં કહ્યું ઓકે ! અને તરત અમે ૩ એ જણા ગાર્ડન માંથી બહાર નીકળ્યા. હું અને નિખિલે મારા મારા ઘર તરફ રવાના થયા અને સરલ એના ઘર તરફ.

અમે ઘરે પહોંચ્યા. મમ્મી પથારીમાં સૂતી હતી અને હું તરત "મમ્મી" એમ બોલીને એની નજીક ગયો અને કહ્યું કે માફ કરજે મમ્મી ! મારો ફોન સાઇલેન્ટ હતો, હું બોલ્યે જ જતો હતો અને મમ્મી કહ્યું વાંધો નહીં બેટા અને કહ્યું કે બસ ! ધ્યાન રાખવાનું. મેં કહ્યું ચોક્કસ મમ્મી હવે ધ્યાન રાખીશ.મમ્મી એ કહ્યું કે તારા પપ્પાનો ફોન પણ સ્વિચ ઓફ હતો એ તો કહીને ગયા હતા કે એમને મહત્વપૂર્ણ મિટિંગ છે એટલે ફોન સ્વિચ ઓફ હશે. એટલે છેવટે મારે નિખિલને ફોન કરવો પડ્યો.મેં કહ્યું હા મમ્મી.

મમ્મી પથારી પરથી ઉભી થતા બોલી કે ચાલ ! મને ઉભી થવા દે હવે જમવાનું બનાવવું પડશે. અરે ! ના મમ્મી તું આરામ કર હું જમવાનું બનાવું.પણ મમ્મી કે હું બનાવી દઉં. તું શાંતિ થી આરામ કર ! અને મેં નિખિલને કહ્યું કે તું તારા ઘરે ના પાડી દે હું અહીંયા જ તારું જમવાનું બનાવું છું. નિખિલે કહ્યું કે ચાલશે ભાઈ હવે, એ તો હું ઘરે જઈને જમીશ. મેં હસતા હસતા કહ્યું કે કેમ મારા હાથ નું નહીં ભાવે ? અરે એવું કંઈ નહિ પણ. પણ બણ નહિ ચાલ તું ટી.વી જો હું જમવાનું બનાવી દઉં એમ કહીને હું રસોડા તરફ ગયો અને એવામાં જ પપ્પા ઘરે આવ્યા અને તરત બાથરૂમમાં ફ્રેશ થવા ગયા અને મને કહ્યું કે તારી મમ્મી ક્યાં છે ? મેં કહ્યું મમ્મી રૂમમાં આરામ કરે છે અને મેં પપ્પાને આખી વાત કરી તો પપ્પા તરત મમ્મી પાસે ગયા મમ્મી જોડે વાત કરી અને નિખિલનો આભાર માન્યો.

ચાલો ! બધા બેસી જાઓ જમવાનું બની ગયું છે. પછી અમે બધા જ જમ્યા, નિખિલે હસતા હસતા કહ્યું કે સારું જમવાનું બનાવ્યું, અને હું ખુશ થયો. જમવાનું પતાવીને હું વાસણ ધોવા જતો હતો. નિખિલે કહ્યું કે વાસણ ધોઇશ હવે ! મેં કહ્યું કેમ ના ધોઇ શકાય ? નિખિલે કહ્યું મેં એટલા માટે કહ્યું કારણ કે જમવાનું તો સમજ્યા પણ આ તો આમ છોકરીનું કામ કહેવાય ને ભાઈ. મેં કહ્યું અરે ભાઈ ! છોકરી આપણું કામ કરે છે આપણે એમનું ના કરી શકીએ. સમાનતા જ ત્યારે કહેવાશે ને. ઓકે ઓકે એમ કહીને નિખિલે કહ્યું કામ પતાવીને બહાર આવ પછી મારે ઘરે જવા માટે નીકળવું પડશે.

બધું જ કામ પતાવીને મમ્મી-પપ્પાને મેં કહ્યું કે તમે ટી.વી. જુઓ અને આરામ કરો હું બહાર ચાલવા જાઉં છું અને નિખિલને આગળ સુધી મુકતો આવું, પછી હું બહાર નીકળ્યો. નિખિલ બાઈક પર હતો. નિખિલે મને પૂછ્યું કે સરલને તારું શું કામ હતું ભાઈ અને એ પણ તમે ગાર્ડનમાં મળ્યા ? મેં કહ્યું કે બસ એની ખાસ વાત હતી એ એને જણાવી બીજું કઈ નહીં. નિખિલે કહ્યું કે મારે કંઈ વાત જાણવી નથી પરંતુ કંઈ તકલીફ જેવું નથી ને ? એવું હોય તો જણાવજે પાછો. અરે મેં કહ્યું ના એવું કંઈ જ નથી ભાઈ, સબકુછ ઠીક હૈ.


એવામાં જ નિખિલના ફોનની ઘંટડી વાગી, એણે ફોન ઉપાડ્યો અને વાત કરી પછી મેં કહ્યું શુ થયું ? તો એણે કહ્યું કે આપણા સિનિયર ભરતભાઈનો ફોન હતો, મેં કહ્યું ભરતભાઈ ? નિખિલે કહ્યું કે એ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને આપણા ડીપાર્ટમેન્ટના લીડર પણ છે. પછી નિખિલે આગળ ઉમેર્યું, એમને કહ્યું છે કે કાલે આપણી કોલેજવાળા બધા જ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીમાં એસિડ-અટેક ઘટનાના મુદ્દે આવેદનપત્ર આપવાનું છે, એટલે કોલેજથી કચેરી સુધી રેલીનું આયોજન છે. આ ઘટના ગંભીર કહેવાય એટલે આવેદનપત્ર અનિવાર્ય છે. મેં કહ્યું એકદમ સાચી વાત નિખિલ ! આ નરાધમોના કારણે એક માસુમ જિંદગી બરબાદ થાય છે અને તોપણ ઘણીવાર પીડિતાને જ કલંક સાથે જીવવાનું. સાલું ! આ લોકો ખરાબ કૃત્ય કરે અને તોપણ દાગ તો સામે પીડિતા ને જ લાગે. પછી મેં ઉમેર્યું કે કાલે આપણે રેલીમાં જઇશુ અને આવેદનપત્ર આપીશુ.નિખિલે કહ્યું કે કાલે થોડો વહેલા આવી જજે અને આપણા ગ્રુપમાં તો હું રેલીનો મેસેજ કરી દઉં છું.ચાલો! કાલે મળીએ. એમ કહીને નિખિલે બાઈક દોડાવ્યું.


કાનમાં ઈયરફોન લગાવીને ગીતો સાંભળતા સાંભળતા થોડા આંટા મારી હું ઘરે પહોંચ્યો, જોયું તો મમ્મી સુઈ ગઈ હતી અને પપ્પા ટી.વી જોતા હતા. પપ્પાને પીઠમાં માલિશ કરીને અને મમ્મીના પગ દબાવીને હું સુવા ગયો. દોસ્ત ! મમ્મી- પપ્પાને કેવું ખબર, એમની નાની નાની વાતોનો ખ્યાલ એમને ખાસ હોવાનો અહેસાસ કરાવે છે. સપના તો પુરા કરીએ ત્યારની વાત અલગ છે પણ એ ખુશી આપતા પહેલા વિચારજો કે નાની ખુશીથી તમે કબડ્ડી તો નથી રમી રહ્યા ને ? રોજ એવું તો થોડું કામ કરી જ લેવું કે એમને ખુશી મળે. પછી હું નિરાંતે સુઈ ગયો.

સવારે ઉઠ્યો અને ફ્રેશ થઈને નાસ્તો કર્યો. મમ્મીની તબિયત સારી હતી તોપણ મેં કહ્યું કે મમ્મી કામ ઓછું કરીશ તો ચાલશે પણ તબિયત સાચવજે અને કંઈપણ હોય તો મને ફોન કરજે. પછી હું કોલેજ માટે નીકળ્યો, કોલેજ પહોંચ્યો ત્યાં તો બહુ જ ભીડ હતી બધા રેલી માટે તૈયાર હતા. ઘણાબધા ના હાથમાં અલગ અલગ પોસ્ટર હતા. હું ફટાફટ ક્લાસમાં ગયો અને મારી બેગ મુકી. સામેની સાઈડ નિખિલ એક ભાઈ સાથે ઉભો હતો હું તરત ત્યાં પહોંચ્યો, નિખિલે કહ્યું કે આ જ ભરતભાઈ છે. મેં એમની સાથે હાથ મિલાવ્યો પછી તરત ભરતભાઈ એ કહ્યું કે ચાલો મિત્રો આપણે હવે નીચે જઈએ, બધા આવી ગયા છે.

અમે ૩ એ જણા નીચે ગયા, હું અને નિખિલ રેલીની લાઈનમાં ઉભા રહ્યા. ભરતભાઈએ બધાને શાંત કર્યા અને માઈકમાં બોલ્યા કે.....

મિત્રો ! આપણી કોલેજમાં દુઃખદ ઘટના થયેલ છે જેને આપણે દરેક વ્યક્તિ વખોડીયે છીએ, પરંતુ આપણી બહેનને ન્યાય મળવો જોઈએ તેથી આપણે ન્યાયના નારા સાથે કલેક્ટર કચેરી સુધી રેલીમાં ચાલવાનું છે. તો તમે બધા તૈયાર છો. "જસ્ટિસ ફોર સમીક્ષા" ના નારા સાથે અમારી રેલી કોલેજથી નીકળી. હું, નિખિલ, રાહુલ, સુરજ અને સાગર અમે લોકો જોરશોરથી નારા લગાવતા હતા.

અમે કલેક્ટર કચેરી પહોંચ્યા, સૌથી આગળ ભરતભાઈ અને એમના સાથીદારો હતા. ત્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત હતો. વિદ્યાર્થીઓનું આખું ટોળું કચેરીની આગળ હતું, હવે આવેદનપત્ર આપવાનું હતું અને બધા આગળ વધતા હતા અને અચાનક જ પોલીસ આગળ આવી, અને અમે આગળ જે જોયું એ જોઈને અમે સ્તબ્ધ થઇ ગયા.

હવે આગળ શુ થયું ? એ જાણવા માટે તમારે ૭ માં ભાગની આતુરતાપૂર્વક રાહ જોવી પડશે, ઉતાવળ છે પરંતુ ધીરજ જોડે પ્રેમ તો કરવો જ રહ્યો.

સ્માઈલ પ્લીઝ
(નવલકથા તો કાલ્પનિક છે, પરંતુ તમારી સ્માઈલ સાચી હોવી જોઈએ)

વધુ આવતા અંકે...........