Characterless Part - 5 books and stories free download online pdf in Gujarati

CHARACTERLESS - 5

Characterless


ગતાંકથી ચાલુ......


ચોથા ભાગમાં તમે જોયું કે હું સરલની સાથે હોસ્પિટલમાં ગયો હતો. અને ત્યાં એણે પ્રશ્નોની હારમાળા મારી સાથે સાથે તમને પણ પહેરાવી દીધી હતી. પરંતુ આજે તો હું જવાબ મેળવીને જ જંપીશ. હવે જોઈએ આગળ શુ થશે......

હું ઘરે પહોંચ્યો, બાઈક પાર્ક કરીને બાથરૂમમાં ફ્રેશ થવા ગયો અને પછી તરત જ મમ્મીને ગળે મળ્યો અને બધો જ થાક ઉતરી ગયો. મમ્મી રોકસ.....! એની મમતા અલગ જ હોય છે. મમ્મીની સ્માઈલ, મમ્મીની વાતો, મમ્મીની શિખામણ. મારી પાસે તો આ પ્રેમનો જવાબ જ નથી.

મમ્મી એ કહ્યું, બેટા ! કેમ આજે મોડો પડ્યો. મમ્મી, તારા આકાશની અંદર એક તારો થોડો તકલીફમાં હતો. તો પછી શુ ! બસ થોડી મદદ અને મારા સમયનો સરવાળો થયો. મમ્મી હસવા લાગી અને કહ્યું કે તું અને આ તારી વાતો અજીબ હોય છે. મેં પણ ઉમેર્યું મમ્મી દીકરો તો તારો જ ને.

મમ્મી એ કહ્યું ચાલ હવે જમી લઈએ તારા પપ્પા થોડા કામમાં છે તેથી મોડા આવશે, એમણે કહ્યું કે તમે જમી લેજો. પછી મમ્મીના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કર્યું. ત્યારબાદ હું બહાર જવા જ જતો હતો અને મમ્મી એ કહ્યું આકાશ ! સાંભળ, બાજુવાળા સરોજબેન કહેતા હતા કે તમારી કોલેજમાં એસિડવાળી કઈંક ઘટના બની. શુ થયું હતું ? છોકરીને કેમ છે ? મેં કહ્યું, હા મમ્મી આજે આ ઘટના બની હતી અને આ ઘટનાનો ભોગ બનનાર છોકરી બીજું કોઈ નહીં પણ અમારા સિનિયર હતા. હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત કેવી છે એ ખબર નથી પરંતુ આપણી તો એવી જ પ્રાર્થના છે કે દીદી ઠીક થઇ જાય. મમ્મીએ મારી વાતમાં સંમતિ દર્શાવી.

મમ્મી એ કહ્યું કે જમાનો બહુ જ બદલાઈ ગયો છે, પરંતુ આપણે આપણા સંસ્કારથી જોડાઈને રહેવાનું છે. મેં પ્રત્યુત્તર આપતા કહ્યું સાચી વાત મમ્મી. પછી અચાનક મને શુ સૂજ્યું કે મેં મમ્મી ને પ્રશ્ન કર્યો, આપણી સામે કોઈ વ્યક્તિ ક્યારે રડે ? તો મમ્મીએ પૂછ્યું કે કેમ અચાનક આવો પ્રશ્ન. મેં કહ્યું બસ અમસ્તો જ, તું જવાબ આપને મને. મમ્મી એ કહ્યું, જો બેટા ! સૌપ્રથમ તો એ કે કોઈ વ્યક્તિ ત્યારે રડે જયારે હૃદયમાં દુઃખનો ફુગ્ગો ભરાઈ જાય. અને તમારી સામે એ વ્યક્તિનું રડવું એટલે ફુગ્ગાનું ફૂટવું અર્થ એ કે એ વ્યક્તિને તમારી પર ભરોસો છે કે આ મારી વાત સમજશે અને તરત કોઈપણ નિર્ણય પર નહીં આવે. મેં કહ્યું બરાબર ! બહુ જ સરસ સમજાવ્યું તે અને એ પણ મસ્ત ઉદાહરણ સાથે. તો મમ્મીએ તરત કહ્યું કે "આકાશનો તારો" જે મુશ્કેલીમાં હતો એ તારો તો તારી સામે રડ્યો નહોતો ને ? મમ્મીએ મારી ભાષામાં જ મને જબ્બર જવાબ આપ્યો, હું કંઈ બોલી જ ના શક્યો બસ નીચે જોવા લાગ્યો. મમ્મીએ કહ્યું વાંધો નહીં. બસ ! એ યાદ રાખજે જીવનમાં આંસુ લુછવાનો સૌભાગ્ય પ્રાપ્ત કરજે. મમ્મીના આ શબ્દો એ દિલ જીતી લીધું અને મારા શરીરમાં ફુર્તી આવી ગઈ. મમ્મી ! યુ આર રોકસ ! એમ કહીને ગળે મળ્યો.

મમ્મી એ કહ્યું ચાલ ગાંડા હવે બહાર આંટો મારી આવ પછી તારે સુવાનું છે નહીં તો પાછો મોડો ઉઠીશ. મેં કહ્યું મમ્મી કાલે તો મોડો નહીં જ ઉઠું તું જોજે.


પછી હું બહાર આંટો મારવા ગયો, આજે તો ગીતો પણ સાંભળતો નહોતો બસ ચાલ્યે જતો હતો અને વિચારતો હતો સરલ વિશે. પ્રશ્નો જ મૂક્યા હતા એણે, વિચાર તો આવવાના જ. પછી હું ઘરે આવીને સુઈ ગયો કે ચાલો ! કાલે વાત.

બીજા દિવસે હું વહેલા ઉઠી ગયેલો જેથી મમ્મી તો આશ્ચર્યચકિત. ફ્રેશ થઇને નાસ્તો કર્યા બાદ હું નીકળ્યો અને મમ્મીને પહેલાથી જ કહી દીધું કે શાયદ આજે મોડો પડીશ નિખિલનું કામ છે. પરંતુ સાચા અર્થમાં કામ તો સરલનું હતું. કોલેજનો સમય ૧૧ વાગ્યાનો છે પરંતુ હું ૧૦:૩૦ જ પહોંચી ગયો. રસ્તામાં ક્યાંય પણ મને સરલની સ્કુટી દેખાણી નહીં. પરંતુ કોલેજમાં મારા પરમ મિત્રો તો હાજર જ હતા. બસ ! પછી શુ ! મસ્તી ચાલુ પણ મારુ ધ્યાન તો સરલની રાહમાં જ હતું. તોપણ કોલેજની મસ્તી એટલે પરમ આનંદ એ થોડી જવા દેવાય એટલે દે ધના ધન મોજ.


૧૧ વાગી ગયા અને ક્લાસમાં ઇતિહાસના સર લેકચર લેવા આવ્યા. ઇતિહાસ તો મારો પસંદીદા વિષય. પરંતુ સરલ હજુ પણ ક્લાસમાં નહોતી આવી. લેકચર પૂરું થયું અને તરત જ રાહુલે મને પ્રશ્ન કર્યો દોસ્ત, આજે તારી નજર કોઈક ને શોધતી હોય એવું કેમ લાગે છે ? મેં કહ્યું કંઈ નહીં ભાઈ. અને એવામાં જ ક્લાસમાં સરલ આવી. મેં કહ્યું કે ચલો આવી તો ખરી ! પાછો રાહુલ બોલ્યો કે ધીમે ધીમે શુ બોલે છે સંભળાય એવું બોલને. મેં થોડા ગુસ્સામાં કહ્યું કંઈ નહીં ભાઈ હવે હાલ શાંતિ રાખ.


સાંજ પડવા આવી અને લેકચર પણ ખતમ. નિખિલ અને બીજા મિત્રોને મેં કહ્યું કે ભાઈઓ મારે કામ છે તો હવે કાલે જ મળશુ. બધાએ સંમતિ દર્શાવી. પછી હું સરલની પાસે ગયો અને કહ્યું બોલ સરલ ? પ્રશ્નોના મહેલને તોડવાની કૃપા કરજે આજે. સરલે કહ્યું કે આપણે શાંતિથી વાત કરી શકાય એવી જગ્યાએ જઈએ. મેં કહ્યું ચાલો ત્યારે "દોસ્ત ગાર્ડન" માં. પછી અમે ગાર્ડન તરફ પ્રયાણ કર્યું, ત્યાં પહોંચ્યા અને સારી જગ્યા પસંદ કરીને બેસ્યા. સરલે કહ્યું કે અહીંયા કંઈ વાંધો નહિ આવેને આમ ? અને તરત મેં કહ્યું, અરે ! કંઈ જ વાંધો નહિ આવે, હું અને બીજા મિત્રો અહીંયા જ આવીએ છીએ.

સૌપ્રથમ મેં સરલને પૂછ્યું તું ઓકે છે ને તો એણે હકારમાં માથું હલાવ્યું.પછી મેં કહ્યું કે ચાલ બોલ હવે ! શુ વાત હતી ? સરલે કહ્યું, આકાશ ! ગઈકાલે હું તને હોસ્પિટલમાં લઇ ગઈ હતી તો ત્યાં તે મારી મમ્મીને તો જોઈ જ લીધી. મેં કહ્યું હા. અને આગળ કઈંક પૂછવા ગયો એમાં એણે કહ્યું કે આકાશ હવે વચ્ચે ના બોલતો હું બધી જ વાત કરીશ ઓકે. મેં હકારમાં માથું હલાવ્યું.સરલે આગળ વાત ઉમેરી કે આકાશ તે બીજા માસી પણ જોયા હતા જે મારી મમ્મીની સાથે ઝગડો કરતા હતા અને એ વખતે હું એમને સમજાવતી હતી, અને એ જ સમયે તું વચ્ચે આવ્યો હતો અને "સરલ" એમ બોલ્યો હતો. એ માસી પણ મારા મમ્મી છે. હું આશ્ચર્યભરી નજરે સરલની સામે જોવા લાગ્યો અને પૂછવા જાઉં એની પહેલા એ બોલી, મેં કહ્યું ને કે બધું જ કહીશ. મેં મન થી વિચાર્યું "યે લડકી જબરદસ્ત હૈ" પછી એણે કહ્યું કે મારી મમ્મી જે સરલાબેન છે એ મારા પપ્પાની બીજી પત્ની છે. એમણે પ્રથમ લગ્ન પેલા માસી એટલે પ્રમીલાબેન સાથે કર્યા હતા અને પછી બીજા લગ્ન મારી મમ્મી સરલાબેન સાથે, એટલે સમજી લે કે પ્રેમલગ્ન. તેથી પ્રથમ મમ્મી મારી મમ્મીથી બહુ જ નફરત કરે છે અને એમાં એમની પણ ભૂલ નથી તેઓ હયાત છે અને એમના પતિ બીજા લગ્ન કરે એ એમને ક્યાંથી પોસાય અને આમ પણ આ વસ્તુ બરાબર ના કહેવાય.

આ પ્રેમલગ્નએ કુટુંબમાં નફરત અને અજંપાની આગ લગાવી દીધી હતી. પપ્પા, પ્રમીલા મમ્મી સાથે રહેતા હતા અને મારી મમ્મી જોડે બીજા લગ્ન કર્યા પછી અમને પણ એક મકાન લઇ આપ્યું હતું.તો હવે પપ્પા બંને ઘરમાં પોતાનો સમય આપતા હતા. હવે તું મને કે પ્રમીલા મમ્મી મારી મમ્મીને એમના ત્યાં કેમ રાખે. સરલે આગળ ઉમેર્યું, બસ ! આ કારણોસર બંને ઘરમાં ૩ એની લાગણી દુભાતી હતી, પપ્પાના મમ્મી જોડે લગ્ન થયા ત્યારે સમીક્ષાદીદી ૧ વર્ષના હતા (પ્રમીલાબેનની પુત્રી) અને તેના એક વર્ષ પછી મારો જન્મ થયો. હવે તું સમજી શકે છે કે પપ્પા અને પ્રમીલા મમ્મી વચ્ચેનો ઝઘડો ! અને આટલું બોલતા બોલતા એ રડી પડી. પછી પોતે જ પોતાને સંભાળીને બોલી કે,પપ્પા બંને ઘરમાં પીસાઈ ગયા હતા અને છેવટે આ બધી લાગણીઓ ના ખેલમાં પપ્પાએ આત્મહત્યા કરી દીધી. આટલું કહીને સરલ ચૂપ થઇ ગઈ અને હું તો શુ બોલું ? ૨ મિનિટ માટે શાંતિ છવાઈ ગઈ.


મારી નજર આ છોકરી પર હતી કે આ કેટલું દુઃખ લઈને બેઠી હતી. હું મનમાં વિચારતો હતો કે, જીવનનું રંગમંચ કેટલું અલગ જ હોય છે આટલા દુઃખો વચ્ચે પણ માણસ જીવતો હોય છે. શાયદ લાગણીઓની માયાજાળમાં ભાગ્યે જ માણસ જીતતો હોય છે અને જીતે તો એમાં પણ લાગણીનું અલગ પ્રકારનું પાટિયું તો હોય જ.

સરલ ! આર યુ ઓકે ? આંસુ એના ગાલ પર હતા એને સાફ કરીને બોલી ઓકે દોસ્ત. પછી મેં કહ્યું કે સરલ આ સમીક્ષાદીદી ? એટલે સરલે કહ્યું, આકાશ તું જો ! એવામાં જ દીદી પર પેલા ખરાબ છોકરાએ એસિડ અટેક કરી દીધો અને આ શબ્દ બોલતા બોલતા સરલ પાછી રડી પડી. આ વખતે તું હું પણ રડવા જેવો થઇ ગયેલો આમ તો હું કદી રડું નહીં પરંતુ આખી વાત સાંભળી હું પણ દુઃખી થઇ ગયો.


મેં સરલને સાંત્વના આપી પછી એ આગળ બોલી, હોસ્પિટલમાં અમે પ્રમીલા મમ્મીને પૈસા આપવા ગયા હતા પરંતુ એમની નફરતની દીવાલ આ કાર્યમાં પણ અડચણરૂપ બનતી હતી. અને એ મારી મમ્મી પર ગુસ્સો કરતા હતા એટલે હું એમને સમજાવતી હતી. બસ હવે દીદી ઠીક થઇ જાય તો સારું. એમનો ૬૦% ચેહરો બળી ગયો છે.

સરલ ! તું બહુ જ બહાદુર છોકરી છે જરાય પણ ચિંતાના કર સમીક્ષા દીદી ઠીક થઇ જશે. અને વાત રહી મમ્મીની તો એ પણ ધીમે ધીમે બધું વ્યવસ્થિત થઇ જશે, સમય બહુ જ બળવાન છે સરલ. મારી પાસે એવું કંઈ નથી જેથી તારા દુઃખ દૂર કરી દઉં પરંતુ એમ તો જરૂર કહીશ કે "સ્માઈલ પ્લીઝ". માફ કરજે પરંતુ આ જ હથિયાર છે મારી પાસે.

થૅન્ક યુ ! સરલે મને કહ્યું. મેં કહ્યું એમાં શેનું થૅન્ક યુ ! દોસ્ત જ દોસ્તની વાત સાંભળે યાર. ચાલ એક સ્માઈલ આપ મસ્ત. અને આગળ મેં સરલને કહ્યું કે એ બધું તો બરાબર પણ તે આટલી બધી વાત મારી સાથે શેર કરી, પણ કેમ ? અર્થ એ કે હજુ તો આપણે એકબીજાને એટલા ઓળખતા પણ નથી. અને સરલ કંઈ બોલવા જાય એની પહેલા જ ત્યાં એક વ્યક્તિ આવી જાય છે અને અમે બંને જણા તરત જ ઉભા થઇ જઈએ છીએ.

હવે એ વ્યક્તિ કોણ છે ? જેને જોઈને અમે સ્તબ્ધ થઇ ગયા ! એના માટે હવે તમારે ૬ ભાગની રાહ પ્રેમથી જોવી પડશે, હું પણ તમારી સાથે રાહ જોઇશ બસ !


સ્માઈલ પ્લીઝ
(ટેવ પડી ગઈને હવે શાબાશ !)


વધુ આવતા અંકે...........