Miracle of Shri Ram in Kali Yuga (True Incident) books and stories free download online pdf in Gujarati

કળિયુગમાં શ્રીરામનો ચમત્કાર (સત્ય ઘટના)

આ સત્ય ઘટના સન.૧૮૮૦ ઓક્ટોબર-નવેમ્બરની એટલે કે દિવાળીની આસપાસની વાત છે. એક રામ-લીલા મંડળી લીલા ખેલવા તુલસી ગામ (જિલ્લો : જાંજગીર, છત્તીસગઢ, ભારત) આવી હતી. લીલામાં વીસ-બાવીસ કલાકારો હતા. જે એક સ્થાનિક વ્યક્તિ જગેશ્વર શુક્લાનાં ઘરમાં એક વિશાળ ઓરડામાં રોકાયા હતા. ત્યાં જ આ મંડળીનાં લોકો રહેતા ખાતા-પીતાને રિહર્સલ કરતા રહેતા હતા.

આ મંડળીનાં સ્વામી અને નિર્દેશક હતા "પંડિત કૃપારામ દુબેજી". જેમની ઉંમર આશરે પિસ્તાલીસ-છેતાલીસ વર્ષની હતી. મંડળીમાં એક પાંત્રીસ-છત્રીસ વર્ષનો "ફોજદાર શર્મા" નામનો યુવક પણ હતો, જે પંડિત કૃપારામ દુબેનો સહાયક તેમજ લીલા મંડળીનો સહાયક નિર્દેશક પણ હતો. ફોજદાર ઘણો ઉગ્ર સ્વાભવનો હતો અને ઈર્ષ્યાળુ પ્રકૃતિવાળો હતો. રામ લીલામાં પ્રયોગમાં અને ઉપયોગમાં આવતી તમામ સામગ્રીની વ્યવસ્થા ફોજદાર શર્મા જ કરતો હતો.

એક દિવસ બપોરનાં ભોજન બાદ રામલીલાનાં કલાકારોનું રિહર્સલ ચાલી રહ્યું હતું. લીલા મંડળીનાં સ્વામી નિર્દેશક પંડિત કૃપારામ દુબેએ ફોજદારને સલાહ આપી અને કહ્યું કે "રામ જે શિવ-ધનુષને તોડે છે એ ધનુષ પહેલાની લીલાઓની તુલનામાં હલકું અને નરમ હોવું જોઈએ, જેથી રામની ભૂમિકા કરી રહેલો સત્તર વર્ષનો છોકરો તેને આસાનીથી તોડી શકે". કદાચ કૃપારામ દુબેને પહેલાની લીલાઓમાં લાગ્યું હતું કે રામ બનેલા પાત્રને ધનુષ તોડવામાં મુશ્કેલી પડી રહી હતી અને વાર પણ લાગતી હતી.

બસ, આ જ નાની વાતનો ફોજદારે રાયનો પહાડ બનાવી દીધો. જેનાં લીધે કૃપારામ અને ફોજદારમાં બોલાચાલી થઈ ગઈ. કૃપારામે બધાની સામે જે ખરુખોટુ સંભળાવ્યું હતું જે ફોજદારને પોતાનું અપમાન લાગ્યું હતું અને પોતાનાં આ અપમાનનો બદલો લેવા માટે તેણે મનોમનમાં જ એક યોજના બનાવી. ફોજદારે ના કેવળ કૃપારામનો પણ રામ-લીલાનો પણ મજાક બનાવવાની એક તરકીબ વિચારી લીધી.

વાત બીજા જ દિવસની જ છે. એ રાતે લીલામાં રામ દ્વારા ધનુષભંગ અને સીતા સ્વયંવરનાં દ્રશ્યો ભજવવાનાં હતા. લીલામાં રામ જે ધનુષ તોડતા હતા તે ફોજદાર જ બનાવતો હતો. તે વાંસની મુલાયમ લાકડીને વાળીને તેના પર રંગીન કપડું અને કાગળ લગાવીને હલકું ધનુષ બનવતો હતો. જેથી કરીને રામનો અભિનય કરનારો સત્તર વર્ષીય અભિનેતા તેને આરામથી ઉઠાવી પણ શકે અને તોડી પણ શકે. પણ આજની રાતે તો ફોઝદાર તેનાં બોસ કૃપારામ અને તેની મંડળીનાં બધાની સામે આબરૂનાં ધજાગરા ઉડાવા માંગતો હતો. તેનાં માટે તેણે એક કાવતરૂ રચ્યું. જેની તેણે કોઈને કાનો કાન ખબર ન પડવા દીધી.

જેનાં ઘરે મંડળી રોકાઈ હતી તેને કોઈ કામનું બહાનું કાઢી તેની પાસે એક લોખંડનો જાડો રૉડ મંગાવી લીધો. ત્યારબાદ તે બાજુનાં ગામમાં જતો રહ્યો, ત્યાંના એક લુહાર પાસે તે લોખંડનો રૉડ ધનુષ આકારમાં વળાવી દીધો. પછી તેણે કોઈ એકાંત જગ્યાએ જઈને તે ધનુષ આકારનાં લોખંડ પર રંગીન કાગળ લપેટીને આજ રાતની લીલા માટે ધનુષ તૈયાર કરી લીધું. થોડી વાર પછી તે પોતાનાં રોકાયેલા સ્થળે પરત ફર્યો અને તે ધનુષ ક્યાંક છુપાવીને મૂકી દીધું.

જ્યારે રાતે લીલાનો આરંભ થયો તો ફોજદારે તે જ રંગીન કાગળોથી લપેટેલું લોખંડથી બનેલું શિવ-ધનુષ ચૂપચાપ રંગમંચ પર લઈ જઈ ટેબલ પર મૂકી દીધું. પંડિત કૃપારામ દુબે રંગમંચનાં એક ખૂણામાં હાર્મોનિયમ પર બેઠા હતા અને દ્રશ્ય અનુસાર રામાયણની ચોપાઈ અને દોહા વગાડી રહ્યા હતા. ફોઝદાર પડદાની પાછળ સંતાઈને તમાશો જોવા માટે આતુર હતો.

સમય આવવા પર વિશ્વામિત્રની આજ્ઞા લઈને રામ ધનુષ ઉઠાવવા માટે ઉભા થયા. આગળ આવીને રામે ધનુષ તો ઉઠાવી લીધું પણ આ શું... પહેલાની લીલાઓમાં તો ધનુષ આટલું કઠોર અને ભારી નહોતું. તો તે ધનુષને વચમાંથી તોડે કઈ રીતે?. હજી હમણાં થોડી વાર પહેલા અહીંયાં જે રાવણ અને બીજા બળશાલી રાજાઓનું જે અપમાન થયું હતું તેવું હવે રામ સાથે પણ થવાનું હતું?.

રામ બનેલા અભિનેતાએ હાર્મોનિયમ વગાડી રહેલા કૃપારામની સામે જોયું. રામ સાથે આખો મળતા કૃપારામ પણ સમજી ગયા કે દાળમાં કઈક કાળું છે અને રામ બનેલો અભિનેતા સંકટમાં છે. સામે બેઠેલું અપાર દર્શક સમૂહ બેચેનીથી રામ દ્વારા ધનુષ તોડવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આવા સમયે પડદો પાડવો પણ ખરાબ લાગત, કે રામની કમજોરીને જ સ્પષ્ટરૂપથી પડદા પર ઢાંકવી. પંડિત કૃપારામ દુબેએ સાચા હૃદયથી ભગવાન રામને પ્રાથના કરી કે "હે પ્રભુ, આજે લાજ રાખી લે, ક્યારેક કૃષ્ણનાં રૂપમાં તે દ્રૌપદીની લાજ રાખી હતી. આજે મારી અને તારી લીલા બન્નેની લાજ રાખી લે. આજે તમારી પરીક્ષા છે રામ.. જો આજે તમે અસફળ થઈ ગયા તો મનુષ્ય કેવી રીતે સફળ થઈ શકશે. હે રામ, લાજ રાખી લે... લાજ રાખી લે... લાજ રાખી લે".

પંડિત કૃપારામનાં હાથ એકીસાથે હાર્મોનિયમ પર ફરી રહ્યા હતા અને તબલાવાદક પણ તે જ રીતે તેઓનો સાથ આપી રહ્યો હતો. તેવી જ રીતે મંજીરાવાળો પણ સાથ આપી રહ્યો હતો. હાર્મોનિયમ, તબલા અને મંજીરાની સંગતમાં દર્શક ભાવવિભોર થઈને ખોવાઈ ગયા હતા અને પંડિત કૃપારામ દુબે પણ સાચા હૃદયથી રામની ભક્તિમાં ખોવાઈ ગયા હતા. તેમનું મન અને મસ્તિષ્ક રામનાં ચરણોમાં લીન થઈ ચૂક્યું હતું. તેમણે રંગમંચના રામને આંખોથી જ નિર્દેશ આપ્યો કે ધનુષ ખેંચ... અને ભાવવિભોર થઈ ગાવા લાગ્યા.

લેત ચઢાંવત ખેંચત ગાઢે, કાહું ન લખા દેખ સબુ ઠાઢે ll
તેહિ છન રામ મધ્ય ધનું તોરા,ભરે ભુવન ધુની ઘોર કઠોરા ll

ત્યાંજ રંગમંચ પર વીજળી કડકવા જેવી ટંકાર થઈ અને બીજા જ ક્ષણે રામનાં હાથે શિવ-ધનુષ તૂટીને લટકી રહ્યું હતું. તાળીઓની ગડગડાટથી લીલા સ્થળ ગુંજી રહ્યું હતું, માનો કે આજે સાચે જ શિવ-ધનુષ રામે તોડી નાખ્યું હોય. પંડિત કૃપારામનું નામ આજે સાચે જ ચરિતાર્થ થઈ ગયું હતું, એટલે કે રામે આજે સાચે જ તેમની પર કૃપા કરી દીધી હતી.

બીજા દિવસે પંડિત કૃપારામ દુબે અને રામલીલા કરાવવા વાળા મેજબાન જગેશ્વર શુક્લા એકબીજા સામે ચોધાર આંસુએ રડી રહ્યા હતા. પંડિત કૃપારામ રડી રડીને પોતાના પ્રભુ રામની કૃપા અને મહિમાનાં વખાણ કરી રહ્યા હતા. તેઓ એટલા માટે રડી રહ્યા હતા કે તેઓ ભલે અજાણ હતા પરંતુ ફોજદાર સાથે પાપનાં ભાગીદાર બન્યા. જેનો પશ્ચતાપ તેમને મરતા દમ સુધી રહ્યો અને આ પાપનાં પ્રાયશ્ચિત સ્વરૂપ તેમણે કેટલાય નવધા, રામાયણ અને અનુષ્ઠાન કર્યા. ફોજદારને એ રાત પછી કોઈનાં જોવામાં નહોતો આવ્યો.

તો તમે જોયું મિત્રો, આ ખરાબ દુનિયામાં જો સાચા અને સાફ મનથી રામનું નામ લઈએ તો ચમત્કાર થવામાં વાર નહી લાગે. બસ, તમારી ભક્તિ અને તમારો પ્રેમ સાચા હૃદયથી રામનું નામ લેય તો સ્વયં ભગવાન પણ આવી જશે તમને સંકટથી બચાવવા.

તો જોરથી બોલો "જય શ્રી રામ".....
કોમેન્ટમાં પણ લખો "જય શ્રી રામ"......