Kalank ek vaytha - 5 books and stories free download online pdf in Gujarati

કલંક એક વ્યથા.. - 5

કલંક એક વ્યથા...5

બંસીને છોકરાવાળા જોવા આવવાના હતા. હવે આગળ.....

આજ સવારથી બિંદુ અને બંસી અને કૈલાસ ઘમાઘમ્ કરતા હતા. કૈલાસ નાસ્તા અને રસોઈની તૈયારીમાં પડી હતી. બિંદુ
અને બંસીએ ઘરની સફાઈ ઝીંણી થઈ ઝીંણી કાળજી રાખીને
કરી. પંલગની ચાદરો બદલી,બાવા ઝાળા કર્યાં. આમતો અઠવાડીયે થતા જ આવા કામ પણ આજ તો બંસીને જોવા આવવાના હતા, એ પણ અમદાવાદ થી એટલે વિષેશ કાળજી રખાઈ હતી,- કે કોઈ મેહણું ન મારી જાય.

ઘરની બધી તૈયારી થઈ ગઈ હતી. મહેમાનને હજુ આવવાને
થોડીવાર હતી. કૈલાસે બંસીને એના કબાટમાંથી એક સરસ સાડી કાઢીને આપી અને કહ્યું....

" બંસી, આ સાડી પહેરીને સરસ તૈયાર થૈજા..."

" મમ્મી..! સાડી પહેરવી પડશે..? " બંસીનું મોઢું જરા બગડ્યું.

" હા બેટા, પહેલીવાર જોવા આવે છે તને,એટલે સાડી પહેરવી પડે, પછી એ લોકો તને પસંદ કરે અને સગપણ નકકી થયા પછી એ લોકો કહે એ પહેરેજે......"

મનેકમને બંસી સાડી લઈ એના રૂમમાં ગઈ, તૈયાર થઈ ગઈ,
અહીં બિંદુ ફરી મમ્મી સાથે ચર્ચાએ ચડી,

" મમ્મી ! હું શું પહેરું...?"
કૈલાસે એની સામે જોતા ચર્ચા ટાળતા કહ્યું,

" તુ સલવાર કુર્તુ પહેરીલે, તને કયાં જોવા આવે છે .. ! "

" સારું તો હું લાલ સલવાર કુર્તુ પહેરી લઉં છું."

બંને બહેનો તૈયાર હતી. થોડીવારમાં ગાડી ડેલે આવીને ઉભી રહી. એમાંથી ગુજરાતી સાડીમાં સજ્જ એકદમ ગોરા અને મોઢા પર અભિમાન છલકતા એક પૌઢા ઉતર્યાં જે યુવકના મમ્મી હશે એ સમાજાઈ જતું હતું. અને સાથે એક આધેડ હતા, એ યુવકના પિતા હતા. આગળ ડ્રાઈંગ સીટ અને એની બાજુની સીટ માંથી બે યુવકો ઉતાર્યાં. જે લગભગ સરખીજ ઉંમરના લાગતા હતા. નકકી કરવું મુશ્કીલ હતુ, કે કોણ બંસીને જોવા આવેલ યુવક હત દેહ બાંધે ઘાટીલા, નમણા અને સુંદર હતા. કૈલાસ, કનુભાઈ અને બિંદુ ત્રણેય તો એક બીજાનું મોઢું જોતા ઉભા રહ્યાં. આવકારો આપ્યો સરસ રીતે, પણ કઈ સમજાતું ન હતુ.

એ મેહમાનની ગાડીની પાછળ સ્કુટર લઈને કનુભાઈના મિત્ર શામજીભાઈ આવીને ઉભા રહ્યા. એમણે જ આ સંબંધ ચીંધાડ્યો હતો. એટલે પેહલી વાર જોવા આવવા એ પણ મેહમાનની સાથે આવ્યા હતા. એ ગામમાં જ રહેતા હતા .
કૈલાસે શામજીભાઈને પણ પ્રેમથી આવકાર આપ્યો, બધાં
ઘરમાં દાખલ થયા. શામજીભાઈએ મેહમાનની ઓળખાણ આપતા કહ્યુ.

" કનુભાઈ , આ છે રમણભાઈ, એમના પત્ની ભાવનાબેન અને
એમના બંને દિકરાઓ સંજય અને સુશીલ ..."

આવી જ રીતે શામજીભાઈએ કનુભાઈના પરિવારની ઓળખાણ કરાવી અને બંસી બિંદુની પણ....શામજીભાઈએ વાત આગળ વધારતા કહ્યુ,

" કનુભાઈ , આપણે સંજયભાઈ માટે આપણી બંસીની વાત કરી છે...."

સંજય તરફ હાથ ચીંધતા બોલ્યા.એ બિંદુએ જોયું, એટલે હવે એ નકકી થયું કે બીજો છોકરો હતો એ સુશીલ હતો અને એ સંજયનો ભાઈ હતો. બિંદુ કંઈક વિચારી મનમાં રાજી થઈ ગઈ. અને ત્રાંસી નજરે સુશીલ સામે જોઈ હોઠ ઊપર એક નાનકડી મુસ્કાન સાથે મનમાં જ શરમાઈ લીધું.

થોડી વાર બંને પરિવારોએ ઔપચારીક વાતચીત કરી,પછી બંસીને ચા નાસ્તો લઈ બોલાવવામાં આવી,બંસી અને સંજયે એક બીજાને વડીલોની હાજરીમાં નીચી નજરે શરમાતા શરમાતા જોઈ લીધા. બંનેના ચહેરાનું નુર કહેતુ હતુ કે બંને એક બીજાને પસંદ છે.ચાર આંખોની એ રમત એ ઓરડામાં
એ ચાર આંખે જ નહીં પણ બીજી ચાર આંખોએ પણ રમાઈ રહી હતી. એ વાતથી હજુ પરિવાર અજાણ હતો.

કનુભાઈ અને કૈલાસબેને મહેમાનને આગ્રહ કરી કરી નાસ્તો પીરસ્યો, અને ઘણી પરિવારીક વાતો પણ થઈ, બંસી અને સંજયને એકલામાં વાત કરવા મોકલાયા. સાથે બિંદુ અને સુશીલ પણ હતા. બંસી અને સંજય ફળીયામાં થોડે દૂર રાખેલા ખાટલે બેસી વાતો કરી એકબીજા વિશે થોડું ઘણુ જાણ્યુ. આ બાજુ બિંદુ અને સુશીલ ફળીયાના ઓટલાની કીનારે બેઠા, પણ શબ્દો કે બોલવાની હિંમત કોઈમાં ન હતી.
માત્ર નજર થી નજર ટકરાઈ અને પાછી પાંપણ ઢળી જતી હતી. જેમ દરિયામાં મોજા જોરશોર કરતા આવે કીનારે અને કીનારે અથડાઈને પાછા ફરી જાય અને પોતાનું અસ્તિત્વ ગુમાવતા જાય, આવીજ પરિસ્થિતી બિંદુ અને સુશીલની હતી.

એક બાજુ બંસી અને સંજય એકબીજા સાથે ભવિષ્યના સોનેરી સપના સેવવા લાગ્યા હતા. તો એક બાજુ બંનેનો
પરિવાર પોતાની વાતોમાં મશગુલ હતો. જ્યારે એક તરફ
એ બંનેથી અજાણ બિંદુ અને સુશીલે આંખો આંખોમાં મૌનની સાક્ષી એ પોતાનો સંસાર પણ રચવાનો શરુ કરી દીધો હતો.

આગળના ભાગમાં હવે આપણે જોશુ આ બંને પરિવારના સંબધો કેટલો રંગ લાવે છે....


( ક્રમશ.....)

🙏 જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી 'ઊર્જા '
ભાવનગર