Kalank ek vaytha - 4 books and stories free download online pdf in Gujarati

કલંક એક વ્યથા.. - 4

કલંક એક વ્યથા.. 4

આપણે આગળ જોયું, રાકેશ એના ઘરમાં જ બનાવેલા બિયરબારમાં બેઠો છે એક પછી એક ગ્લાસ અને એક પછી એક સિગારેટ ફૂંકે જાય છે...હવે આગળ....

ધીરે ધીરે ચાંદ એને નશામાં આવતો હતો, બંગલાની ચારો તરફ એક અજીબ શાંતિ ફેલાયેલી હતી. અવજા માત્ર બે જ આવતા હતા. ટક..ટક....ટક...દિવાલ ઉપર લાગેલી રોમન આંકડાની મોટી કોતરણી કરેલી લાકડાના કબાટમાં મઢાયેલી ઘડીયાળનો અને એક રાકેશ શેઠના બિયરના કાચના ગ્લાસનો જે ઘડીયાળના કાંટા સાથે જાણે તાલ મેળવવાની કોશીશ કરતો હોય એમ એક ગ્લાસ ખાલી થાય અને લાકડાના ટેબલ ઉપર ખાલી ગ્લાસનો ટ્ટ..ક કરતો અવાજ..... બધા જ પોતાના ઓરડામાં સૂઈ ગયા હતા.
બિંદુની નજર ઓરડાની ખાલી દિવાલો ઉપર ઘુમતી હતી.એ દિવાલ ઉપર એને એનું ગામ, એનું ઘર, એનો પરિવાર એક ચલચિત્રની જેમ ફરતો હતો. એ પડખું ફરી ઊંઘવાની કોશીશ કરવા લાગી, પણ હવે તો દિવસભરનો થાક પણ એને ઊંઘવા નહતો દેતો. એટલામાં પોતાના ઓરડા પાસે લથડાતા પગલાનો અવાજ આવ્યો. અને બિંદુ સતર્ક થવા લાગી, ખાલી ઓરડાના મોટા ડબલબેડ ઊપર આળોટી ઊંઘને બોલાવવાની કોશીશ કરતી બિંદુ આખો પલંગ ખાલી મૂકી એક ખૂણે સંકોરાવા લાગી. પગ પાસે પડેલી ચાદર સંકોરાયેલા હાથે ઉપર ખેંચી અને આંખો ભીંસીને મીંચી દીધી,
લમણા આગળ કરચલીઓ પડી ગઈ એટલા દબાણથી એણે આંખોમીંચી, કાન દરવાજે સ્થિર કર્યાં. ધીરે ધીરે એ પગલાં નજીક આવતા સંભળાતા હતા. અને ઓરડાનો દરવાજો ખટ્
અવાજ સાથે ખુલ્યો. બિંદુ પોતાનાથી જેટલું સંકોરાય એટલું સંકોરાણી. દરવાજાનો ફરી અવાજ આવ્યો, બંધ થવાનો....... અને એક હાથ ધીરે ધીરે બિંદુના વાળની લટમાં થઈ અને આગળ વધતો રહયો. સંકોરાયેલી બિંદુ ખેંચાયેલું રબ્બર જેમ એકદમ ટુંટે અને પછી એ રબ્બર ટુંટી ને નકામું થઈ જાય અને બીજા હાથનો સહારો ગુમાવતા એ રબ્બર ટુકડાના હાથમાં કંઈ ન રહે એમ એ હાથના ડર થી ટુંટી ગઈ. એને એ રબ્બરની ચમાટ એના દિલ પર એવી વાગી,- કે આંખોમાંથી પાણી નીકળી તકીયો પલાળતું રહ્યું. એ હાથ ધીરે ધીરે ઝહરીલા સાંપની જેમ આગળ વધતો રહ્યો. બિંદુ લાચાર પડી રહી. સંકોરાયેલી ચાદર, અને કુર્તુ, જમીન દોસ્ત હતુ. અ...ને.....!

પરંતુ આ બધું પહેલીવાર ન હતુ. ઘડિયાળના ડંકા વાગ્યા.
સવારના ચાર વાગ્યા હતા. એજ નશા અને ઘેનમાં લથડાતા પગે રાકેશ એના ઓરડા તરફ ગયો. બિંદુ એ ફરી એના એના કપડા, ચાદર સંકોર્યું એની આંખોએ તો જાણે આંસુનો નશો કર્યોં હતો..ટપકે જતા હતા... એ ફરી પાછી થોડી સ્વસ્થ થઈ પલંગે પડી. ફરી એને ખાલી દિવાલોમાં એનો ભૂતકાળ નજર સમક્ષ આવવા લાગ્યો.

એનું ઘર દેખાતું હતુ એને...ઘરમાંથી અવાજ આવ્યો બિંદુની મમ્મીનો.

" બિંદુ...."

"હા મમ્મી....!"

" અહીં આવતો વાત કરવી છે..! બંસી કયાં છે..? "

" એ તો એની સહેલીને ત્યા છે..બોલાવી લાવું..? "

" ના..! સાંભળ કાલે બંસીને છોકરાવાળા જોવા આવવાના છે,તો સવારે ઘરની સફાઈ અને નાસ્તા બનાવવાના છે, એટલે
જરા હાથોહાથ કામ જલ્દી ઉપાડ જો..! બંને હુંસાતુંસીમાં
નહીં રહેતી સમજી...!" બિંદુની મમ્મી કૈલાસે બિંદુને
સમજાવતા કહ્યુ.

" એરે વાહ..! કોણ છે એ લોકો..કેવો છે છોકરો.. કયાં
શહેરથી આવે છે..કોણ કોણ આવશે...? " બિંદુએ તો ઉત્સાહમાં આવી સવાલોનો ઢગલો કરી દીધો કૈલાસ સામે.... અને ટ્રેકટરનો અવાજ આવતા દરવાજે નજર કરી એના પ્પપા કનુભાઈ આવી ગયા હતા. એટલે કૈલાસે સાડલાનો
છેડો માથે નાખી સરખો કરતા હસતી હસતી ઊભા થતા બોલી,

" લે..જો.. ! તારા પપ્પા આવી ગયા લે પુછીલે બધુ એને...."

કનુભાઈ ટ્રેક્ટર ફળીયામાં એક બાજુ ઊભું રાખતા મા-દીકરી શું વાત થતી હતી એ ટ્રેક્ટરના અવાજના સાંભળીતો ન હતી, પણ હાવભાવ ઉપરથી સમજી ગયા હતા. એટલે એ પણ હસતા ચેહરે ફળીયામાં જ આવેલી મોરીએ હાથ પગ ધોતા બોલ્યા..

" અમદાવાદથી આવે છે મહેમાન, "

એના પપ્પાની આસપાસ ટુવાલ લઈ આંટા મારતી બિંદુના સવાલો ફરી શરૂ થઈ ગયા.

કનુભાઈ રસાડા તરફ મોઢું ફેરવી અંદર સુધી નજર ખેંચતા કૈલાસને બુમ મારતા મજાક કરતા કહ્યું.

"કૈલાસ, એક કપ ચા મળશે ? આ થાકેલા માણસને...! "

કૈલાસ પણ એના આવા મજાકથી શરમાઈને બે વેણ મજાક કરી ગઈ.

"ના..ના.. હું કયાં કોઈ દિ' તમને ચા પાવ છું, જાવ કોઈ બીજુ પાતું હોય ન્યા....!"

અને ત્રણેય હસવા લાગ્યા, થોડી વારમાં કૈલાસ ચાનો કપ અને પાણીનો લોટો લઈ આવી, હજુ બિંદુએ પિતાનો પીછો ન હતો છોડયો, સવાલોનો વરસાદ ચાલું જ હતો. એટલામાં
બંસી પણ આવી ગઈ,ચારેય મળી બે ખાટલે સામે બેસી હસી મજાક કરતા કરતા સાંજનો સુરજ એની સવારી લઈ ઘર તરફ રવાના થવા લાગ્યો. ધીમે ધીમે ચાંદ એની સોળેકળાએ ખીલવા લાગ્યો. કદાચએ ચાંદ અને સુરજ આ ખુશ ખુશહાલ અને સુખી પરિવારને પોતાની લીલા દ્વારા સમજાવવા માંગતા હતા,- રાત-દિવસ, સુરજ-ચાંદ, અજવાળું-અંધારુ તો આવવાનું જ છે. સમય કયાંય રોકાતો નથી. એ તો નદીનો પ્રવાહ છે. દરિયાની ઊંડાઈ છે, અને પર્વતની ઉંચાઈ છે. સમયને કોઈ આંબી નથી શકયું.........

( ક્રમશ...... )

🙏 જય શ્રીકૃષ્ણ 🙏

✍ ડોલી મોદી 'ઊર્જા '
ભાવનગર