Kalank ek vaytha - 6 books and stories free download online pdf in Gujarati

કલંક એક વ્યથા.. - 6

કલંક એક વ્યથા...6

આગળ આપણે જોયું બંસીને જોવા મહેમાન આવી ગયા છે. ઔપચારીક વાતો બંને પરિવારોમાં ચાલી રહી હતી. હવે આગળ....

રમણભાઈએ ભાવનાબહેન સામે જોતા કહ્યુ.
" ભાવના, હવે નીકળશું પાછું અમદાવાદ પહોંચતા સમય પણ લાગશે, સંજયને બોલાવ...."

ભાવનાબહેન સુશીલને બુમ મારી અને ચારેય અંદર આવ્યા. સંજયે ઈશારાથી જ ભાવનાબેન અને રમણભાઈને છોકરી ગમી છે એની સહમતી આપી દીધી. બંસી તો શરમાઈ અને નીચી નજરે કૈલાસબેની બાજુમાં ઊભી રહી ગઈ. કૈલાસબેને બંસીને કોણીથી ઠોસો મારી ધીરેથી કોઈ જોઈ ન જાય એ તકેદારી રાખતા રસોડામાં જવા આંખના ઈશારાથી કહ્યું.

બંસીને બિંદુ મમ્મીનો ઈશારો સમજી ગયા અને અંદર જતા હતા ત્યાં જ ભાવનાબેન બોલ્યા,

" બંસી, બેટા અહીં આવ, મારી બાજુમાં બેસ..."

બંસીએ શરમાઈને કૈલાસબેન તરફ નજર કરી,અને કૈલાસબેને પણ હલકી સ્માઈલ સાથે મંજુરી આપી એને....ભાવનાબહેન સોફામાં થોડા ખસી જઇ બંસીની જગ્યા કરી એ ત્યાં બેઠી,ભાવનાબહેન બંસીના માથે હાથ મુકતા કૈલાસબહેન સામે જોઈને બોલ્યા,

" કૈલાસબેન..! અમને તમારી દીકરી પસંદ છે....પણ અમારી એક શર્ત છે, મારા સુશીલ માટે પણ અમે છોકરી જોઈએ છીએ અમારે બંને ભાઈઓના લગ્ન સાથે કરવાની ઈચ્છા છે. એટલે સુશીલનુ સગપણ થાય ત્યાં સુધી તમારે લગ્નની વાટ જોવી પડશે..."

આ સાંભળી કૈલાસબેન થોડા મુંજાયા એ કનુભાઈ સામે જોવા લાગ્યા. શું જવાબ આપવો સમજાતું ન હતુ. કનુભાઈ પણ વિચારમાં પડ્યા, એટલામાં શામજીભાઈ વચ્ચે બોલ્યા,

" અરે ! રમણભાઈ કંઈ વાંધો નહીં,આપણે ગોળધાણાની રસમ કરી લઈએ એટલે દીકરી આવતી જતી થઈ જાય. "

કનુભાઈ અને કૈલાસ થોડા કમને પણ હા કરી, છોકરો ઘર બધુ સારુ હતુ. એટલે જતું કરવું ઠીક ન લાગ્યુ. પણ બિંદુતો સગપણ નકકી થતા ખુશીથી ઉછળી પડી,એની નજર સીધી સુશીલ પર અટકી ગઈ.

શામજીભાઈ ગામડાંના અનુભવી અને પીઢ વ્યકિત હતા. નાની હિલચાલ પણ પારખી લેતા, એનાથી બિંદુ અને સુશીલની નજરોની રમત છુપી ન રહી શકી. પરંતુ હમણા કંઈ બોલવું ઠીક નહીં લાગ્યુ. એટલે ચુપ રહ્યા અને સારુ ચોઘડીયું જોઈ બંસી અને સંજયના ગોળ ધાણાનું નકકી કર્યું. અને મહેમાન ગયા એમના ઘરે.... શામજીભાઈ થોડીવાર ઘેરે બેઠા અને કનુભાઈને કહ્યું મારે વાત કરવી છે. એને બિંદુને કહ્યું,

" છોડી ! એક કપ ચા મુક મસાલાવાળી સરસ મજાની..."
કેહતા એ પાછા સોફા પર પગ ચડાવી પલાઠી વાળી બેસી ગયા. બંસી કપડા બદલવા ગઈ એ બહુ ખુશ દેખાતી હતી. સંજયની સમજદારી ભરી વાતો અને એના સાથથી એની અંતર આત્મા મહેકી ઉઠી હતી.એ જાણે સંજય મય બનવા લાગી હતી. અહીં બિંદુએ પણ ચા મુકતા મુકતા કેટલીય વાર મનોમન મુસ્કુરાઈ લીધું હતુ. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. બહાર શામજીભાઈ વાત કરતા બોલ્યા.
" ભાઈ ! કેવા લાગ્યા માણસો...? "

" સારા છે, બસ આપણે બીજુ શુ જોવે દીકરી એના ઘરે સુખી તો બસ...!"

કનુભાઈ રસોડા તરફ નજર કરતા ફરી નીસાસો નાખતા બોલ્યા.

" બસ ! હવે બિંદુને પણ સારું ઠેકાણું મળી જાય તો મારો ભાર ઉતરી જાય..."

" દીકરીઓ એના નસીબ લઈને જ આવી હોય. સમય આવે એનું પણ થઈ જશે કનુ ચીંતા નહીં કર."

" ભાઈ, દીકરીના બાપને ચીંતાતો થાઈને...!"

" તારી વાત સાચી કનુ, પણ ધાર્યું તો ધણીનું થાય..હાલ ત્યારે હુ નીકળું..."
કહી શામજીભાઈ ચા પી ઘરે જવા નીકળ્યા. જતા જતા પાછળ ફરી રસોડાની બારીમાંથી બિંદુ તરફ એક નજર કરી. કઈ વિચાર કરવા લાગ્યા. ઘર ક્યારે આવી ગયું એને ખબર ન રહી.

અહીં હવે આંગણે પ્રસંગ આવીને ઊભો રહ્યો. કનુભાઈ અને કૈલાસ બંસીને શું આપવું આણામાં, કેટલો ખર્ચો કરવો ? કેવી રીતે પ્રસંગ ઉકેલવો મનોમંથનમાં લાગી ગયા. બંસી એની નવી દુનિયાના સપના જોવા લાગી, બિંદુ સુશીલને કેમ મળવું એને
કેમ એનો સાથ પામવો..? એના તુકકા લગાવવાના વિચારો કરતી અને મનોમન શરમાઈને હસી લેતી........

શામજીભાઈએ બિંદુ અને સુશીલની આંખો આંખોથી થતી વાત જાણી તો લીધી હતી,પણ હવે એ વાત
આગળ વધવા દેવી કે નહીં, કનુભાઈ અને રમણભાઈને એ બાબત વાત કરવી કે નહીં, એ અસમંજસમાં જ કયારે નીંદ આવી ગઈ ખબર ન રહી......

હવે આગળના ભાગમાં જોઈશું શામજીભાઈ શું કરે છે. કનુભાઈ અને રમણભાઈને જાણ કરે છે ...? અને કરે છે તો બંને પરિવાર મળી શું નિર્ણય કરે છે...?

🙏 જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર