Prem Pariksha - 6 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા. - ભાગ ૬

પ્રેમ પરીક્ષા. - ભાગ ૬

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૬

[ મોહનભાઇ બે ગ્લાસ ભરે એક વિશાલ ને આપે ]

મોહન : ચેસ આપણી દોસ્તી માટે.

[ વિશાલ થોડુ પિવે મોહન ભાઇ આખો ગ્લાસ પતાવે ]

મોહન : આ.હા.હા. ઘરમાટો આવી ગયો. અરે શરમાય છે શું કર પુરો એટલે બીજો બનાવુ.પેહલો પેગ તો આવી રિતેજ પિવાય પછી ધીરે ધીરે પિવાનુ નહિં તો બાટલી જલ્દી ખલાસ થઈ જાય ગુજરાત મા થોડો મોંગો પડે છે.

[ પોતાના માટે બીજો પેગ બનાવે ]

મોહન : અરે પી ઇતના ક્યા સોચતા હે? પી...

વિશાલ : થોડા અજીબ...લગ રહા હે .

મોહન : અરે ક્યા અજીબ લગતા હે ? દો પેગ પુરા કર બાદ મે અજબ નહિં ગજબ લગેગા.. મજ્જા આ જાયેગા. જો આ રુમ મા આપણે બેજ છીએ અહિંયા જે કાઇ થાય એ અહિંથી બહાર નહિ જાય.what happens in gujrat stays in gujrat.

[ વિશાલ પણ પુરો ગ્લાસ પી જાય મોહન ભાઇ એનો પણ બીજો ગ્લાસ બનાવે]

મોહન : શાબાશ મેરે શેર.. હવે કાંઇ બાત બની.જો હવે તને મજા આવશે પણ હવે ધીમે...ધીમે....પિવાનુ એક એક સિપ.સાથે આ નાસ્તો પણ કરવા નો. હવે આપણે શાયરી ની મેહફિલ જમાવી એ તુ હિંદી શાયરી સંભળાવ હું ગુજરાતી શાયરી સંભળાવીશ.તુ સુરુવાત કર.

વિશાલ : મુજે શાયરી નહિં આતી.

મોહન : શું વાત કરે છે ભાઇ તુ તો તાજો તાજો પ્રેમ મા પડ્યો છે. શાયરી ના આવડે એ ચાલે નઈ.જો તુ શાયરી નહિં બોલે તો તારા લગ્ન કેન્સલ કરી નાખીશ. ફેલ થઈશ તુ પ્રેમ ની પરિક્ષા મા.

વિશાલ :કોશિશ કરતા હું.

મોહન : આદાબ.. આદાબ..

વિશાલ :કુછ સોચુ તો આપકા ખયાલ આ જાતા હે [૨]કુછ બોલુ તો આપકા નામ આ જાતા હે ,કબ તક છુપાઉ દિલ કી બાત[૨]આપકી હર અદા પર હમકો પ્યાર આ જાતા હે.

મોહન : વાહ.. વાહ.. ક્યા બાત હે. નશો ડ્બલ થઈ ગયો.

વિશાલ : અબ આપકી બારી.

મોહન : હા ...દ્વવાર ખખળયુ તો વિચાર્યુ એજ મળવા ને મને આવ્યા હશે [૨] પછી ખુદ ને સમજાવ તા કહ્યુ આટલી રાતે તો એ હોતા હશે.

વિશાલ : ઓ હો હો ક્યા બાત હે બોહત ખુબ.સર એક બાત બતાઓ આપકી ઓર આંટિ કી લવ મેરેજ હે યા એરેંજ મેરેજ.

મોહન : એરેંજ મેરેજ . અરે મે તો મારી પત્ની નો અવાજ પણ લગ્ન પછી સાંભણયો. લગ્ન પેહલા જો અમારી વાત ચીત થઈ હોત તો હું ના પાળી દેત. તે જોયુ છે ને કેટલુ બોલે છે કેટ્લુ બોલે આપણ ને બોલવા નો ચાન્સ આપે જ નઈ. આ મારા સાસુ સસરા સાલા બઊ હોશિયાર એમને ખબર હતી કે જો અમે વાતો કરશુ તો હું નાપાડી દઈશ. એટલે જે દિવસે હું એને જોવા ગયો ત્યારે એનુ મોન વ્રત રાખી દિધુ એટ્લે એ કાંઇ બોલી નહિં.એક મહિના મા તો અમારા લગ્ન થઈ ગયા એને પછી સુહાગરાતે મે એનો ગુંગટ ખોલયો ને મે કહયુ કાંઇ બોલો તો ખરા મે તો તમારો અવાજ સાંભળયો જ નથી. ખબર તો પડે કે તમે કેવુ બોલો છો.અને પછી એણે જે બોલવાનુ શરુ કર્યુ...સવાર પડી ગઈ પણ એનુ બોલવા નુ બંધ ના થયુ હું તો બેભાન થઈ ગયો ને લોકો તો કાંઇ બીજુ જ સમજે . હાલત ખરાબ થઈ ગઈ .મારા સસરા ને વાત કરી એમને મારી સાસુ નો અનુભવ હતો એટ્લે એક ઉપાય કર્યો એને દર રવિવારે મોન વ્રત ની ગોઠવણ કરી અને પછી આ મારા છોકરા ઓ આ દુનિયા મા આવ્યા.

વિશાલ : કયા સર આપભી મજ્જાક કરતે હે .

મોહન : તુમ કો યે સબ મજ્જાક લગતા હે ? એક બાર સાદી હો જાને દો બાદ મે બાત કરેં ગે.અરે તને ખબર નથી ગુજરાતી છોકરી જોડે લગ્ન કર્યા પછી જીવન મા શું શું બદલાવ આવે છે.જો તારુ નોન વેજ તો અત્યારથી બંદ થઈ ગયુ,લગ્ન પછી તારુ તારા મિત્રો સાથે ફરવાનું બંધ,આખો દિવસ ફોન કર શે ક્યાં છો,શું કરો છો,કોની સાથે છો ,જમવા શું બનાવુ , ચા પિધી ,નાસ્તો કર્યો ,વેહલા ઘરે આવજો, આ લાવજો ,પેલુ લાવ જો અરે લોહિ પી જશે લોહિ. અભી તુમ આઝાદ હો શાદી કે બાદ તુમ ગુલામ બન જાઓગે.

વિશાલ : સર ડરાઓ મત...

મોહન : અછ્છા મને કે તે નોન વેજ કેમ છોડયુ ?

વિશાલ : શ્રેયા કો પસંદ નહિં હે.

મોહન : તને પસંદ છે ?

વિશાલ : હા..

મોહન : એક ફિલ્મ નો ડાયલોગ યાદ આવી ગયો. "કોઇ પ્યાર કરે તો તુમસે કરે , તુમ જૈસે હો વૈસે કરે , કોઇ તુમકો બદલ કર પ્યાર કરે તો વો પ્યાર નહિં સોદા કરે ઓર દોસ્ત પ્યાર મે સોદા નહિં હોતા. સમ્જ્યો ?

વિશાલ : હા સમજ્યો

મોહન : શું સમ્જ્યો ?

વિશાલ : યહી કે પ્યાર મે કોઇ શર્ત નહિં હોતી.

મોહન : બરાબર.... સમજ્યો .

[ ડોર બેલ વાગે ]

મોહન : અત્યારે કોણ આવ્યુ આ લોકો પાછા તો નથી આવ્યા ને બધુ અંદર છુપાડી દે.

વિશાલ : નહિં સર મેરા દોસ્ત હોગા વો મુજ સે મિલને આને વાલા થા. મે દેખતા હું.

મોહન : તો ઠીક .. જા. જો.. બધો નશો ઉતારી દિધો.જીઓ તો એસે જીઓ કે આખરી દિન હો ઓર પિઓ તો એસે પિઓ કે આખરી જામ હો.

[વિશાલ અને જીગનેશ અંદર આવે ]

જીગનેશ : નમસ્તે સર કેમ છો ? પાર્ટિ ચાલુ છે .

વિશાલ : યે મેરા દોસ્ત હે જીગનેશ આપકી કોલેજ મે હી પઠતા હે.

મોહન : ખબર છે મને ભાઇ બધી ખબર છે. આવ જીગનેશ સારુ થયુ તુ પણ આવી ગયો .બેશ તુ પણ બે લગાવ .

જીગનેશ : નહિં સર તમારી સામે નહિં.

મોહન : અરે વાહ સર ને ચાકુ બતાવવા મા શરમ નથી આવ તી પણ સર ની સામે પિતા શરમ આવે છે.અરે બેશ દોસ્ત બેશ આજે તારુ કામ થઈ જશે. એજ ખુશી મા લે પિ કડક બનાવુ તારી માટે.

[મોહનભાઇ જીગનેશ ને સ્ટીલના ગ્લાસમા પેગ બનાવી આપે છે ]

મોહન : ચેસ.. આજે આપણા ત્રણે માટે ખુબ જ મહત્વ્નો દિવસ છે.

વિશાલ : મે કુછ સમજા નહિં.

મોહન : રેહવા દે હવે આ નાટક. મને બધી ખબર છે તમારો આખો પ્લાન મને ખબર છે.

વિશાલ : પ્લાન કોનસા પ્લાન ?

મોહન : તને ખબર નથી આ જીગનેશ અહિંયા કેમ આવ્યો છે ?

વિશાલ : મુજ્સે મિલને આયા હે.

જીગનેશ : સર હવે તમે ટાઇમ બગાળયા વગર જો મને મારુ પેપર આપી દો તો હું અહિં થી રવાના થાઉ.

મોહન : અરે એટલી ઉતાવણ શાની છે ભાઈ આજે તો તારુ કામ એકદમ પુરુ જ કરવા નુ છે.તુ આ બિજો પેગ લગાવ હું તારા માટે જે લઈ ને આવ્યો છુ એ લઈ આવુ.. અંદર છે તુ શાંતી થી બેશ.

[મોહનભાઈ જીગનેશ ને બીજો પેગ આપી ને અંદર ની રુમ મા જાય]

વિશાલ : તુ યહાં ક્યા લેને આયા હે ?

જીગનેશ : મેરા એક પર્સ્નલ કામ હે . તુ સુના શાદી કી ડેટ ફિક્સ હો ગયી ?

વિશાલ : નહિં યાર અભી કહાં અભી તો કાફી ટાઇમ હે.

[મોહનભાઇ બેડરુમ માંથી હાથ મા તલવાર લઈ ને આવે ]

જીગનેશ : આ.....આ શું છે ?

મોહન : મારા લગ્નમાં ગીફ્ટમા મળેલી તલવાર. આજ સુધી વાપરી નથી કાટ લાગી ગયો છે.

જીગનેશ : હા... પણ હમણા શું કામ કાઠી છે ?

મોહન : હું મોહનલાલ ઈશ્વરલાલ પંડયા જેણે પોતાના આખા જીવન મા એક વાંદો પણ મારયો નથી આજે બે જીવતા માણસો ને કાપી નાખશે.

વિશાલ : અરે સર યે ક્યા મઝાક હે ?

મોહન : મઝાક તો તમે કરી છે .એક ઈમાનદાર માણસ ને તમે ખરીદી ના શ્ક્યા એટલે એના પરિવાર ને ફસાવી ને તમારુ કામ કઠાવવા માંગો છો.

જીગનેશ : અરે સર તલવાર નિચે મુકો. હું તમારી માફી માંગુ છુ. મને કોઇ પેપર નથી જોઇતુ. તમે મને ફેલ કરી દો . મને કોલેજ માથી પણ કાઠી નાખો પણ તલવાર નિચે મુકો પલીઝ.

મોહન : હવે આ તલવાર તમારા બન્ને નુ લોહિ પીને જ મયાન મા જશે.

વિશાલ : એરે યે સબ ક્યા હો રહા હે ? મુજે કુછ સમજ નહિં આ રહા.

મોહન : તને તો પેહલા કાપિશ. તારા મિત્ર ના ખોટા કામ માટે તે મારી દીકરી ને પ્રેમ મા ફસાવી .તુ તો મોટો પાપી છે પેહલા તને મારીશ .

જીગનેશ : અરે સર આને તો કોઇ વાત ની ખબર નથી. આ આખી રમત મારી હતી તમે શાંત થાઓ.

મોહન : શાંત... અરે હુ શાંત હતો એટલે તમે ફાવી ગયા.તે તે મને ચાકુ બતાવ્યુ.. મે જવા દિધુ મને મારા જીવ ની જરા પણ ચિંતા નથી હું મરવા થી ડર તો નથી પણ મને કાંઇ થઈ જશે તો મારા પરિવાર નુ શુ એ વિચાર થી શાંત હતો. પણ તમે એજ પરિવાર પર હમલો કર્યો હવે મારી દિકરી ને બચાવવા હું તમને બન્ને ને મારી નાખીશ અને ફાંસિ એ ચડી જઈશ.

વિશાલ : સર આપ એક બાર મેરી બાત સુન લો. મેરી આખરી ખવાઇસ સમજ કર સુન લો.

જીગનેશ : હા સર એક વાર એની વાત સાંભણી લો પલીઝ.

મોહન : બોલ શું છે તારી આખરી ઇછ્છા ?

વિશાલ : સર મુજે નહિં પતા આપકે ઓર જીગનેશ કે બીચ ક્યા પ્રોબલેમ હે. મે અપની મમ્મી કી કસમ ખાકે કેહતા હુ મે આપકી બેટી સે સચ્ચા પ્યાર કરતા હું.જીગનેશ મેરે રુમ પારટ્નર કા દોસ્ત હે વો મુજે થોડે દિન પેહલે હી મિલા હે. વો યહા મુજ સે કુછ બુક લેને આયા હે.

જીગનેશ : હા સર આને તો ખબર જ નથી કે મે તમને પેપર માટે ધમકી આપી છે.આ તો સંજોગો એવા થયા કે મને ખબર પડી કે તમારી દિકરી આને પ્રેમ કરેછે અને તમે વિશાલ ને અહિં એક મહિના માટે રેહવા બોલાવ્યો છે એટ્લે મે આ મોકા નો ફાયદો ઉપાળયો ને તમને ડરાવ્વા કઈ દિધુ કે મેજ એને મોક્લ્યો છે.સર મારુ આ ચાકુ પણ નકલી છે જુઓ તમે જ જુઓ આનાથી તો કાકડી પણ નથી કપાતી. મારા પપ્પા પોલિસ મા નથી એ તો એક કંપની મા વોચમેન તરીકે કામ કરે છે. મારી ભુલ થઈ ગઈ માફ કરો અને આ આખો પ્લાન મારો હતો .વિશાલ નો તો આમા કાંઇજ વાક નથી.

[મોહંભાઇ બેસી જાય ]

મોહન : તમે લોકો સાચુ બોલો છો કે જાન બચાવ્વા....

જીગનેશ : સર એકદમ સાચુ આ ચાકુ જુઓ તમે .

[ મોહનભાઇ ચાકુ હાથ મા લે જોવે એ નકલી છે ]

મોહન : વિશાલ તુ ખરેખર શ્રેયા ને પ્રેમ કરે છે ? તુ આની સાથે મળેલો નથી ?

વિશાલ : નહિં સર મે અપની મોમ ડેડ કી કસમ ખાકે બોલતા હુ મુજે પતા નહિં થા યે જીગનેશ જીસે મે અપના દોસ્ત સમજતા થા ઇતના બદમાશ હોગા.

મોહન : હે ભગવાન તે બચાવી લિધો આજે નહિં તો મારા હાથે મોટુ પાપ થઈ જાત. વિશાલ બેટા i am really sorry મને ગેરસમજ થઈ ગઈ હતી પણ આ ગેરસમજ આ માણસે કરાવી એને તો હું નહિં છોડુ .

વિશાલ : સર જાને દિજીયે . ઉસે અપની ગલતી કા એહસાસ હો ગયા હે ઓર આપ અપને પરિવાર કે બારે મે સોચિ યે જાને દો ઉસે.

જીગનેશ : sorry sir really sorry આ જિંદગી મા કોઇ ને પણ હેરાન નઈ કરુ . મેહનત કરી ને ભણીસ અને પાસ થઈ તમારા જેવો ઇમાનદાર માણસ બનીશ .

મોહન : ઠીક છે વિશાલ કે છે એટ્લે માફ કર્યો તને તુ જઈ શકે છે

જીગનેશ : thank you sir આ.. મારો ગ્લાસ અળધો બાકી છે પુરો કરી ને જાઉ .

[ બધા હ્સે ચેસ કરે ને music black out ]

ક્રમશઃ

Rate & Review

Pankaj Dave

Pankaj Dave 8 months ago