Prem Pariksha - 5 in Gujarati Drama by PANKAJ BHATT books and stories PDF | પ્રેમ પરીક્ષા. - ભાગ પ

પ્રેમ પરીક્ષા. - ભાગ પ

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ પ


ACT 2

Scene 5

[ fade in શ્રેયા અને વિશાલ હોલ મા બેઠા છે ]

શ્રેયા : બબુ તને અહિંયા ફાવે છે ને.

વિશાલ : હા.. ફાવે છે.

શ્રેયા : wow.. અઠવાળીયા મા તારુ ગુજરાતી ઘણુ improve થઈ ગયુ છે.

વિશાલ : મહિને કે બાદ તો મેં બીજા ને પણ ગુજરાતી શીખવળીશ.

શ્રેયા : શીખવળીશ નહિં શીખવાળીશ .

વિશાલ : ગુજરાતી...શીખવાળિશ.

શ્રેયા : ગુડ.. તને અહિં કંટાળો તો નથી આવતો ને ?

વિશાલ : નો.. કંટાળો નથી આવતો પણ....

શ્રેયા : પણ શું ?any problem ?

વિશાલ : કયા હે વહાં દોસ્તો કે સાથ રુમ મે કેસી ભી રેહ શકતે હે ,સો શકતે હે,કૈસે ભી કપડે પેહન શકતે હૈ યહાં થોડા dicipline મે રેહના પડતા હે તો freedom કમ હો ગયા હે બાકી સબ થીક હે.

શ્રેયા : ઓ બબુ તુ મારા માટે કેટલુ સહન કરે છે. બસ એક મહિનો એમા પણ અઠવાળીયુ તો પુરુ થઈ ગયુ i love you babu.

[નિખિલ બેગ લઈ ને આવે ]

વિશાલ : i love you too baby.

નિખિલ : અહ...અહ...control control..ઘર મા મમ્મી છે.

શ્રેયા : આવ્યો કબાબ મા હડી.

નિખિલ : ઓ મોટા બેન આ હડડી ને લીધે તારો બડડી તારી સાથે આ ઘર મા છે સમજી . તૈયાર છે ને આપણે નિકળવા નું છે પાંચ મિનિટ મા. હું મમ્મી ને બોલાવુ છુ.

[નિખિલ રુમ મા જાય ]

શ્રેયા : વિશાલ તુ મને યાદ કરીશ ને ?

વિશાલ : come on...તુમ સિર્ફ એક દિન કે લિયે જા રહી હો કલ તો વાપસ ભી આ જાઓગી.

શ્રેયા : હવે તુ મને પેહલા જેવો પ્રેમ નથી કરતો.પેહલા તો હું તને એક દિવસ પણ ના મળુ તો ગાંડો ગાંડૉ થઈ જતો તો.કલાકો સુધી મારી સાથે મોબાઇલ પર વાતો કરતો. કેટલા બધા મેસેજ મોકલ તો.અઠવાળીયા થી તે મારી સાથે ચેટિંગ પણ નથી કરયુ.હવે તુ જરા પણ રોમાન્ટીક નથી રહ્યો.

વિશાલ ‌: અરે શ્રેયા અબ હમ યહા સાથ મે રેહતે હે તો સારી બાતે આમને સામને હી હો જાતી હે તો મોબાઇલ પે ચેટિંગ કરને કી ક્યા જરુરત હે ?

શ્રેયા : અઠવાળીયા થી રોજ મને જોઇ ને હવે તુ મારા થી બોર થઈ ગયો છે. આખો દિવસ ભણતો હોય છે. મને મેકઅપ વગર અને સાદા કપડા મા જોઈને હવે મારા મા તારો interest ઓછો થઈ ગયો છે. તને મારા કરતા બુકસ મા વધારે રસ છે.

વિશાલ : બબુ એસા કુછ નહિં હે. દો મહિને મે ફાઇનલ exam હે.પઠાઇ તો કરની પડેગી ના.ઓર તેરે મોમ ડેડ મુજે પઠતા દેખેંગે તો impress ભી હોગે.બેબી મેં યે સબ અપને અછ્છે future કે લિયે હી કર રહા હું.

શ્રેયા : હું હમણા અમદાવાદ જવાની છુ .આપણે ૩૬ કલાક પછી મળશુ પણ તુ તો જરા પણ દુઃખી નથી લાગતો.મને તો લાગે છે તુ ખુશ છે કે હું અહીંયા થી જાઉ છુ.

વિશાલ : અરે નહીં બબુ એસા કુછ ભી નહિ હે. તુમ યે સબ મત સોચો.i love you baby ઓર જબ તુમ કલ આઓગી તો મે તુમે એક surprise gift દુંગા.

શ્રેયા : really surprise gift.

વિશાલ : really god promise.

શ્રેયા : ઓ કે.. પણ હું જાઉ ને એટ્લે તુ મને દર દશ મિનીટે એક મેસેજ કરજે અને રાત ના ફોન કરજે આપણે ખુબ વાતો કરશુ.

વિશાલ : ઓ ...કે....

[ઉર્મિલા અને નિખિલ બેગ સાથે આવે ]

ઉર્મિલા : ચલ બેટા બસ નો ટાઇમ થઈ ગયો છે.વિશાલ તુમેરા ઓર નિખિલ કે પપ્પા કા ખાના બના કે મુકયા હે તુમારે કો ભુખ લગે તો ખાલેના.વાસણ તો નિખિલ કા પપ્પા ધો ડાલેગા.અમે કલ રાત તક આજાયે ગા. તુમ શાંતિ થી ભણો ઓર કુછ કામ હે તો બોલો.

વિશાલ : આન્ટી હુ બરાબર જમી લઈશ ને બરતન પણ ધોઇ નાખીશ.મને બરતન ધોતા આવડે છે.

ઉર્મિલા : ઓ હો કેટલા સરસ ગુજરાતી બોલતા હે.

નિખિલ : બરતન કો ગુજરાતી મે વાસણ બોલતે હે.

વિશાલ : ઓ.. કે...વાસણ ધોવળી નાખીશ.wish you a happy journey.

નિખિલ : thank you bye

શ્રેયા : બાય...[ફ્લાઇંગ કિસ આપે ]

ઉર્મિલા : બાય.. હો.. ધ્યાન સે રહના .નિખિલ કે પપ્પા થોડી વાર મે આતે હોગે.

[બધા જાય વિશાલ એક લો આવી ને બેસે ]

વિશાલ : અબ શાંતી સે પઠ ને લેતા હુ .

[ મોબાઇલ ની રિંગ વાગે ]

વિશાલ : હેલો... હા બોલ જીગનેશ ..સબ બઠીયા હે...મે ઘર પર અકેલા હુ સબ અમદાવાદ ગયે હે કલ આયે ગે.... નહી નહી મોહનભાઇ તો ઇધર હી હે થોડી દેર મે આયેગે....હા હા શામ કો મિલ મે ઘર પર હી હુ...ઓ કે બાય.

[ ડોર બેલ વાગે મોહનભાઇ હાથ મા એક પારસલ સાથે ઘર મા ધ્યાન થી આજુ બાજુ જોતા જોતા આવે ]

વિશાલ : અરે સર આપ થોડે લેટ હો ગયે વો લોગ અભી પાંચ મિનીટ પેહલે હી નિકલે.

મોહન : ગયા બધા ગયા ઘર મા તુ એક લોજ છે?

વિશાલ : હા.. ક્યા હુઆ..

મોહન : actually હું જાણી જોઈને લેટ આવ્યો આ પાર્શલ લેવા ગયો હતો.

વિશાલ : ક્યા હે ઇસ મે..?

મોહન : surprise હે.

વિશાલ : કૈસી surprise ?

મોહન : પેહલા તુ મને એમ કે કે હું તારા ઉપર ભરોસો કરી શકુ ?

વિશાલ : હા... બિલકુલ

મોહન : જો આજે અહિંયા જે કાંઇ પણ થાય એ તારે કોઇ ને કેહવાનુ નહિં શ્રેયા ને પણ નહિં. તુ વચન આપ મને.

વિશાલ : ગોડ પ્રોમિસ કિસી કો ભી નહિં બતાઉગા.

મોહન : ઓ ક તો આ જો.. ઠેન..ટેન..ન્..ન

[મોહનભાઇ દરુ ની બોટ્લ કાઠે ]

વિશાલ : સર યે તો...ક્યા હે યે ?

મોહન : દુધની બાટલી.. તને ખબર નથી આ શું છે ?

વિશાલ : યે ..તો.. દારુ હે.

મોહન : દારુ નહિં કેહવાનુ સોમરસ..ગુજરાતી મા આને સોમરસ કેહવાય .ભગવાન નો પ્રસાદ છે .ગુજરાત મા ક્યારેક જ સોમરસ પિવાનો મોકો મળે.

વિશાલ : સર આપ પિતે હે ?

મોહન : હમ પિતે હે ઓર જીતે હે.ભાઇ હું પણ એક સામાન્ય માણસ છુ.રોજ નથી પિતો પણ કયારેક મોકો મળે તો લાભ લઈ લેવાનો.હું દર બે ત્રણ મહિને પેપર તપાસવા વાપિ જાઉ છુ.

વિશાલ : વાપિ...

મોહન : વાપિ નુ ઉલટુ કર ?

વિશાલ : ..પિ...વા...

મોહન : બરાબર આ બધા અમારા કોડ વર્ડ છે.

વિશાલ : પર ગુજરાત મે તો દારુ બંદ હે ના ?

મોહન : હા દારુબંદી છે પણ ઇછ્છા હોય તો બંદોબસ્ત થઈ જાય. ખોટુ ના બોલતો તે ગુજરાત મા કયારેય દારુ નથી પિધો?

વિશાલ : નહિં.. મે નહિં... પિતા મેરે દોસ્ત પિતે હે.

મોહન : નાટ્ક કરવાનુ રેવા દે મને બધી ખબર છે.આ છોકરાઓ જે બહાર થી અહિંયા ભણવા આવે છે એ લોકો શુ શુ કરેછે મને બધી ખબર છે.૨૫ વર્ષ થી આણંદ મા રહુ છુ .જો ઘર મા શ્રેયા અને ઉર્મિલા નથી એટલે ખોટુ બોલવાની જરુર નથી.તુ સિગરેટ પિવે છે એ પણ મને ખબર છે.

વિશાલ : સર અભી મે નહિં પિતા.

મોહન : મે ..તને પાન ની ટ્પરી પર સિગરેટ પિતા જોયો તો.

વિશાલ : વો તો કભી કભી દોસ્તો કે સાથ...

મોહન : હા તો હુ પણ કભી કભી જ પિવુ છુ.જો હુ તારા પર ભરોસો કરુ છુ તુ પણ મારા પર ભરોસો કર.મને તારો મિત્ર સમજ અને બિંદાસ પાર્ટિ એનજોય કરવાની.તુ એક કામ કર અંદર થી એક ડિશ,બે ગ્લાસ અને એક ઠંડા પાણી ની બોટલ લઈ આવ અને કંઇ નાસ્તો હોય તો પણ લઈ આવ ચખ્ણા...ત્યાં સુધી મા હું આ લોકો ને ફોન કરી ને પુછી લઉ બસ મા બેઠા કે નઈ .કયાક બસ કેંસલ થાય તો પાછા ઘરે ન આવે.

[ મોહન ફોન લગાડે ]

મોહન : હેલો...હા..

ઉર્મિલા : હા.. હેલો બોલો ક્યાં છો તમે ?

મોહન : બસ અત્યારે જ ઘરે પોહચ્યો.

ઉર્મિલા : ક્યાં રોકાઈ ગયા હતા રોજ તો વેહલા આવી જાઓ છો આજે અમારે જવાનુ હતુ ત્યારે જ મોડુ થયુ .

મોહન : એરે એતો કાલ થી પરીક્ષા ઓ ચાલુ થાય છે એટ્લે પ્રિનસિપલ જોડે મિટિંગ હતી એમા થોડુ મોડુ થઈ ગયુ.તમને બસ મળી ગઈ.

ઉર્મિલા : હા..હમણા જ ચાલુ થઈ.

મોહન : સરસ ...અમદાવાદ પોહચી ને ફોન કર જે.

ઉર્મિલા : હા કરી દઈશ પણ તમે સમય સર જમી લેજો,વાસણ ધોઇ નાખ જો વિશાલ પાસે ના ધોવળાવતા ,બારી ને દરવાજો બરાબર બંદ કરીદિજો ,ફ્રિજ નો દરવાજો ખુલો ના મુકતા, લાઇટ બધી બંદ કરી ને સુજો ,સવારે કપડા બાથરુમ ની બાર મુકી દેજો હું આવી ને ધોઇ નાખિશ ,કોલેજ જતા પેહલા ફુલ છોડ ને પાણી રેડજો ,દુધ વાળા પાસે દુધ ના લેતા હું લેતી આવિશ, ફ્રિજ મા થોડુ દુધ મુકયુ છે સવારે ચા બનાવી લેજો ,ડબ્બા મા સુકો નાસ્તો છે કરી લેજો,સાંજે બહાર જમતા નહિં હું આવી ને રસોઈ બનાવીશ દઈશ હેલો.. સાંભણો છો? કેમ કાંઇ બોલતા નથી?

મોહન : હા ભાઇ હા સાંભણુ છુ . આ બધુ તે સવારે પણ મને કિધુ તુ.


ર્મિલા : હા પણ આતો તમને આ બધા કામની આદત નથી ને એટલે પાછુ યાદ કરાવ્યુ.

મોહન : ભલે તુ છોકરાઓ નુ અને તારુ ધ્યાન રાખ જે.

ઉર્મિલા : હા...હા... પોહચી ને તમને ફોન કરીશ.

મોહન : છોકરાઓ ને ફોન આપ.

ઉર્મિલા : લે શ્રેયા પપ્પા જોડે વાત કર.

શ્રેયા : હાય પપ્પા લવ યુ .

મોહન : love you too બેટા જો હવે તુ મોટી થઈ છે મમ્મી નુ ધ્યાન રાખ જે અને ભાઇ સાથે જગડતી નહિં.

શ્રેયા : શું પપ્પા એ પણ કાંઇ કેહવાની વાત છે હું બન્ને નુ ધ્યાન રાખિશ.

મોહન : નિખિલ ને આપ.

નિખિલ : હે ડેડ .

મોહન : જો બેટા હું ત્યા નથી એટ્લે બન્ને ને સંભાણવા ની જવાબદારી તારી છે મમ્મી ને હેરાન ના કરતો ડાહ્યો થઈ ને રેજે.

નિખિલ : ઓ કે પપ્પા બાય મારી ગેમ ચાલુ છે.

મોહન : બાય ...મારી પણ ગેમ ચાલુ થવાની છે.

[વિશાલ બધુ લઈ ને આવે છે થોડી વાતો સાંભ્ણી છે ]

વિશાલ : લગ્તા હે આપ્કો ઉનકે બીના અછ્છા નહિં લગ રહા.

મોહન : આ સાલી સંસાર ની રમતજ એવી છે.આપણા લોકો ની કિમત જ્યારે એ ન હોય ત્યારેજ સમજાય. એ બધુ જવા દે ચલ બન્ને માટે પેગ બનાવ.

વિશાલ : નહિં...મે નહિં પિતા.

મોહન : સાચે ...ખા તારા મમ્મી પપ્પા ના સમ.

વિશાલ : નહિં...કભી કભી પિતા હુ.

મોહન : તો હુ શુ બેવડો છું રોજ પિવુ છુ હે .અરે આજે કભી કભી જ છે. લાવ હું બનાવુ તને શરમ આવે છે.મે તને શુ કિધુ આજે આપણે friends છીએ. ભુલી જા કે હું શ્રેયા નો પપ્પા છુ. આજે આપણે મિત્રો ની જેમ પીશુ અને મનની વાતો કર શુ.

[ મોહનભાઇ બે ગ્લાસ ભરે એક વિશાલ ને આપે ]

મોહન : ચેસ આપણી દોસ્તી માટે.

ક્રમશ:


Rate & Review

Sonal Jogani

Sonal Jogani 6 months ago

Pankaj Dave

Pankaj Dave 8 months ago