Jivatu Jungle - 2 books and stories free download online pdf in Gujarati

જીવતું જંગલ - 2

ભાગ ૨

તેનુ કારણ એટલું જ હતુ કે અચાનક ગાડીની હેડલાઇટ આપોઆપ બંધ પડી ગઇ. આગળ જવાનો રસ્તો ભલે દેખાતો હતો ચાંદની રાતમાં પણ ગાડીની લાઇટ વગર આગળ જવાનું કોઇને પણ યોગ્ય લાગ્યું નહીં અને સાથે સાથે બીજી એક મુસીબત આવી પડી. અચાનક જ ગાડીનું બોનેટ ગરમ થઇ ગયુ હૉય એમ તેમાથી ધુમાડા નીકળવા લાગ્યા !

હવે તો ગાડી જ્યાં સુધી ઠંડી ન પડે ત્યાં સુધી આગળ જવાનું શકય ન હતુ સાથે સાથે રિસોર્ટ પણ પાછા ફરી શકાય એમ નહતું. અંતે ચારો મિત્રો ગાડી નીચે ઉતર્યા.

નિલ બધા સામે જોતા યાર લાગે છે પેલી છોકરીએ જે વાત કરી હતી એ સાચી લાગે છે. જૉ એની જ નજર લાગી ગઇ અને આપણી ગાડી અર્ધા રસ્તે બંધ પડી ગઇ!

આરવ એની સામે જોતો," અરે એ છોકરીનો શું દોષ ? તેણે માત્ર આપણને બધાને ચેતવણી આપી હતી કે આ સમયે કોઈ બહાર નીકળતું નથી અને અજાણી જગ્યા છે તો તમે પણ ન નીકળો.

ઉમંગ પણ આરવ સાથે સહમત થતા બોલ્યો, " યાર એ છોકરી બોલી એ પહેલા આપણે જ્યારે ધાબા ઉપર ખાવા રોકાયા હતા ત્યારે કોઇ પણ અહીંનો રસ્તો બતાવવા તૈયાર નહતું માત્ર પેલા ઘરડાં દાદીમા. પાછા એમણે આપણને શું કહ્યુ હતુ કે જંગલમાં ભૂલા નહિ પડતાં કારણ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી. પણ આખા રસ્તામાં આપણને ક્યારે પણ કોઇ જંગલ નોહ્તું દેખાયું તો પછી એ છોકરીની વાત એના લીધે આપણે ગંભીરતા પૂર્વક ન લીઘી.

આદિ પણ ઉમંગની વાત સાંભળી બોલ્યો, " આપણે ગંભીર નહતા કરી આપણે બહાર નીકળ્યા છે એ પણ આપણી ત્રણે મિત્રોને કહ્યાં વગર ! તો હવે એ વિચારો કે અહિથી પાછા જશું કેટલાં વાગે ? અને જ્યાં સુધી મને ઘ્યાન છે ત્યાં સુધી ઉમંગ આ તારી નવી જ કાર છે ! રાઇટ કારણ અંકલે હજી ગયા મહિને જ ખરીદી છે તો ગાડી ગરમ થવાનો સવાલ નથી આવતો. બીજું આખો દિવસ ગાડી આપણે ચલાવી નથી તો પછી અચાનક બોનેટ ગરમ કેવી રીતે થઇ ગયું ?

આદિની વાત સાંભળી બધા જ વિચારમાં પડ્યા કારણ આદિની બધી જ વાતો એકદમ બરાબર હતી. નવી ગાડી ઉમંગે એટલા જ માટે પપ્પા પાસેથી લીઘી હતી જેથી કોઇ સમસ્યા ન આવે ચલાવતા ! અચાનક તેઓ જ્યાં ઊભા હતા ત્યાં વાતાવરણ બદલાવવા લાગ્યું. તેઓ હજુ વીચારી જ રહ્યા હતા ત્યાં તેમની આસપાસ ઘટાદાર વૃક્ષો ઊગવા લાગ્યા !

જોત જોતાંમાં આખો ખુલ્લો રસ્તો જંગલમાં ફેરવાઇ ગયો ! કોઇની પણ સમજમાં ન આવ્યું કે આ કેવી રીતે શકય છે ! અત્યાર સુધી આજુબાજુ ખુલ્લું મેદાન હતું અને સીધો પાકો રસ્તો દેખાઇ રહ્યો હતો એ ગાયબ થઇ આખુ જંગલ કેવી રીતે ઊગી શકે છે !

બધા એ એકબીજાં સામે જોયું અને પછી ફરી પોત પોતાની આંખો ચોળી ખોલી. પણ હવે ખરેખર તેઓ જંગલમાં ફસાઇ ગયા હતા ! બધાએ એકબીજાનો હાથ પકડયો અને નક્કી કર્યું એક બીજાનો હાથ નહિ છોડે ત્યાં સુધી જ્યાં સુધી તેઓ અહિથી બાર નીકળી ન જાય. પછી બધા પોતાની ગાડીમાં પાછા ચઢી ગયા.

અર્ધો પોણો કલાક થઇ ગયો હતો હવે ચારે મિત્રો વિચારી રહ્યા હતા કે શું કરવું જોઈએ ! નિલ કંટાળીને" યાર ઉમંગ ચાલ આપણે ચેક કરી લઇએ ગાડીનું બોનેટ બંધ કરી લઇએ જો ગાડી ઠંડી પડી ગઇ હોય તો !" બધાને નિલની વાત ઠીક લાગી બન્ને જણ એકબીજાનો હાથ પકડી નીચે ઊતર્યા અને બોનેટ બંધ કરવા જેવાં આગળ વધ્યા કે અચાનક કોઇ કંઇ સમજે કે વિચારે એ પહેલાં જ ચારે જણના માથામાં ઍક સખત ફટકો પડયો!

ચારે મિત્રો એક સાથે બેહોશ કદાચ થઇ ગયા હતા ! બીજા દિવસે જ્યારે આદિ ઊઠયો ત્યારે ગાડી અને તેના ત્રણે મિત્રો ગાયબ થઇ ગયા હતા ! આદિ ગુફા સામે જોઇ આગલા બે દિવસનું વિચારી રહ્યો હતો. વિચારતા વિચારતા તેને ધ્યાન આવ્યું કે તેણે આ જંગલમાં તેના ત્રણ મિત્રો અને તેમની ગાડી બધુ જ ગોતવાનું છે !

હવે તેણે નક્કી કર્યું કે આમ પણ તે એકલો થઇ ગયો છે. તો પોતાની હિંમત પોતે જ બનવું પડશે અને બધા મિત્રોને અહિ ઊભા રહીને ગોતી નહિ શકાય તો એક વખત આ ગુફામાં જઇને જોવામાં શું વાંધો છે ? શકય છે તેના મિત્રો પણ તેને ગોતતા અહિ આવી પહોચ્યા હૉય !

તેણે જેવું ગુફામાં પ્રવેશવાનું વિચાર્યુ તેવુ જ એ ગુફામાંથી પ્રકાશ ઝળહળી ઊઠયો. તેણે એક પળ એ પ્રકાશ સામે જોયું અને પછી એ આગળ વધવા લાગ્યો. જેમ જેમ એ ગુફા પાસે આવતો ગયો તેમ તેમ પ્રકાશ વધતો ગયો.

તેણે જ્યારે ગુફામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે જોયું એ પ્રકાશ એક મશાલમાંથી આવી રહ્યો હતો. એ મશાલ હવામા અધ્ધર લટકી રહી હતી. તેના આવવા સાથે મશાલ હવામા ધીરે ધીરે આગળ વધવા લાગી. આદિ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો. ઘણું બધું ચાલ્યા છતાં પણ એ ગુફાનો અંત નોહતો આવી રહ્યો.

આદિનું આખુ શરીર હવે થાકના કારણે દુઃખવા લાગ્યું હતું. છતાં પણ તેણે હિંમત ન હારી. તેણે મશાલ જે રસ્તે લઇ જઇ રહી હતી તેણે તેની પાછળ ચાલ્યા રાખ્યું. અંતે ચાલતાં ચાલતાં તેઓ ગુફા પૂરી કરી એક ખાઇ પાસે આવી પહોંચ્યાં.

આદિ વિચારમાં પડ્યો કે મશાલ એને ખાઇમાં કેમ લઇ આવી હશે ? તેણે ઘ્યાનથી આજુબાજુ જોયુ. તેને ઘણું વિચિત્ર લાગ્યુ જ્યારે હવામાં તેણે ઝૂલતો પૂલ જોયો. એ ઝૂલતો પૂલ નરી આંખે જોઇએ તો જ દેખાતો હતો ! હવે મશાલ એ પૂલ તરફ઼ આગળ વધી ! આદિ વિચારમાં ડૂબી ગયો આગળ જવુ કે ન જવું !

છતાં પણ તેણે મશાલ ઊપર શ્રદ્ધા રાખી તેની પાછળ પાછળ ચાલવા માટે પગ ઉપાડ્યો. જેવો એનો પગ પૂલ ઉપર પડયો તેવો એ પૂલ આખો કાચનો બની તેની સામે આવી ગયો. આદિની ખુશીનો પાર ન રહ્યો. તેણે હવે એ પૂલ ઉપર ઝડપથી ચાલવાનું શરૂ કર્યું.

પૂલની મધ્યમાં પહોંચતાં પહોંચતાં તેને પોતાના બધા જ મિત્રો હવામાં અધ્ધર બંધક અવસ્થામાં દેખાણા ! પોતાનાં મિત્રોની આવી હાલત જોઇને એ દુઃખી થઇ ગયો અને એ પૂલ ઉપર જ ઉભો રહી ગયો. કેવી રીતે પોતાના મિત્રોને છોડાવવા એ વિચાર કરવા લાગ્યો. તેના અચાનક આમ ઊભા રહેવાથી પૂલ ધ્રુજવા લાગ્યો.

તેની આગળ આગળ ચાલી રહેલી મશાલએ તેને આગળ વધવા બે ત્રણ વખત તેની આજુબાજુ ફરી સીધા થઇ ઇશારો કર્યો પણ આદિ પોતાના મિત્રોને લીધા વગર હવે આગળ જવા નોહતો માંગી રહ્યો. તેણે મશાલની અવગળણા કરી પોતાના મિત્રોને છોડાવવામાં ઘ્યાન કેન્દ્રિત કર્યું.

* * * * * * *