Jivatu Jungle - 3 - last part books and stories free download online pdf in Gujarati

જીવતું જંગલ - 3 - છેલ્લો ભાગ

ભાગ ૩

મશાલનો ઇશારો થયા પછી પણ જયારે આદિ આગળ વધવા તૈયાર ન થયો ત્યારે મશાલ ત્યાં અટકી. હવે આદિ માટે મુશ્કેલ થઇ રહ્યું હતુ કે પોતાના મિત્રોને કેવી રીતે બચાવવા. તેણે જોયુ અચાનક મશાલ ગાયબ થઇ ગઇ છે !

ચારે બાજુ અંધકાર છવાઇ ગયો છે. અચાનક બે લાલ આંખો હવામાં અધ્ધર તરતી દેખાણી. એ બન્ને આંખો જાણે એને જ તગતગી રહી હતી ! ચારે બાજુ અંધકાર છવાઇ ગયો હોવાથી એ બન્ને આંખો જાણે મશાલની જગ્યા લઇ લીધી હોય તેવુ ભાષી રહ્યું હતું.

આટલો અંધકાર હોવા છતાં પણ આદિને બહુ આશ્ચર્ય થઇ રહ્યું હતુ કે એ કેવી રીતે પોતાના મિત્રો અને એ લાલ તગતગતી આંખોને જોઇ શકે છે ? તેણે જોયુ કે એ બન્ને આંખો એની તરફ આવી રહી છે. જેમ જેમ એ બન્ને આંખો તેની તરફ આગળ વધી તેની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાવા લાગ્યા.

જયારે એ બન્ને આંખો અને આદિ વચ્ચે માત્ર બે હાથનું અંતર રહ્યું ત્યારે એ આંખોની સાથે સાથે હવે આદિને તેનુ હવે સંપૂર્ણ શરીર પણ દેખાવા લાગ્યું. તે ખૂબ જ ડરામણું અને ભયંકર દ્રશ્ય સર્જાયું હતું. તેના આખા શરીર ઊપર જાણે કાળો ડગલો પહેરેલો હતો. તેના ચહેરા ઉપર માત્ર બે આંખો હતી તેના સિવાય બીજું કંઇ પણ નહતુ. કાન, હોંઠ, નાક કશું પણ દેખાઇ નોહ્તું રહ્યુ.

" તારામાં હિંમત બહુ છે ! " એમ બોલતાં બોલતાં અચાનક એ આકૃતિ વિકૃતપણે હસવા લાગી. આદિના ચહેરા ઉપર કોઇ ફેરફાર ન જણાયો. પેલી આકૃતિ એ જોઇને જાણે છંછેડાઇ ગઇ. હવે તેણે પોતાનો એક હાથ હવામાં ઊંચો કર્યો અને પછી પોતાની એક આંગળી તેણે આદિ સામે કરી.

એ આંગળીમાંથી ઍક ઝગારા મારતો પ્રકાશ ઝળહળી ઊઠયો અને આદિની આસપાસ વીંટળાઈ ગયો. તે પ્રકાશ એટલો બધો તાકાતવર હતો કે આદિ તેમાં બધાઈ ગયો અને હવામાં અધ્ધર ઊંચકાયો. છતાં પણ આદિ કશું પણ બોલ્યો નહિ અને કંઇ પણ ડર્યો હોય એવી પ્રતિક્રિયા સામે આપી નહિ !

એ આકૃતિ હવે વધારે ગુસ્સે થઇ અને તેણે એને હવામાં ગોળ ગોળ ફેરવવા લાગી. જ્યારે હવામાં બે ત્રણ વખત ગોળ ફેરવી તેણે આદિને નીચે ઉતર્યો ત્યારે તેણે જોયુ કે આટલું બધું થયું છતાં આદિના ચહેરા ઉપર કોઇ ફર્ક ન પડ્યો. હવે પહેલી આકૃતિ વધારે ગુસ્સે થઇ.

તેણે એ પૂલ નીચેની ખીણમાં આદિને ઉછાળી અને ફેંક્યો. આદિ સડસડાટ કરતો હવામાં ફંગોળાતો ખાઇમાં ઉતરવા લાગ્યો. છતાં પણ તેના ચહેરા ઉપર કોઇ પણ પ્રકારના ભાવ ડરના ઉત્પન્ન ન થયા. પેલી આકૃતિ પણ હવામાં તરતી તરતી આદિની આસપાસ ચકકર લગાવી રહી હતી.

તેણે જોયુ કે બંધક અવસ્થામાં હોવા છતાં અને ઉપરથી નીચે પડવા છતાં આદિના ચહેરા ઉપર કોઇ ભય નોહતો દેખાઇ રહ્યો. ઉલટાનું તે જાણે આ સ્થિતિમાં પણ ખૂબ જ શાંત દેખાઇ રહ્યો હતો ! તે આકૃતિને આ જોઇને ઘણું વિચિત્ર લાગ્યુ. આદિની આવી પરિસ્થિતિમાં પણ આટલી શાંતિ અને ડર વગરનો ચહેરો તેને વધારે ગુસ્સો કરવા પ્રેરિત કરી રહી હતી !

તેણે આદિને હવે આગ ઝરતી લાવામાં ફેંકવાનું વિચાર્યુ. તેણે આદિને નીચે ન પડવા દેતાં ફરી હવામાં અધ્ધર જ રોકી દિધો અને જ્યાં લાવા આગ ઓકતો હતો એ જગ્યા ઉપર લાવી એક પળ ઊભો રહ્યો. એ લાવા એટલી ભયંકર સ્વરૂપ ધારણ કરેલી ઊપરથી દેખાઇ રહી હતી જાણે કે એક મહાસાગર જોઇ લો !

આદિને હવે એ આકૃતિએ હવામાં ઉલટો કર્યો અને પછી ફરી તેણે જાણે કોઇ નકામી વસ્તુ ફેંકતાં હોય એમ હવામાં ફેંક્યો. ફરી જીવતું ધગધગતું મોત સામે દેખાયું. હવામાં જાણે તીર કામથામાંથી છૂટી રહ્યું હોય એમ એ સીધો ખાઇ તરફ઼ જવા લાગ્યો !

જે ગતિથી તે ખાઇ તરફ઼ જઇ રહ્યો હતો પાકું જ હતુ એ હવે નહિ બચી શકે ! જેમ જેમ ખીણ નજદીક આવતી ગઇ તેમ તેમ ગરમી વધવા લાગી. કોઇ પણ વ્યકિત એ ગરમી સહન ન કરી શકે. કોઇ પણ વ્યકિત એ બફાટનો માર્યો પોતાના પહેરેલા વસ્ત્રો ઉતારવાની ઇચ્છા કરી શકે છતાં પણ આદિના ચહેરા ઉપર કોઇ પણ ફર્ક એ હવામાં તરતી આકૃતીને ન દેખાય !

હવે એ આકૃતિ આદિના આવા વર્તનથી ચિંતિત થઇ ગઇ. તેણે આદિને ખીણમાં ન પડવા દેતા ફરીથી ઉંચકીને ફરી પેલા પૂલ ઉપર લઇ આવી. તે બન્ને હવે સામસામે હતા. તેની તરફ જોઇ એ બોલ્યો, " મેં તને આટલો બધો હેરાન કર્યો. તને ડરાવવાની કોશીસ કરી છતાં પણ તારા ચહેરા ઉપર કોઇ ડરનો ભાવ દેખાયો નહીં તો હવે બોલ તને શું જોવે છે ? "

આદિ હવે તેની સામે જોઇ બોલ્યો, " મને મારા બધા મિત્રો પાછાં જોવે છે અને અમને આ જંગલમાંથી પાછાં બહાર નીકળવું છે."

" હું એક જ શરતે તને અને તારા મિત્રોને આ જંગલમાંથી બહાર જવાનું દવ. જો તુ મને જણાવે કે કંઇ રીતે તારા ચહેરા ઉપર ડરના ભાવ નથી પ્રગટ થયા." એ આકૃતિ ફરી એની સામે જોઇ બોલી.

આદિ તેની વાત સાંભળી હસ્યો. પછી બોલ્યો " આ બહુ મોટી વાત નથી. હું નાનપણથી યોગ કરતો આવ્યો છું. યોગમાં એવી શક્તિ છે કે તમે કોઇ પણ પ્રકારના ભય સામે જીતી શકો છો. જો બાળપણથી લઇને મૃત્યુ સુઘી તમે યોગને જીવનભર માટે અપનાવી લો છો તો યોગ તમને દરેક પરસ્થિતિમાં જીવતા શીખવાડી દે છે.

મનુષ્ય જન્મ લીધા પછી માત્ર રોજની પંદર મિનિટ યોગને જીવનભર માટે ફાળવવી જોઇએ. તમારું મગજ થોડી પણ નાનકડી મુસીબત આવતા ગભરાઇ જાય છે. જો યોગ કરશું તો એ બધા જ ભય દુર થઇ જાય છે. મનુષ્યના શરીરમાં સાત ચક્રો આવેલાં છે એ બધા જ ચક્રો શકિતશાળી થાય છે જયારે યોગ તમે રોજે કરો છો ! "

હજી તો આદિ એ પોતાનું વાક્ય પૂરું જ કર્યું હતું ત્યાં તો તેના બધા જ મિત્રો તેની પાસે આવેલા પહોંચ્યાં અને તેઓ બધા એ જગ્યા ઉપર પોતાની કાર પાસે હતા જ્યાંથી તેઓ અલગ પડ્યા હતા ! હવે બધા જ ખુશ હતા. તેઓ તરત પોતાની કારમાં બેઠાં અને રિસોર્ટ તરફ઼ હંકારી મૂકી.

તેઓ જ્યારે રિસોર્ટ પહોચ્યા ત્યારે સવાર થઇ ગયુ હોવાથી તેમની ત્રણે મિત્રો તેમની રાહ જોતી દરવાજા પાસે ઊભી હતી. એક દિવસ વધારે રોકાઇ તેઓ પોતાના ઘરે જવા હસતાં હસતાં નીકળી પડ્યા. રસ્તામાં પાછાં ફરતા એ વૃધ્ધા પણ માત્ર આદિને દેખાણી હતી જ્યાં તેઓ ખાવા માટે ઉતર્યા હતા ! માત્ર આદિ સિવાય કોઇને પણ યાદ નહતુ કે તેઓ ક્યાં હતા અને કેવી રીતે બહાર નીકળ્યા હતા ! તે વૃદ્ધા તેની સામે જોઇ હસી.

આદિ પણ તેની સામે જોઇ હસ્યો. માત્ર એ વૃદ્ધા અને આદિ જ જાણતા હતા કે તેઓ બધા જ મિત્રો મોતના મુખમાંથી સહીસલામત બહાર કેવી રીતે આવ્યા હતા ! જ્યારે તેઓ ઘરે પહોંચ્યાં ત્યારે તેમના માતા અને પિતા તેમની રાહ જોઇ રહ્યા હતા ! એ દિવસે બધાએ ઘરે આરામ કાર્યો અને બીજા દિવસે તેઓ સવારના ઓફીસ એ આવ્યા. બધા જ મિત્રો રિસોર્ટની યાદ વાગોળી રહ્યા હતા.

બધાને માત્ર એટલું જ યાદ હતુ કે તેમની કાર અકસ્માતે બંધ પડી ગઇ હતી પછી કેવી રીતે ચાલું થઇ એ કોઇને પણ ખબર નહતી. બધા જ મિત્રો ફરી પ્લાન કરવા લાગ્યા કે હવે પછી ફરી એ રિસોર્ટમાં જવું જોઇએ પણ પહેલી વખત એવું થયું કે આદિને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બધાની સામે હસી " ના " પાડી દીધી.

કારણ ન જણાવતાં માત્ર પોતાના બધા જ મિત્રોને માત્ર " યોગ " કરવા માટે કહ્યુ. તેના મિત્રો પણ વધારે કંઇ ન પૂછતા પોત પોતાના કામે લાગી ગયા. આદિ પણ પોતાના મિત્રો સાથે વાત પૂરી કરી પોતાના અનુભવોને મમરાવતો કામે લાગી ગયો.

એ જ રસ્તા ઉપરથી ફરી એક ગાડી નિકળી અને એક વૃદ્ધાએ તેમને રસ્તો બતાવતા ફરી ચેતવણી આપી. પેલા કારમાં રહેલા લોકોએ ચેતવણી અવગણી અને આગળ વધી ગયા જ્યાં જંગલ એમની રાહ જૉઇ રહ્યું હતુ !

 

સંપૂર્ણ