Padmarjun - 41 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૪૧)

“પુત્ર શાશ્વત, ગોવિંદ, સારંગ અત્યારે પદમાનાં મૃત્યુનાં કારણે શોકમાં છે એટલે શાંત છે. પછી એ તમને પણ નુકશાન પહોંચાડી શકે છે.માટે હું તમને બંનેને વીંનતી કરું છું કે તમેં વિદ્યુતનો પ્રસ્તાવ સ્વીકારી લો.”સોમે કહ્યું.


“હા મિત્ર શાશ્વત, હું તને વચન આપું છું કે આપણે જીતેલ મલંગ રાજ્યમાં સચ્ચાઈનું જ શાશન રહેશે અને ત્યાં તારો અને પદમાનો પરિવાર સંપૂર્ણ સુરક્ષિત રહેશે.હું તને ખાતરી આપું છું કે આ બાબતે જ્યેષ્ઠ કઇ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું.


“હા બેટા, તું મારો પ્રસ્તાવ પણ સ્વીકારી લે. મેં એક પુત્રીને તો ગુમાવી દીધી.હવે મારામાં બીજી પુત્રીને પણ ગુમાવી દેવાની તાકાત નથી.સારંગનાં ડરનાં લીધે રેવતી સાથે કોઈ વિવાહ નહીં કરે અને જો રેવતીનાં વિવાહ ન થયા તો મને ડર છે કે સારંગ પદમાની જેમ રેવતીને પણ…”અંજલીએ કહ્યું.



“કાકી, હું રેવતી સાથે કેવી રીતે વિવાહ કરી શકું?હું પદમાને પ્રેમ કરું છું અને રહી વાત રેવતીનાં રક્ષણની તો સારંગ માટે હું અને ગોવિંદ પૂરતાં છીયે.”



“મિત્ર, તું જ્યેષ્ઠને નથી ઓળખતો.હું પદમાને તો ન બચાવી શક્યો પરંતુ હવે તને અને તમારાં બંનેના પરિવારને પણ નથી ગુમાવવા માંગતો.”



“પુત્ર, તું રેવતી સાથે વિવાહ કરી લે એમાં જ સૌની ભલાઈ છે.”સોમે કહ્યું.



“પરંતુ પિતાશ્રી…”



“પુત્ર શાશ્વત, હું,અંજલિ અને ગોવિંદ તો ગમે તે રીતે જીવી લઈશું પરંતુ મારી પુત્રી રેવતી હવે તારી અમાનત છે અને મને તારાં પર વિશ્વાસ છે કે તું તેનું જીવનભર ધ્યાન રાખીશ.”કલ્પે કહ્યું કલ્પની વાત સાંભળીને રેવતી રડી પડી.શાશ્વતે ઉંડો શ્વાસ લીધો અને મહામહેનતે કહ્યું,



“ઠીક છે કાકા. મને તમારી વાત માન્ય છે.”



“તમે જરૂરી સામાન લઇ લો.આપણે અત્યારે જ મલંગ જવા માટે નિકળીશું.હું ત્યાં જવાની અને શાશ્વત અને રેવતીનાં વિવાહની તૈયારી કરું છું.”વિદ્યુતે કહ્યું અને રાજમહેલ તરફ ગયો.


પદમાએ પોતાનો ચહેરો ફરીથી ઢાંકી દીધો.પદમા ભારે હૃદયે પાછી ફળી.તેનાં કાનમાં પોતાના પિતાજીનાં શબ્દો પડઘાવા લાગ્યો, “રેવતી હવે તારી અમાનત છે.”


“છીને કોઈ સાંસે મેરી લૂંટે મેરા ચૈના,

સુના લગે મનવા મેરા બુજને લગે નૈના

જૈસે સિતારા તકદીર હારા કરતાં રહા ઇલતીજા,
કોઈ ચાંદ રખ મેરી શામ પર
મેરા દિલ જલે તેરે નામ પર.”



શાશ્વત,રેવતી અને બાકી બધા મલંગ રાજ્યનાં મંદિરમાં ઉભા હતાં. રેવતીએ એ જ ચૂંદડી ઓઢી હતી જે તેણે પદમાને આપી હતી. સોમે શાશ્વતનાં હાથમાં મંગળસૂત્ર આપ્યું.શાશ્વતે એ લઇ રેવતી સામે જોયું. રેવતીની આંખોમાં પાણી હતું.શાશ્વતને કલ્પન શબ્દો યાદ આવ્યાં, “રેવતી હવે તારી અમાનત છે.”

શાશ્વતે પદમાને યાદ કરી અને તેની માફી માંગી અને રેવતીને મંગળસુત્ર પહેરાવી દીધું.


“તુમ્હે કબૂલભી કરે તો તુમ હમારે નહીં,
જુદાં-જુદાં હૈ અપની મંજિલ પર કિનારે નહીં,
કદર હમારી તેરે દિલમેં પર તુમ્હારે નહીં,
જો અબ યે દિલ બતાયે તો બગાવત હો બગાવત હો.
તુમ્હે મૈં કૈસે કહું અપના અમાનત હો અમાનત હો.”


...

આ તરફ પદમા ચાલતાં ચાલતાં એક સરોવર પાસે પહોંચી. તેણે સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોયું.તેણે બાજુમાં પડેલ એક પથ્થર ઉઠાવ્યો અને પોતાનાં પ્રતિબિંબ પર ફેંકીને ચિલ્લાઈ,



“આ સુંદર ચહેરો જ છે ને આ બધાનું કારણ?તો ઠીક છે, હું પ્રતિજ્ઞા લવ છું જ્યાં સુધી સારંગનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી હું મારો આ ચહેરો કોઈને નહીં બતાવું.”એટલું કહી પદમા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.


થોડી વાર બાદ પદમા મહા-મહેનતે ઉભી થઇ અને પોતાનો ચહેરો નકાબ વડે ઢાંકીને ચાલી નીકળી એક અજાણ્યા રસ્તા પર જેની મંઝિલ વિશે ફક્ત વિધાતાને ખબર હતી.


“સુના-સુના વો રસ્તા કબ મેરી મંજિલ હુઆ,
ખોયા-ખોયા વો મિલના કિતના મુશ્કિલ હુઆ.
દો જીસ્મ થે રુહે ન થી, મિલના અગર મુમકીન નહીં
તું છોડ દે ઉસ હાલ પર,સુન લે મગર યે દુઆ
કોઇ ચાંદ રખ મેરી શામ પર, મેરા દિલ જલે તેરે નામ પર.”


ક્રમશઃ

...


( પંક્તિ 'અમાનત' & 'કોઈ ચાંદ રખ'માંથી )