Vargkhandni vaato - 3 books and stories free download online pdf in Gujarati

વર્ગખંડની વાતો - ભાગ -3

જે વિધ્યાર્થીઓ નકશાપોથી વગર વર્ગમાં બેઠા હોય તે ઉભા થશે અને અહીંયા આવીને પાંચ ઉઠકબેઠક કરશે......સમાજિક વિજ્ઞાનના શિક્ષકનો આદેશ છુટ્યો.....સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્પષ્ટપણે માનતા કે બોર્ડની પરીક્ષામાં નકશાપુર્તિના રોકડિયા ગુણથી એક પણ વિધ્યાર્થી બાકાત ના રહેવો જોઈએ....તેના માટે વિધ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકની હાજરીમાં પ્રેકટીસ કરી શકે તે માટે વિધ્યાર્થીઓ નકશાપોથી સાથે વર્ગમાં હાજર રહે તેવી અપેક્ષા રાખતા......એકવાર ઉઠકબેઠક કરાવવાથી વિધ્યાર્થીઓ ફરીવાર ભુલ કરે નહીં તેવું તેઓ માનતા....... વર્ગમાં કોઈ વિધ્યાર્થીની તાકાત નથી કે એમના આદેશનો અનાદર કરે......પાંચ વિધ્યાર્થીઓ ઉભા થઈને આગળ આવ્યા......ત્રણ ઉઠબેઠક પુરી થઈ એટલામાં દિવ્યને ચક્કર આવતા નીચે પડ્યો.......

સામાજિક વિજ્ઞાનના શિક્ષક રમણસર ક્ષણિક ગભરાઈ ગયા. વર્ગનો મોનિટર દોડતો આવ્યો.... મોનિટરે અને બીજા ઉઠકબેઠક કરવાવાળા ચાર વિધ્યાર્થીઓએ દિવ્યને પકડીને ઉભો કર્યો.....

દિવ્યને કોઈ કારણોસર અવારનવાર ચક્કર આવતા એ વર્ગના વિધ્યાર્થીઓ જાણતા હતા....વર્ગ શિક્ષક જાણતા હતા.....પરંતુ સામાજિક વિજ્ઞાનના શિક્ષક અજાણ હતા.

મોનિટર મનીષે કહ્યું, સર દિવ્યને ગઈકાલે રીશેષમાં પણ ચક્કર આવ્યા હતા....તેની બેગમાં લીંબુ-ખાંડ-પાણીનું સરબત છે. એ સરબત આપીએ તો બધું નોર્મલ થઈ જશે સર.....! જલ્દી લાવો સરબત જલ્દી લાવો રમણસર ધુંઆપુંવા થતા બોલ્યા.....

દિવ્યના દાદા અઠવાડિયા પહેલાં જ રૂબરું શાળામાં આવીને દિવ્યની આ તકલીફની જાણ વર્ગશિક્ષકને કરી ગયા હતા. સાથેસાથે વર્ગના મોનિટરને અને અન્ય વિધ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જ્યારે ચક્કર આવે ત્યારે ગભરાયા વગર, તેના દફતરમાં સરબતની બોટલ હશે જ... એમાંથી થોડું સરબત પાઈ દેજો થોડીવારમાં દિવ્ય દોડતો થઈ જશે.

સરબત પીવાથી થોડીવારમાં દિવ્યને સારું થઈ ગયું. રમણ સરે કહ્યું...દિવ્ય બેટા તને આવી તકલીફ હતી તો પહેલેથી જણાવ્યું હોત તો હું તને ઉઠકબેઠક કરવાનું ના કહેત.... ના ના સર આવું તો મારું કાયમનું છે...મારી નકશાપોથી નહીં લાવવાની ભુલ તો હતી જ ને સર....દિવ્યના મુખેથી આટલું સાંભળીને રમણસર હળવાફુલ થયા...કેમ કે વિધ્યાર્થીને કોઈપણ પ્રકારની શારીરિક સજા ના કરી શકાય એમ તેઓ સારી રીતે જાણતા હતા....આ ઘટનામાં તો વિધ્યાર્થીને ઉઠકબેઠક કરતા ચક્કર આવવા..... ભોંય પડી જવું ....એ ગંભીર બાબત હતી.

રમણસરે નોંધ્યું કે, દિવ્ય તેની બિમારીને બહુ ભાવ આપતો નહોતો.....કેટલી સરળતાથી તેણે કહીં દીધું કે, આવું તો મારું કાયમનું છે. બિમારીને નજર અંદાજ કરી જીંદગીની મજા માણી રહ્યો હતો દિવ્ય.....

રમણસરે દિવ્યને મદદ કરવાની, માર્ગદર્શન આપવાની ભાવનાથી તેના વાલીને ફોન કરવાનું નક્કી કર્યુ.

હેલો....કોણ બોલો....દિવ્યના વાલી બોલો છો ?

હા... દિવ્યના પપ્પા બોલું છું...આપ કોણ ?

હું દિવ્યની શાળામાંથી તેના સામાજિક વિજ્ઞાનના શિક્ષક બોલું છું.

બોલો બોલો સાહેબ...કેમ ફોન કરવો પડ્યો ?

આજે મારા પ્રિયડમાં દિવ્યને ચક્કર આવ્યા... પછી સરબત પાવાથી એકદમ સારું થઈ ગયું છે.... કોઈ ચિંતા કરશો નહીં...અત્યારે શાંતિથી ભણી રહ્યો છે. પછી મને એવું જાણવા મળ્યુ કે, તેને અવારનવાર ચક્કર આવે છે....શું આ વાત સાચી છે ?

હા સાહેબ....એને એવી તકલીફ છે કે.....ઘણા બધા ડૉકટરને બતાવ્યું.....બહું બધા રીપોર્ટ કરાવ્યા....કોઈ ડૉકટર સ્પષ્ટ નિદાન કરતા નથી......

આવું ક્યારથી થાય છે ?

દસમા ધોરણમાં આવ્યા પછી શરૂ થયું છે.....

એ પહેલાં ક્યારેય આવું થયું હતું ?....મતલબ નાનપણમાં....અગાઉના ધોરણમાં ક્યારેય શાળામાં ચક્કર આવ્યા હતા ? કોઈ શિક્ષકે તમને જણાવ્યું હતું ?

ના...ના...સાહેબ ધોરણ-9 સુધી એને ક્યારેય ઘરે કે શાળામાં ચક્કર આવ્યા નથી.

કોઈ માનસિક રોગોના ડૉકટરને બતાવ્યું છે ? ઘણા વર્ષોથી વિધ્યાર્થીઓની માનસિકતાને સારી રીતે પારખનાર રમણસરે પુછી નાખ્યું...

ના સાહેબ એ દિશામાં તો અમે વિચાર્યું જ નથી...

કોઈ ચિંતા કરશો નહીં...મારો એક વિધ્યાર્થી અમદાવાદનો બહુ પ્રખ્યાત માનસિક રોગોનો ડૉકટર છે. એનું માર્ગદર્શન લઈને હું તમને જણાવું છું.

ક્રમશ ભાગ -4

કનુભાઈ પટેલ (કનુ સેઢાવી)