If I am the Navtunk Supervisory Officer books and stories free download online pdf in Gujarati

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો

જો હું નવટુંક દેખરેખ નો અધિકારી હોવ તો

પ્રણામ , કોઈ પણ માણસ ને જો કોઈ કામ કરવું હોય , તો એને એના કામ ની સંપૂર્ણ જાણકારી હોવી જ જોવે , કેમ કે તો જ કામ વ્યવસ્થિત રીતે થઇ શકે છે. જો હું નવટુંક નો અધિકારી હોવ તો એની સંપૂર્ણ જાણકારી રાખવી એ મારી જવાબદારી છે. તો સો પહેલા તમને એ જાણકારી આપવા ચાહું છું.
11474 પ્રતિમા , 124 જીનાલયો ,739 દેરી ઓ અને 8461 ચરણ પાદુકાઓ. આ છે વૈભવ નવટુંક નો. અને દરેક ટૂંક ની અલગ વાર્તા અને અલગ કહાની. અરબી સમુદ્ર માંથી નીકળેલી ફણાં વાળા પાર્શ્વનાથ ભગવાન, સુખડ માંથી બનેલા નેમિનાથ ભગવાન, આદિનાથ ભગવાન ની માતા મરુદેવી માતા ની દેરી, પાલીતાણા ના પથ્થર માંથી બનાવેલી અદબદજી દાદા નામથી ઓળખાઈ એવા આદિનાથ દાદા, અને રત્ન ના ઢગલા ના સાથિયા, અને નંદેર્શ્વર દ્વીપ ની રચના વાળું દેરાસર, સહસ્ત્ર કૂટ અને 1024 જીનાયલો પગલાં, પાંચ પાંડવો ની દેરી આ વૈભવ છે નવટુંક નો .

પણ, કદાચ કોઈ પણ ટૂંક ની બહાર દરેક ટૂંક નો વૈભવ કે ઇતિહાસ લખેલો નથી. જેની ખાસ જરૂર છે.આવનાર યાત્રિક પૂછે છતાં પૂજારી પાસે એટલી જાણકારી પણ નથી કે એ આપી શકે.જેની તાત્કાલિક જરૂર છે.તો સો પહેલા આ જાણકારી પૂજારી અને ત્યાં કામ કરતા લોકો ને હું આપીશ.

આટલો મોટો વૈભવ હોવા છતાં યાત્રિકો ની સંખ્યા આટલી ઓછી કેમ લોકો નો ઘસારો મોટી ટૂંક તરફ જ કેમ વધુ. તો જવાબ આપવો પડે ફક્ત ફક્ત આદિનાથ મોટી ટૂંક સિવાય બીજી ટૂંક ને દુરલક્ષ્ય દોરવાનો પ્રયાસ. કોઈ મોટી ટૂંક ના દાદા ને પક્ષાલ કરી ને આવે તો એને એની જાત્રા સફળ લાગે છે. પણ બીજા ટૂંક ના દેરાસર નું શું ????? જો કોઈ યાત્રી મોટી ટૂંક ની જાત્રા કરી ને આવે તો શું કોઈ પૂછે છે - નવ ટૂંક ની જાત્રા કરી કે નહીં????? . શું કોઈ પણ યાત્રી ને વસવસો રહે છે એની નવટુંક ની યાત્રા નથી થઈ ????? ના કેમ કે ,અત્યાર સુધી આપણે એવું લક્ષ્ય રાખવ્યું જ નથી કે નવટુંક યાત્રા થી યાત્રા સફળ થાય છે. જે મારા હિસાબે લોકો ને કેવું જ જોવે . જો નવટુંક ની જાત્રા ના કરો તો યાત્રા સફળ ગણાશે નહીં.
આજે નવટુંક ના દેરાસર માં સવા સોમા ની ટૂંક છે જેમાં 702 ભગવાન છે.પણ પૂજારી કેટલા , ફક્ત ફક્ત 14 . એટલે 1 પૂજારી ના હાથ માં ભગવાન આવ્યા 50. દરેક ભગવાન ને અંગલુછણાં, કેસર અને બીજી પૂજા કરતા 10 મિનિટ પણ લાગે તો સમય થયો 500 મિનિટ. તો શું લાગે છે ???? કોઈ પણ પુજારી ભગવાન ને પૂરતો ન્યાય આપી શકતો હશે ખરા.જો દરેક યાત્રિક ફક્ત 3 જ ભગવાન ને અંગલૂછણાં, કેસર, ફૂલ પૂજા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો તો કોઈ પણ ભગવાન પૂજા થી વંચિત નહીં રહી શકે.તો હું દરેક યાત્રિક ને વિનંતી કરીશ કે ફક્ત 3 જ ભગવાન ને પૂજા કરે.
પહેલા ના સમય માં મોટી ટૂંક અને નાની ટૂંક જાવા માટે અલગ રસ્તો નહોતો. આ રસ્તો તો મોતિશા શેઠ ની ઉદારતાથી કુંતાસર ની ખીણ ને પુરી ને રસ્તો બનાવામાં આવ્યો. જેથી લોકો ને અગવડ ના પડે. પણ હમણાં લોકો નવટુંક ના રસ્તા ને ભૂલી ને સીધા મોટી ટૂંક તરફ જ જતા રહે છે. પણ જો હનુમાન ધારા તરફ ના રસ્તા પર નવટુંક ની જાત્રા કરવા માટે રોજ જો 2 માણસ કે 2 જિનશાસન ના સેવકો લોકો ને પ્રેરિત કરે તો નવટુંક નો ઇતિહાસ બદલાઈ જાય. અત્યારે પેઢી ના આદેશ થી સેવકો 3 ગિરિરાજ સેવા કરવા માટે આવે જ છે.એવી વ્યવસ્થા કાયમી ધોરણે થાય એવી યોગ્ય વ્યવસ્થા કરવી જ જોવે.અને વર્ષ માં એક વાર મોટી ટૂંક ના રસ્તો બંધ કરી લોકો ને નવટુંક ના રસ્તા થી જાત્રા કરવાની પ્રેરણા કરવી જોવે.
આજ નો જમાનો ડિજિટલ યુગ નો જમાનો છે. લોકો જે જોવે છે . એજ લોકો કરવા માંગે છે. તો નવટુંક ના દરેક તીર્થ નો એક નાટક તૈયાર કરી તેને દરેક ધર્મશાળા માં દેખાડી શકાય તેવી હું વ્યવસ્થા ગોઠવીશ અને દરેક ટૂંક ની નવી માહિતી લોકો સુધી મળવી જોવે.જેથી લોકો ઉત્સુકતા થી પણ નવટુંક ની યાત્રા કરે. જેમ કે
1 ) શું તમને ખબર છે ગિરિરાજ પર સૌથી સફેદ પ્રતિમા ક્યાં છે.
2 ) ક્યારે જિંદગી માં સુખડ માં પ્રતિમા જોયા છે ખરા.
3 ) વર્ષ માં એક જ વાર પૂજા થાય એવા પાલિતાના ના પથ્થર માંથી બનાવેલી પ્રતિમા ક્યારે જોઈ છે ખરા.
4 ) નંદીશ્વર દ્વીપ ની રચના વાળુ દેરાસર તમે જોયું છે ખરા.
5 ) મરુદેવી માતા ના ખોળા માં રમતા આદિનાથ દાદા ના દર્શન કર્યા છે ખરા.
6 ) સાસુ વહુ ના ગોખલા અને અરબી સમુદ્ર માંથી મળેલા સહસ્ત્ર ફના વાળા પાર્શ્વનાથ ભગવાન તમે જોયા છે ખરા.

ના તો પધારો નવટુંક ના દર્શન કરવા જો નહીં કરો તો ઘણું પસ્તાસો.

આવા બેનર અને આવા પોસ્ટર હું દરેક ધર્મશાળા અને ગિરિરાજ ના ખૂણે ખૂણે લગાવીસ જેનાથી નવટુંક પાછું ધમધમતું થાય.
ગિરિરાજ મારો કે તમારો નહીં આપણા બધાનો છે.જો ગિરિરાજ ના એક એક કણ બચાવવા માટે લાખો લોકો એ પોતાના પ્રાણ ની આહુતિ આપી છે. આજે મારા માં એટલી તાકાત નથી કે હું આવા દેરાસર બંધાવી શકું. એટલું સૌભગ્ય પણ નથી પ્રાપ્ત થયું કે આ દેરાસર બચવા પોતાના પ્રાણ ને આહુતિ આપી શકું.પણ મને આ દેરાસર ની સેવા કરવાનો મોકો મળ્યો છે. જેની માટે હું ખૂબ ખૂબ ઋણી છું. મારી ઈચ્છા છે કે દરેક દરેક યાત્રિક પણ લોકો ના બલિદાન યાદ કરી ને નવટુંક ની યાત્રા કરે અને મોક્ષ પદ ને પ્રાપ્ત કરે એજ શુભેચ્છા પ્રણામ