Maadi hu Collector bani gayo - 37 books and stories free download online pdf in Gujarati

માડી હું કલેકટર બની ગયો - 37

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૭

જીગર સવારના સાત વાગ્યે એકેડમીના ગેટ પર આકાશ સાથે તેના માતાપિતા ની રાહ જોઈ રહ્યો હતો. પંકજ સાથે તેના માતા પિતા ગેટ પાસે પોહચ્યાં. જીગર પિતાજીને પગે લાગ્યા બાદ માતા ને ભેટી પડ્યો તેની માતાની આંખ માં હરખના આંસુ ને તે સ્પષ્ટ જોઈ રહ્યો હતો તો પિતા ના આંખોમાં ગર્વની લાગણી! આકાશે પણ માતાપિતાના ચરણ સ્પર્શ કરીને નમસ્તે કહીને ઉભો રહ્યો. જીગરે ગેટ પાસે પાસ બનાવીને માતાપિતા પંકજ અને આકાશ સાથે તેના રૂમ પર ગયા.
આકાશ ટ્રે માં બધા માટે ચા લઈને આવ્યો. આમ જ હસી મજાક અને ચર્ચાનો દોર ચાલી રહ્યો હતો.

જીગરે સમય નો લાભ લઈને વર્ષાની વાત તેની માતાને જણાવી દીધી અને કહ્યું કે તેના માતાપિતા આજે અહીંયા આવવાના છે. શરૂઆતમાં માતા એ ઘણા પ્રશ્નો કર્યા પછી માતા આખરે માની ગઈ.
ક્યારે એ ત્રણ ની ટકોર વાગી ગઈ ખબર જ ન પડી.
પંકજ એકેડમી માં બધી જ વસ્તુ ને ધ્યાનથી જોઈ રહ્યો હતો. બધા ઓફિસર ની રહેણી કરણી તેમના સ્વાભાવો ને બારીકાઈથી જોઈ રહ્યો હતો.

ત્રણ વાગ્યે જીગર કાર્યક્રમની રૂપરેખા જોઈ રહ્યો હતો ત્યાં પાછળથી આકાશ એ બૂમ પાડી અને કહ્યું
આકાશ - સાહેબજી, મેડમ અને તેના પિતાજી ગેટ પર આવી ગયા છે.
જીગર અને આકાશ બંને ગેટ પાસે પોહચ્યાં. જીગર અને આકાશ એ વર્ષા અને તેના માતાપિતા ને નમસ્તે કહીને તેનું સ્વાગત કર્યું. વર્ષા હવે જીગરને જોઈને મુસ્કુરાઈ રહી હતી.

જીગર વર્ષા અને તેના માતાપિતા ને પોતાના માતાપિતા સાથે મુલાકાત કરાવી દીધી. આમ જ ચાર વાગી ગયા હતા બધા જ હવે કાર્યક્રમ માં લગાવેલ સોફા પર બેઠા બેઠા કાર્યક્રમ જોઈ રહ્યા હતા.
કાર્યક્રમ પુરા થયા બાદ સાંજે સાત વાગ્યે બધા સાથે ડિનર કરી રહ્યા હતા.

ડિનર પૂરું થયા બાદ જીગર ના પિતાજી અને વર્ષા ના પિતાજી એક ખૂણામાં કંઈક ચર્ચા કરી રહ્યા હતા. તો બીજી બાજુ બંને ના માતા પણ અલગ જગ્યાએ બેસીને ચર્ચા કરી રહ્યા હતા.
જીગર અને વર્ષા બંને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. બાજુમાં બેઠેલ આકાશ અને પંકજ પણ આ દ્રશ્ય જોઈને આકાશ બોલ્યો
આકાશ - સાહેબજી, મને લાગે છે કે તે તમારા અને મેડમ ના લગ્નસબંધી ચર્ચા કરી રહ્યા છે.
જીગરે ને ચેન ન પડતા - ખાલી હા માં જવાબ આપ્યો.
આકાશ - પણ સાહેબજી, હવે તો તમે બંને અધિકારી બની ગયા છો પછી આવી ગંભીર ચર્ચા કેમ?
હવે વર્ષા એ આકાશના પ્રશ્ન નો જવાબ આપતા કહ્યું
વર્ષા - આપણે ગમે તેટલા મોટા બની જઈએ પણ માતાપિતા નો આપણા પ્રત્યેનો પ્રેમ એનો એજ રહે છે આ ચિત્ર તેનું જ વર્ણન કરે છે આકાશ!

થોડો સમય બાદ બંને ના માતાપિતા આવી ગયા. તેમને લીધેલ નિર્ણય જીગર અને વર્ષા સમક્ષ રાખી દીધો કે જીગરની ટ્રેનિંગ પુરી થયા બાદ બંનેના લગ્ન કરાવી દેશે.અને જીગરની માતા એ વર્ષા ના હાથમાં સગુન રૂપે પોતાની સોનાની બંગળી આપી અને કહ્યું - ખુશ રહો..!!
જીગર ના કહેવાથી આકાશ મીઠાઈ લઈને આવ્યો અને બધા એ મીઠુ મોઢું કર્યું. બધાજ ખુશીના માહોલ માં મશગુલ જોવા મળી રહ્યા હતા. જીગર અને વર્ષા ખુબ જ ખુશ હતા. જાણે તેની બધી જ સમસ્યા નું સમાધાન મળી ગયું હોય.

આમ જ રાત વીતી ગઈ. સવારે જીગરના માતાપિતા અને પંકજ ઘરે જવા રવાના થયા. જીગર ગેટ સુધી મુકવા ગયો. અને તેઓ ચાલ્યા ગયા.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

ત્યાં પંકજ જીગરના માતા પિતાને છોડવા ગામ સુધી પોંહચી ગયો.
ગામ માં જતાં જ પંકજ ને ભુરકાકા મળી ગયા.
પંકજ - અરે ભુરકાકા પ્રણામ, કેમ છો શુ ચાલી રહ્યું છે?
ભુરકાકા - અરે પંકજ, અમારે તો તેજ ટ્રેકટર ચાલી રહ્યું છે, ખતરે પણ ઠીક છે. તારું બતાવ! હવે ક્યારે પુરુ થશે તારુ આઈ.એ.એસ વાળું ભણવાનું? હવે કેટલા દિવસ બેટા ? ગામમાં જતાં જ પંકજ ની સમક્ષ યક્ષ પ્રશ્ન નો સામનો કરવો પડ્યો.

પંકજ - હા કાકા, બસ હવે થઈ જશે. પંકજ આટલું કેહતા નીકળ્યો.

પંકજ ઘરે પોહચ્યો દરવાજે તેના પિતાજી ઉભા હતા.
પંકજે પ્રણામ કરતા પિતા બોલ્યા
પિતા - ખુશ રે, આવી ગયો. આટલો દુબળો કેમ થઈ ગયો છે ખવામાં ધ્યાન આપતો જા.
ત્યાં જ તેની માં દોડતી આવી.
માતા - અરે તમે પણ શુ, ઘણા સમય પછી પંકજ ઘરે આવ્યો છે અને તમે પ્રવચન શરૂ કરી દીધું
પિતા - જો ચેહરો અને શરીર સાવ દુબળું થઈ ગયું છે. જા કંઈક બનાવીને ખવડાવ!
પંકજ તરફ જોઈને માતા એ કહ્યું - સાંભળ હવે થોડા દિવસ ભણવાનું છોડીને અહીંયા શાંતિ થી રહેજે.
પંકજ - નહીં માતા, બે દિવસ માં જવાનું છે, પરીક્ષા નજીક છે.

પંકજ ઘરે બે દિવસ રોકાઈને પાછો દિલ્લી પોંહચી ગયો.
પ્રિલીમ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું. પંકજ અને પંડિત બંને એ પ્રિલીમ પરીક્ષા પાસ કરી લીધી. આ વાત પંકજે જીગરને પણ ફોન કરીને જણાવી. બીજી બાજુ ગુપ્તા એ પણ gpsc ની પ્રિલીમ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી.

to be continue...
ક્રમશ....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"