Maadi hu Collector bani gayo - 38 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 38

Featured Books
Share

માડી હું કલેકટર બની ગયો - 38

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૮

સિવિલ સર્વિસ ટ્રેનિંગ નો એક અભિન્ન હિસ્સો હોય છે ભારતદર્શન.
ભારતદર્શન ના ભાગરૂપે હવે જીગર અને બધા ઓફિસર ને દેશના વિભિન્ન જગ્યાઓની મુલાકાત અને ત્યાંની પ્રશાસન અને લોકોની સમસ્યાઓ વિશે ઘણું બધું જાણવા મળતું હંતુ. પુરા ભારત ભ્રમણ કર્યા બાદ હવે જીગર દિલ્લી રેલ્વે સ્ટેશન પોહચ્યો. બધાના હાથમાં ભારી ભરખમ બેગ હતા. જીગર સાથે ૧૪ બીજા પ્રોબેશનરી ઓફિસર થઈને એક કુલ પંદર જણા નું ગ્રુપ હતું. નવી દિલ્લીમાં આવીને બધાને એવુ મેહસૂસ થયું કે જાણે સૌર મંડળ માંથી સફર કરીને ધરતી પર પાછા ફર્યા હોય.

બધાજ સ્ટેશને ઉભા હતા. તેને એકેડમી માંથી કોઈ લેવા માટે આવવાનું હતું બધા જ તેની રાહ જોઈ રહ્યા હતા. હવે જીગરના ગ્રુપ માં બધા જ રેલ્વે સ્ટેશન ની દયનીય સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા હતા. આખીરકાર એકેડમી તરફથી એક કાર હોટલ સમ્રાટ પર બધાને વિશ્રામ કરવાનો હતો. અને બીજા દિવસે ભારતીય સંસદ ની મુલાકાતે જવાનું હતું.

બીજા દિવસે સંસદ ભવન અને સચિવાલય ભવનની મુલાકાત સાથે હવે બધા જ ઓફિસર ની ભારતદર્શન યાત્રા મસૂરી જઈને પુરી થઈ.

જીગર ચાર મહિના પછી પાછો એકેડમી માં તેના રૂમ પર આવ્યો. અંતિમ ભાગ ની ટ્રેનિંગ શરૂ થઈ.

એક દિવસ આકાશ અને જીગર બંને બેઠા હતા આકાશ ને ખબર પડી ગઈ હતી કે જીગર ની હવે થોડાક દિવસ ટ્રેનિંગ પુરી થઈ જશે અને તેને દુઃખી અવાજે કહ્યું.

આકાશ - સાહેબજી, તમે તો ટ્રેનિંગ પુરી થયા બાદ અહીંથી ચાલ્યા જશો, પછી મને ભૂલી તો નહીં જાઓને!
જીગર - નહીં દોસ્ત તું ?
આકાશ - સાહેબજી, અહીંયા તમે એક જ એવા મળ્યા જેને મને પોતાના નાના ભાઈની જેમ રાખ્યો બાકી.....!!
જીગર - તું ઉદાસ ન થઈશ દોસ્ત.
આકાશ - સાહેબજી, તમને જ્યાં કેડર મળેને હું પણ ત્યાંજ આવી જઈશ. હું કોઈક બીજું કામ પણ શોધી લઈશ.
જીગરે ખીચાય કરતા કહ્યું - અચ્છા માની લે મને કોઈ નક્સલી એરિયામાં પોસ્ટિંગ મળ્યું તો?
આકાશ ઈમાનદારીથી કહ્યું - હા સાહેબજી, તો ત્યાં હું આવી જઈશ.

જીગર હવે આકાશની વાતને સમજી રહ્યો હતો. આકાશ ભોળો હતો અને ઈમાનદાર પણ જીગર પણ તેની મદદ કરવા માંગતો હતો. તે જીગરના આખા દિવસનું આયોજન એકલા હાથે અને સાવ નાની ઉમરે જ નિભાવી રહ્યો હતો ભલે તેના માં થોડી જ્ઞાન ની કમી હતી પરંતુ કર્મ કરવામાં તે ક્યારેય પાછી પાની કરી ન હતી આજ ગુણ જોઈને જીગર ને થયું કે આગળ જતા આકાશ ને જો સરખી ટ્રેનિંગ આપવામાં આવે તો શાયદ તે ઘણો આગળ વધી શકે તેમ છે.
જીગર - અચ્છા આકાશ, શું તું મારા માટે કામ કરી શકીશ.
આકાશ - સાહેબજી, તમે જે કહેશો તે કરીશ.
જીગર - મારી સાથે જ્યાં પોસ્ટિંગ મળે ત્યાં મારો સહાયક બનીશ?
આકાશ - હા સાહેબજી, પણ મને અંગ્રેજી નથી આવડતું.
જીગર - આકાશ હું તને એક સહાયક થી મારા પી.એ સુધી તને જોવા માંગુ છું. તું બનીશને ?

આકાશ - હા સાહેબજી, તમે મને શીખવશો તો હું બધું શીખી જઈશ.

આકાશ હવે તેના ખ્યાલો ની દુનિયામાં ખોવાઈ ગયો.

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

બીજી બાજુ પંકજ હવે તેની મુખ્ય પરીક્ષા ને લઈને સતર્ક થઈ ગયો હતો. તેને હવે મુખ્ય પરીક્ષામાં લખવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. પંકજે હવે દરરોજ પાંચ કલાક માં દરરોજ ના બે પેપર લખવાની શરૂઆત કરી. તો પંડિતે પણ આજ ફોર્મ્યુલા ને કોપી કરતા તે પણ પંકજ ની સાથે આ મિશન માં જોડાઈ ગયો.

બંને ની એક જ દિનચર્યા હતી. સવારે મુખ્ય પરીક્ષાના સિલેબસ મુજબ તૈયારી અને ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી દસ અગિયાર વાગ્યા સુધીમાં લખવાની પ્રેક્ટિસ શરૂ કરી. આજ દરમ્યાન મોક ટેસ્ટની યોજનાઓ માં પણ બંને એ ભાગ લીધો. પંકજ અને પંડિત બંને ના મોક ટેસ્ટ માં સારા માર્ક આવવા લાગ્યા હતા. ગુપ્તા તેની મુખ્ય પરીક્ષાની તૈયારી દીક્ષિતાની સાથે કરી રહ્યો હતો. આમજ એ મુખ્ય પરીક્ષાનો દિવસ નજીક આવી ગયો જેની પંકજ અને પંડિત રાહ જોઈ રહ્યા હતા.
હા...લ્યા...એજ....મુખ્ય પરીક્ષા...!!

to be continue....
ક્રમશ...
જયદીપ સોનારા "વિદ્યાર્થી"