Maadi hu Collector bani gayo - 36 in Gujarati Motivational Stories by Jaydip H Sonara books and stories PDF | માડી હું કલેકટર બની ગયો - 36

Featured Books
Share

માડી હું કલેકટર બની ગયો - 36

🚔માડી હું કલેકટર બની ગયો 🚔

ખંડ -૩૬


પંકજે જીગરના કહેવા મુજબ જ ધ્યેય આઈ.એ.એસ માં કલાસ શરૂ કર્યા. મુખ્ય પરીક્ષાની તૈયારી તેને શરૂ કરી.
જીગર સાથે ચર્ચા કરતા જીગરે કહેલું કે પ્રથમ તો સિલેબસ પૂરો કરવો બધાજ ટોપિક અને પ્રિલીમ પરીક્ષાની તૈયારી અને મુખ્ય પરીક્ષાની બંને ની તૈયારી સાથે જ કરવાનું પંકજ ને સૂચવેલું પંકજે તે મુજબ જ શરૂઆત માં ncert અને ત્યાર બાદ અન્ય નોટ્સ અને મુખ્ય પરીક્ષા માટે રોજના શરૂઆતમાં ત્રણ જવાબો લખવાનું શરૂ કર્યું.

સવારે કલાસ અને ત્યારબાદ બોપર ના સમયે પંડિત અને પંકજ સાથે મળીને જમવાનું બનાવતા અને જમ્યા બાદ પંકજ અને પંડિત બંને તૈયારીમાં લાગી જતાં હતાં.

હવે upsc પ્રિલીમ પરીક્ષાના ફોર્મ આવી ચુક્યા હતાં. પી.ટી નું ફોર્મ આવવું મુખર્જીનગર માં એક યુદ્ધ પહેલાં વાગેલ ઢોલક જેમ જ હતું. પોતાની તૈયારી માં સતર્ક થવાનો આ એક મોકો બની જતો. જે શાયદ ઓછી તૈયારી કરતા હોય તે પણ જાગી જતાં અને તૈયારીમાં લાગી જતાં હતાં. વારંવાર પ્રિલીમ ફેઈલ થી લઈને બે ત્રણ વખત ઇન્ટરવ્યૂ આપેલ બધા જ પોતપોતાના હથિયાર (પુસ્તકો) લઈને દિલથી તૈયારી કરવા લાગતા હતાં. upsc નું ફોર્મ ભરીને પરીક્ષાર્થીઓ અપ્રવાસી પંખીની જેમ જ રૂમ માં અને લાઈબ્રેરી માં પોતાની જાત ને બંધ કરી દેતા. અને બત્રા ચોક માં એવા લોકો જ રખડતા જે આ વર્ષે પરીક્ષા માં બેસવાના ન હોય.
કોચિંગ કલાસ નું માર્કેટ પણ ધમધમવા લાગતું જાણે મકરસન્ક્રાંતિ માં જેમ તલ અને મમરાના લાડવા જેવી વાનગીઓનું વેચાણ થતું તેવી રીતે અહીં મોક ટેસ્ટ અને કરેન્ટ અફેર્સ નામની મીઠાઈઓ લોન્ચ થતી હતી. તો કોઈક છોકરાઓને પહેલાં દિવસે જ ફોર્મ ભરવાનો શોક હતો જાણે કોઈ ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો! પંડિત આ ક્રેજી માણસોમાંનો એક હતો. તેને પંકજ ને લઈને સીધો જ upsc કાર્યાલય ધોલપુર હાઉસ, શાહજહાં રોડ પર પોંહચી ગયો.અહીંયા આવીને ફોર્મ ભરવાની એક અલગ જ ફીલિંગ આવતી.
પંકજે પહેલી વખત upsc ભવન જોયું. અને પંડિત બોલ્યો - આપણું ઇન્ટરવ્યૂ અહીંયા થશે. અંતિમ મંજિલ આ જ છે.
અહીંનું દ્રશ્ય પ્રેરણાત્મક હતું. ફોર્મ ભરીને બંને ચાટ ખાઈને રૂમ પર જઈને તૈયારીમાં લાગી ગયા.

મુખર્જીનગર નું તાપમાન વધી ગયું હતું. દરેક રૂમ માં જ્ઞાન રૂપી ધુમાડો ઉડી રહ્યો હતો. બધા જ પોતપોતાની રણનીતિ ઘડીને પુસ્તકો સાથે ધુણી ધખાવીને બેઠા હતાં. પંડિત અને પંકજ સાથે તૈયારી કરતા હતાં. ગુપ્તા તેની gpsc ની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.

પંકજ અને જીગર બંને સાથે મોક ટેસ્ટ પણ શરૂ કરી દીધા હતાં. પંકજ ને એક દિશા મળી ગઈ હતી એક બાજુ તે તેના બધા જ ડાઉટ જીગર સાથે રાત્રે ફોન કરીને પૂછી લેતો હતો અને થોડા કલાસ અને પંડિત પાસે સોલ્વ થઈ જતાં. પંકજ અને પંડિત બંને દિવસ રાત જોયા વગર વાંચી રહ્યા હતાં પંકજને પહેલી વખત કોન્ફિડેંસ આવવા લાગ્યો આવી તૈયારી તેને કરી જ ન હતી. મોક ટેસ્ટ માં પણ સારા માર્ક આવવા લાગ્યા હતાં. અને અંતે એ દિવસ આવી ગયો.
હા લ્યા એજ..........પ્રિલીમ પરીક્ષાનો....!🤗!

આજે પ્રિલીમ ની પરીક્ષા હતી કોઈક માટે કાયમતનો દિવસ તો કોઈક માટે જિંદગીને બદલવાનો દિવસ હતો. સવારે છ વાગ્યા પંકજ એલાર્મ વાગતા ઉઠી ગયો.

પંકજ - ઓય...પંડિત ઉઠ જલ્દી મોડુ થાય છે સાત વાગ્યે સેન્ટર પર પોંહચવાનું છે.

પંડિત સવારના બે વાગ્યે સુતો હતો. આ વખતે તેના માટે કરો....યા...મરો ની સ્થિતિ હતી. પંડિત લક્ષ્મિકાન્તની ભારતીય રાજવ્યવસ્થા ની બુકને તેના મોઢા પાસે થી હટાવતા નીચે રાખી. પંડિત ઉભો થયો. તે તૈયાર થવા ગયો ત્યાં પંકજે ચા બનાવી લીધી. પંડિત હવે હનુમાન ચાલીસા વાંચીને ભગવાનને રીઝવવા માં મથ્યો હતો તો પંકજ ને જલ્દી સેન્ટર પર પોંહચવું હતું શાયદ તેને ડર હતો કે મોડું ન થઈ જાય. પંકજ અને પંડિત ચા ની ચુસ્કી મારીને પોતપોતાના કોલ લેટર અને જરૂરી સામાન લઈને બત્રા ચોક પોહચ્યાં.

બત્રા ચોક પાસે ગુપ્તા શુક્લા ટી સ્ટોલ પાસે હાથ માં એક ગુલાબ લઈ અને તૈયાર થઈ ઉભો હતો. પંડિત અને પંકજ સામે જ ઉભા હતાં પંડિતની નજર ગુપ્તા પર પડતા બંને રોડ ક્રોસ કરીને ગુપ્તા પાસે ગયા. ગુપ્તા એ પંડિતને આવતા જોઈને ગુલાબ સંતાડવા લાગ્યો પણ કોઈ એવી જગ્યા ન મળી કે તે સંતાડી શકે!

પંડિત - ગુપ્તાને ચીડવતા બોલ્યો- કેમ ગુપ્તા આજે પરીક્ષા આપવા નથી આવવું?
ગુપ્તા ગુસ્સા માં - અરે પંડિત, તું ચુપચાપ તારા સેન્ટરે પોંહચ.
ગુપ્તા શાયદ કોઈની રાહ જોઈ રહ્યો હોય તેમ પરીક્ષાર્થીઓની ભીડમાં કોઈકને શોધી રહ્યો હતો.

પંડિતને હવે મોકો મળી ગયો. પંડિતે હવે ગુપ્તાના હાથમાં રાખેલ એ ગુલાબ છીનવી લીધું અને બોલ્યો - ઓહ આ ગુલાબ કોના માટે છે ગુપ્તા!

ગુપ્તા હવે ગુસ્સે ભરાયો તેને તેના પગમાંથી ચપ્પલ લઈને મારવાની એક્ટિંગ કરતા કહ્યું - લાવ તો પંડિત, તું ચુપચાપ જા નહીંતર.....!!

ત્યાં જ સામેથી એક છોકરી આવી ગુપ્તા તેને જોઈને પંડિતને ધક્કો મારતા અને ગુલાબ લઈને તે છોકરી તરફ ચાલવા લાગ્યો.

ગુપ્તા - ઓહ દીક્ષિતા, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. ફુલ દીક્ષિતા ના હાથમાં આપતા બોલ્યો. આ તારા માટે છે.
દીક્ષિતા એ ફુલ લઈ મુસ્કુરાઈ
ગુપ્તા તેને સેન્ટર છોડવા માટે જઈ રહ્યો હતો. પંડિત અને પંકજ આ દ્રશ્ય જોઇ રહ્યા હતાં. ગુપ્તા ના ગયા પછી પંડિતે પંકજ ને કહ્યું

પંડિત - આ વખતે ગુપ્તા બરોબરનો ફસાવાનો છે. હાહાહા...
પંકજ - કેમ ?
પંડિત - તે છોકરી ને હું ઓળખું છું. તે દૃષ્ટિ આઈ.એ.એસ અમારી સાથે જ હતી. તે દર વર્ષે એક નવો જ બોય ફ્રેન્ડ બનાવે છે. આ વખતે ગુપ્તા નો વારો હશે.
પંકજ ને હવે આ વાત માં કોઈ જ રસ ન લાગતા તેને કહ્યું - ચાલ પંડિત હવે મોડું થાય છે.

બંને પોતપોતાના સેન્ટરે પોહચ્યાં. આમ પ્રિલીમ પરીક્ષાના બંને પેપર પુરા થયા. પ્રિલીમ ના બંને પેપર આપીને પરસેવાથી રેબજેબ માનસિક રીતે થાકેલ પંકજ સેન્ટર પર થી એવી રીતે બહાર નીકળ્યો જાણે સુનિતા વિલિયમ્સ અવકાશયાત્રા બાદ યાન માંથી નીકળી હોય!

🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔🚔

બીજી બાજુ જીગર અને આકાશ દિલ્લીથી મસૂરી આવ્યા ને ઘણા દિવસો થઈ ગયા હતાં. જીગરની ટ્રેનિંગ પુરા જોશથી ચાલી રહી હતી. વર્ષા સાથે વાત કરવાની જીગરને ખુબ જ ઈચ્છા થતી પરંતુ એકેડમી માં નિયમો સખ્ત હતાં. જીગરે હવે આકાશના ફોનમાંથી વર્ષા સાથે વાત કરવાની શરૂ કરી દીધી. જીગર હવે વર્ષા સાથે પોતાની નવી જિંદગીના સપનાઓ જોવામાં વ્યસ્ત હતો.

આજ દરમ્યાન જીગરના ટ્રેનિંગ ના એક ભાગરૂપે બધાજ ઓફિસર ના માતાપિતા અને સબંધી માટે એક કાર્યક્રમ રાખ્યો હતો. જીગર પણ ઉત્સાહિત હતો.અને પણ તેના માતાપિતા અભણ હતાં તે અહીં સુધી કઈ રીતે પોંહચશે તેને ચિંતા સતાવવા લાગી અને ત્યાં સુધીમાં પંકજ ની પ્રિલીમ પરીક્ષા પણ પુરી થઈ ગઈ હતી. જીગરે પંકજ ને ફોન કર્યો અને દિલ્લી થી ફ્લાઇટ દ્વારા અમદાવાદ સુધી પંકજ ગયો અને તેના માતા પિતાને ફ્લાઇટ માં દેહરાદૂન સુધી લઈને આવ્યો. જીગર ના માતાપિતા પ્લેન માં તો શું તે ક્યારેય ટ્રેનમાં પણ બેસ્યા ન હતાં. આજે માતાપિતાને જીગર પ્રત્યે ગર્વ ની લાગણી અનુભવવા લાગી. પંકજ તેના માતાપિતાને લઈને મસૂરી આવી ગયો. જીગરે વર્ષા ને અને તેના માતાપિતાને પણ કાર્યક્રમ માં આવવાનું આમંત્રણ આપ્યું.

આજે સાંજે કાર્યક્રમ હતો.
to be continue....
જયદીપ સોનારા "વિદ્યાર્થી"