Laughter of Hasya - 2 books and stories free download online pdf in Gujarati

laughter of હસ્યા

માથાભારે રામુ

ચંસેદ ચેલ્ચી. નામ અજીબ અને સરનેમ પણ અજીબ. આ ભારતીય પિતા અને અંગ્રેજ માતા દ્વારા પેદા થયેલ સંતાન. આ સંતાન અત્યારે લગભગ સીત્તેરનું થયું હશે. તેના પણ સંતાનો અને તેના પણ સંતાનો છે. દાદા બની ગયા. લાંબા સમય ગાળામાં અંગ્રેજ ત્યાર બાદ સરકાર તરક્કી અને હવે ટેકનોલોજી આ બધું જ જોયું છે.

એક સમયે અંગ્રેજોને પણ ડરાવનાર ચંસેદના ઘરમાં રાજ માતાનું હતું. તે રહ્યું. પોતે લગ્ન કર્યા તે પત્નીનું રાજ આવ્યું. આજે પણ માતાને તે વાત કરી હસી લે છે. છોકરામાં પણ તે જ સંસ્કાર ઉતર્યા. તેનો ગર્વ લેવો કે નહિ. તે સમજી શક્ય નહિ.

ખુદ્દાર ચંસેદ પોતે ઝૂક્યા નથી. પણ જ્યારે ઘરની વાત આવે ત્યારે માન તેમના કરતા નોકર રામુનું વધારે. સોસાઈટીમાં આવેલ તમામ બંગલામાં કામ કરે. અહીં મહિલાઓ આખો દિવસ, મંદિર, કિટી પાર્ટી, સમાજ સેવા અને બીજા મહત્વના કામ કરે. માટે રસોઈથી લઇ સફાઈના કામ માટે સમય ના મળે. આથી નોકરની જરૂર પડે. તે સમયે નોકર લાલજી ખુબજ જાણીતો. પણ તે ચાલ્યો ગયો. તેને કોઈ બીજું કામ મળી ગયું. તેમાં ખુબજ પૈસા હતા. તે રામુ આવ્યો. પણ નોકર શોધવામાં ઘણી મુસીબત આવી હતી. આથી તે ચાલ્યો ના જાય. એટલે તેના માન-પાન કોઈ શેઠની જેમ જાળવી રાખ્યા છે.

સવારથી છાપું વાંચતા ચંસેદ શેઠ અકળાઈ રહ્યા છે. તેમણે ચા જોઈએ છે. પણ રામુ ચા ના પીવે ત્યાં સુધી ચા ના મળે. અને તે આવે કેટલા વાગે? તો કહે સાહેબ નક્કી નહિ. ગમે તે સમય થાય. પણ સમય પર જો તે ના આવે તો હાલત પુરુષોની જ ખરાબ થાય.

સવારથી તેમની પત્ની મંછા આમ તેમ ઉતાવળ કરતા ફરતા હોય છે. તેને એક જ ચિંતા છે. રામુ ક્યાં? તેને શું થયું હશે? ક્યાંક બીમાર ના પડી ગયો હોય? ક્યાંક કશું થઇ ગયું ના હોય. જેવા ચંસેદ શેઠ ચાની વાત કરતા. તેમના ધર્મ પત્ની એક જ વાત કહે. “મારો રામુ આવે નહિ ત્યાં સુધી કશું જ નહિ. એ આવે એટલે શાંતિ.” ચંસેદ ભાઈ એ નક્કી કરી શકતા ન હતા. આ વિરહ પેમીકાના પ્રિયતમ મિલનને આધીન છે કે કોઈ માતાનો પુત્ર વિરહ કલેશ છે. જે પણ હોય. તેં સંકારને ધ્યાનમાં રાખતા માતા પુત્રની ભાવનાને આગળ આવવા દે છે.

નોકરને એટલા માન આપવા માટે તેઓ વિરુદ્ધ હતા. પણ તેમનું કોઈ સાંભળે નહિ. આથી તેઓ ચુપચાપ બેઠા હોય છે. ત્યાં અચાનક કોઈ મહારાજા પ્રવેશ કરતા હોય તેમ રામુના આગમન થયા. ચારે તરફથી મહિલાઓથી ઘેરાયેલ હોય છે. એક જ સવાલ. “આટલું મોડું કેમ થયું.” તે કોઈ મંત્રીની માફક અથવા બિઝનેસમેનની માફક જવાબ આપે છે. “આ તો કામ આવી ગયું હતું. એટલે જરા મોડું થઇ ગયું. બાકી તો હું સમયસર જ આવું.” આ “સમયસર” શબ્દ જાણે ખીલ્લી ઉડાવી રહ્યો છે. રામુ આવ્યો. ત્યારે ચા નાસ્તો અને આવકાર પત્યા બાદ કોઈ બાદશાહની જેમ કામ કરવાનું ચાલુ કર્યું. તેને ખવડાવવાનો મંછાનો આગ્રહ જાણે કૃષ્ણને તેના માતા પ્રેમથી જમાડતા હોય તેવો હોય છે. કદાચ કૃષ્ણ અને તેની માતા જશોદાનો પ્રેમ આમ જ અવિરત વહેતો હશે.

પોતે રામાયણ, મહાભારત, ભગવત ગીતા, અને કૃષ્ણ લીલા વાંચે. આથી, તે વાત માનવા તૈયાર કે માનો પ્રેમ સ્વર્ગ કરતા પણ ચઢિયાતો છે. અને આ જોયા બાદ પ્રતીતિ પણ થઇ ગઈ. તેઓ તરત ત્યાંથી નીકળી અને સીધા બાથરૂમ નહાવા જાય છે. રામુ કપડા ધોઈ વાસણ કરી ખાવાનું બનાવશે. ત્યાર બાદ તેઓ આગળ વિચારશે. સ્નાન બાદ જ્યારે તે બહાર આવે છે. ત્યારે વાસણનું કામ પતિ ગયું હોય છે. બહાર જુએ છે. આસપાસની મહિલાઓ ભેગી થઇ હોય છે. તેઓ રામુ પર જ ચર્ચા કરે છે.

સવાર રામુની રામાયણમાં વીતી ગયા બાદ તેઓ બહાર આવે છે. બહાર આવ્યા બાદ તેઓ પ્રથમ પુસ્તકાલય તરફ જાય છે. “નવીનતમ પુસ્તકાલય.” જે તેમની ઘરની પાસે જ છે. ખાસ નિવૃત્ત લોકો માટે છે. જ્યાં તમે પુસ્તકો વાંચો અને ચા નાસ્તા તથા ગપ્પા લડાવતા હોય. ચંસેદ ભાઈ જેવા ત્યાં પહોંચે છે. ત્યાં બધા તેમણે આવકારે છે. તરત ચા બનવા લાગે છે. જેવી ચા આવે છે. ચા ઝાપટાભેર પીવા લાગે છે. તેમને ચા આજે અમૃત જેવી લાગે છે.

ત્યાં તેમના દોસ્ત કમળાશંકર અને વનેચંદ આવે છે. તેઓ હંમેશની જેમ ખુશ હોય છે. આવતા જ તેઓ એકદમ ચંસેદ ભાઈને ભેટે છે. અને તેમણે બધી આપે છે.

‘યાર, બધાઈ હો. રામુ તારે ત્યાં આવી ગયો.’ કમળાશંકર કહે છે.

‘તો? એમાં વળી શું?’ ચંસેદ ભાઈ ચમકે છે.

‘અરે! અમારે ત્યાં નથી આવ્યો. ઘરેથી હુકમ છે. રામુને લીધા વગર આવ્યા તો ઘરમાં પગ નહિ મુકવા દે. અરે! બપોરની રસોઈ પણ નથી મળવાની.’ વનેચન ભાઈ બળાપો કાઢે છે.

‘હા, આ રામુને આ મહીને કપડા આપવાના છે.’ કમળાશંકર કહે છે.

‘નિયમ એટલે નિયમ.’ વનેચંદ ભાઈ કહે છે.

‘હા, આપણે નોકર એશોસીયેશનને લેખિતમાં આપેલ છે. આપણે દર મહીને કપડા આપીશું. કચ કચ નહિ કરીએ. અને રોજ સવાર સાંજ જમવાનું. ચા નાસ્તો. આપવા. ખાવું ન ખાવું તેની મરજી.’ ચંસેદ ભાઈ કહે છે.

‘હા, વાતમાં દમ છે. વાત તદ્દન સાચી.’ કમળાશંકર કહે છે.

‘કપડા પણ કુચી, અરમાની, કે રેમંડના હોવા જોઈએ.’ વનેચંદ ભાઈ કહે છે.

‘એ વાત સાચી.’ ચંસેદ ભાઈ સુર પુરાવે છે.

‘તમે રહેવા દો. ખાલી માથું હલાવો છો. પણ વાત એમ છે. કે માથું હલાવી બેસી રહેવાથી નહિ ચાલે. આપણે બોસ છીએ. લાગતું જ નથી.’. કમલાશંકર ચીઢાય છે.

‘મેં નવું સંસોધન કર્યું છે. w.s.s.’ ચંસેદ ભાઈ કહે છે.

‘આ શું છે?’ બધાને આશ્ચર્ય થાય છે.

‘”વલ્ડ સરવંટ સપ્લાયર.” જે તમારા હિસાબથી ચાલતા નોકરો તમને આપે છે. યતે પણ ભણેલા ગણેલા. જે તમારા સ્વસ્થ અને ગુણવત્તાનો ખ્યાલ રાખે. તે સિવાય તે તમારી બધી સેવા કરીને આપે.’

બધા ખુશ થતા એડ્રેસ પર પહોંચી જાય છે. અને તે એકદમ ઉત્સાહમાં હોય છે. જુએ છે. ત્યાં કાચની ઓફીસ હોય છે. અને બધા જ કોઈ ફિલ્મના કલાકાર હોય તેમ હોય છે. તેઓ એકદમ રાજકુમાર અને રાજકુમારી જેવા લાગે છે. બધા પ્રભાવિત થઇ જાય છે. તેઓ એપોઇન્મેન્ટ લે છે. તેઓ ત્યાં બેસે છે. અને રાહ જુએ છે. થોડી વાર બાદ બેહદ ખૂબસૂરત છોકરી ત્યાં આવે છે. અને તેમણે અંદર લઇ જાય છે.

અંદર તો એકદમ અલગ જ નજરો છે. અહીં ટેકનોલોજીની ભરમાર છે. તેઓ ખુરશીમાં બેસે છે. અહીં પણ એક ખૂબસૂરત છોકરી છે. તેઓ જે ખુરશીમાં બેઠા છે. તે મસાજ આપવા અને બીજા અનેક કામ કરે છે. તે ચાલુ થઇ જાય છે. તે ચાલુ થતા બધાને એકદમ મજા આવે છે. પેલી છોકરી તેમને એક લાખથી લઇ પચાસ લાખ સુધીના નોકર બતાવે છે. તે અનીલ અંબાનીથી લઇ રતનજી તાતા સુધીના લોકો સાથે કામ કરી ચુક્યો છે. તેમના ફોટા પણ તેઓ મુકે છે. તેઓ જુએ છે. ત્યાં ફોટા જોઈ તેઓ અચરજ પામે છે. સાથે જ્યા સુધી સરવંટ સર્વિસ આપે ત્યાં સુધી મસાજ ચેર મફત વાપરવા મળશે.

આ બધું સાંભળી આ બધા એકદમ લલચાઈ જાય છે. તેઓ હા કહી દે છે. બતાવેલી તમામ બાબત પર સહમતી માટે તેઓ ફોર્મ પર સાઈન કરાવે છે. અને તેઓ નોકર રાખી લે છે. તેઓ તેમાંથી કોઈને પસંદ ન કરતા કોઈ તેનાથી પણ સસ્તો મંગાવવા કહે છે. તેઓ પચાસ હજારમાં નક્કી કરે છે. મતલબ આવનાર જે પણ હોય પચાસ હજાર લેશે. તેવું નક્કી કર્યું.

તેઓ પાછા આવે છે. આખા ગામમાં વાત ફેલાય છે. આ ત્રણેય મિત્રોએ ભણેલ ગણેલ નોકર રાખ્યો છે. એટલે આસપાસની મહિલા પણ તેને જોવા આવે છે. આખરે કેવો હશે આ નવો નોકર. શું કોઈ ખાસ હશે? બધા ચાતક નજરે રાહ જોતા હોય છે. તે આવશે જ.

આખરે તે સમય પૂરો થયો. અને જ્યાં રાહ ખતમ થઇ. સામે રામુ જ જોવા મળે છે. એકદમ તૈયાર અને જોરદાર. તેઓ ચમકી જાય છે. તેઓ જુએ છે. ત્યાં તે સામાન લઈને આવતો હોય છે. સુટ બુટમાં સજ્જ છે. કંપનીની ગાડી તેને મૂકી ગઈ છે. તે આવતા જ સવાલો પુછાય છે. તે જણાવે છે. તે w.s.sમાં ફ્રીલાન્સર કામ કરે છે. બધા હસી પડે છે.

આત્યાર સુધી પાંચ સાત હજારમાં કામ કરતો રામુ હવે પચાસ હજારમાં કામ કરશે. આથી દુઃખી થઇ ચાંસેદ ભાઈ માથે હાથ પટકાતા બેસે છે. એ વિચારે કે ક્યાં ફસાયા? ને ગામમાં હા..હી... ચાલે છે. “બે રામુ તો ખરેખર માથાભારે નીકળ્યો. વિચાર્યું પણ નહિ હોય કે આમ મોટો માણસ નીકળશે.” મંછા વિચારે છે. સાલું નોકર પણ આજકાલ સરકાર જેવા બની ગયા છે.