KAALI - 4 books and stories free download online pdf in Gujarati

કાલી - 4

કાલી 4

વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કારમાં બેસી મુંબઈના મરીન ડ્રાઇવ પર સડસડાટ આગળ વધતા કાલીના માનસ પર તેણે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજારેલ બાળપણના દિવસોથી લઈ તેના ખોટા રસ્તા તરફ વળવાના દિવસો યાદ આવે છે. શેટ્ટીના જુગાર અડ્ડેથી પાકો જુગારી બન્યા પછી શાળાકાળથી જ દારુની હેરફેરના ધંધે વળગેલ કાલી બાળપણમાં પી.એસ.આઇ. શાસ્ત્રીની એકમાત્ર દીકરી છાયા માટે કૂણી લાગણી ધરાવે છે. તેનાથી છાયાને દૂર કરવા પી.એસ.આઇ.શાસ્ત્રીએ છાયાને મારેલા થપ્પડનો બદલો લેવા પી.એસ.આઇ. શાસ્ત્રીને દારુ રાખવાના ખોટા આરોપસર પોલીસમાં ધરપકડ કરવે છે, પણ છાયા આગળ બધી સાચી વાત જણાવતા છાયા તેની ધરપકડ કરાવે છે. કાલીની નાની ઊંમર હોવાથી તેને બે વર્ષ માટે સુધારગૃહમાં મોકલવામાં આવે છે. બે વર્ષ બાદ સુધારગૃહથી બહાર આવેલા કાલીને શેટ્ટી પોતાની સાથે લઈ જાય છે. શેટ્ટીના પ્રતિસ્પર્ધી જશુભીખાની ગેંગને ખતમ કરનાર કાલીને પોલીસ ધરપકડથી બચાવવા શેટ્ટી તેને મુંબઈમાં તેના મિત્ર બાબાખાનને ત્યાં મોકલાવે છે, જ્યાં ઘણો સમય એક સામાન્ય જીવન જીવતા કાલીનો સામનો મુંબઈની કુખ્યાત ગેંગ ઐયરના ગુંડાઓ સામે થાય છે, જેમાં તે ઐયર ગેંગના ગુંડાઓને રહેંસી નાખી બાબાખાન સાથે ગુનાના ધંધામાં જોડાઇ જાય છે. મુંબઈની અંધારી આલમ પર એકચક્રી શાસન કરનાર ઐયર ગેંગના લીડર કનીયંગમ ઐયર અને તેની આખીયે ગેંગને ખતમ કરી કાલી મુંબઈ અંધારી આલમનો બાદશાહ બને છે. મુંબઈમાં વારંવાર થતાં ગેંગવૉર અને કાળા ધંધા કરનારાઓને ખતમ કરવા મેદાને ઉતરેલા ડી.જી.પી. એ.જે.શાસ્ત્રી અને તેમનો અંગત બાહોશ પી.આઇ. કેશવ કુલકર્ણી કાલીને પકડવા લીટલ હૉમ અનાથાલયમાં જાળ પાથરે છે, પણ વાસ્તવમાં તે બધાં જ પોલીસકર્મી કાલીના પ્લાન મુજબ જ બધું કરી રહ્યા હતા. આ પ્લાન વિશે અગાઉથી બધું જાણનાર કાલી ચાલાકીથી ડી.જી.પી. શાસ્ત્રીને પોતાની પાછળ એકાંત સ્થળે લઈ જાય છે, જ્યાં તે જાણે છે કે ડી.જી.પી. શાસ્ત્રી જ વર્ષો વર્ષો પહેલા તેને જેલભેગો કરનાર પી.એસ.આઇ. છે. ડી.જી.પી. સાથે ભારે હાથાપાઇ પછી કાલી ડી.જી.પી.ને ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારે છે. ડી.જી.પી.ના પાર્થિવ દેહના દર્શનના બહાને કાલી વર્ષો પછી તેના પહેલા પ્રેમ છાયાને જુએ છે, જ્યાં તે છાયાની નજીક પી.આઇ. કેશવ કુલકર્ણીને જોઇ ખૂબ ગુસ્સે ભરાય છે. હવે વાર્તાનો આ અંતિમ ભાગ માણીએ....

“ચલો યે તો અચ્છા હૈ કી શાસ્ત્રી સા’બકી બેટીકો ઉસકે ફ્રેન્ડ કેશવ સા’બકા સપોર્ટ હૈ...!” એક કોન્સ્ટેબલે પાસે ઉભેલા બીજા કોન્સ્ટેબલને હળવેથી કહ્યું.

“સહી બાત હૈ...વૈસે સુના હૈ કી કેશવ સા’બ ઇસી લડકીકે સાથ મેરેજ કા પ્લાન ભી કર રહે હૈ...!” બીજા કોન્સ્ટેબલે પહેલાને વાતનો જવાબ આપતા કહ્યું.

આ વાત સાંભળી કાલીને પી.આઇ. કેશવ કુલકર્ણી પર ભારોભાર ગુસ્સો આવ્યો, પણ તે સમયે તે ગુસ્સો ગળી જઈ ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો.

આ બનાવ પછીથી છાયા ખૂબ ગુમસુમ રહેવા લાગી. તે મોટાભાગે ચોપાટી પર એકાંતમાં ચાલવા નીકળી જતી, પણ દરેક સમયે કાલી તેની આસપાસ જ ક્યાંક રહ્યા કરતો. એકાદ વાર ચોપાટી પર એકલા ચાલતા તેને બે ચાર માણસો હેરાન કરવા લાગ્યા. હજુ છાયા કાંઇ પ્રતિક્રિયા આપે તે પહેલા જ કાલી તે બધા પર તૂટી પડ્યો. કાલીનો હાથ પડતા જ પેલા બધા અધમૂઆ થઇ ત્યાંથી ભાગી નીકળ્યા. કાલી એક્પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી જવા કરે છે, પણ છાયા તેને અટકાવે છે.

“આપ કા શુક્રિયા...આજ કલ આપ જૈસે બહાદુર લોગ કહાં હૈ જો દુસરોકી મદદ કરને ખુદ લડ જાયે..!” છાયાએ કાલી પ્રત્યે આભારભાવ પ્રકટ કરતા કહ્યું.

“ઐસા કુછ નહીં....વૈસે ભી કોઇ કીસી લડકી કો છેડે તો મુજસે બરદાસ્ત નહીં હોતા...!” કાલીએ જવાબ આપ્યો.

“ક્યા મેરે લીયે લડ બૈઠનેવાલેકા નામ જાન સકતી હૂં..?” છાયાએ નામ પૂછવા સવાલ કર્યો.

“કા... કાલીદાસ શર્મા..!” કાલીએ પોતાનું સાચુ નામ છૂપાવતા જવાબ આપ્યો.

“મેરા નામ છાયા... છાયા શાસ્ત્રી.” છાયાએ પોતાના નામની ઓળખ આપી કાલી તરફ હાથ મેળવવા હાથ લંબાવ્યો.

આ પહેલી મુલાકાત પછી નવી મુલાકાતોનો દૌર વધતો રહ્યો અને મિત્રતાથી શરુ થયેલ આ સંબંધ ક્યારે પ્રેમમાં પરિણમ્યો તેનો છાયાને ખ્યાલ પણ ના રહ્યો. કાલીએ છાયાને પોતે એક સામાન્ય સમાચારપત્રમાં નોકરી કરે છે તેવી જૂઠી વાત જણાવી હતી. બીજી તરફ કાલી અને છાયાના સંબંધની જાણ થતા પી.આઇ. કેશવ કુલકર્ણીને કાલીદાસ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા જાગે છે, કારણ તે પણ મનોમન છાયાને ચાહતો રહ્યો છે. આ સાથે મુંબઈ પર કાલીનું એકચક્રી શાસન વધુ મજબૂત બન્યું. હવે કાલીનું નામ માત્ર મુંબઈ બહાર જ નહીં, પણ સમગ્ર દેશમાં ચર્ચિત બનવા લાગ્યું અને તેનો કાળો કારોબાર બીજા દેશોમાં પણ ફેલાતો રહ્યો.

છાયા પોતાના કાલીદાસ સાથેના સંબંધને એક સમાજ સ્વીકૃત નામ આપવા માંગતી હતી. તેના માટે કેશવ કુલકર્ણી તેનો ખાસ મિત્ર હતો અને આમ પણ તેના સ્વર્ગસ્થ પિતા પણ ક્યાંક ક્યાંક તેના લગ્ન કેશવ સાથે જ કરાવવા ઇચ્છુક હતા તેની જાણ છાયાને રહી જ હતી, પણ કાયમ છાયાની આનાકાનીને વશ થઈ તેના પિતા આ બાબતે કોઇ ચોક્કસ નિર્ણય લઈ શક્યા ના હતા. આમ, કેશવ તેનો વેલ વીશર હતો તે જાણી છાયાએ કેશવ સમક્ષ કાલીદાસની વાત કરી. છાયાની આ વાતથી કેશવને મનમાં ભારે આઘાત લાગ્યો, પણ તે દુ:ખ ગળી જઈ છાયાની વાતમાં સંમત થઇ કાલીદાસને મળવા તૈયાર થયો.

“મૈં તુમ્હારે ઇસ રીશ્તે કે બારે મે સોચુંગા, લેકીન પહલે ઉસ કાલીદાસસે તો મિલાઓ, જીસને હમારી છાયાકા દિલ ચુરા લીયા હૈ..! ડોન્ટ વરી છાયા, ઓલ ઇઝ વેલ..!” બહાર સ્વસ્થતા દેખાડી કેશવે છાયને વાત કરી.

“થેંક યુ....થેંક યુ.....થેંક યુ....થેંક યુ.....થેંક યુ...કેશવ..!” ખુશીથી ઉછળતા કેશવને હળવેથી ગળે લાગતા છાયા બોલી. બીજા દિવસે સવારે છાયાએ કાલીને આ વાત જણાવી અને કેશવ અને કાલીએ બીચ પર મળવા નક્કી કર્યું. તે સાંજે પહેલીવાર કેશવ અને કાલી એકબીજાને આમ મળ્યા.

“મેં કાલીદાસ...છાયાને તુમસે...આપસે મિલને કો બોલા...!” કાલીએ કેશવને કહ્યું.

“હા....મૈં કેશવ કુલકર્ણી...છાયા કે ડેડ કી મૌત કે બાદ ઉસકી સારી જીમ્મેદારી મુજ પે હૈ વૈસા કહ સકતે હો..તુમને મેરા નામ સુના હી હોંગા....કેશવ કુલકર્ણી...મુંબઈ પી.આઇ.” કેશવે પોતાનો પરિચય આપતા કહ્યું.

“તુમ્હારે હાથ કાફી મજબૂત હૈ..! લગતા નહીં કી તુમ કોઇ ક્લર્ક હો...!” કાલી સાથે હાથ મેળવતા હસતા હસતા કેશવ ફરી બોલ્યો.

“વૈસે તુમ્હારા...મતલબ આપકા હાથ ભી કાફી મજબૂત હૈ...જાન કે અચ્છા લગા કી હમારી સુરક્ષા મજબૂત હાથોમેં હૈ...!” કાલીએ કેશવને સામે જવાબ આપ્યો.

“કોઇ શક..?” હસતા હસતા કેશવે સામે સવાલ કર્યો. ક્યાંય સુધી કેશવ અને કાલી છાયાને લગતી કેટલીક વાતો કરતા રહ્યા પછી કેશવ અને કાલી વચ્ચે બીજી વાતો શરુ થઈ.

“વૈસે આપ પ્રેસવાલે હમ પુલીસવાલોકે પીછે હી લગે રહતે હો...જરા સી કોઇ બાત મીલી કી હમારી ખિલાફ લિખને લગતે હો..!” કેશવે ચા પીતા પીતા કાલીને કહ્યું.

“સચ કહા, લેકીન તુમ...મતલબ આપ પુલીસવાલોકી બુરી હાલત હો ગઈ હૈ ના....સુના હૈ કી કઈ પુલીસાવાલે ઉસ કાલીકે નામસે ભી કાંપતે હૈ..!” કાલીએ પગ પર પગ ચઢાવતા ચાની ચૂસ્કી લેતા કહ્યું.

“ઉસ #&$#$# કાલીકા નામ મત લો....ઉસ #&$#$# કો તો મૈં બહુત બુરી તરહ મારુંગા..!” ગુસ્સાભર્યા અવાજે કેશવે કહ્યું.

“યે તો વો ડી.જી.પી. ભી બોલતે રહે....લેકિન હુઆ ક્યા..? કાલીને ઉન્હે હી બહુત દર્દનાક મૌત દી...!” આંખોમાં અજબ તેજ સાથે કાલીએ કેશવના શબ્દોનો જવાબ આપ્યો.

“હા, તુમ પ્રેસવાલોને હી યે સબ લીખ લીખ કે ઉસ #&$#$# કાલીકો હીરો બના દીયા હૈ..!” ચા પી લીધા પછી બૉક્સમાંથી સીગારેટ કાઢી મોંમાં મૂકતા કેશવ બોલ્યો. તરત તેણે સિગારેટનું બૉક્સ કાલી તરફ ધર્યું.

“નહીં, મૈં નહીં પીતા.ઔર શાયદ તુમકો...મતલબ આપ કો ગલતફૈમી હુઇ હૈ... હમ પ્રેસવાલોને કાલીકો હીરો નહીં બનાયા...કાલી હૈ હી હીરો જૈસા...” કાલીની વાત અધવચ્ચે કાપતા કેશવ બોલ્યો, “#&$#$# હીરો...! ઉસ #&$#$# કો તો મૈં...” કેશવની વાત વચ્ચે અટકાવતા કાલી બોલ્યો, “શાંત વ્હા... રાગાવૂ નકા...તુમકો...મતલબ આપકો ક્યા લગતા હૈ કી કાલી કોઇ બકરીકા બચ્ચા હૈ કી ઉસે ખેલતે ખેલતે પકડ લોગે....વો શેર હૈ શેર... ઉસકા નામ સુનતે મૌત ભી કાંપતી હૈ...!” કાલીએ આંખોમાં અકળ્ય તેજ સાથે સાફ શબ્દોમાં કેશવને કહ્યું.

“વૈસે આપ કાલીકે બારે મેં બહુત કુછ જાનતે હો ઐસા લગતા હૈ..!” કેશવે સિગારેટની કશ લેતા નાની આંખ કરી કાલીની નજીક મોં લઈ જઈ કહ્યું.

“હમ પ્રેસવાલોકા યહી તો કામ હોતા હૈ...” કાલીની વાત છાયા આવતા અટકી ગઈ.

“તો...કૈસી રહી યે મીટીંગ..? કુછ ઔર બાતે ભી કી યા ફીર પુલીસ ઔર પ્રેસકી ડીબેટ હી રહી..?” છાયાએ હસતા હસતા પૂછ્યું.

“નહીં સભી બાતે કી ઔર કાલી કી ભી...!” કાલીના આ શબ્દે છાયાનો હસતો ચહેરો તરત જ ઉદાસ થઇ ગયો અને તેની સજળ થયેલી આંખોમાં ગુસ્સાની અગનજ્વાળા આવી જતા છાયા બોલી, “ઉસ કાલી કો તો મૈં નહીં છોડૂંગી...!” આ પરિસ્થિતીને શાંત પાડી કાલીને હેન્ડ શેક કરી કેશવ છાયાને પોતાની પોલીસ જીપમાં બેસાડી ત્યાંથી રવાના થયો. પાછળ લોજની ચેર પરથી ઊભા થઈ કાલી મનોમન બબડ્યો, “છાયા...યે કાલી ભી તુજે કભી નહીં છોડેગા...! ઔર #&$#$# પી.આઇ. તેરી અર્થી ભી મૈં હી નીકાલૂંગા..!” ખીસામાંથી પોતાની ફેવરીટ વિદેશી સિગારેટ બ્રાન્ડ બાર્કલેનું બૉક્સ કાઢી તેમાંથી એક સિગારેટ કાઢી મોંમાં મૂકી સળગાવી તેનો કશ લઈ મોંથી ધુમાડો કાઢી સતેજ આંખે આકાશ તરફ જોઇ રહ્યો. કેશવ અને છાયાના ચાલ્યા ગયા પછી તરત જ કાલીની આસપાસ રહ્યા કરતા તેના માણસો આઠેક ગાડીઓ લઈ આવી ગયા. પોતાના ખીસામાંથી યુ.એસ. ફેમસ કરેરા બ્રાન્ડ ગોગલ્સ પહેરી કાલી ત્યાંથી ચાલ્યો ગયો.

કાલી અને છાયા વચ્ચેનો પ્રેમ તેની ચરસીમાએ પાંગરતો રહે છે. હવે બંને એકબીજાને ખૂબ ચાહવા લાગ્યા અને બંને એકબીજા સાથે લગ્ન કરવા ખૂબ ઉત્સુક બન્યા. કાલીને મનોમન છાયાથી પોતાની વાસ્તવિકતા છૂપાવ્યા હોવાની બાબતનો ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો. તે યોગ્ય સમય જોઇ છાયા આગળ પોતાની બધી જ વાસ્તવિકતા જણાવવા નિર્ધાર કરે છે.

થોદા દિવસો પછી પોતાનું એક ક્ન્સાઇન્મેન્ટ જાતે લેવા કાલી ડોક યાર્ડ પર જાય છે. ત્યાં વિદેશથી આવેલા પાર્સલને મેળવી પોતાની વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા ગાડીની ડેકીમાં મૂકી નચિંત બની પોતાના રસ્તે આગળ વધે છે.

આજે ઢળતી સાંજે ખૂબ જરુરી કામ માટે મારી વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કાર લઈ નીકળતા રસ્તામાં કોઇ ગરીબ બાળકને જોઉં છું ત્યારે ફરી ફરી તે જૂના દિવસો યાદ આવી જાય છે. અમદાવાદના ચંડોળા તળાવ પાસેની તે ઝૂપડપટ્ટી....ચંડોળા તળાવનો તે ગંધાતો ખૂણો...! આ વિચારતા કાલી આરામથી આગળ ગાડી ચલાવે છે. “આપ જૈસા કોઇ મેરી ઝીંદગીમેં આયે, તો બાત બન જાયે...” ગીત સાંભળતા સાંભળતા વ્હાઇટ હિન્દુસ્તાન કોન્ટેસા કાર કાલી પોતાની મસ્તીમાં જ ડ્રાઇવ કરી રહ્યો છે. કાલી માત્ર શરીરથી જ ગાડી ડ્રાઇવ કરી રહ્યો છે, પણ તેનું મન તો તેની છાયાની આસપાસ જ ભમ્યા કરે છે.

અચાનક તેની પાસેથી એક ગાડી સડસડાટ નીકળી જાય છે, જેમાં કોઇની બૂમો સંભળાય છે. કાલી પોતાની ગાડીનું મોટેથી વાગતા ગીતમાં પણ તે મદદ માટેનો અવાજ છાયાનો હતો તે ઓળખી જાય છે. તરત જ તે પોતાની ગાડી તે તરફ વાળે છે અને તે ગાડીની પાછળ સડસડાટ પીછો કરી આગળ વધે છે. પેલી ગાડીમાં ચાર પાંચેક માણસો વચ્ચે પોતાને છોડાવવા મથતી છાયા કાલીને નજરે પડે છે. કાલી પોતાની ગાડી ફૂલ સ્પીડમાં પેલી ગાડી પાછળ દોડાવે છે. તે ગાડીનો પીછો કરતા કાલી શહેરની પહોંચે છે. આ તે જ જગ્યા છે જ્યાં કાલીએ ડી.જી.પી.શાસ્ત્રીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઉજ્જડ કાચા રસ્તા પર આગળ વધતી ગાડીને કારણે ઉડતી ધૂળમાં કાલીને પોતાની ગાડીમાંથી કાંઇ જ સ્પષ્ટ દેખાતું નથી. તે ગાડી ઊભી રાખે છે. બહાર ઉડતી ધૂળ ઓછી થતાં તેને નજર સમક્ષ પેલી ઉભેલી ગાડી દેખાઇ. તેને સામેની ગુફાઓમાંથી છાયાની ચીસનો પડઘો સંભળાયો. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કાલી અવાજની દિશામાં ગુફામાં પ્રવેશ્યો. ગુફામાં ક્યાંય સુધી શોધતા તેને નજર સમક્ષ છાયા દેખાય છે, પણ તેની અપેક્ષા બહાર તે કાલી સામે જોઇ ખડખડાટ હસતી રહી.

“તુમ્હારા ચહેરા તો દેખો.... કૈસે ડર ગયે હો...!” ખડખડાટ હસતા હસતા છાયાએ કાલી તરફ હાથથી ઇશારો કરતા કહ્યું.

“મતલબ યે સબ....?” કાલીએ ગંભીર ચહેરે પૂછ્યું.

“અરે હા...યે સબ સીર્ફ એક મજાક થા....મૈં દેખના ચાહતી થી કી તુમ મુજસે કીતના પ્યાર...!” છાયાની અધૂરી વાતે કાલી તેને ગળે વળગી પડ્યો. હજુ કાલી ગુસ્સેથી ધ્રુજી રહ્યો હતો.

“મુજે ઐસા મજાક જરા ભી પસંદ નહીં, સમજી..?” છાયાનો ખભો મજબૂતાઇથી પકડી કાલીએ ગુસ્સામાં કહ્યું.

“સોરી બાબા, આજ કે બાદ કભી ભી ઐસી મજાક નહીં કરુંગી..!” પોતાના કાન પકડતા હળવા સ્મિત સાથે છાયાએ કાલી સમક્ષ માફી માંગતા કહ્યું.

“છાયા, મૈં તુમ્હે બેપનાહ પ્યાર કરતા હૂં..! મૈં તુમસે દૂર નહીં રહ સકતા..!” બોલતા કાલી છાયાને ફરી વળાગી પડ્યો.

“કાલીદાસ....એક બાત હમેશા યાદ રખના...મુજસે કભી કોઇ ભી બાત કભી ભી છીપાના મત...વરના મૈં હમેશા કે લીયે તુમસે દૂર હો જાઉંગી...!” છાયાએ કાલી સમક્ષ પોતાના મનની વાત રજૂ કરતાં કહ્યું.

છાયાની આ વાત સાંભળતા કાલી મનોમન ભારે મૂંઝવણ અનુભવવા લાગ્યો. તેણે ત્યારે જ નિર્ધાર કર્યો કે તે હાલ છાયાને ડી.જી.પી. શાસ્ત્રીના મોત સિવાય બધું સાચું જણાવશે. તેણે છાયાનો હાથ પકડી એક તરફ બેસાડી.

“છાયા....મૈને તુમસે સચ્ચાઇ છીપાઇ હૈ...સચ મે મૈં કોઇ કાલીદાસ નહીં, લેકીન તુમ્હે બચપનસે ચાહને વાલા કાલી હૂં....” કાલીએ પોતાના બાળપણથી યુવાની સુધીની સફર છાયા સમક્ષ વર્ણવી. આ ભૂતકાળને વાગોળતા કાલીની આંખો સજળ બની. “..... બસ યહી સચ્ચાઇ હૈ, અબ આગે જો તુમ કરના ચાહો...” કાલીની વાત અધૂરી જ રહી હતી ત્યાં જ ‘સટ્ટ્ટ્ટાક’ અવાજ સાથે કાલીના ચહેરા પર છાયાની થપ્પડ પડતાં ખાલી ગુફામાં તે અવાજ ગૂંજી રહ્યો..! આ થપ્પડ પડતા સ્વાભાવિક રીતે જ કાલીએ હાથ મુઠી વાળી છાયા તરફ ઉગામ્યો. તેની લાલચોળ આંખ તરફ ભયભીત નજરે છાયા તાકી રહી. કાલીના ગુસ્સે થતા તેના શ્વાસની વધઘટ સાથે છાયાનો ગભારામણથી વધઘટ થતો શ્વાસ લયબધ્ધ રીતે ચાલી રહ્યો. છાયા તરફ ઘડીભર ગુસ્સે તાકી રહી કાલીએ તેની તરફ ઉગામેલો હાથ મુઠ્ઠી વાળી નીચે રાખી દીધો.

“ક્યોં હાથ હટા દીયા..? મુજે મારના હી ચાહતે હો...તો મારો ના...!” ગુસ્સે ભરાયેલી છાયા કાલીને બોલી. ઘડીભર ગુફામાં ચીર શાંતિ છવાઇ ગઈ.

“અગર તુમ મુજસે સચ મેં પ્યાર કરતે હો...તો મૈં જો માંગુ વો દે સકતે હો..?” છાયાએ એક તરફ ફરી ઉભેલા કાલીના ખભે હાથ મૂકતા પૂછ્યું.

“જો તુમ બોલોગી, વો દૂંગા....બોલો...કહો તો યે જાન ભી દે દૂં..!” આવેશમાં કાલીએ છાયાને કહ્યું.

“હા....મુજે તુમ્હારી જાન હી ચાહીયે કાલી...!” છાયાના આ શબ્દો સાંભળી કાલી ઘડીભર સ્તબ્ધ બની છાયાને તાકી રહ્યો.

“ક્યા....ક્યા... સચમેં તુમ્હે....?” છાયાના બોલાયેલા શબ્દોને ફરી ચકાસતા કાલીએ સવાલ કર્યો.

“હા....વૈસે ભી તુમ મૌત કે સૌદાગર હો...તો આજ એક આખરી સૌદા મૈં તુમસે કરના ચાહતી હૂં કાલી...મેરે ડેડ કી મૌત કે બદલે કા સૌદા...!” છાયાએ કાલી આગળ સ્પષ્ટતા કરતા કહ્યું.

કાલીએ છાયા આગળ ડી.જી.પી.ના મૌત વિશેની સાચી વાત છૂપાવવા છતાંયે જ્યારે છાયાએ કાલી સમક્ષ સામેથી આ વાત કરી તે સાંભળી કાલી આશ્ચર્યથી સ્તબ્ધ બની રહ્યો.

“તુમ્હારે ડેડ કી મૌત...” કાલીએ છાયા આગળ વાસ્તવિકતા છૂપાવવા નિરર્થક પ્રયત્ન કરતા વાત કરવા કર્યું, પણ તેની વાત અધવચ્ચે અટકાવતા છાયા બોલી, “હા કાલી, મેરે ડેડ...ડી.જી.પી.શાસ્ત્રી...ઇસી જગહ પર હી તુમને મારા થા ના ઉન્હે...! વો ભી ધોકા કરકે...સચ બોલા ના...!” કાલી આગળ વાસ્તવિકતા રજૂ કરતા છાયા બોલી.

કાલી હજુ કાંઇ સમજે તે પહેલા તેની સામે ગુફામાં ઉભી રહેલી છાયાએ પોતાના ખભે રાખેલા પર્સમાંથી સરકારી રીવોલ્વર નીકાળી કાલી સમક્ષ તાકી.

“અબ ડર ક્યા હોતા હૈ વો તુમ્હે મૈં બતાઉંગી...કભી રીવોલ્વર દેખી નહીં, યા ફીર મેરે હાથમેં યે દેખ કે સોચમેં પડ ગયે..?” કાલીને સવાલ કરી છાયા ખડખડાટ હસવા લાગી.

છાયાના ખડખડાટ હાસ્ય સાથે કાલીના અટ્ટહાસ્યનો અવાજ જોડાતા આખીયે ગુફામાં પડઘા પડતા રહ્યાં. કાલીને પણ આમ હસતો જોઇ છાયા શાંત બની. હજુ કાલી તો ખદખડાટ હસ્યે જ જતો હતો.

“લગતા હૈ પાગલ હો ગયે હો તુમ...! બુરે ફંસે ના તુમ, કાલી..! કૈસા લગા પ્લાન..?” કાલીને હસતા જોઇ છાયાએ કહ્યું.

“ફંસા...કૌન મૈં યા ફીર તુમ...સ્પેસીયલ ટાસ્ક ફોર્સ પી.આઇ. છાયા શાસ્ત્રી..!” કાલીએ ગુફાના એક તરફ રાખેલા મોટા પથ્થર પર બેસતાં પગ પર પગ ચડાવતા કહ્યું. કાલીના મોંથી પોતાની વાસ્તવિકતા બોલાતા છાયા સ્તબ્ધ બની તેની તરફ જોઇ રહી. હજુ તેના હાથમાં રાખેલી રીવોલ્વર તેણે કાલી તરફ જ તાકી રાખી હતી.

“મૈં તો તુમ્હે પહલે સે હી જાનતા થા...તુમ ઇસ મીશન મેં પહલે સે હી જુડી હો... યહાં તક કી લીટલ હોમ મેં ભી તુમ ઉસ ઇન્સ્પેક્ટર કેશવ કુલકર્ણી કે સાથ થી...ઔર ઉસ દીન કહુપાટી પર અપને ખાસ યાર કે સાથ મુજે મીલને આના ભી તેરે મીશન કા હી ભાગ થા...ઔર આજ યે સબ...બહાર મેરે લીયે વો પી.આઇ. કેશવ અપની સારી પુલીસ ફોર્સ કે સાથ મેરા ઇંતેજાર કર રહા હૈ..સચ હૈ ના..?” નિશ્ચિંત બની બોલતા કાલીએ પગ પર પગ વાળી બેસી પોતાની ફેવરીટ વિદેશી સિગારેટ બ્રાન્ડ બાર્કલેનું બૉક્સ કાઢી તેમાંથી એક સિગારેટ કાઢી મોંમાં મૂકી સળગાવી તેનો કશ લઈ મોંથી ધુમાડો હવામાં ઉડાડ્યો. કાલીની આ બધી વાત સાંભળતા છાયા સ્તબ્ધ બની તેની તરફ રીવોલ્વર તાકી ઉભી રહી ગઈ.

“યે જો ભી હો રહા હૈ, સબ મેરે પ્લાન કા હિસ્સા હૈ....અબ તુમ બતાઓ મુજે...કૈસા લગા પ્લાન..?” કાલીએ ફરી સીગારેટ મોંમાં મૂકતા કહ્યું.

“બહુત બઢીયા... લેકીન યે મત ભૂલો કી બહાર તુમ્હારી મૈયત નીકાલને ડેઢસો પુલીસવાલે ઇસ પુરે ઇલાકે કો ઘેર રખે હૈ...ઔર ઇસ વક્ત મેરે હાથમેં યે રીવોલ્વર ભી હૈ..!” છાયાએ કાલીને વાસ્તવિકતાનો ખ્યાલ અપાવતા કહ્યું.

“રીવોલ્વર તો હૈ...લેકીન ઉસમેં અસલી ગોલીયા નહીં હૈ યે તુમ્હે નહીં પતા, છાયા..!” કાલીએ આત્મવિશ્વાસ સાથે હાથમાં સીગારેટ લઈ બે આંગળી વચ્ચે તેને રમાડતા કહ્યું.

કાલીના મોંથી આ વાત દ્રઢતાપૂર્વક સાંભળતા ગભરાયેલી છાયાનું ધ્યાન ઘડીભર કાલી તરફ તાકેલી રીવોલ્વર તરફ વળ્યું, ત્યાં જ શાંતિથી બેસી રહી પોતાની આંગળીઓ પરા સીગારેટને રમાડતા કાલીએ તે સીગારેટ આંગળીના ઝટકે હવામાં ઉછાળી દઈ એક ફલાંગ ભરતા છાયાની નજીક પહોંચી પગની એક લાતથી છાયાના હાથમાંની રીવોલ્વર ઊંચે ઉછાળી અને છાયા કાંઇ સમજે તે પહેલા તે ઉછાળેલી રીવોલ્વર ઝીલી લઈ છાયા તરફ તાકી.

“ક્યા કરુ.... લેકીન તુમ્હારે હાથ સે યે લોડેડ રીવોલ્વર લેને કે લીયે જરા સા જૂઠ બોલના પડા, અબ બહાર ખડે તેરે ડેઢસો પુલીસવાલે તેરી જીંદગી બચાને કે લીયે તો મેરે રાસ્તે સે હટ જાયેંગે ના..!” છાયાના કપાળે રીવોલ્વર રાખતા કાલી બોલ્યો.

કાલી છાયાના કપાળે રીવોલ્વર રાખી તેને બીજા હાથે પકડી રાખી ગુફા બહાર આવ્યો. બહાર હથિયારબધ્ધ પોલીસ ફોર્સને પી.આઇ. કેશવે તરત જ કાંઇ ના કરવા જણાવ્યું.

“એય્ય્ય પુલીસવાલે, અગર જરા સી ભી ચાલાકી કી તો તુમ્હારી છાયામેડમ કી ખોપડી ખોલ દૂંગા...!” કાલીએ સાફ શબ્દોમાં ધમકી ઉચ્ચારી.

“કાલી, પુલીસને તુમ્હે ચારો ઓર સે ઘેર રખા હૈ, યહાંસે તુમ ઝીંદા નહી જા સકતે, અપને આપકો હમારે હવાલે કરા દો..!” લાઉડ સ્પીકરમાં કોઇ પોલીસવાળાએ કહ્યું.

“એય્ય્ય પુલીસવાલે.....સમજ લો અગર મેરી હટ ગઈ, તો સબકી ફટ ગઈ....મુજે રાસ્તા દે દો..!” ચોતરફથી પોલીસફોર્સથી ઘેરાયેલા કાલીએ સ્વાભાવિક અંદાજમાં સાફ શબ્દોમાં પોલીસને ધમકી આપતા કહ્યું.

“કાલી, તુમ છાયા સે બહુત પ્યાર કરતે હો, તુમ ઉસે નહીં માર સકતે..!” સામે રીવોલ્વર તાકી ઊભેલા પી.આઇ. કેશવ કુલકર્ણીએ કાલીનું ધ્યાનભંગ કરવા કહ્યું અને સાથે છાયાને હિંમત આપતા આદતવશ કેશવ બોલ્યો, “ડોન્ટ વરી છાયા, ઓલ ઇઝ વેલ..!”

“સચ કહા રે તુને પુલીસવાલે...મૈં છાયા કો નહીં માર સકતા, લેકીન....” બોલતા વચ્ચે અટકી જઈ કાલીએ સામે ઊભેલા પોલીસફોર્સની પાછળની તરફ રાખેલી ચાર થી પાંચ પોલીસવાનની પેટ્રોલ ટેંક પર ધડાધડ ગોળી મારતા ધડાકાભેર તે બધી પોલીસવાન સળગી ગઈ. આ સાથે બધા પોલીસફોર્સમાં ભાગદોડ થઈ ગઈ, છાયા પણ એક તરફ જમીન પર પડી ગઈ. તેની તરફ દોડી કેશવે તેને ઊભી કરી. બધાએ પરિસ્થિતી સંભાળી, પણ તેમને કાલી ક્યાંય નજરે ના પડ્યો.

હજુ બધા કાલીને શોધતા રહે છે, ત્યાં જ ધડાધડ કરતી ગોળીઓ વરસતા પોલીસફોર્સના જવાનોના પગમાં એક પછી એક ગોળીઓ વાગતા ઘણા ઘવાઇ નીચે પડ્યા. ચોતરફ ભાગદોડથી ધૂળની ઉડતી ડમરી વચ્ચે કાલી કાલ બની હાથમાં પોતાની હિન્દુસ્તાન કોન્ટેસા કારની ડેકીમાં લાવેલા પાર્સલની વિદેશી ગનમાંથી ગોલીઓ વરસાવતો નજરે પડ્યો. સામે પક્ષે પોલીસકર્મીઓ તેમની સરકારી બંદૂકમાંથી એક પછી એક રાઉન્ડ ગોળીબાર કરતા રહ્યા પણ તેમની એકપણ ગોળી કાલીને અડકી પણ ના શકે તેવી ચપળતાથી કાલી બચતા આગળ વધતો રહ્યો. કાલીને મારવા વધારાની પોલીસ ફોર્સ આવી પહોંચી હતી.આજે કાલી માટે બચવું મુશ્કેલ બની રહ્યું હતું. ધૂળની ડમરી વચ્ચે કાંઇપણ સ્પષ્ટ જોવુ મુશ્કેલ બન્યુ હતું, તેવામાં છાયાને પોતાની કોન્ટેસા ગાડી આડશે બેસી ધાણીફૂટ ગોળીઓ વરસાવતો કાલી નજરે પડ્યો. ઘડીભર પોતાના માટે કાલીના અસીમ પ્રેમને યાદ કરતામાં જ નજર સમક્ષ તેના મૃત પિતાનો ચહેરો નજરે પડ્યો અને સાથે પોતે કાયદાના રક્ષક બની કાયદાના ભક્ષક પ્રત્યે જરાય કૂણી લાગણી અનુભવે તે બાબત અસ્વીકાર્ય જ હતી તે વિચારી છાયાએ પોતાની રીવોલ્વર કાલી તરફ તાકી. છાયાએ ધબકતા હૈયે કાલી તરફ નિશાન તાક્યું, ત્યાં જ કાલીએ છાયા તરફ હળવા સ્મિત સાથે એક નજર કરી. ‘ધડામ’ અવાજ સાથે ગોળી છૂટી અને છાયા હજુ કાંઇ વિચારે તે પહેલા ધબાક કરતા પી.આઇ. કેશવ કુલકર્ણી છાયાના પગ પાસે ઘવાઇ પડ્યો. વાસ્તવમાં જ્યારે છાયા પોતાની રીવોલ્વરથી કાલી તરફ નિશાન તાકી રહી હતી તે જોઇ કાલીએ છાયાની પાસે ઊભેલા કેશવ કુલકર્ણી પર પળવારમાં ગોળી મારી તેને છાયામા પગ પાસે ઢાળી દઈ છાયાનું ધ્યાનભંગ કર્યું.

“કેશવ, તુમ ઠીક તો હો ના..?” કેશવને સંભાળતા છાયાએ ચિંતાવશ ઘાયલ કેશવને સવાલ કર્યો.

“ડોન્ટ વરી છાયા, ઓલ ઇઝ વેલ..!” કેશવે તેના સ્વભાવવશ છાયાને હિંમત આપતા કહ્યું.

છાયા કેશવને સંભાળી ફરી કાલીને જોવા તેની વ્હાઇટ કોન્ટેસા કાર તરફ નજર ફેરવે છે, પણ ના તો ત્યાં કાલી દેખાયો કે ના તેની કાર દેખાઇ..!

ધૂળની ડમરી ઉડાડતો કાલી પોતાની ગાડીમાં ભાગવા કરે છે, પણ ડ્રાઇવર સીટ પર નજરે પડતા કાલી તરફ દોડી જઈ છાયા રીવોલ્વરથી નિશાન તાકે છે અને આ જોઇ કાલી ફરી તેના સ્વાભાવિક અંદાજમાં છાયા તરફ હળવું પ્રેમાળ સ્મિત ફરકાવે છે. ‘ધડામ’....‘ધડામ’....કરતા છાયાની રીવોલ્વરમાંથી કાલી તરફ છૂટેલી ગોળીઓથી ગાડીનું બેલેન્સ ગુમાવતા કાલીની ગાડી એક પછી એક એમ ત્રણેક વાર ગબડતી રહે છે. આ જ સમયે છાયાની પાછળ ઘાયલ પડેલા પી.આઇ. કેશવે કાલીની ગબડતી ગાડીની પેટ્રોલ ટેંક પર નિશાન તાકી ગોળી સનનનન છોડતા ઘસડાતી ગાડી મોટા ધડાકાભેર સળગતી રોડની કિનારામી રેલીંગ તોડી આશરે પચાસેક ફૂટ ઊંડી ખીણમાં પડી. એક ખૂંખાર ગુનેગાર માટે પણ ક્યાંક કૂણી લાગણી ધરાવતી છાયા રેલીંગની દિવાલ સુધી દોડી ગઈ. નીચે નજર કરતા નીચે એક પછી એક મોટા પથ્થરો સાથે અથડાઇ કેટલાયે ટુકડાઓમાં સળગતી ગાડી નીચે ખીણમાં પડી ધડાકાભેર સળગી ગઈ. કાયદાની રક્ષા કરવામાં અને પિતાના મોતનો બદલો વાળવા છતાંયે છાયાને મનમાં સંતોષના સ્થાને ક્યાંક પસ્તાવાનો ભાવ રહ્યાનું કારણ સમજાતું ના હતું.

બીજા દિવસે ન્યૂઝ પેપર્સમાં છાયા અને પી.આઇ. કેશવ કુલકર્ણીની બહાદુરીના અને કાલીના મોતના સમાચાર હેડ લાઇન્સ બની ગામેગામ ફેલાયા. ઘાયલ પી.આઇ. કેશવ કુલકર્ણીને યોગ્ય સારવાર મળતા તે ફરી સાજો થઈ ડ્યુટી પર હાજર થઈ ગયો અને કાલીને મારવાના ઇનામ સ્વરુપે તેને પ્રમોશન મળતાં તેની ઇચ્છા મુજબ તેને દુબઈમાં ભારતીય ગુપ્તચર વિભાગમાં પોસ્ટીંગ મળ્યું. આ સાથે છાયાને પણ પ્રમોશન મળ્યું અને સરકાર તરફથી છાયાને વીરતા પુરસ્કાર પણ પ્રાપ્ત થયો.

કેશવના દુબઈ શીફ્ટ થયા પછી એકલી પડેલી છાયા ફરી પોતાની ડ્યુટી પર ધ્યાન આપતી રહે છે, પણ મનોમન તો તે હજુ કાલીને ભૂલી શકી ના હતી.તે સમજતી હતી કે કાલી એ કોઇ જન્મજાત ગુનેગાર ના હતો, પણ પરિસ્થિતીને વશ તેણે આ માર્ગ અપનાવવો પડ્યો હતો. કાલી તરફ ગોળી મરવા નિશાન તાકેલું હોવા છતાંયે તેની તરફ કાલીએ છેલ્લી વાર ફરકાવેલું સ્મિત તે કદી ભૂલી શકતી ના હતી. તે મનોમન વિચાર કર્યા કરતી હતી કે એક આટલો ભયાનક ગુનેગાર વ્યક્તિ કોઇ પ્રત્યેની લાગણીમાં આટલો ગળાડૂબ બની પ્રેમ કરી શકે કે તે હસતાં હસતાં પોતાની જીંદગી આપી દે...! વળી, જો તેને કાલી આટલો ગળાડૂબ પ્રેમ જ કરતોહોય તો પછી તે તેના પિતા ડી.જી.પી.ને કઈ રીતે મારી નાખી શકે..! રાત્રે પોતાના ઘરના ઝૂલા પર બેસી હાથમાં કોફીના મગમાંથી એકાદ ઘૂંટ કોફી પીતા છાયા આ જ વિચાર કરી રહી હતી કે તેના ઘરના ફોનની લાંબી રીંગ સંભળાઇ. ફોનની લાંબી રીંગથી છાયાને ખ્યાલ આવ્યો કે આ ફોન વિદેશથી એટલે કે દુબઈથી કેશવનો જ હોવો જોઇએ. હજુ તો તે ફોન રીસીવ કરવા જાય ત્યાં જ તેના ઘરના ડોરબેલનો અવાજ આવ્યો. એક તરફ ફોનની રીંગ ગૂંજતી રહી અને છાયા વારંવાર ડોરબેલ વાગતા દરવાજે ગઈ. દરવાજો ખોલતા છાયાને ત્યાં કોઇ જ દેખાયું નહીં, માત્ર દરવાજા પાસે એક બંધ કવર પડેલું જોવા મળ્યું. છાયાએ આસપાસ નજર કરી, પણ કોઇ નજરે પડ્યું નહીં તેથી તે પેલા બંધ કવરને લઈ દરવાજો બંધ કરી ઘરમાં આવી. હજુ ઘરમાં ટેલીફોનની લાંબી રીંગ વાગી રહી હતી. ડ્રોઇંગરુમના સોફા પર બેસી પાસેની ટીપોઇ પર બહારથી મળેલા બંધ કવરને મૂકી પાસે મૂકેલો કોફીનો મગ હાથમાં લઈ બીજા હાથે ફોન રીસીવ કરી છાયાએ ફોન પર વાત કરી.

“હેલો, છાયામેડમ..?” સામે છેડેથી કોઇ ફોનમાં પુરુષનો અવાજ આવ્યો.

“યસ....આઇ’મ છાયા. આપ કૌન..?” છાયાએ સ્વાભાવિક સવાલ કર્યો, પણ છાયાને સામેથી બોલાયેલો અવાજ ક્યાંક પરિચિત હોય તેવો અંદાજ લાગ્યો.

“આપ મુજે કૈસે ભૂલ ગયે..? મેરા ઔર આપકા તો બહુત પુરાના નાતા હૈ..!” સામેથી અવાજ આવ્યો. આ શબ્દો અને અવાજને ઓળખી જતા હાથમાં રાખેલો કોફીનો મગ છટકી જતા તે નીચે પડી ફૂટી ગયો.

“ક્યા હુઆ..? કોફીકા મગ તૂટ ગયા..? આપકો લગા તો નહીં ના..?” સામે છેડેથી પરિચિત અંદાજમાં છાયાને સવાલ કર્યો.

ધ્રુજતા હાથે ફોનનું રીસીવર પકડી રાકતા છાયાએ સામે છેડેના અવાજને ઓળખી જઈ સવાલ કર્યો, “કાલી...!”

“બિલકુલ સહી પહચાના મેડમ... ઇંટરનેશનલ કોલમેં જ્યાદા પસે લગતે હૈ, ઇસ લીયે સીધે પોઇન્ટ કી બાત....આપકો આપકી બહાદુરી કા છોટા સા ઇનામ આપકે ઘર કવર સે ભીજવાયા હૈ, જરા દેખ લીજીએ..!” કાલીએ ફોન પર છાયાને મોકલાવેલ કવર વિશે જણાવતા કહ્યું.

છાયાને આ કોઇ બાબત પર વિશ્વાસ બેસતો ના હતો, પણ તેના કાને જ તે કાલીનો અવાજ સાંભળી રહી હતી તે પણ સાચુ હતું. ઝડપભેર છાયા કવર ખોલી જુએ છે તો તેમાં એક પત્ર મળે છે. છાયા તે પત્ર વાંચે છે...

ડીયર મેડમ છાયા,

નમસ્કાર. બચપનસે સીર્ફ ગાલીઓ સે હી બાત કરના સીખા હૈ, તો ઐસી સીધી બાતે કરના મુશ્કીલ લગતા હૈ, પર ક્યા કરે....આપ મેરી મોહોબ્બત રહે ઇસ લીયે આપસે સીધી બાત. વૈસે મૈં આપકે ડેડી ડી.જી.પી. કો મારના નહીં ચાહતા થા, લેકીન ક્યા કરે...ઉંહે મારના હી પડા... ખૈર છોડો યે સબ બાતે....આપ કભી ભી અકેલે નહીં હો, આપકા કાલી હમેશા આપકે સાથ હી હૈ...મુજ પે ગોલી ચલાતે વક્ત આપકે હાથ કાંપતે દેખ મુજે પૂરા યકીન હો ગયા થા કી આપ ભી મુજસે બહુત પ્યાર કરતે હો.... વૈસે કાલી ઝીંદા હૈ યે આપ કે લીયે બહુત બડા સરપ્રાઇઝ તો હોગા હી, લેકીન ઔર એક સરપ્રાઇઝ અભી બાકી હૈ...આપ કાફી સમજદાર હો, તો આપ કો જ્યાદા ક્યા સમજાના. બહુત જલ્દ મુલાકાત હોંગી.

આપકા પહલા પ્યાર

કાલી.

ઔર હા....સરપ્રાઇઝ..... છાયા આપ મેરે લીયે સીર્ફ એક હી શબ્દ બોલોંગે...માસ્ટર સ્ટ્રોક..!

“ડોન્ટ વરી છાયા, ઓલ ઇઝ વેલ..!”

પત્રમાં છેલ્લે અલગ અક્ષરે લખાયેલી લાઇન છાયાને જાણીતી લાગી અને સાથે છાયા તે હેન્ડ રાઇટીંગ પણ ઘણા પરિચિત હોવા વિચાર કરવા માંડી, ત્યાં જ સામે છેડે ચાલુ ફોનમાંથી કાલીનો અવાજ આવ્યો, “ક્યા હુઆ છાયા મેડમ...અભી નહીં સમજે સરપ્રાઇઝ...? ઠીક હૈ તો આપ કે સરપ્રાઇઝ સે બાત કીજીએ....” છાયા હજુ વિચારમગ્ન બની સામેથી કાલીની વાતચીતસાંભળી રહી હતી, ત્યાંજ એક પરિચિતઅવાજ સંભળાયો, “ડોન્ટ વરી છાયા, ઓલ ઇઝ વેલ..! અપના ખયાલ રખના..!” આટલું બોલી સામે છેડેથી ફોન કટ થઈ ગયો.

છાયાએ હાથમાં રાખેલા ફોનનું રીસીવર આઘાત અને આશ્ચર્ય સાથે હાથમાંથી છૂટી નીચે પડી ગયું. છાયા તે પત્રમાં લખેલા અક્ષરો, તે વાક્ય અને ફોનમાંનો અવાજ ઓળખી જઈ એક નામ બોલી ઊઠી, “કેશવ કુલકર્ણી...!” છાયાને તે સમજતા જરાય વાર ના લાગી કે તેના પિતા ડી.જી.પી. સાથે કાલીને પકડવાનો પ્લાન કરનાર, અગાઉ કાલીદાસ તરીકે મળનાર કાલી તરફ સાવ અજાણ્યા હોવાનું બતાવનાર અને છેલ્લે કાલીને મારવાનો આખો પ્લાન તૈયાર કરી કાલીની ગાડીની પેટ્રોલ ટેંક ઉડાડી તેની ગાડી ખીણમાં નાખતી બતાવી કાલીને ભગાડનાર બીજો કોઇ નહીં પણ કેશવ કુલકર્ણી જ છે...! જ્યારે આખા મુંબઈમાં કાલીને બચવું મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે કાલીના નકલી મોતનો પ્લાન ઘડી કાઢી પોતે પણ ગુપ્તચર વિભાગમાં જોડાઇ કાલી સાથે દુબઈ પહોંચી જનાર કેશવ કુલકર્ણી તો પહેલેથી જ કાલી માટે જ બધું કરી રહ્યો હતો. આ સાથે તે પોતે પણ અજાણતા કાલીના જ પ્લાનમાં તેને મદદ કરી રહી હતી..! કાલી અને કેશવના આ રહસ્યને જાણવા છતાંયે સરકાર સમક્ષ કોઇપણ નક્કર પુરાવા રજૂ ના કરી શકવાથી છાયા તેને પકડાવી શકશે નહીં તેની પણ તેને ખાતરી થઈ.

કાલી જેવા ખૂંખાર ગુનેગારને મારવા બદલ દેશભરમાં પોતાની થયેલી વાહવાહી સાથે સામે કબાટમાં રાખેલા ઢગલાબંધ ઇનામો છાયાને સાવ ક્ષુલ્લક જણાયા. બાહ્ય દેખાતી પોતાની ભવ્ય સફળતા પાછળની શરમજનક નિષ્ફળતા વિશે શું અનુભવવું તે છાયા સમજી શકતી ના હતી. ડ્રોઇંગ રૂમમાં સામે પોતાના પિતાએ રાખેલી વાઇન બોટલમાંથી પહેલી વાર એક બોટલ ઉઠાવી સીધી મોંએ માંડી વાઇનાના ઘૂંટડા ભરતા છાયા બોલી, “સચ મેં.... માસ્ટર સ્ટ્રોક..! લેકિન મૈં તુમ્હે નહીં છોડૂંગી...!” અફસોસ, ગુસ્સો અને આંસુ ભરેલી વાઇનાના નશામાં લાલચોળ આંખ માંડમાંડ ખોલતા નશામાં સોફા પર ઢળી સૂઇ જતા પહેલા છાયાએ ગુસ્સામાં બૂમ પાડી, “કાલી.......!”

*********