Maaa books and stories free download online pdf in Gujarati

માઁ વિનાની દિકરી ની વેદના

માઁ એટલે શું?
માઁ એક એવો શબ્દ છે જે સાંભળતાં જ રડતું બાળક ચૂપ થયી જાય. પણ એજ માઁ ના હોય ત્યારે શું થાય ખબર છે. બાળક હંમેશા રડતું કે ઉદાસ જ રહે છે.
એક દિવસ ની વાત છે. એક બેન એ એક દીકરી ને જન્મ આપ્યો. બધા જ બહુ ખુશ હતા ખાસ કરી ને એ બંને પતિ પત્ની જેને એ દીકરી ને જન્મ આપ્યો. એ બંને રોજ દીકરી ને રમાડતા. જોત જોતા માં દિકરી 1 વર્ષ ની થયી એ બંને દીકરી ને ફરવા લયી જતા. દીકરી 2 વર્ષ ની થયી બધા બહુ ખુશ હતા કેમ કે દીકરી ઘર માં એક જ નાનું બાળક હતી. જોત જોતા માં એ દીકરી અઢી વર્ષ ની થયી ને દીકરી મેં જન્મ આપનારી એની જનેતા નું મૃત્યુ થયી ગયું. એ દીકરી ખૂબ જ નાની હતી એટલે એને બીજા ના ઘર માં રાખી હતી કેમ કે દીકરી ને કાઈ ખબર નહોતી પડતી પણ બીજા દિવસ એ દીકરી ના મામા પક્ષ ના લોકો આવ્યા ને બાપ ના ખોળા માથી દીકરી ને લાયી ગયા. પછી તો નાની દીકરી એના પાપા થી દુર રહી.દીકરી ના મોસાળ પક્ષ વાળા નાની દીકરી ને એના પાપા થી મળવા પણ નહોતા દેતા. ધીમે ધીમે દીકરી 15 વર્ષ ની સમજણી થયી ગયી ને એને એના પાપા ની શોધ કરવાની ચાલુ કરી એને એના નાના નેની ખૂબ જ સાચવતા હતા પણ મા બાપ વગરની દીકરી ને ગમે તેટલો લોવે આપો તો પણ એને મા બાપ નો પ્રેમ આપવો મુશ્કેલ છે. પછી તો ધીમે ધીમે દીકરી 17 વર્ષ ની થયી ને એને એના પાપા મળી ગયા. પણ ત્યાં પણ ગમે તે નવી માઁ એ નવી માઁ જ હોય એ સાબિત થયી ગયું. દીકરી ને એના દાદી, કાકા, કાકી, પાપા તો સૌથી વધુ રાખવા લાગ્યા પણ. એની નવી માઁ એને હેરાન કરવા લાગી એને સરખું બોલાવે નહિ ને વાત વાત માં એના માઁ બાપ ને બોલાવી દેય. એટલે એના પાપા એ એની નવી માઁ ને બોલાવવા નું બંધ કરી દીધું. હવે દીકરી બહુ ઉદાસ રહેવા લાગી. એમ વિચારતી હતી કે હવે શું કરવું ના પાપા ને કહેવાય પાપા ને કહું તો બંને વચ્ચે વધુ અંતર બની જાય. હવે તો દીકરી એ વિચારી લીધું કે હવે કંઈ નહીં બોલવું ક કોઈ ને બોલાવવા નહિ. હું જેમ રાહુ છું એમ રહેવું પડશે. હું ના દાદી ને ના નાની ને કે મામા લોકો ને કોઈ ને કંઇ નહિ કહી શકું હવે શુ કરું. દિકરી મન માં ને મન માં મુંજાતી હતી. એને ખોટા વિચારો આવવા લાગ્યા. પછી એને એક દિવસ વિચાર આવ્યો કે હું કેમ ખોટા વિચારો લાવું છું. જેમ થવું હોય એમ થાય. એને પછી તો કવિતા ને વાર્તા લખવાનું ચાલુ કર્યું ને એની વેદનાઓ ને એમ દર્શાવવા લાગી. એને સમજાયું કે મા તે મા બીજા બધા વગડાના વા. પણ એ જાતે જ પોતાની મા પોતાના પાપા અને પોતાનું બધું જ બની ક કોઈ નહીં હોય હોવી તો પણ કોઈ પ્રોબ્લેમ નહિ મને હોવી એ પોતાનું કામ જાતે કરવા લાગી. એની નવી મા એ એના પાપા અને એના પર ખરાબ શક કર્યા તો એને એના પાપા જોડે પણ બેસવાનું ઓછું કરી દીધું. શુ આજ એની સગ્ગી મા હોટ તો આવું થાત? કોઈ હિસાબે ના થાત. પણ હવે શું કરવું જે છે એને સ્વીકાર્ય સિવાય એની જોડે છૂટકો જ નહોતો. આજ એ દીકરીને એના પાપા જોડે આવ્યે 1 વર્ષ થયું પણ કોઈ ફેર નહિ એની નવી માં એ સાબિત કરી દીધું નવી એ નવી જ હોય. કૃપા કરું ને જેની જોડે મા હોય તો એને સાચવજો. માં તે માં મ જ રાખજો.

I love you my mumma.

Share

NEW REALESED