Father's love books and stories free download online pdf in Gujarati

પિતા નો પ્રેમ

અત્યાર સુધી મા નો પ્રેમ, મા નો લાડ, જોયો પણ કોઈ દિવસ વિચાર્યું ક પિતા શુ છે, પિતા નો પ્રેમ શુ છે.
પિતા કઠોર છે, પિતા કડક છે અમુક વાર તો એમ પણ લાગે કે પિતા નિર્દયી છે પરંતુ હુ માનું છું કે પિતા કઠોર નથી પ્રેમાળ છે,પિતા કડક નથી પરંતુ પિતા નર્મ્ છે, પિતા મીણબત્તી જેવા પીગળી જાય એવા છે.
મા તમારા વગર જમતી નથી પણ પિતા ભલે નથી પૂછતાં પણ એમને જો જમવા ઓછું હોય તો ખી ડે કે હુ જમી ને આવ્યો તમે જમી લો. પિતા તો એક દીકરી ની વેદના ને ઓછી કરવા વાળા છે. પિતા એક દીકરી ના આંસુ વગર પૂછે વગર જોયે સમજવા વાળા છે. પિતા તો એક દીકરી ના દિલ ના ધબકારા છે.
એક દીકરો મોટો થાય એમ એના મિત્ર બને એ પિતા છે. એક દીકરી ની વિદાયી સમયે એની સામે થી દૂર થતા પિતા છે જે જીવ ને પોતા ના કાળજા ના ટુકડા ને રોતા ના જોયી શકે.
માતૃત્વ ના પાઠ તો ભણેલા છીએ કોઈ દિવસ પિતૃત્વ્ સામે નજર નાખી જોવો જે કહે છે બે કે પીતા કડક છે એને ખબર પડે કે પિતા તો નરિયેળ ની માફક બહાર થી કઠોર છે પણ પિતા નરમ છે.
પિતા ના તોલે ભગવાન પણ ના આવે. જે મહેનત મજુરિ કરી ને સપના પુરા કરે છે એ પિતા છે.
દીકરી ના કબાટ માં ખુબ જ કપડા હતા છતાં પોતાના કપડા ના બદલે દીકરી ના માટે કપડા લાવ્યા. પોતાના જૂત્તા તૂટી ગયેલા છતાં દીકરા ના એક વેન પર પોતા ના બદલે દીકરા માટે મહેંગા જૂત્તા લાવ્યા. પત્નિ ની ઈચ્છા પુરી કરવા માટે રાત દિવસ મહેનત કરનારા એ પિતા તો પણ ખરાબ છે.
પિતા ના તોલે કોઈ નથી આ દુનિયા માં સાહેબ . પોતાના દીકરા કે દીકરી આવશે ને ત્યારે ખબર પડી જાશે કે પિતા શુ હોય. પોતાના પિતા એ કેટલી મહેનત કરી.
પિતા તો હમદર્દ છે. પિતા તો પોતાને દુઃખ હશે તો પણ સંતાન ને નહી કહે કેમ કે એ વિચારશે કે મારા બાળક ને દુઃખ થશે એમ વિચારી ને. પિતા દીકરી નું સર્વસ્વ હોય છે તો દીકરા ના માટે પાક્કા ભાઈબંધ. પિતા સૌનું વિચારી ને પોતાના થી થાય એટલી મહેનત કરે છે અને એના બદલા માં પરિવાર સાથે સુખી રહેવાનું ઈચ્છે છે. કોઈ દિવસ દીકરા કે દીકરી રોક ટોક ના કરનારા પિતા એક દીકરી ને વિદાયી વખત દીકરી બહુ ના રડે તે માટે તે છુપાવે છે પોતાના આંસુ. દીકરા ને કોઈ કહી જાય્ ને તો એના પડખે ઉભા રહે છે એ છે પિતા. બચપન થિ સમજાવતા એ પિતા કે પોતાનુ કોન્ ને પારકું કોન ત્યારે કોઈ ના સમજે ને કોઈ પારકા માટે મારી મતે ને પિતા ની સામે પડે ત્યારે બાપ નું હૈયું કાપી ઉઠે છે. ના બતાવે શુ તકલીફ છે અને એ તકલીફ મોઢા પર આવ્યા વગર જીવી લે ને એ છે પિતા. પોતાના હાથ કાળા કરીને દીકરા દીકરી ને લાડકોદ્ કરે ને વહાલ થિ જે જોવે તે લાવી આપે એ છે પિતા. પિતા નું સ્થાન મા ના સ્થાન્ સમાન જ છે. દીકરી માં નું હૈયું છે તો બાપ નો કાળજા નો કટકો. દીકરો માનું સ્વાભિમાન છે તો બાપ નું સ્વમાન. મા બાપ ને આપડી જિંદગી મા મહત્વ નું સ્થાન આપો.