Rainey Romance book and story is written by Ravi virparia in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rainey Romance is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રેઈની રોમાન્સ - Novels
by Ravi virparia
in
Gujarati Fiction Stories
પ્રકરણ 1વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ. મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કારણ કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ અનાયાસે જોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી. હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો
પ્રકરણ 1વરસાદ, પ્રેમ અને પ્રકૃતિ. મને આ ત્રણેય સાથે અનહદ લગાવ. કારણ કે આ ત્રણેય મારી અને જિંદગીની જેમ કોઈના કહ્યામાં ના રહી શકે. ત્રણેય સાથે પ્રાર્થના કે માનતાનું શ્રદ્ધારૂપી તત્વ ...Read Moreજોડાયેલું હોય. તેનું ફળ મળે તો નસીબદાર…નહીં તો… તક રૂપી ‘સરપ્રાઈઝ’ઈશ્વર સતત આપતો રહે. અનિચ્છા કે જરૂરિયાત ના હોય તો પણ. હું અત્યાર સુધી બીજા માટે આવું માનતી હતી. જ્યારે ખુદને અનુભવ થયો ત્યારે બેફામ બનીને વિહરતી હું અચાનક સ્થિર બની વહેવા લાગી. આ માટેના કારણો વિચારવા લાગી. હું રેવા…બ્રેઇનના સેલમાં વીજળી વેગે ગતિ કરતાં હૃદયની લાગણીઓ અને મનની માંગણીઓના કારણો
પ્રકરણ - 2 “ મી. આરવ, તમારી ચારેય પ્રપોઝલ મને ગમી છે. બટ આઈ લાઈક સમથિંગ ડિફરન્ટ. મને ...Read Moreછોકરો શોધવા માટે આ ક્રાઇટેરિયા પૂરતાં નથી. ફાઇનલ પ્રપોઝલ માટે હજુ તમારે મહેનત કરવી પડશે. હું મારા સૂચનો મેઈલમાં મોકલી આપીશ. આઇ હોપ કે બે દિવસમાં તમે બધું કમ્પ્લીટ કરી લેશો.” DB હાઉસના આલીશાન દિવાનખંડમાં સોફા પર બેસી હું લગ્ન વિશે અવનવા વિચારો સાથે આગળ વધી રહી હતી.“યસ મેમ, આજે સાંજે મેઈલ મોકલી આપશો તો કાલ સાંજ સુધીમાં તમને ફાઇનલ પ્રપોઝલ મળી જશે. આપણે આ આખી ઇવેન્ટને કઈ રીતે ડિઝાઇન કરીશું તેનું
પ્રકરણ - 3 "દેશના મહાનગરોના હોર્ડિંગ્સથી લઈ ઇન્ટરનેટ પર રેલાતાં રેવાના બિન્દાસ હાસ્યએ કેટલાય હૃદયને ઘાયલ કરી મુક્યા ...Read Moreહાલમાં, લોકલથી લઈ નેશનલ મીડિયામાં આ મોર્ડન સ્વંયવર ચર્ચાસ્પદ મુદ્દો બની ચુક્યો છે. ઇવન કેટલાંક શહેરોમાં તો જાહેરાતના બોલ્ડ લખાણ સામે વિરોધ પ્રદર્શનો પણ થયા છે. મને આ સ્ટોરીમાં એક સ્પાર્ક દેખાય છે. આ ભારતની મિલેનિયમ જનરેશનની સ્પષ્ટ અને બિન્દાસ બનતી જતી માનસિકતાનું પ્રતિબિંબ. સાથે જ પોતાના નિર્ણયોને હિંમતપૂર્વક વળગી રહેવાની દ્રઢતા નજરે ચડે છે. આ સ્વંયવર દેશના ઇતિહાસમાં એક માઇલસ્ટોન તરીકે સ્થાન પામશે એ નક્કી છે. તો ફ્રેંન્ડ્સ, હવે આપણે આપણાં સ્વંયવર વિશેના પ્લાનની ચર્ચા કરીશું." પોતાના શબ્દોને
પ્રકરણ - 4 બીજા ...Read Moreરોડ પરનું 'અપના અડ્ડા' કોલેજ સ્ટુડન્ટસના કલબલાટથી સતત ધમધમતું રહેતું. રાત્રે યાર, દોસ્તોનીની મોહબ્બતની મહેફિલ જામતી. જેની ચર્ચા અને સ્મરણોની યાદગારીનો ક્યારેક ઉગતો સૂરજ પણ ઈર્ષા કરતો. કેટલાંય ગ્રુપની જેમ અમારી દોસ્તીનો આ કાયમી અડ્ડો હતો. આજે અમારી ચંડાલ ચોકડી ઘણાં સમય પછી અહીંયા ભેગી થઇ હતી. આરવ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો. જ્યારે સૌમ્ય પ્રોફેશનલ હેકર હતો. વિવિધ એજન્સી અને અમુક સોફ્ટવેર કંપનીને તે સેવા પુરી પાડતો હતો. તથાગત ગવર્મેન્ટ ઓફીસર હતો. એક લગ્ન પ્રસંગમાં અનાયસે ભેગા થયેલા અમે બધા આજે પાક્કા ભાઇબંધ બની ચુક્યા હતા. અમારી ચંડાળ ચોકડી અઠવાડીયામાં બે દિવસ
પ્રકરણ 5 "મેમ, કામ બહુ અઘરું છે. સુલતાનની સિક્યુરિટીના હાઇરિસ્ક ઝોનમાં પ્રવેશવાનું ?" આ શબ્દોમાં ...Read Moreવર્તાઈ રહ્યો હતો. " આઈ નો. પણ તારી કાબેલિયત આગળ એની કશી વિસાત નથી. મને આ કામ માટે ફક્ત તારા પર ભરોસો છે. કહ્યું એ ટાઇમ લિમિટમાં કામ પૂરું થઈ જશે ને ?" સાગરિકા પોતાના સોર્સને તૈયાર કરી રહી હતી. "તમને ના પાડવાનો સવાલ જ નથી. તમારે લીધે તો આજે હું જીવતો છું. આજે ઋણ ચૂકવવાની તક મળી છે. બસ, એક પ્રોબ્લેમમાં જરૂર પડે તો હેલ્પ કરવી પડશે. બાકી હું જોઈ લઈશ." શબ્દો બહુ જોખીને લાગણીપૂર્વક બોલાયા હતાં. "મારે