Darkhart - the story of sword - 4 books and stories free download online pdf in Gujarati

ડાર્કહાર્ટ - the story of sword - 4

Part 4


જેક અને હેન્ડ્રીક એલસ્ટોન પહોંચ્યા.

" વેલકમ ટુ ઘ એલસ્ટોન, જેક. " હેન્ડ્રીકે સામેની તરફ ઈશારો કરતાં કહ્યું. જેકે તે તરફ જોયું અને બોલ્યો,

" ઓહ માય ગોડ "

એલસ્ટોન ટાઉન કે જ્યાં હેન્ડ્રીક જેકને લાવ્યો હતો તે પહેલી નજરે થોડું ડરાવનાર પણ હકીકતમાં ખરેખર સુંદર હતું. ત્યાં ઘણાં લોકો રહેતાં હતાં જે પોતપોતાના રોજીંદા કાર્યોમાં વ્યસ્ત હતાં. ટાઉનની બરોબર વચ્ચેના ભાગ પર ઊંચાઈએ આજુબાજુ ઊંચા અને ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ એક કિલ્લો હતો. જેક તેને જોઈ રહ્યો હતો. હેન્ડ્રીકે જેક તરફ જોયું. તે જેકનાં મનમાં ચાલી રહેલાં સવાલોને ઓળખી ગયો. તે જેકને તે કિલ્લા તરફ ઈશારો કરતાં બોલ્યો,

" તે અલ્નોર ફોર્ટ છે, જેક. ત્યાં જ તારો ભૂતકાળ છુપાયેલો છે. તો જઈએ? " હેન્ડ્રીકે જેકને ત્યાં જવા માટે કહ્યું.

અલ્નોર ફોર્ટ ખરેખર એક વિશાળ કિલ્લો હતો. તેની ઉપર વચ્ચે ગરુડનાં મુખની વિશાળ આકૃતિ હતી અને તેની નીચે "ALNOR FORT" લખેલું હતું. જેક અને હેન્ડ્રીક પગથિયાં ચડતા હતાં. જેક પગથિયાં ચડતાં ચડતાં વિશાળ કિલ્લાને જોઈ રહ્યો હતો. તેઓ કિલ્લાનાં મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા. વ્યક્તિઓ દરવાજા પાસે ઊભા હતાં. તેણે હેન્ડ્રીકને જોઈને દરવાજો ખોલ્યો.

" અહીં ફક્ત એ જ લોકોને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે જેને પ્રોફેસર ફ્રેન્ક તરફથી અનુમતી મળી હોય. તે બે રક્ષક બીજા કોઈને પણ અંદર નથી આવવા દેતાં. " હેન્ડ્રીકે તે બંને રક્ષકની માહિતી આપી.

જેક સાંભળી રહ્યો હતો. અંદર જતાં એક મોટું અને ખુલ્લું મેદાન આવ્યું. તેમાં નાના-નાના અનેક છોડ હતાં. મેદાનની બંને બાજુએ ઘણાં રૂમ તથા સામેની બાજુ એક મોટો ખંડ હોઈ તેવું લાગ્યું. એટલામાં જેકની નજર ત્યાં એક અલગ પ્રકારનાં વૃક્ષ પર પડી. જમીન પર ડાળીઓ અને તેનું થડ તથા મૂળ ડાળીઓની ઉપરની તરફ. જાણે કે ઊંધું ઉગ્યું હોય. જેક તેની તરફ જવા લાગ્યો. જેકને તે વૃક્ષ તરફ જતો જોઈને હેન્ડ્રીકે ઝડપથી તેને રોક્યો,

" સ્ટોપ, જેક. તેની નજીક નહીં જા. એ ડેડવુડ છે. "

" ડેડવુડ? " જેક ફરીથી હેન્ડ્રીક પાસે આવ્યો અને પૂછ્યું.

" હા, ડેડવુડ. તેની નજીક જે કાંઈ પણ આવે તે તેને પકડી લે. તેની પકડમાંથી છૂટવું અશક્ય છે. ત્યાંથી કોઈ જીવીત નથી આવી શકતું. તેને ખાસ અહીંના કિંગ આલ્ફ્રેડોએ બનાવ્યું હતું, સુરક્ષા માટે. " હેન્ડ્રીકે કહ્યું.

" કિંગ આલ્ફ્રેડો કોણ છે? " જેકએ પૂછ્યું. જેકનો સવાલ સાંભળી હેન્ડ્રીક થોડીવાર મૌન રહ્યો.

" હેન્ડ્રીક? " હેન્ડ્રીકનો કોઈ જવાબ ન મળતાં જેક બોલ્યો.

" અમ.. હી વોઝ ધ ક્રિએટર ઓફ ધીઝ બ્યુટીફૂલ એલસ્ટોન. આ એલસ્ટોન, ફોર્ટ બધું એણે બનાવેલું છે. એ ખરેખર એક શક્તિશાળી કિંગ હતાં. પણ એનાં મૃત્યુ પછી બધી જવાબદારી પ્રોફેસર ફ્રેન્ક પર આવી ગઈ. " તે મોટાં ખંડમાં પ્રવેશ કરતાં કરતાં હેન્ડ્રીક બોલ્યો.

" ઓહ.. પણ આ બધાં સાથે મારો શું સંબંધ છે? મારી મોમ ક્યાં છે? " જેક માટે આ બધું સ્વીકારવું અઘરું બનતું જતું હતું.

હેન્ડ્રીક જેકની વાત અવગણીને બોલ્યો, " લુક એટ ધેટ.. " તે મોટા ખંડની દિવાલ પર લગાવેલ પેઇન્ટિંગ તરફ ઈશારો કરીને કહ્યું, " એ છે કિંગ આલ્ફ્રેડો.. ધ ગ્રેટ કિંગ આલ્ફ્રેડો રિચાર્ડસન.. "

જેકએ તે પેઇન્ટિંગ જોયું. કિંગ આલ્ફ્રેડોની મહાનતા, તેની શક્તિ તેનાં ચિત્ર પરથી સ્પષ્ટ દેખાય રહી હતી. કિંગ આલ્ફ્રેડોને જોઈને જેકને કાંઈક આભાસ થયો. તેને પોતાનાપણું લાગ્યું. તે મનમાં ઉદ્દભવેલ આ ભાવને સમજી ન શક્યો.

" હેય જેક, માય ચાઇલ્ડ. "

અજાણ્યો અવાજ સંભળાતા જેક પાછળ ફર્યો. તેણે જોયું તો હાથમાં એક લાકડી પકડેલ એક વ્યક્તિએ તેને બોલાવ્યો હતો. લગભગ સાંઠેક વર્ષની ઉંમર હશે પણ તેની આંખોની ચમક તેની ઉંમરને ઘટાડી રહી હતી. લાંબી સફેદ દાઢી અને સફેદ વાળ હતાં. તેનાં ગળામાં પણ એવું જ લોકેટ હતું કે જેવું હેન્ડ્રીકે જેકને આપ્યું હતું. તેનાં હાથમાં રહેલી લાકડી પર પણ ગરુડના મુખનું ચિહ્ન હતું. જેકને વિચાર આવ્યો કે કદાચ એલસ્ટોન માટે ગરુડનું કાંઈક મહત્વ તો હશે જ.

" જેક, આ છે પ્રોફેસર ફ્રેન્ક. " હેન્ડ્રીકે પરિચય આપતાં કહ્યું.

" હેલો પ્રોફેસર ફ્રેન્ક, મહેરબાની કરીને તમે મને જણાવશો કે મને અહીં શા માટે લાવ્યો છે? મારી મોમ ક્યાં છે? અને મારો એવો ક્યો ભૂતકાળ છે જે મારાથી છુપાવ્યો છે? " એક તો અજાણી જગ્યા અને ઉપરથી મનમાં ઉઠેલા સવાલો હવે જેકને અકળાવી રહ્યાં હતાં. પ્રોફેસર ફ્રેન્ક સમજી રહ્યા હતાં કે જેક અત્યારે વાત સમજી શકે તે પરિસ્થિતિમાં નહોતો.

" પહેલાં તારે આરામની જરૂર છે. થોડો સમય આરામ કર. બીજી બધી વાત કાલે કરીશું. " પ્રોફેસર ફ્રેન્કે જેકને કહ્યું.

" ના, પણ મારે મોમને મળવું છે. અત્યારે જ. " જેક ગુસ્સામાં બોલ્યો.

પ્રોફેસરે જેકનાં ખભા પર હાથ રાખ્યો અને તેને સમજાવવાની કોશિશ કરી, " જેક, પરિસ્થિતિ દેખાય છે એટલી સીધી નથી. અત્યારે તારે આરામની ખૂબ જરૂર છે. કાલે જ વાત કરવી વધુ સારું રહેશે. " અને પછી હેન્ડ્રીક તરફ જોઈને કહ્યું, " જેકને તેનાં રૂમ સુધી મુકી આવ. "

જેક પણ પછી આનાકાની કર્યાં વગર હેન્ડ્રીક સાથે ચાલવા લાગ્યો.

***

" સાચું સાચું કહો મિસ, ક્યાં છે જેક? " એલ અને સ્ટીવ મિસ એમિલીને જેક વિશે પૂછી રહ્યાં હતાં. ગઈ રાતની ઘટના પછી બંનેને ખાતરી હતી કે રાતે જે વ્યક્તિ સાથે મિસ એમિલી વાત કરી રહી હતી તે જ જેકને લઈ ગયો હશે.

" હમણાં તો કહ્યું હતું એનાં દૂરના કોઈ અંકલ તેને શોધતાં શોધતાં અહીં સુધી આવ્યાં હતાં અને તે જેકને લઈ ગયાં. " મિસ એમિલીએ કહ્યું.

" તમે ખોટું બોલી રહ્યાં છો.." સ્ટીવે ગુસ્સામાં કહ્યું.

" મેં કહ્યું તે સાચું જ છે. હવે તમે જઈ..."

" કાલે રાત્રે જેકને લેવાં માટે આવ્યું હતું તે કોણ હતું? તે જ જેકને લઈ ગયો છે. મને ખબર છે મિસ. " એલેનાએ મિસની વાત વચ્ચેથી અટકાવીને કહ્યું.

" ક.. કોણ? કોઈ જેકને લેવાં નહોતું આવ્યું. કોના વિશે કહે છો? " મિસ એમિલી થોડી ગભરાઈ ગઈ.

" એ જ પેલો કીટીવાળો જાદુગર. " સ્ટીવ બોલ્યો.

" મિસ, અમને ખબર છે, તે જ જેકને કોઈ એલસ્ટોન નામની જગ્યાએ લઈ ગયો છે. તો પ્લીઝ હવે કોઈ પણ વાત છુપાવ્યા વગર હકીકત જણાવો. " એલેનાએ શાંત પરંતુ ગંભીર અવાજે મિસ એમિલીને કહ્યું.

મિસ એમિલીને હવે વાત છુપાવવી શકે તેમ નહોતી. તેણે એલેના અને સ્ટીવને કહ્યું,

" હા, તે જ જેકને લઈ ગયો છે. જેકનો ભૂતકાળ એલસ્ટોનમાં છુપાયેલ છે. હવે સમય આવી ગયો છે તેને જાણવાનો. માટે તે ત્યાં છે. હવે આનાથી વધારે હું કાંઈ પણ જણાવી શકું તેમ નથી અને આ વાતની અહીં કોઈને પણ ખબર ન પડવી જોઈએ. "

મિસ એમિલીની વાત સાંભળી એલેના અને સ્ટીવે એકબીજા સામે જોયું. તેને વાતની ગંભીરતા સમજાઈ રહી હતી અને સાથે સાથે જેકની ચિંતા પણ થઈ રહી હતી.

" અમારે પણ જેક પાસે જવું છે. " એલેનાએ મિસ એમિલીને કહ્યું.

" હા, એમ પણ તે થોડાં સમયથી પરેશાન છે. ત્યાં તો તે સાવ એકલો હશે. એને અમારી જરૂર હશે. અમને પણ ત્યાં જવું છે." સ્ટીવે કહ્યું.

" ના, તમે ત્યાં નહીં જઈ શકો. તમારાં માટે તે જગ્યા સેફ નથી." મિસ એમિલીએ તે બંનેને ત્યાં જવાની ના પાડી.

" તો તો હવે જવું જ પડશે. તે અમારા માટે સેફ નથી એટલે જેક માટે પણ સેફ નહીં જ હોય. " એલેનાએ જીદ પકડી.

" એ શક્ય નથી. અને જેક ત્યાં સેફ છે. તેની ચિંતા નહીં કરો. " મિસ એમિલી બંનેને સમજાવી રહી હતી.

" જો અમને જેક પાસે નહીં જવા દો તો અમે અહીં બીજા ફ્રેન્ડ્સને પણ આ વાત કરી દઈશું. "

એલેના મસ્તીભરી સ્માઈલ સાથે બોલી. સ્ટીવના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ પણ મિસ એમિલી ટેન્શનમાં આવી ગઈ. તે બંનેને રોકવાનો હવે બીજો કોઈ રસ્તો મળ્યો નહીં.

***

જેક રૂમમાં બારી પાસે બેઠો બેઠો બહાર જોઈ રહ્યો હતો. મનમાં વિચારો અને પ્રશ્નોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. કાલ સુધી નોર્મલ રીતે ચાલતી લાઇફમાં અચાનક બધું બદલાવા લાગ્યું. એલસ્ટોન, અલ્નોર ફોર્ટ, પ્રોફેસર.. એક જ દિવસમાં ન વિચારેલું કેટલું બધું થઈ ગયું હતું. એટલામાં તેનું ગ્રીફી ઉડતું ઉડતું બારીની અંદર આવ્યું અને જેક પાસે આવીને બેસી ગયું. જેક તેની પર હાથ ફેરવતાં બોલ્યો,

" હેય ગ્રીફી, કાશ અત્યારે એલ અને સ્ટીવ મારી સાથે હોત. મારે અત્યારે તેની ખૂબ જરૂર છે. એક તે જ તો છે જે મારાં વગર કહ્યે વાતને સમજી શકે છે. આજે તે અહીં મારી સાથે હોત તો આ બધું આટલું બધું અઘરું ના રહેત મારી માટે.. આઈ મીસ ધેમ અલોટ. "

ગ્રીફી સાથે વાત કરતાં કરતાં જેકની આંખ મીંચાઈ ગઈ અને ત્યાં જ સૂઈ ગયો.

***

સવારે જેક જાગ્યો. તે બારી પાસેથી ઉભો થયો. તેની નજર અંદર રૂમમાં પડી. જેક ફાટી આંખે જોઈ રહ્યો.

***


વધુ આવતાં ભાગમાં...


વધુ જાણવા બન્યા રહો.
તમારાં ખાસ પ્રતિભાવોની આશા સહ.. રાધે રાધે..