The twilight of happiness books and stories free download online pdf in Gujarati

સુખ ની સંધ્યા

જ્યા પ્રેમ ત્યાં ઈશ્વર પણ વિયોગ ત્યાં ઈશ્વર થી પ્રેમ ની આ વાત છે.

દરિયા કિનારે છીપલાં નું મકાન,
રેતી ના ઢગલા ની માંડી દુકાન...
કાના માં આખું ગોકુળ ગુલતાન,
તો યે રાધે ની ઈચ્છા,એનું અભિમાન.....

જય : મેં નવા જીવન ની શરૂઆત કરી છે.આજે મારી પાસે બધુંજ છે.નથી તો બસ રાધે...!!!

જય અને રાધે ચાર મહિના માં તો જાણે ભવ ભવ ના પ્રેમી હોય તેમ જીવી રહ્યા હતા.જય થોડાજ દિવસો માં રાધે માટે ઘર ખરીદી અને પોતાના પ્રેમ ની પરીક્ષા માં જાણે પ્રથમ ઉત્તીર્ણ થયો હોય તેવા ઉત્સાહ સાથે રાધા ને ફોન કરે છે...

હલો હલો રાધા મેં આપણા માટે ઘર ખરીદી ચુક્યો છું.તને ગમતી એ પાર્ક એવરન્યુ માં જ તને ગમતા વાઈટ અને બ્લુ રંગ નો ઇન્ટિરિયર અને માર્બલ ના મંદિર માં રાધા કૃષ્ણ ની મૂરત તું કે તું ક્યારે આવે છે.મેં છ મહિના નો સમય માંગ્યો હતો અને ચાર મહિના માં મે બધુજ કામ તારા કીધા પ્રમાણે પુરૂ કરી નાખ્યું છે. હવે બોલ જલ્દી બોલ ક્યારે આવે છે..???

સામેથી જવાબ આવે છે. સોરી જય હું નહિ આવી શકું...

જય : રાધે મજાક ન કર

રાધે: જય તું સમજવાની કોશિશ કર આ બધું મારા થી શક્કય નથી કે હું આવી શકું..હવે પછી મને ફોન ન કરતો..

જય ત્યાંજ આવાચક થઈ સોફા પર બેસી જાય છે.

આજે રાધે નો ફોન આવશે રોજ રાહ જોઈ ને બેઠેલો જય પણ રાધે નો કોઈ જવાબ જ ન આવ્યો..

એવું તે શું બન્યું કે જન્મ જન્મ નો સાથ આપવા ની કસમો ખાતી રાધે અચાનક આટલી બદલાઈ ગઈ...

પણ આ વાત નો જવાબ તો રાધા જ આપી શકે...

હવે છ મહિના નો સમય વીતી ગયો જય એજ મંદિર ના રાધા કૃષ્ણ સામે બેસી રાધે...રાધે... ના રટણ માં આજે પણ એ આશ સાથે જીવન વ્યતીત કરી રહ્યો છે.
એક દિવસ રાધા જરૂર આવશે..દરરોજ ના રૂટીન પ્રમાણે જય મંદિર પહોંચતા ની સાથે મંદિર ની બાજુ માં ફુલ વહેંચતી મંજુ એ સાદ પાડી ને જય ને સાદ દીધો જય ભાઈ આજે તમારા મનપસંદ. ચમેલી ના ફુલ આવેલ છે, આપ કહો તો રાધાજી માટે ગજરો બનાવી આપું રાધાજી ના કેશ પર ખુબ સુંદર લાગશે.. એટલુ જ કહેતાં ની સાથે જયંત ફરીથી રાધા ની યાદ મા ખોવાઈ ગયો ને મંજુ રાધાજી માટે સરસ મજાનો ગજરો બનાવી ઉદાશ મને અનેક ઝંખના સાથે મંદિર ના ઘંટ ને સ્પર્શ કરતાં ની સાથે જ મંદિર આખું જાણે રાધે રાધે ના અવાજ થી જાણે ગુંજી ઉઠ્યું હોય તે રીત નો આભાસ થાય છે . જય દર્શન કરતો હતો કે અચાનક એની નજર રોડ ક્રોસ કરતી એક મહિલા પર પડે છે દુર હોતો એ નાજુક અને નમણી નાર ને જોતો જ રહે છે એ મહિલા રોડ ક્રોસ મંદિર તરફ આવવા ડગ ભરે છે..પૂરઝડપે આવતી એક કાર આ મહિલા ને હણફેટ માં લઇ ને મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી કાર ચાલક ભાગી જાય છે દર્શનાર્થીઓ અને લોકોને એકઠા જોઈને જય ને પણ થાય છે કે ચાલતો ખરો હું પણ જોઉં કોણ છે એ મહિલા અને એની પાસે રડતો એક સાત વર્ષનો નાનો બાળક મમ્મી મમ્મી ઉઠ ઉઠ ની બુમો પાડતો હતો ત્યાં જઈને જય એ જોયુ તો વિધવાના સંગાવમાં ઈજાગ્રસ્ત મહિલા બીજું કોઈને રાધા હતી જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી રાધાને જય તરત જ એમ્બુલન્સ ને બોલાવી હોસ્પીટલ તરફ રવાનો થાય છે સ્ટેચર પર પડી રાધા અને જય એકબીજાને જોતા રહે છે વખત જતા રાધાને સારું થઈ જાય છે સારવાર દરમ્યાન સતત જય તેની સારવારમાં રહે છે એ દરમ્યાન રાધાને જે વ્યક્તિથી મજબૂરીમા લગ્ન કરવા પડ્યા હતા તેની વિગતવાર વાત તે જય ને કરે છે કરોડપતિ વૈભવશાળી વ્યક્તિથી રાધા ના લગ્ન થયેલા ની વાત સાંભળી અચાનક સ્તબંધ થઈ ગયેલ જય ને રાધા કહે છે કે પિયુષ બધી જ માલ મિલ્કત શેર બઝાર ના સટ્ટા મા હારી જતાં આપધાત કર્યો હતો. હવે હું અને પુત્ર ચીન્ટું બાજુમાં આવેલ વિદ્યાવા આશ્રમ માં રહીએ છીએ આ વાત સાંભળીને જય વ્યતીત થઈ જાય છે અને કહે છે કે રાધા આપણાં માટે લીધેલ ઘર આજપણ તારી રાહ જુવે છે હોસ્પીટલમાંથી રાધાને રજા મળ્યા બાદ પોતાની કારમાં રાધા અને ચિન્ટું ને મંદિર દર્શન કરવા માટે લઈ આવે છે ત્યારે પુજારી આ બન્નેના લગ્ન ભગવાન રાધાકૃષ્ણ ની મૃત્તિ સમક્ષ કરાવે છે અને સુખમય જીવનના આર્શીવાદ આપી જય ને સમજાવે છે કે ભગવાનના ધેર દેર છે પણ અંધેર નથી જય બેટા જીવનમા ક્યારે પણ નિરાશ ન થવું કુદરત સમ્યાંતરે દરેક લોકોને ખુશી આપે જ છે પણ મનુષ્યને એ સમયની રાહ જોવાની ટેવ નથી એટલે દુ:ખી થઈ ભગવાનને કોસ્તો હોય છે પણ ભગવાન એ મનુષ્યને બમણી ખુશી આપવા આતુર હોય છે પણ આજના યુગના માનવીમાં ધીરજ નથી જય અને રાધા પુજારી બાબાને વંદન કરી જય રાધા અને ચિન્ટું ને રાધા માટે ખરીદેલ ઘર માં પ્રવેશ કરી નવજીવનની શરૂઆત કરે છે.