Premno Sath Kya Sudhi - 48 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 48

ભાગ-૪૮

(વનરાજ તેના અંતિમ સમયમાં માનદેવીને વચન આપે છે કે આ જન્મમાં મારા કારણે મળેલી દરેક તકલીફોનું પાયશ્ચિત કરીશ અને મારા જ પ્રેમથી તને એ જન્મની દરેક તકલીફોથી દૂર પણ રાખીશ. હવેલી માનદેવીના નામ પર છે ખબર પડતાં તેના જેઠના મનમાં કપટ આવે છે. હવે આગળ....)

“રામૂચાચા મેં એકબાર યહાં જરૂર આઉગી, ઉનકો ભી ઢૂંઢ લુંગી... અબ મેં ઉનકે પાસ જા રહી હું...”

આજ ભી વો શબ્દ હમારે કાનોમે ગુંજતે હૈ...”

એ બોલતાં રામૂદાદા અલિશા સામે અહોભાવથી જોઈ રહ્યા.

 

અચાનક જ એલિનાને યાદ આવ્યું અને તેને પૂછયું કે,

“વો ગુડિયારાની યાની કી માનદેવી કી બેટી?....”

 

“વો તો ઈસ ગાઁવ મેં હી હૈ.”

 

“ઈસ લીએ તો મેં યહાં આયા હું.’

જયસિંહ બોલ્યો તો એ સાંભળીને અમે અલિશાની તરફ જોયું તો અલિશા ત્યાં નહોતી. અમે ડરી ગયા કે અચાનક અલિશા ક્યાં ગાયબ થઈ ગઈ? બધા ભાગતાં બહાર આવ્યા તો આ મોહલ્લામાં ખૂબ બધી ભીડ જમા થઈ ગયેલી. ભીડને પોલીસ કંટ્રોલ કરવા મથી રહી હતી.

 

અમને બહાર આવેલા જોઈ તેમને મને પકડી લીધો. ડૉ.અગ્રવાલ અને જ્હોન મારા સપોર્ટ માં આવ્યા પણ પોલીસ એમની વાત સાંભળવા તૈયાર નહોતી.

 

જયસિંહ એમની ઓળખ આપીને એકવાર અમારી વાત સાંભળવા સમજાવ્યા તો જહોને જ કહ્યું કે આ એક ડૉક્ટર છે, એ પણ સાયક્રાટીસ અને હું ફોરનેર છું. મારી દીકરીને તેનો પાછળનો પોતાનો ભવ યાદ આવે છે, જે આ ગામની, આ ઘરની છોટી વહુ છે. અને એનું નામ માનદેવી હતું.’

 

જો કે એમના માટે આ વાત સમજવી અઘરી હતી, પણ એક ડૉક્ટર, એક બાળકીનો પિતા અને સાથે સાથે આ ઘરનો માલિક પણ કહે એટલે ના છુટકે તેમને માનવું પડયું અને મને છોડી દીધો અને કહ્યું કે,

“સોરી આ તો તમારી કમ્પ્લેઈન હતી એટલે અમારે એક્શન લેવા પડે...”

 

એમાં બન્યું એવું કે તે છોકરાને મારા પર શક હતો અને તેનું સમાધાન ન થતાં તેને પોલીસમાં કમ્પ્લેઈન કરી દીધી. અને એ મારી પાછળ હતો એનું અમને ધ્યાન જ નહોતું રહ્યું.

 

અલિશા પણ ભીડ જોઈને અટવાઈ ગઈ કે તેને કયાં જવું અને કયી બાજુ જવું? એમ તે ભીડને ધારી ધારી જોઈ રહી હતી. પોલીસ પકડમાં થી છૂટીને હું અલિશા પર જ વોચ રાખી રહ્યો હતો. અચાનક અલિશા ભીડ ચીરતી ચીરતી આગળ વધી અને એક સાઁવલી સ્ત્રી પાસે જઈ ઊભી રહી.

 

તે સ્ત્રી પણ નવાઈથી એક ફોરનેર છોકરીની સામે જોઈ રહી, તો અલિશાએ તેને ઈશારાથી નીચે બેસવા કહ્યું. તે પણ આ નાનકડી છોકરીનો ઈશારો સમજી તે નીચે જેવી બેસી તેવી જ અલિશા તેના ગળે લાગી ગઈ. થોડીવાર પછી તેનાથી અળગી થઈ અને અસ્ફૂટ સ્વરે બોલવા લાગી કે,

“મારી લાડો... મારી ગુડિયા રાની... મારી કાળી... મારી લાડો...”

 

અને મને એકદમ જ મારા મને રિમાઈન્ડર કર્યું કે,

“આ તો માનદેવીની દીકરી ભવાની દેવી છે...”

 

હું કંઈ કહું તે પહેલાં જ અલિશાએ તેના પોકેટમાં રહેલા હતા એટલા પૈસા તેના હાથમાં મૂકી દીધા અને ચોકલેટ કાઢી તેને આપતાં બોલી કી,

“યે હમાર નાતિન કે લીએ...”

 

વારે વારે તેના ગાલ હજી પંપાળે જતી અને બોલે જતી હતી કે,

“મારી લાડો... મારી ગુડિયા રાની...”

 

આમ આટલું બોલતાં બોલતાં તે તો બેભાન થઈ અને પડી ગઈ. એ તો હું નજીક હતો એટલે તેને ઉંચકી લીધી ત્યાં સુધીમાં તો વિલિયમ, એલિના અને ડૉ.અગ્રવાલ પણ ત્યાં આવી ગયા.

 

અલિશાને મારા હાથમાં જોઈ કોઈ પણ પ્રશ્ન કરે તે પહેલાં જ બધું ઓકે છે તે ઈશારામાં જણાવી દીધું અને તરત જ અલિશાને પોલીસની મદદથી હવેલીમાં લઈ ગયો અને તેનું બીપી ચેક કર્યું. બીપી હાઈ થયું હોવાથી મેં તરત જ ડૉ.અગ્રવાલને કહ્યું અને ડૉ.અગ્રવાલે તેને ઈન્જેક્શન આપી દીધું. તેનું બીપી હાઈ ના થઈ જાય એ માટે ડૉ.અગ્રવાલ હવે તેનું વારે વારે બીપી માપી રહ્યા હતા. અને ચેેક કરી રહ્યા હતા કે બીપી ક્યારે કંટ્રોલમાં આવી જાય.

 

આ બાજુ જયસિંહે ભવાનીને બધી વાત કરી તો ભવાની અને તેનો પતિ શોક લાગ્યો અને એમાં પણ વધારે તો ભવાનીને કે તેની મા ફરી જન્મ લઈ અહીં આવી છે. તેની આંખોમાં થી એકધારા આસું વહી જતા હતા.

 

ડૉ.અગ્રવાલે મને કહ્યું કે,

“ડૉ.નાયક અલિશાનું બીપી કંટ્રોલમાં આવી રહ્યું છે, પણ જો તે જાગશે અને આ માહોલમાં રહેશે તો તેની તબિયત વધારે બગડી શકે એમ છે. આ શકયતા નિવારવા તો આપણા માટે હાલ જ નીકળી જવું વધારે હિતાવહ છે.”

 

મેં હા પાડી તો દીધી પણ નીકળી શું કેમ કરીને? અલિશાને જહોને ઉંચકી લીધી અને બહાર નીકળ્યા તો ભીડ હતી એનાથી વધી ગઈ હતી કેમ કે સૌ કોઈ એક બાળકીને તેનો પૂર્વભવ યાદ આવ્યો છે અને તો આ ગામની હતી જાણીને તેમને ઓળખતાં તો ખરા જ, પણ ના ઓળખતાં પણ નવાઈ પામતાં આખું ગામ ભેગું થઈ ગયું હતું.

 

અમે કેમ કરીને નીકળવું તે સમજી નહોતા શકતા. આ બાજુ ભવાની રોતી હતી અને રામૂચાચા, જયસિંહ તેને ચૂપ રાખવા મથતા હતા. તે વારેવારે અલિશાને જોઈ રહી હતી પણ તે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી કે ના તેની પાસે જઈ શકે એમ હતી.

 

એટલા માં તે યુવકે અમને કહ્યું કે,

“તમે પોલીસનો મદદ લો.”

 

એની વાત માની પોલીસની મદદ લઈ કાર સુધી પહોંચ્યા અને તેમાં બેસી અમે ઝડપથી તે ગામ છોડી દીધું. પછી કાર તો જયપુરના રસ્તા પર સડસડાટ દોડવા માંડી. આખા રસ્તે અમારા બધાની નજર અલિશા તરફ જ વારે વારે જતી હતી. પણ દર વખતની જેમ આ વખતે અલિશા ફિક્કી નહોતી લાગી રહી કે ના થાકેલી. બસ હા એનું બીપી અપ એન્ડ ડાઉન થોડું ઝડપથી થઈ રહ્યું હતું પણ એટલું સારું હતું કે તે કંટ્રોલ કરી શકે એમ હતું એટલે અમને હાશ હતી.

 

અમે રિસોર્ટમાં થી લીધેલા નાસ્તાથી ચલાવી લીધું અને અમે બધા બને એટલી ઝડપથી જયપુર પહોંચવા માંગતા હતા....”

 

“સર, સાચે જ આ તો જાણે આપણે મૂવી જોતા હોઈએ એવું ફીલ થઈ રહ્યું છે.”

 

ઉમંગ બોલ્યો તો જાણે બધા કોઈ સ્વપ્ન જોતા હોય અને જગાડયા ના હોય તેમ મિતા બોલી કે,

“પણ ખરેખર અલિશા એટલે કે માનદેવીની હિંમતને દાદ દેવી પડે કે પતિનો સપોર્ટ નહીં કે ના પોતાના માતા પિતાનો, છતાં તેની હિંમતે જ તેને જીતાડી. તેને ઘરમાં સ્થાન તો મેળવ્યું અને પતિ પણ તેના વર્તન બદલ માફી માંગી રહ્યો હતો.”

 

“સાચે જ તું કહેતો હતો એમ જ દરેકમાં પ્રેમ કરવાની તાકાત છે, પણ જ્યારે નિભાવવાની વાત આવે તો એ તાકાત કોઈના માં નથી. એમાં પણ આજકાલ ના લોકોમાં નહીં જ. જરાક તકલીફ પડે એટલે સીધા લડાઈ ઝઘડા અને પછી ડાઇવોર્સ ફાઈલ કરી દેવાની.”

રસેશ બોલ્યો.

 

ઉમંગે મને પૂછ્યું કે,

“સર માનદેવીએ અલિશાના રૂપે નવો જન્મ લઈ લીધો? પણ વાયદો કરનાર વનરાજ કયાં? તે તમે આઈ મીન અલિશાએ શોધ્યો કે નહીં કે પછી તે બધું જ ભૂલી ગઈ?”

 

મિતાએ પણ પૂછ્યું,

“હા, એ બરાબર વાત ઉમંગની... વનરાજ સિંહ આ વખતે પણ ખોટા વાયદા કર્યા કે પછી વનરાજ સિંહનો નવો જન્મ થયો જ નહીં?”

 

(વનરાજ સિંહ નો જન્મ થયો છે કે નહીં? થયો છે પછી કયાં? તે માનદેવીને મળશે ખરા? ઉમંગ અને મિતાની વાત સાચી નીકળશે? મળશે તો કેવા કેવા સંયોગ સર્જાશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૪૯)