Premno Sath Kya Sudhi - 49 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 49

ભાગ-૪૯

(અલિશા ગુડિયા એટલે કે માનદેવીની દીકરી ભવાનીને જોઈ તેને વહાલ કરે છે અને તેના હાથમાં પૈસા વગેરે આપે છે. આ બધા સ્ટ્રેસના લીધે અલિશાનું બીપી વધી જવાથી તે બેભાન થઈ જાય છે અને તેને લઈ ડૉક્ટર ગામ છોડી દે છે. હવે આગળ....)

સાથીદારનું મહત્ત્વ દરેકના જીવનમાં એક અભિન્ન અંગ સમાન છે અને એનું મહત્ત્વ જેટલું આંકી એટલું ઓછું છે.

આ વાત આપણને એકલાને જ નહીં પણ કુદરત સારી રીતે તેનું મહત્ત્વ જાણે છે એટલે જ તે પણ આપણા માટેનો જોડીદાર કયાંક ને કયાંક હોય છે જ, અને સમય આવતાં તે મળી જાય છે. એટલે જ લોકોમાં કહેવત છે કે, ‘જોડી ઉપરથી બનીને જ આવે.’

 

આપણે તો લૈલા મજનૂ, હીરા રાંઝા જેવા પાત્રોની વાત કરીએ છીએ, પણ કુદરત પણ હંસ હંસલીની જોડ, ચક્રવાક ચક્રવાકની પણ, એમાં સૌથી વધારે સુંદર પ્રેમ પંખી યુગલ ઓળખાતું સારસ સારસીનું પણ બનાવે છે.

 

એ સાથે એક બીજું સત્ય પણ એટલું નક્કર છે કે દરેકને પોતાના સાથીનું મહત્ત્વ એની હયાતીમાં ક્યારે નથી થતું અને જ્યારે મહત્ત્વ થાય તો તેની પાસે રહેવાનો સમય નથી બચતો.

 

આવું જ બન્યું માનદેવી અને વનરાજ સિંહ સાથે કુદરતે જોડી બનાવી દીધી અને તેમને મેળવી પણ દીધા. પણ વનરાજ સિંહને માનદેવીની કદર, તેની સેવાની, સમર્પણની અને તેના પ્રેમની ભાવના સમજી ના શકયા. અને જ્યારે તેેમને તેનું મહત્ત્વ સમજાયું તો તે બચી શકે એવી સ્થિતિમાં નહોતા. બસ તે બંને એકબીજાનો સાથ મેળવવા નવો જન્મ લઈને મળવાનો કોલ આપ્યાં એટલું જ. આ જ વાત સાથે સમંત ઉમંગ બોલ્યો કે

 

“સર જેમ જોડી ઉપરથી બનીને આવે છે, તેમ માનદેવીએ તો અલિશાના રૂપે નવો જન્મ લઈ લીધો? પણ વાયદો કરનાર વનરાજ કયાં? તે તમે આઈ મીન અલિશાએ શોધ્યો કે નહીં કે પછી તે બધું જ ભૂલી ગઈ?

 

“હા થયો છે, પણ આ વાત હવે કાલે. રાત ઘણી આગળ વધી ગઈ છે, તો બસ આમ પણ આ કિસ્સો કહેવો મારા માટે પણ એકએક યાદ મારા મનમાં છવાઈ જાય છે. અને તે માટે મારો અને મારા મનનો આરામ જરૂરી છે.”

 

“હા, સુજલની વાત સાચી છે. આ હવે આપણે કાલ પર રાખીએ.”

રસેશ બોલ્યો એટલો અમે બધા કાલ મળવાનું નક્કી કર્યું અને બધાં છૂટાં પડયાં.

 

અમે પાછા રાતના મળ્યા તો મીના મને ઉત્સાહથી પૂછી લીધું કે,

“વનરાજ અને માનદેવી મળશે ને?”

 

મેં પણ અજાણ હોવાના ભાવ સાથે આંખ ઊંચી કરીને કહ્યું કે,

“મને એ તો નથી ખબર કે તેઓ મળશે કે નહીં?”

 

“તો પછી આનો મતલબ જ શો, જો તે બંને ના મળે?”

 

મીનાની વાત સાંભળીને રસેશ બોલ્યો કે,

“સુજલ તું એકવાર હા કહી દે, કાલ રાતથી મારું મગજ ખાઈ ગઈ છે આ પ્રશ્ન પૂછી પૂછીને. મારા મગજનું તો દહીં થઈ ગયું છે.”

 

“લો તો કોઈને આ પ્રેમ કથામાં રસ પડ્યો?”

મેં કહ્યું તો,

 

“બોલ જ નહીં ભાઈ, ખૂબ પડ્યો છે અને એવો પડ્યો છે કે આજ સુધી આટલું સરસ જમવાનું બનાવનાર આજે મીઠું નાખવાનું ભૂલી જાય છે. જ્યારે એ મેં કહ્યું તો સુધારવાની જગ્યાએ તે મને પૂછે છે કે, ‘તે બંને મળશે કે નહીં તે ક્યારે ખબર પડશે?’ બોલ હવે...”

 

ત્યાં તો મીના બોલી કે,

“હા પડ્યો છે તો શું કરું? વાત છે જ સરસ... એક જન્મનો પ્રેમ નિભાવવા જો બીજીવાર જન્મ લે તો, એની રાહ જોવે છે તો, એ જાણવું જોઈએ ને કે તે મળશે કે નહીં? તેના માટે એકે જન્મ લીધો તો પછી બીજો લેશે કે નહીં? બોલો આ બધું જાણવા માટે મારું મન બેચેન થઈ જાય તો એમાં હું શું કરી શકું? આમ પણ તમે તો છો જ એવા, તમને અમારા પ્રેમની અને સમર્પણની ક્યારે કદર નથી તો માનદેવીના સમર્પણની કયાંથી થાય? કયાંથી તમને મળશે કે નહીં તે જાણવાની ઈચ્છા થાય?”

 

“એવું નથી, મને પણ એટલી જ ઉત્સુકતા છે કે માનદેવી અને વનરાજ સિંહ મળશે કે નહીં તે જાણવા માટેની? પણ એ માટે કામ સાથે ચેડાં ના કરી શકાયને.”

પોતાના પર વાત આવતાં રસેશ બોલ્યો.

“બસ આમ વાતો કરી કરીને મને ફોસલાવી દેવાની અને કોસવાની પણ ખરા.”

 

“ના હું તને નથી ફોસલાવતો સાચ્ચે જ કહું છું. આજની જ વાત લઈ લે મારી પાસે એક લવમેરેજ કરેલા પતિ પત્નીએ ડાઇવોર્સનો કેસ ફાઈલ કરેલો. તેમના સંબંધમાં પ્રેમ છે કે નહીં તે જાણવા તેમનું કાઉન્સલિંગ કરવાનું હતું. એમની તુ તુ મેં મેં થી અકળાઈને મેં તેમને કહ્યું કે,

‘સંબંધોમાં ધીરજ, સમર્પણ, અને પ્રેમની જરૂરત છે. એ સ્ત્રીના હથિયાર છે અને એ હથિયારનો ઉપયોગ કરી તે ધારે તો ભલભલાને જીતી શકે તો પછી આ તો તારો પસંદ છે. તે સમજીને પસંદ કરેલો છે.’

એ સમજાવવા આખો કિસ્સો કહી દીધો, બોલ હવે?”

 

પછી થોડીવાર રહીને તે જ,

“અરે આ નચિકેત તો મારા કરતાં પણ બે ડગલાં આગળ છે. નોર્મલ કાઉન્સલિંગ જ્યાં કરવાની હતી ત્યાં તે માનવની જેમ એ વ્યક્તિને હિપ્નોટાઈઝ કરવા લાગી જતો અને પછી મનમાં થતું કે આની જરૂર નથી અને હું પણ કયાંને ક્યાં વાતને જોઈન્ટ કરી બેસું છું. એને જ્યારે મને આ વાત કરી ત્યારથી તે હજી સુધી પણ મને હસવું આવે છે.”

 

આમ બોલતાં બોલતાં નચિકેત, રસેશ અને બધા હસી પડ્યાં.

 

થોડીવારે મેં કહ્યું કે,

“તમારી આ હાલત છે, તો પછી વિચારો કે મારી હાલત કેવી થતી હશે. હું તો એ સમયે એ કેસ હેન્ડલ કરતો હતો... પણ આ જ તો એક સાયક્રાટીની હકીકત છે કે એક કેસને બીજા કેસ પર હાવી ના થવા દેવાય એ જોવાનું આપણું કામ છે. નહીંતર એ કેસમાં આપણી કેરિયર અને એ વ્યક્તિની મેન્ટલી હેલ્થ સાથે ચેડાં થાય... એ ના ચાલે.”

 

“આ બધું બરાબર માનવભાઈ, પણ આગળ તો જણાવો કે વનરાજ સિંહ અને માનદેવી મળ્યા કે નહીં? મળશે કે નહીં?”

 

“મળશે કે નહીં એ તો ખબર નથી મીના, પણ એટલી જ ખબર છે કે તે બંનેનો જન્મ પણ થઈ ગયો છે અને એકબીજાને મળી પણ શક્યા છે. પણ આગળ મળશે કે નહીં તે મને ખબર નથી?”

 

“એટલે.. સમજ ના પડી?”

 

“કહું છું, આ બધું થયા બાદ અમે જયપુર આવી ગયા. દર વખતની જેમ આ વખતે અલિશાની હેલ્થ ના બગડી કે ના તો ફિક્કાશ તેના ચહેરા પર આવી. અને આ જ મારા માટે રાહતની વાત હતી. કેમ કે વિલિયમને પ્રોમિસ કર્યા મુજબ મેં અલિશાને હિપ્નોટાઈઝ પણ ના કરી અને મારી ઈચ્છા મુજબ બધું જાણવા પણ મળી ગયું. આટલું જાણ્યા બાદ હવે થોડા ઘણા પ્રશ્નો હતા મારા મનમાં, પણ હાલ પૂરતું મેં અલિશા અને બધાને ટ્રીપનો થાક ઉતારવા દીધો.

 

અને દસેક દિવસ બાદ મેં અલિશાને બોલાવી. વિલિયમ અને એલિના એમાં ખાસ કરીને વિલિયમ સમજી ગયો કે અલિશા માટે યોગ્ય શું છે, સારું શું છે? એટલે તેને વિરોધ ના કર્યો.

 

મેં તેને હિપ્નોટાઈઝ કરી અને પૂછયું કે,

“વનરાજ સિંહ નો જન્મ થઈ ગયો છે, તારી જેમ?”

 

(અલિશા શું જવાબ આપશે? જન્મ થયો હશે તો કયાં થયો હશે? આ શહેરમાં કે બીજા શહેરમાં હશે? તેને કેવી રીતે શોધશે? ડૉ.નાયકના મનમાં હવે અલિશાને લઈ શું પ્રશ્નો છે? તેનો જવાબ મળશે ખરો?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........૫૦)

Share

NEW REALESED