Premno Sath Kya Sudhi - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 7

ભાગ....૭

(ડૉ. નાયક અલિશાના ડેડ વિલિયમને ધીરજ ધરવા સમજાવે છે પણ અલિશાને વિલિયમડીન્સ થતાં ડૉ.અગ્રવાલની હોસ્પિટલમાં એડમિટ કરે છે. હોસ્પિટલમાં અલિશા મારવાડી બોલી બોલીને ના માનતાં ઙૉ.અગ્રવાલને પણ સ્તબ્ધ કરી દે છે. હવે આગળ....) 

"ડૉ.અગ્રવાલ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાતની કોઈને ખબર પણ ના પડવી જોઈએ અને ના તો તમે કંઈ તેને કહેવાનો પ્રયત્ન પણ ના કરશો. અને હા, હું તેને નેચરલી જ પૂછવાનો પ્રયત્ન કરતો રહીશ." 

આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો. 
અલિશાના લીધે મારી મિત્રતા તેના ડેડ વિલિયમ સાથે સારી એવી થઈ ગઈ. પણ મારી ઉત્સુકતાના લીધે વારંવાર ત્યાં જતો હતો.... આગળ બોલું તે પહેલાં જ ઘડિયાળે બારના ટકોરા પડતાં જ અમારી વાતોમાં ભંગ પડયો અને તે ટકોરા પરથી અમને ટકોર કરી કે સૂવાનો સમય થયો છે, એ જણાવ્યું. 

સમયની એ ટકોરને ઈગ્નોર કરી હું બોલ્યો કે,
"પણ મારી ઉત્સુકતા આ કેસ સાથે જોડાયેલી હતી હવે તો એટલી જ ડૉ.અગ્રવાલ પણ જોડાઈ ગઈ." 

અત્યાર સુધી ફક્ત સાંભળી રહેલો રસેશે કહ્યું કે,
"આ કોઈ નવી વાત નથી સુજલ કેમ કે તે છોકરીને બે વાર યાદ આવ્યું અને તે વાત પકડી રાખી છે. આ તો કદાચ તેના મનમાં કોઈ એવી વાત બેસી ગઈ હોય અને તેના અનકોન્શિયસ માઈન્ડ રિએકટ કરી રહ્યું પણ હોય, એવું ના બને. આમાં તો ફકત થોડી વાતો અને થોડા શબ્દોથી આપણે સમજવું પણ અઘરું છે." 

નચિકેતે રસેશને કહ્યું કે,
"જો સુજલ વિચારે છે તેવું ના હોય એવું બને અને એવું પણ બને ને કે તું કહે છે તેવું ના હોય." 

હું બોલ્યો કે,
"રસેશ એક સમયે તું જે કહે છે તે વાત પર હું અને ડૉ.અગ્રવાલ પણ એ ડીસીઝન પર પહોંચી ગયા. છતાં મારા મનની તાલાવેલી એ ડીસીઝન માનતી નહોતી અને  મારું મન વિચારે છે તે ખોટું કે દેખાય છે તે ખોટું જાણવાની ઈચ્છા હતી. પણ તે શક્ય ના હોવાથી વાત પડતી મૂકી. 

હા આ કારણે મારી, વિલિયમ અને ડૉ.અગ્રવાલ વચ્ચે મિત્રતા જરૂર થઈ ગઈ એટલે અમે ઘણીવાર મળતાં અને હું વિલિયમને અલિશા વિશે પૂછતો અને નિરાશ પણ થતો. 

એવામાં ડૉ.અગ્રવાલના ઘરે એમની મેરેજ એનર્વસરીની પાર્ટી હતી અને તેમને અમને પરિવાર સાથે આવવા માટે ઈન્વાઈટ કર્યા. વળી, ડૉ.અગ્રવાલનો દીકરો અને અમારો અવિ સેઈમ કલાસમાં જ સ્ટડી કરતાં હતાં.' 

મિતા અને ઉમંગને બગાસાં આવતાં મિતાએ મારી વાત આગળ વધતી રોકીને બોલી કે,
"સુજલ તમારા લોકોની વાતો કહો કે આ વાત તો લાંબી ચાલશે. બારના ટકોરા પણ પડ્યાં અને બગાસાં પણ આવી રહ્યા છે તો હવે આરામ કરીએ. કાલે આગળ વાત વધારજો." 

નચિકેત કહ્યું કે,
"ભાભી પણ આજે જ આખી વાત સાંભળી લઈએ ને... આ કિસ્સો છે ઈન્ટેરસ્ટિંગ... એવું હોય તો તમે આરામ કરો..." 

"વાત સાચી નચિકેતભાઈ તમારી પણ આમ તો... બીજા દિવસે કામ કરવાનું હોય, તમારા બધાની ડયુટી પર જવાનું હોય એટલે મન અને શરીર આરામ માંગે અને તે આપવો પણ એટલો જ જરૂરી છે. આ વાત કાલે સાંભળીએ.' 

"મને પણ આમાં રસ પડ્યો છે એટલે કાલે આપણે સાથે બેસીને સાંભળીએ તો...' 

"એક કામ કરીને કે કાલે પણ તમે એકલા જ છો અને ભાભી પિયર ગયેલા છે તો કાલે ડીનર જોડે બેસીને કરીએ અને મળીને આ કિસ્સો સાંભળીએ તો." 

"પણ..." 

રસેશને બોલતાં રોકી મિતા,
"પણબણને છોડો અને કાલે ડીનર પર મળીએ." 

મિતાનું ફરમાન સાંભળી ના છુટકે તેઓને ઊઠવું પડયું. અને એમના ગયા બાદ અમે બંનેએ પણ બેડ પર લંબાવ્યું. 

બેડ પર આડા પડ્યા બાદ પણ મારી આંખો આગળ અલિશા, તેનો માસૂમ ચહેરો બધું જ યાદ આવવા લાગ્યું. પણ મિતાએ મને ટોકતાં કહ્યું કે,
"બસ, કાલે વિચાર કર્યા કરજો. હાલ મન અને શરીરને આરામ આપવો જરૂરી છે." 

"તારી વાત સાચી છે, પણ તે છોકરીને હું હજી સુધી ભૂલી શક્યો નથી." 

"મને ખબર છે તમારા મન વિશે. પણ એક વાત કહું તમને કે બાળક જયારે જન્મે અને તેના જન્મ બાદ વારંવાર કે ખૂબ રડ રડ કરે તો વડીલો એવું કહે કે તે તેનો આગલો ભવ યાદ કરીને રડે છે, પણ હું નહોતી માનતી કે આવું બની શકે. પણ આજે તમારી વાત સાંભળ્યા બાદ મને લાગે છે કે બાળકના જીવનમાં આવું હોઈ પણ શકે." 

"હું પણ તારી જેમ જ માનતો હતો પણ આ છોકરીના લીધે તે રિલેટડ મારી બધી જ માન્યતા બદલાઈ ગઈ." 

"સારું હવે આરામ કરો. એ પણ જરૂરી છે, સાયક્રાટીસ..." 

હું પણ મનમાં જ અલિશાનો ચહેરો છુપાવીને આંખો બંધ કરી લીધી. 

હું સવારે દરરોજ કરતાં મોડો ઉઠયો અને મારું રૂટિન ખોરવાઈ ગયું એટલે મારું ફટાફટ રૂટિન પતાવીને, ગાડી લીધી અને હોસ્પિટલ જવા નીકળ્યો. રસ્તામાં લોકોની દોડધામ હું જોઈ રહ્યો હતો. દરેકને પોતાના કામે કે તેમના સ્થાને પહોંચવાની ઉતાવળ હતી. અમુક સ્વીપર રસ્તાની આજુ બાજુ કચરો વાળી રહ્યા હતા તો અમુક દુકાનદારો દુકાન ખોલી રહ્યા હતાં. જ્યારે હલવાઈની દુકાનમાં થી સમોસા, કચોરી તળવાની અને સૌથી સરસ તો મનને સુંગધથી તરબતર કરી નાખે એવી ચોખ્ખા ઘીમાં તળાતી જલેબીની ખુશ્બુ જ અનેરી હતી. 

આ સુગંધે જ મારા મનની અને જીભની રસેન્દ્રિયને સક્રિય કરી દીધી અને મારા મન અને જીભ પણ તેનો સ્વાદ લેવા આતુર થઈ ગયું. પણ મારા મનને મેં જ ટકોર કરી કે,
'આ સમોસા, કચોરીના સ્વાદ માણવાથી જે બીપી આવ્યું છે તે વધી જશે તો, વધારાની બીપીની ગોળી ખાવી પડશે તો? અને જલેબીનો સ્વાદ લેવા જતાં જે ડાયાબીટીસ બોર્ડર પર છે તે ઓળંગી જશે પછી મિતામાં થી ડૉ.મિતા જાગી ગયા તો પછી આ બંદા અને સ્વાદ ગયા, પછી બાફેલું અને મસાલા વગરના ડાયેટ પર ઉતારવશે તે અલગ... ના ભાઈ ના... ચાલો હોસ્પિટલ...' 

આમ તે ટકોરથી મારી રસેન્દ્રિયને નિષ્ક્રિય કરી દીધી અને મેં હોસ્પિટલ જવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. 

બસ આટલા જ સમય સુધી અલિશા અને તેની વાતો મારી સાથે નહોતી, પણ જેવો હોસ્પિટલમાં ગયો તો રૂટિન બરાબર ચાલી રહ્યું હતું પણ મારા મનમાં તો અલિશા ખસી જ નહોતી રહી. બીજા બધાની ખબર નહીં, હજી પણ મારા મનમાં રહી રહીને એ વાત જ આવતી કે અલિશા ક્યાં હશે? કેવી હશે? 

પરાણે મનને આ અલિશાની યાદો કરવાનું બંધ કરાવી કામ પર ધ્યાન લગાડ્યું. હોસ્પિટલમાં ડૉક્ટર અને સ્ટાફ હાયર કરેલો હોવાથી મારે ભાગે કોમ્પ્લીકેટડ કેસ સિવાય હું કોઈ કેસ હેન્ડલ નહોતો કરતો. એકાદ એપોઈન્ટમેન્ટ હતી એ પણ બપોર પછીની એટલે ત્યાં સુધી લેપટોપમાં સીસીટીવી કેમરાથી બધાને જોયા પછી, હોસ્પિટલનું એકાઉન્ટ ચેક કર્યું. મેનેજમેન્ટ લગતી માહિતી જોઈ અને કેરીકલ સ્ટાફને થોડાક ઈન્સ્ટ્રકશન આપ્યા. આમ કરી મેં બપોરનો સમય સુધીનો પસાર કર્યો. બપોર પછી એપોઈન્ટમેન્ટ આપી હતી તે આવ્યા અને તેમનું કાઉન્સલિંગ કર્યું. 

આમ કરીને મેં પણ સાંજ પાડી અને સાંજે હું કામ પતાવી જલ્દી જલ્દી હોસ્પિટલથી હું ઘરે ગયો, તો ઘરમાં થી સરસ ખુશ્બુ આવી રહી હતી. 

મેં મિતાને કહ્યું કે,
"વાહ આજે તો તારા હાથનું સરસ ભોજન મળવાનું લાગે છે."

(શું ડૉ.નાયક ડૉ.અગ્રવાલનું ઈન્સ્ટ્રકશન ફોલો કરી શકશે? આ વાત આગળ કેવી રીતે વધશે? ત્રણે મિત્રો ટાઈમસર આવી જશે કે પછી? મિતા ડૉ.નાયકને શું જવાબ આપશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ, પ્રેમનો સાથ કયાં સુધી........8)