Chhappar Pagi - 53 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 53

છપ્પરપગી ( ભાગ - ૫૩ )
——————————
લગભગ સોએક વરસની ઉંમરના જણાતા એ કૃષ્ટ કાયા, અત્યંત તેજોમય મુખ અને વિશિષ્ટ આભા ધરાવતા એ સાધુએ સામે વિવેકપૂર્વક સ્વામીજી અને સૌને નમસ્કાર કર્યા અને અન્ય કોઈ સાથે કંઈ જ વાત ન કરતાં એ સૌથી પહેલા પંગતમાં બેસેલ લક્ષ્મી પાસે બેસી ગયા અને કહ્યુ, ‘ બેટી અપને હાથોસે પ્રસાદ ખિલાઓગી હમે ?’
‘જી… મહારાજ ! મેરા સૌભાગ્ય હોગા.’
લક્ષ્મીએ સાધુ મહારાજને પહેલાં પ્રસાદ ખવડાવવાને બદલે વિનંતી કરી,
‘પહેલે આપ મેરી એક બિનતી માનો ફિર આપકો પ્રસાદ ખિલાઉં.’
‘બતા કયા બિનતી હૈ?’
‘આપ પહેલે સામને જો બડા આસન હૈ વહાં પર બિરાજીએ..’
સાધુ મહારાજને પંગતની બાજુમાં જે વૃક્ષ હતું તેની પાસે લાકડાની મોટી પાટ હતી ત્યાં બેસાડ્યા અને લક્ષ્મીએ તરત આશ્રમમાં જઈ કેટલોક સામાન લઈ આવી. પછી સાધુ મહારાજના પગ પસાર્યા, પોતાની સાડીના પાલવથી પગ કોરા કર્યા, ચરણસ્પર્શ કર્યા અને જે પાણીથી પગ ધોયા તેમાંથી માથે એ પાણી ચડાવ્યું. પછી લક્ષ્મી પોતાની જે પ્રસાદની થાળી હતી તે લઈ આવી અને સાધુ મહારાજને એક પછી એક કોળીઓ મોઢામાં આપી પ્રસાદ ખવડાવી રહી હતી… એ દરમ્યાન ખબર નહીં પણ એક વિશિષ્ટ ભાવથી એની આંખમાંથી દડ દડ આંસુ નિકળી રહ્યા હતા…એને જાણે એવી અનુભૂતિ થઈ રહી કે શબરી જેમ રામને ભાવવિભોર થઈ બોર ખવડાવી રહી હતી તેમ આ સાધુ મહારાજને પોતે ભોજન કરાવી રહી હતી… લક્ષ્મી પહેલી જ વાર આ સાધુ મહારાજને માત્ર એક જ મિનીટ માટે મળી પણ ખબર નહીં કેમ એમનાં માટે એ વિશિષ્ટ ભાવ થયો એ સમજી ન શકી… પણ જે પણ થઈ રહ્યું હતુ તે વિચારશૂન્ય અવસ્થામાં એકદમ સ્વાભાવિક રીતે જ બની રહ્યુ હતુ.
આ તરફ સ્વામીજી આ ઘટનાને કંઈ જુદી જ રીતે જોઈ રહ્યા હતા કેમકે એ બહુ સ્પષ્ટ હતા કે આ કોઈ સાધારણ સાધુ નથી, એ એક સિદ્ધ યોગી જેવા વિશેષ હતા… જે ઘટના અત્યારે બની રહી હતી તે કદાચ અન્ય કોઈ પણ માટે બહુ જ દુર્લભ કહી શકાય તેવી હતી… એ આશ્રમમાં આ સાધુ મહારાજ જેવા જણાતા એ ખરેખર એક તપસ્વી યોગી જ હતા પણ સ્વામીજી માટે પણ અપાર આશ્ચર્ય હતુ કે આ કેમ અને શા માટે બની રહ્યું છે.
બાકીના બધા તો થોડી વાર માટે આ ઘટના જોતાં રહે છે અને પોતાનો પ્રસાદ લઈ રહ્યા છે, વિશ્વાસરાવજી માટે પણ બહુ વિશિષ્ટ લાગે તેવી ઘટના ન હતી.
આ તરફ લક્ષ્મી બહુ જ ભાવથી પ્રસાદ આરોગાવતી હતી પણ પેલા યોગી બિલકુલ નિસ્પૃહ ભાવથી પ્રસાદ લેતા હતા. થોડી વાર તો એમણે લક્ષ્મી સામે જોઈને પ્રસાદ લીધો પણ અડધું પત્યું હશે એટલે કહ્યુ,
‘બેટી બહુત હો ગયા… મેં સંતૃપ્ત હો ગયા અબ રહને દો.’
‘જી’ લક્ષ્મીથી વધારે કંઈ જ બોલાયુ.
‘દક્ષિણા નહી દોગે હમે ?’
‘જી… બતાને કૃપા કરે મેં ક્યાં દૂં આપકો… મૂજે સમજ નહીં આ રહા ?’
‘બસ જ્યાદા કૂછ નહી ચાહિયે…. હમે અકેલી આશ્રમ કે બહાર તક છોડને આઓ ઔર અપને બટવે મેં સે એક ચાંદી કા સિક્કા હૈ વહ દે દો..!’
લક્ષ્મીએ એ સાધુ મહારાજને સન્માનપૂર્વક ઉભા કર્યા અને એમનો એક હાથ પકડી આશ્રમના દરવાજા તરફ બહાર લઈ જાય છે.
શિવાનંદ આશ્રમના દરવાજા પાસે એ મહારાજ અટકી જાય છે. લક્ષ્મી પોતાનુ પર્સ ખોલી પેલો ચાંદીનો સિક્કો જે એની પાસે હતો એ બહાર કાઢીને વંદન કરીને આપે છે, પણ લક્ષ્મી એ વિચારી જ ન શકી કે આ સાધુ મહારાજને કેમ ખબર કે એના પર્સ માત્ર આ સિક્કો છે ? એ પણ એક જ !!! પણ એટલું જ બોલી, ‘આપકો કુછ ઔર ચાહિયે તો મુજે બતાને કી કૃપા કરે’
‘બેટી મુજે બસ યહી ચાહિએ…! પર યહ યાદ નહી તુમ્હે કી યહ સિક્કા કહાં સે મિલા થા ? ઔર દેને વાલે ને ઉસ સમય કયા કહા થા ?’
લક્ષ્મીને એકદમ જ એ વર્ષો પહેલાની વાત તાજી થઈ ગઈ.. એ પલના જન્મ પછી પલ નો એક જન્મદિવસ ઉજવવા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ ગઈ હતી. જ્યારે એ જમાડતી હતી એ વખતે એક સાધુ બહાર ઉભા હતા અને એમણે ભોજન માટે કંઈ માંગ્યું હતું… એ વખતે લક્ષ્મી બધુ જ ભોજન એ જગ્યા પર આપીને બહાર આવી હતી એટલે એની પાસે કંઈ જ વધ્યુ ન હતુ એટલે તરત જ બાજુમાંથી કેટલાક ફળો લાવી ને એ સાધુ ને આપેલા અને એ સાધુએ ફળો લઈ લીધા પછી પૂછ્યું હતુ,
‘ક્યોં આયી થી આજ યહાં સબકો ભોજન કરાને ?’
લક્ષ્મીએ કહ્યુ હતુ કે દિકરીનો જન્મદિવસ છે એટલે આ લોકોનાં આશિર્વાદ મળે એટલે એમને ભોજન કરાવવા આવી હતી… એ ઘટના એને બરોબર યાદ આવી ગઈ. એ વખતે એ ભ્રમણ કરવા નિકળેલ સાધુએ પોતાની ઝોળીમાંથી એક ચાંદીનો સિક્કો આપીને કહ્યુ હતુ, ‘યહ રખ લો અપને પાસ… બેટી કા જન્મદિવસ હૈ, મે ભી કુછ દેકર જાઉં ના.. પર યહ હંમેશા અપને પાસ હી રખના..!’
હવે લક્ષ્મીને સમજાયુ કે એ સિક્કો એમની પાસે હતો પછીથી એ સૌનુ ભાગ્ય કેવી રીતે બદલાયું હતું… અત્યાર સુધી માત્ર એક સિક્કો જે પર્સમા હતો એટલી જ એને ખબર પણ એમની પાસે જે તક, સમૃદ્ધિ,ઐશ્વર્ય જે કંઈ આવ્યું તે એ પછી જ હતું.
વિચારમગ્ન બની ને ઉભેલ લક્ષ્મીને પેલા સાધુએ પુછ્યુ, ‘ઉસને તો ના કહી થી ને… કિસીકો મત દેના. આજ કયો દે દિયા હમે..!’ એમ કહી ને હસવા લાગ્યા અને કમંડળ પકડેલ જમણો હાથ ઉપર કરીને બોલ્યા, ‘કલ્યાણ હો..!’
લક્ષ્મીને હવે એ દિવસ અને એ ક્ષણ બરોબર યાદ આવી કે ત્યારે પણ આ જ રીતે એ સાધુ એ કહ્યું હતુ,
‘કલ્યાણ હો..’
લક્ષ્મીએ કહ્યુ, ‘ મૈ સમજ હી નહીં પાઈ… બસ આપને જો કહા, જૈસે કહા કર દિયા..! ઉસ દિન ભી આપને હી દીયા થા ને મુજે યહ સિક્કા… યહ સબ આપ કા હી દીયા હુવા હૈ ના… આપકો હી સમર્પિત કર રહી હૂં..!’ એમ કહી લક્ષ્મીએ એ સિક્કો પરત કર્યો. પેલા સાધુ મહારાજે એ સિક્કો પરત લઈ પણ લીધો અને કહ્યું, ‘ અબ તુમ્હે ઈસ કી જરૂરત નહીં… તુમ પર અબ સ્વયં મા લક્ષ્મી કૃપા રહની હૈ… યહ મુદ્રા અબ કિસી ઔર કી જરૂરત બનેગા.’ એમ કહી એ સિક્કો પોતાની ઝોળીમાં પાછો મુક્યો અને ફરી થી ‘કલ્યાણ હો આપ સબ કા..!’ એમ કહી ધીમા પગલે ચાલતાં થયા…
લક્ષ્મી બસ એમને અવાક્ બની, અનિમેષ આંખે જોતી જ રહી. બસ હજી તો માત્ર પાંચ સાત પગલાં જ એ સાધુ મહારાજ આગળ વધ્યા જ હશે તો…..

( ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા
Share

NEW REALESED