Baani-Ek Shooter by Pravina Mahyavanshi | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels “બાની”- એક શૂટર - Novels Novels “બાની”- એક શૂટર - Novels by Pravina Mahyavanshi in Gujarati Novel Episodes (1.3k) 28.1k 54.2k 56 “બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે. મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી ...Read Moreછોકરીની કહાણી છે. બાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ પણ કોઈની સાથે જીવન વ્યતિત કરવા માંગતી હતી. પરંતુ એવામાં જ એક અઘટના બને છે જેમાં એણે સર્વસ્વ પોતાનું હોમવા પડ્યું. એ ઘટના બાદ એ ઈરાદો બનાવી ચૂકી હતી, એના લાઈફને એક ધ્યેય આપી ચૂકી હતી કે જીવન હવે આ ઘટનાનાં પ્રતિશોધ માટે જ જીવવાનું છે. Read Full Story Download on Mobile New Episodes : Every Monday,Wednesday “બાની”- એક શૂટર - 1 (40) 1.6k 3.1k “બાની”-એક શૂટરપ્રસ્તાવના“બાની-એક શૂટર”સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ,ઘટના,સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે.મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી કુલ છોકરીની કહાણી ...Read Moreબાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ Read “બાની”- એક શૂટર - 2 (27) 1.1k 1.4k “બાની”-એક શૂટરભાગ :૨બાની અને બેસ્ટ ફ્રેન્ડજાસ્મીન બંને બહાર જવા માટે મેઈન ગેટ પહોંચ્યા. તે સાથે જ વોચમેન બ્લેક રંગના પ્લાસ્ટિકની ચેર પરથી ઉભો થતાં સલામ મારી."અરે કાકા કેટલી વાર કીધું સલામ ઠોકવાનું નહીં. ચાલ બીડી હોય તો આપી દે." ...Read Moreધીમેથી કહ્યું."ઓહઃ છોટી મેડમ. નોકરીથી હાથ ધોવું પડશે એક દિવસ તમારા માટે...!!" શંભુ કાકાએ ખિસ્સામાંથી બીડીનાં પેકેટ માંથી એક બીડી કાઢી આપતાં કહ્યું.બંગલાનો સૌથી બુઝુર્ગ વોચમેન એટલે કે શભૂં કાકાને ફક્ત બપોરનાં એક કલાકની ડ્યૂટી માટે લગાવતાં. એ પણ બાનીના કહેવાથી. કેમ કે એ રિટાયર્ડ થવા માંગતા ન હતાં. એમની સાથે બીજા બધા વોચમેન પણ તૈનાત રહેતાં જ."અરે ડોહો તો Read “બાની”- એક શૂટર - 3 (24) 940 1.3k “બાની”-એક શૂટરભાગ :3સેન્ડવિચ....સેન્ડવિચ...!!દૂરથી કોઈ મોટો પડઘો સંભળાતો હોય તેમ એહાનના કાનમાં હથોડાની જેમ તે શબ્દો કાન પર અથડાતા હતાં.“હેય...!! હું ફક્ત તને અને તને જ ચાહું છું. તું જ ચાહત છે અને રહેશે.” એહાન બોલતો જતો હતો પરંતુ સામે ...Read Moreએણે કોઈ ઉત્તર મળતો ન હતો.એણે ફરી એ જ શબ્દો દોહરાવ્યા, “ ઓય તું મારો ઇશ્ક છે. મને વધારે કંઈ આ પ્યાર વ્યારના મામલા માં આવડતું નથી.”“આવડે તો તને ઘણું બધું છે, મારા નજદીક તો આવ પહેલા..” સામે છેડેથી એ છોકરીએ એહાનને ખેંચી લીધો.એહાનનાં કમર પર અચાનક નાજુક મુલાયમ હાથ ફરતાં હોય તેવું તે મહેસૂસ કરી રહ્યો હતો. તે જ Read “બાની”- એક શૂટર - ૪ (18) 906 1.3k “બાની”-એક શૂટરભાગ : ૪“બાની, તું બહાર જ છે ને.” બાનીના ડેડે ફોન પર પૂછ્યું. ફોન આવતાં જ બાનીએ કારને સાઈડ પર લીધી.“હા ડેડ. હું કામથી બહાર છું.” બાનીએ કહ્યું.“હા ઠીક છે. તું જરા હોસ્પિટલ થઈને આવ. ઈવાનનું એક્સીડેન્ટ થયું ...Read Moreબેટા તું મળીને આવશે તો એના મોમ ડેડને પણ સારું લાગશે. હું અત્યારે આવી શકું એમ નથી.” ડેડે કહ્યું.બાની વિચારવા લાગી કે જરૂર ઘરે મોમ ને કોલ કર્યો હશે એટલે હું બહાર છું એ ખબર પડી.બાનીના ડેડ એક પણ તક ચૂકતા નહીં દિપકભાઈના પરિવાર સામે બાનીને સારી સંસ્કારી પરિવારની છોકરી દેખાવડા માટે. એટલે જ એમેને કહી દીધું કે ઈવાનને હોસ્પિટલમાં Read “બાની”- એક શૂટર - 5 (29) 862 1.2k “બાની”-એક શૂટરભાગ : ૫"દાદી ....નહિ... નહિ.... દાદા...સોરી...મેં જાણી જોઈને શૂટ નથી કર્યું. ઓહ મારો નિશાનો... દાદા... શભૂંકાકા... સોરી..મેં એનું મર્ડર કર્યું..." પરસેવાથી રેબઝેબ બાની ઝડપથી જાગીને બેડ પર બેસી ગઈ. એને કાન બંધ કરી દીધા. એને અવારનવાર આ શબ્દો ...Read Moreગુંજતા. એની સાથે ભૂતકાળમાં બની ગયેલી ઘટના સપનામાં આવી હમેંશા એને પજવતી. એને જગમાં રહેલું પાણી ગ્લાસમાં નાંખીને ઝડપથી પી લીધું, "હું બધું છોડી ચૂકી છું. તો પણ કેમ આ સપનું મને સતાવી રહ્યું છે...!!" એ દુઃખી થતાં બોલી. એને ફરી સૂવાની ટ્રાઈ કરી પણ કમ્બક્ત આ સપનું...!! એ મર્ડર...!!****થોડા દિવસો બાદ ઈવાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં ઘરે લાવવામાં આવ્યો હતો. Read “બાની”- એક શૂટર - 6 (19) 762 1.3k “બાની”-એક શૂટરભાગ : ૬“ હેય લકી !! ક્યાં જાઓ છો મેન.” બાની હરકાતી લકીના પાછળ ફટાફટ આવીને કહ્યું.“જી, ઓફિસ. તમને ડ્રોપ કરી દઉં ?” લકી બાનીની વાતોને સમ્માન આપતા કહ્યું.“ઓહ લકી, ડ્રોપ તો તમારા મોમ ડેડ સાંજે તને કરવાના ...Read Moreબાની લકીની બરાબરની ખેંચવા માટે જ બહાર આવી હતી એટલે તેણે મજાક કરવાનું સ્ટાર્ટ કરી દીધું.“આપણે આ ટોપિક ચેન્જ કરી શકીએ ?” લકીએ પોતાનો ગોગલ્સ કાઢતાં કહ્યું.“ઓહ !! કકકક...મોન લકી !! મનમાં ફૂટી રહેલા લડ્ડુને એટલા પણ ના છુપાવો..!!” હોઠ પર દાંત દબાવીને આંખ મારતા બાનીએ કહ્યું.આ નખરાં બાનીના તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તે નિ:શબ્દ થઈ ગયો.“ઓય. ઓય્ય. Read “બાની”- એક શૂટર - ૭ (26) 760 1.1k “બાની”-એક શૂટરભાગ : ૭“અરે મને આમ બહાર કેમ બોલાવી? તારા ઘરે મને બોલાવતો કે મારા ઘરે તું આવતો.” બાનીએ કહ્યું અને નાના બાળકની જેમ એક્ટિંગ કરતાં બોલી, “ બાની જલ્દી મને અત્યારે મળો.”“અરે કમોન મારા પણ કોઈ પ્લાન સેટ ...Read Moreહોય છે. તો પણ હું ટાઈમ કાઢીને આવી છું. હવે બકો યાર ચૂપ કેમ છે?” બાની એકધારુ બોલતી ગઈ.“જો તું ચૂપ રહીશ તો હું કશુંક બકુ ?” લકીએ ગુસ્સાથી કહ્યું.બાની ચૂપ રહી અને લકીએ બોલવાનું ચાલુ કર્યું, “ તને ખબર જ છે અને આપણી બંને ફેમીલીનો પહેલાથી જ એવો વિચાર હતો કે આપણે બંને એકમેકને પસંદ કરીને મેરેજ કરી લઈએ. Read “બાની”- એક શૂટર - ૮ (25) 748 1.1k “બાની”-એક શૂટરભાગ : ૮“અરે ડેડ તમે સમજતાં કેમ નથી. મારા લગ્નનો ચેપ્ટર છેડવાનું બંધ કરો યાર.” બાનીએ ગુસ્સે થઈને કહ્યું.“બાની જો અમે મા બાપ છીએ. અમારી પણ ફરજ બને છે કે તને તારા લાઈફમાં સેટ કરી દઈએ.” બાનીના ડેડે ...Read Moreકહ્યું.“હા તો હું જાતે સેટ થઈ જઈશ. તમને મેં કીધું કે મને સેટ કરી દો ? બોલો?” ડેડને ધમકાવતાં બાનીએ પૂછ્યું.“બેટા, જોષી પરિવારને આપણે સારી રીતે ઓળખીએ છીએ. એ પરિવારના લોકો પણ તને પસંદ કરે છે.” એકદમ મીઠા ગોળ જેવા થઈને બાનીને સમજાવતાં કનકભાઈ બોલ્યાં.“હા તમારી જાણકારી માટે કહી દઉં લકીએ દિયા નામની છોકરીને પસંદ કરી લીધી છે. બસ હવે Read “બાની”- એક શૂટર - ૯ (28) 690 974 “બાની”-એક શૂટરભાગ : ૯બાની ઈવાન ગ્રુપ આજે ભેગા થયા હતા. કેમ કે બાનીને એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું હતું. આરામથી તેઓ સુટ્ટા મારી શકે એવી એક ફિક્સ જગ્યા રાખી હતી જ્યાં પોલીસની પણ નજર ના પડે એવી ગલીમાં તેઓ સાંજ ...Read Moreપછી અંધારામાં મળવાનું પસંદ કરતાં. અને જો પોલીસ આવી ચડે એના માટે પણ બંદોબસ્ત કરી જ રાખ્યું હતું. બધા દોસ્તો ગોળ ટોળું કરીને એક જુના સડી ગયેલાથાંબલાનીનીચે બેઠા હતા. જેમાંથી આછા પીળાં રંગનો પ્રકાશ રેલાઈ રહ્યોં હતો.“સાલ્લા. નમક હરામો. જેથાળીમાં ખાસો એમાં જ કાણું પાડશો. બધા ચુ## નામનાં ફ્રેન્ડો મેં પાળીને રાખ્યાં છે.” બાનીએ ગુસ્સાથી કહ્યું.મોટાભાગે આખી ટોળકીનો જેટલો પણ Read “બાની”- એક શૂટર - ૧૦ (23) 686 934 “બાની”-એક શૂટરભાગ : ૧૦દિયાને આજે લકી પોતાનાં બંગલામાં લાવ્યો હતો. આખો પરિવાર આજે હાજર હતો. લીવીંગ રૂમમાં બધા સભ્યો સોફા પર ગોઠવાયા હતાં.થોડી ઔપચારિકતાં બાદ ઈવાનનું ઈન્ટ્રો દિયા સાથે કરાવ્યું.“ અરે ડેડ તમે મારા માટે દિયાને કેમ નહીં પસંદ ...Read Moreલકી બ્રો ને તો કોઈ પણ ચાલે. કેમ બ્રો બરાબર ને?” મજાક કરતાં ઈવાને કહ્યું.“ઈવાન..! દિયાભાભી કહીને બોલાવ.” મોમે ઠપકો આપતાં કહ્યું.“અરે બ્રો આટલા સંસ્કારી થઈને કેમ બેઠા છો. ભાભીને તમારો બેડરૂમ તો દેખાડો.” મોમની વાતને ન ગણકારતાં જોરથી કહ્યું.“દિયા બેટા. ખોટું નહીં લગાડતાં. ઈવાનને મજાક કરવાની આદત છે.” મોમે ચહેરા પર થોડું હાસ્ય બતાવતાં કહ્યું.“ઓહ્હ તમે બહુ ફોર્માલીટીમાં જીવો Read “બાની”- એક શૂટર - 11 (23) 660 1.1k “બાની”-એક શૂટરભાગ : ૧૧"મેં તને કીધું ને એ અવિનાશના બચ્ચાંને છોડી મુક. અરે તું એને કેટલા ચાન્સ આપીશ. એ સુધરવાનો નથી. કોઈ બીજી ગર્લ્સ સાથે એ રાત દિવસ વિતાવી રહ્યો છે. તું કેવી રીતે એ બધું સહન કરી રહી ...Read Moreતારું મન હંમેશા ફરતું રહે છે . ક્યારેક ચાન્સની વાત કરે છે ક્યારેક ડિવોર્સની..!!" બાની જાસ્મીનને આ વાત સમજાવીને થાકી હતી."અરે એ તને નથી લવ કરતો. એ સ્વીકારી લે. અને આગળ વધ." બાની એની આગળ વાત ધપાવતી રહી."ઠીક છે. હું લોયરને મળીને ડીવોર્સ માટેની તૈયારી કરું છું."જાસ્મીને કહ્યું. " પણ બાની તું મને ફોન પર શું કહેતી હતી?? કોઈ નિર્ણય Read “બાની”- એક શૂટર - 12 (23) 628 932 “બાની”-એક શૂટરભાગ : ૧૨“એટલે તું ભૂલી ગઈ તારા ડેડને આપેલું પ્રોમિસ??"જાસ્મીને યાદ અપાવતાં બાનીને કહ્યું.બાની હસી પડી," હું પણ લસ્ટ થઈ રહી છું ઈવાનની જેમ. યાર એ બધું છોડ. આ બધા સપના આવી રહ્યાં છે એનું શું કરવું??" તેઓ ...Read Moreચાલતા વાતે લાગ્યા અને ફરી બીજી શાંત જગ્યા પર જઈને બેસી ગયા."સપનું તો સપનું હોય યાર. હકીકત થોડી બની જવાનું. એમ તો મને પણ ઘણા સપનાં આવ્યાં કરે કે હું કોઈ ઊંડી ખીણ માં પડી રહી છું. બચાવ, બચાવ બાની કહીને પુકારી રહી છું."જાસ્મીને કહ્યું અને ફરી ઉમેર્યું," આવા સપના આવવાથી આપને જીવવાનું થોડી છોડી દેવાય. એવું પણ થોડી સમજી Read “બાની”- એક શૂટર - 13 (25) 648 942 “બાની”-એક શૂટરભાગ : ૧૩"એહ હું શું કામ તને બોલાવું એહાન..??" બાનીએ અદબ વાળીને ગુસ્સાથી કહ્યું."ઈવાનનો મેસેજ હતો કે બાની મળવા બોલાવે છે. પ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." એહાને સરળતાથી કહ્યું."યા. મને પણ એ જ મેસેજ હતો કે એહાન ...Read Moreમાંગે છે. બાની અનેજાસ્મીન સાથેપ્રેન્ક વિડિઓ શૂટની ચર્ચા કરવા માટે.." બાનીએ કહ્યું.જાસ્મીન ચૂપચાપ ઊભી હતી.ત્રણે જણ ચૂપચાપ ગુસ્સામાં ઊભા હતા."ઓહ તો આ ઈવાન મહાશયનું કામ છે. હું જાણી ગઈ. એને શા માટે આવું કર્યું. એકદમ લસ્ટ છે સાચે..!!" બાનીએ કહ્યું ત્યાં જ ઈવાન સામે આવતો દેખાયો."ઈવાન..####.!! તારી પાસે સમય છે. મારી પાસે સમય છે. પણ #### આજાસ્મીન અને એહાનનો ટાઈમ Read “બાની”- એક શૂટર - 14 (21) 566 892 “બાની”-એક શૂટરભાગ : ૧૪એ જોતાં જ એહાન એ તરફ પગલા માંડવા લાગ્યો. જોતજોતામાં જાસ્મીન સાથે એ છોકરો ઉગ્ર બની રહ્યો હતો. બાની એને થપ્પડ લગાવા જતી હતી ત્યાં તો એણે બાનીને ધક્કો મારી દીધો. બાની જમીન પર ફસડાતાં બચી. ...Read Moreપોતાને પડતા સંભાળી લીધી. પરંતુ એ ફરી ઉઠી અને એ છોકરાના હાથમાંથીજાસ્મીનને છોડાવવા ગઈ. પરંતુ એ છોકરો જરા પણ છોડવા તૈયાર ન હતો. એણે જાસ્મીનનું બાવડું એવું જોરથી ઝાલ્યું હતું કે બાનીની તાકત એના સામે વ્યર્થ જતી હતી. જોતજોતામાં લોકોનાં ટોળા પણ જામી ગયા હતાં. પરંતુ તે મોટા અવાજમાં કહી રહ્યો હતો કે આ મારી વાઈફ છે. મારો પર્સનલ મામલો Read “બાની”- એક શૂટર - 15 (21) 580 968 “બાની”-એક શૂટરભાગ : ૧૫“જસ્ટ રિલેક્સ બાની. મારો ગુસ્સો એહાન પર નહીં કાઢ. આ વધારે થાય છે. એનું મૂડ હશે ત્યારે વાત કરશે.”જાસ્મીનેસમજાવતાં કહ્યું. કેમ કેજાસ્મીન જાણતી હતી બાનીના ગુસ્સાનો ફુગ્ગો ફૂટીને જ રહેશે...!!થોડી જ મિનિટોમાં બાનીએ માર્કેટમાં ગાડી પાર્ક ...Read Moreએહાન ગાડીની બહાર ઉતર્યો. બંનેને થેંક યુ કહીને બાઈક ભણી ગયો. બાની જ્યાં સુધી એ બાઈક લઈને ઓઝલ ન થયો ત્યાં સુધી જોતી રહી."ચાલ એ ગયો. હવે તું બકવા માંડ."જાસ્મીન તરફ ફરતાં બાનીએ ઝડપથી કીધું.જાસ્મીન ચૂપ રહી.બાનીએ ગંભીરતાથી કહ્યું, “જેસ્સ શાંતિથી સાંભળ વાત. તું ક્યાં સુધી આવા આદમી સાથે રહેશે. અવિનાશ સાથે ડિવોર્સનો મામલો પતાવી દે.”“બાની આ બધી વાત આપણે Read “બાની”- એક શૂટર - 16 (22) 568 978 “બાની”-એક શૂટરભાગ : ૧૬સવાર પડતાં જ એના આલિશાન બંગલાની પાછળ બનાવેલું સ્વિમિંગ પૂલમાં એન્જોય કરવા માટે બાની જાસ્મીન સાથે આવી. બંનેએ ટુ પીસ પહેર્યું હતું. એક પછી એક કૂદકો મારીને બંને પાણીમાં તરવા લાગી.સ્વિમીંગ પૂલમાં માછલીની જેમ ઉછળથી તરતી ...Read Moreદેખાઈ રહી હતી.જાસ્મીન બાની કરતાં વધારે હોટ દેખાતી હતી. કારણકે મોડેલિંગ ક્ષેત્રમાં ઝપલાવાં માટે પોતાની કાયાને એને એવી રીતે મેનેજ કરી રાખ્યું હતું.જાસ્મીન દેખાવે સાવલી છ ફૂટ ઊંચી પાતળા પગ તથા લીસી ચામડી ધરાવતી હતી જ્યારે બાની પણ છ ફૂટથી થોડું કમી કદ ધરાવતી હતી પરંતુ એકદમ ફોરેનરની જેમ ગોરી ચળકતી ત્વચા હતી."તું એહાનને નકામો હેરાન કરી રહી છે."જાસ્મીન પૂલના Read “બાની”- એક શૂટર - 17 (27) 560 1k “બાની”-એક શૂટરભાગ : ૧૭બાનીનો શક સાચો હતો. એની કારને કોઈ તો પીછો કરી રહ્યું હતું. બાનીને એમ લાગ્યું કે પોતાની કારને પાર્ક કરતાં જ પીછો કરતી કાર આગળ જતી રહેશે પણ એવું થયું નહિ. થોડી સેંકેન્ડ માટે રાહ જોઈ ...Read Moreબાની જ કારમાંથી ઊતરી. એને ગોગલ્સ ચડાવ્યો. ત્યાં જ એની કારના થોડે અંતરે એક કાર પાછળ આવીને ઊભી થઈ ગઈ. અને એમાંથી નીકળ્યો ઈવાન. એ ભાગતો બાની પાસે આવ્યો. " કાર કેમ ઊભી રાખી?""એ #### કેમ!! તે ઠેકો લીધો છે અમારી પાછળ પાછળ ફરવાનો. અરે કેમ દિમાગ ચાટી રહ્યો છે." બાનીએ ગુસ્સે થતાં કહ્યું."બાની પહેલા તો તું કેટલી પ્રેમથી વર્તતી Read “બાની”- એક શૂટર - 18 (21) 534 916 “બાની”-એક શૂટરભાગ : ૧૮"એઝ યુ વિશ. બાની તારે ટ્રાય મારવી હોય તો માર...!!" ઈવાને ફરી સમજાવતાં કહ્યું.બાનીએ આજે એકદમ લાઈટ પિંક કલરનું ફૂલ બાયનું ટીશર્ટ ઇન કરેલું પહેર્યું હતું. એ ટી શર્ટ પર એક આંખ મારતી કિટન નું રબરનું ...Read Moreહતું. સ્કીન ફિટિંગ જીન્સ સાથે મેચિંગ લાઈટ પિંક કલરનાં કેનવાસ શૂઝ પહેર્યા હતાં. ડાર્ક બ્લેક કલરનાં ગોળાકાર ગોગલ્સ અને ઊંચે ગોળ અંબોડો કર્યો હતો."બાની...ઓલ ધી બેસ્ટ."જાસ્મીને ચીલ્લાવીને કહ્યું. એ બાનીને ક્યારે પણ રોકતી નહિ જો બાનીએ કામ કરવાનું ઠાની જ લીધું હોય ત્યારે."ઈવાન મારી જેસ્સે કહી દીધું એટલે સમજ એ છલાંગ લગાવી જ દીધી." બાનીએ પોતાનો કોન્ફિડન્સ વધારતાં કહ્યું."હા કેમ Read “બાની”- એક શૂટર - 19 (25) 514 976 “બાની”-એક શૂટરભાગ : ૧૯"શભૂં કાકા તારા છોકરાને લાવી છું જો." બાનીએ દરવાજો ખોલતાં કહ્યું."મરવા દે એને." શભૂં કાકાએ ખાસ્તા ગુસ્સો ઠાલવ્યો."આજે મારા પકડમાં આવેલો છે. જો એનો હુલિયો કેવો બદલું છું." બાનીએ સાંત્વના આપતાં કહ્યું."એ ચાલ રે ઊભો શું ...Read Moreતારા બાપને ઉંચકી લે. દવાખાને લઈ જવાનું છે." બાનીએ હુકમ આપ્યો હોય તેમ કહ્યું. કેદાર બાનીથી ડરતો. કેદાર સાલો મજબૂત આદમી હતો. પણ અત્યાર સુધીનું જીવન દારૂ પત્તા રમવામાં કાઢી નાખ્યું. થોડી અક્કલ પણ કમી."બસ્તીનાં બહાર કાર પાર્ક કરી છે." બાનીએ કહ્યું. કમને કેદારે એના બાપા શભૂં કાકાને ઉંચકી લીધો. એ ગલીમાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બસ્તીના લોકો પણ ઊભા Read “બાની”- એક શૂટર - 20 (22) 500 910 “બાની”-એક શૂટરભાગ : ૨૦જાસ્મીને કશો પણ જવાબ આપ્યો નહીં."અરે બોલને જેસ્સ શું થયું?"જાસ્મીનનેઢંડોળતા બાનીએ પૂછ્યું. એમાં જ ઘણા બધા મેસેજ ટોનજાસ્મીનનાં મોબાઈલથી વાગી રહ્યાં હતાં.કેદાર અને ઈવાન બેડરૂમનાં દરવાજા પર જ ઊભા હતાં. મોબાઈલ પહેલા સાયલન્ટ પર મૂકી દઉં ...Read Moreઈરાદાથી બાનીએજાસ્મીનનો ફોન હાથમાં લીધો. તે સાથે જ ઢગલાબંધ વોટ્સએપ પર અવિનાશના મેસેજ હતાં. બાનીએ ઝડપથી એક પછી એક મેસેજ વાંચવા લાગી. એમાં કેટલાં બધા ધમકીભર્યા મેસેજ હતાં કે, "તને ડિવોર્સ તો નહીં આપું. પણ તારું ખૂન જરૂર કરી દઈશ." એવા ઘણાય ધમકીભર્યા મેસેજ વાંચતા બાનીનું ખૂન ગરમ થઈ રહ્યું હતું. તોજાસ્મીનની શું હાલત થઈ હશે?? આ બધું જ વાંચીને Read “બાની”- એક શૂટર - 21 (26) 486 964 “બાની”-એક શૂટરભાગ : ૨૧બાનીને, એબ્રોડમાં આવીને ત્રણ વર્ષ ક્યારે પતી ગયા એ પણ ખબર પડી નહીં..!! સમય તેજીથી વહી રહ્યો હતો. એ પોતાનાં સ્વજનો સાથે વિડિઓ કોલિંગથી ટચમાં હતી વધારે તો જાસ્મીન અને એના પ્યારા દાદા દાદી સાથે. કોઈક ...Read Moreવોટ્સએપ ગ્રૂપમાં પોતાની જૂની ટોળકી સાથે ચેટ કરી લેતી. ટિપેન્દ્ર સાથે ક્યારેક અમથી કોલ કરી લેતી.જાસ્મીનનો ડિવોર્સ થઈ ચૂક્યો હતો. એડ ફિલ્મોથી કેરિયરની શરૂઆત કરનારજાસ્મીનઅત્યારે એક સફળ મોડેલ બની ચૂકી હતી.****“અરે એહાન, વ્હોટ અ પ્રેઝેન્સ સરપ્રાઈઝ યાર. તું અહીં શું કરી રહ્યો છે?” બાનીએ આશ્ચર્યથી ખુશ થઈને પૂછ્યું. એહાન તરત જ બાનીને ઓળખી ગયો.“બસ એમ જ કંપનીની સ્પોન્સરશીપ મળી છે Read “બાની”- એક શૂટર - 22 (23) 494 870 “બાની”-એક શૂટરભાગ : ૨૨“તો એમાં ખોટું શું છે.?” બાનીએ ફરી પૂછ્યું.“કેમ કે હું તને કેટલી વાર પૂછ્યું છે કે તું અહીં જ સેટ થવા માંગે છે કે પાછી ફરી રહી છે ઈન્ડિયા?” કડક શબ્દોથી જ એહાન પૂછતો જતો હતો.“એહાન ...Read Moreએક જ પ્રશ્ન કેમ પૂછ્યા કરે છે યાર.” નજર છુપાવતાં બાનીએ કહ્યું.“બાની. જો તું સ્યોર અને સિરીયસ હોય મારા માટે તો જ હું આરિલેશનશીપ આગળ વધારીશ.મને એવી કોઈ રિલેશનશીપ નથી જોઈતી કે તું અહિયાં એબ્રોડ જીવે અને હું ઈન્ડિયા. પ્લીઝ જો તું એવું કહેતી હોય કે મારી સાથે તું પણ અહિયાં સેટ થઈ જા તો મારો જવાબ ના હશે. હું Read “બાની”- એક શૂટર - 23 (23) 504 1k “બાની”-એક શૂટરભાગ : ૨૩“બાની...!! મારી મા એ મારા માસી મા છે. મને મારો પાસ્ટ છેડવામાં જરા પણ રસ નથી. પણ તને સાચું કહેવાનું મને જરૂરી જણાય છે. મારી મા આરાધના લાઈફ પ્રત્યે ખુબ જ સિરિયસ હતી. એ મહત્વકાંક્ષી ઓરત ...Read Moreપરંતુ એણે એક એવા આદમી સાથે લગ્ન કરી લીધા હતાં કે જે દિમાગથી માંદા હતાં. એવામાં જ એણે એક બાળક પણ થયું. એટલે કે એ બાળક એહાન. મારી મા આરાધનાને આવી લાઈફ સહન થતી ન હતી. હાલાકી મને એના માટે જરા પણ ખરાબ લાગ્યું નથી. એ એનો પોતાનો નિર્ણય હતો. એક દિવસ એક વર્ષનાં બાળકને છોડીને જ મારી મા આરાધના Read “બાની”- એક શૂટર - 24 (22) 514 1k “બાની”-એક શૂટરભાગ : ૨૪ઈન્ડિયા જવાના પહેલા જ બાની કશ્મેકશમાં હતી. ઈન્ડિયા જઈને એના ડેડને કેવી રીતે એહાન વિષે કહેશે? તેઓ માનશે કે પછી કશું ઊલટું કરીને ઈવાન સાથે ગોઠવી દે તો..!! એવા તરેહ તરેહના નકારાત્મક વિચારોથી ઝઝૂમી રહી હતી. ...Read Moreમનની દુવિધાનું સોલ્યુશન લાવવાવાળા બે જ સમજદાર વ્યક્તિઓ હતાં. તેઓ એટલે એના જીવનનાં મોસ્ટ હસીન પાત્રો એમના દાદા દાદી. જેઓ હતાં તો મોટી ઉંમરના જ પરંતુ આજની જનરેશનના વિચારો સાથે તાલમાં તાલ મેળવનારા. તેઓ પોતાનાં નિર્ણયો થોપવામાં માનતાં નહીં પરંતુ જાતે ફેંસલો લઈ શીખવામાં માનતા હતાં.પરંતુ લગ્નનો નિર્ણય એ શીખવાનો વિષય ન હતો. બાનીનીજરા અમથી ભૂલ કેનિર્ણયથીબધાનાં જ ભવિષ્યમાં ઉથલપાથલ Read “બાની”- એક શૂટર - 25 (28) 496 1.1k “બાની”-એક શૂટરભાગ : ૨૫બાની પોતે વિચારમાં પડી ગઈ કે હું તો સમયના પહેલા જ જાસ્મીનને સરપ્રાઈઝ આપવાં આવી ગઈ પણ આ જાસ્મીનની બચ્ચી જ ઘરમાં નથી. બાની બેક ટુ બેક ફોન લગાડતી ગઈ પણ નોટ રીચેબલ જ સંભળાવા મળ્યું. ...Read Moreઅડધો કલાક વીતીને પોણો કલાક થવા આવ્યો હતો. બાની અકળામણ અનુભવવા લાગી.ત્યાં જ ચુનીરામે બાનીના હાથમાં એક ઈન્વીટેશન કાર્ડ થમાવતાં કહ્યું, “ જાસ્મીન મેડમને બોલા થા કી બાની કો દે દેના.”બાનીને કશું જ સમજાતું ન હતું કે શું બની રહ્યું છે એણે અવઢળમાં જ પૂછ્યું, “ શું છે ? શાદી હૈ ક્યાં જાસ્મીન કી ?” ત્રણ વર્ષ બાદ આજે ફરી Read “બાની”- એક શૂટર - 26 (25) 456 924 “બાની”-એક શૂટરભાગ : ૨૬પોતાના બેડરૂમમાં શિફ્ટ થયા બાદ બધા જ ઘરનાં લોકોને બાનીએ બહાર મોકલ્યા. એમ કહીને કે 'મને થોડી શાંતિ જોઈએ છે પ્લીઝ બહારથી બંધ કરીને જજો.' બાનીનો જમણો પગ ફેકચર થયો હતો. હાથમાં થોડું વાગ્યું હતું. બાકી ...Read Moreસહીસલામત હતું. એ થોડીવાર બેડ પર લાંબી થઈ પણ એનો જીવ ઊકળી રહ્યો હતો. એ બેઠી થઈ અને લગંડી કુદતી હોય તેવી રીતે કબાટ સુધી પહોંચી. એણે કબાટમાં ડોકિયું કર્યું બધો જ સામાન જેવો છે એવો જ હતો. એણે તરત જ પડેલી પર્સને જોઈ. એકઝાટકે ઝીપ ખોલી. 'હતું..!!ઈન્વીટેશન કાર્ડ...!!' એણે હાશકારો અનુભવ્યો. એ લંગડી કુદતી બેડ પર આવીને બેઠી. ઘણી Read “બાની”- એક શૂટર - 27 (27) 466 1k “બાની”-એક શૂટરભાગ : ૨૭થોડા દિવસમાં જ મને જાણવા મળ્યું કે મીરાંના ડેથ થવાનાં કારણે એની જગ્યા પર મને લેવામાં આવી હતી. મીરાંને લઈને જે આલ્બમની અધૂરી શૂટિંગ થઈ હતી એને પડતી મુકીને નવેસરથી મારા દ્વારા પૂરી કરી હતી. મીરાનું ...Read Moreમારી જેમ નવી જ એન્ટ્રી હતી. ડાયરેક્ટર સંતોષ સાહેબે એ વાતને બહાર એક્સપોઝ કરી ન હતી એનું કારણ એ હતું કે એના દીકરા અમન સાથે જ મીરાનું અફેર હતું. આરાધના પ્રોડક્શન હાઉસ હમેશાં એક નવા ચહેરાને પ્રાધાન્ય આપતાં હતાં. અને મીરા એટલી ફેમસ પણ ન હતી કે એની આત્મહત્યાને વાતનું વતેસર મળે..!! એવાં જ સારા નરસા દિવસો ત્રણ મહિના સુધી Read “બાની”- એક શૂટર - 28 (22) 456 966 “બાની”-એક શૂટરભાગ : ૨૮“ મીરાંનું મોત કેવી રીતે થયું?” મેં એને ફરી પ્રશ્ન પૂછ્યો.મારો સવાલ પૂછવાથી એ મને એકીટશે જોતી રહી. એના મનમાં કોઈ યુદ્ધ ચાલતું હોય તેમ એ ઝટથી ઊઠી. પાણીનો ગ્લાસ ઉંચક્યો. પીધું. ગ્લાસ ટેબલ પર મુક્યો ...Read Moreચાલતાં જ એણે કહ્યું, “ મારું કામ તને આશ્વસ્ત કરવાનું હતું. તમે માસૂમ છોકરીઓ ધ્યાન રાખજો તમારું.” એટલું કહી એણે મોઢા પર બુરખો નાંખીને ચાલતી પકડી.મેં એનો હાથ પકડ્યો, “ તમે મારો જવાબ આપતા જાવ.” મેં એનો હાથ કસીને પકડ્યો. એણે પકડેલા હાથ તરફ જોયું અને ધીમેથી છોડ્યો. એના પછી એણે જે કીધું હું પોતાની જાતને જ એ પ્રશ્ન પૂછતી Read “બાની”- એક શૂટર - 29 (27) 464 1.1k “બાની”-એક શૂટરભાગ : ૨૯"બાની તને નથી લાગતું ફ્લો અલગ જ એંગલ લઈ રહ્યું છે?" ટીપેન્દ્રએ વિચારીને કહ્યું."શું..?!" દ્વિધાથી બાનીએ પૂછ્યું.બાની પોતાના બસમાં હતી જ ક્યાં!! એની વિચારવાની શક્તિ ઘટી ગઈ હોય તેમ લાગતું હતું. એ કોન્સન્ટ્રેટ કરી શકતી ન ...Read Moreતેમ એ મહેસૂસ કરી રહી હતી."આ ડાયરી પૂખતો સબૂત છે. ડાયરીમાંજાસ્મીનનાં ખૂનનું રહસ્ય છુપાયેલું છે.બીજી કડીઓ ઓટોમેટિક બહાર આવી જશે."ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાનનું કશું ઉલ્લેખ જ નથી આ ડાયરીમાં..!! કમાલની વાત તો એ છે કેજાસ્મીને પણ મને પર્સનલી કશું કહ્યું નહીં ઈવાન વિશે..!!" બાનીએ કહ્યું."બાની એ તો હવે ઈવાન જ આપણાને કહી શકશેજાસ્મીન સાથે એનો શો સંબંધ હતો..!!"ટીપેન્દ્રએ કહ્યું."પણ ઈવાન છે Read “બાની”- એક શૂટર - 30 (31) 458 930 “બાની”-એક શૂટરભાગ : ૩૦"સર..!! હું મારા તરફથી માહિતી આપવા સહયોગ કરી રહી છું. તમે ભળતી વાત મૂકી રહ્યાં છો. તપાસ કરવાનું કામ તમારું છે." બાનીને ડર ક્યાં હતો. એણે ઊંચા સ્વરમાં કહ્યું."અમારી ઈન્વેસ્ટિગેશન ચાલુ છે મેડમ. તમે સાચી રીતે ...Read Moreઆપશો." ઈન્સ્પેકટર જૈસવાલે કહ્યું.એવા ઘણા બધા સવાલો આડા અવળા પૂછાયા.પરંતુ જયારે ઇન્સ્પેકટરે એવું કડવું કહ્યું ત્યારે બાનીના પગની ધરતી ખસી ગઈ,“તારી જ બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં પણ...!! મિસ બાની. તમે પણ મિસ જાસ્મીન ખૂનમાં સામિલ હોઈ શકો...?!! અત્યારે અમે સબૂતની તલાશમાં છે. પણ મિસ બાની ધ્યાન રહે આ શહેરની બહાર તમે જઈ ના શકશો.”પૂછતાછ બાદ ઇન્સ્પેકટર ગૌતમ જૈસવાલ અને સાથે Read “બાની”- એક શૂટર - 31 (28) 432 926 “બાની”-એક શૂટરભાગ : ૩૧"ટીપેન્દ્ર...!! શું બોલી રહ્યો છે તું...!!" બાનીના હોઠ ધ્રુજતાં બોલી ઉઠ્યા." તું મળી લેજે એને. હું ગોઠવું છું બધું. વધારાની વાત નહીં હવે. ટીફીન જોઈ લેજે...હું નીકળું.!!" સળંગ બોલીને ટીપેન્દ્ર ત્યાંથી નીકળી ગયો. બાનીએ નોટિસ કર્યું ...Read Moreટીપેન્દ્રએ એની ચાલવાની સ્ટાઈલ પણ બદલી દીધી હતી.પોતાના પગ પર ટીફીન રાખી બાની રિલેક્સ થઈને વ્હીલચેરમાં બેઠી બેઠી જ આખા સ્વિમીંગ પૂલનો રાઉન્ડ મારીને બંગલામાં પેઠી ત્યારે આછું અજવાળું હતું. એ બેડરૂમમાં ગઈ. દરવાજો બંધ કરીને ટીફીન ખોલ્યું. વારા ફરતી બે ડબ્બા ઊંઘાડ્યા. પહેલા ડબ્બામાં એક ચિઠ્ઠી હતી. બીજા ડબ્બામાં મોબાઈલ હતો. બાનીએ ઝડપથી વાંચ્યું:'એહાન સાથે અત્યારે જે મોબાઈલ મોકલ્યો Read “બાની”- એક શૂટર - 32 (29) 448 878 “બાની”-એક શૂટરભાગ : ૩૨"બાની જબાન સંભાળીને બોલ. તારા કરતાં વધુ મને કોઈ જાણતું નથી. આપણે બંને એકમેકને બચપણથી ઓળખીયે છે. બસ તું મને એટલું જ ઓળખી શકી!! જેણી સાથે ઈશ્ક લડાવ્યો એને હું જાનથી મારી નાખું?? તું હોશમાં આવ ...Read Moreઈવાને બાનીને ઊંચકીનેવ્હીલચેરમાં બેસાડી. બાની બંને હાથેથી મોઢું ઢાંકીને રડી પડી. બાનીને એટલી વિચલીત અને દુઃખી લાઈફમાં ક્યારે પણ ઈવાને જોઈ ન હતી. કડક મિજાજની બાની પાસે એટલું નાજુક દિલ પણ હશે એ ઈવાન આજે જોઈ શકતો હતો.ઈવાનની આંખો પણ ભરાઈ આવી હતી. પણ એને પોતાને રડતાં રોક્યો. એ પોતાના બંને પંજા પર બેઠો. ડાબો હાથેથી બેલેન્સ માટેવ્હીલચેરનો હાથો પકડ્યોઅને Read “બાની”- એક શૂટર - 33 (27) 478 1.1k “બાની”-એક શૂટરભાગ : ૩૩"ટિપેન્દ્ર....??" સવારની પહોરમાં અલગ પોશાકમાં જ આવી પહોંચેલો ટીપીને પ્રશ્ન નજરે બાનીએ આશ્ચર્યથી પૂછ્યું."બાની, હજુ તો પૂછતાછ જ ચાલી રહી છે. 1% જેટલું પણ ઈન્વેસ્ટિગેશન અમનની દિશામાં પહોંચી નથી. મને એમ લાગે છે કે ડાયરીનો નાશ ...Read Moreમાટે ઈન્સ્પેકટર જૈસવાલનો પણ સાથે જ ખાતમો કરી દીધો. કેમ કે એને તો ડાયરી વાંચી જ હશે...!! પછી જ એ એક્શન પ્લાન અમનના ખિલાફ માંડવાનો હતો પરંતુ એના પહેલા જ એનું એક્સીડેન્ટ કરીને કાંટો કાઢી નાખવામાં આવ્યો...!! તો વિચાર..!! આ ડાયરી સોંપનારની જાનનો જોખમ કેટલી હદ સુધી હશે....!!" ટિપેન્દ્રએ ધીરગંભીર સ્વરમાં કહ્યું."મારી જાનને જોખમ...!! હા મારું એક વાર તો એક્સીડેન્ટ Read “બાની”- એક શૂટર - 34 (29) 442 896 બાની-એક શૂટરભાગ : ૩૪બાનીના મૃત્યુંનાં પાંચ વર્ષ થવા આવ્યા હતાં. દોસ્તોને ગમ હતો કે એમને એક અચ્છી ફ્રેન્ડ ગુમાવી હતી. એનું ખાલીપણું તો લાગતું જ. પર જીંદગી રુકતી કહા હૈ ? બાનીના ફ્રેન્ડો પોતપોતાની દુનિયામાં આગળ વધી રહ્યાં હતાં. ...Read Moreઅને ક્રિશનાં મેરેજ ત્રણ મહિના બાદ થવાના હતાં એ બધા જ ફ્રેન્ડોને જાણ થઈ ચૂકી હતી. મેરેજના કાર્ડ પણ જલ્દી જ વેચી દીધા હતાં. બાનીના આખા પરિવારને પણ હની ક્રિશે ખૂબ જ પ્યારથી કાર્ડ આપી આમંત્રણ આપ્યું હતું...!!"હેલ્લો ક્રિશ...!!" કોલ જોડાતા જ હનીએ કહ્યું." હા બોલને માય સ્વીટ હની..!! શું થયું રહેવાતું નથી. હવે તો મેરેજના ત્રણ જ મન્થ બાકી Read “બાની”- એક શૂટર - 35 (33) 442 1k બાની-એક શૂટરભાગ : ૩૫એહાનને હની ક્રિશની મેરેજ પાર્ટી બાદ ઊંઘ ઉડી ગઈ હતી તે અડધી રાત્રે પોતાનાં બેડરૂમમાં આટાફેરા કરવા લાગ્યો. એ વિચારતો રહ્યો, “ બાનીના ગયા બાદ મારી જિંદગીમાં અનેકો બાની કરતાં પણ બ્યુટીફૂલ ગર્લ્સ, લેડીને જોઈ હતી ...Read Moreએવી ઘણી રૂપજીવી લલનાઓના ઈન્ટરવ્યૂઝ લીધા હતાં અને મુલાકાતો કરી હતી ત્યારે તો મારો જરા પણ જીવ બેચન થયો ન હતો. ના મેં કોઈ છોકરીને બીજી નજરેથી જોઈ હતી..!! બાનીના ગયા બાદ આજ સુધી કોઈ છોકરી માટે પ્યારનો ઉમળકો નથી થઈ આવ્યો તો આજે મિસ પાહીને જોઇને હું વિચલિત કેમ થઈ રહ્યો છું? હું એના પ્રત્યે એવી લાગણી કેમ અનુભવી Read “બાની”- એક શૂટર - 36 (28) 434 878 બાની-એક શૂટરભાગ : ૩૬"એહાન કૂદી પડ્યો છે? શું કરું?" મિસ પાહીએ કોલ પર પૂછ્યું." એ તારી પાસે આવ્યો છે. એ હું જાણું છું. એની સાથે ચોખવટ કરી લે મળીને બીજું શું!!" સામેથી સ્વર સંભળાયો." શ્યોર....?!" મિસ પાહીએ આશ્ચર્યથી કહ્યું."હા. ...Read Moreઅમન સાથે આજે તારી ફર્સ્ટ મુલાકાત છે." સામેથી સ્વર સંભળાયો."ભૂલી નથી. ઉતાવળી છું મળવા માટે." મિસ પાહીએ મિજાજથી કહ્યું. ફોન મુકાયો. પાહી ઊંડા વિચારમાં પડી ગઈ. એને અનનોન નંબર પર ફોન લગાવ્યો. પછી ઝડપથી કટ કર્યો. એનું હૈયું ધડકવા લાગ્યું. એ ફરી ખાસી મિનિટો સુધી વિચારમાં પડી રહી. એને મક્કમ મન કર્યું. મોબાઈલ કાન પર ધર્યો."હેલ્લો, મિસ્ટર એહાન. આપણે બે Read “બાની”- એક શૂટર - 37 (34) 442 1.1k બાની-એક શૂટરભાગ : ૩૭એહાન ઝડપથી દોડતો આવી પહોંચ્યો અને નીચે બંને ઘૂંટણ પર બેસીને બંને હાથની આંગળીઓ એકમેકમાં ભેરવીને રિકવેસ્ટ કરતાં કહેવા લાગ્યો, " બાની પ્લીઝ...!! તારો ચહેરો બદલાઈ જવાથી તારું અસ્તિત્વ બદલાઈ નથી જવાનું. હું તારી દરેક હિલચાલને ...Read Moreકરી શકું છું. તારી દરેકેદરેક શ્વાસને હું જાણું છું. તારી આંખોને હું ઓળખું છું." એહાન બોલતો ગયો. મિસ પાહી શાંત મને બધું જ સાંભળતી હતી." હું તને જ ચાહી નથી. તારી સાથે તારા સમગ્ર અસ્તિત્વને પણ ચાહયું હતું. ફક્ત પ્રેમ કરવા ખાતર તને પ્રેમ નથી કર્યો. તારું પડખું સેવ્યું હતું. મારી એષણા બાની હતી. તારું મૃત્યુ નો સદમો તો લાગ્યો Read “બાની”- એક શૂટર - 38 (25) 402 894 બાની-એક શૂટરભાગ : ૩૮"શરતો શું...!! બાની હું બધું જ માનવા તૈયાર છું." એહાને કહ્યું."હમ્મ..!! મિસ્ટર એહાન યાદ છે તને પાંચ વર્ષ પહેલા તે શું કહ્યું હતું." મિસ પાહી એટલે કે બાનીએ યાદ અપાવતાં કહ્યું." યાદ છે મને બધું...!!" એહાને ...Read More" પણ બાની હવે તો હું તને પિછાણી જ ગયો છું તો તું મને મિસ્ટર એહાન કહેવાનું છોડી મૂક. મારી સાથે પ્રેમથી વાત તો કરી જ શકે ને બાની...આય લવ માય બાની!!" એહાને કહ્યું.બાનીએ એહાનની વાતને ઇગ્નોર કરી અને પોતાની વાતને ચાલુ રાખી, " પહેલી શર્ત એ છે કે આ ચહેરા પાછળનું રાજ હું તને સમય આવવા પર બતાવીશ જો Read “બાની”- એક શૂટર - 39 (27) 432 1k બાની-એક શૂટરભાગ : ૩૯"બાની.....!! તું ચાહે છે એહાનને.....!!" એહાન વધુ નજદીક ગયો. બાનીના આંખમાં આંખ મેળવીને કહ્યું, "હું તને ચાહું છું. તારા મૃત્યું થવું મારા માટે અસહ્ય હતું. મને મારી જિંદગી જીવવા લાયક જ નહીંલાગી. હું ખૂબ ત્યારે વિચાર ...Read Moreકે બાનીને હું ચાહતો જ હતો તો એનો સાથ મેં કેમ ન આપ્યો?? બાની જ મારો શ્વાસ હતો તો એનો સાથ મેં કેમ છોડી દીધો....!! બાની આય એમ સોરી....!! મને તને કશું નથી પૂછવું. હું એટલું જાણું છું કે હું તને ચાહું છું." એહાને એકધારું કહ્યું. બાનીએ ચુપકીદી સાદી."બાની....!! લાઈફમાં મેં બધું જ મેળવી લીધું છે. નામ,કામ,પૈસા બધું જ...બધું જ....!! Read “બાની”- એક શૂટર - 40 (31) 400 1.2k બાની-એક શૂટરભાગ : ૪૦એહાનનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. બાનીની અકળામણ વધતી જતી હતી. એ આમતેમ બેડરૂમમાં આંટાફેરા મારવા લાગી."શું કરવું જોઈએ...!! એહાનને ત્યાંથી કેવી રીતે હટાવી શકાય..!!""કે પછી પોતે જવું જોઈએ...!! શું કરું હું...!!" બાનીની ચીડ વધતી ...Read Moreહતી. એને કોલ કર્યો, " હલ્લો..!! આવીને મળી જા..!!""ઓકે....!!" સામેથી સ્વર સંભળાયો.****"હા દીદી...!!" બેડરૂમમાં દાખલ થતાની સાથે જ નવજુવાને કહ્યું."કેદાર..!! અહીંયા આવ." બાનીએ બાલ્કનીની નજદીક જતાં કહ્યું. કેદાર કાચની બારીઓ નજદીક આવીને ઊભો રહ્યો. બાનીએ તે સાથે જ સડસડ કરતા કાચની બારીઓ ખોલી દીધી."કેદાર...!!" બાનીએ કહ્યું."હા દીદી...!!" હુકમ સાંભળતો હોય તેવા સ્વરમાં કેદારે કહ્યું."સામે જો તો. તપસ્વીની જેમ બેઠો છે Read “બાની”- એક શૂટર - 41 (27) 406 1.1k બાની-એક શૂટરભાગ : ૪૧બાનીએ ફરી બૂમ મારી, " મિસ્ટર એહાન.....!!"પરંતુ એહાન એ જ અવસ્થામાં શાંતિથી બેઠો હતો."કેદાર...!!" બાનીએ ધીમા સ્વરે કહ્યું."જી. દીદી...!" કેદારે હુકુમ પાળતાં કહ્યું."તું...જરા....!!" બાનીએ કહ્યું તે સાથે જ કેદાર ત્યાંથી દૂર બીજે તરફ જઈને ઊભો થઈ ...Read Moreઓઢેલો કામળો હટાવી દીધો અને મોબાઈલની ટોર્ચ ઓન કરી. પરંતુ એહાન પર જરા પણ ફરક પડ્યો નહીં.બાનીએ પોતાનો હાથ એહાનના ખબા પર રાખ્યો.સ્પર્શનાં કારણે એહાન થોડો વિચલીત થયો પરંતુ એને શાંતિથી આંખો ખોલી. ટોર્ચનો પ્રકાશ એની આંખોને તગ કરી રહ્યો હતો. હવે એનેઝાંખું દેખાઈ રહ્યું હતું."એહાન....!!" બાનીએ કહ્યું."બાની.....!!"એહાને આશ્ચર્યથી કહ્યું, "તું આવશે જ એવું ધાર્યું ન હતું બાની....!!" એહાને બાનીનો Read “બાની”- એક શૂટર - 42 (29) 432 1.1k બાની-એક શૂટરભાગ : ૪૨જાસ્મિનનાં ખૂનના રહસ્યની ગાંઠ એક પછી એક ખૂલતી જતી હોય તેમ બાની મહેસૂસ કરવા લાગી. એ સ્વગત જ મનમાં કહેવા લાગી, " બાની તું સહી જગહ પર આયી હૈ. આ મીની નામની ઓરત જ બધુ રહસ્ય ...Read Moreકરશે.""જ્યૂસ લો મિસ પાહી." વિચારમગ્ન મિસ પાહીનું ધ્યાન ભગ્ન કરતાં અમને કહ્યું."સ્યોર...!!" મિસ પાહીએ શંકાથી કાચના ગ્લાસ પર ફક્ત હોઠ અડાળતા કહ્યું. પરંતુ મીની નામની ઓરત હજુ ત્યાંથી ગઈ ન હતી. એ એકધારે ત્યાં જ ઉભી ટગરટગર મિસ પાહીને નિહાળતી રહી હતી."અમન....!! આપણે નીચે કેમ બેસ્યા છે? મળવા જઈએ મોમ ડેડને?" ફિક્કું હસતાં જ જ્યુસનો ગ્લાસ અડકીને ટેબલ પર રાખતા Read “બાની”- એક શૂટર - 43 (31) 410 1k બાની-એક શૂટરભાગ : ૪૩"એહ ડોહા શંભુ...!! તને યાદ તો છે ને કંઈ જગ્યા પર પિસ્તોલ સંતાડી હતી??" બાનીએ ધીમેથી ખીજથીશંભુકાકાનેપૂછ્યું.બાની કેદાર અનેશંભુકાકા ત્રણેય ખંડરની પાછળ નીચે આવેલી એક વિરાન ભોંયતળિયે આવી પહોંચ્યા. ત્રણેયે પોતાનો ચહેરો આવ્યા ત્યારે કામળાથી ઢાંકયો ...Read Moreતેમ જ ત્રણેયે પોતાની વેશભૂષા પણ બદલી કરી હતી. બાનીએ પુરૂષનો વેશધારણ કર્યો હતો.અવાવરું જગ્યા પર પહોંચતા જ અંધારામાં એ પણ રાતના બે વાગ્યે નીરવ શાંતિમાં જીવજંતુઓનો ઝીણો પણ ડરાવનો અવાજ આવી રહ્યો હતો. બંજર જમીન તેમ જ વરસાદી મૌસમને કારણે સાપનો ખતરો અહીં બની જ રહેતો.શંભુકાકાની નજર આમમતેમ ફરી રહી હતી, એ પિસ્તોલ છુપાવેલી જગ્યાને શોધી રહી હતી."છોટી મેડમ...!! Read “બાની”- એક શૂટર - 44 (27) 404 1.1k બાની-એક શૂટરભાગ : ૪૪"શંભુકાકા એ પિસ્તોલને છુપાવી દો. મને નથી લેવી હાથમાં પ્લીઝ...દૂર કરો એ પિસ્તોલને મારાથી..." બાનીના આંખમાં આંસુ આવી ગયા.શંભુકાકા બાનીની નદજીક આવ્યા. બાનીને બચપણમાં જેમ પંપાળતાં એમ ધીમેથી ખબા પર હાથ ફેરવ્યા અને ગાલ પર લાડ ...Read Moreકહ્યું, " છોટી....મેડમ....!! તું તો બહાદુર છો. તારા કહેવાથી તો આટલા વર્ષોથી છુપાવી દેવામાં આવેલી પિસ્તોલને આજે ફરી ગોતીને બહાર કાઢવામાં આવી છે. પછી આનું કારણ શું છે??"શંભુકાકાએ ધીમા સ્વરમાં સાંત્વના આપતા પૂછ્યું."કાકા પ્લીઝ....!! આ પિસ્તોલ તારી પાસે રાખી દે. નહીં તો ફરી છુપાવી દો." બાનીના આંખમાં આંસુ તગતગી આવ્યાં.શંભુકાકા સાંત્વના આપતા કશુંક કહેવા જ જતા હતા તે જ સમયે Read “બાની”- એક શૂટર - 45 (30) 400 1.2k બાની-એક શૂટરભાગ : ૪૫કેદારની વાત સાંભળી ટિપેન્દ્ર સમજી ગયો હોય તેમ ચૂપ રહ્યો. પરંતુ પિસ્તોલ જોઈને એની આંખમાં ચમક આવી. એને પિસ્તોલ પોતાની પાસે જ રાખી. અને ચાલતી ચર્ચાને બાનીના મૂડના હિસાબના કારણે ત્યાં જ બંધ કરતાં કહ્યું, " ...Read Moreતું આરામ કર. હું બાનીને પણ કહું છું આરામ કરવા માટે."કેદાર સૂવા માટેશંભુકાકાના કમરામાં ગયો."બાની...!!" ટિપેન્દ્રએ શૂન્યમસ્ક નજરે બારીની બહાર નિહાળતી બાનીના શાંતિમાં ભંગ કરતાં અવાજ આપ્યો.પરંતુ બાનીએ એ સાંભળ્યું જ નહીં. ટિપેન્દ્રએ બાનીના ખબા પર હાથ મૂક્યો. અનાયસે જ બાનીને ટીપી તરફ જોવાઈ ગયું."સવાર બહુ જલ્દી થઈ જશે. આરામ જરૂરી છે." ટિપેન્દ્ર એટલું કહીને જવા જ લાગ્યો. ત્યાં જ Read “બાની”- એક શૂટર - 46 (30) 392 1.1k બાની-એક શૂટરભાગ : ૪૬"સંતોષ સાહેબ અને મીની નોકરાણીનો પૂત્ર એટલે કે અમન મારો.....!!" મીની પોક મૂકીને રડી પડી. એનું દિલ દુઃખી અનુભવી રહ્યું હતું.બાની રહસ્ય સાંભળીને આશ્ચર્યમાં પડી. બાનીની જિજ્ઞાસા વધી ગઈ એ બધો જ ભૂતકાળ સાંભળવા...!! જે મીની ...Read Moreરીતે ઉગલી રહી હતી...!!મીનીએ મન ભરીને રડી લીધું. એને થોડો સમય લીધો. મન ભરીને રડી લેતાં જ જીવ હલકો થયો હોય તેમ મીની મહેસૂસ કરવા લાગી. બાનીએ મીનીને પાણી પીવડાવ્યું. મીની થોડીક મિનીટો માટે એકદમ જ ચૂપ થઈ ગઈ. પછી અચાનક એને એમ લાગ્યું કે બધું હવે છતું કરવું જ પડશે. એને પોતાની બંને આઈબ્રો ઊંચી કરી. ઊંડો શ્વાસ લેતાં Read “બાની”- એક શૂટર - 47 (26) 346 950 બાની-એક શૂટરભાગ : ૪૭"ઉશ્કેરાઈ જવાથી કશું નથી મળતું મિસ પાહી...!! ઉશ્કેરાટભરી જિંદગી તો હું પણ જીવતી જ આવી છું. પણ કશું કરી નથી શકતી." એટલું બોલી મીની થોડી ચૂપ થઈ. પછી ધ્યાનથી મિસ પાહીના ચહેરાને ઉકેલતા કહેવા લાગી, " ...Read Moreતો અમનને ચાહે છે ને...!! લગ્નનાં બંધનમાં બંધાવાના છો ને...!!" મીની બોલીને ફરી અટકી. પાહીના સમગ્ર ચહેરાને એક જ નજરમાં નિહાળતાં પોતાના ડાબી બાજુનાં હોઠને મચકોડતાં શબ્દોથી વીંધી નાંખે એ સ્વરથી એ બરાડી, " તો તું શૂટ કેવી રીતે કરશે મિસ પાહી અમન હત્યારાને....!!"બાની પણ થોડું હસી. એને સમજ પડી ગઈ કે મીની એના પાસેથી શેનો જવાબ માંગતી હતી..!!મિસ પાહીએ Read “બાની”- એક શૂટર - 48 (28) 352 962 બાની-એક શૂટરભાગ : ૪૮બાની કશા પણ પ્રકારનું આગળ પગલું લે એ પહેલાં જ અને એ જ પળે દરવાજાની અંદર પ્રવેશ થતાં એક અવાજ આવ્યો. જે અવાજ બાનીને ખૂબ જ પ્રિય હતો. બાનીની નજર એ અવાજની દિશા તરફ ગઈ."અરે ભલું ...Read Moreતારો ખેલ ખતમ કરવાવાળાનું.....!!" સામેથી કોઈ ફિલ્મી ઢબે એન્ટ્રી થતી હોય તેમ મોઢામાં બીડી મૂકતા ન ચલાય તો પણ કડક મિજાજમાં એ ડોહો શંભૂકાકા અક્કડ ચાલમાં આવી પહોંચ્યા."વેલ ડન...!! બાની...!!" ટિપેન્દ્રએ સ્મિત સાથે કહ્યું.બાની આશ્ચર્ય તેમ જ મિશ્ર ભાવોથી જોતી જ રહી ગઈ કે આખરે બન્યું શું??જે ઈન્સ્પેક્ટર હતો એ પોતાના અસલ રૂપમાં આવ્યો. "સોરી...!! મેડમ...!!" કહીને એ રૂસ્તમ પાસે Read “બાની”- એક શૂટર - 49 (23) 350 980 બાની-એક શૂટરભાગ : ૪૯બાનીએ પોતાની પિસ્તોલ વ્યવસ્થિત જમણી બાજુ પોતાના પેન્ટના અંદર ખોસી. એને બ્લેક કલરનું લેદરનું લાંબી બાયનું જેકેટ પહેર્યું હતું. નીચે સ્કીન ફિટિંગ કાળા જ રંગનું જીન્સ પહેર્યું હતું. એ સુંદર તેમ જ નાજુક નમણી લાગતી હતી. ...Read Moreજુસ્સો તગડો હતો.બ્લ્યુ ટૂથ કાનમાં ભરવી રાખેલું એને બરાબર કર્યું. બાનીએ ફોન જોડ્યો, " હલ્લો....!!મિસ્ટર અમન...!! પહોંચ્યા કે નહીં..!!"ખૂબ જ પ્રેમથી નિર્દોષતાંથી બાનીએ પૂછ્યું."માય સ્વીટહાર્ટ પાહી...!! હું તો ક્યારનો પહોંચી ગયો છું એહાનના સ્ટુડિયો પર....!!" અમને કહ્યું."ઓકે...!! હું પણ પહોંચું છું."બાનીએ ફોન કટ કર્યો.એહાનના સ્ટુડિયોના નજદીક જ ટિપેન્દ્રએ એક હોટેલમાં રૂમ બુક કરેલો. પલાનિંગની પૂરી ચર્ચા આ રૂમમાં થઈ. અત્યારે Read “બાની”- એક શૂટર - 50 (28) 340 922 બાની-એક શૂટરભાગ : ૫૦બાનીની પિસ્તોલ હજું પણ એવી જ અકબંધ હતી અમનના છાતી પર....!! બાનીએ ઝટકામાં જોયું કે ગોળી છૂટી ક્યાંથી...!? ઝડપથી એને સમજ પડી ગઈ કે અમન પર ગોળી છોડી છે કોઈએ...!!તે જ સમયે જોની એક શખ્સ સાથે ...Read Moreકરી રહ્યો હતો. ઈવાન એ જોઈને બહારની તરફ ભાગ્યો."સંભાળ....!!" અમનનો હવાલો આપતાં એહાનને સંબોધતાં બાનીએ કહ્યું. બાની જરા પણ ચાહતી ન હતી કે અમન એના હાથમાંથી સરખી જાય. પરંતુ એના પગમાં ગોળી વાગી હતી....!! બાની ઝડપથી પિસ્તોલ લઈને ઈવાનનાં પાછળ ભાગી.જોની એક અણજાણ શખ્સ સાથે મરણોત્તર પર આવી જાય એ રીતે બાઝી રહ્યો હતો. એ અણજાણશખ્સ પાસે પિસ્તોલ હતી. બંને Read “બાની”- એક શૂટર - 51 (27) 290 662 બાની-એક શૂટરભાગ : ૫૧કાળા રંગની મસડીઝ મોટા ગેટમાંથી અંદરની તરફ પ્રવેશી.જાજરમાન લાગતા મોટા બંગલાના કમ્પાઉન્ડમાં કાળી મસડીઝ પાર્ક થઈ. બાની ઉર્ફ મિસ પાહી કાળા રંગના ગોગલ્સ તેમ જ કાળી લેધરની જેકેટમાં સજ્જ,મસડીઝમાંથી બહાર નીકળી. બંગલો બાની માટે પરિચીત હતો. ...Read Moreપહેલાં પણ કેટલીવાર અહીં આવી ચૂકી હતી. પોતાના દોસ્તો યારો સાથે તેમ જ મિસ પાહી અભિનેત્રી તરીકે પણ એ અહીં આવી ચૂકી હતી.બાની ઉર્ફ મિસ પાહી ડાબી બાજુની દિશા તરફ એકલી વિશ્વાસથી આગળ વધતી જતી હતી જ્યાં સફેદ રંગની ચાર નેતરની ખુરશીઓ લીલા ઘાસની લોન પર ગોઠવાયેલી હતી."આવો છોકરી...બેસો..!!" સફેદ ઝબ્બામાં સજ્જ નેતરની ખુરશી પર વિરાજમાન પચાસેકની ઉંમર વટાવી ચૂકેલા Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Pravina Mahyavanshi Follow