Baani-Ek Shooter - 5 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 5

“બાની”- એક શૂટર

ભાગ : ૫



"દાદી ....નહિ... નહિ.... દાદા...સોરી...મેં જાણી જોઈને શૂટ નથી કર્યું. ઓહ મારો નિશાનો... દાદા... શભૂંકાકા... સોરી..મેં એનું મર્ડર કર્યું..." પરસેવાથી રેબઝેબ બાની ઝડપથી જાગીને બેડ પર બેસી ગઈ. એને કાન બંધ કરી દીધા. એને અવારનવાર આ શબ્દો કાનમાં ગુંજતા. એની સાથે ભૂતકાળમાં બની ગયેલી ઘટના સપનામાં આવી હમેંશા એને પજવતી. એને જગમાં રહેલું પાણી ગ્લાસમાં નાંખીને ઝડપથી પી લીધું, "હું બધું છોડી ચૂકી છું. તો પણ કેમ આ સપનું મને સતાવી રહ્યું છે...!!" એ દુઃખી થતાં બોલી. એને ફરી સૂવાની ટ્રાઈ કરી પણ કમ્બક્ત આ સપનું...!! એ મર્ડર...!!

****

થોડા દિવસો બાદ ઈવાનને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતાં ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યાં જ બાની પણ એક દિવસ એણે ઘરે મળવા આવી.

“આંટી !! ઈવાન ક્યાં છે?” બાનીએ આંટીને નમસ્તે કર્યાં બાદ ઈવાન વિષે હાલચાલ પૂછતાં કહ્યું.

“એના બેડરૂમમાં છે. જા જઈને મળી લે.” ઈવાનના મોમ જ્યોતિબેને કહ્યું.

બાનીને જ્યારથી ઓળખતાં થયેલા જ્યોતિબેન ત્યારથી મનમાં પોતાનાં બંને દીકરામાંથી કોઈ એક ને બાની પરણે અને ઘરની વહુ બનીને શોભા વધાવે એવું તેણે ધારી રાખ્યું હતું.

“શું છે બોસ...?” બાનીએ એની મીઠી મધુર સ્વરથી જાણે આખા બેડરૂમમાં ગુંજ પુરાવ્યો હોય તેવી રીતે ઈવાનને પૂછ્યું.

અણધારી રીતે કોયલની જેમ ટહુકો કરનાર બેહદ સુંદરતાને ઈવાન જોતો રહ્યો. થોડી વાર પછી એણે ભાન થતાં એ કહેવાં લાગ્યો, “ આજે આવી?”

“હા, આજે જ આવી. એમ પણ તું ક્યાં હરતો ફરતો હતો. આજે તું થોડો ચાલવા લાગ્યો એટલે મને એમ કે હવે તું પાછો મને બાઈકની રાઈડ કરાવશે એટલે આવી.” બાનીએ થોડું મજાક કરતાં કહ્યું.

“એટલે હું ફક્ત તારા રાઈડ માટે જ છું. બીજો હું કંઈ કામ નો જ નથી તારા માટે..? ”

“નાં નથી કામ નો...” એટલું કહી બાની હસી.

ઈવાન એ હાસ્યને જોતો રહ્યો. એના સમગ્ર રૂપ રંગ ચહેરાને એ જોતો રહ્યો.

બાનીનો ‘વી’ આકારનો ચહેરો. પાતળી બાદામ જેવી બ્રાઉન કલરની એની આંખો...આંખને બંધબેસતો એનો આઈબ્રો બદામી રંગનો..પાતળું નાક. ઉપરનાં હોઠ એકદમ પાતળા ધનુષાકારનાં જયારે નીચેના હોઠ એ જ પાતળા હોઠના ડબ્બલ કહી શકાય એવાં લંબગોળ આકારનાં. જાણે ઈવાન એને પહેલીવાર જ જોઈ રહ્યો હોય તેમ એકીટશે જોતો રહ્યો.

બાનીએ આજે થોડું ઊંડું કહી શકાય એવાં ગળાનું ટોપ પહેર્યું હતું. એણી ડોકમાં રહેલી તિલ અટ્રેકટ કરી રહી હતી. એની ગોરી ત્વચા આજે વધુ ચમકી રહી હતી. તેમ જ જ્યાં એણી નીચેની સાઈડ ગરદન પૂરી થતી હતી ત્યાં સહેજ છાતીનો ભાગ અને ગરદનની વચ્ચે જ ડાબી બાજું એક ડાર્ક બ્રાઉન કલરની તિલ નજરે ઊડીને દેખાતી હતી.

ઈવાન એણી આ જ ખુબસુરતી પર મરતો હતો. બાનીની ગોરી ચમકતી ચામડી ક્યારેક સિલવર કલરની હોય તેમ લાગતી. એણે આજે વાળ દોહ્યાં હતાં. એનાં ભીના વાળમાં રહેલાં પાણીનો આછો રેલો એણી છાતીનાં મધ્યભાગમાં જઈ નીતરી રહ્યું હતું. ઈવાન બેડ પર બેઠો બેઠો મંત્રમુગ્ધ અવસ્થામાં આ બધું જ જોઈ રહ્યો હતો.

થોડી વારમાં ઇવાને એનું મૌન તોડ્યું, “તું એટલી અગ્લી કેમ છે?” ઈવાને ઉલટું કહીને બાનીને પરેશાન કરતો પ્રશ્ન પૂછ્યો.

“ ઓય...!! તું અગ્લી કોને કહે છે ?” એટલું કહી બાનીએ બંધ મુઠ્ઠી વાળીને ઇવાનનાં ખભે જોરથી મુક્કો માર્યો.

ઈવાને ઝટથી એના પાણી વાળા ભીંજાયેલા ખુલ્લા વાળને પોતાની તરફ ખેંચ્યા તે સાથે જ બાનીનો ચહેરો ઈવાનનાં નજદીક આવી ગયો. બંનેનાં હોઠોનું અંતર એક ઇંચ જેટલું જ બાકી રહ્યું હશે ત્યાં તો ઈવાનનાં મોટા ભાઈ લકીનો પ્રવેશ થયો અને તેણે આ બધું જ જોયું. એણે મોટેથી બૂમ પાડી, “ બાની...!!”

બાની !! હેય બાની !!

લકીએ ફરી બૂમ મારી.

મોટા બ્રો ને જોતાં જ ઈવાન થોડો આઘો ખસી ગયો ને બડબડ્યો, “ રોંગ ટાઈમે હમેશાં એન્ટ્રી કરે. બ્રો !! આ ઘણી ખરાબ આદત કહેવાય.”

બૂમ સાંભળી બાનીએ પોતાની ગરદન લકી તરફ ફેરવીને પ્રશ્નાર્થ નજરે જોયું .

“ બાની તમારા ડેડ નીચે વેઈટ કરી રહ્યાં છે.”

“ અરે જસ્ટ હમણાં જ તો આવી છું.”

“ હાં ઈવાનને મળીને આવ. પછી સાથે જ બહાર જઈશું . એમ તમારા ડેડનો મેસેજ હતો.”

“ હાં આ સારું બહાનું કહેવાય બાનીને જોવા માટે નો.” ઈવાન ફરી બબડ્યો.

“ શું બડબડ કરે છે ઈવાન.” લકીએ પૂછ્યું અને બાનીથી હસી પડાયું.

ઈવાનનાં બાજુમાં જ લકીનો બેડરૂમ આવેલો હતો.

પોતાનાં બેડરૂમમાં ઓફિસ જવાનાં માટે તૈયાર થવા આવેલો લકીએ બાનીના ડેડનો મેસેજ તો પહોંચાડ્યો સાથે જ બાનીની એક ઝલક પણ જોવા મળશે એ જ ઈચ્છા સાથે તે આવ્યો હતો.

“ તમે બંને ભાઈઓ કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી રાખી દેતાં. એટલે તમારું બંનેનું ઝગડવાનું થોડું ઓછું થાય.” બાનીએ મજાક કરી.

“ ઓહ !! તો તું મારી ગર્લફ્રેન્ડ નથી?” ઈવાને મોટેથી કહ્યું.

“ ના હું કોઈની પણ ગર્લફ્રેન્ડ નથી. તેમ જ મારે કોઈની ગર્લફ્રેન્ડ બનવું પણ નથી.” બાની ઈવાનનાં બેડ પરથી ઉઠતાં કહ્યું.

લકી થોડો હસ્યો અને બાનીને બાય કહી પોતાનાં બેડરૂમ તરફ ગયો.

“ ઓય !! ક્યાં જાય છે મને આમ જ એકલો છોડીને.” ઈવાને જતી બાનીનો હાથ પકડતા કહ્યું.

“કેમ તારી કોલેજવાળી ગર્લફ્રેન્ડ ટિયાએ બીજો બોયફ્રેન્ડ પકડ્યો? તને મળવા નથી આવી?? બાનીએ મજાકમાં પૂછ્યું.

ઈવાન અને બાની બચપણના મિત્રો હતાં. એક જ સ્કૂલમાં ભણેલા તેમ જ એક જ કોલેજમાં પણ ભણ્યા. મોટા થતાં જ બંને ફ્રેન્ડો તરીકે તો રહેતાં જ પરંતુ બાનીની ખુબસુરત અદાથી ઈવાન કોઈક વાર બાની સાથે ફ્લર્ટ કરી લેતો.

“ એણે પકડવા દેને બીજો ચોથો આઠમો બોયફ્રેન્ડ. તું તો છે જ ને..” ઈવાન બાનીને અત્યારે જવા દેવા માગતો ન હતો.

“ ચાલ બાય, પછી મળીએ. ડેડનું કઈ કામ હશે. રાહ જોતાં હશે. એટલે જવું પડશે.” એટલું કહી બાની ઈવાનના બેડરૂમમાંથી નીકળી ગઈ.

“ બા...નીનીનીની યાર !!” ઈવાન બૂમ પાડતો રહી ગયો.

****

લકી તૈયાર થઇને બેડરૂમમાંથી નીકળ્યો જ હતો અને બાની પણ ઉતાવળમાં ઈવાનના બેડરૂમમાંથી નીકળી. બાનીનું ધ્યાન નહોતું. બંને ટકરાવાના જ હતાં પરંતુ લકી બાનીથી થોડો આઘો ખસી ગયો.

બાનીએ તરત જ સોરી કહ્યું.

બંને સાથે જ દાદરા પરથી ઉતરતાં હતાં. ત્યાં જ નીચે બેઠેલા બાનીના ડેડ કનકભાઈ, લકી ઈવાનના ડેડ દિપકભાઈ અને એમના પત્ની જ્યોતિબેન ચ્હા નાસ્તો લેતાં સામાન્ય ચર્ચા કરતા બેઠા હતાં. આ ત્રણેયનું ધ્યાન ઉપરથી આવતાં બાની અને લકી તરફ ગયું. એવું આ પહેલી વાર બન્યું હતું કે લકી અને બાની એકસાથે જોડીમાં ચાલતાં દેખાતાં હતાં. આ બંનેની જોડી જોઈને જે જ્યોતિબેનના મનમાં ચાલ્યું એ જ વિચાર દિપકભાઈ અને કનકભાઈના દિમાગમાં પણ ચાલ્યો.

“બાય અંકલ. ઓફિસ માટે નીકળું છું.” એટલું કહી લકી ઝડપથી નીકળી ગયો.

બાની પોતાના ડેડની બાજુમાં સોફા પર જઈ ગોઠવાઈ.

“ડેડ શું કામ હતું ?”

“તને આજે મારી કાર લઈ જવી છે ને તો લઈ જજે.” બાનીના ડેડે કહ્યું.

“હા આજે કનકભાઈ અમારી સાથે અગત્યના કામ માટે આવવાના છે.” દિપક ભાઈએ જવાબ આપ્યો.

“લકી...!!” જ્યોતિબેને જતા લકીને બૂમ પાડી.

બૂમ સાંભળીને લકી અટક્યો. અને પોતાની મોમ તરફ પ્રશ્ન નજરે જોયું.

“આજે સાંજે જલ્દી આવવાનું છે યાદ છે ને? મિ.જનકભાઈના ઘરે એમણી છોકરી દિયાને જોવા જવાનું છે.” જ્યોતિબેને જાણી જોઈને બાનીના ડેડ કનકભાઈનાં સામે વાતને છેડી.

“ઓહ્હ વાઉં આંટી ગ્રેટ.” બાનીએ ઉત્સુકતાથી કહ્યું.

લકીએ આજ્ઞાકારી પુત્રની જેમ ડોકું ધુણાવીને “ હા ” કહ્યું. અને ચાલતો થયો.

“ આંટી અંકલ, પછી મળીએ. ડેડ બાય..” બાની પણ લકીને ચીડવવા માટે ફટાફટ બધાને એટલું કહીને એની પાછળ ગઈ.

બાની અને લકી બહાર ગયા પછી જ્યોતિબેન ફરી વાતે વળગ્યાં. “જિતેશભાઈ અને ખુશ્બુબેન ને તો તમે ઓળખતાં જ હશો ને કનકભાઈ ? એમણી દીકરી દિયાએ બી.ટેક કર્યું છે પરંતુ પોતાના ડેડનો બિસનેઝ સંભાળે છે.”

“હા એમને ઓળખું છું.” કનકભાઈએ ટુંકમાં વાત પતાવી.

ત્યાં જ લકીના ડેડ દિપકભાઈથી હવે રહેવાયું નહીં. એણે આખરે વાત જબાન પર લાવતાં કહ્યું, “કનકભાઈ !! અમે બંને તો એમ વિચારી રહ્યાં હતાં કે બાની અને લકી જો એકમેકને પસંદ કરતાં હોય તો આપણે વાત આગળ ચલાવીએ.”

“મારો વિચાર પણ આ જ છે. પણ હાં આપણે બધાને આજનાં આ નવજુવાનિયા પર લગ્નની વાત છોડી મુકવી જોઈએ.” બાનીના ડેડ કનકભાઈએ સમજાવતાં કહ્યું.

“ આ વાત બરાબર છે કનકભાઈ આપની. પણ તમારા તરફથી બાનીનાં કાનમાં લકી સાથેના લગ્નની વાત હમણાંથી જ રેડી રાખે તો સારું.” જ્યોતિબેન કોઈ પણ ભોગે બાનીને પોતાની વહુ જ બનાવાનાં ઈરાદાથી બોલ્યા.

“હા. છેલ્લે બંનેની ઈચ્છા.” પોતાના વાત પર અડગ રહેતાં બાનીના ડેડે કહ્યું. પરંતુ તેઓ પણ એજ ઈચ્છતા હતાં કે લકી જેવો જમાઈ મળી જાય એટલે કોઈ બીજો વરરાજો બાની માટે શોધવા જ ન પડે.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે.)