Baani-Ek Shooter - 4 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - ૪

“બાની”- એક શૂટર

ભાગ : ૪


“બાની, તું બહાર જ છે ને.” બાનીના ડેડે ફોન પર પૂછ્યું. ફોન આવતાં જ બાનીએ કારને સાઈડ પર લીધી.

“હા ડેડ. હું કામથી બહાર છું.” બાનીએ કહ્યું.

“હા ઠીક છે. તું જરા હોસ્પિટલ થઈને આવ. ઈવાનનું એક્સીડેન્ટ થયું છે. બેટા તું મળીને આવશે તો એના મોમ ડેડને પણ સારું લાગશે. હું અત્યારે આવી શકું એમ નથી.” ડેડે કહ્યું.

બાની વિચારવા લાગી કે જરૂર ઘરે મોમ ને કોલ કર્યો હશે એટલે હું બહાર છું એ ખબર પડી.

બાનીના ડેડ એક પણ તક ચૂકતા નહીં દિપકભાઈના પરિવાર સામે બાનીને સારી સંસ્કારી પરિવારની છોકરી દેખાવડા માટે. એટલે જ એમેને કહી દીધું કે ઈવાનને હોસ્પિટલમાં જઈને મળી આવજે.

"શું થયું?" જાસ્મીને પૂછ્યું.

"કશું કામ નથી ને? કાર હોસ્પિટલ ભણી લઉં છું. અરે એ લસ્ટ માણસ છે ને એનું એક્સીડેન્ટ વારે ઘડી થયા જ કરે. તો એની બ્રેકીંગ ન્યુઝ કાઢીને આવું. ઈવાન..!!" બાનીએ કાર ચલાવતાં જ કહ્યું.

"હમ્મ તું જઈને આવ યાર. હું કારમાં બેસી રહીશ. માથું ચડ્યું છે. મૂડ જરા પણ નથી." માથું દાબતા જાસ્મીને કહ્યું.

"અરે હું તને લઈ પણ ના જાઊં. શું ખબર એ લસ્ટ તને જોઈને સાજો થઈ જાય. મારો હમઉંમર છે. બ્યુટીફૂલ ચહેરો જોઈ લેતા જ એ દિવાનો બની જાય..!!" બાનીએ થોડું હસતા કહ્યું. કાર ચલાવતાં જ એને એક નજર જાસ્મીન પર નાંખી પણ એનું મૂડ જરા પણ સારું ન હતું.

"એ જેસ્સ ઠીક છે ને તું. બધું સારું થશે." બાનીએ કહ્યું.

થોડી મિનિટો બાદ વાત આગળ ચલાવતાં જાસ્મીને કહ્યું," અરે બાની તું જ્યાં જોય ત્યાં મૂવીનો સીન કેમ યાદ કરાવે બધાને?? અવિનાશને પણ ઓલુ બર્ફ વાળું...!! તને તો હિરોઈન બની જવું જોઈએ. કોઈ મૂવીમાં કામ કરવા માંડ." કહીને જાસ્મીન હસી. એને હસતા જોઈને બાનીને ઘણું સારું લાગ્યું.

"તું બની શકે યાર હિરોઈન. તું એમ પણ એ જ ક્ષેત્રમાં છે. આપનાને એ બધા નાચ નચાવે એવું બધું નથી કરવું." બાનીએ કહ્યું. એટલામાં તેઓ હોસ્પિટલને ત્યાં પહોંચ્યા.

"તું અહિયાં જ રહે. હું જસ્ટ આવી." કારમાંથી નીકળતાં બાનીએ કહ્યું.

હોસ્પિટલમાં ઈવાનની ખબર કાઢવા બાની પહોંચી ગઈ.

બાની ઈવાનની બચપણની ફ્રેન્ડ પણ હતી. તેમ જ દિપકભાઈનાં પરિવાર સાથે પણ જોડાયેલી હતી. દિપકભાઇ અને બાનીનાં ડેડ કનકભાઈ મહેતા બંને બિઝનેસની બાબતમાં હરિફાઈમાં રહેતાં કેમ કે બંનેનો ધંધો પણ એક જ હતો. પરંતુ આમ રિશ્તો સારો હતો. બંનેનું એકમેકનાં ઘરે આવનજાવન ચાલુ રહેતું. બંને પરિવારો એકમેકને સારી રીતે ઓળખતા.

બાની !! હોસ્પિટલમાં પ્રવેશતાંની સાથે જ મરીજો, વડીલોને બાદ કરતા, યુવાન જુવાન કુંવારા માટે હાર્ટનું દર્દ બની રહી. એના માટે આ નવું તો હતું જ નહીં. એણે પોતાને પણ ખબર જ છે કે એ જ્યાં જાય ત્યાં રૂપને જોનાર નિરીક્ષણ કરનાર ઘણા હતાં. એનું સુંદર સુડોળ કાયા જ એવી રૂપરૂપની ભંડાર હતી કે તેણે કોઈ જાતની કેર પણ રાખી ન હતી ફક્ત એ કુદરતી ચહેરા અને કાયા માટે ક્યારેક ઈશ્વરને આભાર માનતી.

“લકી...!! કેમ છે ઈવાન ?” આવતાંની સાથે જ બાનીએ લકીને પૂછ્યું.

લકી, અચાનક સામે આવેલી બાનીને જોઈને જાણે હોશ જ ખોઈ બેસ્યો હોય તેમ ફક્ત મોઢામાંથી, “ હમ્મ.” એટલું જ કહી શક્યો.

બાની જાણતી હતી કે લકી પણ પોતાને જોતાં જ લપસી જતો. એટલે ફરી એણે પૂછવાનું ટાળ્યું અને સીધા દિપકભાઈ પાસે ગઈ.

“અંકલ, ઈવાન....?”

“એના પગનું ઓપેરેશન થયું છે બેટા, એને હોશ આવે પછી મળી શકાશે.”

દિપકભાઈને દિલાસો આપીને બાની, આંટી સાથે બેંચ પર ગોઠવાઈ. ક્રિશે ઉડતી નજરે બાનીને જોઈને નાની અમથી સ્માઈલ કરી મૂકી. અને બીજા બધા ગ્રુપનાં બાની તરફ થોડી થોડી વારે જોયા રાખતાં. ક્રિશની ગર્લફ્રેન્ડ હની એ પણ આવી ચૂકી હતી.

ક્રિશ ઈવાનનો બેસ્ટ ફ્રેન્ડ હતો. ઈવાન,બાની,હની, સેમ,ટીપેન્દ્ર અને ક્રિશ આખું ગ્રુપ એક જ કોલેજમાં ભણીને અત્યારે જ નીકળ્યા હતાં. છુટા પડતા જ ઈવાને કોલેજ ભણાઈ ગયું એની ખૂશીમાં જ સ્પીડમાં કાર મારી મૂકતા એક્સીડેન્ટ કરી મૂક્યું. હમણાં જે હોસ્પિટલમાં ઇવાનનાં ફ્રેન્ડોના ટોળા જામ્યાં હતાં એમાં થોડાક કોલજનાં, થોડાક માનીતા ફ્રેસબૂક ફ્રેન્ડો અને આજુબાજુ સોસાયટીનાં અડધા ફ્રેન્ડો હતાં. એટલે આ બધા જ બોયઝ ની નજર બાની પર પડતાં જ એમના હાર્ટની ધકધક ધડકન બની ગઈ. બધા જ છોકરાઓ એને તાકી રહ્યાં હતાં. એમાં કેટલાક જણા તો એ વિચારે ચઢ્યા હતાં કે હોસ્પિટલની બહાર આ છોકરીને ક્યારે મળીએ...!!

ઓપેરેશન થેઈટરમાંથી ઈવાનને સ્પેશ્યલ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. નર્સ આવીને કહી ગઈ હતી કે, "ઈવાનને હોશમાં આવતાં વાર લાગશે.”

લકીએ આ વાત ટોળાને જણાવી દીધી. બાનીને જાસ્મીન પાસે જલ્દીથી પહોંચવું હતું તેથી તે અંકલ આંટીની રજા લઈ ત્યાંથી નીકળી પડી એ જ વિચારથી કે હોશ આવશે ત્યારે ઇવાનને ફરી મળી લેવાશે. બાનીના જતાવેંત જ ગ્રુપના બધા છોકરાઓ ટપો ટપ ઝડપથી લકીને મળીને નીકળવા લાગ્યાં. લકી શાન માં બધું જ સમજી ગયો.

ત્યાં જ એ ઝડપથી જતાં જ એક યુવાન સાથે આછી ટકરાઈ. એ યુવાન એહાન હતો. જે ઈવાનની મેડિસિન લેવા બહાર ગયો હતો. બંનેને ઘાઈ હતી એટલે સોરી કહીને એકમેકને જોવા વગર નીકળી ગયા. બાની કારમાં જઈને બેસી ગઈ.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે.)